Book Title: Muhapattina 50 Bolnu Varnan
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay
Catalog link: https://jainqq.org/explore/009180/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ મહÍત્ત (મખર્વારિત્રકા)ના પચાસ બોલોનું વર્ણન મુનિ શ્રી નરવાહનવિજયજી અનંત ઉપકારી શ્રી જિનેશ્વર પરમાત્માઓએ છેલ્લા ભવમાં રાજકુળમાં જન્મી રાજકુળમાં ઉછરી એટલે ભોગની સામગ્રીમાં જન્મ પામી ભોગરૂપી પાણીથી ઉછરીને બન્નેથી અલગ રહીને એટલે વૈરાગ્ય ભાવમાં મગ્ન રહી-કર્મના ઉદયને ખપાવવા માટે એટલે પૂર્વ ભવે બાંધેલા કર્મોને ખપાવવાને માટે સંસારમાં રહીને ભોગાવલી કર્મો પૂર્ણ થતાં જ સંયમનો સ્વીકાર કરી અપ્રમત્તપણે સંયમનું પાલન કરતાં કરતાં જે કોઇ પરિસહો અને ઉપસર્ગો પ્રાપ્ત થયા એટલે કર્મના ઉદયથી આવ્યા તે કર્મોને સારી રીતે ભોગવીને ક્ષપકશ્રેણી પ્રાપ્ત કરી મોહનીય કર્મના સંપૂર્ણ નાશ કરી વીતરાગ દશાને પામીને જ્ઞાનાવરણીય-દર્શનાવરણીય અને અંતરાય કર્મનો સંપૂર્ણ નાશ કરી કેવલજ્ઞાનની પ્રાપ્તિ કરીને જગતને વિષે મોક્ષમાર્ગની સ્થાપના કરી એ મોક્ષમાર્ગ જ્યાં સુધી ભગવાનનું શાસન વિધમાન રહેશે ત્યાં સુધી જગતને વિષે હયાત રહેશે એ મોક્ષમાર્ગની આરાધના એટલે આત્માને જ્ઞાન અને ક્રિયાથી યુક્ત બનાવવો કારણકે જ્ઞાની ભગવંતોએ જ્ઞાન-ક્રિયા બન્નેથી મોક્ષ કહેલો છે. એકલા જ્ઞાનથી જીવનો મોક્ષ થતો નથી તેમજ એકલી ક્રિયાથી પણ જીવનો મોક્ષ થતો નથી જ્યારે બન્ને સાથે રહે ત્યારે જ તે મોક્ષરૂપે એટલે મોક્ષમાર્ગ રૂપે બને છે. સામાયિક લેવાની ક્રિયા જ્ઞાન અને ક્રિયા બન્નેથી યુક્ત હોય છે આથી શ્રાવકોને પોતાના જીવનમાં સામાયિકનો નિયમ હોવો ભાર પૂર્વક જણાવવામાં આવ્યું છે. સામાયિક લેતા પહેલા શ્રાવકો ગુરૂ ભગવંત પાસે સામાયિક મુહપત્તિનું પડિલેહન કરવાનો આદેશ માગી મુહપત્તિનું પડિલેહન કરે છે. એ મુહપત્તિના પડિલેહનમાં એકલી કાયાથી ક્રિયા થવા ન પામે અને મન બીજા વિચારોમાં એટલે આર્તધ્યાન-રૌદ્રધ્યાનના પરિણામરૂપ ન બને અને કાંઇક ધર્મધ્યાનનાં સંકલ્પ વિકલ્પ રૂપ વિચારોમાં સ્થિર રહે અને એનાથી આત્મા આર્ન-રૌદ્ર ધ્યાનના પરિણામોના વિચારોથી રહિત થાય એ હેતુથી એ મુહપત્તિ પડિલેહણની ક્રિયાને ઉપયોગપૂર્વકની ક્રિયા બનાવવા માટે જ્ઞાનરૂપે પચાસ બોલની વિચારણા મુકેલી છે આથી જ્ઞાની ભગવંતોએ એ પચાસ બોલમાં જૈન શાસનના માર્ગનો નિચોડ મુકી દીધેલો છે. એ જો પચાસ બોલ બરાબર યાદ રાખીને મુહપત્તિનું પડિલેહન કરવામાં આવે તો પણ આત્મા જૈન શાસનના જ્ઞાનને સારામાં સારી રીતે પ્રાપ્ત કરી સમતો ભાવને પ્રાપ્ત કરી શકે છે આથી જ્ઞાની ભગવંતોએ એ ક્રિયાની મહત્તા સમજાવતાં જણાવ્યું છે કે અનંત ઉપકારી ભગવાન શ્રી જિનેશ્વરદેવોએ ક્રમાવેલા. અનંત ઉપકારી શાસનમાં સમ્યફ ક્રિયાઓને કલ્પવલ્લી આદિ તરીકે વર્ણવીને સમ્યક ક્રિયાઓની આવશ્યક્તાનું ખૂબ ખૂબ પ્રતિપાદન કરવામાં આવ્યું છે અને સમ્યફ ક્રિયાઓથી થતા અસીમ લાભોનું પણ વર્ણન કરવામાં આવ્યું છે પણ પરમ ઉપકારી શ્રી જૈનશાસનમાં કોરો ક્રિયાવાદ ઉપદેશાયેલો જ નથી. ક્રિયાવાદના ઉપદેશમાં પણ મોક્ષના હેતુને અતિ અગત્યનું સ્થાન અપાયું છે કારણ કે-શ્રી જૈન શાસનનો ક્રિયાવાદનો ઉપદેશ પણ એક માત્ર મોક્ષના હેતુથી જ અપાયેલો છે. જીવન માટે વાસ્તવિક રીતિએ સાધ્ય તો એક માત્ર મોક્ષ જ છે અને એ મોક્ષની સાધના માટે આ સમ્યક્ ક્રિયાઓ એ પણ એક અનુપમ કોટિનું સાધન છે. જે જીવો સમ્યક્ ક્રિયાઓને મોક્ષના હેતુથી આચરે Page 1 of 191 Page #2 -------------------------------------------------------------------------- ________________ છે તે જીવ છેવટમાં છેવટ એક પુગલ પરાવર્ત જેટલા કાળમાં તો નિયમાં મોક્ષને પામે છે. આથી એટલું તો ચોક્કસ જ છે કે-મોક્ષના અભિલાષને પામેલો જીવ એક પુદગલ પરાવર્ત કાલથી અધિક કાલ તો સંસારમાં પરિભ્રમણ કરે જ નહિ. જીવ જ્યાં સુધી ચરમાવર્ત કાલને પામતો નથી ત્યાં સુધી તે કદાચ સાધુપણાની કે શ્રાવકપણાની ક્રિયાને પામે તો પણ મોક્ષના અભિલાષને પામી શકતો જ નથી. કારણ એ છે કે-અચરમાવર્ત કાલમાં વર્તતા. જીવનું મિથ્યાત્વ ખૂબ જ ગાઢ હોય છે. અનંત ઉપકારી મહાપુરૂષો માવે છે કે-અચરમાવર્ત કાલમાં વર્તતા જીવો ઉપર ભગવાન શ્રી. જિનેશ્વરદેવનાં વચનો પણ ધારી અસર નિપજાવી શકતા નથી. સંસાર એ આત્માનો રોગ છે. મોક્ષ એ આત્માનું આરોગ્ય છે અને શ્રી જિનવચન એ સંસારરૂપ રોગને નાબૂદ કરીને મોક્ષરૂપ આરોગ્યને પમાડનારૂં અમોધ ઔષધ આવું અમોધ ઔષધ પણ અચરમાવર્ત કાલમાં વર્તી રહેલા અને સંસારરૂપ રોગથી રીબાઇ રહેલા આત્માઓને માટે તો, તે આત્માઓની ગાઢ મિથ્યાત્વયુક્ત દશાને અંગેજ સદ્ય નિવડી શકતું નથી. અચરમાવર્ત કાલમાં જીવનું મિથ્યાત્વ કેવું ગાઢ હોય છે તેનો કાંઇક ખ્યાલ આવી શકે એ માટે ઉપકારીઓએ ભાદરવા મહિનાની અમાવાસ્યાની રાત્રિનું ઉદાહરણ આપ્યું છે. ભાદરવો માસ હોય-અમાસનો દિવસ હોય-મધ્યરાત્રિનો સમય હોય અને મહામેઘથી સકલ નક્ષત્રાદિની પ્રભાનો પ્રસાર રોકાઇ ગયેલો હોય. વિચાર કરો કે-તે વખતે અંધકાર કેટલો બધો ગાઢ હોય ? એ વખતે જેમ નિબિડ અંધકાર હોય છે તેમ અચરમાવર્તકાલમાં જીવને એવું નિબિડ મિથ્યાત્વ હોય છે. આ મિથ્યાત્વનો સ્વભાવ તત્વને વિપરીત રૂપે પરિણાવવાનો હોય છે. આથી જીવને સમ્યક ક્રિયાઓ પણ આત્માને માટે લાભદાયી. થતી નથી. કારણ કે આ જીવો મોક્ષના અભિલાષને પ્રાપ્ત કરી શકતા જ નથી. ચરમાવર્તકાલમાં આવેલા જીવો મોક્ષનો અભિલાષ પ્રાપ્ત કરી શકે છે અને એ જીવો જ કલ્પવલ્લી સમાન સમ્યક ક્રિયાઓની આરાધના કરી શકે છે. આથી સામાયિકની ક્રિયા કરતા પહેલા જીવોને સૌ પ્રથમ મોક્ષનો અભિલાષ પેદા કરવો ખૂબજ જરૂરી છે. શાસ્ત્રકાર મહર્ષિઓએ કહેલા - “પઢમં નાણું તઓ યા.” “પહેલા જ્ઞાન ને પછી ક્રિયા, નહિ કોઇ જ્ઞાન સમાન રે” “જ્ઞાન-ક્રિયાભ્યાં મોક્ષ:” “જ્ઞાની જે કર્મોનો ક્ષય ક્ષણ માસમાં કરે, તે કર્મનો ક્ષય કરવાને અજ્ઞાની પૂર્વક્રોડ વર્ષ લગી મથે તોય ક્ષય ન થાય.” “સમ્યગ દર્શન-જ્ઞાન-ચારિત્રાણિ મોક્ષ માર્ગ:” આજે અર્થ-કામની રસિકતાને વધારનારી પ્રવૃત્તિને-એ પ્રવૃત્તિને વેગ આપનારા જ્ઞાનને પણ સમ્યગજ્ઞાનનું ઉપનામ આપવા માગે છે અને એ રીતે ભયંકર ઝેરને અમૃતના ઉપનામે ખપાવવા ચાહે છે. પોદ્ગલિક પદાર્થોના મમત્વને વધારનારા જ્ઞાનને કોઇજ સમ્યગજ્ઞાન કહી શકે નહિ કારણ કે જ્ઞાની પુરૂષોએ જ્ઞાનસ્ય í વિરતિઃ - જ્ઞાનનું ફળ વિરતિ હોઇ શકે તેમજ “સા વિધા યા વિમુક્તયે” -તેજ વિધા Page 2 of 191 Page #3 -------------------------------------------------------------------------- ________________ કહેવાય કે જે મુક્તિને માટે થાય. આવા કથનો દ્વારા સમ્યગજ્ઞાન કોને કહેવાય તે દર્શાવ્યું છે. આથી સમ્યગજ્ઞાન અને મિથ્યાજ્ઞાનની પરિક્ષા એ જ રીતિએ થાય કે-જે જ્ઞાન પ્રાપ્તિથી વિરતિની ભાવના પેદા થાય તે સમ્યગજ્ઞાન અને જે જ્ઞાન પ્રાપ્તિથી સાંસારિક વાસનાઓ જન્મે તે મિથ્યાજ્ઞાન. આથી સમ્યક ક્રિયા કરવા માટે સમ્યગજ્ઞાનની જરૂર છે કારણ કે મિથ્યાજ્ઞાનના યોગે મનુષ્યની માનવતા હરાય છે જ્યારે સમ્યગજ્ઞાનના યોગે મનુષ્યની પ્રભુતા વિકસે છે. આથી સમજી શકાશે કે જેન શાસનમાં જેટલી જ્ઞાનની મહત્તા છે એટલી જ ક્રિયાની મહત્તા છે. જો. એ ક્રિયા જ્ઞાનપૂર્વકની હોય તો એ ક્રિયા કરવામાં જે ઉલ્લાસ વધે, નિર્જરા થાય એ અવર્ણનીય હોય છે. મુહપત્તિના પચાસ બોલના સામાન્યથી નામો (૧) સૂત્ર-અર્થ-તત્વ કરી સદ હું સદEહુ એટલે હૃદયને વિષે ધારણ કરૂં એમ ચિંતવવું. (૨) સમ્યકત્વ મોહનીય (3) મિશ્ર મોહનીય (૪) મિથ્યાત્વ મોહનીય પરિહરૂ I (૫) કામરાગ (૬) સ્નેહરાગ (૭) દ્રષ્ટિ રાગ પરિહરૂ I (૮) સુદેવ (૯) સુગુરૂ (૧૦) સધર્મ આદરૂ (૧૧) કુદેવ (૧૨) કુગુરૂ (૧૩) કુધર્મ પરિહરૂ I (૧૪) જ્ઞાન (૧૫) દર્શન (૧૬) ચારિત્ર આદરૂં (૧૭) જ્ઞાન વિરાધના (૧૮) દર્શન વિરાધના (૧૯) ચારિત્ર વિરાધના પરિહરૂ I (૨૦) મન ગુતિ (૨૧) વચન ગુતિ (૨૨) કાય ગુપ્તિ આદરૂં | (૨૩) મનદંડ (૨૪) વચનદંડ (૨૫) કાયદંડ (૨૬) હાસ્ય (૨૭) રતિ (૨૮) અરતિ પરિહરૂ I (૨૯) ભય (૩૦) શોક (૩૧) દુર્ગછા પરિહરૂં (૩૨) કૃષ્ણ લેશ્યા (33) નીલ ગ્લેશ્યા (૩૪) કાપોત લેશ્યા પરિહરું / (૩૫) બદ્ધિ ગારવ (૩૬) રસ ગારવ (39) શાતા ગારવ પરિહરું | (૩૮) માયા શલ્ય (૩૯) નિયાણ શલ્ય (૪૦) મિથ્યાત્વ શલ્ય પરિહરૂં / (૪૧) ક્રોધ (૪૨) માન પરિહરૂં. (૪૩) માયા (૪૪) લોભ પરિહરું, (૪૫) પૃથ્વીકાય (૪૬) અપકાય (૪૭) તેઉકાયની રક્ષા કરૂં (૪૮) વાયુકાય (૪૯) વનસ્પતિકાય (૫૦) ત્રસકાયની જયણા કરું II (સાધુઓને રક્ષા કરું) દિઠ્ઠિ પડિલેહ એગા. છ ઉઠ્ઠ પફ્રોડ તિગ તિ અંતરિઆ I અકખોડ પમસ્જણયા. નવ નવ મુહપત્તિ પણવીસા || ૧ ||. મુહપત્તિ પડિલેહતાં તેના તથા અંગ પડિલેહણના દરેકના પચ્ચીસ-પચ્ચીશ એમ મળી નીચેના પચાસ બોલો મનમાં બોલી જવા. એટલે તે સ્મરણ-ચિંતવન પૂર્વક મુહપત્તી અને અંગ પડિલેહવા. પહેલા મુહપત્તી અને અંગ શરી-કાયા કઇ રીતે પડિલેહવા તે કહે છે. આ પછી તે દરેકમાં શું ચિંતવવું તે કહીશું. (૧) દ્રષ્ટિ પ્રતિ લેખના-એટલે પ્રથમ મુહપત્તીના બંને પાસા સર્વત્ર (ચારે બાજુથી) દ્રષ્ટિથી એટલે Page 3 of 191 Page #4 -------------------------------------------------------------------------- ________________ આંખેથી જોવા. છ ઉર્ધ્વ પખોડ પ્રતિલેખના-એટલે ત્યાર પછી મુહપત્તીને વી બે હાથે-ડાબા અને પછી જમણા હાથે પકડીને નચાવવા રૂપ ત્રણ ત્રણ ઉંચા પખોડા કરવા. તે છ વાર ખંખેરવા રૂપ ગણાય છે. નવ અખોડ પ્રતિલેખના અને નવ પ્રમાર્જના પ્રતિલેખના = ત્યાર પછી ત્રણ અખ્ખોડા અને ત્રણ પ્રમાર્જના, તે અનુક્રમે ત્રણવાર એક એકને અંતરે કરવા એટલે મુહપત્તીના ત્રણ વર્ઘટક (વહુના ઘૂઘટની માફ્ટ) કરી જમણા હાથની અંગુલીના આંતરાની વચમાં ભરાવીને ત્રણ અખોડા કરવા એટલે અખોડારૂપ ભરીને એટલે ત્રણવાર મુહપત્તી ઉંચી રાખીને ડાબા હાથના તળા ઉપર સ્પર્શ કર્યા સિવાય અંદર લઇએ અને પછી પણ પ્રમાર્જના પશલી માંહેથી ઘસીને કાઢીએ એમ એક એકને આંતરે ત્રણવાર ત્રણ ત્રણ પ્રમાર્જના કરવી એ પ્રમાણે નવે નવ અખોડા (ખંખેરવા રૂપ) પ્રતિલેખના થાય છે. પખોડ - અખોડ એટલે - આ શબ્દો અ-ક્ષાલન અ-ક્ષાલન ના અપભ્રંશ હોવા સંભવે છે. આ સંભવ કલ્પના જનિત છે પણ તે કલ્પનાને પુષ્ટિ આપનાર એ પખોડા-અખોડા-શબ્દોનો વ્યવહાર જે ક્રિયા. માટે યોજ્યો છે તે ક્રિયાનો હેતુ છે. આ ક્રિયા તે મુહપત્તીના પ્રતિલેખનમાં પખોડા-અખોડા કરે છે તે છે. મુહપત્તીના પચાશ બોલ દાખવ્યા છે તે હાલ વ્યવહારમાં મોટે ભાગે અપ્રચલિત છે પણ એ બોલમાં ઉત્તમ હેતુ રહેલો છે. સમ્યક્ત્વ મોહની આદિ પરિહરૂં એ પખોડા-પ્રક્ષાલન અને સુદેવાદિ આદરૂં તે અખોડા-અક્ષાલન આમ કલ્પના થાય છે. આ રીતે દરેકમાં સમજવું. “અણની પચ્ચીશ પ્રતિલેખના” પાયા હિeણ તિઅ તિઆ વાકોઅર બાહુ સીસ મુહ હિઅએ ! અંસુટ્ટા હો પિટ્ટ ચઉ છપય દેહ પણવીસા || ૧ ||. ૧૫ પ્રતિલેખના - વામ એટલે ડાબા હાથે, જમણા હાથે, શીર્ષ એટલે મસ્તકે, મુખે અને હૃદય સ્થાને એમ પાંચ સ્થાને પ્રદક્ષિણા વર્સે કરી ત્રણ ત્રણ વાર પ્રતિલેખના કરવી. આ રીતે પાંચ સ્થાનની પંદર પ્રતિલેખના થાય છે. ૪ પ્રતિલેખના - બે ખભાની ઉપર તથા બે નીચે તથા વાંસાની બાજુએ એટલે બે ખભા ઉપર અને બે કાંઇક વાંસાનો ભાગ આવી જાય તેવી રીતે બે કક્ષાને = પડખાને વિષે એમ ચાર પ્રતિલેખના થાય છે. કેડથી નીચેના ભાગે મુહપત્તી અડાડવી ન જોઇએ તેથી શરીરની ઓગણીશ પ્રતિલેખના મુહપત્તીથી અને બે પગની છ પ્રતિલેખના ચરવળાથી કરવી જોઇએ. કેટલાક જીવો ચરવળો નથી રાખતા તેઓને આ. વાત ખાસ ધ્યાનમાં લેવાની છે. આથી નિશ્ચિત થાય છે કે પગની પ્રતિલેખના મુહપતિથી થાય નહિ ચરવળાથી કરવી જોઇએ આથી ચરવળો સામાયિક કરવાવાળા જીવોની પાસે અવશ્ય જોઇએ એમ જણાય છે. હવે પ્રતિલેખના કરતા શું ચિંતવવું જોઇએ એ જણાવે છે. આવશ્યક વૃત્તિ અને પ્રવચન સારોદ્ધાર વગેરે ગ્રંથોમાં પ્રતિલેખનામાં જીવરક્ષાનો હેતુ અને જિનેશ્વરની આજ્ઞા કહેલી છે. તો પણ મનરૂપી વાંદરાને નિયમમાં એટલે નિયંત્રણમાં રાખવા માટે અન્ય આચાર્યોએ પચાસ પ્રતિલેખના વખતે પચાસ બોલ મનમાં યાદ લાવવાના કહ્યા છે તે આ પ્રમાણે Page 4 of 191 Page #5 -------------------------------------------------------------------------- ________________ સુન્નત્ય તત્તદિઠ્ઠિ દંસણ મોહ તિગં ચ સગતિગં | દેવાઇતર તિગ તહય અદેવાઇતર તિગં || નાણાઇ તિગં તહ તવિરાહણા સિન્નિ ગુતિ દંડતિગં ! ઇય મુહરં તગ પડિ -લેહણાઇ કમસો વિચિંતિજ્જા || હાસો રઇઅ અરઇ ભય સોગ દુગંછયા ય વજિજ્જા | ભુએ જુઅલ પેહંતો સીસે અપસથ લેસ તિગં II ગારવ તિગં ચ વયણે ઉરિ સલ્લતિાં કસાય ચઉ પીટ્ટ | પય જુગિ છજીવ વહેં તણ પેહાએ વિઝાણ મિi || પ્રથમ દ્રષ્ટિ પ્રતિલેખનામાં એટલે મુહપત્તી ઉખેલી (ઉકેલી) તેને બે બાજુએ જોતાં-સૂત્રાર્થ દ્રષ્ટિ રાખું એટલે સૂત્ર-અર્થ-તત્વ કરી સદહું સદ હું એટલે હૃદયને વિષે ધારણ કરૂં . એમ ચિંતવવું ઉર્ધ્વ પખોડા કરતાં ડાબે હાથે મુહપત્તીને ખંખેરતા.દર્શન મોહત્રિક તજું એટલે સમ્યક્ત્વ મોહનીય મિશ્ર મોહનીય અને મિથ્યાત્વ મોહનીય પરિહરૂં. ઉર્ધ્વ અખોડા કરતાં જમણ હાથે મુહપત્તીને ખંખેરતાં રાગસિક તણું એટલે કામરાગ સ્નેહરાગ દ્રષ્ટિરાગ પરિહરું ! એમ ચિંતવવું. - ત્યાર પછી પ્રથમના ત્રણ અખોડામાં (જમણા હાથની આંગળીના આંગળા વચ્ચે મહપત્તી ભરાવી ડાબા હાથના તળમાં અંદર લેતાં) દેવાદિત્રિક - તત્વત્રિક ધારણ કરું એટલે સુદેવ, સુગુરૂ, સુધર્મ આદરૂં..... અને પ્રથમની ત્રણ પ્રમાર્જનામાં (ડાબા હાથના તળમાં મુહપત્તીને ત્રણવાર ઘસી કાઢતાં) અદેવાદિ તત્વત્રિક તજું એટલે કૂદેવ, કુગુરૂ, કુધર્મ પરિહરૂં એમ ચિંતવવું. બીજા ત્રણ અખોડામાં જ્ઞાનાદિત્રિક ધારણ કરૂં એટલે જ્ઞાન-દર્શન-ચારિત્ર આદરૂં અને બીજી ત્રણ પ્રમાર્જનામાં તેની વિરાધના ત્રિક તજે એટલે જ્ઞાન વિરાધના, દર્શન વિરાધના, ચારિત્ર વિરાધના પરિહરૂં એમ ચિંતવવું. ત્રીજા ત્રણ અખોડામાં-ત્રિ ગુપ્તિ રાખવી એટલે મન ગુતિ, વચન ગુતિ, કાયગતિ આદરૂં. ત્રીજી ત્રણ પ્રમાર્જનામાં દંડત્રિક તસુ એટલે મનદંડ, વચનદંડ, કાયદંડ પરિહરૂ એમ ચિંતવવું. આવી રીતે મુહપત્તિ પડિલેહતા ચિંતવવું. ડાબા હાથની ભુજાએ ત્રણવાર પુંજતા-પ્રતિલેખના કરતા હાસ્ય, રતિ, અરતિ, પરિહરૂં એમાં ચિંતવવું. Page 5 of 191 Page #6 -------------------------------------------------------------------------- ________________ ડાબા હાથમાં મુહપત્તી ઉપર પ્રમાણેજ ગ્રહણ કરી જમણી ભુજાએ પ્રતિલેખના કરતા ભય-શોક-દુર્ગંછા પરિહરૂં એમ ચિંતવવું. મસ્તકની પ્રમાર્જના કરતા-લેશ્યાત્રિક એટલે કૃષ્ણ લેશ્યા, નીલ લેશ્યા, કાપોત લેશ્યા પરિહરૂં. મુખની ત્રણ પ્રતિલેખના કરતાં-ગારવત્રિક એટલે ૠધ્ધિ ગારવ, રસ ગારવ, શાતા ગારવ પરિહરૂં. હૃદયની ત્રણ પ્રતિલેખના કરતા-શલ્યત્રિક એટલે માયાશલ્ય, નિયાણશલ્ય, મિથ્યાત્વશલ્ય પરિહરૂ એમ ચિંતવવું. ડાબા ખભા અને જમણા ખભાની નીચે ઉપર બે પડખે પ્રતિલેખના કરતાં ચાર કષાય એટલે એક તરફ ક્રોધ, માન પરિહરૂં અને બીજી તરફ માયા લોભ પરિહરૂં એમ ચિંતવવું. ડાબે પગે પ્રતિલેખના કરતાં પૃથ્વીકાય, અકાય, તેઉકાયની રક્ષા કરૂં. (રક્ષા કરૂં શબ્દ સાધુ ભગવંતોને બોલવાના હોય છે. શ્રાવકોને એ ત્રણ શબ્દ જયણા કરૂં એમ બોલવાના હોય છે કારણ કે શ્રાવકનું ઘર એ ત્રણ વગર ચાલતું નથી. માટે જયણા કહેવાય છે.) અને જમણે પગે પ્રતિલેખના કરતાં વાયુકાય, વનસ્પતિકાય, ત્રસકાયની રક્ષા કરૂં (એમ સાધુભગવંતોને અને શ્રાવકોને બન્નેને બોલવાનું હોય છે.) આ પચાશ બોલની પ્રતિલેખના પુરૂષો માટે છે. સ્ત્રીઓને માટે એમનું શરીર અને મસ્તક લુગડાથી ઢંકાયેલુ હોવાથી તેઓથી શરીરની પચ્ચીશ પ્રતિલેખનામાંથી મસ્તકની ત્રણ, હૃદયની ત્રણ અને બે ખભા તેમજ બે ખભાના પાસાની એમ ચાર આ રીતે કુલ દશ પ્રતિલેખના કરવાની હોતી નથી માટે શરીરની પંદર પ્રતિલેખના હોય છે આથી પચ્ચીશ + પંદર = ચાલીશ બોલની પ્રતિલેખના હોય છે. મુહપત્તીના પચાસ બોલની સજ્ઝાય સિરિ તંબૂરે વિનય ભક્તિ શિર નામીને કરજોડી રે પૂછે સોહમ સ્વામીને ભગવંતા રે કહો શિવકાંતા કેમ મળે કહે સોહમરે મિથ્યા ભ્રમ દૂરે ટળે દૂરે ટળે વિષ ગરલ ઇહા ઉભય માર્ગ અનુસરી એક જ્ઞાન દૂજા કરત કિરિયા અભેદારોપણ કરી જિમ પંગુ દર્શિત ચરણ કર્ષિત અંધબિહું નિજપુર ગયા તિમ સત્વ સજતા તત્વ ભજતા ભવિક કેઇ સુખિયા થયા ...૧ વૈકલ્ય જયું રે કષ્ટ તે કરવું સોહિલું પણ જંબૂરે જાણપણું જગ દોહિલું તેણેં જાણી રે આવશ્યક કિરિયા કરો ઉપગરણે રે રજહરણો મુહપત્તિ ધરો મુહપત્તિ શ્વેતેં માનોપેતેં સોલ નિજ અંગુલ ભરી દોય હાથ ઝાલી દગ નિહાલી દ્રષ્ટિ પડિલેહણ કરી ત્યાં સૂત્ર અર્થ સુતત્વ કરીને સદહું એમ ભાવિયે નીચા વચ્યા રૂપ તિગ તિગ પખોડા ષટ્ લાવિયે ...૨ Page 6 of 191 Page #7 -------------------------------------------------------------------------- ________________ સમકીત મોહની રે મિશ્ર મિથ્યાત્વને પરિહરું કામ રાગ રે સ્નેહ દ્રષ્ટિ રાગ સંહરૂં એ સાતે રે બોલ કહ્યા હવે આગલે અંગુલિ વચ્ચે રે ત્રણ વર્ઘટક કરતલે કરતલે વામે અંજલિધરિ અખોડા નવ કીજિયે પ્રમાર્જન નવ તિમજ કરિયે તિગ તિગંતર લીજિયે. સુદેવ, સુગુરૂ, સુધર્મ આદરૂં પ્રતિપક્ષી પરિહરૂ વલી જ્ઞાન, દર્શન, ચરણ આદરૂં વિરાધન ત્રિક અપહરૂં...૩ મનોગતિ રે વચન કાયમુર્તિ ભજું મનોદડું રે વચન કાયદંડને તજ પચવીશ રે બોલ એ મુહપત્તિના લહ્યા હવે અંગનારે પરિહરૂં એમ સઘળા કહ્યા. કહ્યા વધૂટક કરિ પરસ્પર વામ હાથે ત્રિકકારો. હાસ્ય રતિને અરતિ ઝંડી ઇતર કરત્રિક અનુસરો ભય શોક દુર્ગચ્છા તજીને પયાહિણે આચરો. કૃષ્ણ લેશ્યા નીલ કાપોત લલાટે ત્રિક પરિહરો...૪ રસ ગારવ રે રિધ્ધિ શાતા ગારવા. મુખ હૈડે રે ત્રણ ત્રણ એમ ધારવા. માયા શલ્ય રે નિયાણ મિથ્યાત્વ ટાલિયે વામ ખંધેરે ક્રોધ માન દોય ગાલિયે ગાલિયે માયા લોભ દક્ષિણ અંધ ઉદ્ઘ અધો મળી ત્રિક વામ પાદે પઢવી અપવળી તેઉની રક્ષા કરી જમણે પગે ત્રણ વાઉ વણસઇ ત્રસકાયની રક્ષા કરૂં પચાશ બોલે પડિલેહણ કરત જ્ઞાની ભવ હj...૫ એહ માંહેથી રે ચાલીશ બોલ તે નારીને શીશ હૃદયનારે ખંધ બોલ દશ વારીને ઇણ વિધિગ્યું રે પડિલેહણથી શિવ લહ્યો. અવિધિ કરી રે છ કાયનો વિરાધક કહ્યો કહ્યો કિંચિત્ આવશ્યકથી તથા પ્રવચન સારથી ભાવના ચેતન પાવના કહી ગુરૂ વચન અનુસારથી શિવ લહે જંબૂ રહે જો શુભ વીર વિજયની વાણીએ મન માંકડું વનવાસ રમતું વશ કરી ઘર આણીએ...૬ આ રીતે પચાસ બોલથી પ્રતિલેખના મુહપત્તિની કરતા કરતા સામાયિક કરવામાં આવે તો જ્ઞાની ભગવંતો કહે છે કે વિનય સચવાય છે, પ્રમાદ ટળે છે, મનનો ઉપયોગ રહે છે. નિર્જરા પેદા થતી જાય છે એમ અનેક પ્રકારે કરેલું સામાયિક શુધ્ધ બનતું જાય છે. જો એ પ્રમાણે કરવામાં ન આવે તો છ કાયનો Page 7 of 191 Page #8 -------------------------------------------------------------------------- ________________ વિરાધક બને છે એમ કહે છે. હવે ક્રમસર એક એક બોલનું વિવરણ કરતા કરતા પચાસ બોલનું વિવેચન શરૂ થાય છે. પચાસ બોલનું વિવેચન (૧) સૂત્ર-અર્થ-તત્વ કરી સદૃઢું (હૃદયને વિષે ધારણ કરૂં) જૈન શાસનમાં શ્રી તીર્થંકર પરમાત્માઓ ત્રીજા ભવે તીર્થંકર નામકર્મ નિકાચીત કરી છેલ્લે ભવે તીર્થંકરપણે જન્મ પામે છે. એ આત્માઓ ત્રીજા ભવથી જ પોતાના આત્માને વૈરાગ્યમાં સ્થિર કરી પોતાના બંધાયેલા કર્મોને ભોગવીને નાશ કરવા માટે જ પ્રયત્ન કરે છે. આથી છેલ્લા ભવમાં પણ એ આત્માઓ જે કાંઇ પ્રવૃત્તિ કરે છે એ પ્રવૃત્તિથી પોતાના કર્મોને નાશ કરતા જાય છે અને પોતાનું ભોગાવલી કર્મ પૂર્ણ થતાં જ એ આત્માઓ સંયમનો સ્વીકાર કરે છે. સંયમનો સ્વીકાર કરી પોતાના ભોગવવા લાયક જે કર્મો બાકી રહેલા હોય છે તે કર્મોના પ્રતાપે પરિષહો અને ઉપસર્ગો પેદા થાય છે તે પરિષહો અને ઉપસર્ગોને સારો રીતે સમતાભાવ જાળવીને (રાખીને) સારી રીતે સહન કરે છે એ સહન કરતા કરતા પોતાના કર્મો એટલે મોહનીય કર્મ નાશ પામવા આવે એટલે ક્ષપક શ્રેણિ માંડીને મોહનો નાશ કરી વીતરાગ દશાને પામે છે અને જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, અંતરાય કર્મોનો સંપૂર્ણ નાશ કરી કેવલજ્ઞાનની પ્રાપ્તિ કરે છે ત્યારે એ આત્માઓ સર્વજ્ઞ-સર્વદર્શી બને છે એટલે કે જગતમાં રહેલા સઘળા પદાર્થોને જાણનાર તથા જોનારા બને છે. આ રીતે સર્વજ્ઞ બનીને પછી પોતે જે માર્ગથી સર્વજ્ઞ બન્યા એ માર્ગ જગતને વિષે પ્રકાશિત કરવા માટે (પ્રગટ કરવા માટે) તીર્થની સ્થાપના કરે છે. એ તીર્થની સ્થાપના પોતાના એકલા હાથે થઇ શકતી ન હોવાથી એમની પાસે જે કોઇ મનુષ્યો આવે છે તે મનુષ્યોને યોગ્ય જાણીને દેશના આપે છે. એ દેશનાથી જે યોગ્ય આત્માઓ આવેલા હોયછે તે આત્માઓ દેશના સાંભળી પરમાત્મા પાસે સંયમની માગણી કરે છે. પરમાત્મા તેઓને સંયમ આપે છે. એ સંયમી આત્માઓ તત્વને જાણવાની જિજ્ઞાસાવાળા હોવાથી પરમાત્માને તત્વ જાણવા માટે ત્રણ પ્રશ્નો પૂછે છે. પરમાત્મા એના જવાબ પણ એજ રીતે આપે છે. એ જવાબથી એ સંયમી આત્માઓના અંતરમાં ચૌદ રાજલોક જગતને વિષે રહેલા પદાર્થોને જાણવાનો ક્ષયોપશમ ભાવ પેદા થાય છે અને એ ક્ષયોપશમ ભાવથી જ એ સંયમી આત્માઓ સૂત્રની રચના કરે છે. એ સૂત્રો યથાર્થ રૂપે છે એમ સર્વજ્ઞ પરમાત્માઓ મહોરછાપ મારે છે એટલે જગતને વિષે હું જીવોને જે રીતે જ્ઞાન આપવા માગું છું અને તમો જે રીતે જ્ઞાન આપવા તૈયાર કરો છો એ બરાબર છે અને “તમારી પાસે જે કોઇ આવે તેઓને એ જ્ઞાન આપો” એવી અનુજ્ઞા એટલે આદેશ આપે છે. આથી તીર્થંકર પરમાત્માઓ સર્વજ્ઞ બન્યા પછી સંયમી આત્માઓને જે જવાબ આપે છે તે અર્થથી દેશના રૂપે કહેવાય છે. એ ત્રિપદી અર્થરૂપે ગણાય છે અને એના ઉપરથી શ્રી ગણધર ભગવંતો જે જે સૂત્રોની રચના કરે છે તે સૂત્રરૂપે રચના ગણાય છે. તે ગણધર ભગવંતોની પરંપરામાં થયેલા મહાપુરૂષો શ્રી અરિહંત પરમાત્માઓના અર્થને બાધ ન આવે એ રીતે સૂત્રોની રચના કરેતા હોય છે એ પણ સૂત્રરૂપે માન્ય ગણાય છે. એ સૂત્રો ગણધર ભગવંતોના વખતમાં તથા એમની પાટ પરંપરામાં થયેલા મહાપુરૂષોમાં મૌખિક રીતે સૂત્રો તેમજ અર્થે અપાતા હતા અને Page 8 of 191 Page #9 -------------------------------------------------------------------------- ________________ એ મહાપુરૂષો ચોદપૂર્વના મૃતનું જ્ઞાન એ રીતે કંઠસ્થ કરીને યાદ રાખતા હતા. જૈન શાસનમાં છેલ્લા ચોદપૂર્વધર શ્રી સ્કુલભદ્રજી મહાત્મા થયા અને છેલ્લા દશપૂર્વી શ્રી વજસ્વામીજી થયા અને છેલ્લા એક પૂર્વધર શ્રી દેવર્ધિ ગણી ક્ષમાશ્રમણજી થયેલા છે ત્યાર પછી તે કાળમાં જ્ઞાનનો ક્ષયોપશમ ભાવ ઘટતો જતો હોવાથી એ જીવોનું પણ ભણેલું જ્ઞાન ભુલાવા માંડેલુ આથી તે વખતના કાળમાં પાંચસો આચાર્યોને ભેગા કરીને જે જે આચાર્ય ભગવંતોને યાદ રહેલું એ સઘળુંય શ્રુતજ્ઞાન સૂત્રથી તેમજ અર્થથી લખાણ કરાવી તેમાંથી પાંચ આચાર્યો જે વિશેષ બુદ્ધિશાળી હતા તેઓએ બેસીને એ લખાણ થયેલ સૂત્રો તેમજ અર્થોને વ્યવસ્થિત તપાસીને ચાર અનુયોગ રૂપે ગોઠવીને સરખું કર્યું. એ ચાર અનુયોગવાળું શ્રુતજ્ઞાન આજે આપણી પાસે વિધમાન છે. તેમાંનું પણ ઘણું ખરું વચલા કાળમાં વિચ્છેદ પામેલ છે. આથી આપણા પુણ્યોદયે જે શ્રુતજ્ઞાન વર્તમાનમાં પ્રાપ્ત થયેલું છે એ શ્રુતજ્ઞાન એ ચાર અનુયોગ દ્વાર માંહેલું છે એમાં જરાય શંકા નથી, એ ચાર અનુયોગવાળું જ્ઞાન કર્યું અને કેવા કેવા પ્રકારનું હોય છે તે જણાવે છે. અનુયોગના ચાર પ્રકાર ભગવાન શ્રી અરિહંતના ઉપદેશ વિના કોઇપણ આત્મા કદી પણ આ સંસાર સાગરને તરી શકે એમ નથી. માટે અમે શ્રી અરિહંત દેવના વચનના અનુયોગનો પ્રારંભ કરીએ છીએ. શ્રી જિનેશ્વર ભગવાનની-અનંત કરૂણાળુ શ્રી અહંન્ત ભગવાનની વાણી, કેવળ જગતના કલ્યાણ માટે કહેવાયેલ એ પવિત્ર વાણી ચાર વિભાગમાં વહેંચાયેલી છે સ ચ ચતુર્દા તદ્યથા-ધર્મકથાનુયોગો ગણિતાનુયોગો દ્રવ્યાનુયાગશ્ચરણ કરણાનુયોગશ્યતિ || તે અનુયોગો ચાર પ્રકારના કહેલા છે. (૧) ધર્મકથાનુયોગ (૨) ગણિતાનુયોગ, (૩) દ્રવ્યાનુયોગ અને (૪) ચરણકરણાનુયોગ. તેમાં - (૧) ધર્મકથાનુયોગ ઉત્તરાધ્યયન આદિક: | શ્રી ઉત્તરાધ્યયન વગેરે ધર્મકથાનુયોગ છે. ધર્મકથાનુયોગમાં વિવિધ (અનેક પ્રકારની) કથાઓ હોય. મહાપુરૂષો જે જે કાર્યવાહી કરી આત્મકલ્યાણ સાધી ગયા તેમની તથા હીન ભાગ્ય આત્માઓ અયોગ્ય વર્તનથી સંસારમાં રૂલી (રખડતા થઇ) ગયા તેમની કથાઓ-જેમાં ધર્મ પમાડવા માટે હોય તે-ધર્મ માટે હોય તે ધર્મકથાનુયોગ કહેવાય છે. એ બેય પ્રકારની કથાઓનો હેતુ એ જ ક-દુનિયા પાપથી બચી મોક્ષમાર્ગે ચઢે. ધર્મ કથાઓ સાંભળી પાપનો ત્યાગ કરવાનો છે. પાપમાર્ગથી છેટા રહેવાનું છે અને મોક્ષમાર્ગની આરાધના કરવાની છે. (૨) ગણિતાનુયોગ - શ્રી સૂર્ય પ્રજ્ઞપ્તિ આદિ ગણિતાનુયોગમાં આવે છે. ગણિતાનુયોગમાં સૂર્ય, ચન્દ્ર, ગ્રહ, નક્ષત્ર તથા તારા આદિ પદાર્થોની ગણના અને દ્વીપ, સાગર, પહાડ તથા નદીઓ વગેરેનું ક્ષેત્ર ક્ષેત્રફ્ટ આદિનું વર્ણન. આ બધુ કહેવાનો હેતુ પણ એ જ કે-જીવ આટલા આટલા સ્થાને ભટકી રહ્યો છે. ત્યાંથી કવચિત આવી સામગ્રી પામે છે. એ સામગ્રીને જો હારી ગયો તો પાછો ફ્ર આવા આવા સ્થાનોમાં એવો રખડવાનો કે પત્તો પણ નહિ લાગવાનો. આ જણાવનારા સૂત્રો તે ગણિતાનુયોગવાળા સૂત્રો ગણાય છે. (૩) દ્રવ્યાનુયોગઃ પૂર્વાણિ સમ્મત્યાદિકa I- પૂર્વે અને સમ્મતિતર્ક આદિ દ્રવ્યાનુયોગમાં આવે છે. દ્રવ્યાનુયોગમાં ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, જીવાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય અને કાલ આ છ દ્રવ્યનું સ્વરૂપ આવે. આનો પણ હેતુ એજ કે- વસ્તુ સ્વરૂપથી જાણ થઇ આત્માને મલીન થતો અટકાવી શકાય, પરમશુધ્ધ ચૌદપૂર્વી જેવા મહર્ષિઓ પણ પોતાના સ્વરૂપથી ખસી જાય તો તેઓ પણ ઠેઠ Page 9 of 191 Page #10 -------------------------------------------------------------------------- ________________ નિગોદમાં ચાલ્યા પણ જાય માટે આત્માને પોતાના સ્વરૂપમાં સ્થિર રાખવો. (૪) ચરણ કરણાનુયોગથ્યાચારાદિક: | :- શ્રી આચારાંગ સૂત્ર આદિ ચરણ કરણાનુયોગ છે. ચરણકરણાનુયોગમાં ચરણસિત્તરી કરણસિત્તરી સંયમના પ્રકારો અને નિર્ગથના આચારો વગેરેનું વર્ણન આવે. દેવાધિદેવ શ્રી જિનેશ્વર ભગવાનની વાણી આ રીતે ચાર વિભાગમાં વહેંચાયેલી છે. ધર્મકથાનુયોગ આદિ ચારે અનુયોગોમાં ચરણકરણાનુયોગની જ પ્રધાનતા છે. આ વાત દર્શાવવા માટે મહાપુરૂષો સ્પષ્ટપણે લખે છે કે- સ ચ પ્રધાન તમ: શેષાણાં તદર્થવા-તક્ત- “ચરણપડિવત્તિહેવું જેણિયરે તિણિ અણુ-ઓગત્તિ તથા ચરણપડિવત્તિ હેઉ ધમ્મ કહાકાલ દિખમાં દીયા કવિએ દંસણે સોહી સિણ સુધ્ધસ્ટ ચરણં તુ // ૧ || ગણધરેરણત એવ તત્યેવ આદી પ્રણય-નમકારિ, અતસ્તત્રતિપાદકસ્યા ચારાંગસ્યાનુ યોગઃ સમારચતે ” તે ચરણ કરણાનુયોગ પ્રધાનતમ-અતિશય શ્રેષ્ઠ છે. કારણ કે બાકીના ધર્મકથાનુયોગ ગણિતાનુયોગ અને દ્રવ્યાનુયોગ આ ત્રણે અનુયોગો ચરણકરણાનુયોગને માટે જ છે. આથી જ કહ્યું છે કે-ઇતર ત્રણે અનુયોગો ચરણ પ્રતિપત્તિના હેતુઓ છે, માટે ચરણ કરણાનુયોગ સર્વથી પ્રધાન છે. તથા ધર્મકથા કાલ અને દીક્ષા વગેરે ચરણ પ્રતિપત્તિના જ હેતુઓ છે, દ્રવ્યાનુયોગના સભાવે દર્શનની શુદ્ધિ થાય છે અને દર્શનથી શુધ્ધ થયેલા આત્માને ચારિત્રની પ્રાપ્તિ થાય છે આજ કારણથી શ્રી ગણધર દવોએ પણ ચરણ કરણાનુયોગનું જ આદિમાં પ્રણયન કર્યું છે અને એજ કારણથી ચરણ કરણાનુયોગના પ્રતિપાદક શ્રી આચારાંગ નામના પ્રથમ અંગસૂત્રનો અનુયોગ અમે આરંભીએ છીએ. હવે તમે સમજી શક્યા હશો કે શ્રી અરિહંત દેવના વચનનો અનુયોગ (૧) ધર્મકથાનુયોગ (૨) ગણિતાનુયોગ (૩) દ્રવ્યાનુયાગ અને (૪) ચરણ કરણાનુયોગ. આ ચાર પ્રકારે વહેંચાયેલો છે અને એ ચારેમાં શ્રેષ્ઠતા ચરણકરણાનુયોગની છે. આથી આ મુહપત્તિના પચાસ બોલમાં જ્ઞાની ભગવંતોએ સૌથી પહેલો બોલ એ જ જણાવ્યો છે કે સૂત્ર-અર્થ તત્વ કરી સદહું એટલે જે અરિહંત પરમાત્માઓએ બતાવેલી વિધિ મુજબ સામાયિક લેવાની પ્રવૃત્તિ કરીએ છીએ તો તે પ્રવૃત્તિ શરૂ કરતા પહેલા એ શ્રી અરિહંત પરમાત્માઓએ સૂત્ર અર્થ કહેલા છે એ સૂત્ર અને અર્થોને યથાર્થ રૂપે એટલે જે પ્રમાણે કહેલા છે તે સૂત્ર અર્થે તે પ્રમાણે જ છે એવી બુધ્ધિ પેદા કરીને એના પ્રત્યે આદરભાવ અંતરથી પેદા કરું છું એવી પ્રતિજ્ઞા કરે છે અર્થાત્ એમ જ માનું છું એવી કબુલાત કરૂં છું. આથી વિચારણા કરો કે આપણું પુણ્ય કેટલું બધું કે જે ગણધર ભગવંતોએ રચેલા સુત્રો સાંભળવા, બોલવા અને જાણવા મલ્યા છે. આ જગતમાં કેટલાય મનુષ્યો છે તેમાં પણ જેન કુળમાં જન્મેલા પણ કેટલાય મનુષ્યો એવા છે કે જેઓ જન્મ જૈન હોવા છતાં તેઓને આ સુત્રો સાંભળવા તથા બોલવા મળતા નથી. એ બધા જીવોની અપેક્ષાએ આપણો પૂણ્યોદય કેટલો બધો છે ? એ વિચારો તેમજ શ્રી અરિહંત પરમાત્માઓએ જે અર્થથી જણાવેલ છે એ સૂત્રોનાં અર્થો પણ જાણવા, સાંભળવા મળે છે એનો આદર સત્કાર, બહમાના કરીને અંતરથી એ સૂત્રો અને અર્થોને સદુહણા રૂપે બનાવવા એટલે એમના પ્રત્યે આદરભાવ પેદા કરવા માટેની તક મળે છે. જો આ રીતે સામાયિકની આરાધના કરતા કરતા અંતરથી આ સુત્રોની આદરણા પેદા થઇ જાય તોય મનુષ્ય જન્મ લેખે થઇ જાય. તો આજથી અંતરમાં એ સંકલ્પ પેદા કરો કે આ આરાધનાનો અભ્યાસ કરતા કરતા આ સૂત્રો તથા તેના અર્થો પ્રત્યે અંતરથી આદરભાવ પેદા થતો જાય, વધતો જાય Page 10 of 191 Page #11 -------------------------------------------------------------------------- ________________ એવી ભાવના પેદા કરીને આરાધનાનો પ્રયત્ન કરીશું. તમને કોઇ પૂછે કે તમે ધર્મક્રિયા કેમ કરો છો ? તો તમારે શું કહેવું જોઇએ ? રહીએ છીએ ત્યાં ગમતું નથી એટલે આ ક્રિયા કરું છું કે જેથી આ સંસારથી હું ઝટ છૂટું ! આત્માની આવી અવસ્થા અપુનબંધક પરિણામથી જીવને આવી શકે છે. અપુનબંધકની થોડી. લાવનારી છે. આત્મા અપુનર્બધક અવસ્થાને પામે એટલે એનામાં ત્રણ ગુણો પહેલા આવે એક ગુણ તો એ કે પાપના સેવનમાં એને તીવ્ર ભાવ આવે નહિ. બીજો ગુણ એકે ભયંકર ભવ એટલે ભયંકર એવા સંસાર પ્રત્યે એના હૈયામાં બહુમાન હોય નહિ અને ત્રીજો ગુણ એ કે ક્યાંય ઉચિતપણું લંઘવા પામે નહિ તેની એ કાળજી રાખે. આ ત્રણ ગુણો મોક્ષના સાચા માર્ગને પામવામાં ખૂબજ સહાયક બને છે. ભગવાને કહેલો મોક્ષમાર્ગ રૂચ્યા પહેલાની આ અવસ્થા છે. આ ક્રિયા સમજદાર જીવને તો, દ્રવ્યસ્તવ એટલે દ્રવ્યક્રિયાઓ ભાવ સ્તવનો હેતુ બનવા દ્વારા એ. સાત-આઠ ભવે મોક્ષ પમાડનાર નીવડે છે. પણ અણસમજદાર જીવનેય દ્રવ્યસ્તવ કેવા સંયોગોમાં લાભ કરે છે એ પણ અહીં શ્રી સુર ગુરૂ નામના આચાર્ય ભગવાને માવ્યું છે. આ દ્રવ્યસ્તવ રૂપ ધર્મ જો અનાભોગથી પણ પરિણામ વિશેષથી કર્યો હોય તોય તે દ્રવ્યસ્તવ જીવનો શુક યુગલની માફ્ટ કુશલ ઉદય કરનારો થાય એમ અહીં કહે છે. અનાભોગ એટલે કે તેવા પ્રકારની શ્રી જિનની ઓળખ વિના અને શ્રી જિનની પૂજા કરવાના હેતુની તેવા પ્રકારની સમજ વિના પણ જો સ્વાભાવિક સુંદર પરિણામ આત્મામાં પેદા થાય અને એ સુંદર પરિણામથી શ્રી જિનની પૂજા રૂપ દ્રવ્ય સ્તવ કરાય તો ય એ દ્રવ્ય સ્તવ એ દ્રવ્ય સ્તવ કરનારા આત્માને સુંદરકોટિનું પુણ્ય બંધાવે છે અને કેમ કરીને એ આત્મા આ સંસારમાં સદ્ગતિને પામતે પામતે આ સંસારથી મોક્ષને પામી જાય છે. અનાભોગથી કરાયેલા દ્રવ્યસ્તવનું સુંદર ળ કહ્યું છે પણ સાથે જ કહ્યું છે કે-એ સુંદર ળ એ આત્માને એના પરિણામ વિશેષને કારણે મળે છે. સમજ વિના પણ ભદ્રક ભાવના યોગે એટલે સરલ સ્વભાવના યોગે સુંદર પરિણામ આવી જાય અને એ પરિણામને લઇને દ્રવ્યસ્તવ કરાય એટલે આ અનુષ્ઠાનોની ક્રિયાઓ કરાય તોય એ જીવને જરૂર લાભ થાય. પણ એમ કહ્યું નથી કે-સમજપૂર્વક સંસારના સુખના ઇરાદે દ્રવ્યસ્તવ કરે તોય એ જીવને લાભ થાય ! સમજ્યા ? આ વાત જ ખાસ સમજવા જેવી છે અને પછી આ અનુષ્ઠાનો કરવા યોગ્ય છે. (૨) સમ્યક્ત્વ મોહનીય - (૩) મિશ્ર મોહનીય અને (૪) મિથ્યાત્વ મોહનીય પરિહરૂં આ ત્રણ બોલનું વિવેચન શરૂ થાય છે. (૨) સમ્યક્ત મોહનીય પરિહરું ! સમ્યત્વ એટલે શું ? જે અનુષ્ઠાનના યોગે ઉત્તરોત્તર દોષ નિગમ (દોષ નાશ) થયા જ કરે અને એથી ઉત્તરોત્તર ગુણવૃદ્ધિ પણ થયા કરે, પણ ક્યારેય જેનાથી દોષવૃદ્ધિ અને ગુણહાનિ થવા પામે નહિ એવા અનુષ્ઠાનને અનુબંધ શુધ્ધ અનુષ્ઠાન કહેવાય છે. ભગવાન શ્રી જિનેશ્વરદેવોએ માવેલા પ્રકારનું મોક્ષના જ આશયવાળું અને જીવાજીવાદિ તત્વોના સંવેદનપૂર્વકનું યમ નિયમાદિનું જે આચરણ તેને અનુબંધ શુધ્ધ અનુષ્ઠાન કહેવાય છે. જીવા જીવાદિ તત્વોના સમ્યજ્ઞાનના અભાવમાં આવું અનુષ્ઠાન સંભવતું નથી અને એથી શાસ્ત્રકાર પરમર્ષિઓ માને છે કે- આ અનુષ્ઠાન ભિન્ન ગ્રંથી (રાગાદિ પરિણામની ગાંઠ એ ગાંઠને જે જીવોએ ભેદેલી હોય તે ભિન્નગ્રંથી કહેવાય.) જીવોને જ હોઇ શકે છે. અભિન્નગ્રંથી જીવોમાં આ અનુષ્ઠાન Page 11 of 191 Page #12 -------------------------------------------------------------------------- ________________ સંભવતું નથી. રાગ અને દ્વેષના ગાઢ પરિણામ રૂપ ગ્રંથીને ભેધા વિના આવા અનુષ્ઠાનને આચરવાને કોઇ પણ આત્મા સમર્થ બની શકે એ શક્ય જ નથી. જીવા જીવાદિ તત્વોના સમ્યજ્ઞાનવાળું આવું અનુષ્ઠાન પ્રશાન્ત વૃત્તિવાળુ એટલે કષાયાદિના. વિકારોનો જેમાં નિરોધ છે તેવું હોય અને એથી તે ઓસ્ક્ય આદિ દોષોનું પણ નાશક હોય તે સ્વાભાવિક જ છે. આવા પરિણામો પેદા કરવા માટે સૌથી પહેલા તો મોક્ષના આશયને પેદા કરવાના પ્રયત્નમાં લાગી જવું જોઇએ. મોક્ષના આશયને પેદા કરવા માટે જ્ઞાની ભગવંતોએ વિવિધ પ્રકારે સંસારના સ્વરૂપનું જે વર્ણન કર્યું છે-તેનો અભ્યાસ કરીને તેનું મનન કરતા રહેવું જોઇએ. સંસારની અસારતાનું સાચું ભાન થયા વિના માક્ષનો અભિલાષ પ્રગટે નહિ. એટલે મોક્ષના અભિલાષને પામેલો હોય તો સંસારની સર્વાગ અસારતાનો સુંદર પ્રકારે ખ્યાલ આવી જાય એવા પ્રયત્નો કરવા જોઇએ. જો એવા પ્રયત્નો કરવામાં આવે અને કાળ પાક્યો હોય તો લઘુકર્મિતા અને ભવિતવ્યતા આદિના યોગે જીવમાં મોક્ષનો અભિલાષ જરૂર પ્રગટો જાય. આ રીતે ભિન્ન ગ્રંથીવાળો જીવ એક અંતર્મુહૂર્તમાં ઉપશમ સમકીત અથવા ક્ષયોપશમ સમકીતને અવશ્ય પામે છે. એ સમકીતની પ્રાપ્તિમાં ઉપશમ સમકીત પામેલા જીવોમાં અનંતાનુબંધિ ક્રોધ-માન-માયા અને લોભ એ ચાર કષાયો અને મિથ્યાત્વ આ પાંચેય પ્રકૃતિઓનો સર્વથા ઉપશમ થયેલો હોય છે અને આ ઉપશમ સમકીત એક અંતર્મુહુર્ત કાળ જ ટકે છે અને એમાંથી કેટલાક જીવો ક્ષયોપશમ સમકીતને પ્રાપ્ત કરે છે. એ ઉત્કૃષ્ટથી છાસઠ સાગરોપમ કાળ અધિક મનુષ્યભવો-ટકી શકે છે. આ રીતે ક્ષયોપશમ સમકીત પામેલા જીવોના અંતરમાં છોડવા લાયક પદાર્થોમાં છોડવાલાયકની બુદ્ધિ અને ગ્રહણ કરવાલાયક પદાર્થોમાં ગ્રહણ કરવાલાયકની બુધ્ધિ રહેલી હોય છે. છતાં પણ મોહનીય કર્મનો ઉદય સાથે રહેલો હોવાથી આ હેય-ઉપાદેયની બુદ્ધિમાં સાવચેત રહીને જીવે તો જ એ બુદ્ધિ ટકી રહે છે. જો જીવ સાવધ ન રહે તો એ મોહના ઉદયથી એટલે સમ્યકત્વ મોહનીયના ઉદયથી શ્રધ્ધામાં ફરી થઇ શકે છે આથી જ્ઞાની ભગવંતો કહે છે કે આવા સારા પરિણામને ટકાવવા પરાધીનતા રાખીને જીવવું પડે છે આથી એ પરાધીનતાને દૂર કરવાનો પ્રયત્ન કરવો જોઇએ અને પોતાના આત્માનો ક્ષાયિક ભાવનો સમકીતનો પરિણામ પેદા થાય એ હેતુથી જ સમ્યત્વ મોહનીય કર્મનો પરિહાર કરવાનો કહેલો છે. સમકીતની હાજરીમાં જે ક્ષયોપશમભાવ પેદા થયેલો હોય છે તે ક્ષયોપશમ ભાવનો ધર્મ કહેવાય છે. આથી ક્ષયોપશમ ભાવના ધર્મનો નાશ કરી ક્ષાયિક ભાવના ધર્મને પ્રાપ્ત કરવા માટે જ જ્ઞાની ભગવંતોએ સમકીત મોહનીય પરિહરૂં કહેલું છે. (3) મિશ્ર મોહનીય પરિહરું એ ત્રીજા બોલમાં કહેલ છે. જ્યાં સુધી જીવ ક્ષાયિક સમકીત પામતો નથી ત્યાં સુધી એ જીવા સમકીતની હાજરીમાં એટલે ક્ષયોપશમ સમકીતની હાજરીમાં સાવધ ન રહે તો એ જીવ પતન પરિણામી થઇ મિશ્ર મોહનીયના ઉદયથી ત્રીજા ગુણસ્થાનકને પ્રાપ્ત કરી શકે છે અને જીવ એમાં પણ ચઢતા પરિણામવાળો ન રહેતો છેક મિથ્યાત્વના ઉદયથી મિથ્યાત્વના પરિણામવાળો પણ થઇ શકે છે. આથી જ જ્ઞાની ભગવંતો. કહે છે કે ક્ષાયિક ભાવના ધર્મની અપેક્ષાએ ક્ષયોપશમ ભાવના ધર્મનો નાશ કરવો એ વધુ હિતાવહ હોવાથી, કારણ કે પરાધીનપણે જીવવાનું અને સાવચેત રહી પ્રાપ્ત થયેલા ગુણ ન ચાલ્યા જાય એની સતત કાળજી રાખોને જીવવું એના કરતાં એને ખતમ કરી પોતાનો ક્ષાયિક ભાવનો ધર્મ પેદા કરી જીવાય એવું Page 12 of 191 Page #13 -------------------------------------------------------------------------- ________________ લક્ષ્ય રાખીને પ્રયત્નમાં આગળ વધાય અને એ ક્ષાયિક ભાવ પેદા થાય એ માટે જ જેમ સમકીત મોહનીય પરિહરૂં કહીએ છીએ તેમ મિશ્ર મોહનીય પરિહરૂં જ બોલવાનું છે. આ બેને કાઢવા માટે એમના બાપની જગ્યાએ રહેલા મિથ્યાત્વને પણ કાઢવાનો પ્રયત્ન કરવાનો છે આથી મિથ્યાત્વ મોહનીય પરિહરૂં કહેવાય છે. મિથ્યાત્વ મોહનીય બાપના સ્થાને એટલા માટે કહેવાય છે કે મિથ્યાત્વ સત્તામાંથી સંપૂર્ણ ગયા વગર મિશ્ર મોહનીયના પુદ્ગલો જતા નથી અને મિશ્ર મોહનીય ગયા વગર સમકીત મોહનીયના પુદ્ગલા જતા જ નથી માટે તે બાપના સ્થાને કહેવાય છે. મિથ્યાત્વ સત્તામાં રહેલું હોય તો મિથ્યાત્વના ઉદયકાળમાં જીવો અસંખ્યાતકાળ રહે તો સમકીત અને મિશ્ર મોહનીયના પુદ્ગલોને પોતાના સ્વરૂપે મિથ્યાત્વરૂપે પણ કરી શકે છે આથી પણ એ બાપ કહેવાય છે. મિથ્યાત્વ નામના દોષનું વર્ણન આત્માના અનાદિ સિધ્ધ શત્રુઓમાં મિથ્યાત્વ એ કારમો અંધકાર છે એ અંધકારના યોગે આત્મા નથી જાણી શકતો હેય કે ઉપાદેય, નથી જાણી શકતો ગમ્ય કે અગમ્ય, નથી જાણી શકતો પેય કે અપેય તથા નથી જાણી શકતો કરણીય કે અકરણીય. એજ કારણે એ કારમા અંધકાર રૂપ મિથ્યાત્વથી વ્યાપ્ત બનેલા આત્માઓની દુર્દશાનું વર્ણન કરતા કલિકાલ સર્વજ્ઞ ભગવાન્ શ્રી હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજા માવે છે કે મિથ્યાત્વેનાલીઢા ચિત્તા નિતાન્ત, તત્વાતત્વ જાનતે નૈવ જીવાઃ । કિં જાત્યન્ધા: કુન્નચિત્ વસ્તુ જાતે રમ્યા રમ્ય વ્યક્તિમસ્સા દવેયુઃ || ૧ II ભાવાર્થ :- એકાન્તે મિથ્યાત્વથી વ્યાપ્ત ચિત્તવાળા જીવો તત્વને અને અતત્વને જાણતા જ નથી કારણકે જાત્યન્ધ આત્માઓ શું કોઇપણ વસ્તુના સમુદાયમાં આ વસ્તુ સુંદર છે અને આ વસ્તુ અસુંદર છે એવા વિવેકને પામી શકે છે ? અર્થાત્ નથી જ પામી શકતા એજ રીતિએ મિથ્યાત્વથી ઘેરાયેલા આત્માઓ પણ તત્વાતત્વનો વિવેક નથી કરી શકતા આજ હેતુથી કલિકાલ સર્વજ્ઞ ભગવાન શ્રી હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજા મિથ્યાત્વને પરમ રોગ તરીકે પરમ અંધકાર તરીકે પરમ શત્રુ તરીકે અને પરમ વિષ તરીકે ઓળખાવીને એની અચિકિત્સ્ય દશાનું વર્ણન કરતા ફરમાવે છે કે મિથ્યાત્વ પરમં રોગો મિથ્યાત્વ પરમં તમઃ । મિથ્યાત્વ પરમં શત્રુ ર્ મિથ્યાત્વ પરમ્ વિષમ્ ॥ ૧ ॥ જન્મન્યેકત્ર દુઃખાય રોગો ધ્વાન્ત રિપુર્વિષમ્ । અપિ જન્મ સહસ્ત્રેષુ મિથ્યાત્વ મચિકિત્સિતમ્ ॥ ૨ ॥ ભાવાર્થ :- મિથ્યાત્વ એ પરમ રોગ છે, મિથ્યાત્વ એ પરમ અંધકાર છે, મિથ્યાત્વ એ પરમ શત્રુ છે અને મિથ્યાત્વ એ પરમ વિષ છે. રોગ-અંધકાર-શત્રુ અને વિષ એ તો માત્ર એક જન્મને વિષે દુઃખને માટે થાય છે પણ મિથ્યાત્વ તો હજારો જન્મને વિષે અચિકિત્સ્ય છે એટલે એનો વિપાક આત્માને હજારો ભવા સુધી ભોગવવો પડે છે. આ ઉપરથી સમજી શકાશે કે- શરીરમાં ઉત્પન્ન થતો રોગ-દ્રષ્ટિમાં આવતો અંધકાર સામે દેખાતો શત્રુ અને આપણે જોઇ શકીએ છીએ તે વિષ જેટલું ભયંકર નથી તેટલું ભયંકર આ મિથ્યાત્વ Page 13 of 191 Page #14 -------------------------------------------------------------------------- ________________ છે કારણ કે જે રોગાદિ દુઃખ આપે તો માત્ર એક જ ભવમાં આપી શકે છે જ્યાર મિથ્યાત્વ તો અનેક ભવો સુધી આત્માને નરકાદિ અંધકારમાં પટકી ચિરકાલ સુધી સારામાં સારી રીતિએ કારમી નિર્દયતા પૂર્વક રીબાવી શકે છે. આ કારમા શત્રુનું સ્વરૂપ વર્ણવતા કલિકાલ સર્વજ્ઞ ભગવાન શ્રી હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજા વર્ણવે છે કે અદેવે દેવ બુધ્ધિયામ્ ગુરૂધીર ગુરૌ ચ યા ! અધર્મો ધર્મ બુધ્ધિશ્ચ મિથ્યાવં તદ્ વિપર્યયાત્ II 1 | ભાવાર્થ :- મિથ્યાત્વનું સ્વરૂપ સમ્યત્વથી વિપરીત છે એટલે સમ્યત્વ જેમ દેવમાં દેવબુદ્ધિ, ગુરૂમાં ગુરૂબુદ્ધિ અને ધર્મમાં ધર્મબુધ્ધિ કરાવે છે તેમ મિથ્યાત્વ એ અદેવમાં દેવબુદ્ધિ, અગુરૂમાં ગુરૂબુદ્ધિ અને અધર્મમાં ધર્મબુધ્ધિને ઉત્પન્ન કરાવે છે. એટલું જ નહિ પણ મિથ્યાત્વમાં જેમ અદેવમાં દેવબુદ્ધિ, અગુરૂમાં ગુરૂબુદ્ધિ અને અધર્મમાં ધર્મબુધ્ધિ કરાવવાનું સામર્થ્ય છે તેમ દેવમાં અદેવ બુધ્ધિ કરાવવાનું, ગુરૂમાં અગુરૂ બુધ્ધિ કરાવવાનું અને ધર્મમાં અધર્મપણાની બુધ્ધિ કરાવવાનું સામર્થ્ય પણ છે. આજ વસ્તુને શ્રી ઉપમિતિ ભવ પ્રપંચા નામની મહાકથાના રચયિતા શ્રી સિધ્ધર્ષિ ગણીવર મિથ્યાદર્શનના મહિમા તરીકે ઘણાં જ વિસ્તારથી વર્ણવે છે અને એ વસ્તુ આ મિથ્યાત્વની કારમી રોગમયતા- અંધકારમયતા-શત્રુતા અને વિષમયતા સમજવા માટે અવશ્ય સમજવા જેવી છે. મિથ્યાદર્શનનો મહિમા સમજાવવા માટે પ્રથમ તો મિથ્યાદર્શન નામનો મોહરાજાનો મહત્તમ શું કરે છે એ વસ્તુનો સામાન્ય ખ્યાલ આપતા એ પરમોપકારી કથાકાર પરમર્ષિ માવે છે કે અદેવે દેવ સંકલ્પ મધમ ધર્મ માનિતામ્ | અતત્વ તત્વબુધ્ધિશ્ચ વિધજો સુપરિક્રુટમ્ II ૧ || અપાને પાત્રતા રોપ મગુણેષુ ગુણ ગ્રહમ્ | સંસાર હેત નિર્વાણ હેતુ ભાવ કરોત્ય યમ્ || ૨ || ભાવાર્થ :- આ મિથ્યાદર્શન નામનો મોહ રાજાનો મહત્તમ અતિશય સ્પષ્ટપણે અદેવમાં દેવનો સંકલ્પ ઉત્પન્ન કરે છે, અધર્મમાં ધર્મ માનિતાને પેદા કરે છે અને અતત્વમાં તત્વ બુદ્ધિને પ્રગટ કરે છે તથા અપાત્રમાં પાત્રતાનો આરોપ કરે છે, અગુણોમાં ગુણનો ગ્રહ કરે છે અને સંસારના હેતુમાં નિર્વાણના હેતુ ભાવને કરે છે. અર્થાત મિથ્યાદર્શનને વશ પડેલા આત્માઓ અદેવમાં દેવપણાને અને દેવમાં અદેવપણાનો સંકલ્પ કરતા થઇ જાય છે. અધર્મમાં ધર્મપણાની અને ધર્મમાં અધર્મપણાની માન્યતા કરતા બની જાય છે. અતત્વમાં તત્વ બુધ્ધિને અને તત્વમાં અતત્વ બુધ્ધિને ધરતા થઇ જાય છે એટલે જ નહિ પણ અપાત્રમાં પાત્રતાનો અને પાત્રમાં અપાત્રતાનો આરોપ અને અગુણોમાં ગુણપણાનો ગ્રહ તથા ગુણોમાં અગુણપણાનો ગ્રહ કરવા સાથે સંસારના હેતુમાં નિર્વાણના હેતુ ભાવનો અને નિર્વાણના હેતુમાં સંસારના હેતુ ભાવનો સ્વીકાર કરતા થઇ જાય છે. મિથ્યા દર્શનના આ કારમાં સ્વરૂપનો ખ્યાલ આપ્યા પછી એના સ્વરૂપનો વિશેષ પ્રકારે ખ્યાલા આપવા એ મિથ્યા દર્શનમાં કેવી કેવી શક્તિઓ છે એનું વર્ણન કરતા કથાકાર પરમર્ષિ ક્રમાવે છે કે હસિતો ગીત બિમ્બોક જાત્યા ટોપ પરાયણાઃ | હતા: કતાક્ષ વિક્ષેપ નરી દેહાઈ ધારિણઃ || ૧ || Page 14 of 191 Page #15 -------------------------------------------------------------------------- ________________ કામાન્ધા: પરદારેષુ સક્તચિત્તા: ક્ષતપાઃ | સક્રોધાં સાયુધા ધોરા વૈરિમારણ તત્પરાઃ || ૨ ||. શાપ પ્રસાદ યોગેન લસ, ચિત્તમલા વિલાઃ | ઇશા ભો મહાદેવા લોકેડમેન પ્રતિષ્ઠતા|| 3 || ભાવાર્થ :- હાસ્ય, ઉચ્ચ સ્વરનું ગીત, કામના ચાળા, નટક્રિયા અને અહંકાર કરવામાં તત્પર કટાક્ષના વિક્ષેપોથી હણાયેલા નારીના દેહને શરીરના અર્ધા ભાગમાં ધારણ કરનાર, પદારાઓમાં આસક્ત ચિત્તવાળા-લજ્જાથી રહિત-ક્રોધથી સહિત-આયુધને ધરનારા એજ કારણે ભયંકર અને વેરીઓને મારવામાં તત્પર તથા શ્રાપ અને પ્રસાદના યોગે પ્રકાશિત થતા ચિત્તના મલથી વ્યાપ્ત આવા પ્રકારના આત્માઓ કે જે દુનિયામાં માણસ તરીકે મનાવવા માટે પણ લાયક નહિ તેવાઓને આ મિથ્યાદર્શન નામના મોહરાજાના મહત્તમલોકની અંદર મહાદેવ તરીકે પ્રતિષ્ઠિત કરેલા છે. “ભાવ અંધકાર રૂપ મિથ્યાત્વાદિ અનાદિ સિધ્ધ શત્રુઓનું સુવિશિષ્ટ સ્વરૂપ.” યે વીતરાગાઃ સર્વજ્ઞા: યે શાશ્વત સુખેશ્વરાઃ | કિલષ્ટ કર્મ કલાતીતા: નિષ્કલાશ્વ મહાધિયઃ || ૧ || શાન્તક્રોધા ગતાટોપા હાસ્ય સ્ત્રી હેતિ વર્જિતાઃ | આકાશ નિર્મલા ધીરા ભગવન્તઃ સદાશિવાઃ || 8 || શાપ પ્રસાદ નિમુક્તા તથાપિ શિવ હેતવ: | ત્રિકોટિ શુધ્ધ શાસ્ત્રાર્થ દેશકા: પરમેશ્વરાઃ || 3 || યે પૂજ્યા: સર્વ દેવાનાં યે ધ્યેયાઃ સર્વ યોગિનામ્ | યે ચાજ્ઞા કારણા રાધ્યા નિર્વઘ્ન ફ્લ દાયિનઃ || 8 || મિથ્યાદર્શનાખ્યન લોકેડનેન સ્તવીર્યતઃ | દેવા: અચ્છાદિતા ભદ્રા ન જ્ઞાયન્ત વિશેષતઃ || ૫ || ભાવાર્થ :- હે ભદ્ર ! આ મિથ્યાદર્શન નામના મહત્તમે પોતાના પરાક્રમથી આલોકમાં ઘણોજ ભયંકર જુલમ કર્યો છે કારણ કે તેણે જે મહાદેવો વીતરાગ છે, સર્વજ્ઞ છે, શાશ્વત સુખના સ્વામી છે, કિલષ્ટ કર્મોરૂપ કલોથી રહિત છે, સઘળી જ પ્રપંચમય કળાઓથી પણ રહિત છે, મહાબુદ્ધિશાળી છે, ક્રોધથી રહિત છે, અહંકાર વિનાના છે, હાસ્ય, સ્ત્રી અને હથિયારથી વર્જિત છે, આકાશની માફ્ટ નિર્મલ છે, ધીર છે, આત્માના અનુપમ ઐશ્વર્યને ધરનારા છે, સદાય નિરુપદ્રવી છે, શ્રાપ અને પ્રસાદથી સર્વથા મુક્ત હોવા છતાં પણ શિવના હેતુ છે, કષ, છેદ અને તાપરૂપ ત્રણે કોટિથી શુધ્ધ એવા શાસ્ત્રાર્થના દેશક છે અને પરમેશ્વર છે તથા જે મહાદેવો સર્વ દેવોના પૂજ્ય છે, જે મહાદેવો સર્વ યોગીઓને માટે ધ્યાન કરવા યોગ્ય છે અને જે મહાદેવો આજ્ઞારૂપ કારણથી જ આરાધવા યોગ્ય છે તથા નિર્વઘ્ન ફ્લને એટલે મુક્તિ સુખને આપનારા છે તે સાચા મહાદેવોને પોતાના વીર્યથી એવી રીતિએ પ્રચ્છાદિત કરો નાખ્યા છે કે જેથી એ મહાદેવો આ વિશ્વમાં વિશેષ પ્રકારે જણાતા નથી.. જે રીતિએ મિથ્યાદર્શન નામના મહામોહના મહત્તમમાં જેઓ માણસ તરીકે ગણાવવાની લાયકાત પણ ન ભોગવતા હોય તેઓને મહાદેવ તરીકે પ્રતિષ્ઠિત કરવાનું અને સાચા મહાદેવોને આચ્છાદિત કરી દેવાનું સામર્થ્ય છે તે જ રીતિએ તેનામાં અધર્મને ધર્મ મનાવવાનું અને શુધ્ધ ધર્મનું આચ્છાદિત કરવાનું પ્રબલ સામર્થ્ય છે એ સામર્થ્યનું પ્રતિપાદન કરતા શ્રી સિધ્ધર્ષિ ગણિવર માવે છે કે Page 15 of 191 Page #16 -------------------------------------------------------------------------- ________________ હિરણ્ય દાન ગોદાન ધરાદાનું મુહુર્મુહુઃ | સ્નાન પાન ચ ધૂમસ્ય પંચાંગ્નિ તપન તથા / ૧ / તર્પણ ચણ્ડિકાદીનાં તીર્થાન્તર નિપાતનમ્ | યતેરેક ગૃહે પિડો ગીતવાધ મહાદર: || ૨ || વાપીકૂપ તડાગાદિ કારણં ચ વિશેષતઃ | યાગે મ– પ્રયોગેણ મારણે પશ સંહતેઃ || ૩ || કિયન્તો વા ભણિષ્યન્ત ભૂત મર્દન હેતવઃ રહિતા: શુધ્ધ ભાવેન યે ધર્મા: કેચિદીદ્રશાઃ || 8 || સર્વેડપિ બલિનાડનેન મુગ્ધ લોકે પ્રપંચતઃ | તે મિથ્યા દર્શનાર્વેન ભદ્ર ! જ્ઞયા પ્રવર્તિતાઃ || ૫ || ભાવાર્થ :- કુદેવ, કુગુરૂ અને કુધર્મની ઉપાસનામાં પડેલા તથા આરંભ-પરિગ્રહ અને વિષય કષાયમાં રક્ત બનેલાઓને ગુરૂ તરીકે સ્વીકારી તેઓને પાત્ર બુદ્ધિથી ભક્તિપૂર્વક સુવર્ણનું દાન કરવું, ગાયોનું દાન કરવું અને પૃથ્વીનું દાન કરવું, વારંવાર સ્નાન કરવું, ધુમાડાનું પાન કરવું, પંચાગ્નિથી તપવું, ચંડિકા આદિ હિંસક દેવીઓનું તર્પણ કરવું, તીર્થાતરોમાં જઇ જઇને ઝુંપાપાત ખાવો યતિએ એક ઘરની ભિક્ષા લેવી ગીત અને વાધમાં મહાન આદર કરવો, શરૂઆતમાં પણ હિંસાથી જ સાધ્ય અને પરિણામે પણ હિંસાના જ સાધન તથા શુધ્ધ ધર્મ દ્રષ્ટિને અપોષક એવી વાવો, કૂવાઓ અને તળાવો આદિને વિશેષ પ્રકારે કરાવવા, મંત્રના પ્રયોગથી યજ્ઞની અંદર પશુઓના સમુદાયને હોમવો આવા આવા પ્રાણીઓના મનમાં હેતુભૂત અને શુદ્ધ ભાવથી રહિત ધર્મો કેટલા કહી શકાય ? અર્થાત એવા ધર્મો અનેક છે એવા પ્રકારના અનેક જે કોઇ ધર્મો છે તે સઘળા જ ધર્મોને મહામોહના મિથ્યાદર્શન નામના આ. બળવાન મહત્તમે મુગ્ધ લોકમાં પ્રપંચથી પ્રર્વતાવેલા છે એમ જાણવા યોગ્ય છે અને ક્ષાન્તિ માર્દવ સંતોષ શૌચાર્જવ વિમુક્તયઃ | તપ: સંયમ સત્યાનિ બ્રહ્મચર્ય શમો દમો || ૧ || અહિંસા તેય સધ્યાન વૈરાગ્ય ગુરૂ ભક્તયઃ | અપ્રમાદ સદેકાટ્ય નૈર્ગથ્ય પરતાદયઃ || 8 || યે ચાન્ય ચિત્ત નૈર્મલ્ય કારિણો-ડમૃત સન્નિભાઃ | સદ્ધ: જગદાનન્દ હેતવો ભવ સંતવઃ || 8 || તેષામેવ પ્રકૃત્યેવ મહામોહ મહત્તમઃ | ભવેત્ પ્રચ્છાદનો લોકે મિથ્યાદર્શન નામક: || ૪ || ભાવાર્થ : (૧) પોતાના પગલિક સ્વાર્થની ગમે તેવી હાનિ થતી હોય અથવા તો એવા જ કારણે પોતાના ઉપર અનેક પ્રકારની આક્તો ઉતરી આવે તે છતાં પણ ક્રોધાયમાન નહિ થવા રૂપ ક્ષમા. (૨) પોતાની જ મહત્તાને સ્થાપિત કરવા માટે અથવા તો અનેક પ્રકારની અક્કડ બનાવનારી સાધન સામગ્રીનું સ્વામિત્વ હોવા છતાં પણ અક્કડ નહિ બનવા રૂપ મૃદુતા. (૩) પોગલિક પદાર્થોની પ્રાપ્તિનો જે લોભ તેના અભાવ રૂપ સંતોષ. (૪) મન, વચન અને કાયાને આરંભ આદિ પાપ પ્રવૃત્તિથી મલિન નહિ કરતા નિરારંભ આદિ Page 16 of 191 Page #17 -------------------------------------------------------------------------- ________________ શુધ્ધ ધર્મના આસેવનથી પવિત્ર થવા રૂપ શૌચ. (૫) પોગલિક પદાર્થોની સાધનામાં જે પ્રપંચભરી પ્રવૃત્તિઓ અને માનસિક વૃત્તિઓનું સેવન તેના અભાવરૂપ સરલતા. (૬) પોગલિક પદાર્થો ઉપરની જે મમતા તેના ત્યાગ રૂપ વિમુક્તિ. (૭) અનેક પ્રકારની પીગલિક લાલસાઓ અને એના સાધનો તેના ત્યાગરૂપ તપ. (૮) ઇન્દ્રિયો આદિને મુક્તિની સાધના માટે કાબુમાં રાખવા રૂપ સંયમ. (૯) અસત્યનો ત્યાગ અને હિત સાધક વસ્તુનું જ પ્રતિપાદન જેના દ્વારા સાધ્ય છે એવું સત્ય. (૧૦) શીલ અથવા તો સઘળાય વિષયોથી પર થઇ કેવલ આત્મરમણ કરવા રૂપ બ્રહ્મચર્ય. (૧૧) વિકલ્પ રૂપ વિષયથી ઉત્તીર્ણ બનેલો અને સદાય સ્વભાવનું અવલંબન કરનાર એવો જે જ્ઞાનનો પરિપાક તે રૂપ શમ. (૧૨) પરભાવમાં રમતા આત્માનું દમન કરવા રૂપ દમ. (૧૩) પ્રાણીમાત્રને મનથી, વચનથી અને કાયાથી નહિ હણવા રૂપ, નહિ હણાવવા રૂપ અને હણતા હોય તેઓને નહિ અનુમોદવારૂપ અહિંસા. (૧૪) કોઇની પણ એક તરણા જેવી વસ્તુનું પણ તેના માલિકની આજ્ઞા વિના નહિ લેવું અન્ય પાસે નહિ લેવરાવવું અને એવી રીતિએ લેનારાઓને સારા નહિ માનવારૂપ અસ્તેય. (૧૫) શુધ્ધ ધ્યાન ઃ સંસાર એ નિર્ગુણ વસ્તુ છે. એવા સ્વરૂપનું જ્ઞાન થવાના યોગે થતી સંસારિક સુખની અરૂચિ તેના પ્રતાપે સંસારિક સુખની ઇચ્છાનો ઉચ્છેદ કરવાની જે ભાવના તે રૂપ વૈરાગ્ય. (૧૬) સર્વ પ્રકારે પ્રાણાતિપાત વિરમણ આદિ પાંચ મહાવ્રતોના ધરનાર તેના પાલનમાં ધીર મહાવ્રતોની રક્ષા માટે જ અકૃત અકારિત અને અનનુમત આદિ દોષોથી રહિત એવી જે ભિક્ષા તે ભિક્ષા માત્રથી જ આજીવિકાના ચલાવનારા. સામાયિકમાં રહેનારા અને કેવલ ધર્મના જ ઉપદેશક એવા જે સગુરૂઓ તેની ભક્તિ. (૧૭) નશો પેદા કરનારી વસ્તુઓ શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ રૂપ જે પાંચે ઇન્દ્રિયોના વિષયો તેની લાલસા-ક્રોધ, માન, માયા અને લોભરૂપ કષાયો-નિદ્રા અને સંસારની વૃદ્ધિ કરનાર આર્ત અને રીદ્રધ્યાનમાં જોડનારી રાજકથા, સ્ત્રીકથા, દેશકથા અને ભોજનકથા રૂપ વિકથાઓ. આ પાંચ પ્રકારનો જે પ્રમાદ તેના અભાવરૂપ જે અપ્રમાદ. સદાય ચિત્તની એકાગ્રતા અને નિગ્રંથપણામાં એટલે મુનિપણામાં તત્પરતા આદિ તથા એ સિવાયના પણ ચિત્તની નિર્મલતાને કરનારા એજ કારણે અમૃતના જેવા જગતને આનંદના હેતુભૂત અને સંસાર સમુદ્રને લંઘી જવા માટે સેતુ સમા જે જે શુધ્ધ ધર્મો તે સઘળાય શુધ્ધ ધર્મોને આ મિથ્યાદર્શન નામનો મહામોહ રાજાનો મહત્તમ પ્રકૃતિથી જ પ્રયત્નપૂર્વક લોકની અંદર આચ્છાદિત કરી દેનારો થાય છે. માણસાઇથી પણ પરવારી બેઠેલાઓને મહાદેવ તરીકે પ્રતિષ્ઠિત કરવા અને સાચા તથા વિશ્વના. એકાંત ઉપકારી મહાદેવોને જગતની દ્રષ્ટિએ આવવા જ ન દેવા. અને બીજી શક્તિ એ છે કે પ્રાણીઓના ઘાતમાં જ હેતુભૂત અને શુધ્ધ ભાવથી રહિત એવા અશુધ્ધ ધર્મોને પ્રપંચપૂર્વક પ્રવર્તાવવા અને જે જે ધર્મો ચિત્તની નિર્મલતાને કરનારા છે, જગતને આનંદના હેતુ છે તથા સંસારરૂપી. સાગરને તરવા માટે સેતુ (પુલ) સમા છે તે તે ધર્મોથી મુગ્ધ લોકોને વંચિત રાખવા. Page 17 of 191 Page #18 -------------------------------------------------------------------------- ________________ હવે એની ત્રીજી શક્તિનું પ્રતિપાદન કરતા એ પરમોપકારી પરમર્પિ માવે છે કેશ્યામાક તşલાકાર સ્તથા પંચ ધતુઃ શતઃ । એકો નિત્યસ્તથા વ્યાપી સર્વસ્ય જગતો વિભુઃ || ૧ || ક્ષણ સન્તાન રૂપોવા લલાટસ્થો હદિ સ્થિતઃ । આત્મતિ જ્ઞાનમાત્ર વા શૂન્ય વા સચરાચરમ્ ॥ ૨ ॥ પંચભૂત વિવર્તો વા બ્રહ્મોસમિતિ વડખિલમ્ । દેવોસ મિતિવા જ્ઞેયં મહેશ્વર વિનિર્મિતમ્ || 3 || પ્રમાણ બાધિત તત્વ યદેવં વિધ મંજસા । સદ્ગુધ્ધિ કુરૂતે તત્ર મહામોહ મહત્તમઃ || ૪ || ભાવાર્થ :- આત્મા છે ખરો પણ તે શ્યામાક એટલે સામો નામનું એક જાતિનું અનાજ આવે છે તેના જેવા આકારવાળો છે અથવા તો તઙ્ગલ એટલે ચોખા તેના જેવા આકારવાળો છે અથવા તો પાંચસો ધનુષ્યના પ્રમાણવાળો છે. વળી આત્મા છે પણ તે એક જ છે, નિત્ય જ છે, સર્વ જગતમાં વ્યાપીને રહેનારો એજ કારણે વિભુ છે. આત્મા છે પણ ક્ષણ સંતાન રૂપ છે અથવા તો આત્મા છે પણ કેવળ લલાટ એટલે કપાળ તેની અંદર રહેનારો છે અથવા તો હ્રદયમાં રહેનારો છે અથવા તો જ્ઞાનમાત્ર છે. એ સિવાય આત્મા કોઇ વસ્તુ જ નથી અને આ-ચર અને અચર વસ્તુઓથી સહિત જે જગત્ દેખાય છે તે કેવલ શૂન્ય જ છે અથવા તો આ સઘળું પાંચ ભૂતોનો માત્ર વિકાર જ છે અથવા તો આ સઘળું બ્રહ્મા એ બનાવેલું છે. (વાવેલું છે.) અથવા તો આ સઘળું દેવતાએ વાવેલું છે અમ જાણવું. અથવા તો આ સઘળું ય મહેશ્વરે નિર્માણ કરેલું છે આવા પ્રકારે જે તત્વ એકદમ પ્રમાણથી બાધિત છે તેની અંદર મહામોહનો મિથ્યાદર્શન નામનો મહત્તમ સદ્ગુદ્ધિ કરે છે અને જીવા જીવૌ તથા પુણ્ય પાપ સંવર નિર્જરા । આસ્રવો બન્ધ માક્ષૌ ચ તત્વ મેતન્નવાત્મકમ્ ॥ ૫ ॥ સત્ય પ્રતીતિતઃ સિધ્ધ પ્રમાણેન પ્રતિષ્ઠિતમ્ । તથાપિ નિદ્ભુતે ભદ્ર તદેષ જનદારૂણઃ || ૬ | ભાવાર્થ :- જીવ અને અજીવ તથા પુણ્ય, પાપ, સંવર, નિર્જરા અને આશ્રવ તથા બંધ અને મોક્ષ આ નવ સંખ્યાવાળા જે તત્વો છે તે સત્ય છે. પ્રતીતિ થી પણ સિધ્ધ છે અને પ્રમાણથી પ્રતિષ્ઠિત છે તો પણ હે ભદ્ર ! લોકો માટે ભયકર એવો આ મિથ્યાદર્શન નામનો મહત્તમ એ તત્વોનો અપલાપ કરે છે. આ વિશ્વમાં સત્ય પ્રતીતિથી સિધ્ધ અને પ્રમાણથી પ્રતિષ્ઠિત એવા પણ તત્વોનો અપલાપ કરીને અસત્ય અને પ્રમાણ તથા પ્રતીતિથી પણ બાધિત એવા તત્વોનો પ્રવર્તાવનાર કોઇ હોય તો તે એ મિથ્યાદર્શન જ છે. એના પ્રતાપે પ્રાયઃ આખું ય જગત્ આત્મા આદિની માન્યતાઓમાં ભૂલુ જ ભમે છે. મિથ્યાદર્શનની અસરથી પીડાતા પંડિતો પણ સત્ય અને પ્રમાણસિધ્ધ તત્વોથી મોઢું મરડે છે અને અસત્ય તથા પ્રમાણ બાધિત તત્વોને જ સત્ય અને પ્રમાણ સિધ્ધ કરવામાં જ રક્ત રહે છે. અનેકાનેક પંડિત ગણાતાઓએ અતત્ત્વોને તત્ત્વ તરીકે મનાવવા માટે અનેકાનેક ગ્રંથો રચી કાઢીને એમ કરવા માટે આકાશ પાતાળ એક કર્યું છે. મિથ્યાદર્શનથી મત્ત બનેલાઓ, જેમ કુદેવોને મહાદેવ મનાવવામાં અને કુધર્મને સદ્ધર્મ મનાવવામાં મસ્ત છે, તેમ અતત્ત્વોને તત્ત્વ મનાવવામાં પણ સર્વ રીતિએ સજ્જ છે. એ મિથ્યાદર્શનને આધીન બનેલા આત્માઓ મિથ્યાદર્શનના યોગે પોતાનો નાશ કરવા સાથે Page 18 of 191 Page #19 -------------------------------------------------------------------------- ________________ પરનો નાશ પણ ખુબ જ કરે છે. એવા આત્માઓ દ્વારા સત્યના પૂજક વિશ્વને પણ ઘણું ઘણું સહવું પડે છે એવાઓની અનર્થકારી કલ્પનાઓ અને યુક્તિઓ ભદ્રીક અને અજ્ઞાન જગતને ખુબ જ મુંઝવે છે. એ મુંઝવણના પરિણામે અનેક આત્માઓનું અમૂલ્ય માનવજીવન બરબાદ થાય છે. ખરેખર, મિથ્યાત્વ એ એવો અંધકાર છે કે-એના યોગે એનો પૂજારી પોતે ભટકાય અને અન્યને ભટકાડે. એ અંધકાર આત્મા ઉપરની કારમી શત્રુતા અજમાવે છે. એ કારમી શત્રુતાથી સજ્જ થયેલો “મિથ્યાદર્શન” નામનો અનાદિસિદ્ધ શત્રુ પોતાનો મહિમા ફ્લાવીને દેવ, ધર્મ અને તત્ત્વની બાબતમાં જેમ વિપરીત પરિણામ આણે છે, તેમ પાત્ર અને અપાત્ર તરીકે કોને કોને જાહેર કરે છે, એનું વર્ણન કરતાં પણ પરમોપકારી શ્રી સિદ્ધર્ષિ ગણિવર ક્રમાવે છે કે “गृहिणो ललनाडवाच्य-मर्दका भूतघातिन: । असत्यसग्धा: पापिष्ठा: सक्होपग्रहे रताः ।। १ ।। तथाडन्ये पचने नित्य-मासक्ता: पाचनेडपि च । મદ્યપા: પરદારદ્ધિ-સવિનો માતૃષDI: II ૨ || सप्तायोगोलकाकारा-स्तंथापि यतिरुपिणः | ये तेषु कुरुते भद्रे ! पात्रबुद्धिम्यं जने ।। ३ ।।" હે ભદ્ર ! લોકની અંદર આ “મિથ્યાદર્શન' નામના મોહરાજાનો મહત્તમ, ગૃહસ્થાવાસમાં રહેનારા, સ્ત્રીઓના અવાચ્ય પ્રદેશનું મર્દન કરનારા, અર્થાત-સ્ત્રીઓનું સેવન કરનારાઓ, પ્રાણીઓનો ઘાત કરનારા, અસત્ય પ્રતિજ્ઞાઓને ધરનારા એટલે ખોટી પ્રતિજ્ઞાઓને લેનારા અને તોડનારા, પ્રકારનાં પાપોને આચરનારાઓ અને ધન-ધાન્ય આદિ નવ પ્રકારનો જે પરિગ્રહ તેનો સંગ્રહ અને ઉપયોગ કરવામાં રક્ત એવાઓ જે છે, તેઓને વિષે તથા અન્ય જેઓ યતિરૂપને ધરનારા હોવા છતાં પણ હમેશાં પકવવાની ક્રિયામાં અને અન્ય પાસે પકાવવાની ક્રિયામાં આસક્ત છે, મદિરાપાન કરનારા છે, પરસ્ત્રી. આદિનું સેવન કરનારા છે, સન્માર્ગને દૂષિત કરનારા છે, એજ કારણે જેઓ યતિરૂપને ધરનારા હોવા છતાં પણ તપાવેલા લોઢાના ગોળા જેવા આકારને ધરનારા છે, તેવાઓને વિષે પાત્રબુદ્ધિ પેદા કરે છે.” સUSTધ્યાનવારિત્ર-તપોવીર્યપરાયUTI: I गुणरत्नधना धीरा, जङ्गमा: कल्पपादपा: ।। १ ।। संसारसागरोत्तार-कारिणो दानदायिनाम् । વિન્યવતુવોદિત્યે તુન્યા યે પારમામિન: II ૨ || तेषु निर्मलचित्तेषु, पुरुषेवु जडात्मनाम् । एषोडपात्रधियं धत्ते, महामोहमहत्तम: ।। ३ ।।" “સ અને અસદ્ હેય અને ઉપાદેય, ગમ્ય અને અગમ્ય, પેય અને અપેય આદિનો વિવેક કરાવનાર જે સુંદર જ્ઞાન, આત્માને પોતાના કલ્યાણકારી ધ્યેયમાં સ્થિર બનાવનારૂં સુંદર ધ્યાન, કર્મનો ક્ષય કરવામાં સમર્થ એવું સુંદર ચારિત્ર, કર્મને તપાવવા માટે અસાધારણ તાપ સમાન તપ અને સાધ્યની સિદ્ધિ માટે જરૂરી એવું જે વીર્ય, એ સર્વના સદાને માટે જેઓ ઉત્તમ આશ્રયભૂત છે, અનેક ગુણો રૂપી વિવિધ પ્રકારનાં જે રત્નો તે રૂપ ધનને જેઓ ધરનારા છે, અંગીકાર કરેલ અનુપમ મહાવ્રતોનું પાલન કરવામાં જેઓ ધીર છે, યોગ્ય આત્માઓના ઉત્તમ મનોરથોને પૂર્ણ કરવા માટે જેઓ હાલતાં-ચાલતાં કલ્પવૃક્ષો છે, શુદ્ધ ભાવનાથી કોઇ પણ જાતિની આશંસા વિના શુદ્ધ દાનના દેનારા આત્માઓનો Page 19 of 191. Page #20 -------------------------------------------------------------------------- ________________ સંસારસાગરથી ઉદ્વાર કરનારા છે. એટલે કે-એવા આત્માઓને સંસારસાગરથી પાર ઉતારનારા છે અને અચિન્ત્ય વસ્તુઓના ઝહાજ તુલ્ય હોઇ જેઓ સંસારના પારને પામનારા છે, તેવા નિર્મલ ચિત્તને ધરનારા મહાપુરૂષોના પારને વિષે એ મહામોહના મહત્તમ જડાત્માઓના અંતરમાં અપાત્ર બુદ્ધિને ઉત્પન્ન કરે છે.” સાચા મહાદેવોને છૂપાવી કુદેવોને મહાદેવો તરીકે ઓળખાવવાનું, મોક્ષપ્રાપક સદ્ધર્મને છૂપાવી હિંસક અને ચિત્તને મલિન કરનાર ધર્મોને સદ્ધર્મ તરીકે પ્રવર્તાવવાનું, સત્ય અને પ્રતીતિ તથા પ્રમાણથી અબાધિત તત્ત્વનો અપલાપ કરી અસત્ય અને પ્રમાણથી બાધિત તત્ત્વોને તત્ત્વ તરીકે પ્રસિદ્ધ કરવાનું અને શુદ્ધ ગુણસંપન્ન મહાપુરૂષોને અપાત્ર તરીકે જાહેર કરી કેવલ ભયંકર અવગુણોથી જ ભરેલા અધમાધમ આત્માઓને પાત્ર તરીકે વિશ્વમાં પ્રતિષ્ઠિત કરવાનું જેવું સામર્થ્ય મિથ્યાદર્શનમાં છે, તેવું જ સામર્થ્ય તેનામાં એકાંત શુદ્ધ અને અનેકાનેક ગુણોથી અલંકૃત થયેલા આત્માઓને એકાંત નિર્ગુણી આદિ તરીકે પ્રકાશિત કરીને કેવલ કારમા દોષોથી જ ભરેલા ઘોર પાપાત્માઓને ગુણવાન આદિ તરીકે ઓળખાવવાનું પણ છે. એ સામર્થ્યનું પ્રતિપાદન કરતાં પણ પરમોપકારી શ્રી સિદ્ધર્ષિ ગણિવર ફરમાવે છે કે “कौतुकं कुहकं मन्त्र - मिन्द्रजालं रसक्रियाम् । નિર્વિષીરાં તત્ર-મન્તર્ધાનું સવિસ્મયમ્ || 9 || औत्पातमान्तरिक्षं च, दिव्यमाड्गं स्वरं तथा । તક્ષનું વ્યનાં મૌમ, નિમિત્તે હૈં શુમાશુમમ્ || ૨ || ૩Çાદનું સવિદ્વેષ-માયુર્વેતં સનાતમ્ | ज्योतिषं गणितं चूर्णं -योगलेपास्तथाविधाः || ३ || ये चान्ये विस्मयकरा, विशेषा पापशास्त्रजाः । अन्ये भूतोपमर्दस्य, हेतव: शाठ्यकेतवः || ४ || तामेव ये विजानन्ति, निःशङ्का श्च प्रयुज्जते । ન ધર્મયાઘાં મન્યતે, શા: પાપપરાયળા: || ૭ || तएव गुणिनो धीरास्ते पूज्यास्ते मनस्विनः । ત વ વીરાસ્તે વામ-માનિનરતે મુનીશ્વરા: || ૬ || इत्येवं निजवीर्येण, वहिरड्गजनेमुना | મિથ્યાર્શનસંોન, મદ્ર ! પાપા: પ્રશિતા: || ૭ ||” “કૌતુક એટલે સૌભાગ્ય માટે સાધુ અવસ્થામાં પણ રાખ લગાડવી તે, કુહક એટલે ગારૂડી વિધા અથવા જાદુગરીના પ્રયોગો કરવા તે, મંત્ર, ઇંદ્રજાલ, રસક્રિયા, નિર્વિષ કરવાની ક્રિયા, આશ્ચર્ય પમાડે એવી રીતિએ અંજન દ્વારા અદૃશ્ય થવાની ક્રિયા, ઔત્પાત એટલે તારા વિગેરેના ખરવાથી સારા-ખોટા ફ્લનું કથન કરવું તે, આન્તરીક્ષ એટલે ગ્રહોના ઉદય અને અસ્તથી સારા-નરસા ફ્લનું પ્રતિપાદન કરવું તે, દિવ્ય એટલે તપાવેલા તેલમાં પડવું અને અગ્નિના કુંડ આદિમાં ઝંપાપાત કરવાની પ્રતિજ્ઞા સ્વીકારવી તે, આંગ એટલે પુરૂષો અને સ્ત્રીઓના જમણાં અને ડાબાં અંગો કવાથી શુભાશુભ ળનું જાણવું તે, સ્વર એટલે પક્ષી વિગેરેના સ્વરથી શુભાશુભ ફ્ળનું કથન કરવું તે, લક્ષણ એટલે હાથ અને પગની રેખા ઉપરથી સારા નરસા ફ્ળનું કહેવું તે, વ્યંજન એટલે મસા અને તલ વિગેરે ઉપરથી શુભાશુભ ફ્ળનું કહેવું તે અને ભૌમ એટલે ધરતીકંપથી શુભાશુભ ફ્ળનું કહેવું તે; આ આઠ અષ્ટાંગ નિમિત્તથી ઓળખાય છે. એના દ્વારા શુભ અને અશુભ નિમિત્તનું કથન કરવું; શત્રુના વિનાશ માટે વૈરબુદ્ધિપૂર્વક કામણ ટુમણ Page 20 of 191 Page #21 -------------------------------------------------------------------------- ________________ કરવાં, હોરા ગ્રંથની સાથે આયુર્વેદનો ઉપયોગ કરવો એટલે વેધક ક્રિયા કરવી. અને સંતતિનાં શુભાશુભ બતાવી આપનારાં ચક્રો બનાવવાની ક્રિયા કરવી, જ્યોતિષશાસ્ત્ર અને ગણિતશાસ્ત્રનો આરંભાદિકની પ્રવૃત્તિઓમાં ઉપયોગ કરવો, સાંસારિક કાર્યસાધક ચૂર્ણ તૈયાર કરવા અને યોગના પાદલેખો તૈયાર કરવા. તથા તેવાજ પ્રકારના બીજા પણ છે જે પાપશાસ્ત્રોથી ઉત્પન્ન થયેલા અને વિસ્મયને કરનારા વિશેષો એટલે ભિન્ન ભિન્ન પ્રકારના પાપવર્ધક વ્યાપારી અને બીજા પ્રાણીઓના ઉપમર્થનમાં એટલે ઘાતમાં હેતુભૂત થાય તેવા અને શઠતાનો ધજાગરો માવે તેવા જે જે વ્યાપારો તેનેજ જેઓ વિશેષ પ્રકારે જાણે છે; જાણે છે એટલું જ નહિ પણ નિ:શંક બનેલા જેઓ કોઇ પણ જાતિની શંકા વિના એ વ્યાપારોનો પ્રયોગ કરે છે અને પાપમાં તત્પર બનેલા જે ધર્મઠગો તેમ કરવામાં ધર્મને બાધા પહોચે છે એમ માનતા નથી, તેઓજ આ વિશ્વમાં ગુણી છે, ધીર છે, પુજ્ય છે અને બુદ્ધિશાળીઓ છે, એટલું જ નહિ પણ તેજ સાચા વીર છે, સાચા લાભના ભાગીદાર છે અને મુનીશ્વરો છે, આ પ્રમાણે મનાવી હે ભદ્ર ! મોહરાજાનો આ ‘મિથ્યાદર્શન' નામનો મહત્તમ પાપી આત્માઓને આ લોકમાં પ્રકાશિત કરે છે.” અને “ये पुनर्मत्रतन्त्रादि-वेदिनोडप्यतिनि:स्पहा: । निवृत्ता लोकयात्राया, धर्मातिक्रमभीख: ।। ८ ।। मूकान्धा: परवृत्तान्ते, स्वगुणाभ्यासने रताः । असक्ता निजदेहेडपि, किं पुनविणादिके ।। ९ ।। कोपाहरुकारलाभाथै-थूरत: परिवर्जिता: । तिष्ठन्ति शान्तव्यापारा, निरपेक्षास्तपोषना: ।। १० ।। न दित्यादिकमारुयान्ति, कुहकादि न कुर्वते । मन्त्रादीत्रानुतिष्ठन्ति, निमित्तं न प्रयुज्जते ।। ११ ।। लोकोपचार निःशेषं, परित्यज्य यथासुखम् । ૨વાધ્યાયધ્યાયોમપુ, સthવત્તા: સાડડરતે || ૨ | से निर्गुणा अलोकक्षा, विमूडा भोगवझ्चिताः । ઉપમાનહતા તીન-શાનદીનાવ પૂર્વદા: || 3 || इत्येवं निजवीर्येण, यहिरडगजनेडमना । ते मिथ्यादर्शनाडवेन, स्थापिता भद्र ! साधवः ।। १४ ।।" “જે મહાપુરૂષો મંત્ર અને તંત્ર આદિના જાણકાર હોવા છતાં પણ નિઃસ્પૃહ છે, લોકયાત્રાથી નિવૃત્તિને પામેલા છે અને ધર્મના અતિક્રમથી ઘણા જ ડરનારા છે : એ જ રીતિએ જે મહાપુરૂષો પરનાં વૃતાન્તમાં મુંગા અને અંધા હોય છે, પોતાના જ્ઞાનાદિ ગુણોના અભ્યાસમાં રક્ત હોય છે અને પોતાના શરીર ઉપર પણ મમતા વિનાના હોય છે એવાઓ માટે દ્રવ્ય આદિની મમતાની વાત પણ કેમ જ થાય ? અર્થાત- જેઓ સર્વ પ્રકારની મમતાથી રહિત હોય છે : જે મહાપુરૂષો કોપ, અહંકાર અને લોભ આદિથી દૂરથી જ તજાયેલા છે, અર્થાત-જે મહાપુરૂષોએ કોપ, અહંકાર અને લોભ આદિનો દૂરથી જ ત્યાગ કરેલો છે અને જે મહાપુરસ્પો, સઘળાય હાનિકર વ્યાપારોના ત્યાગથી શાંત વ્યાપારવાળા બનીને અને કોઇની પણ અપેક્ષાથી રહિત થઇને તથા તપને પોતાનું ધન માનીને રહે છે : જે મહાપુરૂષો દિવ્ય આદિને કહેતા નથી, ગારૂડી વિધા કે જાદુગરીના પ્રયોગો આદિને કરતા નથી, મંત્ર આદિનું અનુષ્ઠાન પણ આદરતા નથી અને નિમિત્તોનો Page 21 of 191 Page #22 -------------------------------------------------------------------------- ________________ પ્રયોગ કરતા નથી : અર્થાત-સઘળા લોકોપચારનો સુખપૂર્વક પરિત્યાગ કરીને જે મહાપુરૂષો સદાય સ્વાધ્યાય અને ધ્યાનના યોગોમાં આસક્ત ચિત્તવાળા બનીને રહે છે; તેવા સાધુપુરૂષોને હે ભદ્ર ! આ. મિથ્યાદર્શન' નામના મહત્તમે આ લોકની અંદર પોતાના પરાક્રમથી નિર્ગુણી તરીકે, લોકના સ્વરૂપથી અજ્ઞાન મહામૂર્ખ તરીકે, ભોગોથી વંચિત થયેલા તરીકે, અપમાનથી હણાયેલા બનાવીને દીન તરીકે અને જ્ઞાનહીન કુડા તરીકે સ્થાપિત કર્યા છે.” એજ રીતિએ મહામોહના એ ‘મિથ્યાદર્શન' નામના મહત્તમમાં મોક્ષનાં કારણોને લુપ્ત કરી દઇને સંસારનાં કારણોને મોક્ષકારણ તરીકે સ્થાપિત કરવાનું સામર્થ્ય પણ છે. એ સામર્થ્યનું વર્ણન કરતાં શ્રી સિદ્વર્ષિ ગણિવર ક્રમાવે છે કે ___ "उद्धाहनं च कन्यानां, जननं पूत्रसंहतेः । निपातनं च शत्रूणां, कुटुम्बपरिपालनं ।। १ ।। यदेवमादिकं कर्म, घोरसंसारकारणम् । તદ્ધર્મ તિ સંરથાણ, તું ભવતારમ્ II II” “કન્યાઓનું લગ્ન કરવું, પુત્રોના સમુદાયને પેદા કરવો, શત્રુઓનો નાશ કરવો અને કુટુમ્બોનું પાલન કરવ, આ આદિ જે જે ઘોર સંસારનાં કારણ કર્મ છે, તે કર્મનું ધર્મ તરીકે સંસ્થાપન કરીને સંસારને તરવાનાં સાધન તરીકે, લોકના વેરી એવા મિથ્યાદર્શને દર્શાવેલાં છે.” : પુનર્ણાનવારિત્ર-દર્શાવાયો વિમુbયે | मार्ग: सर्वोडपि सोडनेन, लोपितो लोकवैरिणा: ।। ३ ।।" “જ્ઞાન, ચારિત્ર અને દર્શન કરીને સહિત એવો માર્ગ આત્માની વિમુક્તિ માટે છે, તે સઘળોય મોક્ષમાર્ગ લોકવરી એવા આ મિથ્યાદર્શને વિશ્વમાંથી લુપ્ત કરેલો છે.” આ પ્રમાણે આ “ મિથ્યાદર્શન' નામનો મહામોહ રાજાનો મહત્તમ પોતાના મહિમા દ્વારા જડ આત્માઓના અંતરમાં અદેવમાં દેવપણાનો સંકલ્પ કરે છે, અધર્મમાં ધર્મપણાની માન્યતા કરે છે અને અતત્ત્વમાં તત્ત્વબુદ્ધિને કરે છે; એજ રીતિએ અજ્ઞાનીઓનો કારમો શત્રુ એ, અજ્ઞાન આત્માઓના અંતઃકરણમાં અપાત્રની અંદર પાત્રતાનો આરોપ કરે છે, ગુણરહિત આત્માઓમાં ગુણીપણાનો ગ્રહ કરે છે અને સંસારના. હેતુઓમાં નિર્વાણના હેતુભાવને કરે છે. આ રીતિએ વર્ણવીને પરમોપકારી શ્રી સિદ્ધર્ષિગણિવર, મિથ્યાદર્શનનો મહિમા સમજાવી મિથ્યાદર્શનરૂપ ભાવાન્ધકારથી બચવાનું માને છે. ર્મનો જ વિલાસ : સૂત્રકાર પરમર્ષિ શ્રી સુધર્માસ્વામિજી મહારાજા, સંસારવર્તિ પ્રાણીગણને સંસાર ઉપર નિર્વેદ અને વરાગ્ય ઉત્પન્ન કરવાના જ એક હેતુથી આ “ધુત’ નામના છઠ્ઠા અધ્યયનના પહેલા ઉદેશાના બીજા સૂત્ર દ્વારા કર્મવિપાકની ગરિષ્ઠતાનું પ્રતિપાદન કરી રહ્યા છે. ચાર ગતિરૂપ સંસારમાં પડેલા પ્રાણીઓ કેવા પ્રકારના કર્મવિપાકને ભોગવી રહ્યા છે એનું પ્રતિપાદન કરતાં બીજા સૂત્રના “संति पाणा अंधा तमसि वियाहिया" Page 22 of 191 Page #23 -------------------------------------------------------------------------- ________________ આ અવયવદ્વારા સૂત્રકાર પરમર્ષિ, માવી ગયા કે ‘આ વિશ્વમાં પ્રાણીઓ બે પ્રકારે અંધ છે. જેમ ચક્ષુનો અભાવ એ અંધતા છે તેમ સદ્વિવેકનો અભાવ એ પણ અંધતા છે. જેમ અંધતા બે પ્રકારની છે તેમ અંધકાર પણ બે પ્રકારનો છે. નરકગતિ આદિમાં જે અંધકાર છે તે દ્રવ્ય અંધકાર છે અને મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ અને કષાય આદિ જે અંધકાર તે ભાવ અંધકાર છે. કર્મના યોગે ચક્ષુવિકલ અને સદ્વિવેકથી વિકલ બનેલા આત્માઓ કર્મ વિપાકે જ આપાદિત કરેલ નરકગતિ આદિરૂપ દ્રવ્ય અંધકારમાં અને મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ અને કષાય આદિરૂપ ભાવ અંધકારમાં વ્યવસ્થિતપણે રહેલા છે એમ શ્રી તીર્થંકરદેવો રમાવે છે.' આ ઉપરથી એ વસ્તુ સ્પષ્ટ છે કે-અવિવેકરૂપ અંધદશાને આધિન થઇને આત્માઓ ઉભય પ્રકારના અંધકારમાં જે અનાદિથી આથડ્યા કરે છે એ સઘળો જ વિલાસ કર્મનો છે. આત્માનું સુખ આવરી લઇને એને આ ભયાનક સંસારમાં કોઇ રીબાવનાર હોય તો ત કર્મ છે. એના પ્રતાપે મિથ્યાત્વાદિરૂપ ભાવ અંધકારમાં ફ્સી સદ્વિવેકના અભાવરૂપ અંધતાના યોગે આત્મા, દ્રવ્ય અંધકારરૂપ નરકાદિગતિઓમાં આથડ્યા કરે એમાં કશું જ આશ્ચર્ય નથી. સદ્વિવેકનો અભાવ એ એવી અંધતા છે કે એ અંધતાને આધીન થયેલો આત્મા ઉન્માર્ગે જાય એ સહજ છે અને મિથ્યાત્વાદિરૂપ અંધકારમાં આથડતા આત્મા માટે નરકગતિ આદિરૂપ અંધકારમાં આથડવું એ પણ અસહ જ નથી. આત્મસ્વરૂપથી અજ્ઞાત રાખી તેને નહિ પ્રગટ થવા દેનાર મિથ્યાત્વ આદિના સ્વરૂપને પણ જાણવાની જરૂર છે. અવિવેકનું સ્વરૂપ અને પરિણામ આપણે જોઇ આવ્યા તેમ ભાવ અંધકારરૂપ મિથ્યાત્વ આદિ આત્માના અનાદિસિદ્ધ શત્રુઓનું સ્વરૂપ આપણે જોઇ રહ્યા છીએ. અત્યાર સુધીમાં આપણે મિથ્યાત્વની અચિકિત્સ્યતા, મિથ્યાત્વનું સ્વરૂપ અને મિથ્યાદર્શનનો મહિમા જોઇ આવ્યા. મિથ્યાત્વના પ્રકારો અને તેના સ્વામી દેવમાં અદેવપણાની, ગુરૂમાં અગુરૂપણાની અને ધર્મમાં અધર્મપણાની બુદ્ધિ કરાવનાર જે મિથ્યાત્વ તેના પ્રકાર અને તે તે પ્રકારોના અધિકારીનું પ્રતિપાદન કરતાં કલિકાલસર્વજ્ઞ ભગવાન્ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા માવે છે કે " मिथ्यात्वं च पङ्चधा अभिग्रहिकमनाभिग्रहिकमाभि निवेशिकं सांशयिकमनाभोगिकं - १- तत्राभिग्रहिकं पाखण्डिनां स्वस्वशास्त्रनियन्त्रितविवेका लोकानां परपक्षप्रतिक्षेपदक्षाणां મતિ । २- अनाभिग्रहिकं तु प्राकृतलोकानां सर्वे देवा वन्दनीया न निन्दनीया एवं सव गुखः सर्वे धर्म्मा इति । ३- अभिनिवेशिकं जानतोडपि यथास्थितं वस्तु दुरभिनिवेशलेशविप्लावितधियो जमालेखि મતિ / ४- सांशयिकं देवगुरुधर्मेष्चयमयं वेति संशयानस्य વાતા ५- अनाभोगिकं विचारशून्यस्यकेन्द्रिमादेव विशेयविज्ञान विकलस्य भवति' મિથ્યાત્વ પાંચ પ્રકારે છે. ૧- એક તો આભિગ્રહિક, ૨- બીજું અનાભિગ્રહિક, ૩- ત્રીજું આભિનિવેશિક, ૪- ચોથું સાંશયિક અને ૫- પાંચમું અનાભોગિક. Page 23 of 191 Page #24 -------------------------------------------------------------------------- ________________ આ પાંચ પ્રકારના મિથ્યાત્વો પૈકીનું (૧) પહેલા પ્રકારનું “આભિગ્રહિક' નામનું મિથ્યાત્વ, જેઓનો વિવેકરૂપ પ્રકાશ પોત પોતાનાં શાસ્ત્રોથી નિયન્દ્રિત થઇ ગયેલો છે અને જેઓ પરના પક્ષનો તિરસ્કાર કરવામાં હુંશીયાર છે તેવા પાખડુિંઓને હોય છે. (૨) બીજા પ્રકારનું “અનાભિગ્રહિક' નામનું મિથ્યાત્વ, પ્રાકૃત લોકોને હોય છે કારણ કે-વિવેકના અભાવે તેઓની માન્યતા એવી હોય છે કે- “સઘળાય દેવો વન્દનીય હોય છે પણ નિન્દનીય નથી હોતા એજ રીતિએ સઘળાય ગુરૂઓ વંદનીય છે પણ નિંદનીય નથી અને સઘળા ધર્મો માનનીય છે પણ નિંદનીય નથી.' આવા પ્રકારની માન્યતાના પ્રતાપે સદ્ અસહ્નો વિવેક નહિ કરી શકતા પ્રાકૃત લોકોને અનાભિગ્રહિક' નામનું બીજા પ્રકારનું મિથ્યાત્વ હોય છે. (૩) “અભિનિવેશિક' નામનું ત્રીજા પ્રકારનું મિથ્યાત્વ તેને હોય છે કે- “જેની બુદ્ધિ, જમાલિની માફ્ટ વસ્તુને યથાસ્થિત જાણવા છતાં પણ દુભિનિવેશના લેશથી વિપ્લાવિત થઇ ગઇ હોય.” અર્થાત જે વસ્તુને યથાસ્થિતપણે જાણવા છતાં પણ પોતાના ખોટા આગ્રહને પોષવાની ખાતરજ આતુર હોય તેવા આત્માને ‘આભિનિવેશિક' નામનું ત્રીજા પ્રકારનું મિથ્યાત્વ હોય છે. (૪) “સાંશયિક’ નામનું ચોથા પ્રકારનું મિથ્યાત્વ, દેવ, ગુરૂ અને ધર્મને વિષે “આ દેવ કે આ દેવ ? આ ગુરૂ કે આ ગુરૂ? અને આ ધર્મ કે આ ધર્મ' આ પ્રકારે સંશયશીલ બનેલા આત્માને હોય છે. (૫) “અનાભોગિક’ નામનું પાંચમાં પ્રકારનું મિથ્યાત્વ, વિચારશૂન્ય એકેન્દ્રિયાદિકને અથવા તો હરકોઇ વિશેષ પ્રકારના વિજ્ઞાપનથી વિકલ આત્માને હોય છે. આ પાંચ પ્રકારો ઉપરથી સમજી શકાય છે કે-આ વિશ્વમાં મિથ્યાત્વરૂપ શત્રુથી બચેલા આત્માઓની સંખ્યા અતિશય અલ્પ છે. આવા પ્રકારનો મિથ્યાત્વરૂપ અંધકાર એ કારમો અંધકાર છે. એ કારમાં અંધકારના પ્રતાપે વસ્તસ્વરૂપને નહિ સમજનાર આત્મા અનેક અનાચારો આચરીને નરકગતિ આદિ રૂપ અંધકારમાં આથડે એમાં કશુંજ આશ્ચર્ય નથી. સુવિહિત શિરોમણિ આચાર્ય ભગવાન શ્રી. હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા, મિથ્યાદ્રષ્ટિ આત્માને સુખી અવસ્થામાં પણ દુઃખી તરીકે અને જ્ઞાની અવસ્થામાં પણ અજ્ઞાની તરીકે જ ઓળખાવે છે. મિથ્યાદ્રષ્ટિને સુખના યોગમાં પણ દુઃખજઃ સુવિહિત શિરોમણિ આચાર્ય ભગવાન્ શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા, મિથ્યાદ્રષ્ટિ આત્માને સુખના યોગમાં પણ દુઃખનું પ્રતિપાદન કરતાં ક્રમાવે છે કે “णय नत्तओ तयंपि हु, सोक्खं मिच्छत्तमोहियमइस्स | जह रोद्दवाहिगहियस्स, आसहाओवि तभावे ।। १ ।। जह चेवोवहयणयणो, सम्म रुवं ण पासई पुरिसो । તદ વેવ મિટ્ટિી , વિનં સોરd ન પાવે || ૨ ||” “જેમ દુ:સાધ્ય વ્યાધિની પીડાથી પીડિત શરીરવાળા આત્માને ઔષધથી પણ વાસ્તવિક રીતિએ સુખ નથી થતું તેમ મિથ્યાત્વથી મોહિત મતિવાળા આત્માને રૈવેયક આદિમાં રહેલું સુખ પણ સુખરૂપ નથી થતું જેમ કાચકામલાદિ દોષથી ઉપદ્રવવાળા નેત્રોને ધરનારો, કોઇ પણ વસ્તુને વસ્તુના રૂપે જોઇ શકતો. નથી તેમજ મિથ્યાદ્રષ્ટિ આત્મા, પોતા માટે સમુપસ્થિત થયેલ એવા વિપુલ સુખને પામી શકતો નથી.” Page 24 of 191 Page #25 -------------------------------------------------------------------------- ________________ વાત એ છે કે-અસાધ્ય વ્યાધિથી પીડાતા આત્માને, સ્વભાવથી તો સુખ હોતું જ નથી, પણ ઔષધના. યોગેય વાસ્તવિક સુખનો અનુભવ નથી કરી શકતો; કારણ કે-અત્યન્ત દારૂણ રોગના પ્રતાપે, તેને માર્મિક પીડા તો ચાલુ જ હોય છે, એટલે ઔષધથી કદાચ તેને સુખનો લાભ થાય તો તે બાહ્યજ પણ આંતર તો. નહિ; જેમ શરકાલમાં અતિશય પ્રચંડ સૂર્યના કિરણોથી તપી ગયેલા મોટા મોટા હૃદોનું પાણી જેમ બહારથીજ ઉષ્ણ થઇ જાય છે પણ મધ્ય ભાગમાં તો અતિશય શીતલ જ રહે છે તેમ ઉત્તમ પ્રકારની ક્રિયાઓના યોગે મિથ્યાદ્રષ્ટિ આત્માને, ગ્રેવેયિકાદિના બાહ્ય સુખનો યોગ થવા છતાં પણ તેનું ચિત્તા મિથ્યાત્વથી ઉપદ્રવવાળું હોવાથી આંતરિક તો દુ:ખજ હોય છે : કાચકામલાદિ દોષોથી ઉપદ્રવવાળો માણસ વસ્તુને વસ્તુરૂપે નથી જોઇ શકતો તેજ રીતિએ જે જે આત્માનું સમ્યગજ્ઞાન, મિથ્યાત્વના પ્રતાપે ઉપહ્યત થઇ ગયું છે તે આત્મા પ્રાપ્ત થયેલા અતિશય સુખને પણ સુખ તરીકે નથી ભોગવી શકતો. મિથ્યાત્વ એ એવી. કારમી વસ્તુ છે ક-સુમન પણ 1 અમારા કે-સુખને પણ દુ:ખ બનાવી દે છે અર્થાત આ સંસારમાં પણ સુખનો સાચો અનુભવ સમ્યગૃષ્ટિ આત્માન કરી શકે છે કારણકે એ આત્મા સમ્યગજ્ઞાનના પ્રતાપે વસ્તુ માત્રનો વિવેક કરી શકે છે, એટલે એ દુ:ખની સામગ્રીમાં પણ સુખ અનુભવે છે તો સુખની સામગ્રીમાં સુખ અનુભવે એમાં તો આશ્ચર્યજ શું છે !ખરેખર સમ્યગદ્રષ્ટિ આત્મા એક મોક્ષસુખનોજ પિપાસુ હોઇ એની અપ્રાપ્તિનું દુ:ખ એને સાલ્યાજ કરે છે તે છતાં પણ તે વિવેકી હોવાના કારણે પોતાના આત્માની શાંતિ તે કોઇ પણ સંયોગમાં ગુમાવતો નથી; જ્યારે મિથ્યાદ્રષ્ટિ આત્મા અક પોગલીક સુખનોજ અભિલાષી હોય છે અને પૌગલીક સુખો દુ:ખથી મિશ્રિત હોવા સાથે પરિણામે પણ દુ:ખનેજ આપનારાં હોવાથી તે આત્મા દુ:ખ દેખી અને દુ:ખીજ રહે છે. પૌગલીક સુખોની પિપાસાથી રીબાતા આત્માઓ ગમે તેવા અને ગમે તેટલા સુખમાં સંતોષ નથી માનતા અને અસંતોષ એ કારમું દુ:ખ છે. એ કારમું દુ:ખ મિથ્યાત્વની હયાતિથી ઘટતું નથી પણ વધેજ છે; એજ કારણે મિથ્યાદ્રષ્ટિ આત્માઓ, સુખ સામગ્રીની હયાતિમાં પણ સુખનો અનુભવ કરવાને બદલે દુ:ખનોજ અનુભવ કરે છે કારણ કે- એનું જ્ઞાન પણ અજ્ઞાનરૂપ છે. મિથ્યાદ્રષ્ટિનું જ્ઞાન પણ અજ્ઞાનઃ મિથ્યાદ્રષ્ટિનું જ્ઞાન એ અજ્ઞાન છે !' એના હેતુઓનું પ્રતિપાદન કરતાં એજ સૂરિપુરંદર, પૂજ્યપાદ શ્રી જિનભદ્ર ગણિ ક્ષમાશ્રમણજીના શબ્દોમાંજ માવે છે કે “सदसदविसेसणाओ, भवहे उजहिच्छिओवलंभाओ । પાછાપDભામાવાઝો, મિહિસિ ઉન્નાઇi || 9 ||” મિથ્યાદ્રષ્ટિ આત્માનું જ્ઞાન ચાર હેતુથી અજ્ઞાન છે-એક તો “એનું જ્ઞાન, વિશેષણરહિતપણે સત્ અને અસત્નો સ્વીકાર કરે છે.' એ હેતુથી અજ્ઞાન છે : બીજો હેતુ એ છે કે- “એનું જ્ઞાન સંસારનું કારણ છે.' કારણ કે- ‘મિથ્યાદ્રષ્ટિનું જ્ઞાન કર્મબંધના હેતુઓ જે મિથ્યાત્વાદિ તેનીજ પ્રાયઃ પ્રવૃત્તિ કરાવનાર છે.” ત્રીજો હેતુ એ છે કે, “એના જ્ઞાનથી જે વસ્તુનો બોધ થાય છે તે યદચ્છારૂપ એટલે પોતાના વિકલ્પ માત્રથી થયેલો હોય છે પણ સમ્યગદ્રષ્ટિ આત્માની માફ્ટ શ્રી સર્વજ્ઞ પરમાત્માના વચનની પરતંત્રતાથી થયેલો નથી. હોતો' એ કારણે પણ એનું જ્ઞાન અજ્ઞાનરૂપ હોય છે અને ચોથો હેતુ જ્ઞાનના ક્લનો અભાવ છે.” જ્ઞાનનું ફ્લ જે વિરતિ તેના અભાવથી પણ મિથ્યાદ્રષ્ટિનું જ્ઞાન એ અજ્ઞાન કહેવાય છે. ખરેખર મિથ્યાદ્રષ્ટિનું જ્ઞાન ઘણુંજ કારમું જ્ઞાન છે. એનું જ્ઞાન જ્યાં સુધી મિથ્યાત્વની હયાતિ હોય ત્યાં સુધી જ્ઞાનરૂપ થઇ શકતું નથી. મિથ્યાદ્રષ્ટિ આત્મા, પોતાના જ્ઞાનથી જો કોઇ વસ્તુનું અસ્તિત્વ Page 25 of 191 Page #26 -------------------------------------------------------------------------- ________________ સ્વીકારશે તો તે અસ્તિત્વ પણ સર્વ પ્રકારે જ સ્વીકારશે અને નાસ્તિત્વ સ્વીકારશે તો તે પણ સર્વ પ્રકારે જ સ્વીકારશે; પણ વસ્તુનું કયા સ્વરૂપે અસ્તિત્વ છે અને કયા સ્વરૂપે નાસ્તિત્વ છે એનો વિવેક એ અજ્ઞાનરૂપ જ્ઞાનના યોગે એ આત્મા નહિ જ કરી શકે. વાસ્તવિક રીતિએ કોઇ પણ વસ્તુનું સ્વરૂપ મિથ્યાદ્રષ્ટિઓ જે રીતિએ સ્વીકારે છે તે રીતિએ હોતું જ નથી. એ અજ્ઞાનીઓ પૈકીના કોઇ જ્ઞાનીઓ, આત્માને નિત્ય જ માનશે તો કોઇ વળી અનિત્ય જ માનશે પણ દ્રવ્યની અપેક્ષાએ નિત્ય અને પર્યાયની અપેક્ષાએ અનિત્ય એમ માનવા જોગી શુદ્ધ મતિ તેઓમાં એ કારમા મિથ્યાત્વના યોગે નહિ જ થવાની. મિથ્યાદ્રષ્ટિ આત્મા, શુદ્ધ સ્યાદ્વાદી બની શકતો જ નથી, સદાને માટે એ પ્રાયઃ એકાંતવાદી જ હોય છે એ એકાંતવાદ જ એના જ્ઞાનને અજ્ઞાન બનાવનાર છે. એકાંતવાદીઓ ગમે તેવા જ્ઞાનીઓ હોય તો પણ વાસ્તવિક રીતિએ અજ્ઞાનીઓ છે. અજ્ઞાનીઓ હોવાના કારણે એ આત્માઓ, મિથ્યાત્વ આદિ કર્મબંધનના હેતુઓથી બચી શકતા નથી : કારણ કે એઓનું જ્ઞાન એઓને પ્રાયઃ મિથ્યાત્વાદિ કર્મબંધના હેતુઓમાં જ પ્રવર્તાવનાર છે : એજ કારણે એઓનું જ્ઞાન સંસારનો હેતુ છે પણ મોક્ષનો હેતુ છે નથી : એથી પણ એઓનું જ્ઞાન અજ્ઞાન કહેવાય છે. મિથ્યાત્વના પ્રતાપે વિપરીતરૂચિવાળા બનેલા મિથ્યાદ્રષ્ટિ આત્માઓ, પ્રાયઃ શ્રી અરિહંત આદિ શુદ્ધ તત્ત્વોના નિંદક અને અશુદ્ધ તત્ત્વોને કુયુક્તિઓથી સિદ્ધ કરનારા હોવાથી તેઓની અસત્પ્રવૃત્તિ ભવાંતરમાં પણ અનુબંધવાળીજ થાય છે : એ કારણે પણ એઓનું જ્ઞાન સંસારનો હેતુ છે અને એથી એ અજ્ઞાન કહેવાય છે. વળી મિથ્યાદ્રષ્ટિ આત્માઓને વસ્તુના બોધ રૂપ જે લાભ થાય છે તે મિથ્યાત્વ મોહનીય કર્મના વિપાકથી ઉન્મત્ત મનુષ્યની માફ્ક યદચ્છારૂપ થાય છે, કારણ કે-મિથ્યાદ્રષ્ટિ આત્મા, શ્રી સર્વજ્ઞપરમાત્માની આજ્ઞાને પરતન્ત્ર નહિ હોવાથી એ દરેક વસ્તુને પોતાની મતિકલ્પનાથી જ જાણવાનો આડમ્બર કરે છે. મદીરાપાની, મદના આવેશથી જેમ કિંકરને પણ રાજા તરીકે અને રાજાને પણ કિંકર તરીકે માને છે તેમ મિથ્યાત્વના ઉદયવાળો આત્મા, સદ્ભૂત વસ્તુનો પણ અતત્ત્વરૂપે વ્યવહાર કરે છે અને અસદ્ભૂત વસ્તુનો પણ તત્ત્વરૂપે વ્યવહાર કરે છે; એજ કારણે ઉપકારીઓ મિથ્યાત્વને પારમાર્થિક ગ્રહ તરીકે ઓળખાવે છે; પિશાચાદિરૂપ ઇતરગ્રહો કરતાં પણ મિથ્યાત્વરૂપ ગ્રહ મોટા મોટા અનર્થોને પેદા કરનાર છે અને એજ કારણે એ ગ્રહની હયાતિમાં થતું જ્ઞાન એ જ્ઞાનરૂપ નથી હોતું પણ અજ્ઞાનરૂપ હોય છે. વળી જ્ઞાનનું ફ્લ એ છે કે- ‘એના યોગે આત્મા, યોગ્યતા મૂજબ દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવની અનુકૂલતા પ્રમાણે પાપરૂપ પ્રાણાતિપાત આદિ કુકૃત્યોથી વિરામ પામે અને પવિત્ર સ્વાધ્યાય, ધ્યાન અને તપશ્ચરણાદિરૂપ કૃત્યવિશેષોમાં પ્રવૃત્તિ કરે.' આ વસ્તુ, વાસ્તવિક રીતિએ મિથ્યાદ્રષ્ટિ આત્માઓને નથી પ્રાપ્ત થતી; એજ કારણે મિથ્યાદ્રષ્ટિનું જ્ઞાન પણ અજ્ઞાન કહેવાય છે કારણ કે- ‘અશુદ્ધ આલાબુપાત્રમાં નાંખેલ દુધ અને સાકર આદિ મધુર દ્રવ્યો પણ વિપરીત ભાવને પામી જાય છે તેમ મિથ્યાદ્રષ્ટિ આત્મામાં રહેલું જ્ઞાન પણ મિથ્યાત્વના ઉદયથી વિપરીત ભાવને પામી જાય છે.' આથી સમજાશે કે-મિથ્યાત્વ એ આત્માનો કારમો ભાવશત્રુ છે. આવા ભાવ અંધકારરૂપ શત્રુના પ્રતાપે આત્મા નરકાદિ રૂપ દ્રવ્ય અંધકારમાં આથડ્યા કરે એમાં કશું જ આશ્ચર્ય નથી એમ હરકોઇ વિવેકી આત્મા સમજી શકે તેમ છે. મિથ્યાત્વ નામના દોષના પ્રતાપે છોડવા લાયક પદાર્થોમાં ગ્રહણ કરવા લાયકની બુધ્ધિ સ્થિર બનતી જાય છે અને ગ્રહણ કરવા લાયક પદાર્થોમાં છોડવા લાયકની બુધ્ધિ સ્થિર રૂપે રહેલી હાય છે. Page 26 of 191 Page #27 -------------------------------------------------------------------------- ________________ આના કારણે જીવનમાં જે કાંઇ પ્રવૃત્તિ કરતો હોય એમાં વિવેક દ્રષ્ટિ પેદા થઇ શકતી નથી. જીવોને વિવેકદ્રષ્ટિ વગરની બુધ્ધિ એજ મારા આત્માને નુક્શાનકારક છે આવું જ્યાં સુધી થોડે ઘણે અંશે ના સમજાય ત્યાં સુધી જે પ્રમાણે રાગાદિ પરિણામ કરતો કરતો અશુભ ક્રિયાઓ કરે છે તેમ શુભ ક્રિયાઓ પણ કરતો જાય છે. આ કારણથી જ્યારે જીવ છોડવા લાયક પદાર્થોમાં ગ્રહણ કરવાની બુદ્ધિથી મને દુઃખ આવે. છે એનાથી જ દુ:ખનું મળે છે અને દુ:ખની પરંપરા એનાથી વધે છે. આવી વિચારણાઓ ભગવાનની વાણીના શબ્દોની વિચારણાઓ કરતા કરતા અંતરમાં પેદા થવા માંડે ત્યારેજ આંશિક રૂપે અનુકૂળ પદાર્થોનો રાગ એજ દુ:ખનું કારણ છે આવી સમજણ અંતરમાં પેદા થતી જાય છે. આને મિથ્યાત્વની મંદતા કહેવાય છે. જેટલે અંશે મિથ્યાત્વ મોહનીય કર્મનો રસ ઉદયમાં મંદ થતો જાય એટલે અંશે મોહનીય કર્મનો અંધાપો દૂર થતો જાય છે અને એના કારણે અંતરમાં એકદમ ઝાંખો પ્રકાશ કોઇક કોઇક વાર પેદા થતો જાય છે જ્યારે એ પ્રકાશ પેદા થાય ત્યારે એને ક્ષણવાર આનંદ આપે છે. પાછો મિથ્યાત્વનો ઉદય થાય અને એ પ્રકાશ ચાલ્યો જાય તો પાછો જે પ્રમાણે જીવતો હતો તે પ્રમાણે જીવે છે આ રીતે વારંવાર થતા થતા ઝાંખા પ્રકાશની અનુભૂતિ વારંવાર પેદા કરતો કરતો એ ઝાંખા પ્રકાશને ટકાવવાનો પ્રયત્ન કરતો જાય તો તેટલો કાળ મિથ્યાત્વની મંદતા અંતરમાં વિશેષ રીતે પેદા થતી જાય છે. રાગ પૂર્વક બોલાતા વચન એ જ મિથ્યાત્વ. કારણ કે એનાથી આત્માથી ભિન્ન એવો રાગ પુષ્ટ થાય. બીજાના સુખે હૈયુ સુખી બનાવીએ તો બીજાના ગુણ જોવાનો સ્વભાવ પેદા થાય અને દોષને દોષા તરીકે જોવાની દ્રષ્ટિ આવે. - મિથ્યાત્વ મોહનીય કર્મનો બંધ અનુકળ પદાર્થો પ્રત્યે રાગના પરિણામો પેદા કરવાથી અને પ્રતિકૂળ પદાર્થો પ્રત્યે દ્વેષના પરિણામો પેદા કરવાથી સમયે સમયે જીવ બાંધે છે અર્થાત બાંધ્યા કરે છે. એવી જ રીત તીર્થંકર પરમાત્માની આશાતના કરવાથી, તેમના વચનોનો અપલાપ કરવાથી તેમના વચનોનું ઉલ્લંઘન કરવાથી, વિરુધ્ધ આચરણ કરવાથી, જીવ મિથ્યાત્વ મોહનીય કર્મ બાંધે છે. એવી જ રીતે ધર્મી જીવોના દુષણો શોધવાથી, દુષણો બોલવાથી અધિષ્ઠાયક દેવ આદિની નિંદા કરવાથી કોઇ પણ પદાર્થનો કદાગ્રહ પકડી રાખવાથી, ગુરૂ આદિનું અપમાન કરવાથી અસંયતિઓની પૂજા કરવાથી અને કોઇપણ કામ ઉતાવળથી કરવાથી જીવ મિથ્યાત્વ મોહનીય કર્મનો બંધ કરે છે. આ રીતે મિથ્યાત્વ મોહનીયને જાણીને પરિહરવા માટે પ્રયત્ન કરવો જોઇએ તોજ આત્મિક ગુણો તરફ દ્રષ્ટિ પેદા થાય. (૫) ડામરાણ (૬) હરણ (૭) દ્રષ્ટિસણ પરિહર્સ કામરાગનું વર્ણન કમક્યા ક્ષેને હેવાય ? ચાર પ્રકારની કથાઓમાંની એક ‘અર્થકથા'નું લક્ષણ આ રીતિએ દર્શાવ્યા બાદ, Page 27 of 191 Page #28 -------------------------------------------------------------------------- ________________ કથાકારપરમર્ષિ, “કામકથા' નામની બીજી કથાનું લક્ષણ શું છે, તે દર્શાવતાં માને છે કે "जा उण कामोवायाणविसया, वित्त-वपु-वय-कला-दक्षिण-परिगया, अणुरायपुलइअपडिवत्तिजोअसारा, दुइवावार-रमियभावाणुवत्तणाइपयत्थसंगया, सा कामकहत्ति #UUIS / અર્થના ઉપાયો વિગેરેને દર્શાવનારી કથાને જેમ અર્થકથા કહેવાય છે, તેમ કામને લગતી સામગ્રી સંબંધની કથાને કામકથા કહેવામાં આવે છે. એમ પણ કહેવાય કે-અર્થની રસિકતા કેળવે તે અર્થકથા અને કામની રસિક્તા કેળવે તે કામકથા, કામકથા કામના ઉપાદાનના વિષયવાળી હોય છે : ધન, શરીર, વય, કલા અને ચાતુર્ય એવી જે કામની સામગ્રી તેનાથી કામકથા વ્યાપ્ત હોય છે : અનુરાગથી પુલકિતપણે કરેલો જે ગોરવ, તેના યોગથી કામકથા સારભૂત હોય છે : અને દૂતીનો વ્યાપાર તથા મૈથુનભાવનું અનુવર્તન આદિ, એવા એવા પદાર્થોથી કામકથા સંગત હોય છે. કામકથામાં શું હોય છે, એનો આ ઉપરથી સામાન્ય રીતિએ સારો ખ્યાલ આવી શકે છે અને વિવેકી આત્માઓ સંસારના સ્વરૂપના જાણ હોઇ તે સારી રીતિએ સમજી શકે છે. કામક્યા પણ વિડમ્બના દેનારી : અર્થકથા પછી કામકથાને અંગે પણ કથાકારપરમર્ષિએ માવ્યું કે-કામકથા, એ વિબુધજનોથી ઉપહાસપાત્ર બનેલી કથા છે. પંડિતજનો કામકથા તરફ ઉપહાદ્રષ્ટિથી જોનારા હોય છે. કામકથા કરવી. એ એક પ્રકારનું અજ્ઞાન જ છે, એમ સુજ્ઞજનો માને છે. વળી કામકથા વિડમ્બના માત્રથી પ્રતિબદ્ધ થયેલી. છે. કામકથાના યોગે આ લોકમાં પણ વિડમ્બના ભોગવવી પડે છે અને પરલોકમાં પણ વિડમ્બના ભોગવવી પડે છે. કામકથા સાથે વિડમ્બના એવી રીતિએ સંકળાએલી છે કે જે આત્મા કામકથાને શરણે જાય છે, તે આત્માને વિડમ્બના ભોગવવી જ પડે છે : આથી જ કથાકારપરમર્ષિએ ક્રમાવ્યું કે-કામકથા આ ભવમાં તથા પરભવમાં દુ:ખોનું સંવર્ધન કરનારી છે. કામકથામાં આસક્ત બનેલા આત્માનું આ ભવમાં પણ દુ:ખ વધે છે અને પરભવમાં પણ દુ:ખ વધે છે એટલે આવી કામકથામાં પણ, કોઇ પણ સુખનો અર્થી વિવેકી આત્મા આસક્ત બનવાનું પસંદ કરે જ નહિ, પણ એથી દૂર રહેવામાં જ શ્રેય માને એ નિશ્ચિત છે. કામક્યા અને તેમાં આસક્ત બનનારાઓ : તમો ગુણી આત્માઓની અને એ આત્માઓ કયી કથામાં આસક્ત હોય છે તેની વાત કર્યા પછીથી , હવે કથાકાર પરમર્ષિ આચાર્યભગવાન શ્રીમદ્ હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા રજોગુણી આત્માઓ કયી કથામાં રક્ત બને છે તે જણાવે છે. તમોગુણી આત્માઓ એ અધમ કોટિના આત્માઓ છે, જ્યારે રજોગુણી આત્માઓ એ મધ્યમ કોટિના આત્માઓ છે. અધમ કોટિના આત્માઓ અર્થકથામાં આસક્ત બને છે, જ્યારે મધ્યમ કોટિના આત્માઓ કામકથામાં આસક્ત બને છે. મધ્યમ કોટિના આત્મા કેવા હોય છે તેમજ તેવા આત્માઓ જે કથામાં અનુષક્ત બને છે તે કામકથા કેવા પ્રકારની હોય છે એ દર્શાવતાં, અહીં કથાકારપરમર્ષિ માવે છે કે _ “जे उण सद्दाइविसयमोहियमणा, भावरिउइन्दियाणु कूलवत्तिणो, अभावियपरमत्थमग्गा, इमं सुन्दर, इमं सुन्दरयरं ति सुन्दरासुन्दरेसु अविणिच्छयमई, ते रायसा