________________
હિત-શિક્ષા-શતક
ગુરુમહારાજ વ્યાઘાત વિનાના હેયો સર્વ જણ માંડલીમાં પ્રતિક્રમણ કરે, પરંતુ શ્રાવકને ધર્મનું કથન કરવા વડે ગુરુ મહારાજ વ્યાઘાતવાળા હોય તે ગુરુ મહારાજ પાછળથી . માંડલીમાં આવી ભળે ત્યાં સુધી બધાએ માંડલીમાં જ બેસી . સ્વાધ્યાય કરો.
(ઓ. નિ.) (૮૭) ચાલુ પ્રતિક્રમણમાં માત્રુ કરવા જનારે અતિચાર, પખીસૂત્ર સ્તવન વિ. જે કોઈ પણ સૂત્ર અધુરાં રહ્યા હોય તે બધાય સત્ર મનમાં બોલી જવાં જોઈએ, ન બોલવામાં આવે તે પ્રતિક્રમણ અધુરું રહે.
(૮૮) પ્રતિક્રમણ કાયા પછીથી ત્રણ સ્તુતિ (નમેહુ. વિશાલલોચન.) સુધી માત્ર કરવા ન જવું, જવું પડે તેને ઉપગ રાખી માત્રાની શંકાનું નિવારણ પ્રથમથી જ કરી લેવું અથવા પાણી ઓછું પીવું.
(૮૯) શરીરના કારણે માગું કરવા જવું જ પડે તેમ હોય તો છઠા આવશ્યક સુધી આગળ કરીને જવું.
(૯૦) સાધુઓએ શ્રાવિકાઓને અને સાધવીઓએ શ્રાવકેને પ્રતિક્રમણ કરાવવું તે વ્યવહારનું ઉલ્લંઘન કરનાર છે. ભવિષ્યમાં અનર્થ કરનાર છે, આત્મ-ગુણઘાતક છે. ઉમાર્ગપ્રવર્તક છે. માટે તેનાથી દૂર રહેવું.
(૯૧) સાંજે પ્રતિક્રમણ કર્યા પછી સ્વાધ્યાય અથવા ધ્યાન કરવું.