________________
સાધુ-જીવનની રૂપરેખા
૧ રાતના કેટલા કલાક નિદ્રા લીધી ? છ કલાકની નિદ્રા પૂરતી ગણાય. રાત્રે દશ વાગે સૂવું અને ચાર વાગે ઊઠવુ' જોઇએ.
જરૂર કરતાં વધારે સૂવાથી જડતા વધે છે. અને મગજશક્તિ નખળી પડે છે.
આરાધનામાં આગળ વધવા માટે નિદ્રાને ઘટાડતા જવું જોઈએ. નિદ્રા એ સઘાતી પ્રકૃતિ છે, એ ભૂલવું નહિ. ત્રણ ત્રણ માસે અડધા અડધા કલાક નિદ્રા ઘટાડવાથી ખાર માસ બાદ ચાર કલાકની નિદ્રા સુધી પહોંચી શકાય છે.
શ્રી ઋષભદેવ સ્વામીએ ૧૦૦૦ વર્ષના છદ્મસ્થ કાળમાં અહેારાત્રિ અને વીર–પ્રભુએ સાડાબાર વર્ષના છદ્મસ્થ-કાળમાં અન્તમુહૂર્તની નિદ્રા હતી. આ વાત ખૂબ ચિંતવવી.
સુતી વખતે મનમાં અમુક સમયે ઉઠવાના દૃઢ નિશ્ચય કરવાથી તેજ સમયે ઉઠી શકાય છે.
૨ સવારે કેટલા વાગે ઉઠેચા ?
બ્રાહ્મ-મુહૂત્તમાં જાગૃત થઈ જવુ જોઈએ. શાસ્ત્રામાં સાધુ માટે એ પ્રહરની નિદ્રા કહેલી છે. તેમાં પસ્થાને એક પ્રહર નિદ્રા કહી છે.
જાપ-ધ્યાન-સ્વાધ્યાદિ માટે બ્રાહ્મમુહૂત્ત જ સર્વોત્તમ તે સમયે છે. વગર-પ્રયત્ને શુભ–ધ્યાનમાં મન જોડાઈ શકે છે.