________________
૭૮
સાધુતાની ન્યાત ચાલશે, બેઠાબેઠા ક્રિયા કરશે તો પણું ચાલશે, પરંતુ “વ્યવહાર-શુદ્ધિ” પહેલી જોઈશે. કારણ કે એક વખત પણ ફક્ત વ્યવહાર બગાડ્યો તે પણ લેકે સદાયને માટે શંકાની દષ્ટિએ જોશે–આંગળી કરશે, અને દેવ-ગુરુ-ધર્મની નિન્દી કરી પાપના ભાગી બનશે, તેમાં નિમિત્ત આપણે બનીશું.
# પ્રથમ વ્યવહાર બગડે પછી મન બગડે, પછી કાયા બગડે, પરંતુ વ્યવહાર બગડતે અટકાવીને વ્યવહાર-શુદ્ધિ રાખવામાં આવે તે મન બગડે નહિ, તથા મન બગડ્યું હોય તે પણ બગડતું અટકી જાય, અને કાયાથી તે સચોટ બચી જવાય.
* વ્યાખ્યાન ચાલતું હોય તે બનતા સુધી વ્યાખ્યાન વખતે જ વંદન કરવા સાધ્વી ભગવંતોએ જવું, વ્યાખ્યાન ન હોય તે પણ ૯ થી ૧૦માં પુરુષોની હાજરીમાં જવું. એકલા સાધ્વીજીઓએ સાધુના ઉપાશ્રયમાં કે એકલા શ્રાવકે પૂ. સાધવીજીના ઉપાશ્રયમાં જવું નહીં.
- સાધુઓએ રસ્તામાં બહેનો અને સાધ્વીઓ સાથે વાતચીત કરવી નહીં, તેમજ પચ્ચકખાણ પણ આપવું નહીં, સાધ્વીઓએ પણ રસ્તામાં પુરુ અને સાધુઓ સાથે વાતચીત કરવી નહીં, તેમજ પચ્ચકખાણ આપવું કે લેવું નહીં.
* સાધુઓ સાથે સાધુઓએ અને સાધ્વીઓએ—સાધુઓ સાથે વસ્તુઓ લેવા–દેવા તથા વાત કરવાને ઉચિત . વ્યવહાર રાખવો.
સાધુઓએ જ્યારે સાધુઓને કાગળ લખવો હોય ત્યારે તેમાં સાધ્વીઓ તથા શ્રાવિકાઓના સુખ-શાતાના સમાચાર લખવાની પદ્ધતિ રાખવી નહીં.