मन्सिमपुरिसा बुहुजणोवहसणिज्जाए, विडम्बणमेत्तपडिबदाए, इह परभवे य दुक्खसंचडियाए कामकहाए Page 28 of 191 Page #29 -------------------------------------------------------------------------- ________________ BHURIMત્તિ' કથાકારપરમર્ષિએ મધ્યમ કોટિમાં બે વિભાગ દર્શાવ્યા છે. મધ્યમ કોટિના કનિષ્ટ વિભાગના જે આત્માઓ હોય છે, તે આત્માઓ શબ્દાદિ વિષયોરૂપ જે વિષ, તેનાથી મોહિત મનવાળા બનેલા હોય છે : ભાવશત્રુ રૂપ ઇન્દ્રિયોને અનુકૂળ વર્તનારા હોય છે : પરમાર્થના માર્ગેથી અભાવિત દશાવાળા હોય છે : અને આ સુન્દર તથા આ અતિસુન્દર' એ પ્રમાણેની વિકલ્પમય વૃત્તિથી સુંદર તથા અસુંદર પદાર્થોમાં અવિનિશ્ચિત મતિવાળા હોય છે : એવા આત્માઓ રજોગુણને ધરનારા મધ્યમ કોટિના પુરૂષો ગણાય છે. હવે એવા પુરૂષો જે કામકથામાં અનુષક્ત થાય છે, તે કામકથા પંડિતપુરૂષો દ્વારા ઉપહાસપાત્ર બનેલી છે : વિડંબના માત્રથી પ્રતિબદ્ધ થયેલી છે અને આ ભવમાં તેમજ પરભવમાં દુ:ખનું સંવર્ધન કરનારી છે. વસ્તુતઃ આ લોક કે પરલોકમાં તે સુખ આપનારી નથી. નમસ્થાની આસક્તિ પણ અનિષ્ટક્ર છે : જે આત્માઓ “શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ' એ પાંચ વિષયો વિષરૂપ હોવા છતાં પણ, એ. વિષયોને વિષરૂપ ન માનતાં, તેનાથી મોહિત મનવાળા બનેલા હોય, તે આત્માઓ સ્પર્શના, રસના, ઘાણ, ચક્ષુ અને શ્રોત્ર એ પાંચેય ઇન્દ્રિયોને અનુકૂળ વર્તનારા હોય તે સ્વાભાવિક છે. ઇન્દ્રિયો, એ ભાવશત્રુ રૂપ છે એમ જ્ઞાનિઓ માને છે, પણ વિષયોથી મોહિત મનવાળા બનેલા આત્માઓ તો, એ ઇન્દ્રિયોને અનુકૂળપણે વર્તવામાં જ મોજ માણનારા હોય છે. એવા આત્માઓ પરમાર્થના માર્ગથી અભાવિત દશાવાળા હોય, એ પણ સ્વાભાવિક છે, કારણ કે-પરમાર્થના માર્ગથી જે આત્માઓ ભાવિતદશાવાળા હોય, તેઓ ભાવશગુરૂપ ઇન્દ્રિયોને અનુકૂળપણે વર્તવામાં ખુશ હોતા નથી તેમજ વિષરૂપ વિષયોથી તે આત્માઓનું મન મોહિત થયેલું હોતું નથી. આથી સમજી શકાય છે કે-જે આત્માઓ વિષરૂપ વિષયોથી મોહિત મનવાળા હોય છે અને એમ હોવાને કારણે ભાવશગુરૂપ ઇન્દ્રિયોને અનુકૂળપણે વર્તનારા હોય છે, તે આત્માઓ પરમાર્થના માર્ગથી અભાવિત દશાવાળા હોય છે. આવા આત્માઓ સુન્દર અને અસુન્દર પદાર્થોમાં “આ સુન્દર અને આ વધુ સુન્દર' એવી અવિનિશ્ચિત મતિવાળા હોય એમાં નવાઈ પામવા જેવું નથી, કારણ કે-ઇન્દ્રિયોની આધીનતામાં જ પડેલા આત્માઓની દશા કોઇ વિલક્ષણ પ્રકારની હોય છે. તેવા આત્માઓ પોદ્ગલિક પદાર્થોમાં સુંદરતા અને અતિસુંદરતા આદિનો સ્વીકાર કરીને, કદિક કોઇ પદાર્થમાં લીન તો કદિક કોઇ પદાર્થમાં લીન બની, એવી પૌલિક પદાર્થોની લંપટદશામાં જ સમગ્ર જીવનને બરબાદ કરે છે અને એના. યોગે આ ભવમાં પણ દુ:ખ પામવા સાથે ચિરકાર પર્યત્ન સંસારમાં રૂલતા થકા ઘણાં ઘણાં દુ:ખોને ભોગવે છે. રજોગુણના પ્રતાપે કનિષ્ટ કોટિની મધ્યમદશાને પામેલા આત્માઓને પરમાર્થના માર્ગનું શ્રવણ પસંદ જ નથી પડતું, કારણ કે-એ આત્માઓની સદાય વિષયોમાં જ રક્તતા રહે છે. સદાય એ આત્માઓનું હદય ઇન્દ્રિયોને અનુકૂળ વર્તવામાં જ રાચતું રહે છે અને આ સુન્દર તથા આ અતિસુન્દર' એવી જાતિના વિકલ્પો કરી કરીને કોઇ સમયે અમૂક વસ્તુમાં તો કોઇ સમયે અમૂક વસ્તુમાં એમ ભિન્ન ભિન્ન વસ્તુઓમાં લીન થવામાં જ એ આત્માઓને આનંદ આવે છે : એજ કારણે એ આત્માઓ તે કામકથામાં આસક્ત બને છે, કે જે કામકથા પંડિત પુરૂષોના ઉપહાસનું પાત્ર છે, કેવળ આત્માની વિડંબનાને જે કરનારી છે અને જે આ લોક તથા પરલોકમાં દુ:ખને જ વધારનારી છે. એવા આત્માઓને એ કારણે મોક્ષમાર્ગની વાત જ અનુકૂળ નથી આવતી. “વિષયો વિષ સરખા છે, ઇન્દ્રિયો આત્માને પાયમાલ કરનારી હોઇને ભાવશત્રુ સમી છે અને પૌદ્ગલિક પદાર્થોમાં સુન્દરતા-અતિસુન્દરતા કલ્પીને મુંઝાવું એ મૂર્ખતા છે.' -આવી આવી. Page 29 of 191 Page #30 -------------------------------------------------------------------------- ________________ વાતો, એ આત્માઓને અકળાવી મૂકે છે. એ આત્માઓને તો વિષયવિલાસની વાતોમાં જ મઝા આવે છે. કામની સામગ્રીનાં, કામની સામગ્રી મેળવવાનાં અને કામની સામગ્રીને ભોગવવા વિગેરેનાં વર્ણનોમાં એ આત્માઓને ખૂબ ખૂબ આનંદ પડે છે. રમણીઓ અને રમણીઓનાં રૂપ આદિની વાતો, એવા આત્માઓના અંતરને ખૂબ જ આનંદ આપે છે. એવી વાતો જે દિવસે સાંભળવાને ન મળે, તે દિવસ પણ એવા આત્માઓને જાણે ગણના બહારનો લાગે છે. જેમ અધમ કોટિના આત્માઓને અર્થકથાના શ્રવણાદિ વિના ચેન પડતું નથી, તેમ મધ્યમ કોટિના પણ નીચી દશાના આત્માઓને કામકથાના શ્રવણ વિના ચેન પડતું નથી. કામકથાની આવી આસક્તિથી બચવાને માટે વિષયો એ વિષસમા છે એમ સમજી ભાવશત્રુ સમી ઇન્દ્રિયોને આધીન નહિ થતાં, પરમાર્થના માર્ગથી ભાવિતદશાવાળા બનવું જોઇએ અને પૌદ્ગલિક પદાર્થોની સુન્દરતા કે અતિસુન્દરતાના વિકલ્પો તજી, પૌદ્ગલિક પદાર્થોમાં નહિ મુંઝાતાં, આત્માના હિતનો જ્ઞાનિઓની આજ્ઞા મુજબ વિચાર કરતા બની જવું જોઇએ : અને એજ સાચો કલ્યાણમાર્ગ છે. કામની અક્મનીયતા : કામની અકમનીયતા એવી ભયંકર છે કે-એ સામાન્ય આત્માને સ્વસ્થ રહેવા દેતીજ નથી. શરમ કે મર્યાદાનો વિનાશ કરવો એ કામને માટે સહજ છે. કામપરવશ આત્માઓ, કોઇપણ સ્થળે સંયમ જાળવી શકતાજ નથી. કામને પરાધીન બનેલા આત્માઓ, પોતાની જાતને પણ ભૂલી જાય છે. પુરૂષના વેષમાં રહેલ ‘ક્લાણમાલા’ શ્રી લક્ષ્મણજીનું દર્શન થતાંની સાથેજ ભૂલી ગઇ કે અત્યારે હું એક રાજા છું. એ ભૂલી જવાને લઇને કલિકાલસર્વજ્ઞ ભગવાન્ શ્રી હેમદ્રસૂરીશ્વરજી મહારાજા ફરમાવે છે કે “રા વાગેઃ ઘોડપિ, વિશિવે દુરાનò" અર્થાત્- શ્રી લક્ષ્મણજીના દર્શનની સાથેજ તે ‘કલ્યાણમાલા’ નામનો રાજા, ભેદનશીલ છે સ્વરૂપ જેનું એવાં કામબાણોથી એકદમજ ભેદાઇ ગયો. વિચારો કે-કામ એ, એક આત્માનો કેવો કારમો શત્રુ છે ? કલ્યાણમાલા, જાણે છે કે- ‘આજે હું, કુબરપુરના એક રાજા તરીકે પ્રસિદ્ધ છું અને રાજાનાં રૂપમાં છું.' : આ પ્રમાણે જાણવા છતાં પણ એ શત્રુએ, એના આત્માને પરાજિત કરી દીધો. એ પરાજિતના પ્રતાપે, એ પોતાના સ્વરૂપને ગુપ્ત નજ રાખી શક્યો. કામ શત્રુની આવા પ્રકારની અકમનીયતા જાણવા છતાં જેઓ નથી ચેતતા તેઓ ખરેજ શોચનીય છે. કામની પરવશતાનું પરિણામ ઃ આપણે, આ ‘શ્રી ત્રિષષ્ટિશલાકાપુરૂષચરિત્ર' નામના મહાકાવ્યના સાતમા પર્વની અંદર : ‘સીતાહરણ’ નામના પાંચમા સર્ગમાં જોઇ ગયા કે ‘પિતાજીના વચનનું પાલન કરવા ખાતર વનવાસ માટે પ્રયાણ કરી ચૂકેલા શ્રીરામચંદ્રજી, અવંતિદેશના અધિપતિ ‘સિંહોદર' રાજાની ખોટી મ્હોટાઇથી આફ્તમાં આવી પડેલા ધર્મનિષ્ઠ અને દશાંગપુરના અધિપતિ ‘શ્રીવજકર્ણ’ રાજાનું સંરક્ષણ કરીને આગળ ચાલ્યા : આગળ ચાલતા તે, માર્ગમાં ‘કલ્યાણમાલા' ના આતિથ્યનો ઉપભોગ કરી તેના પિતા ‘વાલિખિલ્ય' નામના રાજાને મ્લેચ્છોના બંદીખાનામાંથી છુટા કરવાનું કબુલ કરીને વિંધ્યાટવીમાં પેઠા : વિંધ્યાટવીમાં પેસતાં જ, અપશુકન અને શુક્ર બન્ને થયા : પણ, એથી વિષાદ કે હર્ષ પામ્યા વિના તે આગળ વધ્યા : આગળ વધતા તેમણે સામેથી દેશના ઘાત માટે નીકળેલા સૈન્યને જોયું : એ સૈન્ય, પોતાનાં હથીયારો સજ્જ કરીને જ ચાલતું હતું : એ Page 30 of 191 Page #31 -------------------------------------------------------------------------- ________________ સેન્યમાં હાથી, ઘોડા અને રથોની સંખ્યા અસંખ્ય હતી. : એ સેન્યનો સેનાપતિ, યુવાન હોઇ સર્વ પાપોમાં પરાયણ હતો : એ યુવાન સેનાપતિ, સીતાદેવીના દર્શનની સાથે જ કામને પરવશ બની ગયો : સ્વચ્છન્દવૃત્તિને ધરનારા તે સનાપતિએ, કામની પરવશતાના પ્રતાપે કોઇપણ જાતનો વિચાર કર્યા વિના પોતાના મ્લેચ્છોને ઉચ્ચસ્વરે હુકમ કર્યો કે- “આ બે મુસાફ્રોને નસાડી મૂકીને અથવા મારી નાખીને મારા માટે આ સુંદર સ્ત્રીને હરી લાવો.' વિચારો કે- “કામની પરવશતા, આત્મા ઉપર કેવું વિચિત્ર પરિણામ આણે છે ?' કામની પરવશતાએ, “સામેથી આવનારા તેજસ્વી પુરૂષો અને સ્ત્રી કોણ છે ?' એનો પણ વિચાર કરવાની શક્તિ સેનાપતિમાં રહેવા દીધી નહિ. કામની પરવશતાથી વિચારવિકલ બનેલા સેનાપતિએ, પોતાના પ્લેચ્છો ઉપર છેલ્લામાં છેલ્લી આજ્ઞા માવી દીધી. કામની પરવશતા, પરૂષની પરૂષાર્થશક્તિનો પણ કારમી રીતિએ નાશ કરે છે. જે આત્માઓ, કામને પરવશ બને છે : તે આત્માઓની બદ્ધિ ઠેકાણે નથી રહેતી. મોટા મોટા આત્માઓ પણ, કામની પરવશતાથી પામર બને છે તો આ બિચારા બ્લેરથ્થોના સેનાપતિની શી. ગુંજાશ કે એ આવી દશામાં વિચક્ષણ રહી શકે ? કામની પરવશતાના યોગે વિચક્ષણતાથી રહિત થઇ ગયેલા સેનાપતિએ, પોતાના પ્લેચ્છોને ગમે તેમ કરીને પણ સામે આવતી સુંદર સ્ત્રીને ઉઠાવી લાવવાની આજ્ઞા માવી દીધી. કામક્રીડાનું દ્રશ્ય જોવાથી હદય ઉપર થયેલી કારમી અસરઃ ભયંક્ર નિયાણું : પ્રથમ અને પશ્ચિમ બન્ને ભાઇ મુનિઓ વ્રત ગ્રહણ કર્યા બાદ શાન્તકષાયી બનીને વિહરી રહ્યા છે. વિહાર કરતાં કરતાં એકવાર તેઓ કોશામ્બીમાં આવી પહોંચ્યા. કૌશામ્બી નગરીમાં તે વખતે વસન્તોત્સવ ચાલી રહ્યો છે. તમે જાણો છો કે-કામરસિક આત્માઓ વસંતોત્સવમાં વિવિધ પ્રકારની કામક્રીડાઓ કરે છે. કામક્રીડાનું દર્શન, એ એવી વસ્તુ છે કે આત્માને ભાન ભલતાં વાર ન લાગે. ચકલી-ચકલાના યુગલને કામક્રીડા કરતું જોઇને લક્ષ્મણા સાધ્વીને ક્ષણભર કયો વિચાર આવ્યો ? અનન્તજ્ઞાની શ્રી જિનેશ્વરદેવોને વેદોદય નહિ એટલે તેમને શી ખબર પડે ? આ જાતિનો વિચાર આવી. ગયો. પછી ભૂલનો ખ્યાલ આવ્યો, પણ એકવાર તો દુષ્ટ વિચાર આવી ગયો. અહીં પણ એવું બને છે કે-વસન્તોત્સવમાં નંદિઘોષ નામનો રાજા પોતાની ઇન્દુમુખી નામની રાણીની સાથે ક્રીડા કરી રહ્યો છે અને એ દ્રશ્ય કૌશામ્બીમાં પધારેલા પ્રથમ અને પશ્ચિમ નામના મુનિઓના જોવામાં આવે છે. આ દ્રશ્ય જોવાથી પશ્ચિમ મુનિના હૃદય ઉપર ઘણી જ કારમી અસર થાય છે. કર્મની ગતિ જ વિચિત્ર છે. આત્મા સંયોગ પામીને ઉંધે રસ્તે ચઢી જતાં વાર લાગતી નથી. આથી જ્ઞાનિઓ માને છે કે-કલ્યાણના અર્થિઓએ સદા દુર્વિચારોને પેદા કરનારા સંયોગોથી જ બચવાને માટે પ્રયત્નશીલ રહેવું. - વસન્તોત્સવમાં રાજા-રાણીની ક્રીડા જોઇને પશ્ચિમ મુનિએ નિયાણું કર્યું કે- ‘આ તપશ્ચર્યાના યોગે આ રાજા-રાણીનો હું આવો જ ક્રીડા કરવામાં તત્પર પુત્ર થાઉં !' અત્યારે આત્મા ભાન ભૂલ્યો છે. ક્રીડા કરવાની તીવ્રાભિલાષા પ્રગટી છે. એ વિના આવું નિયાણું કરે ? કેવું ? આજ રાજા-રાણીનો હું પુત્ર થાઉં, એટલું જ નહિ પણ આવો જ ક્રીડાપર હું થાઉં ! Page 31 of 191 Page #32 -------------------------------------------------------------------------- ________________ ક્યાં સંયમ અને ક્યા નિયાણું ? બીજા સાધુઓને પશ્ચિમ મુનિના આવા નિયાણાની ખબર પડી, એટલે તેમણે પશ્ચિમ મુનિને ઘણાં ઘણાં સમજાવ્યા, વાર્યા, પણ તે માન્યા જ નહિ. કમિનીને કે એના ચિત્રને જોતાં વિરાગવાળા બનનારા વિરલ અને રાગવાળા બનનારા ઘણા : જગતમાં કોઇ વસ્તુ એવી નથી, કે જેને વિવેકિઓ પોતાના વિવેકને બળે વૈરાગ્યનું કારણ બનાવી શકે નહિ; અને, જગતમાં એવી પણ કોઇ વસ્તુ નથી, કે જેને અવિવેકિઓ રાગનું કારણ બનાવી શકે નહિ. આ વાત આત્માની અપેક્ષાએ થઇ, પણ જ્યારે ‘જગતમાં જે જે વસ્તુઓ છે, તે તે સામાન્ય પ્રકારે કેવી છે ? વૈરાગ્યને પેદા કરવામાં વધારે નિમિત્ત બને એવી છે ? કે, રાગને પેદા કરવામાં વધારે નિમિત્ત બને એવી છે ?' અથવા એને જોઇને ઘણાઓને વિરાગ થાય કે ઘણાઓને રાગ થાય ? –આવો વિચાર કરવાનો હોય, ત્યારે જગતની વસ્તુઓને બે વિભાગમાં વહેંચી નાંખવી જ પડે. જેમ કોઇ રૂપવતી યૌવનવતી કામિનીને અગર તો એવી કામિનીના ચિત્ર આદિને જોનારાઓમાં, એ કામિનીને અગર તો તેના ચિત્ર આદિને જોઇને રાગવાળા બનનારા ઘણા હોય ? કે, વિરાગવાળા બનનારા ઘણા હોય ? એ દ્રશ્યને જોઇને , વિરાગવાળા બનનારા બહુ જ વિરલ અને રાગવાળા બનનારા ઘણા. એમાં પણ, એ દ્રશ્યને જોઇને જેઓ વિરાગવાળા બને છે, તે શાથી વિરાગવાળા બને છે ? પોતાના વિવેકગુણના બળે જ ને ? અને, જેઓ એને જોઇને રાગવાળા બને છે, તે શાથી રાગવાળા બને છે ? પોતાના હૈયામાં કામરાગ બેઠેલો છે, ના સંસ્કારો પડેલા છે. એથી જ ? ના, એ ઉપરાન્ત પણ એક કારણ છે અને તે એ કે- કામિની, એ કામરાગને સક્ત બનાવવાનું સાધન છે. ભોગનું એ સાધન છે. કામીજનો એને શોધ્યા જ કરતા હોય છે. આથી, એને જોઇને, વિરલજનો પોતાના વિવેકના બળે વિરાગવાળા બનતા હોવા છતાં પણ, એને સામાન્ય રીતિએ તો રાગનું જ સાધન કહેવાય. એ જ રીતિએ, દેવ કે ગુરુ અગર તો એ તારકોની મૂર્તિ, એ વગરે સાધનો જેવાં કહેવાય ? જે એને જુએ, તેના હૈયામાં સામાન્ય રીતિએ તો વિરાગ પ્રગટે : કારણ કે-દેવનું અને ગુરુનું સ્વરૂપ સંયમમય છે. આત્માના ગુણોને પ્રગટાવવાના સાધન તરીકે જ, મોટે ભાગે એનો ઉપયોગ થતો આવેલો છે. આ રીતિએ પણ જો વિચાર કરવામાં આવે, તો એમ લાગે કે-શ્રી. જિનમૂર્તિનું દર્શન-પૂજન આદિ કરવું, એ પણ તારક આલમ્બન જ છે. ક્રમરાગની ભયંક્રતા : રૂપવાન એવા શ્રીધરને જોઇને અનુરાગવતી બનેલી અને એથી શ્રીધરની સાથે રતિક્રીડા કરવાને ઉત્સુક બનેલી લલિતાએ, શ્રીધરને પોતાની પાસે બોલાવ્યો. આંખો વિનાનો આંધળો પણ માણસ જો વિવેકી બને તો જીવનને સુધારી સદ્ગતિને પામી શકે છે, જ્યારે છતી આંખોએ પણ કામાતુરતાના યોગે વિવેકાન્ત બનેલો આત્મા પોતાના આ ભવને તેમજ પરભવને પણ કારમી રીતિએ બગાડે છે. આંખે આંધળાનું તે દુ:ખી બહુ હાનિ કરે તોય તે ભવ પૂરતી હાનિ કરે, જ્યારે વિવેકથી આંધળો બનેલો આ ભવમાં પણ હાનિને પામે અને પરભવમાં પણ દુ:ખી થાય. આમ છતાં પણ, દુનિયાના જીવો કામરાગને આધીન બનીને દુઃખી થાય છે. કામરાગના યોગે કામાતુરતા જન્મે છે અને કામાતુરતાના યોગે જીવો વિવેકાન્ત બનીને દુઃખમાં ડુબે છે. તીવ્ર કામરાગવાળા આત્માઓને તેમની અજ્ઞાનતાના કારણે વિષયોપમોગનું ક્ષણિક સુખ દેખાય છે, પણ તેના પરિણામનો વિચાર કરવાની તેમનામાં શક્તિ રહેતી નથી. આ કારણે કામરાગ એ બહુ જ ભયંકર Page 32 of 191 Page #33 -------------------------------------------------------------------------- ________________ વસ્તુ છે. અર્થરાગ અને કામરાગ, એ બન્ને પ્રકારના રાગો અપ્રશસ્ત છે, જ્યારે મોક્ષરાગ તથા મોક્ષના સાધનભૂત ધર્મનો રાગ એ પ્રશસ્ત રાગ છે. અપ્રશસ્ત રાગ આત્માને વિવેકાન્ધ બનાવે છે અને પ્રશસ્ત રાગ આત્માને સુવિવેકી બનાવે છે. રાગ અને દ્વેષ-એ કષાયના ઘરની વસ્તુઓ છે, પણ પ્રશસ્ત રાગ અને પ્રશસ્ત દ્વેષ આત્માને કષાયથી સર્વથા મુક્ત બનાવવામાં સહાયક થાય છે. આપણું ધ્યેય વીતરાગ બનવાનું છે, કષાયરહિત દશાને પ્રાપ્ત કરવી એ આપણી નેમ છે, પણ એ સ્થિતિએ પહોંચવાનો ઉપય અપ્રશસ્ત રાગ-દ્વેષને કાઢવા અને જે રાગ-દ્વેષ હોય તેને પ્રશસ્ત બનાવવા એ છે. જ્યાં સુધી આત્માના રાગ-દ્વેષ પ્રશસ્તપણાને ન પામે, ત્યાં સુધી સુવિવેકમય મુક્તિસાધક વર્તન થવું, એ શક્ય જ નથી. પ્રશસ્ત રાગ-દ્વેષનો વિરોધ, એ તો વસ્તુતઃ મુક્તિના સાધનનો જ વિરોધ છે. આજે અર્થરાગ અને કામરાગથી ઘેરાએલાઓ પ્રશસ્ત રાગની નિન્દા કરે છે : કારણ કે અર્થરાગે અને કામરાગે તેમને ઉન્મત્ત બનાવ્યા છે. કલ્યાણના અર્થિઓએ તો સમજવું જોઇએ કે-અર્થરાગ અને કામરાગથી પરાઙમુખ બનવું અને મોક્ષના તથા મોક્ષસાધક ધર્મના રાગી બનવું, એ જ ક્લ્યાણનો માર્ગ છે. કામરાગે જ લલિતા રાણીને શ્રીધરના રૂપને જોતાં કામવિવશ બનાવી દીધી. એ કામવિવશતાને અંગે તે પોતાના શીલધર્મને ચૂકી ગઇ અને કામભોગના હેતુથી જ તેણીએ શ્રીધરને પોતાના મહેલમાં બોલાવ્યો. વિચાર કરો કે-એક કામરાગના જ પ્રતાપે તે પોતાના સ્વામી પ્રત્યેની વાદારીને પણ ચૂકી ગઇ. જે સ્વામિના યોગે પોતે મહારાણીપદને ભોગવી રહી છે, અનેક પ્રકારની સુખસાહ્યબીને ભોગવી રહી છે, તે સ્વામી પ્રત્યેની વફાદારી ઉપર છીણી ફેરવતાં પણ તેને આંચકો આવતો નથી. આ કયી દશા ? ખરેખર, આવી જ રીતિએ દુનિયાદારીના રાગમાં ફ્લેલા સાધુવેષધારિઓ પોતાના સ્વામી શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા પ્રતિ બીનવાદાર બને છે. દુન્યવી લાલસાના યોગે માનપાનાદિની ખાતર આજે કેટલાકો સ્વામી પ્રત્યે બેવાદાર બન્યા છે. સ્વામી પ્રત્યે વફાદાર તે જ રહી શકે છે, કે જે પોતાના સ્થાનને પ્રતિકૂળ એવી ઇચ્છાથી પણ પર રહે છે. સતી સ્ત્રી માટે પરપુરૂષ પ્રતિ કામરાગની દ્રષ્ટિ, એ પણ ભયંકર વસ્તુ છે. એ જ રીતિએ સાધુઓને માટે માનપાનાદિને પ્રાપ્ત કરવાની અભિલાષા એ પણ કારમા અનર્થનું મૂળ છે. પછી સાધુવેષ રહી જાય અને સાધુતા ભાગી જાય, તો એમાં જરા પણ નવાઇ પામવા જેવું નથી. કામરાગ અને સ્નેહરાગનું પરિણામ ઃ આ રીતિએ આ અનંત ઉપકારીઅ આપેલું તલવરનું દ્રષ્ટાંત અને એ દ્રષ્ટાંતનો કરેલો ઉપનય કલ્યાણના કામી આત્માઓએ ખુબ ખુબ વિચારવા જેવો છે. તલવરનું દ્રષ્ટાંત કામરાગ અને સ્નેહરાગને વશ પડેલાની દયાજનક દુર્દશાનો ચિતાર આબાદ રજુ કરે છે. કામવશ અને સ્નેહવિવશ પુરૂષ, કેવો અને કેટલો પરવશ બની જાય છે એ આપણે તલવરના દ્રષ્ટાંતમાં સારી રીતિએ જોયું. તાજું છાણ માત્ર મસાલો નાખીને ગરમ કરેલું એ પણ પોતાની પ્રિય પત્નીના નામે આવ્યું એટલાજ કારણે એને સુંદર અને સ્વાદિષ્ટ લાગ્યું ! જ્યારે પોતાની જ પત્ની ‘પ્રથમશ્રી’ એ બનાવેલું સુંદરમાં સુંદર ભોજન પણ તેને સુંદર પણ ન લાગ્યું અને સ્વાદિષ્ટ પણ ન લાગ્યું ! આના જેવી કામપરવશતા અને સ્નેહવિવશતા બીજી લાવવી ક્યાંથી ? પણ આતો એક સામાન્ય માત્ર નહિ જેવુંજ દ્રષ્ટાંત છે, બાકી કામરાગ અને સ્નેહરાગને શરણે થયેલા પામરોની આવી આવી કરૂણાજનક દુર્દશાઓના બનાવોની આ વિશ્વમાં કોઇ પણ કાળે કમીના નથી હોતી. આ ઉભય નાશક રાગની પરવશતાથી થઇ રહેલી દુર્દશાનો ઇકરાર કરતાં પ્રભુની સ્તવનામાં પણ શ્રી જિનવિજયજી Page 33 of 191 Page #34 -------------------------------------------------------------------------- ________________ મહારાજા કહે છે કે “કામરાગે અણનાચ્યા સાંઢ પર ઘસ્યો, સ્નેહરાગથી રાચે ભવપંજર વસ્યો.” અર્થાત્ - હે ભગવન્ ! આ કારમા કામરાગે, મને અણનાચ્યા સાંઢ જેવો બનાવ્યું છે અને એથી આ સંસારમા ભટકતા હેં અનેકાનેક ધૃણાજનક એવી એવી આરણાઓ કરી છે કે જેને આજે કહી બતાવવી એ પણ મારે માટે મુંઝવણનો વિષય છે અને અત્યાર સુધીનો મારો આ કારમાં સંસારમાં જે વાસ થયો તે નાશક સ્નેહરાગને આભારી છે. આ ઉપરથી સ્પષ્ટ થાય છે કે-કામરાગ, એ આત્માને પાગલ અને ઉલ્લંઠ બનાવનાર છે. કામરાગથી ઉત્પન્ન થયેલી પાગલતા અને ઉલ્લઠંતા આત્માને બેભાન બનાવે છે. એના યોગે વસ્તુમાત્રનો. વિવેક એનામાંથી વિલય પામે છે. કામરાગજન્ય પાગલતા અને ઉત્કંઠતાના પ્રતાપે આત્મા કેવી કેવી દુર્દશાઓ ભોગવે છે એ આજે પ્રાયઃ સૌ કોઇને પ્રતીત છે પણ એનાથી બંધાતા કર્મના વિપાકોદયનું ભાન નહિ હોવાને લઇનેજ વિશ્વ એના યોગે મસ્ત બની રહેલું છે. કામરાગની ક્રીડામાં મસ્ત બનેલ વિશ્વને ધર્મગુરૂઓ પણ એવાજ મળી ગયા છે અને એ વિષયાસક્ત ગુરૂઓએ પરમાત્માને પણ લીલા કરનારા નાટકીઆ જેવા વર્ણવી એના નામે સ્વાર્થસાધનાનો કારમો રાજમાર્ગ ખોલ્યો છે. એના યોગે એવા દેવ અને ગુરૂની ઉપાસક દુનિયા, ધર્મના નામેજ કામરાગની ક્રીડામાં રક્ત બનીને એક નિર્લજ્જ અને બિભત્સ રસને પેદા કરનારી નટડી જેવી બની રહી છે. દુનિયા એવી બની રહે તોજ કુગુરૂઓના અડ્ડા કાયમ રહી શકે તેમ છે, એ જ કારણે પોતાના તેવા અડ્ડાઓને સદા સ્થાયી બનાવવા માટે એ કુગુરૂઓએ, દેવોને પણ એવા વર્ણવ્યા, શાસ્ત્રો પણ એવાં લખ્યાં અને એવી કરણીઓને ધર્મનું નામ પણ આપ્યું. કામરાગનું નાટક આ વિશ્વમાં કારમું છે. સ્નેહરાગ એનો સાથી છે. જ્યાં કામરાગ હોય ત્યાં સ્નેહરાગ હોય છેજ. એ બે પ્રકારના રાગે જગતને ખરેજ આત્મહિતના વિષયમાં બેફામ બનાવ્યું છે. કામરસિબ્બે વિકરી બનાવનારું દ્રશ્ય પણ વૈરાગ્યરસ પેદા નારૂં બને? આપણે જોઇ ગયા છીએ કે-આ રીતિએ શાન્તકષાયી બનીને આ અવનિતલ ઉપર વિચરતા તે મુનિવરોને એક નિમિત્ત મળે છે અને કોઇ ભવિતવ્યતા જે એવી હશે કે-એ નિમિત્ત તે બન્નેમાંથી પશ્ચિમ મુનિને ભાનભૂલા બનાવી દે છે. બન્યું છે એવું કે-તે બન્ને મુનિઓ વિહરતા વિહરતા કીશામ્બીમાં આવી પહોંચે છે. એ વખતે વસન્તસતુ પ્રસંગે ચાલી રહેલા વસન્તોત્સવમાં, રાજા નદિઘોષ પોતાની પત્ની ઇન્દુમુખીની સાથે ક્રીડા કરી રહ્યો છે અને એ દ્રશ્ય આ બે મુનિઓના જોવામાં આવે છે. એ દ્રશ્યનિરીક્ષણની અસર પ્રથમ મુનિ ઉપર નથી થતી. મુનિને તો એવું જોવામાં આવી જાય ત્યારે એવું જ વિચારવાનું હોય કે- ‘બીચારા અજ્ઞાન જીવો પુદ્ગલના રંગમાં કેવા સ્યા છે, કે જેથી સ્વને પણ વિસરી ગયા છે ! આના યોગે બંધાએલું પાપ જ્યારે ઉદયમાં આવશે, ત્યારે આ બીચારાઓની કેવો દુર્દશા થશે ? અનન્તી શક્તિનો સ્વામી આત્મા ક્ષણિક અને પરિણામે દુ:ખદાયી વિષયસુખો માટે કેવો પામર બની જાય છે ?' –આવી આવી વિચારણા મુનિ કરે, તો જે દ્રશ્યનું દર્શન કામરસિક આત્માઓને વિકારની ભાવનાથી ભરી દે, તે જ દ્રશ્યનું દર્શન મુનિના હૃદયને વૈરાગ્યરસથી તરબોળ બનાવી દે ! કમાતુરની ક્રપીણ વૃત્તિ Page 34 of 191 Page #35 -------------------------------------------------------------------------- ________________ આ શ્રી જમ્બુદ્વીપ માં આવેલા આ જ ભારત ક્ષેત્રમાં એક દારૂ નામનું ગ્રામ હતું. એ ગ્રામમાં વસુભૂતિ નામનો બ્રાહ્મણ હતો. તે બ્રાહ્મણને અનુકોશા નામની પત્ની હતી. અનુકોશા નામની પત્નીથી વસુભૂતિ બ્રાહ્મણને અતિભૂતિ નામનો પુત્ર થયો. એ અતિભૂતિ નામના વસુભૂતિ અને અનુકોશાના પુત્રને સરસા નામની પત્ની થઇ. અતિભૂતિની પત્ની સરસા ઉપર કયાન નામના એક બ્રાહ્મણને રાગ ઉત્પન્ન થયો. રાગના પ્રતાપે તેણે છલથી એક દિવસે તેણીનું અપહરણ કર્યું. આ બનાવને ઉદ્દેશીનેજ કલિકાલસર્વજ્ઞ ભગવાન્ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા માવે છે કે“ િન ર્થાત સ્મરાતુર:" કામદેવથી પીડાતો આત્મા શું ન કરે ? અર્થાત્ - કામદેવથી પીડાતો આત્મા સઘળાંય પાપો કરવા માટે નિર્લજ્જ હોય છે. કામાતુર આત્માની આવી પ્રવૃત્તિથી સમજી શકાશે કે- કામાતુર આત્માની વૃત્તિને કરપીણ થતા વાર નથી લાગતી. કામાતુર આત્માઓ, પોતાની કામલાલસાઓ પૂર્ણ કરવા માટે ‘સામા આત્માનું શું થશે ?’ તેની એક લેશ પણ ચિંતા નથી કરતા. એ ચિંતાના અભાવે તેઓને અકરણીય કરવામાં કશોજ સંકોચ નથી થતો અન્યથા પરસ્ત્રીઓનું હરણ એ શું ઓછી ભયંકર વસ્તુ છે ? એ ગમે તેવી ભયંકર વસ્તુ હોય છતાં પણ કામાતુર આત્માઓ પોતાની તેવી વૃત્તિના યોગે એક ક્ષણમાં કરી નાખે છે અને એજ રીતિએ કયાનક નામના બ્રાહ્મણે અભિભૂતિની સરસા નામની પત્નીનું છલપૂર્વક અપહરણ કર્યું. કામરાગ અને સ્નેહરાગના કારણે દેવલોકમાં રહેલા દેવોને પણ ઇર્ષ્યાદિનો અભિતાપ ખૂબજ બાળે છે. જ્ઞાની ભગવંતોએ કહ્યું છે કે તીવ્ર આસક્તિના પ્રતાપે અન્યને સંપદાઓને ( સુખની સામગ્રીને) નહિ જોઇ શકનારા આત્માઓને ઇર્ષ્યાનો અભિતાપ (ઇર્ષ્યારૂપી અગ્નિ) ખૂબ જ બાળે છે એજ કારણે તીવ્ર આસક્તિના પ્રતાપે અન્ય દેવોની સુવિશિષ્ટ સંપદાઓનાં દર્શનથી (સારી સારી સુખની સામગ્રીઓને જોતાં જોતાં) ઇર્ષ્યારૂપ અનલ (અગ્નિ)ની ઉર્મિઆથી કેવો પરિતાપ પામે છે એનું વર્ણન કરતાં એજ અનંત ઉપકારી આચાર્ય દેવ માવે છે કે દ્રષ્ટવાન્વેષાં વિમાન સ્ત્રી-રત્નોપવન સદમ્ । યાવજ્જીવ વિપચ્યન્તે જવલદીર્ષ્યા નલોર્મિભિઃ || ૧ || ભાવાર્થ :- અન્ય અમરોની (દેવોની) વિમાન સ્ત્રી અને ઉપવનની સમ્પ્રદા જોઇને સળગતા ઇર્ષ્યારૂપ અગ્નિની ઉર્મિઓથી સામાન્ય સંપદાઓના સ્વામી અમરો (દેવો) જીંદગીભર સુધી ખુબ ખુબ પકાય છે. આથી જ્ઞાની ભગવંતો કહે છે કે- દેવતાઓને સુખ સામગ્રી ઘણી પણ તેમાંય જેટલા તુચ્છ હૈયાના હોય છે. ઇર્ષ્યાળુ હોય છે. બીજાનું સુખ ખમી શકે નહિ એવા સ્વભાવવાળા હોય છે. નહિ મળેલી સુખ સામગ્રીને મેળવવાની તૃષ્ણાવાળા હોય છે અને પારકાનું સુખ જોઇને બળનારા હોય છે એ બધા દેવતાઓ પણ દુઃખી હોય છે. આ દેવતાઓ ભવનપતિ દેવોથી શરૂ કરીને નવ પ્રૈવેયક સુધીના દેવોમાં હોય છે અને આવા પ્રકારના દેવોની દરેક દેવલોકમાં બહુમતી હોય છે. વિવેકી અને વિરાગી દેવો દરેક દેવલોકમાં હંમેશા ઓછા જ હોય છે. મનુષ્યગતિમાં પણ જીવો મોટે ભાગે દુ:ખી જ ને ? સામાન્યપણે વિચારતાં-જોતાં તો એમ જ જણાય કે મનુષ્યોમાં સુખની સામગ્રીને પામેલા થોડા અને જે મનુષ્યો સુખની સામગ્રી પામેલા છે તેમને પણ દુઃખ નથી Page 35 of 191 Page #36 -------------------------------------------------------------------------- ________________ જ એવું કહી શકાય તેવું નથી. આથી નિશ્ચિંત એ થાય છેકે કામરાગ અને સ્નેહરાગમાં સાયેલા જીવોને આંખ સામે એ જ સર્વસ્વ સુખ જણાતું હોય તો તે સુખ પણ ક્ષણિક થોડા કાળ પુરતું જ હોય છે અને દુઃખ ઘણાં કાળ સુધીનું હોય છે છતાંય એ દુઃખના કાળને પણ સુખની આશામાંને આશામાં સુખ મલશે એવી વિચારણાઓમાં એ દુઃખ દુઃખરૂપે લાગતું નથી અને પરંપરાએ જીવો દુ:ખીને દુ:ખી જ થયા કરે છે માટે જ્ઞાની ભગવંતોએ કામરાગ અને સ્નેહરાગ પરિહરૂં કહેલ છે. જે જીવોને એ પરિહરવા જેવું છે એમ અંતરમાં લાગતું હોય છે તે જીવો એ કામરાગ સ્નેહરાગની સામગ્રીથી સાવધ રહીને જીવન જીવતા હોય છે. જગતમાં મોહની સત્તાના મૂળિયાં મજબૂત કરનારા હોય તો તે રાગ જ છે. રાગની અંદર દ્વેષનો સમાવેશ સમજી લેવો. જેમ કે, ‘ વીતરાગ’ પણામાં વીતદ્વેષપણાનો સમાવેશ થઇ જાય છે. વળી, દ્વેષની યોનિ પણ રાગ જ છે. જેના ઉપર રાગ હોય છે તેના પર દ્વેષ થતાં વાર પણ લાગતી નથી. લોભક-મોહક-સોહક પર્યાયો વડે રાગ જીવમાં એવી રીતના પ્રવેશ કરે છે અને પછી પોતાના પગ પહોળા કરી પોતાની એકહથ્થુ સત્તા જીવ ઉપર ચલાવે છે. રાગને પરવશ બનેલા જીવની શી શી હાલત થાય છે તે સૌના અનુભવમાં સારી રીતના છે. છતાં પણ તેની માલીકીપણામાં જ મજા માનનાર તે ન સમજી શકે તેમાં નવાઇ નથી. પોતાની વસ્તુ અન્યને ત્યાં ગીરે મૂકનારની હાલત જેવી હોય તેવી જીવની થઇ જાય છે અને અનંતશક્તિનો સ્વામી એવો જીવ પણ રાગના કારણે કેવી દયામણી, દીનતાભરી લાચારી અવસ્થામાં મૂકાય છે તે વર્ણન થાય તેમ નથી. કોની કોની કેવી કેવી આજીજી-પ્રાર્થના કરે છે તે જોતાં દુઃખ અને આશ્ચર્ય ઉપજે છે. ‘ સંખ્યતે નીવ નેન કૃતિ રાજ્ય જેના વડે જીવ રંજિત થાય તે રાગ છે.‘ રબ્બ’ ધાતુ રંગવામાં પણ આવે છે. તેથી રાગ જીવને એવો રંગી નાખે છે કે પોતાની મૂલ અવસ્થાને ભૂલી વિરૂપાવસ્થાને જ સ્વસ્થતા માને છે. આજે ઇમીટેશનના જમાનામાં અસલી કરતાં નકલીના ચળકાટમાં લોકો રંજાય છે, મોહાય છે આકર્ષાય છે તેવી જ હાલત જીવની પણ થાય છે. રાગી બનેલો જીવ એવી એવી ચેષ્ટાઓ કરે છે કે વિચારતાંય આત્માને કમકમા થઇ જાય. માટે દુનિયામાં કહેતી છે કે “ભુખ ન જૂએ એંઠો ભાત, રાગ ન જૂએ જાત-કજાત.” ‘ પવિશ્વ: તે વિનાશમ્' આ લોકોકિત આ અર્થમાં ખરેખર સત્ય બની છે કે પરમાં જ સ્વપણાની બુદ્ધિથી આત્મા પોતાના સ્વરૂપને ભૂલી ગયો છે એટલું જ નહિ કોઇ હિતૈષી કદાચ યાદ પણ કરાવે તો તેના ઉપર જ શત્રુભાવ રાખે છે. રાગાદિની પરવશતાને કારણે જીવની હાલત કેવી થાય છે તે અંગે શ્રી ઉપદેશમાલામાં, ચરમ તીર્થપતિ શ્રમણ ભગવાન શ્રી મહાવીરસ્વામિ પરમાત્માના સ્વહસ્તે દીક્ષિત શ્રી ધર્મદાસગણિ મહારાજા ફરમાવે છે કે “નંન વહફ સન્માં, લહુદ્ધિ નં ન ડ્ સંવેમં | विसयसुहेसु य रज्जइ, सो दोसो रागदोषाणं || १२४ || तो बहुगुणनासाणं, सम्मत्तचरितगुणविणासाणं । न हु वसमागंतव्वं, रागदोसाण पावाणं ।। १२५ ।। नवि तं कुणइ अमित्तो, सुछुवि सुविराहिओ समत्थोडवि | जं दोडवि अणिग्गहिया, करंति रागो अ दोसो अ || १२६ || इहलोए आया सं अजसं च करंति गुणविणासं च । पसवंति अ परलोए, सारीरमणोगए दुक्खे || १२७ || धिद्धी अहो अकज्जं जं जाणं तोडवि रागदोसेहिं । Page 36 of 191 Page #37 -------------------------------------------------------------------------- ________________ फलमउलं कडुअरसं, तें चेव निसेवए जीवो || १२८ || को दुक्खं पाविज्जा ? कस्स व सुक्खेहिं विम्हओ हुज्जा ? હો વ ન લમિન મુ ં ? રામોસા નફ ન હુબ્બા || 2o ||” અને મોક્ષના અભિલાષને આસક્ત-રાગી થાય છે તે “આ જીવ સમ્યક્ત્વને પામતો નથી, સમ્યક્ત્વ પામવા છતાં પણ જે સંવેગને સંસારથી ઉદાસીનભાવ પામતો નથી અને માત્ર શબ્દાદિ પાંચે ઇન્દ્રિયોના વિષય સુખોમાં જ આ રાગ-દ્વેષનો જ દોષ છે.” તેથી ઘણા ગુણોનો નાશ કરનાર, સમ્યગ્દર્શન-સમ્યચારિત્ર આદિ મૂળ ગુણ તથા પિંડવિશુદ્ધિ આદિ ઉત્તરગુણોનો પણ નાશ કરનાર એવા રાગ-દ્વેષ રૂપ જે પાપ તેને વશ નહિ થવું જોઇએ. જેવો અનર્થ અનિગૃહીત-નહિ રોકેલા રાગ અને દ્વેષ કરે છે તેવો અનર્થ, સારી રીતના હેરાન-પરેશાન કરેલો અને પાછો સમર્થ એવો શત્રુ પણ કરતો નથી. આ લોકમાં શરીર-મન સંબંધી કલેશો, અપયશ અને જ્ઞાનાદિગુણોનો વિનાશ કરે છે અને પરલોકમાં પણ શરીર-મન સંબંધી અનેક દુઃખોને આપનારા આ રાગ-દ્વેષ છે. અહો મહા આશ્ચર્યની વાત છ કે- આ અકાર્ય છે, આ રાગ-દ્વેષ મહા અનર્થકારી છે. તેના વિપાક-ફ્લ ઘણાં અને અતિ કડવા છે એમ પણ જાણતો એવો જીવ વારંવાર તે બેને જ સેવે છે માટે તેવા જીવને ધિક્કાર હો, ધિક્કાર હો. જો રાગ અને દ્વેષ જ ન હોત તો કોણ દુઃખ પામત ? કોણ સુખમાં વિસ્મય પામત ? અને કોણ મોક્ષન ન પામત ? - ‘ રબ્બન રા’ - રંજિત થવું તે રાગ છે. ઇચ્છાદિ પર્યાયો વડે આત્મા રંજિત થાય છે તે બધા રાગના જ પર્યાયવાચી નામો છે. વાચકપ્રવર શ્રી ઉમાસ્વાતિજી મહારાજે શ્રી પ્રશમરતિમાં પણ કહ્યું છે કે “इच्छा मूर्च्छा काम: स्नेहो गार्ध्यं ममत्वमडभिनन्दः | મિલાપ કૃત્યનેતિ રામપર્યાયવવનાનિ || ૭૮ ||” વિચારીએ તો વિશિષ્ટ અર્થમાં માયા અને લોભની મુખ્યતાવાળી તથા માનની પણ દશાવાળી વૃત્તિઓથી આત્માને જે જે વસ્તુ કે વ્યક્તિ વિશેષ પ્રત્યે જે મનોજ્ઞભાવ-પ્રેમભાવ ઉત્પન્ન થાય છે તે રાગ કહેવાય છે.