Book Title: Muhapattina 50 Bolnu Varnan
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 189
________________ શ્રાવકને જ્યારે પાણીનો ઉપયોગ કરવો હોય ત્યારે દુ:ખતા હૈયે જેટલું પાણી એ જીવોને દુ:ખ, વેદના, કિલામણા જેમ બને તેમ ઓછા થાય એ રીતે ઉપયોગ કરવાનું જણાવેલ છે. આથી પાણી ઘીની જેમ વાપરવાનું કહેલ છે. એક પાણીના બિંદુમાં સાતે નારકીના જીવો કરતા અથવા સઘળા દેવો. કરતાં અસંખ્યાત ગુણા અધિક પાણીના જીવો રહેલા હોય છે માટે એ જીવોની વિરાધનાથી બચવા માટે જયણાપૂર્વક ઉપયોગ કરતાં જીવન જીવવું હિતાવહ છે. તેઉકાય જીવોનું વર્ણન અગ્નિ છે શરીર જે જીવોનું તે તેઉકાય જીવો કહેવાય છે. અગ્નિકાય જીવોનું શરીર એટલું બધુ સુક્ષ્મ હોય છે કે એક જીવ આંખેથી જોઇ શકાતો નથી. અસંખ્યાતા જીવો ભેગા થાય ત્યારે જોઇ શકાય છે. આ અગ્નિકાય જીવોની હિંસામાં છએ કાયની હિંસાનું પાપ લાગતું હોવાથી આ જીવોનો ઉપયોગ કરવામાં ખુબ જ જયણા રાખવી પડે એમ જ્ઞાની ભગવંતો કહે છે અને એથી જ આ જીવોને સૂક્ષ્મ બુદ્ધિથી જાણવા યોગ્ય છે એમ કહેલ છે. બાદર અગ્નિકાય જીવો મનુષ્યલોકમાં પંદર કર્મભૂમિના ક્ષેત્રમાં જ ઉત્પન્ન થઇ શકે છે અને નાશ પામે છે બાકોના ક્ષેત્રોમાં આ જીવો ઉત્પન્ન થવાની યોનિ પ્રાપ્ત થતી ન હોવાથી આ જીવોની ઉત્પત્તિ અને નાશ થતો નથી. આ બાદર અગ્નિકાય જીવો શ્રી તીર્થંકર પરમાત્માનું શાસન હોય એ શાસનના કાળમાં જ ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે આથી નિશ્ચિત થાય છે કે પાંચ મહાવિદેહ ક્ષેત્રમાં શ્રી તીર્થંકર પરમાત્માનું શાસન કાયમ સદાકાળ રહેલું હોવાથી સદાકાળ અગ્નિકાય જીવોની ઉત્પત્તિ અને નાશ ચાલુ હોય છે. પાંચ ભરત અને પાંચ એરવત ક્ષેત્રોને વિષે શ્રી તીર્થંકર પરમાત્માઓનું શાસન કાયમ સદા માટે રહેતું નથી. અવસરપિણી કાળમાં ત્રીજા આરાના છેડે જ્યારે તીર્થંકર પરમાત્મા ચ્યવન પામે, જન્મ પામે અને કુમાર અવસ્થામાંથી રાજ્યવસ્થાને પ્રાપ્ત કરે ત્યારે બાદર અગ્નિકાય જીવોની ઉત્પત્તિ અને નાશ ચાલુ થાય છે અને પાંચમા આરાના છેડે ચોવીસમા તીર્થંકર પરમાત્માનું શાસન વિરચ્છેદ પામે ત્યારે બાદર અગ્નિકાય જીવોની ઉત્પત્તિ થતી બંધ થાય છે એટલે એ જીવોને ઉત્પન્ન થવા માટેની યોનિ નાશ પામતી હોવાથી એ જીવોની ઉત્પત્તિ થઇ શકતી નથી. આથી એકવાર રસોઇ તૈયાર પછી ફ્રીથી ગરમ કરવાથી અગ્નિકાય જીવોની વિશેષ હિંસાનું પાપ લાગે છે આથી શક્ય હોય તો ફ્રીથી ગરમ કરવી નહિ. એક અગ્નિના નાનામાં નાના કણીયામાં સાત નારકીના જીવો કરતાં અધિક અથવા સર્વ દેવોની સંખ્યા કરતા અધિક અગ્નિકાયના જીવો રહેલા હોય છે. આથી આ પૃથ્વીકાયાદિ ત્રણ જીવોની વિરાધના વગર ઘર સંસાર ચાલતો ન હોવાથી શ્રાવકોને જેમ બને તેમ આ જીવોની જયણા પાળીને જીવન જીવવાનું કહેવું છે માટે આ ત્રણ જીવોની જયણા કરું એમાં જણાવેલ છે. (૪૮) વાયુશાય, (૪૯) વનસ્પતિ અને (૫૦) ત્રસદાય જીવોની રક્ષા કરૂં સાધુ અને શ્રાવકો બન્નેને માટે રક્ષા કરું કહેવાનું છે. વાયુકાય Page 189 of 191

Loading...

Page Navigation
1 ... 187 188 189 190 191