________________
૧૪૬
સાધુતાની જ્યોત ૧૦ દર ૪૮ મિનિટ પૂર્વે જમીન ઉપર બધે પિતું ફેરવી દેવું
અન્યથા તે મેલા પાણીમાં સંમૂચ્છિમ જીવો ઉત્પન્ન થાય. ૧૧ બને તે એક જ બેઠકે કાપ પૂરે કાઢવો. ૧૨ કાપ કાઢતાં મૌન રહેવું અને કાપમાં જ ઉપયોગ રાખ. ૧૩ કાપના ચાલુ પાણીના હાથથી બાજુ ઉપર મૂકેલું * ચેખું પાણી ન લેવું. જે હાથ તે પાણીને અડી જાય
તે તે પાણીને પણ બે ઘડી પૂર્વે વાપરી નાંખવું પડે. ૧૪ વધુ ફીણ બનાવવું નહિ. કદાચ મેલા પાણીની ડેલમાં
ફિણ વધી પડે તો તે ડોલ પરઠવતા પૂર્વે ફીણ ઉપર
થડક ચૂને ભભરાવી દેવો. ૧૫ પાણી લાવવાને ઘડો ખૂબ દૂર રાખવો, જેથી તેની
ઉપર ચાલુ કાપના પાણીના છાંટા ન પડે. ૧૬ પાણી ખૂબ જ કરકસરથી વાપરો, પણ તે સાથે સાબુ
વાળાં કપડાં રહી ન જાય તેની કાળજી પણ રાખો. ૧૭ પરાતે પછડાવી વગેરે અવાજ બનતા સુધી થવા ન દે. ૧૮ તમામ વાસણે ઢાંકેલા જ રાખવા. ખુલ્લાં રહે તે ફીણ
વગેરેમાં માખી પડશે. ૧૯ ચૂનાના વધેલા પાણીથી કાપ કાઢવામાં અરુચિ ન દાખવો.
તે જ દિવસના ગરમ પાણીમાં જ કાપ કાઢવાને નિષ્કારણ
આગ્રહ ઉચિત ન ગણાય. ૨૦ જમીન લૂછતી વખતે જીવ-વિરાધના ન થઈ જાય, તેની
ભારે કાળજી રાખો,