________________
હવે બીજાનું સ્વરૂપ કહુ છું સ્ત્રીને આધિન કોઇક પુરુષને તેની પત્નીએ કહ્યું કે તમારે જ રોજ તળાવેથી. પાણી લઇ આવવાનું ત્યારે તે પણ પ્રિયના આદેશને ગુરુની આજ્ઞા બરાબર સમજી બહુમાનવા લાગ્યો અને દરરોજ તે પ્રમાણે કરે છે. દિવસે લોકોની લાજ-શરમ કારણે અંધારામાં તે તળાવે જાય છે. ત્યારે તે તળાવ પાસે રહેલા બગલાઓ ઉડે છે. આ વાત લોકોએ જાણી. ત્યારે બકોટ્ટાયી-બગલા ઉડાડનાર એવું તેનું નામ સ્થાપ્યું. (૩) હવે તીર્થસ્નાતાનું સ્વરૂપ કહે છે પોતાની પ્રાણપ્રિયાને પ્રાણ સોંપી દીધા છે એવા કોઇક પુરુષે તેની સ્ત્રીની પાસે નાહવા માટે પાણી માંગ્યું. ત્યારે તેને કહ્યું કે “ન્હાવા માટેની સામગ્રી લઇ તળાવે જાઓ,
ત્યાં સ્નાન કરી જલ્દી પાછા ઘરે આવો.” તે પ્રમાણે તે કરવા લાગ્યો. આથી લોકો તેનું તીર્થસ્નાતા એવું નામ રાખ્યું. (૪) હવે કિંકરનું સ્વરૂપ કહે છે. સ્ત્રીને વશ એવો કોઇક પુરુષ સવારના વખતે ઉઠીને સ્ત્રીને કહે છે. “હે પ્રિયા ! બોલ શું કરું ?' ત્યારે તે કહે છે “પહેલા પાણી લાવો.' તે લાવીને તે ફ્રી પૂછે છે, ત્યારે તે કહે છે “ઘરનું વાસીદુ વાળો' એ પ્રમાણે છાણ કઢાવે દળાવે વગેરે બધા હુકમો-આજ્ઞા કરાવે અને છેલ્લે શું કરું ? એ પ્રમાણે કહેવાથી લોકોએ તેનું કિંકર એટલે નોકર એવું નામ પાડ્યું. (૫) હવે હદન-અધનનું સ્વરૂપ કહે છે. કોઇક સ્ત્રીના આદેશને આધિન હોવાથી બાળકોને રમાડવા તેના પેશાબ વિષ્ટા વગેરે સાફ કરવા તથા અધન-વિષ્ટાથી બગડેલા ખરડાયેલા કપડા ધોવા વગેરે કરવાથી, ગંધાતા કપડાવાળો થયેલો હોવાથી લોકોએ હદન-અધન નામ પાડ્યું. (૬) હવે ગૃધ્રાવરિંખીની વાત કરે છે. કોઇક પુરુષ જમવા માટે બેઠો હતો, અને સ્ત્રીની પાસે શાક, દહિં, છાશ વગેરે માગ્યું, ત્યારે તે ઘરના કામમાં રોકાયેલી હોવાથી હુકમ પૂર્વક કહ્યું, “આગળ આવીને લઇલો' ત્યારે તે ગીધની જેમ કૂદતો કૂદતો તેની પાસે જાય છે અને પાછો આસને જાય છે. તેથી લોકોએ (તેનું) ગૃધ્રાવરિંખી નામ પાડ્યું, આ પ્રમાણે સ્ત્રીને અધિન છ પુરુષોનું સ્વરૂપ સાંભળી સભાજનોએ કહ્યું, I દેવદત્ત પણ આ છ જણામાંનો એક છે.
આ પ્રમાણે પોતાની મશ્કરી ન સહેવાથી દેવદત્તે સાધુને કહ્યું કે... “હે સાધુ ! આમની વાત શું કામ સાંભળો છો ? તમારે જે જોઇએ તે માંગો' ત્યારે સાધુએ કહ્યું “જો એમ હોય તો તારા ઘરમાંથી મને ઘી, ગોળ વાળી ઘણી સેવ આપ,” જ્યારે તે દાન આપવા માટે ઉઠીને પોતાના ઘર તરફ ચાલવા માંડ્યો, ત્યારે સાધુએ તેની સ્ત્રી સાથે થયેલી હકીકત જણાવી. ત્યારે તે દેવદત્ત પણ તે હકીકત જાણી સાધુને બહાર ઉભા. રાખી પોતે ઘરમાં ગયો, જઇને કોઇક કામના બહાનાથી પોતાની સ્ત્રીને માળમેડી પર ચડાવી તેની. નિસ્સરણી દૂર કરી સાધુને અંદર બોલાવ્યા, અને ઘી, ગોળ સાથે ઇચ્છા મુજબ-જેટલી જોઇએ તેટલી સેવા સાધુને હોરાવી, અને સાધુએ પણ આગળ કરેલ નાક ઘર્ષણનો સંકેત યાદ કરાવવા માટે તે સ્ત્રીની સામે પોતાના નાક પર આંગળી વવા લાગ્યા, જેમ આ સાધુએ માનપિંડ લીધો તેમ બીજા મુનિ પુંગવોએ ન લેવો એ પ્રમાણે માનપિંડનું સ્વરૂપ કહ્યું, હવે માયાપિંડનું સ્વરૂપ કહે છે.
(૯) માયા એટલે બીજાને ઠગવા-છેતરવા પૂર્વક વિવિધ પ્રકારના પોતાના રૂપો કરી-બતાવી સાધુ જે ગોચરી લે તે માયાપિંડ કહેવાય એમાં અષાઢાભૂતિનું દ્રષ્ટાંત છે, (તે આ પ્રમાણે જાણવું.)
- રાજગૃહનગરમાં સિંહરથ નામનો રાજવી નીતિ પૂર્વક રાજ્યનું પાલન કરે છે. એક વખત નગરમાં ધર્મરૂચિ નામના આચાર્યદેવ સપરિવાર પધાર્યા. તેમનો વિવિધ લબ્ધિનો ભંડાર એવો અષાઢાભૂતિ નામનો શિષ્ય ગોચરી માટે તો, તો, એક નટનાં ઘરે ગયો. ત્યાં તેને એક લાડુ વહોરાવ્યો. ત્યારે તેને વિચાર આવ્યો કે “આ લાડુ તો આચાર્ય મહારાજ લેશે.' એમ વિચારી રીવાર કાણા સાધુનું રૂપ કરી બીજીવાર ગયો ત્યારે પણ એક લાડુ આપ્યો, “આ લાડુ તો ઉપાધ્યાય લેશે.' એમ વિચારી ફ્રીવાર દૂબળા સાધુનું રૂપ કરી ફ્રી લાડુ વહોર્યો આ લાડુ તા સંઘાટક સાધુનો થશે એમ વિચારી ચોથી વાર કોઢીયા સાધુનું રૂપ કરી
ફ્રી લાડુ વહોર્યો, આ હકીકત બારીમાંથી બેઠેલા નટે જોઇ વિચાર્યું. જો આ અમારા ઘરમાં રહેતો નાટક વડે ઘણા પૈસા કમાઇ શકાઇ, એમ વિચારી તેને બોલાવીને તેની ઇચ્છા મુજબ લાડુઓ વહોરાવી, તે નટે તેને કહ્યું, “હંમેશા ગોચરી માટે અહીં તમારે આવવું.' હવે તે નટે પોતાની સ્ત્રીને કહ્યું કે “આ કળાનો ભંડાર છે”
Page 186 of 191