SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મ-નિરીક્ષણ & આરાધના આપણી સગવડે અને આપણા અનાદિકાલીન-સંસ્કારની ઘેરી છાયા-તલે થાય છે કે જ્ઞાની ગુરુ અને શાસ્ત્રની મર્યાદા અનુસાર થાય છે? * બીજ સંયમીઓના કાલ–સંજોગ-સાધનની વિષમ તાને આભારી શિથિલાચારની ઢાલ-આડે આપણી કૃવૃત્તિએને પોષવાની અક્ષમ્ય ભૂલ થાય છે ખરી? અનંત-જ્ઞાનીઓએ દીક્ષાની પ્રાપ્તિ અને પ્રભુ-શાસનની સંયમારાધના અતિદુર્લભ જણાવી ! તે કઈ રીતે ? આપણે દીક્ષા તે સહજમાં મેળવી લીધી છે. તે દુર્લભતા કઈ રીતે ? આહાર-વિહાર-વસ્ત્ર–પાત્રની શાસ્ત્રીય રીતે જે હાલમાં વિસરાતી જાય છે, તેને ધ્યાનમાં રાખીને કેટલી આચરણ થઈ રહી છે? સંયમ–શુદ્ધિ માટે જરૂરી અજ્ઞાત આહાર-પાણીની ગવેષણ અને અજ્ઞાત-વિહારની જરૂરીયાત સમજાય છે? ૨૯ શહેરે, પરિચિત ગામો અને તીર્થ –ધામમાં વધુ પડતા નિષ્કારણ–વાસની ટેવથી પંચાચાર અને સમિતિ–ગુપ્તિના પાલનમાં શિથિલતા કે મલિનતા પ્રવેશે છે, એ વાત ધ્યાનમાં છે ખરી? જ પૂર્વ–પરિચિત-ગૃહસ્થ કે સાંસારિક-કુટુંબીઓનો નિષ્કારણ પરિચય સંયમ-શુદ્ધિમાં બાધક લાગે છે ખરો?
SR No.022994
Book TitleSadhutani Jyot
Original Sutra AuthorN/A
AuthorBabubhai Sakarchand Topiwala
PublisherBabubhai Sakarchand Topiwala
Publication Year1982
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy