________________
આ પાંચ પ્રકારના મિથ્યાત્વો પૈકીનું
(૧) પહેલા પ્રકારનું “આભિગ્રહિક' નામનું મિથ્યાત્વ, જેઓનો વિવેકરૂપ પ્રકાશ પોત પોતાનાં શાસ્ત્રોથી નિયન્દ્રિત થઇ ગયેલો છે અને જેઓ પરના પક્ષનો તિરસ્કાર કરવામાં હુંશીયાર છે તેવા પાખડુિંઓને હોય છે.
(૨) બીજા પ્રકારનું “અનાભિગ્રહિક' નામનું મિથ્યાત્વ, પ્રાકૃત લોકોને હોય છે કારણ કે-વિવેકના અભાવે તેઓની માન્યતા એવી હોય છે કે- “સઘળાય દેવો વન્દનીય હોય છે પણ નિન્દનીય નથી હોતા એજ રીતિએ સઘળાય ગુરૂઓ વંદનીય છે પણ નિંદનીય નથી અને સઘળા ધર્મો માનનીય છે પણ નિંદનીય નથી.' આવા પ્રકારની માન્યતાના પ્રતાપે સદ્ અસહ્નો વિવેક નહિ કરી શકતા પ્રાકૃત લોકોને અનાભિગ્રહિક' નામનું બીજા પ્રકારનું મિથ્યાત્વ હોય છે.
(૩) “અભિનિવેશિક' નામનું ત્રીજા પ્રકારનું મિથ્યાત્વ તેને હોય છે કે- “જેની બુદ્ધિ, જમાલિની માફ્ટ વસ્તુને યથાસ્થિત જાણવા છતાં પણ દુભિનિવેશના લેશથી વિપ્લાવિત થઇ ગઇ હોય.”
અર્થાત જે વસ્તુને યથાસ્થિતપણે જાણવા છતાં પણ પોતાના ખોટા આગ્રહને પોષવાની ખાતરજ આતુર હોય તેવા આત્માને ‘આભિનિવેશિક' નામનું ત્રીજા પ્રકારનું મિથ્યાત્વ હોય છે.
(૪) “સાંશયિક’ નામનું ચોથા પ્રકારનું મિથ્યાત્વ, દેવ, ગુરૂ અને ધર્મને વિષે “આ દેવ કે આ દેવ ? આ ગુરૂ કે આ ગુરૂ? અને આ ધર્મ કે આ ધર્મ' આ પ્રકારે સંશયશીલ બનેલા આત્માને હોય છે.
(૫) “અનાભોગિક’ નામનું પાંચમાં પ્રકારનું મિથ્યાત્વ, વિચારશૂન્ય એકેન્દ્રિયાદિકને અથવા તો હરકોઇ વિશેષ પ્રકારના વિજ્ઞાપનથી વિકલ આત્માને હોય છે.
આ પાંચ પ્રકારો ઉપરથી સમજી શકાય છે કે-આ વિશ્વમાં મિથ્યાત્વરૂપ શત્રુથી બચેલા આત્માઓની સંખ્યા અતિશય અલ્પ છે. આવા પ્રકારનો મિથ્યાત્વરૂપ અંધકાર એ કારમો અંધકાર છે. એ કારમાં અંધકારના પ્રતાપે વસ્તસ્વરૂપને નહિ સમજનાર આત્મા અનેક અનાચારો આચરીને નરકગતિ આદિ રૂપ અંધકારમાં આથડે એમાં કશુંજ આશ્ચર્ય નથી. સુવિહિત શિરોમણિ આચાર્ય ભગવાન શ્રી. હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા, મિથ્યાદ્રષ્ટિ આત્માને સુખી અવસ્થામાં પણ દુઃખી તરીકે અને જ્ઞાની અવસ્થામાં પણ અજ્ઞાની તરીકે જ ઓળખાવે છે. મિથ્યાદ્રષ્ટિને સુખના યોગમાં પણ દુઃખજઃ
સુવિહિત શિરોમણિ આચાર્ય ભગવાન્ શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા, મિથ્યાદ્રષ્ટિ આત્માને સુખના યોગમાં પણ દુઃખનું પ્રતિપાદન કરતાં ક્રમાવે છે કે
“णय नत्तओ तयंपि हु, सोक्खं मिच्छत्तमोहियमइस्स | जह रोद्दवाहिगहियस्स, आसहाओवि तभावे ।। १ ।। जह चेवोवहयणयणो, सम्म रुवं ण पासई पुरिसो ।
તદ વેવ મિટ્ટિી , વિનં સોરd ન પાવે || ૨ ||” “જેમ દુ:સાધ્ય વ્યાધિની પીડાથી પીડિત શરીરવાળા આત્માને ઔષધથી પણ વાસ્તવિક રીતિએ સુખ નથી થતું તેમ મિથ્યાત્વથી મોહિત મતિવાળા આત્માને રૈવેયક આદિમાં રહેલું સુખ પણ સુખરૂપ નથી થતું જેમ કાચકામલાદિ દોષથી ઉપદ્રવવાળા નેત્રોને ધરનારો, કોઇ પણ વસ્તુને વસ્તુના રૂપે જોઇ શકતો. નથી તેમજ મિથ્યાદ્રષ્ટિ આત્મા, પોતા માટે સમુપસ્થિત થયેલ એવા વિપુલ સુખને પામી શકતો નથી.”
Page 24 of 191