________________
૧૦૮
૧૧ વડાને દેખાડ્યા વિના આહાર ન લેવે.
૧૨ એકલી સ્ત્રી સાથે એકલા આલાપ ન કરવા. ૧૩ વસ્ર આધુ–પાછું બાંધી ન મૂકવું, માગે સુખે નિર્વાહ થાય (ઉપાડી શકાય), એ વાર પડિલેહણ થાય, અને પલિમથ (વધુ પડતા સમયના ભાગ જેની સાચવણી—પડિલેહણાદિમાં આપવા પડે) ન થાય તેટલું ને તેવું જ રાખવું. ૧૪ પુસ્તક ગૃહસ્થને ઘેર સીવીને ન મૂકવું, જ્ઞાનાદિક–વૃદ્ધિને અથૅ છૂટુ જ રાખવું, કે જેથી તેના લાભ ખીજા લઈ શકે. તેના પર મૂર્છા ન કરવી.
સાધુતાની ન્યાત
૧૫ દિવસના બે ઘડી પડેલી ને બે ઘડી પાછલી આહારપાણી આશ્રી જાળવવી, વિશેષ કારણે પણ સૂર્યોદયાસ્ત વેળા જોવી. ૧૬ દિનપ્રત્યે છતી શક્તિએ માર્ગાદિ કારણ વિના એકાસણાદિ તપ કરવા.
૧૭ પાંચપર્વી વિગય ન લેવી.
૧૮. દરરેાજ કાંઈક પણ અભિગ્રહ કરવા.
૧૯ અનાચી વસ્તુ ન વહેારવી. શીતકાલ વિના ખજુર, દ્રાક્ષ વગેરે ન લેવાં. આર્દ્રા પછી કાચી ખાંડ ન વહેારવી. ૨૦ દિનપ્રત્યે છતી શક્તિએ ૧૦-૨૦ લાગસ્સના કાઉસ્સગ્ગ કરવા ૨૧ દશવધ–સામાચારી વિશેષ પ્રકારે પાળવી.
.