________________
સાધુતાની જાત (૬૮) દેરાસરમાં ભમતી હોય તે ત્રણ પ્રદક્ષિણ આપ્યા પછી ચૈત્યવંદન કરવું. ચિત્યવંદન કરતાં વચ્ચે કેઈને પચ્ચકખાણ આપવું નહીં અને પોતે પણ ચૈત્યવંદન કરતાં વચ્ચે પચ્ચકખાણ લેવું નહીં.
(૬) કેઈ આડ ન પડે તેવી રીતે આપણે સ્તુતિચૈત્યવંદન કરવું જોઈએ. પરંતુ આપણે સ્તુતિ–ચત્યવંદન કરતાં હોઈએ ત્યારે બીજો કોઈ આપણને આડ પાડે તે આપણે કંઈપણ બોલવું નહીં અને મનથી જરાપણુ દુર્ભાવ ન થવા દેવે અને આડ પડે તે વખતે આંખે બંધ કરી હૃદયમાં ભગવાનને ધારણ કરી સ્તુતિ-ચૈત્યવંદનમાં લીન જ બની રહેવું, પણ ધ્યાન તેડવું નહિ.
(૭૦) દેરાસરમાં મેલ ઉતારાય નહિ, ખણાય નહિ. પરસે લુંછાય નહિ, કપડાની ટાપટીપ થાય નહિ, આડુંઅવળું જોવાય નહિ અને કાંબળોની ગડી પણ કરાય નહિ,
(૭૧) પૂજાઓ ભણાવવી કે પૂજામાં વાજાં સાથે સ્પેશીયલ બલવું આદિ યોગ્ય નથી, કેમકે તેમાં વાયુકાય આદિની વિરાધના અને મેહનીય કર્મને બંધ આદિ ઘણા દે છે.
(૭૨) દાંડી અને દશીઓ મળીને રજોહરણ બત્રીસ આંગળનો જોઈએ, અને મુહપત્તિ એક બાજુ કીનારીવાળી તથા એક વેંત અને ચાર આગળ સમચોરસ જોઈએ.
(૭૩) કેઈપણ વસ્તુ લેતાં અને મૂકતાં ચક્ષુથી દેખી એઘો અથવા ચરવળીથી પૂજીને પછી લેવી અને મૂકવી.