________________ જ્ઞાની ભગવંતો કહે છે કે પૃથ્વી-પાણી-અગ્નિ અને વાયુકાય જીવોની હિંસા કરતા એક નાનામાં નાના વનસ્પતિકાય જીવની. હિંસામાં અનંતગણું અધિક પાપ લાગે છે કારણ કે વનસ્પતિકાય જીવો પૃથ્વી આદિ ચારેય જીવો કરતાં વધારે ચેતનવાળા હોય છે તથા એ જીવોને હું જાણું છું, તમારું છું, ચૂટું છું ઇત્યાદિ વિચારો પેદા થાય છે એ વિચારો કિલષ્ટ પરિણામવાળા હોવાથી એટલું પાપ લાગે છે એના કરતાં નાનામાં નાના બેઇન્દ્રિય જીવની હિંસામાં અસંખ્ય ગણું અધિક પાપ લાગે છે એના કરતાં નાનામાં નાના તે ઇન્દ્રિય જીવોની હિંસામાં લાખગણું અધિક પાપ લાગે છે એના કરતા નાનામાં નાના ચઉરીન્દ્રિય જીવની હિંસામાં હજાર ગણું અધિક પાપ લાગે છે અને એના કરતાં નાનામાં નાના પંચેન્દ્રિય જીવની હિંસામાં સો ગણું અધિક પાપ લાગે છે. આથી આ બધી વિચારણા કરીને આ છ એ કાયના જીવોની હિંસા વગર જીવન જીવાય એવું ધ્યેય રાખીને જયણા અને રક્ષાનો ઉપયોગ રાખીને જીવન જીવી આત્મકલ્યાણમાં આગળ વધી શાશ્વત સુખને પામો એ અભિલાષા. થયાસ બોલ0 વિવેયof સમાd. Page 191 of 191