________________
મારે તો ક્ષમા આપવીજ જોઇએ નહિ તો હુ જેનપણાનો વિરાધક બનું' આવી ભાવના પૂર્વક સમજદાર પ્રત્યેક જૈન એ દિવસે પોતાના અપરાધોને યાદ કરે છે અને એ પોતાના પ્રત્યેક અપરાધ માટે માફી માગવી. એને પોતાનો પરમધર્મ સમજે છે. જેનશાસનનો એ કાયદો છે કે-સામો આત્મા ક્ષમા આપો યા ન આપો પણ પોતે તો ખમાવવું જોઇએ અને એ રીતે ખમાવનાર આત્મા સામો ક્ષમા ન આપે તોપણ આરાધક બને છે. એ ન્યાયે જાણતાં અગર અજાણતાં કરેલા પોતાના અપરાધોને ખમાવવા અને સામાના અપરાધોને ખમવા એ આરાધના માટેનું મહાન કૃત્ય શ્રી જિનેસ્વરદેવોએ ઉપદેશ્ય છે. અન્યના અપરાધો ખમી લેવા અને પોતાના અપરાધો ખમાવી લેવા એ ધાર્મિક શુદ્ધિ માટે અત્યંત આવશ્યક છે. આજે પણ એ ભાવના જેનસમાજમાં વિધમાન છે અને એનાજ પ્રતાપે એનું સ્થાન ઇતર સમાજોની અપેક્ષાએ ઉંચું છે તથા એ પવિત્ર ભાવના જ્યાં સુધી રહેશે ત્યાં સુધી એનું સ્થાન ઉંચું રહેવાનું છે.
શ્રી વીતરાગ શાસનની આરાધના વીતરાગ બનવા માટે છે અને વીતરાગ બનવા માટે કષાયાદિકનો ક્ષય જરૂરી છે. એ સિદ્ધ થયા પછી કષાયાદિકનો વિનાશ સાધવા માટેના ઉપાયો શું છે એ વિચારવાનું પ્રાપ્ત થાય છે. સાધક વિના સાધ્ય સિદ્ધિ થતી નથી. કષાયરહિત બનવું એ સાધ્ય છે અને કષાયરહિત બનવાના ઉપાયોનું ચિંત્વન, મનન અને પરિશીલન એ સાધન છે. ચારે કષાયોમાં પ્રથમ કષાય ક્રોધ છે અને એ ક્રોધને ઉપશમાવવા માટે શ્રી સાંવત્સરિક પર્વનું વિધાન છે. જેનોનું સાંવત્સરિક પર્વ એટલે ક્રોધ ઉપર વિજય મેળવવાનો ઉત્સવ. ક્રોધ ઉપર વિજય મેળવ્યા વિના એ સાંવત્સરિક પર્વની આરાધના અધુરીજ રહે છે.
ક્રોધપર વિજય પ્રાપ્ત કરવા માટે શાસ્ત્રકારોએ અનેક ઉપાયો દર્શાવ્યા છે. તે સર્વ ઉપાયોનો સંગ્રહ કરી સમર્થ શાસ્ત્રકાર સુવિહિતપુરંદર વાચકમુખ્ય શ્રી ઉમાસ્વાતિજી મહારાજ, સ્વરચિત શ્રી અર્વત્રવચના સંગ્રહમાં પાંચ ઉપાયોનો નિર્દેશ કરે છે. તે પાંચે ઉપાયો મૂળ ભાષામાં જ તેના તાત્પર્ય સાથે અત્રે ટાંકવામાં આવે છે.
'तत्कथं क्षमितव्यमिति चेदुच्यते / क्रोधनिमित्तस्यात्मनि भावाभावचिन्तनात / परे: प्रयुक्तस्य क्रोधनिमित्तस्यात्मनि भावचिन्तनादभावचिनानादा क्षमितव्यम् / भावचिन्तनात वाचदिद्यन्ते मय्यते दोषा:किमत्रासौमिथ्या बवीति क्षमितव्यम्/अभावचिन्तनादपिक्षमितव्यं नैते विद्यन्ते मयि दोषा यानअ ज्ञानादसो क्षमितव्यं / किं चान्यत / क्रोधदोषचिन्तनात् क्षमित व्यम / क्रुद्धस्य हि विद्वेषासादनस्मृतिभ्रंशवतलौंपादयो दोषा भवन्तीति /
किंचान्यत् / बालस्वभावचिन्तनात परोक्षप्रत्यक्षाक्रोशताड नमारण धर्मभ्रंशाना मुत्तरोत्तररक्षार्थम् / बाल इति मुढमाह / परोक्षमाक्रोशति बाले क्षमितव्यमेव/एवं स्वभावा हि बाला भवन्ति/दिष्टया च मां परोक्षमाक्रोशति न प्रत्यक्षमिति / लाभ एव मन्तव्य इति/दिष्टया च मां परोक्षमाक्रोशति न प्रत्यक्ष मिति/लाभ एव मन्तव्य इति/प्रत्यक्षमप्याक्रोशति बाले अमितव्यम/विद्यत एवैतद्धालेषु / दिष्टया च मां प्रत्यक्षमाक्रोशति न ताडयति / एतदप्यरित बालश्चिति लाभ एव मन्यतव्य:/ताइयत्यपि बाले क्षमितव्यं । एवंस्वभावा हि बाला भवन्ति । दिष्टया च मां ताडयति न प्राणैर्वियोजयतीति । एतदपि विद्यते बालेश्चिति प्राणैर्वियोजयत्यपि बाले क्षमितव्यम / दिष्टया च मां प्राणैर्वियोजयति न धर्मात भ्रंशयतीति क्षमितव्यम् । एतदपि विद्यते बालेप्चिति लाभ एव મre: // øિવINC / 4$dpÍpભI IIHIPQ / 4pdppભI ગ્રામ/ડાં મમ, निमित्तमा पर इति क्षमितव्यम् / किंचान्यत / क्षमागुणांश्चानाया सादोननुस्मृत्य क्षमितध्यमेवेति क्षमाधर्मः ।।
તાત્પર્ય - ક્ષમા શા માટે કરવી જોઇએ એ પ્રશ્નના ઉત્તરમાં તેઓશ્રી ક્રમાવે છે કે
૧. બીજાઓ તરક્કી પોતાને ક્રોધ થવાનું નિમિત્ત આપવામાં આવે તે વખતે તે નિમિત્તનો પોતાના આત્મામાં સદ્ભાવ છે કે અભાવ છે એમ વિચારવું.
Page 183 of 191