________________
૮૪
સાધુતાની જ્યોત આખો સંસાર આંખો કાઢી ડરાવે છે.
શાસ્ત્રીય-મર્યાદા સાથે જીવનના જોડાણમાં મેહરાજા ફાવવા દેતા નથી.
વ્યવહાર-ધર્મ પણ જે જોઈએ તે પળાતે નથી, ત્યાં નિશ્ચયની વાત જ શી કરવી? આવી દશામાં–
હારો આત્મા આગળના ગુણઠાણે કે સંયમની યત્તરશુદ્ધિમાં શી રીતે ચઢે?
પરિણતિમાં નિર્મલતા ક્યાંથી આવે?
અનુભવ-મિત્રનું જોડાણ ક્યાંથી થાય? શું લખું? કેને કહું?? શું વિચારું ???
–હારે ઘણે દૂર જવાનું છે ! પણ—હજી ડગલાં જ ભરાતાં નથી ! ક્યારે પહોંચાશે!!
ગારના તોફાની-ઘડાઓ આત્માને વારંવાર વિકારની - ગર્તામાં હડસેલી મૂકે છે!
આયુષ્ય તે દિવસે-દિવસે ઓછું થાય છે ! સાધવાનું ઘણું છે !!!
સમય બહુ ટુકે છે!!! આરાધના શક્ય-રીતે પણ
બરાબર થતી નથી ! ! ! માટે હવે મારે આ પ્રમાણે કરવું જોઈએ !! પિતામાં રહેલી ત્રુટિઓને બરાબર ઓળખી લેવી. પૂર્વના મહાપુરુષોના દષ્ટાનતે ઉપર દષ્ટિ રાખી એ આદશે પહોંચવા માટે પલેપલે પિતાની શક્યતાને વિચાર કરે.