________________
આલોચના દીપિકા
૧૭૩ ૨ બ્રહ્મચર્યની નવ વાડમાંથી કેઈપણ વાડનું ખંડન કરે. ૩ પૂર્વની કામક્રીડા આદિનું સમરણ કરે. • ૪ વિલાસી વાંચન, ચિત્રદશન કે વિચાર કરે. ૫ સૃષ્ટિ-વિરૂદ્ધ કર્મ કે હસ્તકર્મ આચરે.
સાધુને સાધ્વી, સ્ત્રી કે તિર્યંચને સંઘટ્ટો અનંતર કે પરંપરાએ થાય. સાવીને સાધુ, પુરૂષ કે તિયચનો
સંઘો અનંતર કે પરંપરાએ થાય. ૭ નિષ્કારણ પ્રણીત આહાર કે અધિક આહાર વાપરે. ૮ સાધ્વી કે શ્રાવિકા સાથે હસીને વાતો કરે. ૯ છોકરાં રમાડે. ૧૦ પુરૂષ કે છોકરાના શરીરને સ્પર્શ કરે.
પંચમ મહાવ્રત ૧ ઉપકરણ વસ્ત્ર-પાત્રાદિ ઉપર મૂછ રાખે. ૨ ગૃહસ્થને ઘેર વસ્ત્ર–પાત્રાદિ રાખી મૂકે. ૩ જરૂર ન હોવા છતાં વસ્તુ રાખે. ૪ પિતા થકી દ્રવ્ય રાખે-૨ખાવે.
ષષ્ઠ બત ૧ પડિલેહણ કર્યા સિવાયના પાત્રાદિમાં ગોચરી પાણી લાવે. ૨ પડિલેહણ કર્યા સિવાયના પાત્રાદિમાં ગોચરી પાછું વાપરે. ૩ સૂર્યોદય પહેલાં પડિલેહણ કરેલ પાત્રાદિમાં ગોચરી પાણી | લાવે કે વાપરે. ૪ સૂર્યોદય પહેલાં કે સૂર્યાસ્ત પછી આહાર-પાણે વાપરે. ૫ તિવિહારનું પચ્ચકખાણ કર્યા પછી કે સાંજે પચ્ચકખાણ
પછી મુખમાંથી દાણે નીકળે.