________________
પગદંડીઓ
- જવાબદારી સતત જાગૃત રાખવી જોઈએ. જેથી હલકા
વિચારે કે શુદ્ર સ્વાર્થ મૂલક પ્રવૃત્તિઓ સ્વતઃ ક્ષીણ થઈ જાય. ૫૧ સાધુને ચિંતા હોય તે એક જ કે “ભવભ્રમણથી
શી રીતે બચાય? અને તે માટે જરૂરી સંચમની પાલના માટે ગુરુ-ચરણે પૂર્ણપણે સમર્પિત થઈ જવાની તમન્ના સાધુના માનસમાં અહોનિશ જાગતી હોય છે. પર
દીનતા સાધુનું મોટામાં મોટું દૂષણ છે. પ૩ મોટા બેરિસ્ટરો કે વકીલ ગિની–સેનામહોરોના હિસાબે
મિનિટની કિંમત વાત કરનાર અસીલ સાથે આંકતા હોય છે, તે તેના કરતાં પણ સંયમી-જીવનને એકેક ક્ષણ અમૂલ્ય છે, તેથી નિપ્રોજન વાત કે અનુપયોગી પ્રવૃત્તિ
એમાં જરા પણ સમય વ્યર્થ ન ગુમાવવો જોઈએ. ૫૪ જે સાધુ ઈન્દ્રિયોના વિકારોને પિોષવામાં કપડાં શરીરની
ટાપટીપ કે માનપાનમાં કૂળાઈ જાય તેનું જીવન અધે
ગામી જ બને છે. પપ સાધુએ ખાસ કામ વિના આસનેથી ઉઠવું ન જોઈએ.
નિપ્રયજન જ્યાં ત્યાં ફરવાની ટેવ સાધુને છાજતી નથી. ૫૬ સાધુએ ચંચલતા છાંડી દરેક ક્રિયામાં સ્થિરતા કેળવવી.
૭ ભણતી વખતે કે લખતી વખતે ટટાર બેસવું જોઈએ જેથી - શરીરમાં રોગ ન થાય. ૮ સવારમાં ચાર વાગ્યા પછી સૂવું ન જોઈએ, કેમકે તે
વેળાએ મન ધર્મધ્યાનમાં જહદી વળી શકે છે.