________________
પૂર્વાચાર્ય ભગવંતેએ નિયત કરેલ સંયમની મર્યાદા
સાધુપણું મેળવીને લોકેત્તર પરમ-સૌભાગ્યશાલી બનેલ મુમુક્ષુ-આત્માને સંયમની આરાધના પ્રતિદિન વધતા વીલ્લાસ પૂર્વક કરવા માટે શાસ્ત્રકાર-ભગવતેએ નિયત કરેલ મન વચન-કાયાના વતનોનું અવલંબન લેવાની ખાસ જરૂર છે.
તેથી પ્રાચીન–કાલમાં શાસ્ત્રકાર-ભગવંતે એ નિયત કરેલ સદ્દવર્તનેની મર્યાદાને પહોંચી ન વળવાના બહાને મુગ્ધાત્માએ મર્યાદાહન-જીવન જીવવા તૈયાર ન થઈ જાય, માટે દીર્ઘદશી વિવેકી પૂર્વાચાર્ય ભગવંતે સમયે સમયે ગ૭–વ્યવસ્થાના યેય બંધારણને વ્યવસ્થિત કરી તે તે અલ્પશક્તિ કે વિશ્વાસવાળાને પણ સંયમની ગ્ય મર્યાદામાં ટકી રહેવાની સુંદર વ્યવસ્થા કરતા હતા, તેની વ્યવસ્થા પ્રાચીન કાલમાં “સાધુ-મર્યાદા પટ્ટક નામે ઓળખાતી.
તેવા ચાર પટ્ટમાંથી વર્તમાનકાલે અમલમાં મૂકી શકાય તેવી વ્યવસ્થાના કેટલાક નિયમ મુમુક્ષુ આત્માના ભાવ-વી બ્રાસની વૃદ્ધિ અર્થે ચૂંટી કાઢી અહીં આપવામાં આવે છે.