________________
ગણિતાધ્યાય 1 લે.
^
^
^^
^
^^^^
^
૩૬–૦ આવ્યા તેમાં ગતાબ્દ ૨૪ ઉમેર્યા તે ૩૦–૧૨–૩૬-૦ આવ્યા, તેમાં જન્મને વારાદિક ૪-૩૩-૭-૦ ઉમેર્યા તે ૩૪–૪૫–૪૩–૦ આવ્યા ઉપલા વારના ૩૪ અંકને ૭ થી ભાગતાં શેષ ૬–૪૫–૪૩–. આ વર્ષપ્રવેશના ક્રમથી વાર, ઘડી, પળ અને વિપળ આવ્યા.
पंचमप्रकारः गताः समाः पाद युताः प्रकृतिघ्नसमा गणात् ।। खवेदाप्तघटीयुक्ता जन्मवारादिसंयुताः ॥
अब्दप्रवेशे वारादि सप्ततष्टेऽत्र निर्दिशेत् ॥ ६ ॥ અર્થ –ગત વર્ષને પિતાના ચતુર્થાશથી યુક્ત કરીને ફરીથી ગતવર્ષને ૨૧ થી ગણુને ૪૦નો ભાગ આપવાથી જે ફળ આવે તે ઘડી, પળ અને વિપળ જાણવું. તેમાં ચતુર્થાંશથી યુકત ગતવર્ષ જોડવાથી જે ફળ આવે તેમાં જન્મને વાર, ઘડી અને પળ ઉમેરવાથી વારાદિક વર્ષ પ્રવેશ થાય છે. ઉપલા વારને અંક ૭ થી અધિક હોય તો ૭થી ભાગ લેતાં જે શેષ રહે તે વાર જાણ. ૬
ઉદાહરણ –ગતવર્ષ ૨૪ માં પોતાનો ચતુર્થાશ ૬ ઉમેર્યા તો ૩૦ થયા તે વાર જાણવા, ગત વર્ષ ૨૪ ને ૨૧ થી ગણ્યા તો ૫૦૪ થયા તેને ૪૦ નો ભાગ આપ્યો તો ફળ ૧૨–૩૬–૦ આવ્યું તે ઘટ્યાદિ જાણવું. તેમાં મથાળે ચતુર્થાંશથી યુકત ગતવર્ષ ૩૦ ઉમેર્યા તે ૩૦–૧૨–૩૬-૦ થયા, ફરી તેમાં જન્મનો વારાદિક ૪–૩૩–૭– ઉમેર્યા તો ૩૪-૪૫-૪૩- થયા, ઉપલો ૩૪ વારનો અંક ૭ થી વધારે છે માટે ૭ થી ભાગ લીધો તો શેષ ૬ તે વાર જાણવા, એ પ્રમાણે ૬ વાર ૪૫ ઘડી ૪૩ પળ અને ૦ વિપળ સમયે વર્ષપ્રવેશ થયો.
षष्ठप्रकारः इष्टः शको जन्मशकेन हीनस्त्रिधा सपादो दलितश्च सार्द्धः ॥ युक्तस्तथा जन्मगवासराद्यैः स्फुटा भवेददनिवेशवेला ॥ ७ ॥
અર્થ –વર્તમાન શિકમાંથી જન્મને શક બાદ કરતાં જે શેષ રહે તે ગતાબ્દ કહેવાય. તે ગતાબ્દને ત્રણ ઠેકાણે સ્થાપન કરીને કમથી સવાયા, અડધા અને દેઢા કરી જન્મને વારાદિક યુકત કરવાથી વર્ષપ્રવેશ થાય છે. ૭
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com