‘ ëતે નવ ાનેન કૃતિ રાઃ / કૃતિ ત્લા // મહામહોપાધ્યાય શ્રી વિનય વિજયજી મહારાજાએ આ અંગે શ્રી દ્રાવ્યલોકપ્રકાશમાં કષાય દ્વારના નિરૂપણમાં કહ્યું છે કે “क्रोधोडप्रीत्यात्मको मानोडन्येर्ष्यास्वोत्कर्षलक्षण: । मायाडन्यवझ्चनारुपा, लोभस्तृष्णाभिगृध्नुता || ४१० || चत्वारोऽन्तर्भवन्त्येते, उभयोर्देषरागयोः । आदिमौ द्वौ भवेद् द्वेषो, रागः स्यादन्तिमौ च तौ || ४११ || स्वपक्षपातरुपत्वान्मानोऽपि राग एव यत् I તતસ્ત્રયાત્મણે રાનો, દ્વેષ: મેઘસ્તુ વેવલમ્ || ૪૭૨ ||” રાગની કારમી અવસ્થાનો અનુભવ કરનાર જીવ રાગને દૂર કરવા ઇચ્છે તે સહજ છે. બોલવા માત્રથી રાગ દૂર થઇ જાય એવું નથી. ઉપશમશ્રેણિ ઉપર આરૂઢ થયેલા જીવને પણ પાડનાર હોય તો સૂક્ષ્મ Page 37 of 191 Page #38 -------------------------------------------------------------------------- ________________ લોભરૂપ રાગના જ અંશ છે. માટે રાગથી બહુ જ સાવધ રહેવાનું છે. ડગલેને પગલે તે પોતાનો પરચો. બતાવ્યા વિના રહેતો નથી. વ્યક્તિ કે વસ્તુ વિશેષે અનેક પ્રકારનો હોવા છતાં મુખ્ય ત્રણ પ્રકારમાં તે બધાનો સમાવેશ થઇ જાય છે માટે મુહપત્તિનું પડિલેહણ કરનાર આત્મા તે ત્રણેનો પરિહાર કરવા ઇચ્છતા. બોલે છે કે “કામરાગ, સ્નેહરાગ, દ્રષ્ટિરાગ પરિહરું” પાંચ ઇન્દ્રિયોના શબ્દ-રૂપ-ગંધ-રસ અને સ્પર્શ રૂપ અનુકૂળ અને મનોજ્ઞ વિષયોનો મજેથી. ભોગવટો કરવો તે કામરાગ છે. તેની વિડંબણ અનુભવમાં હોવા છતાં પણ જીવની આસક્તિ-લાલસા કેમ ઘટતી નથી તેજ એક આશ્ચર્ય છે. જગતમાં શૂરવીરમાં શૂરવીર ગણાતા, સમર્થો, પ્રતિભાશાળી, બુદ્ધિશાળી જીવો પણ આના રાગી બનેલા કેવી પરવશતા અનુભવે છે, તે માટે જે જે ચેષ્ટા આદિ કરે છે તે લખતા. લેખીની પણ લાજી ઊઠે છે. “શ્રી પ્રવચન સારોદ્વાર' ગ્રન્થમાં ૧૬૯ દ્વારમાં કામના ચોવીસ પ્રકારનું વર્ણન કરતાં કહે છે કે __कामो चउवीसविहो संपत्तो खलु तहा असंपत्तो । चउदसहा संपत्तो इसहा पूण होअसपत्तो ।। १०६२ ।।" ચોવીસ પ્રકારે કામ છે. તે સામાન્યથી બે પ્રકારે છે. સંપ્રાપ્ત અને અસંપ્રાપ્ત. એમાં કામીજીવોના-પરસ્પર મેલાપથી જે કામ થાય તે સંપ્રાપ્ત છે જેના ચૌદ પ્રકાર છે અને વિયોગરૂપ કામ તે અસંપ્રાપ્ત છે જેના દસ પ્રકાર છે. 'तत्थ असंपत्तेडत्था चिंता तह सद्ध संभरणमव । विक्कवय लख्खनासो पमाय उम्माय तब्भावो ।। १०६३ ।। मरणं च होइ दसमो संपत्तंपि य समासओ वोच्छु । दिट्ठीए संपाओ दिट्ठीसेवा य संभासो ।। १०६४ ।। हसिय ललिओ वगृहिय दंत नहनिवाय चुंबणं चेव । आलिंगण-मादाणं करसेवणडणंगकीडा ।। १०६७ ।।' અસંકાસમાં અર્થ, ચિંતા, શબ્દ, સ્મરણ, વિકલ્પ, લજ્જાનાશ, પ્રમાદ, ઉન્માદ, તભાવ અને મરણ છે. સંપ્રાપ્તમાં દ્રષ્ટિસંપાદન, દ્રષ્ટિસેવા, સંભાષણ, હાસ્ય, લલિત, અવગૂહન, દાંત મારવા, નખ મારવા, ચુંબન, આલિંગન, આદાન એટલે ગ્રહણ, કરસેવન, આસવન અને અનંગડિા છે. આવી રીતના કામને આધીન થયેલા જીવોને માટે ગમ્યાગમ્ય, કાર્યાકાર્ય જેવું કશું જ હોતું નથી. પોતાની ઇચ્છાપૂર્તિ સાથે જ સંબંધ હોય છે. માટે તો લોકમાં પણ કહેવાય છે કે, જન્માંધ તો બિચારો કાંઇ દેખી શકતો નથી, ઘુવડ દિવસે જોઇ શકતો નથી જ્યારે કામાંધ તો દિવસે કે રાત્રે પણ કાંઇ દેખી શકતો. નથી. "दिवा पश्यति नो धूक:, काको नक्तं न पश्यति । ઉપૂર્વઃ pોડપ માઘો, દિવાળb પશ્યતિ ||” કામાંધ તો જે વસ્તુ પણ ન હોય તે પણ જૂએ છે તે તેની કારમી દશા છે. કહ્યું છે કે "द्रश्यं वस्तु परं न पश्यति जगत्यन्ध: पुरोडवस्थितं, कामान्धस्तु यदस्ति तत्परिहरन् यन्नास्ति तत्पश्यति । Page 38 of 191 Page #39 -------------------------------------------------------------------------- ________________ कुन्देन्दीवरपूर्णचन्द्रकलशश्रीमल्लतापल्लवानारो प्याशुचिराशिषु प्रियतमागात्रेषु यन्मोदते ।।" જે લજ્જનીય છે, ગોપનીય છે, અદર્શનીય છે, બીભત્સ છે, અપવિત્ર છે તેવા અંગની યાચના. કરવી તે જીવની કેટલી બધી પરાધીન અવસ્થા છે તેમાં આ કામરાગ વિના બીજું કશું કારણ નથી. “यल्लज्जनीयमतिगोप्यमदर्शनीयं, बीभत्समुल्बणमलाविधपूतिगन्धि । तद्याचनेडङ्गमिह कामिकृमिस्तदेव, किंवा दुनोति न मनो ? भववामता सा ।।" આ કામરાગને જીતવા માટે તેના અપાયોનો વિચાર કરવો કે, આ વિષયો ક્ષણવાર સુખ આપનાર છે પણ પરિણામે મહા દુ:ખદાયી છે, મુખે મીઠા મધુર છે પણ હાલાહલ ઝેરથી ભૂંડા છે. ઝેર તો એકવાર ખાવાથી જીવિતનો નાશ કરે પણ આ વિષયો તો સ્મરણ માત્રથી પણ આત્માની ખાનાખરાબી કરનારા છે. “यदच्छाकाष्टादशमन्नं बहुभक्ष्यपेयवत्स्वादु । विषसंयुक्तं भुक्तं विपाककाले विनाशयति ।। १ ।। तद्धपचार सम्भूतरम्यक रागरससेविता विषयाः | મવશતપરમ્પરાવપ ૬:૨વવિપાછાવસ્થવર: || ૨ II” (શ્રી પ્રશમરતિ ૧૦-૧૦૮) શરીરમાં પેસેલું શલ્ય જ્યાં સુધી શુધ્ધિને ન પામે, બહાર ન નીકળે ત્યાં સુધી જે પીડા આપે છે તેના કરતાં પણ વધુ પીડાદાયી આ કામો છે. ઇચ્છા માત્રથી નહિ ભોગવવા છતાં દુર્ગતિદાયી છે. માટે શ્રી ઉત્તરાધ્યયન સૂત્રકારે પણ કહ્યું કે “सल्लं कामा विसं कामा, कामा आसी विसोपमा । कामे पत्थेमाणा, अकामा जंति दुग्गइं ।। ७३, उत्तरा.९ ।।" માટે કામદેવનો પરાજય કરનારાઓને વારંવાર યાદ કરવાથી કામરાગને જીતવાનું બળ મળે છે. કામરાગ જીતાઇ જાય એટલે સંસાર પણ જીતાઇ જવાના છે. કામરાગની અસંપ્રાપ્તિ મરણને આપનારી છે. જેમકે, કોઇ એક યુવાન પરબ પર પાણી પીવાને આવ્યો અને પાણી પીને તે પોતાના રસ્તે ચાલતો થયો. તે અતિરૂપવાન હોવાથી પાણી પાનારી તેના ઉપર અતિ મોહિત થઇ અને તે જવા છતાં પણ અત્યન્ત રાગથી પાછળ પાછળ દેખ્યા કરતી તે સ્ત્રીની નજરથી યુવાન દૂર થતાં જ તે પાણી પાનારી સ્ત્રી મરણને પામી, જેનો રાગ આલોકમાં વધ-બંધ અને મરણને આપનાર છે પરલોકમાં તો ઘણા ભયંકર અપાયોને આપનાર છે તેમ જાણ્યા અને સમજ્યા પછી તેની છાયામાં પણ કોણ જાય ? અગ્નિ બાળનારો છે” “ઝર મારનારું છે' તો તેના પારખા કરવા કોઇ જ જતું નથી અને અનુભવીઓની વાતને સ્વીકારે છે તો સુખને પણ પામે છે. તો આખ વચનોના અનુસાર આની અપાયતા જાણી તેનાથી દૂર રહેવું તે જ સાચી બુદ્ધિમત્તા છે. “धन्यास्ते वन्दनीयास्ते, तेस्त्रैलोक्यं पवित्रतम | यैरेष भुवनक्लेशी, काममल्लो निपातित: ।।" કામરાગનું મૂળ સ્નેહરાગ છે. અર્થાત સ્નેહરાગમાંથી જ કામરાગ જન્મે છે. માટે કામરાગ જીતવો. Page 39 of 191 Page #40 -------------------------------------------------------------------------- ________________ હોય તો સ્નેહરાગને જીતવા પ્રયત્ન કરવો જોઇએ. સ્નેહરાગનું સ્વરૂપ આપણને સુપરિચિત છે. જેમ સ્નેહ-ચીકાશયુક્ત તૈલી પદાર્થો, તેથી જો ગાત્ર-શરીરાદિ તેનાથી યુક્ત હોય તો શરીરાદિ ઉપર રજ આદિ ચોંટી જાય છે. તેમ સ્નેહરાગના કારણે રાગના મૂળિયાં વધુ મજબૂત બને છે. માટે ઉપકારી પરમર્ષિઓએ પરસ્પર સજાતીય સાથે કે વિજાતીય સાથે પણ સ્નેહ ન થઇ જાય તેની કાળજી રાખવા કહ્યું છે. તે સ્નેહ જ અનર્થોનું-આગળ વધીને કહીએ તો અનાચારોનું પણ મૂળ બને છે અને યાવત મરણ આપનાર બને છે. જેમ આયુષ્યના સાત ઉપક્રમોમાં જે અધ્યવસાય નામનો જે ઉપક્રમ છે તેના રાગ-સ્નેહ અને ભયા એમ ત્રણ પ્રકાર કહ્યા છે. તેમાં સ્નેહના દ્રષ્ટાન્તમાં કહ્યું છે કે- કોઇક સાર્થવાહની સ્ત્રીનો પતિ પરદેશથી આવવા છતાં પણ મિત્રોએ તે સ્ત્રીના સ્નેહની પરીક્ષા કરવાને માટે ‘તારો પતિ સાર્થવાહ મરણ પામ્યો’ આમ કહેવાથી જ સાર્યવાહી પણ તર્ત મરણ પામી. પોતાની સ્ત્રીને મરણ પામેલી સાંભળીને તે સાર્થવાહ પણ તેણી ઉપરના સ્નેહથી મરણ પામ્યો. આવા અપાયને આપનારા સ્નેહરાગને વશ કયો સકર્ણ-પંડિત થાય ? વળી, શાસ્ત્રોમાં પણ સંભળાય છે કે, ચરમતીર્થપતિ, આસન્નોપકારી શ્રી મહાવીર સ્વામિ પરમાત્મા ઉપર શાસનના શિરતાજ, સ્વયં દ્વાદશાંગીના પ્રણેતા અનંતલબ્ધિના ભંડાર શ્રી ગૌતમસ્વામિ મહારાજાને પણ ઊંડે ઊંડે જે સ્નેહરાગા પડેલો હતો, તેજ તેઓને કેવળજ્ઞાનની પ્રાપ્તિમાં મોટામાં મોટા અવરોધ રૂપ હતો. "तृणद्विदलचर्मोर्णाकटतुल्या भवन्ति हि । स्नेहा गुरुषु शिष्याणां तवोर्णाकटसन्निभ: ।। १ ।। अस्मासु चिरसंसर्गात् स्नेहो द्रढतरस्तव । તેન સદ્ધ વભં તે તદ્માવે ભવિષ્યતિ || ૨ ||” (ત્રિ.શ.પુ.ચ. પર્વ-૧૦, સર્ગ-૯, ગ્લો. ૨૫-૨૬૦) “તૃણ-દ્વિદલ-ચર્મ અને ઉનની ડાહ (ચટાઇ) સમાન સ્નેહ, ગુરુઓને વિષે શિષ્યોનો હોય છે તેમાં તમારો ઉનની કડાહ જેવો છે. અમારી ઉપર ચિરકાળના સંત્સર્ગથી તમારો સ્નેહ દ્રઢતર થયો છે તેથી તમારું કેવળજ્ઞાન રોકાય છે. તે સ્નેહનો અભાવ થશે ત્યારે તમને કેવળજ્ઞાન થશે.” અહંકાર અને મમકારના કારણે સ્નેહના મૂળિયા વિકસીત થાય છે, સ્નેહવૃક્ષ ફ્લેફાલે છે. તેથી, સ્નેહના મૂળ સૂકવવા માટે અહંકારમમકાર ભાવોનો ત્યાગ કરવો જરૂરી છે જેથી સ્નેહ આપોઆપ નિર્મૂળ થશે અને “સ્નેહરાગ પરિહરું' તે સાચા ભાવે બોલાશે. દ્રષ્ટિ એટલે દર્શન. અહીં જેનદર્શન સિવાયના અન્યદર્શનો લેવાના છે. જે ખરેખર તત્ત્વને પામ્યા. પણ નથી. જો વાસ્તવિક તત્ત્વને પામ્યા હોત તો એકાન્તપણાને અંગીકાર કરતા પણ નહિ. એકાન્ત દ્રષ્ટિનો આશ્રય કરવાથી મિથ્યાદર્શન છે. જેનો રાગ પણ આત્માને મિથ્યાભાવોમાં જ મસ્ત-મહાલતો બનાવી સંસારમાં ભટકાવનાર બને છે. આવા દ્રષ્ટિરાગને પણ પરિહરવાનો છે પણ જે પકડાયું હોય, સમજાયું પણ હોય કે આ ખોટું જ છે છતાં પણ તેનો ત્યાગ કરવો કઠીન છે. માટે જ સૂતિકારે શ્રી વીતરાગ સ્તોત્રમાં કહ્યું છે કે, કામરાગ અને સ્નેહરાગ હજી છોડી શકાય છે પણ દ્રષ્ટિરાગ છોડવો બહુ જ કઠીન છે. “कामराग-स्नेहरागावीषत्कर निवारणौ । द्रष्टिरागस्तु पापीयान, दुरुच्छेद: सतामपि ।।" (શ્રી વીત.સ્તોત્ર પ્રકાશ-૬, ગા. ૧૦) Page 40 of 191 Page #41 -------------------------------------------------------------------------- ________________ આ ત્રણે રાગને છોડવાનો ઉધમ કરવો તે જ જરૂરી છે. જેથી મોહના મૂળિયા નબળા પડશે અને વાસ્તવિક તત્ત્વની પ્રાપ્તિ થશે અને સૂત્ર-અર્થ તત્ત્વ કરી સદહું તે સાચું બોલાશે. તેથી “સમ્યકત્વ મોહનીય, મિશ્ર મોહનીય, મિથ્યાત્વ મોહનીય પરિહરું' “કામરાગ-સ્નેહરાગ-દ્રષ્ટિરાગ પરિહરું' સાચું બોલાશે. દુનિયામાં રાગી જીવો કેવા હોય છે અને એવા અનિષ્ટ રાગના ઉપાસક બનેલા આત્માની કેવી. દયાજનક દશા થાય છે એ દર્શાવવા માટે તથાહિ - અર્થાત - તે તલવરનું દ્રષ્ટાંત આ પ્રમાણે છે એમ કહીને એ તલવરનું દ્રષ્ટાંત આચાર્ય મહારાજા પોતે જ ક્રમાવે છે. મગધ દેશમાં આવેલા કોઇ એક સન્નિવેશ એટલે પાડામાં એક નંદન નામનો તલવર રહેતો હતો. તે તલવરને પ્રથમ શ્રી અને દ્વિતીય શ્રી નામની બે પત્નીઓ હતી. આ બે પત્નીઓ પૈકાની દ્વિતીય શ્રી નામની બીજી પત્ની ઉપર તે તલવર રક્ત બનેલો હોઇ તેણીના ઘરમાં જ તે તલવર રહે છે. કોઇ એક દિવસ તે તલવર પ્રથમ શ્રી નામની પત્નીને ઘેર ગયો અને તેણીએ તેને ઉચિત એવા સ્નાન આદિએ કરીને તે પોતાના પતિની સેવા કરી પોતાને ઘેર ઘણે દિવસે આવેલા પતિની સ્નાન આદિથી સેવા કર્યા પછી તેણીએ નાના પ્રકારના વ્યંજન ગુણે કરીને સહિત એવું ભોજન તૈયાર કર્યું એટલે કે અનેક શાક, દાળ, કઢી વગેરે વસ્તુઓ સહિતનું સુંદર ભોજન બનાવ્યું. એ ભોજન ઘણું જ સુંદર હોવા છતાં પણ તે તલવરના ચિત્તમાં તે ભોજન પૈકીની એકપણ વસ્તુ તરફ બહુમાન પેદા ન થયું. અર્થાત તેણીએ બનાવેલા સુંદરમાં સુંદર ભોજનની એકપણ વસ્તુ તેને રૂચિકર થઇ નહિ અને એથી જ તેણે પોતાની તે સ્ત્રી પ્રત્યે કહ્યું કે- જે દ્વિતીય શ્રીએ નથી રાંધ્યું તે શું ખાઇ શકાય ? અર્થાત્ દ્વિતીય શ્રીએ જે રાંધેલું ન હોય તે ખાવામાં સ્વાદ શી રીતિએ આવે ? મને એણીના રાંધેલા સિવાયનું ખાવામાં આનંદ નથી આવતો તે કારણથી તું તેણીના ઘેરજા અને ના ઘરના કોઇપણ જાતિના શાકને લઇ આવ. પતિની આ આજ્ઞા થવાથી પ્રથમ શ્રી પોતાની પત્નીના ઘેર ગઇ અને તેણીની પાસે તેણીએ શાકની યાચના કરી. આ માંગણીના ઉત્તરમાં તે દ્વિતીય સ્ત્રીએ કહ્યું કેઆજે મેં રાંધ્યું નથી માટે મારે ત્યાં શાક ક્યાંથી હોય ? અર્થાત મ આજે રાંધ્યું નથી એટલે મારે ત્યાં શાક નથી. આથી પાછી આવીને પ્રથમ શ્રીએ તે વાત પોતાના પતિ તલવરને કીધી. આવો ઉત્તર મલવા છતાં ફ્રીથી પણ તે તલવરે પોતાની પ્રથમ શ્રી નામની પત્નીને કહ્યું કે-જે એમ હોય તો તેને ઘેર કાંઇ વધેલું આદિ હોય તો તે પણ માગી લાવ. આથી પ્રથમ શ્રીએ ફ્રીથી પણ તેણીના ઘેર જઇને તેણીની પાસે તેવા પ્રકારની વસ્તુની પણ માગણી કરી. એ માંગણીના ઉત્તરમાં પણ તે દ્વિતીય શ્રીએ કહ્યું કે- વધેલું પણ ચાકરોને આપી દીધેલું છે. એ કારણથી વધેલું પણ નથી. આ ઉત્તર સાંભળીને પાછી આવેલી તેણીએ પોતાના પતિને તે વાત પણ જણાવી કે-વધેલું કર્મ કરોને આપી દીધેલું તે કારણથી તેણીને ઘેર વધેલું પણ કાંઇ નથી. આ પ્રમાણે બનવા છતાં પણ રાગથી પરવશ બનેલા તેણે કહ્યું કે- જે કાંઇ કાંજી જેવું હોય તે પણ તું તેના ઘેરથી લાવ. આ જાતિની આજ્ઞા સાંભળવાથી પ્રથમ શ્રી પણ કષાય યુક્ત બની કષાય યુક્ત બનેલી. તણોએ બહાર જઇને તરત જ કરેલું તાજું વાછરડાનું છાણ કે જે તુવર અને ચણાથી મિશ્ર હતું તેને ગ્રહણ કર્યું અને ગ્રહણ કરીને ઉપર સંસ્કાર કરીને આ તેના ઘેરથી આણેલું છે. આ પ્રમાણે બોલતી તેણી તે વસ્તુ પોતાના પતિ પાસે લઇ ગઇ અને આપી, પોતાની પ્રિય એવી દ્વિતીય શ્રી નામની પત્નીએ બનાવેલું શાક છે એમ જાણવાથી તુષ્ટમાન થયેલા તે તલવરે આ શું છે એ પણ જોયા વિના અને સમજ્યા વિના ખાતો ખાતો. બોલવા લાગ્યો કે- “અહો મિષ્ટ અહો અહો ! રસ વિશેષ: અહો સુઝી ગુણ” અર્થાત્ અહો ! આ કેવું મીઠું છે અહો અહો આ કેવો રસ વિશેષ છે. અહો ! સુસ્ત્રીનો ગણ કેવો સુંદર હોય છે. આના ઉપરથી એ વિચારો કે સ્નેહરાગ પણ જો આટલો જોરદાર હોય તો દ્રષ્ટિરાગ કેટલો જોરદાર Page 41 of 191 Page #42 -------------------------------------------------------------------------- ________________ થઇ શકે છે ? અને કેવો મજબૂત રૂપે હોઇ શકે છે ? આથી જ્ઞાની ભગવંતો આ ત્રણે પ્રકારના રાગને પરિહરવાનું કહે છે. દ્રષ્ટિરાગ એને કહેવાય છેકે સંસારમાં જે કુળ-જાતિ આદિમાં જન્મ્યા હોય તે કુલ, જાતિ, પરંપરાથી જે ધર્મો પોતાના કુળમાં ચાલતો હોય તે ધર્મ પ્રત્યેનો અત્યંત રાગ રાખીને પોતાનું જીવન જીવે અને આજ ધર્મ સાચો છે એવી વિચારણા રાખીને એ ધર્મ પ્રત્યેનો જે રાગ હોય છે તે દ્રષ્ટિરાગ કહેવાય છે. એવી જ રીતે કોઇ વ્યક્તિ પ્રત્યે કામરાગ અને સ્નેહરાગ થતાં થતાં અત્યંત રાગ પેદા થઇ જાય છેકે આખો દિવસ અને રાત એજ દેખાયા કરે. એવી જ રીતે અચેતન પદાર્થ પ્રત્યે પણ કામરાગ-સ્નેહરાગ થતાં થતાં અત્યંત રાગ પેદા થતાં દ્રષ્ટિરાગ રૂપે બની જાય છે અને દિવસ રાત એજ દેખાયા કરે ન દેખાય તો પણ મનમાં એનું જ રટણ રમ્યા કરતું હોય છે. આવા રાગને પણ દ્રષ્ટિરાગ રૂપે કહેવાય છે અને આવા રાગના. કારણે એ પદાર્થ જોવા ન મલે તો એના વિરહના વિચારોથી મૃત્યુ એટલે મરણ સુધી જીવો પહોંચી જાય છે આથી ભયંકર રાગ ગણાતો હોય તો તે આ દ્રષ્ટિરાગ ગણાય છે આથી જ્ઞાની ભગવંતોએ કહ્યું કે જ્યાં સુધી આ ત્રણમાંથી કોઇપણ પ્રકારનો રાગ રહેલો હોય તો જીવો ક્ષાયિક ભાવે ગુણોની પ્રાપ્તિ કરી શકતા નથી. જેમ ચાર જ્ઞાનના ઘણી દ્વાદશાંગીના પ્રણેતા શ્રી ભગવાન મહાવીરના પ્રથમ ગણધર જેને સંયમ આપે એને કેવલજ્ઞાનની પ્રાપ્તિ થાય આવી અનેક પ્રકારની લબ્ધિઓના સ્વામી હોવા છતાંય એક માત્ર ભક્તિરૂપે શ્રી ભગવાન મહાવીર પ્રત્યે એટલે પોતાના ગુરૂ પ્રત્યે પૂર્વ ભવોના ઋણાનુબંધની પરંપરાએ સ્નેહરાગના કણીયા ઉદયમાં ચાલતા હતા તેથી શ્રી ભગવાન મહાવીરની હાજરીમાં-પોતાના ગુરૂ ભગવંતની હાજરીમાં કેવલજ્ઞાન પામી ન શક્યા અર્થાત ગુરૂ ભગવંતના નિર્વાણ બાદ કેવલજ્ઞાનની પ્રાપ્તિ થઇ છે. આથી એ નિશ્ચિત છે કે જ્યાં સુધી જીવોના અંતરમાં છેલ્લામાં છેલ્લા સ્નેહરાગના પગલો ઉદય રૂપે રહેલા હોય છે ત્યાં સુધી જીવો ક્ષપકશ્રેણિ પ્રાપ્ત કરી શકતા નથી અને મોહનીય કર્મનો સંપૂર્ણ નાશ કરી શકતા નથી માટે સાયિકભાવે ગુણોની પ્રાપ્તિ થતી નથી એમ કહેવાય છે. આથી આ ત્રણે પ્રકારના રાગ પરિહરવાના એટલે ત્યાગ કરવાનું કહે છે. જેટલે અંશે એ રાગ ઓછા થતા જાય એટલે અંશે જીવો ક્ષયોપશમ ભાવે ગુણોની પ્રાપ્તિ કરી શકે છે અને એ ગુણોને ખીલવીને તેમાં સ્થિરતા પામી શકે છે. પછી ક્ષાયિક ભાવ પામી શકે છે. (૮) સુદેવ (૯) સુગુરૂ (૧૦) સુધર્મ આદરૂં. સુદેવ કોને કહેવાય? કેવા હોય? કઇ રીતે થાય? જે જીવોનાં રાગ-દ્વેષ ચાલ્યા ગયા છે. એવા શ્રી અરિહંત પરમાત્મા કે જે આ અવસરપિણી કાળમાં ચોવીશ થયા છે. પૂર્વે અનંતા થયા છે. વર્તમાનમાં વીસ વિહરમાન વિચરે છે અને ભવિષ્યમાં અનંતા થવાના છે. તે જ એક દેવ તરીકે પૂજવા યોગ્ય છે અને તે સુદેવ કહેવાય છે. આવા સુદેવ રૂપે તીર્થંકરપણું એ શી વસ્તુ છે ? શું ચીજ છે ? એ સુવિહિત શિરોમણિ આ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા શ્રી તીર્થંકરપણાને સમજાવતાં માને છે કે અતઃ પ્રકર્ષ સમાપ્તાવિયં ફ્લ મુત્તમમ્ | તીર્થકૃત્વ સદૌચિત્ય-પ્રવૃત્મા મોક્ષ સાધનમ્ II 1 II. ભાવાર્થ :- શ્રી તીર્થંકરપણું એ પ્રકર્ષપણાને પામેલ પુણ્યાનુબંધી પુણ્યનું પ્રધાનદ્દ છે અને એ શ્રી તીર્થંકરપણું સદાય ઔચિત્યભરી પ્રવૃત્તિ દ્વારા મોક્ષને સાધનારૂં છે. તીર્થકરના આત્માઓ મિથ્યાદ્રષ્ટિની દશામાં રહેલા હોય તો પણ બીજા આત્માઓ કરતા ઉત્તમ જ Page 42 of 191 Page #43 -------------------------------------------------------------------------- ________________ હોય છે. એમ શાસ્ત્રકાર પરમર્ષિઓ સ્થળે સ્થળે માવે છે. ધર્મ જ એક ઉપાદેય છે. એવું કહેનાર જૈન શાસન સિવાય પ્રાય: અન્ય કોઇ નથી. શ્રી જેનશાસને ઇશ્વરને પણ અલાયદો નથી માન્યો, કે જે જગતનો સંચાલક છે. પ્રત્યેક આત્મા ઇશ્વર થવાને લાયક છે અને એવા તો અનંતા થઇ ગયા. જે આત્મા યોગ્ય પુરૂષાર્થ કરે એ ઇશ્વર થાય. પ્રયત્ન કરો. તીર્થંકર નામકર્મ બાંધવાના જેટલા કારણો છે તેટલા આપણે પણ સેવીએ, વીસે સ્થાનકોને અગર તેમાંના એકાદને પણ આરાધીએ અને જગતને શાસન-રસીક બનાવવાની ઉત્કટ ભાવના થાય તો આપણે તે તીર્થંકર નામકર્મ નીકાચીએ અને તીર્થંકર થઇએ. આપણો એવો નિશ્ચય છે કે જેવી યા શ્રો તીર્થકર દેવના આત્મામાં આવે છે તેવી કોઇપણ આત્માને આવતી નથી. અથવા તેજ આત્મા તીર્થંકર થાય કે જેને આવી જાતિની ભાવના એટલે કે સવી જીવ કરૂં શાસન રસી એવી ભાવયા ઉત્પન્ન થાય પણ બીજો તો નહિ જ ! શ્રી તીર્થંકર દેવોના જીવનના મુખ્યતાએ બે વિભાગ પાડી શકાય એક તો આરાધક વિભાગ અને બીજો આરાધ્ય વિભાગ. સામાન્ય રીતિએ વિચારતા પણ સમજી શકાય તેમ છે કે- શ્રી તીર્થકર દેવોનો અંતિમ ભવ આરાધ્ય. વિભાગમાં ગણાય. જ્યારે તે પૂર્વના ભવો કે જેમાં તે પરમ તારકોના આત્માઓએ શ્રી જિન શાસનની આરાધના કરી છે તે આરાધક વિભાગમાં ગણાય. યાદ રાખજો કે- એવી પણ દશા હોય છે કે જે દશામાં ભોગ ભોગવતા હોય અને કર્મ છૂટતા જતા. હોય. શ્રી તીર્થંકર દેવોના આત્માઓ છેલ્લા ભવમાં જે પાણી ગ્રહણ કરે છે તે પણ ભોગાવલીનો નાશ કરવાને માટે જ ! ક્રિયા પાણી ગ્રહણાદિની અને પરિણામમાં કર્મ નિર્જરા ! આ ઉપાય નીચ છે પણ તે વિના છૂટકો નહિ ત્યાં શું થાય ? આ ઉપરથી-આપણે પણ ભોગમાં રહી કર્મ ખપાવીશું-આવો નિર્ણય કરવાની મૂર્ખાઇ કરતા નહિ. શ્રી તીર્થંકર દેવોનું જીવન તો જ્ઞાન પ્રધાન છે એ આત્માઓ તો જોઇ શકે છે કે-મારૂં અમુક કર્મ અમુક રીતિએજ ખપે તેમ છે ! - શ્રી તીર્થંકરના આત્માઓ જેમ વયમાં વધતા જાય તેમ ગુણમાં પણ વધતા જાય. બધ્ધિ સિદ્ધિમાં પણ વધતા જાય. બાહ્ય અને અત્યંતર બન્ને બધ્ધિ સિધ્ધિ વધે એ જ એમની ખૂબી છે. કેવલજ્ઞાન પામ્યા બાદ ઓછામાં ઓછા કરોડ દેવતાઓ નિરંતર એ તારકોની સેવામાં રહે છે. દેવો એ તારકોને જમીન ઉપર પગ પણ મૂકવા દેતા નથી. સુવર્ણ કમળો ગોઠવે જ જાય છે. સમવસરણની પણ અદ્ધિ કેવી ? એ છતાં પણ એ પ્રભુ તો વીતરાગને ? એ સાહ્યબી અને એ દ્ધિ એ આત્માઓને મુંઝવતી નથી. પ્રથમથી ભગવાન વીતરાગ નથી છતાં વિરાગી રહે છે માટે એમનું જીવન એ હાથ જોડવા લાયક. પ્રશ્ન :- શ્રી તીર્થંકરદેવ શ્રી સંઘને નમસ્કાર કયા હેતુથી કરે છે ? ઉ :- ભગવાન શ્રી તીર્થંકર દેવો કૃતકૃત્ય હોવા છતાં જેમ ધર્મ કથા કરે છે. તેમ જ્ઞાનાદિ ગુણોના સમુદાય રૂપ શ્રી સંઘને પણ નમસ્કાર કરે છે અને તેમાં ત્રણ હેતુઓ છે - પહેલો હેતુ એ છે કે- અરિહંતપણું એટલે કે શ્રી તીર્થકરપણું પામવામાં શ્રી સંઘ એટલે કે તીર્થ એ હેતુ છે કારણ કે પ્રવચનવાત્સલ્ય આદિના યોગે જ તીર્થંકરપણાની પ્રાપ્તિ થાય છે. વીસ સ્થાનકમાના ઓછામાં ઓછા એક પણ સ્થાનકની આરાધના કર્યા વિના આજ સુધીમાં એકપણ તીર્થંકરદેવ થયેલા. નથી, થતા નથી અને ભવિષ્યમાં થશે પણ નહિ એ સુનિશ્ચિત છે. આથી જ શ્રી તીર્થંકરદેવ ગુણના સમુદાય રૂપ શ્રી સઘને નમસ્કાર કરે છે. બીજો હેતુ એ છે કે લોકોનો સ્વભાવ એવો છે કે-પોતાના પૂજ્ય જેને પૂજે તેની પૂજા કરવાને તે Page 43 of 191 Page #44 -------------------------------------------------------------------------- ________________ 9, ખાસ પ્રેરાય છે એ કારણે લોકોને પૂજ્યની પૂજા પ્રત્યે પ્રેરવા માટે પૂજ્ય એવા શ્રી તીર્થંકરદેવ પણ ગુણના સમુહરૂપ શ્રી સંઘની નમસ્કાર રૂપ પૂજા કરે છે. - ત્રીજો હેતુ એ છે કે- ધર્મનું મૂલ વિનય છે-એ પ્રગટ કરવાનો છે. જ્યારે શ્રી તીર્થંકરદેવ જેવા કૃતકૃત્ય થયા પછી પણ જેના યોગે તીર્થંકરપણાની પ્રાપ્તિ થઇ તેની પ્રત્યેના કૃતજ્ઞતા ભરેલા વિનયને નથી ચૂકતા. તો બીજાથી કેમ જ ચૂકાય ? એ જાતિની વિનયવૃત્તિ પેદા કરવા માટે કૃત કૃત્ય એવા પણ શ્રી તીર્થંકરદેવ ગુણના સમુહ રૂપ શ્રી સંઘને નમસ્કાર કરે છે. આથી તમે સમજી શકશો કે-કૃતકૃત્ય થયેલા શ્રી તીર્થંકરદેવ પણ શ્રી તીર્થંકર નામકર્મના ઉદયથી જન્ય જે ઉચિત પ્રવૃત્તિ તેનો અમલ કરવામાં ચૂકતા નથી અને ધર્મકથાના આરંભમાં નમો તિથ્ય-એમાં કહીને કૃતકૃત્ય એવા પણ શ્રી તીર્થકર દેવ હેતપુરસ્સર નમસ્કાર કરે છે. માતાના ગર્ભમાં રહેલા પણ એ તારકોની ઇન્દ્ર જેવા સમ્યગ્દષ્ટિ દેવતાઓ શ્રી નમુત્થણં સૂત્ર બોલવા દ્વારા સ્તુતિ કરે છે. એ જીવન એવું કે- એમાં કદી વિરાધક દશા આવવાની નહિ. એ તારકો ગુરૂના ઉપદેશથી સમ્યક્ત્વ પામે તો પણ સમ્યકત્વ પ્રાપ્તિમાં એ તારકોની યોગ્યતાની જ પ્રધાનતા ગણાય. કારણ કે શ્રી તીર્થંકર દેવના આત્માઓના સ્વભાવમાં યોગ્યતા હતી માટે પ્રગટી. કેવલજ્ઞાન થયા પછી શ્રી તીર્થંકર મહારાજાઓની સદેશનાની પ્રવૃત્તિ અવશ્ય થનારી હોય છે કારણ કે શ્રી તીર્થકર નામકર્મનું વેદન અગ્લાનપણે ધર્મદેશનાથી કરે છે એમ ચૌદપૂર્વધર યુગપ્રધાન શાસન પ્રભાવક આચાર્ય ભગવાન શ્રી ભદ્રબાહુસ્વામિજી કહે છે. શ્રી તીર્થંકર દેવોના ભોગનો ભોગવટો તે પણ કર્મક્ષય માટે છે. માંદાને રોગના નાશ માટે જેમ દવાની પડીકી છે તેમ એમને ભોગો તથા સ્ત્રી આદિ પરિવાર વગેરે ભોગ રોગના નાશ માટે દવાની પડીકી જેવા છે. કારણ કે તે તારકા ભોગોને રોગો તરીકે ચિંતવે છે અને એવી વિશિષ્ટવૈરાગ્યવાળી દશામાં રમે છે કે જેનો જગતભરમાં જોટો ન મલે. ક્યાં છે તે તારક જેવી માબાપ પ્રત્યેની આપણી ભક્તિ ? એ એવા પુણ્યશાળી હોય છે કે-તેમના ગર્ભમાં આવવાથી તેમની માતાનું ઉદર પણ ઉંચું નથી થતું. એમના યોગે માતાન જરાપણ તકલીફ ન થાય. અને તમારા યોગે તો તમારી માતાની કયી દશા થઇ હતી તે પૂછજો ! શ્રી તીર્થંકરદેવને તો દૂધ પાવાની મહેનત પણ એમની માતાને નથી કરવી પડતી. એ તારકોએ તો કદી પણ પોતાના મળ ધોવાની મહેનત માતાને આપી નથી. તમે તો કેટલીય વાર માતાના કપડા બગાડ્યા હશે ? શ્રી તીર્થંકરદેવની માતાને પ્રસૂતિની વેદના જરાપણ ન થાય અને તમારાથી વેદના એવી કે-તે તે જ જાણે. શ્રી તીર્થંકરદેવની માતાને તે ગર્ભમાં આવે કે તરત મનોહર સ્વઝા આવે અને તમારી માતાને ? દુનિયામાં કોઇ વસ્તુ એવી નથી કે જેની ઉપમા શ્રી જિનેશ્વરદેવને આપી શકાય ! એ તારકોન શ્રુતજ્ઞાન તો એવું કે માતાના ગર્ભમાં પણ ઓછામાં ઓછા અગિયાર અંગ તો જાણે જ, અને તે તારકનું મતિ પણ શુધ્ધ અને અવધિપણ શુદ્ધ. તે તારક ગર્ભમાં આવે ત્યારથી જ દેવો અને ઇન્દ્રો દોડાદોડ કરે. અઢળક સાહ્યબી છતાં તે તારક એમાં રાચે નહિ. ઇન્દ્રો સેવા કરે પણ એ સેવાથી ખુશ ન થાય, હર્ષનો એમને ઉત્સુક ન થાય એ તારકનું રૂધિર અને આમિષ પણ દૂધની ધારા જેવું શ્વેત હોય છે. આવા ગુણો જેને આશ્રીને રહેલા છે એવી કાયા પણ એ તારક જ પામે ! એ તારકોના રૂપનું વર્ણન પણ વચનાતીત છે. અનુત્તર વિમાનના દેવોના શરીરનું રૂપ અજબ છે. એ રૂપ શ્રી જિનેશ્વરદેવના રૂપ આગળ બુઝાયા Page 44 of 191 Page #45 -------------------------------------------------------------------------- ________________ અંગારા જેવું દેખાય છે. જે રૂપને જોઇને જનારના શિર ઝુકે-પંખીઓને પણ પ્રદક્ષિણા દેવાની ભાવના થાય એ રૂપનું વર્ણન વાણીમાં આવે ? એમના અતિશયો અનુપમ, આથી આવા શ્રી તીર્થંકર પરમાત્માઓ એજ સુદેવ તરીકે ગણાય છે તથા આ શ્રી તીર્થકર દેવો. અઢાર દોષાથી રહિત થયેલા હોય છે. તે જ દેવ ગણાય છે. આથી જેઓના રાગ-દ્વેષ તથા મોહ સર્વથા નાશ. પામ્યા છે તે શ્રી અરિહંત કહેવાય છે અને એ દેવ જ એટલે શ્રી અરિહંતસુદેવ તરીકે ગણાય છે. - રાગથી મુક્ત થવા માટે રાગ રહિત આત્માઓની સેવા-ભક્તિ-ઉપાસના કરવી જોઇએ.