________________
૭૪
સાધુતાની ન્યાત . (૯૨) સૂર્યની ગેરહાજરી જ્યાં સુધી હોય ત્યાં સુધી તે અવશ્ય દંડાસણની ભૂમિ બરાબર પૂંછને જ પગલાં મૂકવાં જોઈએ.
સૂર્યની હાજરીમાં પણ જ્યાં સુધી અંધારું હોય ત્યાં સુધી દંડાસણથી ભૂમિ પંજીને જ ચાલવું જોઈએ.
(૯૩) દંડાસણની સેટી નરમ રાખવાથી કાને લેતાં દંડાસણ વળી જાય, તેથી કાજે બરાબર લઈ શકાય નહિ. ચાલતાં પણ સારી રીતે ભૂમિ પંજાય નહિ માટે સેટી કડક રાખવી.
(૯૪) છ ઘડી રાત્રિ ગયા બાદ સંથારા-પેરિસી ભણાવવી અને એક પહાર રાત્રિ ગયા પછી શ્રી નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરી નિદ્રા લેવી. - (૫) રાત્રે દી રાખવાથી ત્રસ તથા સ્થાવર જીવોનો કચ્ચરઘાણ નીકળે છે. માટે દડાસણ રૂપી દીવાને ઉપયોગ કરી ધીમે ધીમે ચાલવામાં આવે તો દીવાની જરૂર પડે નહિ. " (૯૬) અંધ માણસે વગર-દીવે વગર-આંખે ગામમાં ફરે છે, તે કેવી રીતે ફરતા હશે?
આપણને પણ ચારિત્ર પ્રત્યે સાચો પ્રેમ જાગે તે દીવા વિના પણ કામ ચલાવી શકાય.
(૭) ઉપાશ્રયમાં વધુ અંધારું હોય તે સંથારાની જગ્યા બદલી નાખવી (સંથારે દ્વાર પાસે રાખ) જેથી થાંભલા આડી આવે નહિં અને દરવાજે શેધવા માટે ફાંફાં પણ મારવાં પડે નહિં.