________________
હિત-શિક્ષા-શતક
" રાત્રિ–ભેજનના દેષને જાણનારે જે આત્મા દિવસની આદિમાં અને અંતમાં બે-બે ઘડીમાં ખાતે–પીતો નથી તે પુણ્યશાળી બને છે. .
. . . (ચાગશાસ્ત્ર) આજે દરેક તપસ્વી આત્માઓ દિવસના આરંભમાં બે ઘડીનો ત્યાગ કરે છે, પરંતુ દિવસના અંતમાં બે ઘડીને ત્યાગ કરનારા ભાગ્યે જ જોવા મળશે. કેટલાકને આ વચનને ખ્યાલ પણ નહીં હોય, માટે દિવસના અંતે બે ઘડીમાં વાપરવાનું બંધ કરવા લક્ષ્ય રાખવું.
(૫૫) અંધારામાં અને સાંકડા-મુખવાળા પાત્રમાં ભેજન કરવામાં કે પાણી પીવામાં આવે તે પણ રાત્રિ–ભોજનનો દોષ લાગે.
. (ઉપ પ્રાસાદ) (૫૬) ગરમ પાણી ઠંડું કરતાં વરાળ નિકળે ત્યારે વાયુ કાય આદિના જ મરણ પામે છે. તે ધ્યાનમાં રાખવું. - (૫૭) વસ, ભજન, પાણી વિ. હોવા છતાં તેમજ પોતે નજરે દેખવા છતાં ગૃહસ્થ ન આપે તે તેમના ઉપર કે કરવો નહિં. તથા તેમની નિન્દા પણ કરવી નહીં, પરંતુ પિતાને લાભાંતરાય કમનો ઉદય છે, તેમ માનવું. તથા તપવૃદ્ધિ થશે એમ માની મનને સમભાવમાં રાખવું.
(૫૮) ગોચરી-પાણું દૂર લેવા જવાથી તથા જ્યાં સાધુસાવી ઓછા જતાં હોય ત્યાં જવાથી ઘણું કર્મોની નિર્જ રા થાય છે.