________________
कुन्देन्दीवरपूर्णचन्द्रकलशश्रीमल्लतापल्लवानारो
प्याशुचिराशिषु प्रियतमागात्रेषु यन्मोदते ।।" જે લજ્જનીય છે, ગોપનીય છે, અદર્શનીય છે, બીભત્સ છે, અપવિત્ર છે તેવા અંગની યાચના. કરવી તે જીવની કેટલી બધી પરાધીન અવસ્થા છે તેમાં આ કામરાગ વિના બીજું કશું કારણ નથી.
“यल्लज्जनीयमतिगोप्यमदर्शनीयं, बीभत्समुल्बणमलाविधपूतिगन्धि ।
तद्याचनेडङ्गमिह कामिकृमिस्तदेव,
किंवा दुनोति न मनो ? भववामता सा ।।" આ કામરાગને જીતવા માટે તેના અપાયોનો વિચાર કરવો કે, આ વિષયો ક્ષણવાર સુખ આપનાર છે પણ પરિણામે મહા દુ:ખદાયી છે, મુખે મીઠા મધુર છે પણ હાલાહલ ઝેરથી ભૂંડા છે. ઝેર તો એકવાર ખાવાથી જીવિતનો નાશ કરે પણ આ વિષયો તો સ્મરણ માત્રથી પણ આત્માની ખાનાખરાબી કરનારા છે.
“यदच्छाकाष्टादशमन्नं बहुभक्ष्यपेयवत्स्वादु । विषसंयुक्तं भुक्तं विपाककाले विनाशयति ।। १ ।। तद्धपचार सम्भूतरम्यक रागरससेविता विषयाः | મવશતપરમ્પરાવપ ૬:૨વવિપાછાવસ્થવર: || ૨ II”
(શ્રી પ્રશમરતિ ૧૦-૧૦૮) શરીરમાં પેસેલું શલ્ય જ્યાં સુધી શુધ્ધિને ન પામે, બહાર ન નીકળે ત્યાં સુધી જે પીડા આપે છે તેના કરતાં પણ વધુ પીડાદાયી આ કામો છે. ઇચ્છા માત્રથી નહિ ભોગવવા છતાં દુર્ગતિદાયી છે. માટે શ્રી ઉત્તરાધ્યયન સૂત્રકારે પણ કહ્યું કે
“सल्लं कामा विसं कामा, कामा आसी विसोपमा ।
कामे पत्थेमाणा, अकामा जंति दुग्गइं ।। ७३, उत्तरा.९ ।।" માટે કામદેવનો પરાજય કરનારાઓને વારંવાર યાદ કરવાથી કામરાગને જીતવાનું બળ મળે છે. કામરાગ જીતાઇ જાય એટલે સંસાર પણ જીતાઇ જવાના છે.
કામરાગની અસંપ્રાપ્તિ મરણને આપનારી છે. જેમકે, કોઇ એક યુવાન પરબ પર પાણી પીવાને આવ્યો અને પાણી પીને તે પોતાના રસ્તે ચાલતો થયો. તે અતિરૂપવાન હોવાથી પાણી પાનારી તેના ઉપર અતિ મોહિત થઇ અને તે જવા છતાં પણ અત્યન્ત રાગથી પાછળ પાછળ દેખ્યા કરતી તે સ્ત્રીની નજરથી યુવાન દૂર થતાં જ તે પાણી પાનારી સ્ત્રી મરણને પામી,
જેનો રાગ આલોકમાં વધ-બંધ અને મરણને આપનાર છે પરલોકમાં તો ઘણા ભયંકર અપાયોને આપનાર છે તેમ જાણ્યા અને સમજ્યા પછી તેની છાયામાં પણ કોણ જાય ? અગ્નિ બાળનારો છે” “ઝર મારનારું છે' તો તેના પારખા કરવા કોઇ જ જતું નથી અને અનુભવીઓની વાતને સ્વીકારે છે તો સુખને પણ પામે છે. તો આખ વચનોના અનુસાર આની અપાયતા જાણી તેનાથી દૂર રહેવું તે જ સાચી બુદ્ધિમત્તા છે.
“धन्यास्ते वन्दनीयास्ते, तेस्त्रैलोक्यं पवित्रतम |
यैरेष भुवनक्लेशी, काममल्लो निपातित: ।।" કામરાગનું મૂળ સ્નેહરાગ છે. અર્થાત સ્નેહરાગમાંથી જ કામરાગ જન્મે છે. માટે કામરાગ જીતવો.
Page 39 of 191