________________
દિવસે વિશેષ પ્રકારે સ્નાન વગેરેનું વિધાન કરવું. (૩૯) ભૂતોને શરાવ દાન કરવું.(૪૦) આસો મહિનામાં શ્વેત ગોમય (સદ્છાણ) ત્રીજનું વિધાન કરવું. (૪૧) વાસુદેવનું સુવું અને ઉઠવાની અગ્યારસ ફાગણ મહિનાની આમલકી અગ્યારસ, પાંડવ અગ્યારસ અને બધા મહિનાની અગ્યારસે ઉપવાસ વગેરે તપ કરવું. પર તીર્થ એટલે જૈનેતર તીર્થોમાં જઇ માનતા માંગવી (કરવી) યાત્રા કરવી. (૪૩) શ્રાદ્ધ માસિક, શાખાસિક, સાંવત્સરિકા વગેરે કરવું. (૪૪) પ્રપા અને પરબનું દાન કરવું. (૪૫) પિતૃ વિવાહ-પિતાનો વિવાહ સામગ્રી સંપત્તિ હોય તો પૂણ્યની ઇચ્છાથી પોતાના પૈસા ખરચવા વડે બીજાની કન્યાનું લગ્ન કરાવે. (૪૬) છઠ્ઠ વગેરે તિથિઓમાં અપદ્મ વગેરે તિથિઓમાં કાંતવું નહિ. દહીં વલોવવું નહિ. (૪૭) મૃતક મડદા માટે પાણીના ઘડાનું દાન કરવું. (૪૮) મિથ્યાદ્રષ્ટિઓના ઘરોમાં લંભનક વગેરે આપવું. (૪૯) કુમારિકાને ભોજન આપવું.(૫૦) પય માટે ચૈત્ર મહિનામાં ચચરી આપવી. એટલે એક જાતનું વૃંગારિક ગીત ગાતા ગાતા જવું. (૫૧) વૈશાખ મહિનાની સુદ ત્રીજના દિવસે કાંતવું નહિ. લંભનક (લંઘનક) વગેરેને દાના આપવું, જો કે આ દિવસે શ્રીમાન આદિનાથના વર્ષીતપનું પારણું થયું હતું. છતાં પણ પિતૃતપણના દિવસ તરીકે લૌકીકે સ્વીકારેલ હોવાથી આ પર્વદિન છે એમ વિચારીને વિશેષ કંઇ ન કરવું. (૫૨) મૃતક માટે પડ વિવાહનું વિધાન કરવું. (૫૩) ક્લેષ્ટિની નામની જેઠ સુદી તેરસના દિવસે સકતુક વગેરેનું દાન કરવું. (૫૪) અમાસના દિવસે જમાઇ વગેરેને ભોજન આપવું. (૫૫) ધર્માદા માટે કુવા વગેરે ખોદાવવા (૫૬) ખેતર વગેરેમાં ગોચર આપવું. (૫૭) વિવાહ મહોત્સવમાં જન્મ યાત્રાગમન જવા માટે સંહિડનક જવું-ચાલવું. (૫૮) પિતૃઓના માટે ભોજન અને અદ્વેતકારનું દાન એટલે ભોજનમાંથી અતિથિને દાના કરવું. (૫૯) કાગડા બિલાડા, વગેરેને પિડિકા એટલે પિંડદાન કરવું. (૬૦) એક અશ્વસ્થ, એક પિચુમંદ, એકન્યગ્રોધ, દશવિંચિણી, કોળ, કપિત્થ. બિલ્વ-બિજેરા, આંમલીના ત્રણ ત્રણ, પાંચ આંબાના એ પાંચ વાવડી જે કરાવે છે તે નરકને જોતો નથી ?' વગેરે કુમતિઓએ કલ્પના કરેલ વાક્ય સાંભળી પીપળો, લીમડો વગેરે ઝાડો રોપાવવા. (૬૧) ભાદરવા વદી ચૌદસે પવિત્ર કરણ અનંતવ્રત નામનું વ્રત કરે. (૬૨) તાળાચર. બ્રાહ્મણ વગેરેની કથા સાંભળવી. (૬૩) શીંગડાના અગ્ર ભાગમાં બ્રહ્મા વસે છે. શીંગડાના મધ્યભાગમાં શંકર, અને શીંગડાના મુળમાં વિષ્ણુ વસે છે. માટે ગાય સર્વદેવમય છે. (૧) વગેરે પર દર્શનીઓના વચનો સાંભળી ગાયની અને ગાયના ટોળાની પૂજા કરવી. (૬૪) ઇન્દ્રજાળને જોવી, બતાવવી, (૬૫) ધર્મ માટે અગ્નિ સળગાવવો. (૬૬) નટએક્ષણક નાટકને જોવું. (૬૭) પાયદળોના યુદ્ધને જોવું. આ પ્રમાણે સડસઠ (૬૭) ભેદે લૌકિક દેવગત મિથ્યાત્વ કહ્યું.
હવે લૌકિક ગુરૂગત મિથ્યાદર્શનનાં ભેદો બતાવે છે. (૧) લોકિક બ્રાહ્મણ તાપસ વગેરેને નમસ્કાર કરવો તેમાં બ્રાહ્મણની આગળ “પીંડણ’ તથા તાપસની આગળ “નમઃ શિવાય” એમ બોલવું. (૨) મૂળ તથા અશ્લેષા નક્ષત્રમાં જન્મેલા બાળકના માટે પોતાના ઘરે બ્રાહ્મણને બોલાવી તેના કહ્યા પ્રમાણે ક્રિયા કરવી. (૩) તે બ્રાહ્મણની પાસે કથા સાંભળવી. (૪) બ્રાહ્મણ વગેરેને પુણ્યની ઇચ્છાથી ભોજન આપવું. આ પ્રમાણે લૌકિક ગુરૂગત મિથ્યા કહ્યું.
હવે લોકોત્તર મિથ્યાદર્શનના ભેદો કહે છે. લોકોત્તરો અરિહંતો છે. તેમના વિષયક થયેલ મિથ્યાત્વ પણ લોકોત્તર છે. તે લોકોત્તર મિથ્યાત્વ, દેવવિષયક અને ગુરૂવિષયક એમ બે પ્રકારે છે. (૧) એમાં દેવવિષયક તે જે વીતરાગના ઉપર પણ ઉપયાચિત (માનતા) વડે તથા રાગ વડે આરોપણ કરવું તે. કહ્યું
છે કે (૧) લોકોત્તર દેવોમાં પણ ઇરછા પરિગ્રહ વગેરે લૌકિક દેવોના જે લિંગો છે તેનું આરોપણ કરવું તે મિથ્યાત્વ છે.' (૧) (૨) લોકોત્તર ગુરુ વિષયક મિથ્યાત્વ તે જાણવું કે જે લોકોત્તર લિંગોમાં રહેલા પાસસ્થા
Page 160 of 191