રાગની પરવશતાનો અનુભવ કરનાર આત્મા થોડો પણ સમજુ હોય તો તેને રાગની પરાધીનતાથી છૂટવાનું મન થાય જ. તેથી જ તે બોલે છે કે- “સુદેવ-સુગુરુ-સુધર્મ આદરું.” શ્રી જૈનશાસનમાં “આ જ દેવ, આ જ ગુરુ કે આ જ ધર્મ” એવી વાત નથી. પરંતુ “આવા હોય તે દેવ, આવા હોય તે ગુરુ અને આવો હોય તે ધર્મ.” તેથી એમ કહેવામાં જરાપણ વાંધો નથી કે, ગુણપ્રધાન આ શાસન છે અને ગુણના કારણે વ્યક્તિની મહત્તા છે, પણ ગુણરહિત વ્યક્તિની મહત્તા નથી. જેઓએ મૂળમાંથી રાગાદિ શત્રુઓનો નાશ કરી, વીતરાગ થઇ રાગાદિથી રહિત થવાનો માર્ગ બતાવ્યો છે તે જ ખરેખર સુદેવ છે; જેઆ સ્વયં રાગાદિથી રહિત થવાનો પુરુષાર્થ કરી રહ્યા છે અને જે કોઇ યોગ્ય અર્થી જીવ આવે તેને આજ્ઞા મુજબ રાગાદિથી રહિત થવાનો માર્ગ સમજાવી રહ્યા છે તે સુગુરુ છે અને રાગાદિથી રહિત થવાના ઉપાયો સમજાવનાર સુધર્મ છે - આ સારી રીતના જાણનાર અને સુદેવ-સુગર-સુધર્મ આદરુ' બોલનાર જીવ ક્યારે પણ પોતાના રાગાદિ ખીલે અને પુષ્ટ થાય-વદ્વિને પામે તેવી માંગણી દેવ-ગુરુ-ધર્મ પાસે કરે પણ ખરો ? આવી માગણી અમારા મા-બાપ ગણાતા દેવાદિ પાસે ન કરીએ તો શું બીજા પાસે કરીએ-એવી પણ વાતો કરે ખરો ? સ્વયં આવી માગણી કરે અને આવી માગણી કરવામાં વાંધો પણ નહિ-એમ બોલે કે સમજાવે તે સન્માર્ગનો જ્ઞાતા પણ કહેવાય ખરો ? સન્માર્ગનો જ્ઞાતા ન હોય અને પોતાની જાતને “સન્માર્ગ સંરક્ષક' ગણાવી અન્ય ભોળા-ભદ્રિક જીવોને ભ્રમમાં નાખે તો તેવાઓને માટે શું કહેવું તે “સ્વયં ન ખનિજ છે કહી, આવાઓને ઓળખી, તેમને ફ્લાવેલા ચેપી રોગનો ચેપ આપણને ન લાગી જાય અને આપણી જાતને બચાવી શકીએ-તેવો પ્રયત્ન કરવો હિતાવહ છે. રાગાદિ અઢાર દોષોથી રહિત તે સુદેવ છે. “अन्तराया दान-लाभ-वीर्य-भोगापभोगगा: । हासो रत्यरती भीतिर्जुगुप्सा शोक एव च ।। १ ।। कामो मिथ्यात्वमज्ञानं, निद्रा चाविरतिस्तथा । રાનો દ્વેષશ્વ નો દ્રોપા તેવામMાઃ શાળમી || ૨ ||” (શ્રી અભિધાન ચિંતામણિ કોષ ગ્લો. ૭૨-૭૩) દાનાંતરાય, લાભાંતરાય, વીઆંતરાય, ભોગાંતરાય, ઉપભોગાંતરાય, હાસ્ય, રતિ, અરતિ, ભય, જુગુપ્સા, શોક, કામ, મિથ્યાત્વ, અજ્ઞાન, નિદ્રા, અવિરતિ, રાગ અને દ્વેષ - આ અઢાર દોષો શ્રી વીતરાગદેવમાં હોતા નથી. અનાદિકાળથી અવરાઇ ગયેલ આપણું ભગવસ્વરૂપ પેદા થાય તે માટે જ સુદેવની સેવા-ભક્તિ-ઉપાસના કરવાની છે. અર્થાત આત્માના સઘળાય ગુણો પેદા થાય અને બધા દોષો નાશ પામે તે માટે સેવા-ભક્તિ-ઉપાસના કરવાની છે પણ બીજા કોઇપણ હેતુથી કરવાની નથી. બીજા બીજા હેતુઓથી કરાય તો તો તેમની ભક્તિ ન થતાં આશાતના થાય અને જે આત્માને સંસારમાં રૂલાવનારી બને તો કયો. Page 45 of 191 Page #46 -------------------------------------------------------------------------- ________________ સકર્ણ હાથે કરીને તેવો સોદો કરે ? વળી સુદેવનું સામાન્યથી સ્વરૂપ બતાવતા કહ્યું છે કે “सर्वज्ञो जितरागादिदोष स्त्रैलोक्यपूजित: । यथास्थितार्थवादी च देवोडर्हन् परमेश्वरः ।। १ ।। ध्यातव्योडयमुपास्योडयमयं शरणमिष्यताम् । ઉચૈવ પ્રતિપત્તયં શાસનું વેતનરિતવેત || ૨ II” (યોગશાસ્ત્ર દ્વિતીયપ્રકાશ ગ્લો. ૩-૪) સર્વજ્ઞ, જિતી લીધા છે રાગાદિ દોષો જેમણે, (ત્રણલોકમાં પૂજનીય) ત્રણે લોકથી પૂજાયેલા, યથાર્થ વસ્તુસ્વરૂપને કહેનારા એ જ પરમેશ્વર, અરિહંત દેવ છે. તેમનું જ ધ્યાન કરવા જેવું છે, તેમની જ ઉપાસના કરવા જેવી છે, તેમનું જ શરણ સ્વીકારવા જેવું છે, તેમનું જ શાસન સ્વીકારવા જેવું છે. જો ચેતના હોય તો. માટે પણ નિશ્ચિત થાય છે કે સુદેવની પાસે પણ શું મંગાય અને શું ઇરછાય ? સુગુરૂ આદરૂં શ્રી પંચેન્દ્રિય સૂત્ર” અપરનામ “સુગુરુ સ્થાપન સૂત્ર'નો જાણકાર જીવ સુગુરુના સ્વરૂપને સારી રીતે સમજે છે કે, મારા તારક ગુરુ, ભવોદધિના પાર પમાડનાર ગુરુ આવા આવા ગુણોના સ્વામી હોય છે. કલિકાલસર્વજ્ઞ ભગવંતે શ્રી યોગશાસ્ત્રના દ્વિતીય પ્રકાશમાં ગુરુનું લક્ષણ સામાન્યથી આ પ્રમાણે બતાવ્યું છે "महाव्रतधरा धीरा: भैक्षमात्रोपजीविनः । सामायिकस्था धर्मोपदेशका गुरखो मता: ।।" “મહાવ્રતને ધારણ કરનારા તેના પાલનમાં તથા ઉપસર્ગો અને પરિષહોને સહવામાં ધીર, ભિક્ષા માત્રથી જ જીવનારા (નિર્દોષ ભિક્ષાથી જ સંયમદેહને ટકાવનારા), હંમેશા સામાયિકમાં જ રહેલા, (યોગ્યતા કેળવી, ગુર્વાજ્ઞાથી ભગવાનની આજ્ઞા મુજબ) ધર્મનો જ ઉપદેશ આપનારા ગુરુ મનાયા છે.” આના ઉપરથી પણ સુનિશ્ચિત થાય છે કે, ગુરુપદે બિરાજમાન વ્યક્તિનું કર્તવ્ય શું હોઇ શકે ? કે સ્વયં મોક્ષમાર્ગની આરાધનામાં જ મગ્ન રહેવું અને જે કોઇ યોગ્ય-અર્થી-સમર્થ જીવ આવે તેને મોક્ષમાર્ગ સમજાવી, મોક્ષમાર્ગની આરાધનામાં જ જોડવા પણ તેનો સંસાર પુષ્ટ થાય, સંસારની જ પ્રવૃત્તિમાં પ્રવૃત્ત. થાય-તેવો વિચાર પણ ન કરે, તેવાં વચન પણ ન બોલે તો તેવી પ્રવૃત્તિ તો કરે જ શાના ? “ગુરુ” શબ્દની વ્યુત્પત્તિ પણ આ જ વાત પુષ્ટિ કરે છે. “Imતિ-ફિmતિ ઘણતિ ગુરુ જે ધર્મનો ઉપદેશ કરે તે ગુરુ. અભિધાન ચિંતામણિમાં પણ કહ્યું છે કે- “સુદામપદેશg? -ગુરુ એટલે ધર્મોપદેશક. દુનિયામાં “ગુરુ” અર્થ માતા-પિતા, કલાચાર્ય આદિમાં અભિપ્રેત મનાયો છે. પરન્તુ અત્રે તો ધર્મ સંબંધમાં “ગુરુ” અર્થ અભિપ્રેત છે. કેમકે, શ્રી ધર્મરત્ન પ્રકરણમાં પણ કહ્યું છે કે “ઘર્મજ્ઞો ઘર્મર્તા, ૫, સદા ઘર્મપરાયUT: I सत्वेभ्यो धर्मशास्त्रार्थ-देशको गुरुरुच्यते ।।" “ધર્મના જાણ, ધર્મના કરનાર, હંમેશા ધર્મમાંજ તત્પર અને ધર્મશાસ્ત્રનો જ ઉપદેશ આપનાર હોય તે ‘ગુરુ' કહેવાય છે.” Page 46 of 191 Page #47 -------------------------------------------------------------------------- ________________ આ રીતના ગુરુના સ્વરૂપનો જાણ આત્મા, પોતાના આત્માના કલ્યાણ કે હિત વિના બીજી એક પણ વાત ગુરુ પાસેથી ઇચ્છે પણ નહિ. ગુરુ પણ પોતાના પરિચયમાં આવનારના આત્માના સંસારથી નિસ્તાર વિના બીજી ઇચ્છા પણ કરે નહિ. તેથી જ પોતાની પાસે આવનારને ‘ધર્મલાભ’ વિના બીજા આશીર્વાદ પણ આપતા નથી. આના પરથી સુજ્ઞજનો ગુરુ શું આપે અને ગુરુ પાસે શું ઇચ્છાય તે સારી રીતના સમજી શકે છે. તેમ કરી પોતાના કલ્યાણને પણ નિશ્ચિત કરે છે. કેમ કે, ભગવદ્ભાવ પેદા કરવા જેમ દેવતત્ત્વની ઉપાસના છે તેમ ગુરુભાવ પેદા કરવા માટે જ ગુરુતત્ત્વની ઉપાસના કરવાની છે. સુગુરૂ તેજ કે જે એ સુદેવે બતાવેલા માર્ગે ચાલનારા છે, એમની આજ્ઞા મુજબ વર્તનારા છે, એમની આજ્ઞાથી વિરુધ્ધ રીતિએ નહિ ચાલતા એમની આજ્ઞાનો જ પ્રચાર કરનારા છે. કંચન કામિનીના માત્ર ત્યાગી જ નહિ પણ વૈરી છે એટલે પોતે રાખે નહિ બીજા પાસે રખાવે નહિ અને રાખતાને સારા માને નહિ એવા છે. તમે ઘરબારી છો માટે સારા છો એમ માને નહિ પણ ફ્તી રહ્યા છો એમ માને અને કહે. એવા છે કે- દુનિયાનો રસિયો આવે ત્યારે કહે કે બંગલા એ કેદખાના છે સંસાર એ નરકાવાસ છે તેજ સુગુરૂ છે પણ સંસારને સ્વર્ગવાસ કહે એ સુગુરૂ નથી. સંસારની દુ:ખમયતાને હૃદયમાં જચાવવાનું કાર્ય તેજ કરે કે જે સંસાર સાગરથી તરી પરને (બીજાને) તારવાને ઇચ્છતા હોય અથવા તો જે સંસારથી વિરક્ત બની એ જ્ઞાનીની આજ્ઞા મુજબ સ્વપર કલ્યાણની સાધનામાં જીવનનો વ્યય કરતા હોય. જે આત્માને સંસારમાં રસ આવે છે તે સ્વયં તરી પણ નથી શકતો અને પરને તારી પણ નથી શકતો. આજ હેતુથી જ્ઞાનાદિથી વિભૂષિત જૈન મુનિઓ સિવાય અન્ય કોઇ જ આ સંસાર સાગરના સાચા તારક નથી કારણ કે જે પોતાનો ઉધ્ધાર ન કરી શકે તે પારકાનો ઉપકાર પ્રાયઃ ન કરી શકે, જે સ્વયં તરવાને સમર્થ છે તે જ પારકાને સારી રીતે તારવા માટે સમર્થ છે. લાકડાની કે લોઢાની એમ નાવા તો બેય કહેવાય પણ લાકડાની નાવા તારે જ્યારે લોઢાની નાવા ડુબાડે ! જેનામાં તરવાની લાયકાત નથી તેનામાં બીજાને તારવાની લાયકાત નથી. જે આત્મા જ્ઞાની હોય, ક્રિયામાં તત્પર હોય, શાંત હોય, ભાવિતાત્મા હોય અને જિતેન્દ્રિય હોય તે જ પોતે તરે અને બીજાને તારી શકે. તારક બનનારો આત્મા એકલો જ્ઞાની હોય તે ન ચાલે, પણ સમ્યજ્ઞાન મુજબની યથાશક્તિ ક્રિયા કરવા માં એ તત્પર હોવો જોઇએ. ક્રિયામાં તત્પરતા પણ ક્યારે ટકે ? ત્યારે જ કે જ્યારે તે શાંત હોય માટે એકલો જ્ઞાની તથા ક્રિયા કરનારો પણ ન ચાલે એટલે સાથે એ શાંત પણ જોઇએ, જેથી તે ક્રિયા તત્પર રહી શકે. એ શાંતિ પણ સદ્ભાવના હોય તો જ ટકે અને સદ્ભાવના ટકાવવાને માટે ઇન્દ્રિયો ઉપરનો કાબુ હોવો અતિ જરૂરી છે. ઇન્દ્રિયો ઉપર કાબુ તો ત્યારે જ મૂકાય કે જ્યારે વિષયની રસિકતા ઘટે અને વિષયો અસાર અને આત્મનાશક સમજાયા વિના વિષયની રસિકતા પણ ન ઘટે, વિષય પણ અસાર ત્યારે જ સમજાય કે જ્યારે એના આત્મનાશક સ્વરૂપનું બરાબર ભાન થાય. આખા સંસારનું સ્વરૂપ સમજે એ સમજ્યા પછી મમતા છોડી ઇન્દ્રિયો પરનો કાબુ મેળવી સદ્ભાવના ટકાવે તો શાંતિ આવે, શાંતિ આવ્યાની ક્રિયા ફ્ળ અને એ ક્રિયાને ફ્લીભૂત કરનાર જ્ઞાન હોવું જોઇએ. આ ગુણોવાળો સ્વયં તરે અને બીજાને તારે તે સુગુરૂ એટલે જૈનશાસનના ભગવાનની આજ્ઞા મુજબ જીવનારા ગુરૂ કહેવાય છે. જે આત્મા સંસારથી તરવાના માર્ગમાં પ્રગતિ કરે છે તે જ આત્મા પારકાને તારવા શક્તિ ધરાવે છે. બાકી જેણે પોતાનું કલ્યાણ કર્યું નથી અને આરંભ સમારંભની તથા પાપની પ્રવૃત્તિથી જેણે પોતાના આત્માને બચાવવાનો માર્ગ લીધો નથી તે પારકાને કઇ રીતિએ બચાવે ? Page 47 of 191 Page #48 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય તરીકે રહેલા સુગુરૂ ભગવંતો શ્રી અરિહંત પરમાત્માઓની અનુપમ અને અજોડ આજ્ઞાનો અખ્ખલિતપણે પ્રચાર કરનારા હોય છે. જે આચાર્ય ભગવાનો આજ્ઞાના પ્રચાર કાર્યમાં પ્રધાનતા ભોગવે તે આચાર્ય ભગવાનો આજ્ઞાના પાલનમાં કેમ જ શિથિલ બને ? નવ પ્રકારે શ્રી તીર્થંકર મહારાજા સાથેની સમાનતા એ સૂરિ મહારાજાની અદ્વિતીય મહત્તા સૂચવે છે. તીર્થને સ્થાપ્યા બાદ શ્રી તીર્થંકરદેવ કદી પણ ભિક્ષાએ ન જાય. કેવલજ્ઞાન થયા પહેલા પોતે ભિક્ષા જાય છે પણ પછી નહિ એજ રીતે સૂરિ મહારાજા પણ ભિક્ષાએ જતા નથી કારણ કે જાય તો પ્રવચનની લઘુતા થાય અને તીર્થને હાનિ પહોંચે. સ્વ મહત્તા માટે એ ગુરૂતા નથી પણ શાસનની મહત્તાનું રક્ષણ કરવાનો જ એમાં ઇરાદો છે. એજ ઇરાદે જેમ શ્રી અરિહંત ભગવાન સ્વતંત્રપણ સ્વયમેવ અર્થની પ્રરૂપણા કરે તેવી રીતે જે સમયે જેટલું પ્રવચન મોજુદ હોય તે બધાના અર્થને પામેલા સૂરિ પણ નિ:સંશયપણે જે વસ્તુ જેવા સ્વરૂપે હોય તે વસ્તુને તેવા સ્વરૂપે હંમેશને માટે કહેનારા હોય છે. એવા સુગુરૂનો આદર કરવો જોઇએ. સુધર્મ આદરૂં (દશમો બોલ) સુધર્મ તેજ કહેવાય કે જેના સેવનથી વિષય વાસના ઘટે, અપ્રશસ્ત કષાય ઘટે, ગુણો ઉપર પ્રેમ થાય અને એ ગુણો આવે એવી ક્રિયાઓને વિષે અપ્રમત્તતા આવે. એ ધર્મ પાળવા માટે કજીયો થાય તો વેઠવો, ઘર મુકવું પડે તો તે પણ સહવું. હવે ધર્મની વાત વિચારતાં ધર્મની વ્યાખ્યા કરતાં કહ્યું છે કે "दुर्गतिप्रपतत्प्राणि धारणाद्धर्म उच्यते । संयमादिर्दशविध: सर्वज्ञोक्तो विमुक्तये ।। " (યોગશાસ્ત્ર દ્વિપ્ર.શ્લો.૧૧) દુર્ગતિમાં પડતા પ્રાણીને ધારી રાખવાથી-બચાવવાથી ધર્મ કહેવાય છે. શ્રી સર્વજ્ઞભગવંતે કહેલો. સંયમાદિ દશ પ્રકારનો ધર્મ જ મુક્તિને માટે થાય છે.” અન્યત્ર પણ કહ્યું છે કે "दुर्गति प्रसृतान् जन्तून्, यस्माद् धारयतेपुन: । धत्ते चैतान् शुभे स्थाने, तस्माद् धर्म इति स्मृतः ।।" દુર્ગતિ તરફ જતા પ્રાણિઓને જે કારણથી ધારણ કરે છે-બચાવે છે અને ફ્રીથી શુભસ્થાનમાં સ્થાપે છે તે કારણથી તે ધર્મ કહેવાય છે. આના પરથી એ વાત સુનિશ્ચિત થાય છે કે- પરિણામે કે પરંપરાએ પણ જે પ્રવૃત્તિથી આત્માની દુર્ગતિ જ થાય અને સદ્ગતિ તો સ્વપસમ બને તે ધર્મ પ્રવૃત્તિને કે ધર્મને વાસ્તવમાં ધર્મ કહેવાય પણ નહિ જ. વળી, સાથે સાથે એ પણ નક્કી થાય છે કે, આ લોક કે પરલોકના માન-પાનાદિ એહિક સુખ-સમૃદ્ધિ-સાહ્યબી માટે પણ ધર્મ કરાય જ નહિ. કેમકે, જે પરિણામે આત્માનું ભાવિ બગાડે, આત્માનું ભયંકર અહિત કરે કે દુર્ગતિની પરંપરા વધારે તેને ધર્મ કઇ રીતના કહેવાય ? ભગવાનના માર્ગનો સાચો ઉપદેશક ક્યારે પણ તેવો ઉપદેશ આપે ખરો ? જગતના જીવો અર્થ-કામમાં જ પ્રવૃત્ત હોય છે, તેમાંથી છોડાવી, આત્માના કલ્યાણને માટે જ ધર્મ કરાવવાનો છે. તેને બદલે ધર્મગુરુ પોતે જ અર્થ-કામની પુષ્ટિ કરે, તેના માટેય ધર્મ જ કરવાનું કહે તો તે બધા કેવા કહેવાય ? “ક્ષત ઉપર ક્ષાર નાખનાર', ‘બળતામાં ઘી હોમનાર' હિતેષી કહેવાય કે હિતશત્રુ કહેવાય ? Page 48 of 191 Page #49 -------------------------------------------------------------------------- ________________ "लढूण माणुसत्तं कहंचि अइदुल्लहं भव समुद्दे । धीरपुरिसाणुचिन्ने परोवयारम्मि जइय व्वं ॥ १ ॥ जम्हा तित्थयरावि हु संसारसमुद्रतीरपत्तावि । अनेसि उवयारं कुणंति उवएसदाणेण || २ ॥ ता तेसिं धीराणं मग्गं सरिउण निययसत्तीए । उवएसदाणओ च्चिय परोवयारेसु उज्जमह ॥ ३ ॥ धम्मत्थकामविसओ सो उवएसो तिहावि संभवइ । किंतु परहियरएहिं धम्मुवएसंमि जइयत्वं ॥ ४ ॥ जं भवदुहवोच्छेओ कायव्वो पाणिणं हियत्थीहिं । पायं च अत्थकामा मूलं चिय दुक्खलक्खाणं ।। ५ ।। अविमण्णिउण य गुरुं सयमेव फुरंति अत्थकामेसु । मूढाणं बुद्धीओ अणाइभव भावणवसाओ ।। ६ ।। रागाइदोसजलणो निच्चं पज्जलइ जंतुहियएसु । कामत्थेसुवएसनहुइऐ सो वढ्ढइ अहियं || ७ || कामत्थेसुवएसं जड़ दिंति गुरुवि तो इमं जायं । उम्माहिया य बाला अण्णं लवियं मउरेण ॥ ८ ॥ तम्हा कामत्थकहं खयंमि खारोवमं न कुव्वंति | महरिसिणो इय मुणिउं सूरी जंतूण हियनिरओ || ९ || " (पहेशभाना-पुष्पमाना) “આ ભવસમુદ્રને વિષે પુણ્યયોગે દુર્લભ એવા મનુષ્યપણાને પામીને ધીરપુરુષોએ આચરેલા પરોપકારને વિષે પ્રયત્ન કરવો જોઇએ. જે કારણથી આ સંસાર સમુદ્રના પારને પામેલા એવા શ્રી તીર્થંકરપરમાત્માઓ પણ ઉપદેશના દાન વડે બીજાઓ ઉપર ઉપકારને કરે છે. માટે તે ધીરપુરુષોના માર્ગને અનુસરીને-સ્મરીને, પોતાની શક્તિ મુજબ ઉપદેશના દાનથી પરોપકારને વિષે ઉદ્યમ કરવો જોઇએ. અને તે ઉપદેશ ધર્મ, અર્થ અને કામના વિષયરૂપ ત્રણ પ્રકારનો સંભવે છે તો પણ પરહિતમાં જ રક્ત પુરુષોએ ધર્મના ઉપદેશમાં જ પ્રયત્ન કરવો જોઇએ. જે કારણથી હિતૈષી પુરુષો વડે પ્રાણિઓના ભવ-સંસાર રૂપી દુઃખનો જ ઉચ્છેદ-નાશ કરવો જોઇએ અને મોટેભાગે અર્થ-કામ જ લાખો-બધા-દુઃખોનું મૂળ છે. Page 49 of 191 Page #50 -------------------------------------------------------------------------- ________________ વળી અનાદિકાલથી ભવમાં જ રતિની વાસનાના કારણે મૂઢાત્માઓની બુદ્ધિ, સદ્ગર્વાદિના. ઉપદેશાદિની પણ અવજ્ઞા કરીને, જાતે જ અર્થ અને કામમાં ફ્રાયમાન થાય છે અર્થાત અર્થ-કામમાં જીવો. જાતે જ પ્રવૃત્ત થાય છે તેમાં કોઇના ય ઉપદેશની જરૂર પડતી જ નથી. કેમકે મૂઢ પ્રાણિઓના હૈયામાં હંમેશા રાગાદિ દોષરૂપી અગ્નિ પ્રજ્વલિત હોય છે અને તેમાં વળી જો કામ અને અર્થના ઉપદેશની આહૂતિ અપાય તો તે અગ્નિ અધિક વૃદ્ધિને પામે તે નિઃશંક છે. માટે જ જો ગુરુ-ધર્માચાર્યાદિ-પણ કામ અને અર્થનો જ ઉપદેશ આપે (તે બેને માટે પણ ધર્મ જ કરાય તેમા કહે, તે બેની પુષ્ટિ થાય વધુ ખીલે તેવી વાતો કરે ઇત્યાદિ) તો આ ઉખાણું સિદ્ધ થાય કે, ઉન્માદિત બાલા હોય અને મોરના કેકારવ સાંભળે (તો શું હાલત થાય ? તેવી હાલત અર્થ-કામનો ઉપદેશ આપનારા, તે માટે ધર્મ કરનારા-કરાવનારા કરે છે.) તેથી મહર્ષિઓ આ વાત જાણીને ક્ષત ઉપર ક્ષાર સમાન અર્થ અને કામની કથા કરતા નથી. (પ્રાણીઓના હિતમાં જ રક્ત એવા શ્રી આચાર્ય ભગવંત આ વાત જાણીને ઉપદેશમાલા ગ્રન્થને બનાવવાની ઇરછાવાળા હવે આ પ્રમાણે કહે છે.) પોતાની માન્યતાની પુષ્ટિ માટે પુણ્યનામધેય શાસ્ત્રકાર પરમર્ષિઓના આશયને પણ વિકૃત કરનારાનું દુ:સાહસ તેઓને મુબારક હો ! આપણે તેમાં લપાઇ ન જઇએ તેટલી સાવધગિરિ આપણે રાખવી છે. આપણું કલ્યાણ સુનિશ્ચિત થાય માટે ભગવાનની આજ્ઞા સમજવાનો અને તે પ્રમાણે જીવવાનો પ્રયત્ન કરવો છે. ભગવાન શ્રી જિનેશ્વરદેવોની તારક આજ્ઞા ઉપર અંતરંગ પ્રીતિ જન્મી હોય તેવા આત્માઓને જ આ વાત ગમે છે, બીજાઓને નહિ. તેવા જીવોને જ “RIDIU mો -આજ્ઞામાં જ ધર્મ, “ મો HIMIL ડિવદ્વો ધર્મ આજ્ઞામાં જ બંધાયેલો છે –આવી વાતો ગમે એટલું નહિ તે પ્રમાણે કરવાનો પ્રયત્ન કરે. તેથી. તેવા જીવો “સુદેવ-સુગુરુ-સુધર્મ આદરું' તે વાત હૈયાપૂર્વક સાચાભાવે બોલી શકે. મારા આત્માનો આ સંસારથી વહેલામાં વહેલો વિસ્તાર થાય તે માટે ધર્મની આરાધના કરનારા જીવો પોતાના આ લોક કે પરલોકના સુખ સાહ્યબી કે એહિક સ્વાર્થ માટે દેવ-ગુરુ અને ધર્મનો ઉપયોગ ક્યારે પણ કરતા નથી. સુદેવાદિ પાસે માગવું પડે તો દુનિયાના સુખમાં વિરાગભાવ જીવતો રહે અને દુ:ખમાં સમાધિ બની રહે, દુ:ખ વેઠવાનું અને સુખનો ત્યાગ કરવાનું બળ મળો, દુર્વાસનાઓ, ઇષ્ટ ભાવના, કલુષિત ભાવો દૂર થાઓ અને માર્ગસ્થ સદ્ગદ્ધિ પેદા થાઆ તેમ માગે છે પણ મારાં બધાં દુઃખો દૂર થાઓ. અને બધા જ સુખો મલ્યા કરો અને હું મોજ મજા કરું તેવી ઇચ્છા પણ કરતા નથી. કેમકે તે બધા સારી રીતના સમજે છે કે, મારે મારા આત્માને દેવતત્ત્વમાં સ્થાપન કરવો હોય તો મારે મારા આત્માને ગુરુતત્ત્વમાં સ્થાપવો જોઇએ અને તે માટે ધર્મતત્ત્વ પેદા કરવું જોઇએ. ભગવાનની આજ્ઞા ઉપર અવિહડ પ્રેમ થયા વિના આ શક્ય નથી. આજ્ઞા ઉપરથી પ્રીતિ જ હૈયાની અને બુદ્ધિની નિર્મલતાની જનની છે. તેવો જીવ કોઇ પણ ખોટી હવા કે ખોટી વાતમાં તણાતો નથી. કે કોઇનો દોરવ્યો દોરાતો નથી પણ આત્મકલ્યાણના. પ્રયત્નમાં જ ઉજમાળ હોય છે. Page 50 of 191 Page #51 -------------------------------------------------------------------------- ________________ આત્મકલ્યાણનો અર્થી, જેમ ઉપાદેયની ઉપાસનામાં ઉધમિત બને છે તેમ હેયને હાનિકર જાણીને તેનાથી દૂર રહેવામાં પ્રયત્નશીલ બને છે. તેથી ‘સુદેવ-સુગુ-સુધર્મને આદરું' કહી ‘કુદેવ-કુગુરુ-કુધર્મને પરિહરું' બોલે છે. સુધર્મ એ એવી વસ્તુ છે કે-તે પોતાના સાચા સેવકને ગમે તેવા સમયે પણ અચિંતિત સહાય આપે છે. આથી સુખના અર્થિએ આડાઅવળા ઉધમાતો છોડી દઇ એક ધર્મની સેવામાં જ સમર્પાઇ જવું જોઇએ. જીવનને ધર્મની સેવામાં સમર્પિ દેવાથી આત્મા આ દુઃખમય સંસારમાં પણ સુખનો અનુભવ કરી પરિણામે અનંત સુખનો ભોક્તા થઇ શકે છે અને જીવનને ધર્મથી વિમુખ બનાવનારો આત્મા સુખનો અર્થિ છતાં આ દુઃખમય સંસારમાં દુ:ખભરી અને એથી જ દયાજનક દશામાં જ સબક્યા કરે છે. આથી સુખના અર્થિ માટે એક સુધર્મ જ શરણ રૂપ છે. ધર્મ એટલે જીવને અંતરમાં શ્રી જિનેશ્વર દેવોનાં વચનોની અસર પેદા થાય. સંસાર એ આત્માનો રોગ છે, મોક્ષ એ આત્માનું આરોગ્ય છે અને શ્રી જિનવચન એ સંસાર રૂપ રોગને નાબૂદ કરીને મોક્ષરૂપ આરોગ્યને પમાડનારૂં અમોધ ઓષધ છે. આ વાત અંતરમાં રહે અને ધર્મની ક્રિયાઓની આચરણા કરે એટલે સુધર્મ કહેવાય છે. (૧) જ્યારે જ્યારે કોઇપણ તકલીફ આવે એ તકલીફ પેદા થવામાં કોઇપણ નિમિત્ત રૂપ જણાય તા. પણ વિચાર તો એ કરવાનો કે મારા પૂર્વકૃત પાપના ઉદય વિના એ કે તે કોઇ મને કાંઇપણ દુ:ખ આપી શકે નહિ. આવી જ વિચારણા કર્યા કરવાની આ વિચારણાથી સૌથી પહેલો ાયદો એ થાય કે આપણું મન દુર્વિચારોથી અલિપ્ત બની જાય. વધુમાં મનમાં અશાંતિ પેદા થવાને બદલે શાંતિ પેદા થાય. એથી આવેલી તકલીફ્ટ સહવાની ધીરજ પ્રગટે એટલે આવેલી તકલીફ અજ્ઞાનને જેવું કષ્ટ આપી શકે એવું કષ્ટ આપણને આપી શકે નહિ ! આ બધો ફાયદો થવા સાથે આપણામાં આપણને આવેલી તકલીફમાં નિમિત્ત બનનાર તરફ રોષનો ભાવ પ્રગટે નહિ એટલે એના પ્રત્યે વેરનો જે ભાવ પેદા થવાની શક્યતા તે શક્યતા પણ નાબૂદ થઇ જાય ! (૨) ભવાર્તિ દીનેષ કૃપારસ સદા | ભવની પીડાથી દીન બનેલા આત્માઓ ઉપર હંમેશા કૃપા રસથી હૃદય આદ્ર રહેવું જોઇએ. વિષય કષાયરૂપ સંસારથી જેનો આત્મા પીડા પામતો હોય તેના ઉપર કૃપા રસનો છંટકાવ કરવો જોઇએ. (૩) જેના યોગ આત્માનું અનાદિકાળથી અહિત થઇ રહ્યું છે તે વસ્તુઓનો ત્યાગ કરવાનો એ સુધર્મ કહેવાય. (૪) જેઓ આત્મકલ્યાણને ચાહતા હોય તેઓએ તો સુવિવેકી બનવાપૂર્વક ભાવમંગલને વિષે જ ઉધમશીલ બનવાની જરૂર છે. (૫) જે ધર્મનું નિરૂપણ કરનારા શાસ્ત્રો તાપ શુધ્ધિની પરીક્ષામાં અણીશુદ્ધ પસાર થઇ શકે છે તે શાસ્ત્રો માટે કષશુદ્ધિ અને છેદશુદ્ધિની પરીક્ષામાંથી પસાર થવું એ તો સામાન્ય વાત છે. તાપ શુદ્ધિથી સંપૂર્ણ શુધ્ધ હોવાના કારણે જ શ્રી જૈનધર્મ બીજા સર્વ ધર્મોની સન્મુખ સદાને માટે ઉન્નતપણે ઊભો રહી શકે તેમ છે માટે સુધર્મ છે. (૬) સુધર્મ આદરનારને ત્રણ ગુણો મેળવવા જરૂરી છે. સદાને માટે સાધુજનોની બહુમાનપૂર્વકની ભક્તિ કરનારા બનવું. સર્વ જીવો પ્રત્યે મૈત્રીભાવને ધારણ કરવો અને મમત્વનો પરિત્યાગ કરવાપૂર્વક બાહ્ય સંગોનો Page 51 of 191 Page #52 -------------------------------------------------------------------------- ________________ ત્યાગ કરવો. આ ત્રણ ગુણો અહિંસાદિરૂપ સંપત્તિને પમાડનાર પણ છે. પ્રાપ્ત થયેલી અહિંસાદિ રૂપ સંપત્તિને ટકાવનારા તથા વધારનારા તથા તેને નિર્મળ બનાવનારા પણ છે અને અહિંસાદિ રૂપ સંપત્તિના પરમ ળને પામવામાં સુંદર પ્રકારની સહાય કરનારા પણ આ ત્રણ ગુણો છે. જેનામાં આ ત્રણ ગુણો આવે છે તે સહેલાઇથી કલ્યાણના અને અકલ્યાણના સ્વરૂપને સમજી શકે છે. અકલ્યામથી બચવાના તથા કલ્યાણને પામવાના ઉપાયને પણ તે સહેલાઇથી સારી રીતિએ જાણી શકે છે અને તે ઉપાયને સારી રીતિએ તે આચરી પણ શકે છે. વૈર વિરોધભાવ આત્માને સ્પર્શે નહિ અને વેર વિરોધનો ભાવ આત્માને સ્પર્યો હોય તો પણ તેવા. મલિન ભાવને ટકવા ન દે એવું પણ આ ત્રણ ગુણોના યોગે સુશક્ય બની જાય છે. ત્રણેય મળમાં દુઃખી થતા જીવો આવો જીવ ક્યારે સુખ પામશે, તે તો જ્ઞાની જાણે. અહીં તે આટલી મોટી સંપત્તિને પામ્યો, એટલે ભૂતકાળમાં એણે કાંઇક ને કાંઇક ધર્મ તો કરેલો જ; કેમ કે-ધર્મ કર્યો ન હોત, તો સંપત્તિનું પુણ્ય સાંપડતા નહિ; પરન્તુ, આટલી સંપત્તિ મળવા છતાં પણ, આ ભવમાં એ જે રીતિએ વર્યો, તે ઉપરથી એવી કલ્પના જરૂર થઇ શકે કે-એણે ભૂતકાળમાં ધર્મ કરેલો, તે વખતેય આશાએ કરેલો. તે વખતે પણ, એ આશાનું દુ:ખ જરૂર અનુભવતો હશે. એને ભૂતકાળમાં આશાએ પીડ્યો અને આ ભવમાં સંરક્ષણની તીવ્ર લાલસાએ પીડ્યો. પૂર્વે આશાનું દુ:ખ, મળ્યું ત્યારે ભોગવાઇ ન જાય અથવા જતુ ન રહે તેની ચિંતાનું દુ:ખ અને પાછળ દુર્ગતિનું દુ:ખ ! આપણે ત્યાં મમ્મણ શેઠનો દાખલો આવે છે ને ? એની સંપત્તિ કેટલી ? કહેવાય છે કે-મહારાજા શ્રી શ્રેણિક પાસે જે સંપત્તિ હતી, તે મમ્મણ શેઠની સંપત્તિની પાસે કોઇ વિસાતની ગણાય નહિ ! પણ, એ જીવતો તેલ-ચોળા ખાઇને ! એણે જેટલું લક્ષ્મીની મૂર્છાથી સહન કર્યું છે, તેટલું જ જો એણે મોક્ષની અભિલાષાથી મોક્ષમાર્ગની સાધનાને માટે સહન કર્યું હોત, તો એ મોક્ષને પામ્યા વિના રહેત નહિ ! એટલું બધું સહન કરનારો એ, મરીને ગયો ક્યાં ? સાતમી નરકે ! કેમ એણે ખાધું પીધું ને પહેર્યું-ઓઢ્યું નહિ ? એણે, વધુમાં વધુ સાદાઇથી જીવન કેમ પસાર કર્યું ? વધારે ખર્ચાઇ જાય નહિ, એ માટે ! એટલે, ભૂતકાળમાં પૈસા માટે ધર્મ કરેલો, અહીં પૈસો મળ્યો તે ભોગવી શકાયો નહિ અને અન્ત દુર્ગતિના દુ:ખમાં જઇ પડ્યો ! આવું પણ બને ને ? રીદ્રધ્યાન કુટિલતાના ઘરનું છે અને જો એ જોરદાર બની જાય, જીવ એમાં જ જો આસક્ત રહ્યા કરે, તો જરૂર એ નરકે લઇ જાય. ત્રણ પ્રકારના પુરૂષો પુરૂષો-મર્દ, નામર્દ અને અદ્ધ મર્દ-આ ત્રણ પ્રકારના હોય છે. મર્દ તે કે જે મોહને કાબુમાં રાખે. કાબુમાં રાખવા છતાં લટ્ટ બની જાય તે અદ્ધમર્ઝ અને ગુલામ થાય તે નામર્દ. આ વિષયમાં એક દ્રષ્ટાંત છે અને તે વિચારણીય છે. એક દ્રષ્ટાન્ત કોઇ એક બ્રાહ્મણીને ત્રણ પુત્રીઓ હતી. તે બ્રાહ્મણીએ વિચાર્યું કે હું તેવો કોઇ ઉપાય કરું કે જેથી મારી પુત્રીઓ પરણ્યા પછી સુખી થાય.” આ પ્રમાણે વિચાર કરીને તે માતાએ પોતાની મોટી પુત્રીને કહ્યું કે Page 52 of 191 Page #53 -------------------------------------------------------------------------- ________________ તારો પતિ તારા વાસભુવનમાં આવે ત્યારે તારે કોઇ પણ અપરાધ ઉભો કરીને પતિના મસ્તક ઉપર પાદપ્રહાર કરવો, એટલે કે-લાત મારવી અને તે પછી તે જે કાંઇ કરે તે તારે મને જણાવવું.' એ મોટી પુત્રીએ પોતાની માતાના કહેવા પ્રમાણે વાસભવનમાં આવેલા પોતાના પતિના મસ્તક ઉપર પાદપ્રહાર કર્યો : પોતાની પત્નીના પાદપ્રહારથી રોષાયમાન થવાને બદલે તેણીના અતિશય સ્નેહથી ભરેલા તે પતિએ તો “હે પ્રિયે ! તારા સુકોમલ ચરણને ઘણી જ પીડા થઇ હશે ?' આ પ્રમાણે કહીને તેણે તો પોતાના પત્નીના ચરણની સેવા કરવા માંડી. આ બનાવ મોટી પુત્રીએ પોતાની માતાને જણાવ્યો. આથી જમાઇની સ્થિતિ માતાએ જાણી લીધી અને એથી તેણીએ પોતાની તે મોટી પુત્રીને કહ્યું કે- “હે પુત્રી ! તું તારે ઘેર તારી ઇચ્છા મુજબ વર્તજે, કારણ કે-તારો પતિ તારા વચનથી જરા પણ વિરૂદ્ધ વર્તાવ નહિ કરે, એટલે કે-ક્તને આધીન થઇને જ વર્તશે માટે તારે જરાય ડરવાનું કારણ નથી.” આ પછી પોતાની બીજી પુત્રીને પણ તેણીએ તેજ પ્રમાણેની શીખામણ આપી અને તે બીજી પુત્રીએ પણ પોતાના પતિના મસ્તક ઉપર પાદપ્રહાર કર્યો. આથી એ બીજી પુત્રીના પતિએ પોતાની તે પાપ્રહાર કરનારી પત્નીને કહ્યું કે એ પ્રમાણે કરવું એ ઉત્તમ કુલમાં ઉત્પન્ન થયેલી સ્ત્રીઓ માટે યોગ્ય નથી.' ઇત્યાદિ કહીને એક ક્ષણવાર સહજ રોષ કરીને પછી તે શાંત થઇ ગયો. આ હકીકત એ બીજી પુત્રીએ પોતાની માતાને કહી અને એ સાંભલીને માતાએ તે બીજી પુત્રીને કહ્યું કે- “હે પુત્રી ! તું પણ તારા પતિના ઘરમાં તને જેમ ઠીક લાગે તેમ આનંદ કર, કારણ કે-તારો પતિ પ્રસંગ પડયે એક ક્ષણવાર ગુસ્સે થઇને પછી આપોઆપ શાંત થઇ જશે.' તે પછી તે માતાએ પોતાની ત્રીજી પુત્રીને પણ એવા જ પ્રકારની શિખામણ આપી. : તેથી તેણીએ પણ પોતાના પતિ પ્રત્યે તેવો જ વર્તાવ કર્યો : આથી એ ત્રીજી પુત્રીનો પતિ તો અતિશય કોપાયમાન થઇ ગયો. અને કોપાયમાન થઇને તેણે ‘નક્કી તું અકુલીન છો, એથીજ આવી રીતિએ વિશિષ્ટ લોકોમાં અનુચિત એવી ચેષ્ટાને કરે છે.” આ પ્રમાણે કહીને અને ખૂબ કુટીને ઘરથી બહાર કાઢી મૂકી. આ હકીકત ત્રીજી પુત્રીએ પોતાની માતાને કહી, એથી તેણીએ પોતાના જમાઇ પાસે જઇને કહ્યું કેવહુએ પ્રથમ સમાગમ સમયે વરને આ પ્રમાણે કરવું' –એવી અમારી કુલસ્થિતિ છે. આ પ્રમાણે સ જમાઇને મુશીબતે શાંત કર્યો અને પોતાની પુત્રીને કહ્યું કે- “હે પુત્રી ! તારો પતિ દુઃખે કરીને આરાધવા યોગ્ય છે, માટે તારે તારા પતિની અપ્રમત્તપણે પરમદેવતાની માફ્ટ આરાધના કરવી.' આ દ્રષ્ટાંત ઉપરથી સમજી શકાય તેમ છે કે-સંસારમાં પણ સાચો પુરૂષ તે છે કે-જે વિષયને આધીન થઇને વિષયની સામગ્રીનો ગુલામ ન બની જાય. વિષયની સામગ્રીના ગુલામો કોઇ પણ કાળે સ્વપરનું હિતા સાધી નથી શકતા. ત્રણેને લાભ સરખો ક્યારે ? કરે, કરાવે અને અનુમોદે એનું ફ્લ સરખું બધે નહિ પણ કવચિત. જે રીતે કરનાર કરે, તે રીતે કરાવનાર કરાવે અને એજ રીતિએ અનુમોદનાર અનુમોદે, તો તો સમાન. જેમ બલભદ્રમુનિ, હરણીયું Page 53 of 191 Page #54 -------------------------------------------------------------------------- ________________ અને સાર્થવાહ. બલભદ્રમુનિ નગરમાં ભિક્ષા લેવા જતા ત્યારે એમના રૂપને જોઇ, નગરની સ્ત્રીઓ ગાંડી થઇ જતી અને કહેવાય છે કે એક સ્ત્રીએ તો દોરડું ઘડાન બદલે બાળકના ગળામાં ઘાલ્યું. તે દિવસથી બલભદ્રમુનિએ અભિગ્રહ કર્યો કે હવેથી વનમાંજ મળે તો ભિક્ષા લેવી, નગરમાં લેવા જવું નહિ. આ બલભદ્રમુનિ વનમાં જ રહે છે. આ મુનિના યોગે હરણીયું પણ શ્રદ્ધાળુ બન્યું હતું. આ મુનિએ તો વનના સિંહોને પણ શ્રાવક કર્યા હતા, આ હરણીયું રોજ અટવીમાં ને જો કોઇ સાર્થવાહ આવ્યો હોય તો મુનિને અને સાર્થવાહને ભેળા કરે. એક વખત સાર્થવાહ આવ્યો છે. હરણીયાએ તે સાર્થવાહને મુનિનો યોગ કરાવ્યો. મુનિ વહોરે છે. સાર્થવાહ વહોરાવે છે. હરણીયું જુએ છે. મુનિની ભાવના પણ ઉત્તમ છે. ઉત્તમ પાત્ર છે. સાર્થવાહની ભાવના પણ ઉત્તમ છે કે અહો કેવા મુનિ ! સુપાત્ર ! ધન્યભાગ્ય મ્હારાં કે અટવીમાં આવા મુનિનો લાભ મળે ! હરણીયું વિચારે છે, ધન્ય છે આ સાર્થવાહને કે જે આવી રીતિએ મુનિની ભક્તિ કરે છે. આવી સરખી ભાવનામાં રહેલા એ ત્રણે પર અકસ્માત થયો ને સમાન ભાવનાના યોગે એ ત્રણે પાંચમા દેવલોકે ગયા. કરનાર કરે, કરાવનાર ભાવપૂર્વક કરાવે અને અનુમોદનારનું હૃદય તલસે. કરાવનાર તથા અનુમોદનારને તો એમ થાય કે ક્યારે હું આ પાલખીપર બેસું? પાલખી શેની ? દીક્ષાની. કોઇ વખત કરનાર કરતાં કરાવનાર, તથા અનુમોદનાર પણ વધી જાય, છતાં વ્યવહારમાં તો કરનાર જ ઉત્તમ ગણાય. ઘણાએ ગરીબો, શ્રીમંતો કરતાં સુખી હોય છે પણ વ્યવહારમાં સુખી શ્રીમંત કહેવાય. કાળદોષે બનેલો આ બનાવ આપણને સમજાવે છે કે-ધર્મની દેશના દેવાનો અધિકાર ખાસ કરીને સર્વત્યાગી સાધુઓને જ છે, પણ દુનિયાદારીમાં પડેલા ગૃહસ્થોને નથી, કારણ કે-સાધુઓ જટલા નિઃસ્પૃહ રહી શકે છે, તેટલા નિ:સ્પૃહ ગૃહસ્થો કદી જ રહી શકતા નથી : એટલે પ્રથમ શુદ્ધ બુદ્ધિથી ધર્મ આપવાનો દાવો કરનારા ગૃહસ્થો પણ અંતે ગૃહસ્થ હોવાના કારણે જ અર્થાદિકથી લેપાયા વિના પ્રાયઃ નથી રહી શકતા અને અર્થાદિકમાં લિપ્ત થયા પછી શાસ્ત્રથી વિરૂદ્ધ દેશના આદિ કરવામાં સંકોચ નહિ રહેવાથી, તે આત્માઓ સ્વ અને પરના ઘાતક નીવડ્યા વિના રહેતા જ નથી. એવી જ રીતિ જેઓ માત્ર વેષથી જ સાધુ છે પણ હૃદયથી સંસારના જ પિપાસુઓ છે, તેઓ ગૃહસ્થ ગણાતા નથી પણ ગૃહસ્થો કરતાંય ભૂંડા હોય છે : એથી જેમ તે સમયે ગૃહસ્થોએ અર્થાદિકમા આસક્ત થઇને મિથ્યાત્વ પ્રસાર્યું હતું, તેમ આજે કેટલાક વેષધારીઓ પણ જમાનાવાદી બનીને અર્થકામાદિકની દેશના દ્વારા મિથ્યાત્વનો ભયંકર પ્રસાર કરી રહ્યા છે. આ કાલમાં સદ્ભાગ્ય એટલું જ છે કે-એ ભયંકર મિથ્યાત્વના પ્રસારને અટકાવી દેનાર સુવિહિત ત્યાગી મહર્ષિઓ મોજુદ છે. ત્રીજી વિંશિકામાં - હવે ત્રીજી વિંશિકાનો વિષય જોઇએ. આનું નામ છે. “કુલનીતિધર્મ-વિંશિકા.' ગ્રન્થકાર પરમષિએ આ વિંશિકામાં વિશિષ્ટ લોકમાં પ્રવર્તતા અને કેટલાંક ભિન્ન ભિન્ન પ્રકારનાં શાસ્ત્રોએ કહેલા કેટલાક કુલધર્મો તથા નીતિધર્મોનું ખ્યાન આપ્યું છે. એ કુલધર્મો તથા નીતિધર્મોનું ખ્યાન આપવાના હેતુ એ છે કે-એ ધર્મો એ વસ્તુતઃ ધર્મો નથી અને એથી એ ધર્મોને સારી રીતિએ સેવવા છતાં પણ તે જીવો પરમ કલ્યાણને પામી શકતા નથી. બ્રાહ્મણ આદિ વર્ણોનાં બ્રહ્મચર્ય આદિ આશ્રમો છે. આ આશ્રમોને અંગે તેઓના પોતપોતાનાં શાસ્ત્રોથી સિદ્ધ એવા ધર્મો યતનાદિ ભેદથી નાના પ્રકારના વર્ણવેલા છે. એ ધર્મો સ્વર્ગાદિકનું સાધન થતા હોવા છતાં પણ પરિણામે વિરસ છે. કારણ કે-તેમાં અજ્ઞાન હોય છે અને મોહનો અભાવ હોતો નથી. એવા માણસોમાં વૈરાગ્ય નથી જ હોતો એમ નહિ, પણ તેઓનો વૈરાગ્યે ય મોહગર્ભિત Page 54 of 191 Page #55 -------------------------------------------------------------------------- ________________ હોય છે, કારણ કે તેઓ પોતે મોહપ્રધાન હોય છે. સંસારની વાસનાના સર્વથા ક્ષયનો હેતુ તેમાં હોતો નથી. આવા લોકો જૂદા જૂદા પ્રકારે પોતપોતાનાં શાસ્ત્રોએ નક્કી કરી આપેલા કુલધર્મોનું અને નીતિધર્મોનું પાલન કરે, તો પણ તે મોક્ષસાધક બની શકે નહિ. માત્ર આમાંના કેટલાક લોકો, કે જેઓમાં મોક્ષનો આશય પ્રગટ થયો છે, તેઓ એ મોક્ષના આશયથી જે ધર્મોને આચરે તે ધર્મોને અપેક્ષાએ શુદ્ધ કહી શકાય. કોઇ પણ ધર્માનુષ્ઠાન વસ્તુતઃ તો વિષયશુદ્વ પણ હોવું જોઇએ, સ્વરૂપશુદ્વ પણ હોવું જોઇએ અને અનુબન્ધશુદ્ધ પણ હોવું જોઇએઃ પણ જે અનુષ્ઠાનમાં સ્વરૂપશુદ્ધિ અને અનુબન્ધશુદ્ધિ ન હોય તોય વિષયશુદ્ધિ હોય તો તેનો અપલાપ નહિ કરવો જોઇએ. મોક્ષનો આશય, એ વિષયશુદ્ધિનો સૂચક હોઇને, સ્વરૂપાદિથી અશુદ્ધ એવા પણ ધર્મો જો મોક્ષના જ આશયથી આચરવામાં આવતા હોય, તો તેને અપેક્ષાએ શુદ્ધ કહી શકાય છે. ત્રીજું ચારિત્રરત્ન હવે ત્રીજું રત્ન છે-ચારિત્ર. આ રત્ન અનુપમ છે. કર્મમલને દૂર કરવામાં આ અજોડ રત્ન છે. ભાવથી આ રત્નને પામ્યા વિના, કોઇ પણ આત્મા મુક્તિ પામ્યો ય નથી, પામતો ય નથી અને પામશે પણ નહિ. સઘળાય પાપના વ્યાપારોનો જે ત્યાગ, એનું નામ ચારિત્ર છે. આ ચારિત્રના સ્વીકાર માટે ઘરબાર, કુટુંબપરિવાર, રાજ્યઋદ્ધિ, સ્નેહી-સમ્બન્ધી, પૈસાટકા, ઋદ્ધિ-સિદ્ધિ, વિષયસામગ્રી અને માતા-પિતા આદિ સર્વનો ત્યાગ કરવો પડે છે. આ ચારિત્રના પાલન માટે ઇંદ્રિયો ઉપર પૂર્ણ કાબુ રાખવો પડે છે, મનના માલિક બનવું પડે