________________
પર
સાધુતાની ન્યાત
- ૪ ત્રણ આંગળની સળીની છાયા આંગલથી માપી તેમાં ત્રણ ઉમેરતાં તૈયાર થયેલ રકમથી ૬૪ ને ભાંગતાં જવાબ જેટલી ઘડી અને શેષ જેટલી પલ દિવસ ચઢ્યો કે બાકી રહ્યો જાણ.
આ પ્રમાણે દિવસે સમય જાણવાની પદ્ધતિ જાણવી, એમાં ઘડી–પળ જે આવે તેને અઢીથી ભાંગતાં કલાક આવે છે, કારણ કે અઢી ઘડીને કલાક થાય છે.
આ મુજબ રાત્રે પણ સમય જાણવો હોય તે નીચે મુજબની પદ્ધતિ છે,
રાત્રે આકાશ નીચે મેદાનમાં ઉભા રહેતાં માથા પર જે નક્ષત્ર આવે, તેને દૈનિક (સૂર્યના) મહાનક્ષત્રથી ગણતાં જેટલામું આવે, તેમાંથી સાત બાદ કરતાં બાકી વધેલ સંખ્યાને વિશથી ગુણી નવથી ભાંગવી. જવાબ જેટલી ઘડી શેષ જેટલી પલ સૂર્યાસ્ત પછી થઈ એમ સમજવું.
આમાં નક્ષત્રોની ઓળખાણ-પરિચય માટે. ગુરુગમપૂર્વક છેડા અભ્યાસની જરૂર છે, પણ સાધુ-સાધ્વીને રાતના સમય જેવા-જાણવાની ખાસ જરૂર નથી હોતી, પ્રતિક્રમણ કરી સ્વાધ્યાય કરી સૂઈ જવાનું છે. સમય-મર્યાદાની જરૂર દિવસે પરચકખાણ પારવા આદિમાં જરૂરી હોય છે.
આ મુજબ તે તે સંયમની ક્રિયાઓ નિયત સમયે કરવાના ઉપયોગની જાગૃતિથી વિધિપૂર્વક સધાતા વિદ્યામંત્રાદિની જેમ ક્રિયાઓ નિબિડતર કર્મોના બંધનમાંથી મુક્ત કરાવનારી થાય છે.