________________
સાધુતાની ન્યાત મંદ થાય, વચ્ચે પાણી પીતાં રસાયન જેમ પુષ્ટિ કરે, અને અંતે ઘણું પાણી પીતાં વિષની જેમ નુકશાન કરે.)
(૪૪) પારણા અને અત્તરવાયણામાં અજ્ઞાનીની જેમ મન લલચાવવું જોઈએ નહિં, તો ખરા તપસ્વી બનાય, તેમજ પારણા અને અત્તરવાયણાની ખબર ગૃહસ્થને ન પડવા દેવી, જે ખબર પડે તે અનેક દેશે ઉપજે.
ખરા તપસ્વીને પારણામાં અને અત્તરવાયણામાં આનંદ (તાલાવેલી) ન હોય. તેને મન તો બનેમાં વિભાવદશા (પરાધીનતા) હોય, તે બન્નેને વિચાર સરખો પણ પિતાને ન આવે.
(૪૫) ત્રણ ટાઈમ વાપરવાનો રિવાજ સાધુને નથી, પરંતુ સાધુને તે છ કારણે ભજન કરવાનું જ્ઞાની પુરુષોએ
ફરમાવ્યું છે.
(૧) ક્ષુધા સહન ન થાય ત્યારે. (૨) વૈયાવચ્ચ કરવા માંટે. (૩) ઇસમિતિનું પાલન કરવા માટે. (૪) સંયમનું પાલન કરવા માટે. (૫) દ્રવ્ય-પ્રાણ ટકાવવા માટે. (૬) સંકલ્પ-વિકલ્પ દૂર કરી શુભવિચાર
કરવા માટે. આ છ કારણેમાંથી કેઈપણ કારણે ભોજન કરવું કલ્પ.
(પિંડ નિર્યુક્તિ)