________________
હિત-શિક્ષા-શતક
(૬૩) કોઈપણ કાર્યમાં આવીશ કે નહિ આવું, જઈશ કે નહીં જાઉં, વિ. કાર પૂર્વક (નિશ્ચયવાણી) બાલવું નહીં.
કારણ કે આયુષ્યને ભરોસે નથી, ક્ષણે ક્ષણે વિચારો બદયા કરે છે. અને કાર્યો પણ ઘણા વિનવાળાં છે, માટે સાધુઓએ “વર્તમાન યુગ” (જે સમય) એમ બોલી વ્યવહાર ચલાવવો.
(૬૪) ગૃહસ્થને આવો ! જાઓ! બેસે ! એમ કહેવાય નહીં. પક્ષીને ઉડાડાય નહીં. જાનવરને કઢાય નહીં. (દ. વે.)
(૬૫) દેશાટન, વ્યાપાર, ઉદ્દઘાટન આદિ સંસારી–બાબતો માટે સાધુઓએ મુહૂત જેવાં નહિ.
(૬૬) ગુરુપૂજન વર્તમાનકાલે કેઈએ પણ કરાવવું ઉચિત
નથી.
(૬૬) જ્ઞાનપૂજા કરવાના રિવાજના બદલે ગુરુપૂજા કરાવવાથી જ્ઞાનની પૂજા કરવાને નિષેધ જેવું થવાથી જ્ઞાનાવરણીય કર્મ બંધાય.
(૬૭) સાધુ-સાધ્વીએ પોતાની પાસે રહેલ બામ, ઓઘાની જુની દશી વિ. કઈ પણ વસ્તુ ગૃહસ્થને આપવાને વ્યવહાર રાખ નહિ.
કેમકે ધર્મલાભ આપેલી વસ્તુ ગૃહસ્થને ન અપાય, તે લક્ષમાં રાખવું, અન્યથા આપનાર અને લેનાર બંને દેષને ભાગી બને.