________________
હિત શિક્ષા શતક
૬૫
(૪૬) નીચેના છ કારણે ભાજન કરવાના નિષેધ કરેલ છે. (૧) તાવ આદિ રાગ થાય ત્યારે.
(ર) રાજા, સ્વજન, દેવ, મનુષ્ય, તિય ચે કરેલ ઉપસર્ગ
સહન કરવા
(૩) શીયલનું પાલન કરવા.
(૪) વર્ષા-ધુમ્મસ અને જીવાના ઉપદ્રશ્ય વખતે જીવ-રક્ષા માટે.
(૫) તપ કરવા માટે.
(૬) અન્ત સમયે શરીર છેડવા માટે.
( પિંડ–વિશુદ્ધિ ) (૪૭) સુરસુર કે ચમચમ જેવા શબ્દો àાજન કરતાં ન થાય તે ધ્યાનમાં રાખવું, તેમજ પ્રવાહી–વસ્તુના સબડકા પણ લેવા નહિં.
(૪૮) આયખિલ, નિવી, એકાસણું અને બેસણું વિ. ૪૮ મિનિટમાં પતાવી દેવુ જોઇએ. આ શાસ્ત્રીય નિયમ છે.
આ નિયમનું પાલન થાય તેા દરરાજ એકાસણું કરનારને મહિને ૨૯ ઉપવાસનું ફળ મળે અને દરરાજ બેઆસણું કરનારને મહિને ૨૮ ઉપવાસનું ફળ મળે.
બીજું કારણઃ—એંઠી કરેલી વસ્તુ અગર પાણી એક જ જગ્યાએ ૪૮ મિનિટથી વધારે ટાઈમ હુલાવ્યા વિના પડી રહે તા સમૂચ્છિમ-મનુષ્યાદિ જીવાની ઉત્પત્તિ થઇ જાય.
૫