________________
- પૂ. સાધુ-સાઠવી મને સંયમી
જીવન માટે ખાસ ઉપયોગી
હિત-શિક્ષા-શતક (પૂ. આ. શ્રી કીર્તિસાગરસૂરીશ્વરજી મ. શિષ્ય પૂ૦ મુનિ શ્રી લેયસાગરજી મ. ગણે સંપાદિત “સ્વાધ્યાય-સાગર” [ વિભાગ ૨ પૃ. ૭૫ થી ૧૧૦] માંથી સંકલિત કરીને ઉપયોગી ભાગ અહીં લીધે છે.)
(૧) એક પ્રહર બાકી રહે ત્યારે શ્રી નમસ્કાર-મહામંત્રનું મરણ કરી જાગૃત થવું.
નિદ્રા એ આત્મગુણને ઘાત કરનાર સર્વઘાતી પ્રકૃતિ છે. માટે નિદ્રાને ઘટાડતા જવું, આહાર અને ઉંઘ વધાર્યાં વધે અને ઘટાડ્યાં ઘટે, તેમજ આહાર વધારવાથી ઉંઘ પણ વધે છે.
(૨) જે જગ્યાએ ઉંચા હોઈએ કે રાઈ-પ્રતિક્રમણ કર્યું હોય તે જગ્યાને સ્વામી શય્યાતર થાય, પરંતુ એક જગ્યાએ ઉંધ્યા અને બીજી જગ્યાએ રાઈ-પ્રતિક્રમણ કર્યું હોય તો બને જગ્યાઓના બંને સ્વામી શય્યાતર થાય.
(૩) દરેક ક્રિયા પૂર્વ અથવા ઉત્તર દિશા સન્મુખ કરવી.
(૪) ક્રિયા કરતાં સ્થાપના મસ્તકથી ઉપર અને નાભિથી નીચાણુમાં રાખવા નહિ.