________________
૧૮
અમદાવાદ. પ્રજાબંધુ. તા. ૪ મે સને ૧૯૧૩ તાજિકસારસંગ્રહ–જ્યોતિષ વિદ્યાને લગતાં સારાં પુસ્તકમાં ‘તાજિકસારસંગ્રહ' નામક પુસ્તકનો વધારો થયો છે એ ગુજરાતી સાહિત્યને માટે અભિનંદનીય બીના લેખાશે. જ્યોતિષને લગતું સાહિત્ય મૂળ સંસ્કૃત ભાષામાં અતિ વિશાળ છે પરંતુ એ ગહન શાસ્ત્રના ભોગીજને અતિ વિરલ હોય છે. જ્યોતિષના અભ્યાસીઓ તે મૂળ સંસ્કૃતમાંથી પણ અનેક ગ્રંથોનો અભ્યાસ કરે છે, પરંતુ સામાન્ય જનસમાજ એ ગહન વિષયમાં ચંચૂપાત કરી શકતા નથી અને તેને માટે આવાં પુસ્તકોની આ વશ્યકતા છે એમ કહી શકાશે. આ ગ્રંથને મુખ્ય ત્રણ અધ્યાયોમાં વહેંચી નાંખવામાં આવેલ છે. પ્રથમાધ્યાયમાં વર્ષફળ બનાવવા માટે ગણિતને વિષય છે, દ્વિતીય અધ્યાયમાં સારા માઠા ગ્રહનું ફળ દર્શાવવામાં આવ્યું છે અને તૃતીય અધ્યાયમાં પણ ફળ અને ભાવ વિચાર દર્શાવવામાં આવ્યાં છે. આ ત્રણે અધ્યાયમાં મૂળ સંસ્કૃત શ્લેકે સાથે તેને ગુજરાતીમાં ભાવાર્થ આપવામાં આવ્યો છે અને વિશેષ સમજુતીને માટે ગણિતને લગતાં કેટલાંક કોષ્ટકો આપીને અભ્યાસીઓને અભ્યાસ કરવા માટે માર્ગ સરલ કરવામાં આવ્યો છે. તાજિકશાસ્ત્રના મૂળ રચયિતા વસિષ્ટાદિ અષ્ટાદશ આચાર્યોના ઉપદેષ્ટા બ્રહ્મદેવ કહેવાય છે. બીજા તિષને લગતા પ્રથે કરતાં આ ગ્રંથની વિશિષ્ટતા એ છે કે તેની મદદથી વર્ષ, માસ અને દિવસ સુદ્ધાંતનું ભિન્ન ભિન્ન ફળ કહી શકાય છે. પુસ્તક ઉત્તમ થયું છે અને તેનું ભાષાન્તર તથા કોષ્ટક વગેરેની ગોઠવણીમાં તેના રચનાર જોશી વૃંદાવન માણેકલાલે બહુ પરિશ્રમ લીધો હોય તેમ જણાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com