________________
१७४
સાધુતાની જાત ૬ પચ્ચકખાણ કર્યા બાદ કે રાત્રે ઉલટી થાય. ૭ પચ્ચકખાણ કર્યા બાદ કે રાત્રે આહારના ઓડકાર આવે. ૮ ગોચરી વાપરતાં સ્વાદ માટે વસ્તુને ભેગી કરીને વાપરે,
પ્રશંસા કરે, નિંદા કરે કે વિના કારણે વાપરે. ૯ પહેલી પરિસીનું લાવેલું ત્રીજી પરિસી થઈ ગયે વાપરે. ૧૦ એક સ્થાનેથી વહોરેલું બે કેસ (કા માઈલ) દૂર ગયે વાપરે. ૧૧ ઔષધ આદિ રાત્રે સંનિધિ, પિતાની પાસે રાખે કે વાપરે. ૧૨ ઝળી પડતાં આદિ આહારાદિથી ખરડાએલાં રહી જાય, સાંજ પહેલાં ન ધુવે.
તપાચાર ૧ શક્તિ હોવા છતાં પર્વ તિથિએ ઉપવાસ આદિ તપ ન કરે. ૨ ઉદરી ન રાખે. ૩ વૃત્તિ સંક્ષેપ ન કરે. ૪ વિગઈને ત્યાગ ન કરે. પ દ્રવ્યાદિ–અભિગ્રહ ન રાખે. ૬ પચ્ચક્ખાણ ભાંગે. ૭ રેગાદિ સમ્યક્ પ્રકારે સહન ન કરે. ૮ પ્રાયશ્ચિત્ત ન લે. ૯ પ્રાયશ્ચિત્ત પુરૂં ન કરે.
વીર્યાચાર ૧ વિના કારણે બેઠા બેઠા પ્રતિકમણ કરે. ૨ ખમાસમણું વગેરેની વિધિ બરાબર ન સાચવે. ૩ વિનય–વૈયાવચ ન કરે.