________________
સાધુ-જીવનની સારમયતા
૧૬૫ અંમાંના કેટલાક ગ્રંથે સંસ્કૃત ભાષા અને શાસ્ત્રીય જ્ઞાનની પ્રૌઢતા માંગે છે, છતાં સંસ્કારરૂપે યતકિંચિત્ અશે પણ ગુરુગમથી બુદ્ધિનું પરિકર્મણ કરવા ઉપયોગી હોવાથી તેવાં ગ્રંથે પણ આમાં જણાવ્યા છે. ૬ ઉપર મુજબનું પાયાનું તાત્ત્વિક–શિક્ષણ મળ્યા બાદ શક્તિ-સંપન્ન આત્માએ સ્વકલ્યાણની સાધનાને અનુકૂલ સર્વ સાધનોને સંપૂર્ણ વ્યવસ્થિત ઉપગ જયણ–પ્રધાન જીવન જીવવારૂપે કર્યા બાદ વધેલી શકિતને પર-કલ્યાણમાં ઉપયોગ કરી કર્મનિજેરાના માર્ગે જલદી આગળ વધી શકાય, તે માટે સંસ્કૃતભાષાને અભ્યાસ કQા પ્રયત્નશીલ થવું ઉચિત છે, નહિ તે દીક્ષા લીધી અને દીક્ષાના વાસ્તવિક-ભાવાર્થને જીવનમાં ઉતારવારૂપે સ્વ-કલ્યાણને અનુકૂળ અધ્યવસાય-શુદ્ધિના સાધન તાત્વિક–શિક્ષણ દ્વારા મેળવ્યા ન હોય અને પર–કલ્યાણની ભાવનામાં સંસ્કૃત–ભાષા આદિના અભ્યાસથી પડી જવાય, તે જીવનમાં પડેલા અનાદિ કાલના સંસકારો માનઅભિમાન, જનરંજન, બહિર્ભાવની વૃત્તિ આદિ સ્વરૂપે આત્માને સંયમના મૂલ ધ્યેયથી ખસેડી મૂકે તેમ પણ બનવા સંભવ છે.
આમ છતાં ઉપર જણાવેલ બાબતમાં ગ્ય ગીતાર્થજ્ઞાની ગુરુ ઔચિત્યાનૌચિત્યને વિચાર કરી યોગ્ય રીતે પ્રવર્તી શકે છે, પણ સામાન્યતઃ સ્વેચ્છાથી પ્રવનારા આત્માને શુભ ભાવના હોવા છતાં કેટલીકવાર વિપરીત અવસ્થામાં મૂકાઈ જાય છે.
માટે ઉપર જણાવ્યા મુજબ સાધુપણાના સારરૂપે સ્વકલ્યાણની સાથે અન્ય આત્માઓના હિતને સાધવારૂપને લાભ મેળવવા પ્રાથમિક ઘડતર માટે ઉપયોગવંત થવાની જરૂર છે.