છે, સદ્ગુરૂના ચરણોમાં ત્રણે યોગોનું સમર્પણ કરવું પડે છે. ધર્મોપકરણો અને શરીર ઉપરના પણ મમત્વભાવને તજવો પડે છે, ‘રસો, ઋદ્ધિ અને સાતા' -આ ત્રણની આસક્તિ ન લાગી જાય એથી સાવધ રહેવું પડે છે તેમજ વંદન, સત્કાર અને સન્માન આદિની અભિલાષાઓથી પર રહેવા માટેની પણ સતત જાગૃતિ રાખવી પડે છે. આ ચારિત્રના સુવિશુદ્ધ પાલનથી આત્મા ઘાતિકર્મોના નાશ માટે પણ સમર્થ બને છે. જ્યારે આત્મ ઘાતી કર્મોના નાશ દ્વારા કેવલજ્ઞાન પામીને સર્વસંવર રૂપ ચારિત્રને પામે છે, ત્યારે જ તે મોક્ષપદનો ભોક્તા બને છે. તાળાં ઉઘાડવાની ચાવીઓ પણ આ બધી વસ્તુ સમજાય કોને ? જે પાપભીરૂ હોય તેને જ ! અને સાચો પાપભીરૂ પણ કોણ બને ? તેજ, કે જેને શ્રી જિનેશ્વરદેવની વાણી જચે ! પાપના ભયો ગણાવતાં પહેલાં, ભગવાન શ્રી સુધર્માસ્વામિજીએ કહેલી છ વાતો ખાસ યાદ રાખજો. ગઇ કાલે એ વિચારી ગયા છીએ. આજે ીને એ છ વાતોનો તો જાપ કરો, મુદ્દો એ છે કે- આ વાતો હૈયામાં જેવી જોઇએ તેવી રહેતી નથી : જો હૈયામાં રહે તો ધર્મક્રિયાઓ માટે વાયદા કરવાનું મન ન જ થાય. આજે ીને એ છએ વાતો યાદ કરી લ્યો. (૧) બોધિ, એટલે કે-શ્રી જિનેશ્વરદેવના ધર્મની પ્રાપ્તિ થવી, એઆ વિશ્વમાં અતિશય દુર્લભ છે. (૨) આયુષ્ય ચંચળ છે, કારણ કે-શ્રી તીર્થંકરદેવો અને ચક્રવર્તી આદિ મહાપુરૂષો શિવાયના જીવોનું આયુષ્ય સોપક્રમ, એટલે નિમિત્ત પામીને તુટી પણ જાય તેવું છે. (૩) માતા, પિતા કે વડીલ અથવા કોઇના માટે પણ પાપ કરવામાં આવે, તો પણ કર્મરાજા છોડશે નહિ અને તેના યોગે આ ભયંકર સંસારમાં પોતાને જ રૂલવું પડશે. (૪) જેના માટે પાપ કરો છો, તે પાપના નતીજાથી-વિપાકથી બચાવવા નહિ આવે અને કદાચ કોઇ આવે તો પણ બચાવી શકે તેમ નથી. Page 55 of 191 Page #56 -------------------------------------------------------------------------- ________________ (૫) જે ચીજો માટે પાપ કરો છો, તે ચીજો તમારી નથી : પુણ્યોદય સુધી જ તમારી રહેવાની, પણ પછી નહિ જ : માટે વસ્તુતઃ તે ચીજો પારકી જ છે. (૬) અને એ ચીજો પારકી છે, માટે પુણ્યોદયે કદાચ તમારાથી નહિ ખસે, તો છેવટે તમારે પણ એને મૂકવી જ પડશે. આ છએ કેવી મજેની ચાવીઓ છે ? તાળાં ઉઘાડતાં આવડવું જોઇએ. ધર્મની પ્રાપ્તિ દુર્લભ છે, એ પહેલી વાત કહી : આમાં કાંઇ પણ શંકા જેવું છે ? નહિ જ, અને જેઓ ધર્મને દુર્લભ માને, તેઓ ધર્મ કરવાના વાયદા કરે ? “કાળે કરીશું ?' –એમ કહે ? નહિ જ, કારણ કે-જ્ઞાનીપુરૂષો કહે છે. મુશીબતે મળતા એવા માનવજીવનને પામીને પણ ઘણાએ ધર્મહીનપણે ગયા અને જઇ રહ્યા છે. માનવપણું મળવાથી ધર્મ મળે જ એમ નથી. અનાર્યદેશ, અનાર્યજાતિ, અનાર્યકળ વિગેરેમાં મળેલ માનવજીવન પ્રાય: નકામું જ થાય છે. ઇંદ્રિયો પૂરી ન મળે, ધર્મને યોગ્ય આર્યદેશાદિ સામગ્રી ન મળે, તો. ધમ ક્યાંથી મળે ? અરે, બધું મળે પણ શ્રી જિનેશ્વરદેવના શાસનની બોધિ તો અત્યંત દુર્લભ કહી છે અને જેને એ બોધિની પ્રાપ્તિ થાય, એ કદી ધર્મનો વાયદો કરે ? દુનિયાના વ્યવહારમાં જેને તમે જરૂરી માનો છો, ત્યાં વાયદા કરો છો ? તમારું લેણું વાયદાસર ન આવે તો ઉઘરાણી કરો, પણ વાયદા પહેલાં કોઇ આપવા આવે તો લ્યો કે નહિ ? લ્યો જ, કેમકે-એ ચીજને તમે જરૂરી માની છે. હૃદયમાં ખાત્રીથી માન્યું છે કે એના વગર જીવાય નહિ. એવી જ રીતે “શ્રી જિનેશ્વરદેવના ધર્મની પ્રાપ્તિ અતિશય દુર્લભ છે, ભાગ્યે જ કોઇને મળે, અને તે પણ કવચિજ મળે.” -એમ સમજાઇ જાય, તો એ મળ્યા છતાં પણ વાયદા થાય ? દાન, શીલ, તપમાં વાયદા થાય છે તે થાય ? પ્રાયઃ નહિ. ભાવમાં તો વાયદા છે, કારણ કે-સીધી ભાવના તો પ્રાયઃ ટકતી જ નથી. ધર્મક્રિયા કરતી વખતે પણ ભાવના ન ટકે, તો બાકીના ટાઇમમાં તો ભાવના ટકે જ ક્યાંથી ? દાન દેતી વખતે લક્ષ્મીની મૂચ્છ ન છૂટે, તો દાન વગરના ટાઇમમાં તો ક્યાંથી જ છૂટે ? બહારની સામગ્રીને જ્યાં જરૂરીયાતવાળી માની, ત્યાં વાયદો નહિ અને જેના વિના જીવન નષ્ટપ્રભ થઇ રહ્યું છે, ત્યાં વાયદા ! ખરેખર, આ ઘણી જ ભયંકર દશા ગણાય ! માટે ધર્મની પ્રાપ્તિ દુર્લભ છે, એ વાતને હૈયામાં નક્કી કરો. એ વાત નક્કી થાય, તે પછી ડાહ્યો આદમી ધર્મ સાધવામાં પ્રાયઃ વાયદો ન કરે : કેમકે- “આયુષ્ય ચંચળ છે.” -એમ તે સારી રીતિએ સમજે છે. શ્રી તીર્થંકરદેવ વિગેરે મહાપુરૂષો, કે જેઓનું સંવનન પહેલું છે-તે વિનાના આત્માઓનું આયુષ્ય સોપક્રમ છે. સંગમદેવે ભગવાન શ્રી મહાવીરદેવ ઉપર સહસ્ત્ર ભારના પ્રમાણવાળુ ચક્ર ક્યું, તેનાથી ભગવાન જાનુ સુધી જમીનમાં પેસી ગયા એ વાત ખરી, પણ એમનું એક પણ હાડકું તુટે ? નહિ જ અને તમારા ઉપર તો એક પત્થર પડે તો પણ શું થાય ? એ મહાપુરૂષોને નિમિત્તો ટક્કર મારે, પણ નિમિત્ત એમના શરીરનો નાશ ન કરી શકે. એવા મહાપુરૂષો હજી વાયદો કરે તો સંતવ્ય ગણાય, છતાં એ પણ વાયદો ન્હોતા કરતા, ત્યારે તમે કોના બળથી વાયદો કરો છો ? આ બધું શ્રી સુધર્માસ્વામિજી ક્રમાવે છે હોં !કોઇ કહે કે- “કુટુંબ ખાતર, વડીલો ખાતર, માતાપિતા ખાતર બધું કરીયે છીએ' –એને સૂત્રકાર સાફ સાફ જણાવે છે કે- “એ તમારી મરજીની વાત, પણ પાપ કર્યા પછી તમારો એ બચાવ ચાલશે નહિ. એ બચાવથી તમને કર્મસત્તા છોડશે નહિ અને દુર્ગતિમાં જતાં કોઇ પણ બચાવવા આવશે નહિ, તેમજ અશુભોદય વખતે-પાપના વિપાક વખતે કે દુર્ગતિમાં જતા એ બધા સહાય નહિ જ કરી શકે, નહિ જ બચાવી શકે. વળી જે વસ્તુ મેળવવા આટલું આટલું મથી રહ્યા છો તે તમારી નથી, ક્યારે મૂકવી પડશે તે નક્કી કહેવાય તેમ નથી અને માનો કે-પુણ્યોદય જાગતો હોય અને એ વસ્તુઓ ટકે, પણ એ પારકી જ છે, માટે છેવટે તમારે એને મૂકવી જ પડશે.' Page 56 of 191 Page #57 -------------------------------------------------------------------------- ________________ ત્રણે પ્રકારનાં દ્રષ્ટાંતો આ ત્રણે પ્રકારના ધર્મનાં દ્રષ્ટાંતોનું પ્રતિપાદન કરતાં આરાધ્યપાદ આચાર્યદેવ માવે છે કે "तत्र स्वाराधकगतं यथा-सुदर्शनशेष्ठि-धम्मिलविद्यापति-चन्दनबालादीनां शीलतपोदानादिधर्मः, परगत यथा-तीर्थंकरलब्धिसंपनगहर्यादीना ताडकतपः, यथा निजस्नानजल निखिलनरतिर्यक सर्वरोगाद्युपद्रवापइतृस्वकर स्पर्शश्रीलक्ष्मणह दपप्रविष्टशक्तियित्रासिविशारयादीनां च प्राग्भवाद्याचीण तपः, उभायगतं च यथाश्रीधर्मनृपस्य सचितादिविरतिः पात्रादिदानं चेति ।" ' અર્થાત- “પોતાના આરાધકમાં રહેલ અનિષ્ટોને હરનાર, પરમાં રહેલ અનિષ્ટોને હરનાર, અને સ્વપર ઉભયમાં રહેલ અનિષ્ટને હરનાર' આ ત્રણ પ્રકારના ધર્મ પૈકીના ૧- પ્રથમના પોતાના આરાધકમાં રહેલા અનિષ્ટને હરનાર ધર્મના દ્રષ્ટાંતો તરીકે-શ્રી સુદર્શનશેઠ, ધમ્મિલ, વિધાપતિ અને શ્રીમતી ચંદનબાલા આદિનો શીલ, તપ અને દાન આદિ ધર્મ : ૨- પરમાં રહેલ અનિષ્ટોને હરનાર બીજા પ્રકારના ધર્મના દ્રષ્ટાંતો તરીકે-શ્રી તીર્થંકરદેવો, અને લબ્ધિરાંપન્ન મહર્ષિ આદિનું તેવા પ્રકારનું તપ તથા પોતાની સ્નાનજલથી સઘળા મનુષ્યો અને તીર્યચોના સર્વ રોગો આદિ ઉપદ્રવોનો હરનાર અને પોતાના હાથના સ્પર્શથી શ્રી લક્ષ્મણજીના હૃદમાં પેઠેલી શક્તિને અતિશય ત્રાસ પમાડનાર શ્રીમતી વિશાલી' આદિનું પૂર્વભવ આદિમાં આચરેલું તપ. ૩- અને ત્રીજા પ્રકારના એટલે સ્વ પર ઉભયમાં રહેલ અનિષ્ટોને હરનાર ધર્મના દ્રષ્ટાંત તરીકેશ્રીધર્મ' નામના રાજાનો સચિત્તાદિકની વિરતિરૂપ અને પાસાદિદાનરૂપ ધર્મ, શ્રી સુદર્શનશેઠ, ધમ્મિલ, વિધાપતિ અને શ્રીમતી ચંદનબાલા આદિના શીલ, તપ અને દાનાદિ ધર્મે તેમની ઉપર આવેલી અનિષ્ટ આપત્તિઓને હરી છે, એમાં શ્રી સુદર્શન શેઠ અને શ્રીમતી ચંદનબાલાની વાત તો ઘણીજ સુપ્રસિદ્ધ છે. એ જ પ્રમાણે શ્રી તીર્થંકરદેવોના અતિશયો અને લબ્ધિસંપન્ન મહર્ષિઓના પ્રભાવનાં દ્રષ્ટાંતો પણ શ્રી જિનેશ્વરદેવના શાસનમાં ઘણાં ઘણાં પ્રસિધ્ધ છે અને એ દ્રષ્ટાંતોથી એ તારકોનો ધર્મ, પરની આપત્તિને હરનારો છે એમ સિદ્ધ કરવાની જરૂર નથી પણ સ્વતઃ સિદ્ધ છે. શ્રીમતી વિશાલીનું દ્રષ્ટાંતા પણ શ્રી રામાયણમાં પ્રસિદ્ધ છે. શ્રીમતી વિશાલીદેવીએ, પૂર્વભવ આદિમાં આચરેલ તપના પ્રભાવે દુનિયાને હેરત પમાડે એ રીતિએ પરમાં રહેલ અનિષ્ટને હરેલ છે અને શ્રી લક્ષ્મણજીના હૃદયમાં પ્રવિષ્ટ થઇ ગયેલી શક્તિને ત્રસ્ત બનાવીને શ્રી લક્ષ્મણજીનું મરણાંત કષ્ટ હરી લીધું છે. ઉભયગત અનિષ્ટને હરનાર “શ્રી ધર્મ' નામના નૃપનો સચિત્તાદિ વિરતિરૂપ ધર્મ અને પાત્રાદિમાં દાનરૂપ ધર્મ છે એ જણાવવા માટે “શ્રી. ધર્મતૃપ' નું દ્રષ્ટાંત ગ્રંથકાર મહર્ષિ પોતેજ લખે છે. સ્વપર ઉભયમાં રહેલ અનિષ્ટને હરનાર “શ્રીધર્મ' નામના નરપતિનું ઉદાહરણ ત્રણ રાજકુમારોનો પ્રસંગ એક પ્રસંગ વિચારી લઇએ. યુવાવસ્થાના સદુપયોગને માટે શું કરવું જોઇએ, એ એમાંથી તારવી Page 57 of 191 Page #58 -------------------------------------------------------------------------- ________________ શકાશે. એક રાજાને ચાર પુત્રો હતા. રાજાએ એ ચારેયને ધર્મકળાનું પણ શિક્ષણ અપાવ્યું હતું. મોટામાં એ શિક્ષણ જોઇએ તેવું પરિણમ્યું નહિ, જ્યારે બાકીના ત્રણ રાજકુમારોમાં બુદ્ધિની સામાન્ય પણ સારી નિર્મળતા આવી. રાજા રાજ્યની વ્યવસ્થા કરી શકે અને ચારેયને યોગ્યતા મુજબ રાજ્ય સોંપી શકે, એ પહેલાં મરણ પામ્યો. આથી એ ચારમાંથી મોટાના હાથમાં રાજ્યની લગામ મૂકાઇ. મોટાએ રાજા બન્યા પછીથી, પોતાના ત્રણ નાના ભાઇઓને એવો નાનો ગ્રાસ આપવા માંડ્યો, કે જે લેનાર અને દેનાર-બન્નેને માટે લજ્જાપાત્ર ગણાય. ત્રણ રાજકમારો બળવાન હતા. તેઓ પોતાના બળથી જગતને તૃણ સમાન ગણતા હતા. તેઓએ જોયું કે- વડિલભાઇ ભૂલ કરે છે. આટલો ગ્રાસ અ આપે, એમાં એમને અને આપણને-બન્નેને શરમ પામવા જેવું છે. એમણે આટલું જ આપવું એ યોગ્ય નથી અને આપણે આટલું જ લેવું એ યોગ્ય નથી.” ત્યારે થાય શું ? રાજ્ય પિતાનું છે : એક જ બાપના દીકરા છે : બળવાન છે, કાંઇ નમાલા નથી : પણ વાત એ છે કે-ધર્મકળાએ અસર કરી છે. વડિલભાઇએ જ્યારે માન્યું જ નહિ અને યોગ્યતા મુજબ આપવાજોગું આપવાનો ઇન્કાર કર્યો, એટલે આ ત્રણ રાજકુમારો વિચાર કરે છે કે- “આ સંસારમાં કોઇનું જીવન ચિરસ્થાયી નથી, બધા મનુષ્યોને અભીષ્ટ એશ્વર્યની પ્રાપ્તિ પણ થતી નથી, છતાં લોકો એવા કોઇપણ નિમિત્તને પામીને અકાર્ય કરવા તૈયાર થાય છે : પણ એ કોઇ રીતિએ યોગ્ય નથી. આથી આપણે રાજ્યને માટે એવું તો ન જ કરવું, કે જેથી પિતાનું નામ લાજે, પિતાએ અપાવેલું શિક્ષણ લાજે અને આપણા કુળની બેઆબરૂ થાય.” આવા જ વિચારોના યોગે તે ત્રણે રાજકુમારોએ, પોતે બળવાન છતાં પણ, પોતાના વડિલ ભાઇની સામે થવાનું અગર તો તેનો નાશ કરીને રાજ્ય લેવાનું પસંદ કર્યું નહિ. તેઓએ જોયું કે- “ભાઇ આપણને રાજસેવક તરીકે જ રાખવા માગે છે, પણ રાજસેવક તરીકે આપણે રહીએ, એમાં આપણી પણ આબરૂ શી અને ભાઇની પણ આબરૂ શી ?” આથી તે ત્રણે રાજકુમારો પોતાના પિતાના રાજ્યનો ત્યાગ કરીને ચાલી નીકળ્યા. આર્યદેશની ધર્મકળાના પ્રતાપે એ બુદ્ધિ રહેતી કે- વડિલો આપે તે લેવું પણ લેવા માટે સામે ન થવું. એવા પણ પ્રસંગ આવે કે- ‘વડિલની બુદ્ધિ બગડે.' તે વખતે એવી રીતિએ વર્તવું જોઇએ, કે જેથી જાત, કુળ, ધર્મ લાજે નહિ ત્રણે રાજકમારો ત્યાથી, વડિલ ભાઇની સામે થયા વિના, ચાલી નીકળ્યા. રાજા વીરધવલની સેવામાં રહેવાની તેમની ઇચ્છા હતી, એટલે તેઓ ધવલક્કપુરમાં આવ્યા. | ધવલક્કપુરમાં પહોંચીને તેઓ સીધા વસ્તુપાલ મંત્રિના આવાસે ગયા : કારણ કે-તેઓએ સાંભળ્યું હતું કે-વસ્તુપાલ મંત્રી વ્યવહારમાં અતિ કુશળ છે. એ ત્રણેયનાં મોંઢાંની તેજસ્વિતાને અને સર્વાંગસુન્દરતાને જોઇને, વસ્તુપાલ મંત્રિએ માની લીધું કે- “આ કોઇ સામાન્ય પુરૂષો નથી, પણ રાજકુમારો છે.” તેમનો સત્કાર કર્યો અને ગીરવ સહિત આસનો અપાવ્યા. એ પછી મંત્રીશ્વર શ્રી વસ્તુપાલે સ્નેહપૂર્વક પૂછ્યું કે- ‘તમે ક્ષત્રિયોમાં ઉત્તમ અન પુણ્યશાલી રાજકુમારો લાગો છો. કહો, ક્યાંથી અને શા કારણે તમારું અને પધારવું થયું છે ?' રાજકુમારો ઉદ્ધત નથી. તેમનામાં અવસર યોગ્ય નમ્રતાનો પણ ગુણ છે. પોતાના મસ્તકને અધિક Page 58 of 191 Page #59 -------------------------------------------------------------------------- ________________ નમ્ર રાખીને, રાજકુમારોએ પોતાની હકીકત જણાવી. પોતાની હકીકત જણાવ્યા બાદ, તેમણે પોત જે હેતુથી આવ્યા હતા તે હેતુ જણાવ્યો. તેમણે મંત્રીશ્વરને કહ્યું કે- “આપનું પ્રશંસાપાત્ર નામ સાંભળીને આપનાં ચરણકમળની સેવાને માટે આવ્યા છીએ. શ્રી વીરધવળ રાજાની સેવાનો આશ્રય કરવાની અમારી ઇચ્છા છે.' મંત્રીશ્વર વસ્તુપાલ એ સાંભળીને પ્રસન્ન થયા. રાજકુમારોને ખૂબ સન્માનપૂર્વક જમાડ્યા. ઉત્તમ. વસ્ત્રો, આભૂષણો અને તાંબુલ આદિથી તેમનું સ્વાગત કર્યું. કહ્યું કે- તમારા જેવાનું મારે ત્યાં પધારવું દુર્લભ છે.” રાજસભામાં જઇને, મંત્રીશ્વરે વીરધવલ રાજાને ત્રણે રાજકુમારોની હકીકત જણાવી. રાજા પણ એ સાંભલી ખુશ થયો. પ્રમુદિત થઇ રાજાએ પણ તે ત્રણ રાજકુમારોને કહ્યું કે‘તમે પધારી મારા આંગણાને પાવન કર્યું છે, એ મારો પુણ્યોદય સૂચવે છે. પણ એ તો કહો કે-મારે તમને કેવા પ્રકારની આજીવિકા બાંધી આપવાની છે ?' રાજકુમારોએ કહ્યું કે- ‘અમને દરેકને વર્ષે દહાડે બબ્બે લાખ દ્રમ્મ જોઇએ.” રાજામાં બીજા કેટલાક ગુણો હતા, પણ કૃપણતાનો મહાદોષ હતો. એ કૃપણતાના યોગે રાજકુમારોનો જવાબ સાંભળતાંની સાથે જ રાજા પોતાનું મોટું બગાડે છે અને કહે છે કે- “ત્રણ દુ છ લાખા દ્રમ્ ? એટલા દ્રવ્યથી તો હું સેંકડો સુભટો મેળવી શકું એમ છું, તો તો પછી માત્ર તમને ત્રણનેજ એટલું બધું દ્રવ્ય હું આપી દઉં, એથી મારૂં કયું અધિક શ્રેય તમે કરી દેશો ? તમે જ કહો કે-માત્ર સેવકની ખાતર આટલા બધા દ્રવ્યનો વ્યય કરવાથી, મારો કયો વિશેષ અર્થ સરે તેમ છે ? માટે તમે તમારી ઇચ્છા હોય, ત્યાં બીજા કોઇ પણ રાજ્યમાં જઇ શકો છો.’ આમ કહીને રાજાએ તાંબુલ આપી એ ત્રણેયને વિદાય આપી. આ વખતે શ્રી વસ્તુપાલે રાજાને એ ત્રણેને રાખી લેવા માટે કહ્યું, પણ રાજા કૃપણ હતો એટલે કૃપણતાના યોગે એ વાત રાજાને ગળે ઉતરી નહિ. રાજકુમારોમાં નમ્રતાનો ગુણ ન હોય, તો આ વખતે અપમાન લાગ્યા વિના રહે નહિ અને ભાગ્યની શ્રદ્ધા ન હોય તો અપ્રસન્નતા આવ્યા વિના પણ રહે નહિ પણ રાજકુમારોના આત્માને ધર્મકળા સ્પર્શેલી છે. એ જ કારણ છે કે-રાજાએ પાનનું બીડું આપ્યું એટલા માત્રથી એ રાજકુમારો સંતુષ્ટ થાય છે અને પ્રસન્ન ચિત્તે ત્યાંથી પણ ચાલી નીકળે છે. #તાં તાં તેઓ રાજા વીરધવલના શત્રુ ભીમસિંહની રાજધાનીમાં આવી પહોંચ્યા. વીરધવલા રાજાની કૃપણતા સાંભળીને રાજા ભીમસિંહે, દરેકને બબ્બેને બદલે ચાર ચાર લાખ દ્રમ્મ આપવાનું કહી, ત્રણેયને રાખી લીધા. આ ત્રણેને વગર મહેનતનું લેવાની ઇચ્છા નથી. એ પોતાના સ્વામિની આજ્ઞાની રાહ જુએ છે. સ્વામિનું કાર્ય કરવાની તેમની ઇચ્છા છે. રાજા પાસે તેઓ કોઇ પણ ઉચિત સેવા બતાવવાની માગણી કરે રાજા કહે છે કે, “બીજું કોઇ કામ નથી, પણ વીરધવલ રાજા મારો શત્રુ છે અને તેને સંધી કરવાનું કહેવડાવવા છતાં પણ તે સંધી કરતો નથી.' ત્રણે રાજકુમારો રાજાની ઇરછાને સમજી જાય છે. રાજાની ઇચ્છાને આજ્ઞા માની, તેનો અમલ કરવાને તૈયાર થઇ જાય છે. રાજાના ઉત્સાહને વધાર છે અને વીરધવલ રાજાની પાસે દૂત મોકલવાનું કહે Page 59 of 191 Page #60 -------------------------------------------------------------------------- ________________ રાજા ભીમસિંહે દૂત મોકલ્યો અને યુદ્ધનું આહ્વાન કર્યું. વીરધવલે પણ એ આદ્યાનનો સ્વીકાર કર્યો. સંગ્રામના દિવસ પહેલાં વસ્તુપાલ મંત્રીશ્વરે વીરધવલ રાજાને કહ્યું કે- “હે સ્વામિન્ ! આપે કુપણતાના દોષથી પેલા ત્રણ રાજકુમારોને સંઘર્યા નહિ. તેઓ રાજા ભીમસિંહની પાસે ગયા અને એ ત્રણના. બળથી રાજા ભીમસિંહ આટલી ગર્જના કરે છે.' પણ હવે તો લડ્યે જ છૂટકો હતો ને ? યુદ્ધને આગલે દિવસે જ્યારે વીરધવલ રાજા આ રીતિએ મંત્રીશ્વર વસ્તુપાલની સાથે વાત કરી રહેલ છે, એ વખતે પેલા ત્રણ રાજકુમારોનો એક માણસ રજા લઇને તેમની પાસે આવે છે અને કહે છે કેચૌહાણ વંશના સામંતપાલ વિગેરે ત્રણ સુભટોએ કહેવડાવ્યું છે કે-છ લાખ દ્રમ્મથી સંઘરેલા અનેક સુભટોની સહાયથી, હે રાજન્ ! આવતી કાલે આપ આપનું સારી રીતિએ રક્ષણ કરજો : કારણ કે-આવતી. કાલે સવારે સંગ્રામ શરૂ થવાનો છે અને પ્રથમ તમે જ અમારા અતિથિ થવાના છો.' પહેલેથી ચેતવણી આપે છે, એ દાના દુશ્મન નહિ ? બીજે દિવસે યુદ્ધ શરૂ થાય છે. અન્ય સુભટોના તિરસ્કાર કરતા પેલા ત્રણ રાજકુમારો, ભાલા. લઇને સેનાને વિંધતા વીરધવલ રાજાની પાસે આવી પહોંચે છે અને એ વખતે પણ કહે છે કે- “અમે આવ્યા છીએ, તેયાર રહેજો. ધનથી સંઘરેલા યોદ્ધાઓને રક્ષણ કરવાનું કહી દેજો !” આ પછી ભીષણ યુદ્ધ થયું. વીરધવલ રાજાની રક્ષા કરનારા ઘણા હોવા છતાંય, પેલા ત્રણ રાજકુમારોને કોઇ રોકી શક્યું નહિ. તે ત્રણેએ આવીને રાજાના કપાળમાં ભાલાના ત્રણ ઘા કર્યા. પછી કહ્યું કે- “અત્યારે તમને મારી નાખવાને માટે પણ અમે સમર્થ છીએ, પણ જે મોટે પાન ચાવ્યાં. છે, તે મટે કોલસા ચાવવાને અમે ઇચ્છતા નથી. તમારા હાથનું અમે તાંબુલ લીધું છે. એ બાણથી મુક્તા થવાને માટે અમે તમને જીવતા જવા દઇએ છીએ.' આમ કહીને તેઓએ વીરધવલ રાજાને ઘોડા ઉપરથી ગબડાવી મૂક્યો. પોતે જેનું લૂણ ખાય છે, તેનું લ પણ કરવું ને ? માલીકનું લૂણ હલાલ કરવું છે અને તાંબુલ આપ્યાના ઉપકારને પણ ભૂલવો નથી, આ કયી દશા ? નિમકહલાલી પણ જાળવે છે અને ત્રણ પણ અદા કરે છે. એ પ્રતાપ કોનો ? રાજા વીરધવલને ઘોડા ઉપરથી ગબડાવી મૂકીને, તે ત્રણ રાજકુમારો ત્યાંથી રાજાના એશ્વરત્નને લઇ ચાલી ગયા. વસ્તુપાલ વિગેરે રાજાને ઉપાડીને પોતાને સ્થાને ગયા. પછી તો સંધી થઇ ગઇ છે, પણ આપણે એ વાત સાથે સંબંધ નથી. આટલો પ્રસંગ પણ આજના વિષયને સમજાવવાના હેતુથી જ કહેવામાં આવ્યો છે. તમે અધમાધમ કે અધમ નથી તેનો આનંદ છે ? તમે લોકો અત્યારે મનુષ્યલોકમાં જીવી રહ્યા છો ને ? મનુષ્ય લોકમાં તમને સંખ્યાબંધ માણસોનો પરિચય થયો છે ને ? એમાં તમને અધમાધમ પ્રકૃતિના અને અધમ પ્રકૃતિના માણસોનો પરિચય પણ થયો હશે ને ? એમાં કેવલ સંરક્ષ્મ, સમારંભ અને આરમ્ભનાં કામો પાછળ લાગ્યા રહીને અને પાપકર્મોમાં જ મસ્ત બન્યા રહીને જીવનારા માણસોનો પરિચય પણ કોઇકવાર તમને થયો હશે ને ? સ, સંરક્સ, સમારમ્ભ અને આરમ્ભનાં કામો કયા કયા ગણાય ? વિષય-કષાય આદિને વશ બનેલા અતિ પ્રમાદી જીવોની જીવહિંસાદિના સંબંધવાળી પ્રાય: સઘળીય પ્રવૃત્તિઓનો સમાવેશ આમાં કરી શકાય. આમ તો પ્રમાદી જીવ હિંસાદિક કાર્યને માટે પ્રયત્નશીલ બનવાનો Page 60 of 191. Page #61 -------------------------------------------------------------------------- ________________ જે આવેશ અનુભવે, તે “સંરક્ન' કહેવાય છે; પછી એ જીવ પોતે કરવા ધારેલા હિંસાદિક કાર્યને માટે જરૂરી માનેલાં સાધનોને એકત્રિત કરે, તેને “સમારમ્ભ' કહેવાય છે; અને, એ પછી એ જીવ પોતાના નિર્ધારિત હિંસાદિક કાર્યના કરણમાં પ્રવૃત્તિ કરે, એને ‘આરભ' કહેવાય છે. સંસારી જીવોને આ સંરભ, સમારમ્ભ અને આરભથી સર્વથા બચવું એ અતિશય મુશ્કેલ હોય છે, પણ પાપભીર બનેલા આત્માઓ જેમ બને તેમ સંરભ, સમારમ્ભ અને આરમ્ભથી બચતા રહેવાની કાળજી રાખતા હોય છે; અને જે આત્માઓ એવી કાળજી રાખે છે, તેઓ સંસાર ભોગવતા હોવા છતાં પણ ઘણા સંરક્સ, સમારમ્ભ અને આરમ્ભથી. બચી જઇ શકે છે; એટલું જ નહિ, પણ તમે જે સામાયિક, પૌષધ આદિ કરો છો, તે સમયે તો તમે એથી બચી જ જાવ છોને ? અનુમોદન પૂરતો પ્રશ્ન જ તે વખતે રહે છે ને ? અને, એટલે જ સાધુપણાને સર્વોત્તમ કહ્યું છે ને ? એ વાત હમણાં રહેવા દો. અહીં તો એવા માણસોની વાત છે, કે જે જીવો કેવલ સંરક્સ, સમારંભ અને આરંભનાં કામો પાછળ જ લાગ્યા રહીને અને એમ પાપકર્મોમાં જ મસ્ત બન્યા રહીને જીન્દગી પૂરી કરતા હોય છે. તમને એવા માણસોનો પરિચય ભાગ્યે જ થયો હશે અને જેમને એવા. માણસોનો પરિચય થયો પણ હશે, તેમને કોઇક વાર જ તે થયો હશે ને ? કેમ કે- એવી પ્રકૃતિના માણસો જો શ્રીમન્ત હોય છે, તો તો મધ્યમ અને સામાન્ય માણસોને એમનો ભેટો પણ ભાગ્યે જ થાય છે, પણ અધમાધમ અગર અધમ વૃત્તિવાળા માણસો એવાઓની પૂંઠે ભમ્યા કરતા હોય એવું પણ બને છે. તમારા જેવાને અધમાધમ પ્રકૃતિના માણસોનો પરિચય ન હોય કે તે અતિ અલ્પ હોય, પણ અધમ પ્રકૃતિના માણસો તો ઠીક ઠીક સંખ્યામાં તમારા પરિચયમાં આવ્યા હશે ને ? જેમને કેવળ આ લોકના જ વિષયસુખની ચિન્તા હોય તેમજ એ માટે જે કાંઇપણ પાપકર્મ કરવું પડે તેમ હોય તે પાપકર્મ કરવાની જ તક હોય અને તે પાપકર્મ કરતાં આ લોકમાં આપત્તિ આપવાનો જો ભય ન હોય, તો જે ગમે તેવું પાપકર્મી કરતાં પણ પરલોકના નામે અચકાય એવા ન હોય, એવા તો આ જગતમાં ઘણા મનુષ્યો છે. એવા વિષય સુખના રસિયા, પાપી અને પરલોકની વાતની હાંસી કરનારા માણસોનો તમને કદાચ ઠીક ઠીક પ્રમાણમાં પરિચય થયો હશ. એ પરિચયે તમારા ઉપર શી અસર નિપજાવી છે ? તમે એવો આનંદ અનુભવ્યો છે. અગર અનભવો છો કે- “સારે નસીબે આપણે એવી અધમાધમ અને અધમ પ્રકૃતિના પાશમાંથી ઉગરી . ગયા છીએ ?' તમને એમ પણ થાય ને કે- “એવા બિચારા જીવોને મોટે ભાગે તો ધર્મને સાંભળવાનો યોગા મળે નહિ અને કદાચ કોઇક વેળા કોઇક કારણસર એવા જીવોને ધર્મ સાંભળવાનો યોગ પણ મળી ગયો. હોય તોય, ધર્મને તેઓ સમજી શકે તો નહિ, પણ તેઓ ધર્મની વાતની ઠક્કી કરવાનું પાપ ઉપાર્જે !' એટલે, એવાઓના સંગથી તમે બચ્યા હોય, તો તેનો તમને આનંદ હોય ને ? તમે ક્યાં જાણો છો અને ક્યાં ઉંઘો છો ? દ્વાદશાંગીના સાર તરીકે જે વસ્તુને સૂત્રકાર કહે છે, તે હૃદયમાં કોતરી રાખવી જોઇએ. આજ દ્વાદશાંગી પામીને અનંતા તરી ગયા, સંખ્યાબંધ તરે છે અને અનંતા તરશે, તેવીજ રીતે જે પૌગલિક રતિના રસિયા હતા, તે આજ દ્વાદશાંગીને પામીને અનંતા ડૂબી ગયા, સંખ્યાબંધ ડૂબ છે અને અનંતા. ડૂબશે. યોગ્યતા ન કેળવાય તો જે તારે તેજ ડૂબાડે. ચલાવતાં ન આવડે તો પોતાનું હથીયાર પોતાને જ મારે. વ્યવહારમાં પણ કહેવત છે કે- “સોનાની છરી પેટમાં ન મરાય.” દ્વાદશાંગીની આજ્ઞાનું પાલન મજેનું છે. એ બધુંજ આપે : સંસારનું સુખ પણ આપે અને મોક્ષનું સુખ પણ આપે, પણ તેના ફ્લ તરીકે મગાય તો મોક્ષજ. આની આરાધના વિના સંસારનું પણ યોગ્ય સુખ મળતું નથી. સંસારનું પણ જે યોગ્ય સુખ મળે છે, Page 61 of 191 Page #62 -------------------------------------------------------------------------- ________________ તે પણ આની આરાધનાથીજ ! શ્રી દ્વાદશાંગીમાં બધુંજ છે, પણ જેને જે હિતકર નીવડે તે અનુયોગ કરનાર કહે : બાર અંગના સાર તરીકે આચાર મૂખ્ય છે. આ ચીજ એવી છે કે-દુનિયાના કોઇપણ આત્માને મુંઝાવે નહિ. બધામાં મુખ્યતા આનીજ કેમ ? એથી જ કે-સુંદર પરિણામ એમાંજ છે. જેમ જેમ જ્ઞાન વધે, સમજશક્તિ વધે, તેમ તેમ આચારશુદ્ધિ વધે તથા સ્વમાં અને પરમાં, મિત્રમાં અને શત્રુમાં સમાનતા આવે. એવો પુણ્યશાલી આત્મા તો આત્માને કલ્યાણકારી જેટલી પ્રવૃત્તિ હોય તેમાંજ અતિશય અપ્રમાદી હોય અને હાનિકર પ્રવૃત્તિમાં તો બહેરો, આંધળો અને મૂંગોજ હોય, એટલે કે-તેવી પ્રવૃત્તિને સાંભળે નહિ, જૂએ નહિ અને બોલે પણ નહિ તથા તે હંમેશા એક મોક્ષ પદનાજ ધ્યેયવાળો હોય અને આવા યોગીમાંજ સાચી સમાનતા આવે. જે આત્મિક પ્રવૃત્તિમાં આંધળો, બહેરો અને મૂંગો ન હોય, તે કદીજ ‘ સદાચિદાનંદપદોપયોગી' ન થાય. કહો તમે ક્યાં જાગતા અને ક્યાં ઉંઘતા છો ? કહો કે-આત્મિક પ્રવૃત્તિમાં અત્યંત જાગૃત રહેવાની અને પર પ્રવૃત્તિમાં બહેરા, આંધળા અને મૂંગા રહેવાની સ્થિતિ આવે ક્યારે ? શુદ્ધ આચાર પરિણમે ત્યારે ! માટે કહું છું કે રોજ આત્માની પરીક્ષા કરો. તમે મુસાફરી તો રોજ કરો છો, પણ તમારે જવું છે ક્યાં એનો પત્તો નથી. ગામડીયો મુસાફ્ટ હોય, એને પણ મુસાફરીનું સ્થાન નિયત હોય ! તમારી મુસાફરી તો ધમધોકાર ચાલુ છે, પણ નિયત સ્થાનનો પત્તો નથી. ‘જ્યાં જવાયું ત્યાં ખરૂં' -એમને ? એ તે મુસા કહેવાય કે મૂર્ખ ? -કે જેનાં સ્થાનનો પત્તો નથી કે જ્યાં જવું ? તમને વિચાર કરવાની તક પણ મળે છે. તે છતાં પણ તમે તો વિચાર કરતાજ નથી. વેપારીને ત્યાં પણ કાયદો કે-એક ઉધારે તો બીજો પેલાના જમા કરે. બેયના ચાપડે રકમ પડે. આ તો હું બોલું અને તમને તો યાદજ નહિ. તમે વિચારો તો તમારામાં આ ઘુસે, બરાબર ઘુસે અને તેની ખુમારી રહે : દુનિયાની પ્રવૃત્તિ લુખી થાય, લુલી થાય અને પરિણામે ઘટે. ભલે ‘ આ દીક્ષા’ આ ભવમાં હાથમાં ન આવે, પણ ભવાંતરમાં તો આવે ? ભવાંતરમાં હાથ આવે તે માટે પણ આ ભવમાં કાંઇ તો કરવુંજ પડશેને! આ વિચાર કરો તો પોતપોતાના હૃદયનું માપ કાઢી શકો. હૃદયમાં કયો રંગ છે તે પરખાય -સંસારનો રંગ બેઠો હોય તો સમજવું કે-સમ્યગ્દર્શનમાં શ્રી જિનેશ્વરદેવના વચન પ્રતિની શ્રદ્ધામાં હજી ખામી છે. આટલું મનાય તો આ વસ્તુ પરિણામ પામે. તામસીવૃત્તિ હવે તામસી, રાજસી અને સાત્ત્વિકી વૃત્તિવાળા કોને કહેવા -એ ત્રણેના સ્વરૂપને જ્ઞાનીઓએ બહુજ ટુંકામાં સ્હેલાઇથી સમજી શકાય તે રીતિએ સમજાવ્યું છે. જે આત્મા અજ્ઞાનને આધીન થઇને, શોકાદિકને વશ થઇને અનેક દુર્ગુણોને આધીન થયેલો છે, બચવા માટે નાશવંત પદાર્થોથી ઉદ્વાર છે એમ માની બેઠો છે, જે વસ્તુની ઇચ્છા કરૂં છું તે લાભદાયી છે યા નહિ એનો વિચાર કર્યા વિના એક અર્થનીજ આશામાં મગ્ન બન્યો છે, એ મળે તોજ કાર્યસિદ્ધિ માની રહ્યો છે, જ્યારે ને ત્યારે એકજ વાત સાંભળવાની ઇચ્છા થાય છે કે-પૈસો ક્યાંથી મળે-પછી જીવનની ચાહે તે દશા થાઓ-સુધરો યા બગડો-મને તો એક વાત, પૈસો ક્યાંથી, શી રીતે, શું કરવાથી મળે, એવું સાંભળવાની વૃત્તિ-ઇચ્છા કાયમ ચાલુ છે, જ્યાં એવું સાંભળવા મળે ત્યાં દોડી જાય, જ્યારે મળે ત્યારે આનંદ થાય, આવી વૃત્તિવાળા મનુષ્યને તામસી વૃત્તિવાળો કહેલો છે એને એકલી અર્થની કથાજ પ્રિય હોય છે. ગમે તેટલું તત્ત્વજ્ઞાન સંભળાવો, તો એ કહી દે કે- ‘એમાં શું ભર્યું છે ?' અહિંસા, તપ અને સંયમના સિદ્ધાંતોનું વર્ણન કર્યે જાઓ, તો કહે કે- ‘બધું ખરૂં, પણ એનાથી અર્થની પ્રાપ્તિ છે કે કેમ ?' એ મળી શકતું હોય તો બધું સાંભળવા તૈયાર, એનો અભાવ હોય તો ગમે તેવી Page 62 of 191 Page #63 -------------------------------------------------------------------------- ________________ સારી વાત પણ સાંભળવા તૈયાર નહિ ! આ રીતે ટેવાયેલા આત્માઓને તામસી વૃત્તિવાળા તરીકે જ્ઞાનીઓએ ઓળખાવ્યા છે. અર્થની વાત સાંભળવાની ઇચ્છાથી ટેવાયેલા-રંગાયેલા આત્મા આ દુનિયામાં કેટલા છે? જેને એકજ અર્થની વાત ગમે, બીજી બધી ગૌણ લાગે, એવી વૃત્તિવાળાની સંખ્યા આ દુનિયામાં કેટલી ? કહોને- કે પ્રમાણે શું કરવું છે ? છે જ. લગભગ બધાજ કહીએ તો પણ કહી શકાય. જગતનો મોટો ભાગ એટલે લગભગ બધાજ અર્થને સાંભળવાની જેટલી આતુરતા ધરાવે છે, તેટલી આતુરતા બીજી વાત સાંભળવા ભાગ્યે જ ધરાવે છે. તમારે માટે શું વિહિત ? શ્રી જિનેશ્વરદેવની પૂજા, ગુરૂની સેવા, દાન, શીલ, તપ, શુભ ભાવના, સામાયિક, પ્રતિક્રમણ, પૌષધ, સમ્યકત્વ, મૂળ બાર વ્રત, વિગેરે બધું ગૃહસ્થો ને દેશવિરતિ માટે કરણીય, બાકીનું બધુંય અકરણીય, આટલો ખ્યાલ થઇ જાય તો આજ જીવન પલટાઇ જાય. સમ્યગદ્રષ્ટિએ તો નિશ્ચિત કરવું જોઇએ કે કરણીય શું? અને કરણીય પણ કયી રીતે કરાય ? તથા કરવું એ શા માટે ? શા માટે કરવું ?” એ વિચાર તો આજે વિકટ થઇ પડ્યો છે. “કયી રીતે કરવું' એ વિધિ તરફ પણ બેદરકારી કંઇ ઓછી નથી. કરણીયના વિશ્વાસ માટે પણ આજે શી દશા છે ? શ્રાવકને કરણીયનો નિશ્ચય થઇ જાય તો જીવન મજેનું ચાલે. એને કહેવું ન પડે કે આ ચીજથી બચીજા. એને તો એટલું જ કહેવું પડે કે ‘ભાઇ ! આ વસ્તુ શ્રી જિનેશ્વરદેવે વિહિત કરી નથી' એટલે એ ઝટ ચોંકે. સામાયિકમાં શ્રાવક નામો IQaો એ કયીબુદ્ધિયે ? પૈસા, ટકા, રાજ, અદ્ધિ સિદ્ધિને ઉપાદેય માને, સેવ્ય માને તો શું થાય ? આવી માન્યતાએ સામાયિકમાં રહેલો શ્રાવક રમણો 54 ITHો શ્રમણ જેવો હોય ? એટલે શ્રામય રહિત બધાનો પશ્ચાતાપ કરવો પડશે. આલોચનાના પ્રકાર બહુ ગંભીર છે. થાય એટલો લાભ એ ઠીક છે પણ આલોચનાના પ્રકાર, આલોચનાનું સ્વરૂપ, અને આલોચ્ય વસ્તુ એ વિગેરે તો બરાબર સમજવું જ જોઇએ. આ બધી દુનિયાની વસ્તુ ભલે એકદમ સર્વથા ન તજી શકાય પણ આત્મા જરૂર ડંખે એ મારૂં નહિ, સાથે આવનાર નહિ, એથી આત્માનું ભલું નહિ અને અંશ પણ રહી જાય તો ભુંડુંજ કરનાર -એમાં આસક્તિ કેમ રખાય ? ઉચિત પ્રયત્ન કર્યા વિના ‘કર્મનો ઉદય-પાપનો ઉદય માટે નથી બનતું.” એ સમ્યગદ્રષ્ટિ માટે ના હોય. ‘નથી બનતું, નથી બનતું' એ મિથ્યાદ્રષ્ટિને કરવા દો. “કેમ ન બને, કર્મ કેમ ન છૂટે' એ વિચાર સમ્યગદ્રષ્ટિનો હોય. પૈસા કમાતી વખતે કયા વિચાર ? કેમ બે લાખ ન લાવું ? કેમ પચીસ લાખ ન મળે ? કેમ મોટર ના વસાવું ? સાંસારિક પદાર્થો પ્રત્યે જેવી ઇચ્છા છે તેવી અહીં કરો, સંસારમાં જે રાગ છે તેટલો અહિં થઇ જાય તો તમે ને અમે બે વિચારમાં તો એકાકાર થઇ જઇએ. ભાવાર્થ : “ધર્મિ આત્માએ ધન અને ધાન્ય આદિના વિષયમાં બહુ જ સંતુષ્ટ રહેવું જોઇએ : એટલે કે-માત્ર નિર્વાહ જેટલું પરિમિત મળી જાય, તેટલાથી જ સંતોષ માનવો જોઇએ : કારણ કે-અસંતોષ, એ દુ:ખનો હેતુ છે. એ જ કારણે કહેવામાં આવ્યું