________________
મુનિજીવનની બાળપોથી-૩ કેળું વહોરીને અન્ય ઘરમાં ગયા. ત્યાં તેમણે પૂછ્યું કે આ કેળું કોણે વહરાવ્યું? મારે મૌન રહેવું જોઈતું હતું, પરંતુ મેં કહી દીધુ ફલાણા ભાઈએ અને તે સાંભળતાની સાથે જ તે ભાઈને આ ભાઈ સાથે કઈ વૈર બંધાયુ હોવાથી તે ખૂબ જોરજોરથી તેના સંબંધમાં બેફામ બોલવા લાગ્યો. આ રીતે મારી વાગુતિ પણ ખરડાઈ છે. અને એક વખત જંગલમાં જે જગ્યાએ જઈને સૂતા હતા તે જગ્યાએ કેઈકે આવીને ચૂલે પ્રગટાવ્યું. તેની આગથી હું અકળાઈ ગયે. તેની ઝાળથી ત્રાસી જઈ. નહીં જોયેલી જગ્યાએ હું સહેજ ખસી ગયે. એ રીતે મારી કાયમુમિને પણ મેં ખરડાવી નાખી છે.
આ છે ઉત્તમ કક્ષાના મુનિજીવનની ઝલક ! આવું ઉત્તમ મુનિજીવન આપણી પાસે હશે ખરું?
પરમાત્મા મહાવીરદેવે એક વખત ગૌતમ ગણધર ભગવંત ને કહ્યું છે કે “હે ગૌતમ! ચતુર્થ વ્રત સિવાયના જે કઈ દોષ શિષ્ય સેવે તેનું કર્મ ચારગણું થઈને ગુરુને લાગી જાય છે. અને ચતુર્થવ્રત સંબંધી. જે કાંઈ દેષ શિષ્ય સેવે તેનું કર્મ સળગણું થઈને ગુરુને લાગી જાય છે.” આ શબ્દો જ્યારે સમજાશે ત્યારે ખ્યાલ આવશે કે જેને તેને ઝટઝટ દીક્ષા આપી દેવામાં કેટલાં ભયાનક જોખમ પડેલા છે. પાપ ન કરતાં ગુરુને શિષ્યના ચાર ગણું કે સેળ ગણું પાપ થઈને લાગતા હોય તે તે ગુરુને કેવી દુર્ગતિમાં ચાલ્યા જવું પડે. જાતને સુધારીએ તે ય ઘણું.