________________
સાધુતાની જ્યાત (૨૦) પ્રભાત સમયે, પ્રભાત પછી પરસ્પર મુખ દેખાયે હાથની રેખા દેખાય ત્યારે પડિલેહણ કરવું, આ બધા મતાંતરા ખાટા છે.
કારણ કે અંધારામાં ઉપાશ્રય હોય તે સૂર્યૌંદયે પણ ન દેખાય, તેથી ભદ્રબાહુસ્વામી જણાવે છે કે વિશા હેવન ખેલતાં અને હાલમાં જીત કલ્પથી પ્રતિક્રમણ કરીને તરત મુહપત્તિ-રજોહરણ–નીસેથીયુ – આધારીયું– ચાલપટ્ટો – કપડાકાંબળી–કાંબળીના કપડા–સથારા અને ઉત્તરપટ્ટો, આ દશ વસ્તુનું પડિલેહણ કર્યાં પછી કાો લેતાં સૂર્યોદય થાય તેવી રીતે પ્રતિક્રમણ અને પડિલેહણ શરૂ કરે.
અથવા સૂર્યોદય પહેલાં પંદર મિનિટે પ્રતિક્રમણ પુરૂ થઈ જાય તેવી રીતે રૂપિયાન્તિ- ્છાથી પ્રતિક્રમણુ શરૂ કરે.
વળી સૂર્યોદય પહેલાં ૧૫ મિનિટે પડિલેહણ શરૂ કરે. પરંતુ ઉપાશ્રયમાં સૂર્યના પ્રકાશ ખરાબર ન આવતા હાય કીડી-માંકડ જી' આદિ વસ્ત્રમાં દેખાય તેવું અજવાળું થાય ત્યારે પડિલેહણ કરવું.
પડિલેહણુમાં ત્રુ નીકળે તેા કપડામાં અને માંકડ નિકળે તેા લાકડામાં, અકાળે ન મરે તેવી રીતે સુરક્ષિત એકાન્ત અને છાયાવાળી જગ્યામાં મૂકવા,
કામળીના કપડા જુદો કરીને બન્નેનું જુદુ જુદુ‘ પિડે. લેહણ કરવુ જોઈએ.
(૨૧) દેવદર્શીન; આહાર, નિહાર, વિહાર, માત્રુ અને ગુરુઆજ્ઞા આ છે કારણે ઉપાશ્રય બહાર જવાય.