________________
હિત–શિક્ષા-શતક
૭૫ | (૯૮) જેન–શાસનમાં કેટલું કર્યું? તેની કિંમત ઓછી છે; પરંતુ કેવી રીતે કર્યું? તેની કિંમત વધારે છે, તેથી આગળ વધતાં કેવી રીતે કર્યું તેની જેટલી કિંમત છે તેના કરતાં સરવાળે કેટલા રાગદ્વેષ વધ્યા? તેની કિંમત વધારે છે.
(૯) પિતાની દ્રવ્ય-કિયા વખાણવી નહિ–પરંતુ ભાવક્રિયાનું લક્ષ્ય રાખવું.
બીજાની દ્રવ્ય-ક્રિયા વખોડવી નહીં. પરંતુ અંતરમાં વખાણવી અને તેને આગળ વધારવા ભાવક્રિયા સમજાવવી.
(૧૦૦) બીજા ધર્મ ન પામે તેને વાંધો નહિ, પરંતુ આપણા નિમિત્તે દેવ-ગુરુ અને ધર્મની હીલના (નિન્દા) થાય કે બીજા લોકો અધર્મ પામે, તેનું વતન તે મનવચન અને કાયાથી ન જ કરવું.
જીવન–શુદ્ધિ એટલેઆપણુ વૃત્તિઓની નિર્મળતા
તેમજ લક્ષ્યની જાગૃતિને અનુરૂપ
વૃત્તિઓનું ઘડતર ! ! !