________________
૧૮
સાધુતાની જીત સૂક્ષ્મ–વિચારની સોયથી મનમાં કે સંસ્કારોની અટપટી ગૂંચમાં ઉડે પડી રહેલા શલ્યને તથા વિચાર-દોષના કાંટાને બહાર કાઢજે !!!
– આને ખરો ભાવ તને સમજાશે અને તેના મર્મ સુધી તું પહોંચી શકીશ!!!
છેલ્લે આટલું જરૂર યાદ રાખજે-“ઉત્ત-વૃત્તૌ રાજા બનવા પ્રયત્ન કરજે !!! અને “આપ ધ ” સૂત્રને લેક્ષમાં રાખી જેની નિશ્રાએ સંયમ–પંથે સંચરવા તૈયાર થયું છે, તે ગુરુદેવની આજ્ઞાને જીવન સર્વસ્વ માનીને ચાલજે !!! આ વાત જરા પણ વિસરીશ નહીં !!!
ચેતવણી જે સંયમમાં અનાદિકાલીન સંસ્કાર અને ઇન્દ્રિયના વિષયને જીતવાનું મહત્વ છે, તે સંયમના નામે મળતા ખાન-પાન આદિથી પૌરાલિક-વાસનાઓને પિષવાની બાલિશ–પ્રવૃત્તિ ખરેખર જીવનશક્તિનું સદંતર દેવાળું કાઢવા જેવી છે.
માટે સંયમ લીધા પછી સવેળા ચેતી જઈ ગુરુનિશ્રાએ વૃત્તિઓના નિગ્રહ માટે ઉદ્યમ કરવો જોઈએ !!!