________________
સાધુતાની જ્યોત નાનું દસ્તર રાખે ચલાવે તે ઉચિત નથી. ૭૩ સાધુઓ ઉપધાન-ઉજમણ આદિ ઘાંચ-પાણી કરી
ઉભા કરે તે ઉચિત નથી. ૭૪ સાધુઓ પોતાનું કામ ગૃહ પાસે કરાવે તે ઉચિત નથી. ૭૫ સાધ્વીઓ પાસે કાપ, પાત્રા રંગવાનું કામ વગેરે કરાવે
તે ઉચિત નથી. ૭૬ સાધુઓ પાઠશાળાઓમાં જઈ ભણે તે ઉચિત નથી. ૭૭ આપવાદિક કારણ સિવાય સાધુઓ ગૃહસ્થ પાસે ભણે
તે ઉચિત નથી. ૭૮ સાધુઓ શરીર-વસ્ત્ર પાત્રાની ટાપટીપમાં પ્રવતે તે - ઉચિત નથી. ૭૯ સંયમીએ પિતાના ગૃહસ્થ-કાળના ગામ-માતા-પિતા
પતિનું આખ્યાન કરે તે ઉચિત નથી. ૮૦ ગુરુ-પૂજન થાય છે, તે ઉચિત નથી. ૮૧ સંઘ–પૂજન થાય છે, તે ઉચિત નથી. . ૮૨ બસથી કરાવાતી તીર્થયાત્રાને સંઘનું રૂપક અપાય છે,
તે ઉચિત નથી. ૮૩ બસથી કરાવાતી તીર્થયાત્રાઓને સંઘમાળ પહેરાવવા
દ્વારા ઉત્તેજન અપાય છે, તે ઉચિત નથી. ૮૪ વિચારણારૂપ કે પ્રેરણારૂપ ઔપદેશિક વ્યાખ્યાન-પદ્ધતિના : બદલે ભાષણ-પદ્ધતિ અને કટાક્ષ કે ફટવા મારવારૂપની
જોશીલી વ્યાખ્યાન–પદ્ધતિ ઉચિત નથી. ૮૫ પરીપદેશે પાંડિત્યના નાટકરૂપ વ્યાખ્યાનો ઉચિત નથી.