________________
સંયમપાલનની
વિશિષ્ટ મર્યાદાઓ ૧ વિગઈ વાપરવી તે સાધુ માટે પાપ છે, કારણ કે ગુરુ
મહારાજની અનુજ્ઞા મેળવીને પ્રમાણસર વાપરવા ઉપયોગ રાખવે. ૨ દિવસે ઉંઘવું તે સાધુ માટે દૂષણ છે. ૩ દેડવું કે જલદી ચાલવું તથા રસ્તે ચાલતાં હસવું કે
વાત કરવી સાધુ માટે ઉચિત નથી. ૪ ભૂલ થઈ જાય તે સરલ–ભાવે ગુરુ મહારાજ આગળ
નિખાલસથી ઈકરાર કરવો જોઈએ." ૫ કપડાંનો કાપ બહુ મેલા થયા પહેલાં ન જ કાઢવો. ૬ વારંવાર વાપરવું કે વાસના પોષવા ખાતર વાપરવું
ઉચિત નથી. ૭ સારી વસ્તુ આપણી પાસે આવી હોય તો બીજા સાધુની
ભક્તિ કરવી જોઈએ. ૮ ગુરુ મહારાજ આવે ત્યારે “મન્થ એણુ દામિ ?
કહેતાં જ ઉભા થવું જોઈએ. ૯ પોતાની બુદ્ધિને ઉપયોગ ગુરુ આજ્ઞા થયા પછી કદી
પણ ન કરો. - “બહુલ સંદિસાઉં” આદેશના મર્મને સમજવાની જરૂર છે