________________
સાધુતાની ન્યાત ૧૮ “સારી વસ્તુઓ બીજાઓને ભલે મલો! હારે ગમે
તેવી વસ્તુથી ચાલશે” આવી ભાવનાઓ વારંવાર કેળવવી. ૧૯ હસવું તે સાધુ માટે પાપ છે. ૨૦ કેઈની પણ મશ્કરી સાધુથી કરાય જ નહિ. ૨૧ ગમે તેવી કેઈની ખરાબ વાત સાંભળવી નહિ, કદાચ
સંભળાઈ જાય તે પેટમાં જ રાખવી. ૨૨ કોઈની પણ નિંદા કરવી નહિ, તેમજ સાંભળવી પણ નહીં. ૨૩ સ્વભાવ શાંત રાખવો. ૨૪ “સંસાર દુખની ખાણ છે. અને સંયમ સુખની
ખાણ છે આ વાત બરાબર યાદ રાખવી. ૨૫ કઈ પણ વાતને કદાગ્રહ ન રાખ. ૨૬ હંમેશાં સામા માણસના દષ્ટિબિંદુને સમજવા પ્રયત્ન કરે. ૨૭ કેઈપણ વાતમાં “જકારનો પ્રયોગ ન કરે. ૨૮ ગુરુ-મહારાજ વાતમાં હોય કે કામમાં હોય ત્યારે કંઈ
પૂછવું નહીં. ૨૯ ગુરુ–મહારાજની અનુકૂળતાએ સાચવવી, એજ સંયમ
શુદ્ધિ માટે જરૂરી ગુરુ વિનયની પ્રાથમિક ભૂમિકા છે. ૩૦ આપણા હિતની વાત કરવી હોય તે પણ હસતે મુખે
સાંભળવી. ૩૧ ઓછી ચીથી ચલાવતાં શીખવું જોઈએ. જરૂરીયાત
ઘટાડવી એ સાધુતાની સફલતા છે.