________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પામ્યો. જેણે કર્ણાટક, પાંડુ અને તિલંગાદિ દેશના રાજાઓને જીતીને વશ કર્યા હતા. સમિયાનક અને જાબાલીપુર(જાલાર) પ્રમુખ નગરને જેણે જીતી લીધા અને ગુજરાતમાં ભમતા ખાપરાને સૈન્યને પણ તેણે નસાડી મુકયું હતું.
તે અલ્લાઉદ્દીન બાદશાહને પ્રીતિપાત્ર અલપખાન નામે સુબ પાટણમાં રહેતો હતો. દેશળને પુત્ર સમરસિંહ તેની ઉચ્ચ
અધિકારી તરિકે સેવા કરતો હતો. અલપખાન પણ તેના ગુણથી પ્રસન્ન થઈને તેને વિષે બધુના જેવો પ્રેમ રાખતો હતો.
તે વખતે દુષમકાળના પ્રભાવથી દેવયોગે સ્વેચ્છન્ય શત્રુંજય તીર્થનો ભંગ કર્યો અને આદિજિનની પ્રતિમાને તોડી નાખી. તે સાંભળીને સંઘને વજપાતની જેમ ભારે આઘાત થયો. કેટલાકે તે ભજનનો ત્યાગ કર્યો, કેટલાક સદન કરવા લાગ્યા, એ કઈ બાળક, યુવાન કે વૃદ્ધ નહતો કે જેણે તે વખતે પાણી પણ પીધું હેય. દેસલ આ વાત સાંભળીને મૂછ ખાઇ નીચે પડ્યો. જ્યારે શીતપચાર વડે તેને ચૈતન્ય પ્રાપ્ત થયું ત્યારે તે વિલાપ કરવા લાગ્યો. પછી પિષધશાલામાં સિદ્ધસેન સૂરિની પાસે જઈ તેણે તીર્થભંગ સંબંધી બધી હકીક્ત કહી, સિદ્ધસેનસૂરીએ તેને આશ્વાસન આપી શાંત કર્યો અને દુઃખપૂર્વક કલિકાલનો પ્રભાવ જણવી ખેદ ન કરવા કહ્યું. સંસારને વિષે કોઈ પણ પદાર્થ સ્થિર નથી જ, આવું સંસારનું સ્વરૂપ છે. તે મનુષ્યો ધન્ય છે કે તીર્થને નાશ ન થાય માટે તેને ઉદ્ધાર કરાવે છે. આ શત્રુંજય તીર્થને વિષે પૂર્વે ઘણું ઉદ્ધાર થયેલા છે. પરંતુ તેમાં પાંચ ઉદ્ધારો પ્રસિદ્ધ છે.
१ प्रहर्तुक्रियास्थानसंख्ये १३६९ विक्रमवत्सरे आवडिस्थापितं बिम्बं म्लेच्छैर्भग्नं कलेवंशात् ॥
જિનપ્રભસરિવિરચિત શત્રુંજયતીર્થકલ્પ.
દર
For Private and Personal Use Only