________________
આત્મ-નિરીક્ષણ
& આરાધના આપણી સગવડે અને આપણા અનાદિકાલીન-સંસ્કારની ઘેરી છાયા-તલે થાય છે કે જ્ઞાની ગુરુ અને શાસ્ત્રની મર્યાદા અનુસાર થાય છે?
* બીજ સંયમીઓના કાલ–સંજોગ-સાધનની વિષમ તાને આભારી શિથિલાચારની ઢાલ-આડે આપણી કૃવૃત્તિએને પોષવાની અક્ષમ્ય ભૂલ થાય છે ખરી?
અનંત-જ્ઞાનીઓએ દીક્ષાની પ્રાપ્તિ અને પ્રભુ-શાસનની સંયમારાધના અતિદુર્લભ જણાવી ! તે કઈ રીતે ?
આપણે દીક્ષા તે સહજમાં મેળવી લીધી છે. તે દુર્લભતા કઈ રીતે ?
આહાર-વિહાર-વસ્ત્ર–પાત્રની શાસ્ત્રીય રીતે જે હાલમાં વિસરાતી જાય છે, તેને ધ્યાનમાં રાખીને કેટલી આચરણ થઈ રહી છે?
સંયમ–શુદ્ધિ માટે જરૂરી અજ્ઞાત આહાર-પાણીની ગવેષણ અને અજ્ઞાત-વિહારની જરૂરીયાત સમજાય છે?
૨૯ શહેરે, પરિચિત ગામો અને તીર્થ –ધામમાં વધુ પડતા નિષ્કારણ–વાસની ટેવથી પંચાચાર અને સમિતિ–ગુપ્તિના પાલનમાં શિથિલતા કે મલિનતા પ્રવેશે છે, એ વાત ધ્યાનમાં છે ખરી?
જ પૂર્વ–પરિચિત-ગૃહસ્થ કે સાંસારિક-કુટુંબીઓનો નિષ્કારણ પરિચય સંયમ-શુદ્ધિમાં બાધક લાગે છે ખરો?