________________
શાંત સુધારસ.
ત્યાં સુધી તત્ત્વજ્ઞાનરૂપ સિદ્ધાંતબેધનું બીજ તેમાં કયાંથી વાવી શકાય ? ન જ વાવી શકાય; છતાં તે ત્યાં પ્રક્ષેપવામાં આવે તે તે કરે નહિં; વ્યર્થ જાય. આમ તત્વજ્ઞાનને અર્થે વૈરાગ્યની બહુ બહુ જરૂર છે. પાત્રતા વિના જ્ઞાન પ્રાપ્ત થતું નથી; પરિણામ આપતું નથી. તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિ માટે જીવને વૈરાગ્ય પાત્રતા આપે છે. આમ આ સંસારમાંથી છૂટવા ઈચ્છતા જીને, મુમુક્ષુઓને વિરાગ્ય પરમ સાધન છે. ત્યાગ, વિરાગ ન ચિત્તમાં, થાય ને તેને જ્ઞાન. "
–આત્મસિદ્ધિ જેના ચિત્તમાં લેશમાત્ર ત્યાગ, વૈરાગ્ય નથી તેને તત્ત્વજ્ઞાન ન થાય એમ સહુરૂષે કહે છે, તે કેવળ સત્ય છે. આ કાળ
એના પ્રત્યક્ષ પૂરાવારૂપે છે. આ કાળને પરમ આ કાળ દુષમ જ્ઞાનીઓએ દુષમ કહ્યો છે તે વાસ્તવિક છે. કેમ કહેવાય? જે કાળમાં જેને આત્મહિતનાં સાધને
દુષ્કર થઈ પડ્યાં હોય, તત્વજ્ઞાનની પ્રાપ્તિ પરમ દુર્લભ હોય તે કાળ કેવળ દુષમ, વિષમ કહેવા ચોગ્ય છે. મેહનું સામ્રાજ્ય તે બધા કાળમાં વર્તે છે પણ આ કાળમાં એનું સાર્વભૈમ રાજ્ય બહુ પ્રબળપણે વર્તતું દેખાય છે. આ કાળમાં વસ્તુસ્થિતિ ઉત્તરોત્તર ક્ષીણતાને પામતી ચાલી છે, એ દેખીતી વાત છે. ધનસંપત્તિ, આયુષ્ય અને શરીરસંપત્તિ, આ ત્રણ મુખ્ય વસ્તુઓની ક્ષીણતા એના પ્રત્યક્ષ પૂરાવારૂપે છે. સૈકા ઉપરના માણસે એંસી, નેવું, સે વરસ સુધીનું આયુષ્ય ભેગવતા, હાલ જે સાઠ કે સીતેર