Book Title: Muhapattina 50 Bolnu Varnan
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 190
________________ પવન છે શરીર જે જીવોનું તે જીવોને વાયુકાય જીવો કહેવાય છે. આ જીવોની રક્ષા કરવી એટલે કે જ્યારે અધિક પવન હોય ત્યારે શ્રાવક બહાર નીકળે નહિ, અધિક પવનમાં કપડા સુકવે નહિ, પોતાના કપડા ખીટી ઉપર દોરી ઉપર રાખી મૂકે નહિ, નહિ તો પવનથી હાલતા એમાં વાયુકાય જીવોની હિંસાનું પાપ લાગે છે. એવી જ રીતે બહુ પવનની ઇચ્છા પણ શ્રાવક કરે નહિ. વાયુકાય જીવોનું શરીર એટલુ બધુ સૂક્ષ્મ હોય છે કે અસંખ્યાતા બાદર વાયુકાય જીવો ભેગા થાય તા પણ આંખેથી જોઇ શકાતા નથી એટલા સૂક્ષ્મ શરીરવાળા હોય છે. આ જીવોની હિંસા વગર જીવન જીવાતું હોવાથી રક્ષા કરું એમ જ્ઞાની ભગવંતોએ બોલવાનું કહેલ છે. હલન, ચલન કરતાં ઉઠતાં, બેસતાં, બોલતાં, સુતા કોઇ પણ પ્રવૃત્તિ કાયાથી કરતાં કાયાના હલન ચલનથી આ જીવોની હિંસાનું પાપ લાગ્યા કરે છે. આથી જ જ્ઞાની ભગવંતો કહે છે કે જરૂર વગર હલન ચલન આદિ કરવું નહિ અને જરૂર પડે હલન ચલન કરવું પડે તો ઉપયોગ અને જયણા પૂર્વક કરવાથી એ જીવોની હિંસાનું પાપ લાગતું નથી માટે આ જીવોની હિંસા વગર જીવન જીવી શકાય છે. આ જીવો પણ એક સાથે અસંખ્યાતા સમુદાય રૂપે રહેલા હોય છે. વનસ્પતિ કાય જીવોનું વર્ણન એક શરીરમાં અનંતા જીવો એક સાથે રહેલા હોય તે સાધારણ વનસ્પતિકાય જીવો કહેવાય છે. જે જીવોને જ્ઞાની ભગવંતોએ અનંતકાય જીવ રૂપે કહેલા છે. પોતાના શરીરના રાગના કારણે શરીરને સાચવવા એમ વિચાર કરીને જૈનો પણ અનંત કાયનો ઉપયોગ કરતા થયા છે તે બરાબર નથી એક માત્ર જીભના સ્વાદ માટે ઓછી હિંસાથી થયેલા પદાર્થો જગતમાં વિધમાન હોવાથી અનંતકાયના ઉપયોગનો સર્વથા નિષેધ કરેલો છે. પ્રત્યેક વનસ્તપિકાય - એક શરીરમાં એક જીવ અથવા અસંખ્યાતા જીવ અધિકથી રહેલા હોય તે બધાય પ્રત્યેક વનસ્પતિકાય જીવો કહેવાય છે. આથી શ્રાવકોએ પ્રત્યેક વનસ્પતિનો પણ શાક તરીકે ઉપયોગ કરતાં વિચાર કરવો જોઇએ, કાચી અધકચરી વનસ્પતિ તથા ફ્રુટનો ઉપયોગ ન કરનારા પણ શ્રાવકો હોય છે કારણ કે જે વનસ્પતિમાં જેટલા બી એટલા જીવવાળી વનસ્પતિ કહેવાય છે. આથી એવી વનસ્પતિનો ઉપયોગ કરનાર શ્રાવકને એટલા બી જેટલા જીવની હિંસાનું પાપ લાગે છે. આથી વનસ્પતિ જીવોની રક્ષા કરવાનું કહેલું છે. ત્રસકાય જીવોનું વર્ણન જે જીવો સુખ મેળવવાની ઇચ્છાથી અને આવેલા દુઃખનો નાશ કરવાની ઇચ્છાથી સ્વેચ્છાએ એક સ્થાનેથી બીજા સ્થાને જઇ શકે એ જીવોને ત્રસ જીવો કહેવાય છે. આ ત્રસ જીવોમાં હાલતા, ચાલતા તરીકે અળસીયા, કીડી, મંકોડા, માંખી, ડાંસ, મચ્છર, ગાય, ઘોડા આદિ મગર મચ્છ આદિ સાપ આદિ નોળીયા આદિ અને પક્ષીઓ તથા નારકી-મનુષ્ય અને દેવોના જીવો આવે છે. આ જીવોમાંથી શક્ય એટલા આ જીવોની હિંસા ન થાય એની કાળજી રાખી શકાય છે અને હિંસા વગર જીવન જીવી શકાય છે માટે આ જીવો માટે રક્ષા કરૂં એમ જણાવેલ છે. Page 190 of 191

Loading...

Page Navigation
1 ... 188 189 190 191