________________
બીજાએ આપેલા નિમિત્તનો પોતામાં સભાવ હોય તો વિચારવું કે આ દોષો મારામાં વિદ્યમાન છે તો. પછી તેમાં ખોટું શું કહે છે કે જેથી મારે કોપ કરવો ? પોતામાં તે દોષનો અભાવ હોય તો પણ ક્ષમા કરવી. એજ ઉચિત છે. કેમકે અજ્ઞાનથી ખોટા દોષોનું આરોપણ કરનાર ઉપર ક્ષમા કરવી એજ યોગ્ય છે.
૨. ક્રોધના દોષોનું ચિંતવન કરવાથી ક્રોધનો નિગ્રહ થાય છે.
ક્રોધી આત્મા વૈરને વધારે છે, ન કરવાનું કાર્ય કરે છે, સ્મૃતિથી ભ્રષ્ટ થાય છે તથા વ્રતાદિકનો પણ લોપ કરે છે માટે ક્રોધના નિમિત્ત વખતે ક્ષમા ધારણ કરવી એજ હિતકર છે.
૩. ક્રોધનો નિગ્રહ કરવા માટે ત્રીજો ‘બાલસ્વભાવનું ચિંતવન કરવું.' એ ઉપાય છે. બાલ એટલે મૂઢ આત્માને સ્વભાવજ એવો હોય છે, એમ વિચારવું. પરોક્ષમાં આક્રોશ, પ્રત્યક્ષમાં આક્રોશ, તાડન, મારણ અને ધર્મબંશાદિ વખત ઉત્તરોત્તર લાભની ચિંતવના કરવી.
પરોક્ષમાં કોઇ આક્રોશ કરે ત્યારે વિચારવું કે બાલનો એ સ્વભાવજ છે. પ્રત્યક્ષમાં આક્રોશ નહિ કરતાં મને પરોક્ષમાં આક્રોશ કરે છે તેટલો મારો ભાગ્યનો ઉદય છે. મારે એટલો લાભજ માનવો જોઇએ.
પ્રત્યક્ષ આક્રોશ કરનાર બાલ પર પણ ક્ષમાજ કરવી જોઇએ. બાલજીવોને એ સુલભ છે. ભાગ્યની વાત છે કે મને પ્રત્યક્ષમાં આક્રોશન કરે છે પણ તાડન કરતો નથી. બાલનો એ સ્વભાવ છે એમ વિચારી. લાભ માનવો જોઇએ.
- તાડન કરનાર બાલ પર પણ ક્ષમા જ કરવી જોઇએ બાલ આત્માઓ એવાજ સ્વભાવવાળા હોય છે. મારૂં એટલું પુણ્ય છે કે માત્ર મને તર્જના કર છે પણ પ્રાણથી વિયોગ કરાવતો નથી. બાલમાં આ હોવા સંભવ
છે.
પ્રાણનો વિયોગ કરાવનાર બાલને વિષે પણ ક્ષમાજ કરવી જોઇએ. મારો પુણ્યનો ઉદય છે કે મને પ્રાણથી વિયોગ કરાવે છે પણ મારા ધર્મથી મને ભ્રષ્ટ કરતો નથી. બાલ જીવોમાં એ પણ સંભવે છે માટે ધર્મથી ભ્રષ્ટ કરતો નથી એટલો લાભજ માનવો જોઇએ.
૪. ક્રોધના નિગ્રહ માટે ચોથો ઉપાય ક્રોધના નિમિત્ત વખતે પોતે કરેલા કર્મના ફળનું આવાગમન છે એમ ચિંતવવું એ છે.
મારા જ કરેલા પૂર્વકર્મના ફળનું આ આગમન છે. તેને મારે ભોગવવા જ જોઇએ સામો તો નિમિત્તા માત્ર છે. એમ વિચારી અન્ય ઉપર ક્ષમા કરવી જોઇએ.
૫. ક્રોધને જીતવાનો છેલ્લો ઉપાય ક્ષમાના ગુણોનું ચિંતવન કરવાનો છે.
ક્ષમા એ આત્માનો સાહજિક ધર્મ છે, ક્ષમા કરવામાં કોઇ જાતનો પરિશ્રમ પડતો નથી, ક્ષમા કરવામાં એક પાઇનું પણ ખરું પડતું નથી, ક્ષમા ધારણ કરવાથી ક્રોડો ભવના કલેશો નાશ પામે છે.” ઇત્યાદિ ક્ષમાના અનગુણોનું ચિંતવન કરવું.
- ઉપરોક્ત ઉપાયોના વારંવાર ચિંત્વન, મનન અને પરિશીલન દ્વારા ક્રોધનો સહેલાઇથી નિગ્રહ થાય છે. ક્રોધનો નિગ્રહ કરનાર આત્મા શ્રી જિનેશ્વરદેવોએ કહેલા ધર્મનો આરાધક બને છે.
“ક્ષમાપના' નામના પર્યુષણ પર્વના પરમ કૃત્યને આ રીતે અમલમાં મૂકી જે કોઇ આ પર્વની આરાધના કરે છે તે પોતાના આત્માને આ સંસારસાગરથી અનાયાસે તારી મુક્તિના શાશ્વત સામ્રાજ્યનો ભોક્તા બનાવે છે.
૭. હવે સાતમા ક્રોધપિંડનું સ્વરૂપ કહે છે. વિધા, મંત્ર વગેરેના પ્રભાવથી ઉચ્ચાટન, મારણ વગેરેના ડરથી, તપના પ્રભાવથી, શ્રાપ આપવા વગેરેના ભયથી, રાજપ્રિય હોવાથી અથવા તેમનું શરીરબલ કે ક્રોધનું ળ જોઇને જે અશન વગેરે આહારનું દાન આપે તે ક્રોધપિંડ કહ્યો. આમાં ઘેબર વાળા સાધુનું
Page 184 of 191