Book Title: Sadhutani Jyot
Author(s): Babubhai Sakarchand Topiwala
Publisher: Babubhai Sakarchand Topiwala

View full book text
Previous | Next

Page 168
________________ સાધુ-જીવનની સારમયતા મુમુક્ષુ આત્માને વ્યક્તિગત-કલ્યાણની સાધના પ્રધાન હોય છે, તેની સાચવણ-ખીલવણને સાપેક્ષ રહીને સર્વ કાર્યો કરવાનાં હોય છે, માટે મુમુક્ષુ આત્મા અનંત-પુણ્યરાશિના અતિપ્રકર્ષના પરિણામે મેળવેલ પ્રભુશાસનના લકત્તર-સંયમની આરાધનાને અનુકૂળ સાધનની સફળતા યથાયોગ્ય શી રીતે મેળવી શકાય? તે અંગે શ્રી આચારાંગ-આદિ શાસ્ત્રમાં નાના પ્રકારનું વર્ણન છે, જેમાનું કંઈક આ ગ્રંથમાં વર્ણવવા અલ્પ પ્રયાસ કર્યા છે, પણ આ બધું માર્ગદર્શન મુમુક્ષુ-આત્માને સહજ રીતે મળી રહે તેવું કંઈક અહીં બતાવાય છે. ૧ પ્રથમ તે સાધુ-સાધ્વીએ દીક્ષાને પરમાર્થ સમજી, બાહા-જીવનમાંથી આંતરિક-જીવન જીવવા માટેની પૂર્ણ તૈયારીવાળા જીવન જીવવા માટેની પિતાની જવાબદારી ધ્યાનમાં રાખીને, પરમ–હિતકર જ્ઞાની-ભગવંતના વચનને પૂર્ણ વફાદાર રહેવું ઘટે, તે વચને પણ પોતાની બુદ્ધિની તુચ્છતાના કારણે સંપૂર્ણ યથાર્થ ન સમજાય, તેવા પ્રસંગે પણ સાક્ષાત્ ઉપકારી પિતાના ગુરુભંગવંત પ્રતિ પૂર્ણ વિનયભાવે નમ્રતા દાખવવી. પિતાના આત્મિક-વિકાસ માટે પૂર્ણ જાગૃત રહેવું ૨ દીક્ષા લીધા પછી રાજની ઉપયેગી ક્રિયાઓની શુદ્ધિ અને જયણાપૂર્વક પાલન થાય, તે માટે વિધિનું સંપૂર્ણ જ્ઞાન મેળવી યથાશક્ય પ્રયત્ન કરી વિધિપૂર્વક પાલન માટે નિરંતર દયાન રાખવું.

Loading...

Page Navigation
1 ... 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192