________________
૨ ૨
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
અર્થ:- હે દીન દયાળુ પ્રભુ! મારા જેવા આત્મલક્ષ્મીથી હીન એવા દીન પર દયા કરો. કેમકે આપ દયાની પરમ ઘર્મતા એટલે અહિંસા પરમો ઘર્મના યથાર્થ જાણકાર હોવાથી ભારે પરમ આધારરૂપ છો. તમારા સમાન આત્મા સંબંધીનો બોધ આપનાર બીજો કોઈ સમર્થ પુરુષ નથી. [૧]
દ્રવ્ય-ભાવ રૅપ ભેદથી કહો કરી વિસ્તાર;
મધુરી વાણી ગુરુતણી ભાવ જગાવે સાર. ૨ અર્થ :- દ્રવ્યદયા અને ભાવદયારૂપ ભેદનો વિસ્તાર કરી મને સમજાવો. કેમકે શ્રી ગુરુની મીઠી વાણી એ જ દયા પાળવાનો સાચો ભાવ જગાડનાર છે. રા.
જગમાં જન્મી, સ્વાર્થમય કરતો કાર્ય અનેક;
પરદુખ રજ દેખું નહીં, ઘરતો નહીં વિવેક. ૩ અર્થ:- હે પ્રભુ! આ જીવ જગતમાં જન્મ લઈને, અનેક સ્વાર્થમય કાર્યો કર્યા કરે છે. તેમાં પોતાના સ્વાર્થ માટે બીજાના રંગ માત્ર પણ દુઃખને જોતો નથી. મને દુઃખ અપ્રિય છે તેમ બીજાને પણ અપ્રિય થશે એવો વિવેક પણ એને પ્રગટતો નથી. હા,
અબુધ અવિવેકી છતાં શરણે રાખો નાથ,
ઇચ્છું ઉસંગે રમું સસલા સમ શશી સાથ.૪ અર્થ - હે નાથ! હું અબુધ એટલે અજ્ઞાની છું. અવિવેકી એટલે હિતાહિતનું મને ભાન નથી, છતાં હે પ્રભુ! મને આપના શરણમાં રાખો. હું આપની આજ્ઞારૂપ ઉત્સગ એટલે ખોળામાં સદા રમવા ઇચ્છું છું. જેમ ચન્દ્રમાના ખોળામાં સસલું રમે છે તેમ. //૪
ચંદ્રપ્રભા સમ તુજ ગુણે સ્વરૂપ મુંજ જણાય;
માંગુ તુજ ગુણ રમણતા, દયા કરો ગુરુ રાય. ૫ અર્થ - ચંદ્રમાની પ્રભા સમાન આપના અનેક શીતળ ગુણવડે મારા આત્મસ્વરૂપનો મને ખ્યાલ આવે છે. તેથી હું પણ હવે આપના ગુણોમાં રમણતા કરવા ઇચ્છું છું. માટે તેમ કરાવી, હે ગુરુ રાજ! મારા પર દયા કરો. પાા
માર” ભાવને મારવા તુજ ઉપદેશ અપાર;
અણુ પણ જીંવહિંસા નહીં તુજ ઉરમાંહી, ઉદાર. ૬ અર્થ :- કોઈને મારવાનો ભાવ છે તે ભાવને જ મારી નાખવાનો આપનો ઉપદેશ છે. કેમકે ઉદાર એવા આપના હૃદયમાં અણુ માત્ર પણ જીવહિંસાના પરિણામ નથી. કા.
કેવળ કરુણામૂર્તિ તું સૌ જીંવને હિતકાર;
દયા કરી દર્શાવતું દયા-ઘર્મ સુખકાર. ૭ અર્થ - હે પ્રભુ! તું તો કેવળ કરુણાની જ મૂર્તિ છો. સર્વ જીવોનું હિત કરનાર છો. તેથી દયા કરીને અમને દયા-ઘર્મ જ એક માત્ર સુખરૂપ છે, તે ભાવને સ્પષ્ટ રીતે વિસ્તારથી સમજાવી અમારું કલ્યાણ કરો. Ifશા.