________________
સાધુતાની ચેત ૩૪ સારાં કપડાં કે સારૂં વાપરવાનું મળે, તે વિચાર પણ
ન આવવા દેવ, સંયમે પગી શુદ્ધ યથા–સમયે જેવા
મળે તેવા વસ્ત્ર–આહારથી ચલાવી લેવાની વૃત્તિ કેળવવી. ૩૫ વાપરવું એ સંયમી માટે વેકરૂપ છે, શરીરને નભાવવા
માટે ન–છૂટકે કરવાની તે ક્રિયા છે, માટે તેમાં બે-ઘડીથી
ઉપરાંત સમય ન થવા દેવે જોઈએ. ૩૬ આયંબિલનો તપ સાધુ માટે અમૃતરૂપ છે, વિગઈવાળે
આહાર ઝેરરૂપ છે. આ વાત ધ્યાનમાં રાખી વગર કારણે મિષ્ટ પદાર્થો કે વિગઈઓને વધુ પડતો પરિભેગ
સાધુએ ન કરવો જોઈએ. ૩૭ સંયમના સઘળા ઉપકરણ અને પુસ્તકો વગેરેનું સવાર
સાંજ જયણા પૂર્વક પડિલેહણ કરવું જોઈએ. સાધુને
કેઈપણ ચીજ પડિલેહણ કર્યા વિનાની વપરાય જ નહિ. ૩૮ સાધુની કેઈપણ ચીજ રસ્તામાં રખડતી કે જ્યાં ત્યાં
પડી ન રહેવી જોઈએ, તેમ કરવાથી સંયમના ઉપકરણની અવહેલના–આરાધના તેમજ અયતના અધિકરણનો દોષ
લાગે છે. ૩૯ રસ્તામાં સામેથી કોઈપણ સાધુ સામે મળે તે વિનય
પૂર્વક હાથ જોડી મુખ આગળ મુહપત્તિ રાખી “મથએણ
વંદામિ કહેવું ૪૦ સંયમની નાવમાં બેઠા પછી તેના કર્ણધાર–ખલાસીસમાં
ગુરુમહારાજની આજ્ઞા અનુસાર વર્તન રખાય તો ભવસમુદ્રથી પાર પમાય અન્યથા સંભવ નથી.