________________
વિચાર-કંડિકાઓ
૧૨૧ ૩૯ વર્તમાન સાધુ-જીવનમાં વિકસી રહેલ સુખ–શીલતા
ઉચિત નથી. ૪૦ રોજ ત્રણ ગાથા નવી અને ૫૦૦ને સ્વાધ્યાય ન કરે
તે ઉચિત નથી. ૪૧ સાધુઓ પાલીની ખડબચડી કાંબળ સિવાય બીજી કાંબળઆ આસન કે ઘારીયાં વાપરે તે ઉચિત નથી. ૪૨ સાધુઓ પ્લાસ્ટીક, સનમાઈક-કચકડું–૨મ્બર આદિના
મેહક સાધને રાખે-વાપરે તે ઉચિત નથી. અને ૪૩ સાધુઓ બાર તિથિ કાપ કાઢે કે લીલોતરી વાપરે તે - ઉચિત નથી. ૪૪ સાધુએ બાર તિથિ નવકારશી કરે તે ઉચિત નથી. ' ૪૫ સાધુઓ છતી શક્તિએ એકાસણું ન કરે તે ઉચિત નથી. ૪૬ સાધુઓ હા, ફરસાણ, ચટણી, મસાલા વિગેરે વાપરે
તે ઉચિત નથી. ૪૭ સાધુઓ બપોરે સુએ તે ઉચિત નથી. ૪૮ સાધુઓ જ્ઞાન-ધ્યાનની પ્રવૃત્તિ સિવાય છોકરાં ભેગા
કરવા આદિ પ્રવૃત્તિ કરે તે ઉચિત નથી. ૪૯ સાધુઓ પ્રૌઢ થયા પૂર્વે ગીતાર્થની સંમતિ વિના પેઈન્ટીંગ
લેખન, કવિતા, આદિની પ્રવૃત્તિ કરે તે ઉચિત નથી. ૫૦ શક્તિ–સંપન્ન સાધુઓ આગમિક–અભ્યાસ ન કરે તે . ઉચિત નથી. .
. .