________________
(૪૫) પૃથ્વીદાય (૪૬) અપડાયા (૪૭) તેઉઝાયની રક્ષા કરૂં
શ્રાવકોને માટે આ ત્રણની જયણા કરું એમ બોલવાનું હોય છે અને સાધુ ભગવંતોને રક્ષા કરૂં એમ બોલવાનું હોય છે એ જણાવે છે.
પૃથ્વીકાય આદિ ત્રણ જીવોની હિંસા વિના ઘર સંસાર ચાલતો ન હોવાથી શ્રાવકોને એ ત્રણેની હિંસા પોતાના જીવનમાં ચાલુ જ હોય છે આથી શ્રાવકો પૃથ્વીકાય આદિ ત્રણથી સંપૂર્ણ પાપથી બચી શકે એમ ના હોવાથી જયણા કહેલી છે આથી નિશ્ચિત થાય છે કે શ્રાવકોને આ પૃથ્વીકાયાદિ ત્રણનો ઉપયોગ કરવો પડે તો એ જીવોને દુ:ખ ઓછું થાય, વેદના ઓછી થાય, કિલામણા ઓછી થાય એની કાળજી રાખીને ઉપયોગ કરે તેમજ જેટલી જરૂરીયાત હોય એટલો જ ઉપયોગ કરે પણ અધિક ઉપયોગ કરે નહિ એ રીતે જીવન જીવે તો તે જયણા રૂપે કહેવાય છે અને જેટલી જરૂરીયાત હોય એટલા પૂથ્વીકાયાદિનો ઉપયોગ કરતાં પણ હૈયામાં એનું દુ:ખ રહેલું હોય કારણકે સંસારમાં રહ્યા છીએ માટે આ જીવોની હિંસા કરવી પડે છે, ન છૂટકે કરું છું અને ક્યારે એવો દિવસ આવે કે આ જીવોની હિંસાના પાપ વગર જીવન જીવતો થાઉં. આ ભાવના. અંતરમાં હોય છે આથી એ જીવોની હિંસા થવા છતાંય એનું એટલું પાપ લાગતું નથી અને સદ્ગતિનો બંધ થયા કરે છે.
પૃથ્વીકાય જીવોનું વર્ણન
પૃથ્વી છે. શરીર જે જીવોનું તે પૃથ્વીકાય જીવો કહેવાય છે. જમીનને એક હાથથી નીચેની ખોદવામાં એ નીચેની માટી પૃથ્વીકાય જીવ રૂપે ગણાય છે એનો દોષ લાગે છે. ઘરમાં રહેલું કાચું મીઠું એનો ઉપયોગ કરતાં પૃથ્વીકાય જીવની હિંસાનો દોષ લાગે છે તેમજ ઘરમાં રાખેલી ખેતરની માટી, ચીકણી માટી વગેરે માટી રાખેલી હોય એ માટીનો ઉપયોગ કરતાં પૃથ્વીકાય જીવોની હિંસાનું પાપ લાગે છે. કાચા મીઠાના એક નાનામાં નાના કણીયામાં સાતે નારકીના જીવો કરતાં અથવા સઘળાય દેવોના જીવો કરતાં અસંખ્યાત ગુણા અધિક પૃથ્વીકાયના જીવો સદા માટે રહેલા હોય છે આથી પૃથ્વીકાયનો ઉપયોગ કરતાં એટલા જીવોની હિંસાનું પાપ લાગે છે માટે જેમ બને તેમ એ જીવોની હિંસા ઓછી થાય એ રીતે જયણા પૂર્વક જીવન જીવવું એ લક્ષ્ય રાખીને જીવવું હિતાવહ છે.
અપૂકાય જીવોનું વર્ણન
પાણી છે શરીર જે જીવોનું તે અકાય જીવો કહેવાય છે. એક બિંદુ જેટલા ટીપામાં અસંખ્યાતા જીવો. હોય છે. એક સાથે અસંખ્યાતા જીવો રહે છે અને અસંખ્યાતા જીવો ભેગા થયેલા હોય તોજ જોઇ શકાય છે આ પાણીના જીવોમાં હાલતા ચાલતા જીવો બીજા અસંખ્યાતા રહેલા હોય છે જેને બસજીવો કહેવાય છે. આથી ગળ્યા વગરના પાણીમાં એટલે અણગળ પાણીમાં એ ત્રસ જીવોની હિંસાનું પાપ લાગે છે માટે જ્ઞાની ભગવંતોએ પાણી ગાળીને પીવું એટલે ઉપયોગ કરવો એમ જણાવેલ છે. આખા દિવસમાં એક ઘડા જેટલું અણગળ પાણી વાપરવામાં આવે તો કોઇ જીવ મોટા સાત ગામો બાળીને નાશ કરે એટલું અથવા કોઇ માછીમાર જીવ એક વરસ સુધી માછલા કાપી કાપીને જેટલું પાપ બાંધે એટલું પાપ લાગે છે.
Page 188 of 191