________________
૧૭૮
સાધુતાની જીત ૯ સંથારામાં સૂતાં સૂતાં પ્રતિકમણ કરે તે. ૧૦ સંથારામાં બેસીને પ્રતિક્રમણ કરે તે. ૧૧ માંડલીમાં પ્રતિક્રમણ ન કરે તો. ૧૨ સર્વ શ્રમણ-સંઘની ત્રિવિધે-ત્રિવિધ ક્ષમાપના કર્યા વગર
પ્રતિક્રમણ કરે તે. (એટલે કે કોઈની સાથે કષાયાદિ થયો હોય તે તેની
શાંતિ કર્યા વિના પ્રતિક્રમણ કરે તે. ૧૩ પદે પદની ઉચ્ચાર-શુદ્ધિના ઉપયોગ વિના પ્રતિક્રમણ કરે તે. ૧૪ પ્રતિક્રમણ કર્યા વિના સંથારામાં કે પાટ પર સૂઈ જાય તે. ૧૫ દિવસે સૂએ તે. ૧૬ અનુપયોગે કે અતિથિએ ઉપધિ-વસતિનું પડિલેહણ કરે તે. ૧૭ પડિલેહણ કર્યા વિનાની ઉપાધિ વાપરે તે. ૧૮ પડિલેહણ કરી સંથારાભૂમિએ કાજે ન લે તે અગર
અજયણુએ કાજે પરઠવે તે. ૧૯ પડિલેહણ પછી થુંકવા આદિની કુડીની ભસ્માદિને ન
પાઠવે તે, અગર સૂર્યોદય પૂર્વે પરઠવે તે. ૨૦ વનસ્પતિ અને વ્યસ-જવવાળી ભૂમિએ માગું આદિ
પરઠવે તો. ૨૧ પારિષ્ઠાપનિકા-ભૂમિનું વિધિપૂર્વક પડિલેહણ ન કરે તે. ૨૨ વગર મુહપત્તિએ કિયા કરે છે કે બગાસું કે વાચનાદિ
સ્વાધ્યાય કરે તે. ૨૩ સાવરણીથી કાજો કાઢે તે ૨૪ સૂર્યોદય પછી પહેલા પહોરમાં એક ઘડી બાકી રહે ત્યાં
સુધી નવું ન ભણે તે અગર સ્વાધ્યાય ન કરે તે.