છે કે- “અતિ ઉષ્ણ અને ઘીવાળું ભોજન, છિદ્ર વિનાનું શ્વેત Page 63 of 191 Page #64 -------------------------------------------------------------------------- ________________ વસ્ત્ર અને પરના નોકરપણાનો અભાવ' -આ ત્રણ વસ્તુથી અધિકની ઇચ્છા કરનારા આત્માનો અધ:પાતા થાય છે. તથા સંતોષરૂપી અમૃતથી તૃપ્ત થયેલા અને એ જ કારણે શાંતચિત્ત બનેલા આત્માઓને જે સુખની પ્રાપ્તિ થાય, તે સુખની પ્રાપ્તિ ધનના લોભી બનેલા અને એ જ કારણે આમથી તેમ દોડાદોડી કરનારા આત્માઓને ક્યાંથી જ થઇ શકે ? અર્થાત- ન જ થઇ શકે. આજ કારણે-એ જ મહાપુરૂષો વધુમાં મારે છે કે “તથા-ઘર્મે ઘનવૃદ્વિરિત II” 'धर्म श्रुतचारित्रात्मके सकलाभिलपिताविकलसिद्धिमुले धनबुद्धिः मतिमतां'धर्म एव धनम' इति परिणामरुपा निरन्तरं निवेशनीयति । ભાવાર્થ :- બુદ્ધિશાળી આત્માઓને સકલ ઇચ્છિત વસ્તુઓની સંપૂર્ણ સિદ્ધિ માટે મૂલ સમા શ્રુત અને ચારિત્રરૂપ ધર્મમાં જ ધનબુદ્ધિ હોય છે, માટે - “ધર્મ એ ધન છે” –એવી મતિ નિરંતર હદયમાં સ્થાપન કરવા યોગ્ય છે. આ ઉપરથી સ્પષ્ટ જ છે કે-સમ્યદ્રષ્ટિ આત્મા પાપની વાસનાઓથી અલગ જ ભાગતો ફ્રે અને પુણ્યયોગે આવી પડતી સંપત્તિનો યોગ્ય સદુપયોગ નિરંતર કર્યા જ કરે : પણ હૃદયથી અધિક અધિક પોગલિક ભાવોની ઇચ્છા નજ કર્યા કરે અને જો પૌગલિક ભાવોની ઇરછામાં તે પણ વધારો કરવા માંડે, તો પરિણામે તેની પણ ધર્મભાવના જોઇએ તેવા પ્રમાણમાં ટકી શકે નહિ, અને એ લાલસાના યોગે તે આત્મામાં પણ લોભ, મમતા, અનીતિ, પ્રપંચ વિગેરે વધે અને છેવટે આત્મનાશ થાય ! માટે મોક્ષના અર્થી આત્માએ પાપજનક પગલિક વાસનાઓથી દૂર જ રહેવું જોઇએ. અને તેમ થાય તો આત્મા અપૂર્વ શાંતિનો ભોગવટો કરી શકે. આ રીતે ઇચ્છાનો રોધ કરવા છતાં પણ કદાચ પુણ્યના યોગે આવશે તો પણ તેનો સદુપયોગ જ કરાશે અને નહિ આવે તોયે આનંદ જ રહેશે, પણ ગાંડો હર્ષ કે શોક નહિ જ થાય. જો આ દશા આવે તો શાસન પ્રત્યેનો ભક્તિભાવ કાયમ ટકી રહે. આવો સંતોષ આવે તો ભક્તિ, સામાયિક, વ્યાખ્યાનશ્રમણ, પ્રતિક્રમણ વિગેરે વિગેરે સઘળું જ આનંદપૂર્વક થાય અને એ ક્રિયાઓના યોગે પાપનો નાશ થાય, અને પુણ્ય જાગે તથા તેના પરિણામે મુક્તિ ન મળે ત્યાં સુધી નહિ ધારેલી સદ્વિઓ અને સિદ્વિઓ તથા નિધાનો પણ મળે : કારણ કે-દુનિયાની સાહ્યબી પણ સાચા ત્યાગની જ પૂંઠે છે. તમે આગળ અને સાહ્યબી પાછળ થાય ! પણ જો તમે પીલિક લાલસાઓને આધીન થાવ તો તો અનીતિ, મમતા, લોભ અને પ્રપંચ આદિ વધે અને તેમ તેમ સાહ્યબી તમારાથી દૂર ને દૂર જ ભાગતી જવાની અને તમારે તેની પૂંઠે ને પૂંઠે જ દોડવું પડશે, કે જેના પરિણામે તમારા હૈયામાં અસંતોષ અને અશાંતિની સગડી કાયમ સળગ્યા જ કરાશે. આજે તમે ઉઘાડી આંખે જોઇ રહ્યા છો કે-એક ક્ષણની સદ નથી અને પાઇની પેદાશ નથી. બાર મહિનાની મહેનતના પરિણામે તીજોરીનું તળીયું કાણુ, મહેનતનો અને માયામૃષાવાદનો હિસાબ નહિ, આંટીઘૂંટીનો પાર નહિ, વાંકુયુકું અને આડુંઅવળું કરતાં ગભરામણ નહિ અને ભારેમાં ભારે પ્રયત્નો છતાં, બદ્રિનો અપરિમિત વ્યય છતાં દર વરસે બૂમરાણ તો એ જ આવે છે કે-સ્થિતિ ઘટે છે. આ બધાનું કારણ એક જ અને તે એ જ કે-દુષ્ટ લાલસાઓના યોગે અનીતિ અને પ્રપંચો વધ્યા, જ્ઞાની પુરૂષોના વચન ઉપરની આસ્થા ઘટી તથા પાપક્રિયાઓ વધી. આંખ, કાન, નાક બધી જ ઇંદ્રિયો બધું જ માગે. આ દશામાં બીજું થાય પણ શું ? મોહક ચીજોની પાછળ ઘસડાવાથી આત્મા અને શરીરની શક્તિ ક્ષીણ થાય અને ચોવીસે કલાક ઇંદ્રિયો અને તેના વિષયોની જ ચિંતા, વિષયકષાયની જ ચિંતા, ત્યાં પરિણામ બીજું કયું આવે ? આત્મા જ્યાં સ્વ-પરનું ભાન ભૂલે, દ્રષ્ટિ ફાવે ત્યાં ફ્લે, સદાચાર કે અનાચાર ન જૂએ, ત્યાં પુણ્યા કયી રીતે ટકે ? પૂર્વનું બહુ પુણ્ય લાવ્યા હશો, તો મરતાં સુધી કદાચ નહિ જાય, પણ પછી શું ? -એ Page 64 of 191 Page #65 -------------------------------------------------------------------------- ________________ વિચારો ! પુયયોગે આર્ય દેશ, આર્ય જાતિ અને આર્ય કુળ આદિ બધી જ સામગ્રી મળી છે, એથી મહાન પુણ્યશાળી છો-પરમ ભાગ્યશાળી છો, પણ તેના મદમાં ચઢીને ભાગ્ય અને પુણ્યનું છચોક લીલામ કરવાની તૈયારી ન કરો ! નહિ તો લાખના બાર હજાર થશે : અરે, એ પણ નહિ-લાખની રાખ થશે અને મૂર્ખામાં ખપશો તો દુર્ગતિએ જશો, એ જુદું ! શ્રાવકો તો આ સંસારમાં સાકરની માખી જેવા હોય, પણ ગ્લેખની માખી જેવા ન હોય. સંસારમાં રહેવું જ પડે તો શ્રાવક સાકરની માખીની જેમ જ રહે. મરજી આવે ત્યાં સુધી સાકરની માખી રસ લે છે, પણ કોઇનો હાથ પડવા પહેલાં તે ઉડી જાય : પણ એના રસમાં એ એવી ન લેવાય કે ન ચોટી જાય, કે જેથી પ્રાણો ગુમાવે ! અને શ્લેખની માખી તો જ્યાં બે પગ કાઢે ત્યાં ચાર ઘુસે, અને ચાર કાઢવા જાય ત્યાં છ ઘુસે : માટે કહેવાય છે કે-શ્રાવકે કદાચ સંસારમાં રહેવું પડે, તો પણ શ્લેખની માખી જેવા તો ન જ બનવું ! એ કહેવાનો ઇરાદો એ કે-તમે ી ન જાઓ અને આત્મગુણોનો નાશ ન કરો ! પાંચ-પચાસ વરસના આયુષ્યમાં દુનિયાના ક્ષણિક અને પરિણામે ભયંકર એવા સુખ માટે, ભવિષ્યના અનંત સુખનો નાશ ન કરો ! આ લોક તો નાનો છે, પણ પરલોક તો ઘણો જ લાંબો છે. આ લોક પછીના ભવો તે બધો જ પરલોક કહેવાય : માટે કાર્યવાહી એવી કરો કે-આગલના ભવો આનંદમાં જાય અને પરિણામે આત્માની સાચી ઉત્ક્રાન્તિ થાય. ઉન્નતિના નામે અધ:પાત ન થાય તેની કાળજી ખાસ રાખો. ઉન્નતિ તે આત્માની કરવી છે કે આ ક્ષણભંગુર ખોખાની ? આ ખોખું પણ, જો સદાચારી હોવા સાથે નાના નાના જંતુની પણ રક્ષા કરતું હોય, તો જ એ ઉપકારી : પણ જો આ ખોખાનો દુરૂપયોગ કરો, તો તે જંગલી અને શીકારી જાનવર કરતાંએ બુરું ! તારક ને નાશક ચમ-પ્રથમ સમ્યગ્દર્શનનો આ મહિમા સાચા મુમુક્ષુઓને મુગ્ધ બનાવે એવો છે : કારણ કે-સાચા મુમુક્ષુઓ. યમ, પ્રશમ, જ્ઞાન અને ચારિત્રના અજોડ અર્થિઓ હોય છે. જીવનમાં પ્રાપ્ત થયેલ યમ અને પ્રશમને જીવંત રાખવા માટે સમ્યગ્દર્શનની અનિવાર્ય આવશ્યક્તા છે. સમ્યગ્દર્શન વિના યમ કે પ્રથમ વાસ્તવિક નથી. હોતા અને જે યમ અને પ્રથમ સમ્યક્ત્વની પ્રાપ્તિમાં કારણભૂત બને એવા નથી હોતા, તે તો એક જાતિના દુશ્મનની જ ગરજ સારનારા હોય છે. ઘોર મિથ્યાદ્રષ્ટિઓના યમ અને પ્રશમ, એ પણ એક જાતિના મોહના જ પ્રતિનિધિઓ હોય છે. ઇંદ્રિયો ઉપર નિયંત્રણ કરનારો યમ અને કષાયો ઉપર અટકાવ ધરનારો પ્રશમ, સમ્યગ્દર્શનની પ્રાપ્તિવાળા અથવા તો સમ્યગ્દર્શનની સન્મુખ દશાવાળા આત્માઓમાં જ સાચા સ્વરૂપે હોય છે : એથી ભિન્ન જાતિના આત્માઓ તો એ યમ અને પ્રશમના નામે પણ મોહની જ ઉપાસના કરનારા હોય છે. યમ અને પ્રશમના નામે પણ મોહાધીન દશા ભોગવનારા પામરોનું જ્ઞાન પણ અજ્ઞાન રૂપ જ હોય છે. એવાઓનું ઘાર પણ ચારિત્ર કર્મક્ષયમાં હેતુરૂપ નથી હોતું. વળી એવાઓ મિથ્યા-શ્રુતમાં જ મહાલનારા. હોઇ, એવાઓનું ઉગ્ર પણ તપ કાયકષ્ટ રૂપ જ હોય છે : પણ આત્માના સ્વરૂપને આચ્છાદિત કરનારા કર્મસમૂહને, કે જે આત્મા ઉપર લાગેલ છે, તેને સહજ પણ તપાવનાર નથી હોતું. આ રીતે સુધર્મ આદરવાનો કહેલો છે જો આ રીતે સુધર્મ આદરતા આવડે તો જ આત્મા કુદેવ, કુગુરૂ, કુધર્મથી છૂટીને (પોતાનું) આત્માનું કલ્યાણ કરતો કરતો મોક્ષે પહોંચી શકે છે આથી કુદેવ, કુગુરૂ, કુધર્મને પરિહરવાનું કહેલું છે. અગ્યારમો બોલ – ફુદેવ-પરિહરૂ નું વર્ણન Page 65 of 191 Page #66 -------------------------------------------------------------------------- ________________ કુદેવ કોને કહેવાય ? તેન કે જેના રાગ દ્વેષ નાશ ન પામ્યા હોય, ક્રીડા આદિ કરતા હોય અને દેવ તરીકે પૂજાતા હોય તે કુદેવ કહેવાય. જગતમાં અનેક પ્રકારના દેવો મનાય છે, અનેક પ્રકારના ગુરુઓ મનાય છે અને અનેક પ્રકારના ધર્મો મનાય છે પણ તે બધા કાંઇ આત્મકલ્યાણમાં-આત્મહિતમાં નિમિત્ત બનતા નથી. પરન્તુ આત્માની અધોગતિને કરનારાય બને છે. માટે જ આત્માર્થી મુમુક્ષુ જીવોના હિતને માટે ઉપકારી શાસ્ત્રકાર પરમષિઓએ દેવ-ગુરૂ અને ધર્મના પણ બે ભેદ પાડ્યા છે. જે મુમુક્ષુજનોની મુમુક્ષાને જ તીવ્ર બનાવે અને વહેલામાં વહેલા સંસારથી પાર પમાડી મોક્ષમાં મોકલવા માર્ગ બતાવે તે “સુ” અને જે આત્માની સંસારવાસનાઓને જ પોષે અને પરિણામે સંસાર વધારે તે “કુ', અને “સુ” અને “કુ' ની બહુ જ સારી રીતના ઓળખ કરાવી છે. તેમાં “સુ” દેવાદિની સામાન્યથી વાત વિચારી આવ્યા. આમાં કોઇની પણ નિંદા કરવાનો કે ઉતારી પાડવાનો કે હલકા બતાવવાનો શાસ્ત્રકાર ભગવંતોનો આશય હોય પણ નહિ. પરન્તુ સાચી ઓળખાણ કરાવી, આત્માને અહિતથી બચાવી, હિતના માર્ગે જ ઉધમ કરાવવાનો હોય તે સર્વ મુમુક્ષજન સુવિદિત છે. તેથી જ “કુ’ દેવાદિની સામાન્યથી સ્પષ્ટ ઓળખ આપતા સુવિહિત શિરોમણિ, સમર્થ શાસ્ત્રકાર પૂ. શ્રી આચાર્યભગવંત હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાશ્રી સંબોધ પ્રકરણમાં ક્રમાવે છે કે હેવો રાણી યતિ. સંગી, ઘર્મ: પ્રાિ-નિશુમન્ __ मूढद्रष्टिरिति ब्रूते, युक्तायुक्ता विवेचक: ।।" યુક્ત અને યુક્તનો બરાબર વિવેક નહિ કરી શકનાર મૂઢદ્રષ્ટિ જીવ રાગી અને દ્વેષીને દેવા તરીકે, સ્ત્રી સંગથી યુક્તને ગુરુ તરીકે અને પ્રાણિવધન ધર્મ તરીકે માને છે. જેઓ હકીકતમાં ભગવાન પણ નથી છતાંય મૂઢાત્માઓ જેને ભગવાન-પરમેશ્વર-દેવ માની પૂજે છે અને જેઓની સેવા-ભક્તિ આત્માના બંધન વધારનારી છે તેને કુદેવ કહેવાય છે. તેનું સામાન્યથી સ્વરૂપ વર્ણવતાં શ્રી કલિકાલસર્વજ્ઞ ભગવંતે કહ્યું છે કે "ये स्त्रीशस्त्राक्षसूत्रादि-रागाधंककलंकिता: । निग्रहानुग्रहपरास्तेदेवा: स्युर्नमुक्तये ।।" (યો.શામ.-૨ શ્લો.૬) “જેઓ સ્વયં સ્ત્રી, શસ્ત્ર, અક્ષસૂત્ર-જપમાલા આદિ રાગાદિ ચિહનોથી કલંકિત છે અને પુષ્ટ થાય. તો શાપ આપવામાં અને તુષ્ટ થાય તો વરદાન આપવામાં તત્પર છે તેવા દેવો આત્માની મુક્તિને નથી.” જેઓ સ્ત્રીને પોતાની પાસે રાખે તેનાથી અધિક રાગનું ચિહ્ન કયું છે ? તેવા કામી અને સ્ત્રીસંગી. હોય તેમાં નવાઇ નથી. શસ્ત્રાદિને ધારણ કરવા તે દ્વેષનું ચિહ્ન છે. કેમકે જે શસ્ત્રોને ધારણ કરે છે તેને પોતાના કઇને કોઇ વેરીને મારવા છે તે વિના શસ્ત્રોને ધારણ શું કામ કરે ? વળી જે શસ્ત્રને ધારણ કરે તે ભયવાન પણ હોય. જે સ્વયં ભયવાન હોય તેની સેવા બીજાને નિર્ભય કઇ રીતના બનાવે ? તથા જપ માલાદિને રાખવા તે અસર્વજ્ઞતાનું ચિહ્ન છે. જે સર્વજ્ઞ હોય તેને જપમાલાની જરૂર છે ? જપમાલા તે સંખ્યાની પરિગણના માટે છે અને અસર્વજ્ઞને તેની જરૂર પડે પણ સર્વજ્ઞને તેની જરૂર ન પડે કેમકે “રd Mનીdીત સર્વજ્ઞ? એ પ્રમાણે સર્વજ્ઞ પદની વ્યુત્પત્તિ કહી છે. માટે રાગી-દ્વેષી અને જપમાલાદિને ધારણ Page 66 of 191 Page #67 -------------------------------------------------------------------------- ________________ કરનારા વાસ્તવમાં પરમેશ્વર બની શકતા જ નથી. અન્યત્ર પણ કહ્યું છે કે, "स्त्रीसङ्ग: काममाचष्टे, द्वेषं चायुधसंग्रहः । व्यामोहं चाक्षसूत्रादि-रशौचं च कमण्डलुः ।।" સ્ત્રીનો સંગ એ કામને જણાવે છે, આયુધ-શસ્ત્રોનો પરિગ્રહ દ્વેષને જણાવે છે. જપમાલાદિ વ્યામોહ-અસ્થિરતાને જણાવે છે અને કમંડલુ એ અપવિત્રતાને જણાવે છે. વળી “नाट्याट्ट हास संगीता धुपप्लवविसंस्धुला: । ofમયેય: પદું શાન્ત, પ્રપન્નાલ્પનિન: oથમ ? ” (યો.શા.પ્ર.૨ શ્લો. ૭) વળી જેઓ નૃત્ય, અટ્ટહાસ, સંગીત-હાસ્યાદિમાં જ મગ્ન છે તેઓ પોતાના સેવકોને શાન્તિપદ કેવી રીતે પ્રાપ્ત કરાવે ?” જેઓ પોતે વાજા વગાડે, નૃત્ય કરે-કરાવે, રાગાદિ વધે, વિષય વિકારો વધે તેવા ગીત-સંગીતાદિને કરે-કરાવે અને મોહવશ સંસાર વધે તેવી જ ચેષ્ટાઓ કરે તેઓ પોતાના સેવકોને પણ મોક્ષપદ કઇ રીતના પમાડે ? એરંડાનું વૃક્ષ ક્યારે પણ કલ્પવૃક્ષની આચરણ કરે ખરું ? માટે જ મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજી ગણિવર્યે પણ નવમા શ્રી સુવિધિનાથ સ્વામિ ભગવાનના સ્તવનમાં પણ કહ્યું છે કે “રાજહંસ તું માન સરોવર, ઓર અશુચી રૂચિ કાગ; વિષય ભુજંગમ ગરૂડ તું કહીએ, ઓર વિષય વિષનાગ.......૨ ઓર દેવ જલ છીલ્લર સરીખે, તું તો સમુદ્ર અગાધ; તું સુરતરૂ મનવાંછિત પૂરન, ઓર તો સૂકે સાગ.......૩ મેં કીનો નહિ તુમ બિન ઔર શું રાગ.” જેઓ સ્વયં રાગી, દ્વેષી અને ભયભીત છે તેમની પાસેથી વીતરાગી, વીતદ્વેષી કે નિર્ભયપણાને પામવાની આશા રાખવી તે આકાશકુસુમવત છે. માટે જ આત્મહિતેષીઓ તેનો ત્યાગ કરતા બોલે છે કેકુદેવ પરિહરું. કુદેવને મહાદેવ મનાવવાનું અને મહાદેવોને છુપાવવાનું સામર્થ્ય મિથ્યાદર્શનના આ કારમાં સ્વરૂપનો સામાન્ય ખ્યાલ આપ્યા પછી, એના સ્વરૂપનો વિશેષ પ્રકારે ખ્યાલ આપવા એ મિથ્યાદર્શનમાં કેવી કેવી શક્તિઓ છે એનું વર્ણન કરતાં કથાકાર પરમર્ષિ માવે છે કે "हसितोदीतबिम्बोक-नाट्याटोपपद्ययणा: | हता: कटाक्षविक्षपै-नारीदेहार्धणारिण: ।। १ ।। कामान्धा: परदारेषु, सक्तचित्ता क्षतत्रपा: । સોઘા: સાયુઘા ઘોરા, વૈરિમારનતારી: II ૨ II. शापप्रसादयोगेन, लमखिप्तमलाविला: । Page 67 of 191 Page #68 -------------------------------------------------------------------------- ________________ હું મો મદદેવા, ભોડબેન પ્રતિષ્ઠતા: II 3 II” “હાસ્ય, ઉચ્ચ સ્વરનું ગીત, કામના ચાળા, નટક્રિયા અને અહંકાર કરવામાં તત્પર, કટાક્ષના વિક્ષેપોથી હણાયેલા, નારીના દેહને શરીરના અર્ધા ભાગમાં ધારણ કરનારા, પદારાઓમાં આસક્ત ચિત્તવાળા, લજ્જાથી રહિત, ક્રોધથી સહિત, આયુધને ધરનારા એજ કારણે ભયંકર અને વેરિઓને મારવામાં તત્પર તથા શ્રાપ અને પ્રસાદના યોગે પ્રકાશિત થતા ચિત્તના મલથી વ્યાપ્ત આવા પ્રકારના આત્માઓ કે જે દુનિયામાં માણસ તરીકે મનાવા માટે પણ લાયક નહિ, તેવાઓને આ ‘મિથ્યાદર્શન' નામના મોહરાજાના મહત્તમે લોકની અંદર મહાદેવ તરોકે પ્રતિષ્ઠિત કરેલા છે.” અને "ये वीतरागा: सर्वज्ञा:, ये शाश्वतसुखेश्वराः । क्लिष्टकर्मकलातीता:, निष्कलाश्च महाधियः ।। १ ।। શાdatઘા મતદોપા, દરિયસ્ત્રીતિવર્તતા: માછાશનિર્મલા વીરા, મછાવત્ત: સદાશિવ: || ૨ || शापप्रसादनिर्मुक्ता स्तथापि शिवहेतवः । त्रिकोटिशुद्धशास्त्रार्थ-देशका: परमेश्वरा: ।। ३ ।। ये पूज्या: सर्वदेवानां, ये ध्येया: सर्वयोगिनाम् । યે પાણIRUIRાધ્યા, નિર્બદ્ધpભદાયિન: || 8 || मिथ्यादर्शनास्येन, लोकेडनन स्ववीर्यत:। તેવા: પ્રછાદિતા મદ્ર ! ૧ શાયત્તે વિશેષતઃ || 8 ||” “હે ભદ્ર ! આ ‘મિથ્યાદર્શન' નામના મહત્તમે પોતાના પરાક્રમથી આ લોકમાં ઘણોજ ભયંકર જુલમાં કર્યો છે, કારણ કે-તેણે જે મહાદેવો વીતરાગ છે, સર્વજ્ઞ છે, શાશ્વત સુખના સ્વામી છે. કિલષ્ટકમ્મરૂપ કલાઓથી રહિત છે, સઘળીજ પ્રપંચમય કળાઓથી પણ રહિત છે, મહાબુદ્ધિશાળી છે, ક્રોધથી રહિત છે, અહંકાર વિનાના છે, હાસ્ય, સ્ત્રી અને હથિયારથી વર્જિત છે, આકાશની માફ્ટ નિર્મલ છે, ધીર છે, આત્માના અનુપમ ઐશ્વર્યને ધરનારા છે, સદાય નિરુપદ્રવી છે, શ્રાપ અને પ્રસાદથી સર્વથા મુક્ત હોવા છતાં પણ શિવના હેતુ છે, કષ છેદ અને તાપરૂપ ત્રણ કોટિથી શુદ્ધ એવા શાસ્ત્રાર્થના દેશક છે અને પરમેશ્વર છે તથા જે મહાદેવો સર્વ દેવોના પૂજ્ય છે, જે મહાદેવો સર્વ યોગીઓને માટે ધ્યાન કરવા યોગ્ય છે અને જે મહાદેવો આજ્ઞારૂપ કારણથીજ આરાધવા યોગ્ય છે તથા નિતૃદ્ધ ફ્લને એટલે મુક્તિ સુખને આપનારા છે તે સાચા મહાદેવોને પોતાના વીર્યથી એવી રીતિએ પરચ્છાદિત કરી નાખ્યા છે કે-જેથી એ મહાદેવો આ વિશ્વમાં વિશેષ પ્રકારે જણાતા નથી.” અધર્મને ધર્મ મનાવવાનું અને સદ્ધર્મને આચ્છાદિત કરવાનું સામર્થ્ય જે રીતિએ ‘મિથ્યાદર્શન' નામના મહામોહના મહત્તમમાં, જેઓ માણસ તરીકે ગણાવવાની લાયકાત પણ ન ભોગવતા હોય તેઓને મહાદેવ તરીકે પ્રતિષ્ઠિત કરવાનું અને સાચા મહાદેવોને આચ્છાદિત કરી દેવાનું સામર્થ્ય છે; તેજ રીતિએ તેનામાં, અધર્મને ધર્મ મનાવવાનું અને શુદ્ધધર્મને આચ્છાદિત કરવાનું પ્રબળ સામર્થ્ય છે. એ સામર્થ્યનું પ્રદિપાદન કરતાં શ્રી સિદ્ધર્ષિ ગણિવર ક્રમાવે છે કે Page 68 of 191 Page #69 -------------------------------------------------------------------------- ________________ “દિરથાન, મોઢાન, ઘરાદાનું મૂહુર્મ. I स्नानं पानं च धूमस्य, पंचाग्नितपनं तथा ।। १ ।। तर्पणं चण्डिकादीनां, तीर्थान्तरनिपाठनम् । યતેરેojદે પિUડો, ગીતવાદ્ય મહાર: || ૨ ||. वापीकृपतडागादि-कारणं च विशेषत: । यागे मन्त्रप्रयोगेण, मारणं पशुसंहते: ।। ३ ।। कियन्तो वा भणिष्यन्ते, भूतमद्देनहेतव: रहिता: शुद्धभावेन, ये धर्मा केचिदीदशा: ।। ४ ।। सर्वेडपि बलिनाडनेन, मुग्धलोके प्रपंचत: । તે મિથ્યાદ્દર્શનાર્વેન, મદ્ર ! શેયા પ્રવર્તિતી: II 9 II” કુદેવ, કુગરૂ અને કુધર્મની ઉપાસનામાં પડેલા તથા આરમ્ભ, પરિગ્રહ અને વિષયકષાયમાં રક્ત બનેલાઓને ગુરૂ તરીકે સ્વીકારી તેઓને પાત્રબુદ્ધિથી ભક્તિપૂર્વક સુવર્ણનું દાન કરવું, ગાયોનું દાન કરવું અને પથિવીનું દાન કરવું વારંવાર સ્નાન કરવું ધુમાડાનું પાન કરવું પંચાગ્નિથી તપવું ચંદ્રિકા આદિ હિંસક દેવીઓનું તર્પણ કરવું તીર્થાન્તરોમાં જઇ જઇને પૃપાપાત ખાવો : યતિએ એક ઘરની ભિક્ષા લેવી : ગીત અને વાધમાં મહાન આદર કરવો : શરૂઆતમાં પણ હિંસાથી જ સાધ્ય અને પરિણામે પણ હિંસાથી જ સાધન તથા શુદ્ધ ધર્મદ્રષ્ટિને અપોષક એવી વાવો, કુવાઓ અને તલાવો આદિને વિશેષ પ્રકારે કરાવવાં : મંત્રના પ્રયોગથી યજ્ઞની અંદર પશુઓના સમુદાયને હોમવો : આવા આવા પ્રાણીઓના મર્દનમાં હેતુભૂત અને શુદ્ધભાવથી રહિત ધર્મો કેટલા કહી શકાય ? અર્થાત એવા ધર્મો અનેક છે, એવા પ્રકારનાં અનેક જે કોઇ ધર્મો છે તે સઘળાજ ધર્મોને મહામોહના મિથ્યાદર્શન નામના આ બળવાન મહત્તમે મુગ્ધ લોકમાં પ્રપંચથી પ્રવર્તાવેલા છે, એમ જાણવા યોગ્ય છે. અને “शान्ति मार्दवसन्तोष-शौचार्जव विमुक्तयः । तपः संयमसत्यानिः ब्रह्मचर्य शमो दमो // 9// अहिंसास्तेयसद्धयान-वैराग्यगुरुभक्तयः । अप्रमाद सदैकाडय-नैन्थ्य परतादयः // 2 // ये चान्ये चित्तनैमल्य-कारिणोडमतसलिभाः/ सद्धर्मा जगदानन्द-हेतवो भवसेतवः ।। ३ // तेषामेव प्रकृत्यैव, महामाहमहत्तमः । भवेत्पच्छादनो लोके, मिथ्यादर्शननामक://४//" પોતાના પદ્ગલિક સ્વાર્થની ગમે તેવી હાનિ થતી હોય અથવા તો એવા જ કારણે પોતાના ઉપર અનેક પ્રકારની આક્તો ઉતરી આવે તે છતાં પણ ક્રોધાયમાન નહિ થવારૂપ ક્ષમા : પોતાની જ મહત્તાને સ્થાપિત કરવા માટે અથવા તો અનેક પ્રકારની અક્કડ બનાવનારી સાધન સામગ્રીનું સ્વામીત્વ હોવા છતાં પણ અક્કડ નહિ બનવારૂપ મૃદુતા : પોદ્ગલિક પદાર્થોની પ્રાપ્તિનો જે લોભ તેના અભાવરૂપ સંતોષ : મન, વચન અને કાયાને આરંભ આદિ પાપપ્રવૃત્તિથી મલિન નહિ કરતાં નિરારંભ આદિ શુધ્ધ ધર્મના આસેવનથી પવિત્ર-થવારૂપ શોચ : પૈદ્ગલિક પદાર્થોની સાધનામાં જે પ્રપંચભરી પ્રવૃતિઓ અને Page 69 of 191 Page #70 -------------------------------------------------------------------------- ________________ માનસિકવૃત્તિઓનું સેવન તેના અભાવરૂપ સરલતા : પદ્ગલિક પદાર્થો ઉપરની જે મમતા તેના ત્યાગ રૂપ વિમુકિત : અનેક પ્રકારની પોગલિક લાલસાઓ અને એનાં સાધનો તેના ત્યાગરૂપ તપ : ઈદ્રિયો આદિને મુકિતની સાધના માટે કાબુમાં રાખવારૂપ સંયમ : અસત્યનો ત્યાગ અને હિતસાધક વસ્તુનું જ પ્રતિપાદન જેના દ્વારા સાધ્ય છે એવું સત્ય : શીલ અથવા તો સધળાય વિષયોથી પર થઇ કેવલ આત્મરમણ કરવારૂપ બ્રહ્મચર્ય : વિકલ્પરૂપ વિષયથી ઉત્તીર્ણ બનેલો અને સદાય સ્વભાવનું અવલંબન કરનાર એવો જે જ્ઞાનનો પરિપાક તે રૂપ શમ : પરભાવમાં રમતા આત્માનું દમન કરવારૂપ દમ : પ્રાણીમાત્રને મનથી, વચનથી અને કાયાથી નહિ હણવારૂપ, નહિ હણાવવારૂપ અને હણતા હોય તેઓને નહિ અનુમોદવારૂપ અહિંસા : કોઇની પણ એક તરણા જેવી વસ્તુનું પણ તેના માલિકની આજ્ઞા વિના નહિ લેવું, અન્ય પાસે નહિ લેવરાવવું અને એવી રીતિએ લેનારાઓને સારા નહિ માનવારૂપ અસ્તેય : શુદ્ધ ધ્યાન : સંસાર એ નિર્ગુણ વસ્તુ છે એવા સ્વરૂપનું જ્ઞાન થવાના યોગે થતી સાંસારિક સુખની અરૂચિ, તેના પ્રતાપે સાંસારિક સુખની ઇચ્છાનો ઉરચ્છેદ કરવાની જે ભાવના તે રૂપ વૈરાગ્ય : સર્વ પ્રકારે પ્રાણાતિપાતવિરમણ આદિ પાંચે મહાવ્રતોના ધરનાર, તેના પાલનમાં ધીર, મહાવ્રતોની રક્ષા માટેજ અકૃત, અકારિત અને અનનુમત આદિ દોષોથી રહિત એવી જે ભિક્ષા તે ભિક્ષામાત્રથીજ આજીવિકાના ચલાવનારા, સામાયિકમાં રહેનારા અને કેવલ ધર્મનાજ ઉપદેશક એવા જે સગુરૂઓ તેની ભક્તિ : “નિશો પેદા કરનારી વસ્તુઓ, શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શરૂપ જે પાંચે ઇંદ્રિયોના વિષયો તેની લાલસા, ક્રોધ, માન, માયા અને લોભરૂપ કષાયો, નિદ્રા અને સંસારની વૃદ્ધિ કરનાર આર્ત અને રીદ્રધ્યાનમાં જોડનારી રાજકથા, સ્ત્રીકથા, દેશકથા અને ભોજનકથારૂપ વિકથાઓ' આ પાંચ પ્રકારનો જે પ્રમાદ તેના અભાવરૂપ અપ્રમાદ : સદાય ચિત્તની એકાગ્રતા અને નિગ્રંથપણામાં એટલે મુનિપણામાં તત્પરતા આદિ તથા એ શિવાયના પણ ચિત્તની નિર્મલતાને કરનારા એજ કારણે, અમૃતના જેવા, જગને આનંદના હેતુભૂત અને સંસારસમુદ્રને લંઘી જવા માટે સેતુસમાં જે જે શુદ્ધધમો તે સઘળાય શુદ્ધધર્મોને આ મિથ્યાદર્શન નામનો મહામોહ રાજાનો મહત્તમ પ્રકૃતિથીજ પ્રયત્નપૂર્વક લોકની અંદર આચ્છાદિત કરી દેનારો થાય છે. આ બે પ્રકારના સામર્થ્યના વર્ણનથી પણ સમજી શકાશે કે- “મિથ્યાદર્શન'નો મહિમા કલ્યાણના. અર્થિ આત્માઓ માટે ઘણોજ કારમો છે. મહામોહના એ યથાર્થ નામધારી મહત્તમે, જેઓની કારવાઇથી પ્રાયઃ સૌ કોઇને ધૃણા ઉત્પન્ન થાય; તેવાઓને મહાદેવ તરીકે પ્રતિષ્ઠિત કરી, શુદ્ધદેવની ઉપાસનાના અર્થિ આત્માઓને પણ, શુદ્ધદેવના સ્વરૂપને જાણવાથી વંચિત રાખ્યા છે. ધૃણાજનક પ્રવૃત્તિઓને લીલાનું ઉપનામ સમર્પિ શાણા ગણાતાઓને પણ એ ભયંકર શત્રુએ મિત્ર બનીને મુંઝવ્યા છે. કુલ્પનારૂપ આંધી ફ્લાવવામાં નિષ્ણાત એવા એણે ન્યાયની મોટી મોટી કોટિઓ કરનારને પણ એવા અંધએ ક્ષમા આદિ ઉત્તમધર્મોના આરાધક ન બને એ સહજ છે. કુદેવના પૂજારીઓ શુદ્ધ ધર્મોને છોડી અશુદ્ધ ધર્મોની ઉપાસનામાં રાચે એમાં કશુંજ આશ્ચર્ય નથી. આ રોતે કુદેવોને ઓળખીને એમાં ન ી જવાય અને પોતાના આત્માનો સંસાર ન વધી જાય માટે આવા કુદેવોનો ત્યાગ કરવાનો એટલે પરિહરવાનો કહેલો છે. બારમો બોલ ગુરૂ પરિહર્સ કુગરૂ કે જે અવળો માર્ગ બતાવે મુક્તિમાર્ગને બદલે સંસારનો માર્ગ બતાવે ધર્મને બદલે અર્થકામને માર્ગવાળે, ધર્મના શિક્ષણને બદલે અર્થ કામના શિક્ષણના માર્ગે વાળે, નિપરિગ્રહી છતાં, Page 70 of 191 Page #71 -------------------------------------------------------------------------- ________________ પરિગ્રહ હેય છે એમ છાતી ઠોકીને ન કહે, કંચન કામિનીના ત્યાગી છતાં પાસે આવેલાને કંચન કામિનીમા આસક્ત બનવું એ ભૂંડુ છે એમ સમજાવે નહિ, મુક્તિની ભાવનામાં ઝીલાવવાને બદલે સંસારના રંગરાગમાં જ આનંદ મનાવે તે કુગરૂ કહેવાય છે. કુગુરુની ઓળખ આપતાં કહ્યું છે કે - “સર્વામિનાષિળઃ સર્વમોનિનઃ સરિગ્રહા: I अब्रह्मचारिणो मिथ्योपदेशा गुखो न तु ॥” (યો.શા.પ્ર.ર, શ્લો-૯) જેઓ સારી સારી બધી ચીજ-વસ્તુઓની ઇચ્છાવાળા છે, ખાવાપિવાદિમાં ભક્ષ્યાભક્ષ્ય, પેપાપેયના વિવેક વગર જે આવ્યું-ખાધ, પેય છે તે બધું ખાનારા-પિનારા છે, ધન-ધાન્યાદિ નવવિધ પરિગ્રહને ધારણ કરનારા છે, સ્ત્રીનો સંગ કરનારા છે - પરિગ્રહમાં સ્ત્રીનો સમાવેશ થઇ જાય છે પણ અબ્રહ્મસેવન એ જ મોટામાં મોટું પાપ છે તે જણાવવા અબ્રહ્મચારી જુદુ વિશેષણ આપ્યું છે તથા મિથ્યાધર્મનો ઉપદેશ આપનારા છે તે સુગુરુ નથી અર્થાત્ કુગુરુ છે. ઉપદેશ પણ ધર્મનો જ આપે છે પછી નિષ્પરિગ્રહાદિ ગુણોને જોવાની શી જરૂર છે આવી કોઇ શંકા કરે તો તેના સમાધાનમાં કહે છે કે “परिग्रहारंभमग्नास्तारयेयुः कथं परान् ? | स्वयं दरिद्रो न परमीश्वरी कर्तुमीश्वरः || ” યો.શા.પ્ર.ર શ્લો. ૧૦) ધન-ધાન્યાદિ પરિગ્રહ અને હિંસાદિ આરંભોમાં મગ્ન છે અર્થાત્ જેઓ સ્વયં ભવસમુદ્રમાં ડૂબેલા છે તેઓ બીજાઓન કઇ રીતના તારે ? આ જ વાતને સચોટ દ્રષ્ટાન્તથી પુષ્ટ કરતા કહે છે કે, સ્વયંદરિદ્રી હોય તે બીજાને શ્રીમંત બનાવવા સમર્થ બનતો નથી. ટુંકમાં, જેઓ સ્વયં સંસારમાં-સંસારની સુખસામગ્રીમાં સંસારના પદાર્થોમાં મજા કરે છે અને પોતાની પાસે જે કોઇ આવે તેમને ધર્મના નામે તેમનો પણ સંસાર સારો બન્યો રહે, ખીલ્યો રહે, વધે તેવો જ ઉપદેશ આપે તે કુગુરુ કહેવાય. અર્થાત્ સંસારમાં જ મજા માનનારા, તેવી જ વાતોની પુષ્ટિ કરનારા કુગુરુ છે. વળી અન્યદર્શનની વાત દૂર રાખો પણ જૈનશાસનને પામેલા, સાધુના વેષને ધારણ કરનારા પણ જો આવાં જ કામ કરતા હોય તો તેમના નંબર પણ કુગુરુમાં લખાઇ જાય છે. માટે જ શાસ્ત્રકારોએ પાંચ વંદનીક અને પાંચ અવંદનીક કહ્યા છે. આત્માના હિતને બદલે માત્ર પૌદ્ગલિક સુખની જ વાતને પ્રધાનતા આપે તે કુગુર, આ રીતના તેમને ઓળખી આત્મહિતૈષીઓએ તેમનાથી દૂર રહેવું માટે જ કહે છે કે‘કુગુરુ પરિહરુ’ કુગુરુ શું શું સામર્થ્ય ધરાવે છે અને કુદેવને તથા સુદેવને કેવા ઓળખાવે છે એનું વર્ણન. મિથ્યાત્વના ઉદયવાળા કુગુરુઓ હોવાથી મિથ્યાત્વ શું શું કરે છે એનું વર્ણન કરાય છે. “માણસાઇથી પણ પરવારી બેઠેલાઓને મહાદેવ તરીકે પ્રતિષ્ઠિત કરવા અને સાચા તથા વિશ્વના એકાંત ઉપકારી મહાદેવોને જગત્ની દ્રષ્ટિએ આવવાજ ન દેવા.” અને બીજી શક્તિ એ છે કે “પ્રાણીઓના ઘાતમાં જ હેતુભૂત અને શુદ્ધ ભાવથી રહિત એવા અશુદ્ધ ધર્મોને પ્રપંચપૂર્વક પ્રવર્તાવવા અને જે જે ધર્મો ચિત્તની નિર્મલતાને કરનારા છે, જગતને આનંદના હેતુ છે તથા સંસારરૂપી Page 71 of 191 Page #72 -------------------------------------------------------------------------- ________________ સાગરને તરવા માટે સેતુ સમા છે તે તે ધર્મોથી મુગ્ધ લોકોને વંચિત રાખવા.” હવે એની ત્રીજી શક્તિનું પ્રતિપાદન કરતાં એ પરમોપકારી પરમર્ષિ માવે છે કે શ્યામાજીતવુભાછIR-tતથા પવઘgશત: I एको नित्यस्तथा व्यापी, सर्वस्य जगतो विभूः ।। १ ।। क्षणसन्तानरुपो वा, ललाटस्थो हृदि स्थित: । 3IIભેતિ જ્ઞાનમાત્ર વા, શૂન્ય વા સવરાવરમ્ II ૨ || पश्चभूतविवो वा, ब्रह्मोप्तमिति वाडखिलम् । देवोप्तमिति वा झेयं, महेश्वरविनिर्मितम् ।। ३ ।। प्रमाणवाधितं तत्त्वं, यदेवंविधमइझसा । સદ્ધિ તે તત્ર, મદામોદમહત્તમ: II 8 ” “આત્મા છે ખરો પણ તે “શ્યામક’ એટલે “શામો’ નામનું એક જાતિનું અનાજ આવે છે તેના જેવા આકારવાળો છે અથવા તો તડુલ એટલે ચોખા, તેના જેવા આકારવાળો છે, અથવા તો પાંચસો ધનુષ્યના પ્રમાણવાળો છે; વળી આત્મા છે પણ તે એક જ છે, નિત્ય જ છે, સર્વ જગતમાં વ્યાપીને રહેનારો એ જ કારણે વિભુ છે : આત્મા છે પણ ક્ષણ સંતાન રૂપ છે, અથવા તો આત્મા છે પણ કેવળ લલાટ એટલે કપાળ, તેની અંદર રહેનારો છે; અથવા તો હૃદયમાં રહેનારો છે; અથવા તો જ્ઞાનમાત્ર છે; એ સિવાય આત્મા કોઇ વસ્તુ જ નથી અને આચર અને અચર વસ્તુઓથી સહિત જે જગત દેખાય છે તે કેવલ શૂન્ય જ છે : અથવા તો આ સઘળું પાંચ ભૂતોનો માત્ર વિકાર જ છે; અથવા તો આ સઘળું બ્રહ્માએ વાવેલું છે; અથવા તો આ સઘળું દેવતાએ વાવેલું છે એમ જાણવું, અથવા તો આ સઘળુંય મહેશ્વરે નિર્માણ કરેલું છે. આવા પ્રકાર જે તત્ત્વ એકદમ પ્રમાણથી બાધિત છે. તેની અંદર મહામોહનો મિથ્યાદર્શન નામનો મહત્તમ સબુદ્ધિ કરે છે.” અને “जीवाजीवौ तथा पुण्य-पापसंवनिर्जरा: । आस्त्रवो बन्धमोक्षौ च, तत्त्वमेतनवात्मकम् ।। ७ ।। सत्यं प्रतीतित: सिद्धं, प्रमाणेन प्रतिष्ठितम् । तथापि निहलुते भद्र ! तदेष जनदारुण: ।। ६ ।।" “જીવ, અજીવ તથા પુણ્ય, પાપ, સંવર નિર્જરા અને આશ્રવ તથા બંધ અને મોક્ષ.” આ નવા સંખ્યાવાળાં જે તત્ત્વો છે તે સત્ય છે, પ્રતીતિથી પણ સિદ્ધ છે અને પ્રમાણથી પ્રતિષ્ઠિત છે તો પણ હે ભદ્ર ! લોકો માટે ભયંક્ર એવો આ મિથ્યાદર્શન નામનો મહત્તમ એ તત્ત્વોનો અપલાપ કરે છે. આ વિશ્વમાં સત્ય, પ્રતીતિથી સિદ્ધ અને પ્રમાણથી પ્રતિષ્ઠિત એવાં પણ તત્ત્વોનો અપલાપ કરીને, અસત્ય અને પ્રમાણ તથા પ્રતીતિથી પણ બાધિત એવાં તત્ત્વોનો પ્રવર્તાવનાર કોઇ હોય, તો તે એ મિથ્યાદર્શન જ છે. એના પ્રતાપે પ્રાયઃ આખુંય જગત, આત્મા આદિની માન્યતાઓમાં ભૂલુંજ ભમે છે. મિથ્યાદર્શનની અસરથી પીડાતા પંડિતો પણ સત્ય અને પ્રમાણસિદ્ધ તત્ત્વોથી મોટું મરડે છે અને અસત્ય તથા પ્રમાણબાધિત તત્ત્વોને જ સત્ય અને પ્રમાણસિદ્ધ કરવામાંજ રક્ત રહે છે. અનેકાનેક પંડિત ગણાતાઓએ અતત્ત્વોને તત્ત્વ તરીકે મનાવવા માટે અનેકાનેક ગ્રંથો રચી કાઢીને એમ કરવા માટે આકાશ પાતાળ એક કર્યું છે. મિથ્યાદર્શનથી મત્ત બનેલાઓ, જેમ કૂદેવોને મહાદેવ મનાવવામાં અને કુધર્મને સદ્ધર્મ મનાવવામાં મસ્ત છે, તેમ અતત્ત્વોને તત્ત્વ મનાવવામાં પણ સર્વ રીતિએ સજ્જ છે. એ મિથ્યાદર્શનને Page 72 of 191 Page #73 -------------------------------------------------------------------------- ________________ આધીન બનેલા આત્માઓ મિથ્યાદર્શનના યોગે પોતાનો નાશ કરવા સાથે પરનો નાશ પણ ખુબ જ કરે છે. એવા આત્માઓ દ્વારા સત્યના પૂજક વિશ્વને ઘણું ઘણું સહવું પડે છે એવાઓની અનર્થકારી કલ્પનાઓ અને યુક્તિઓ ભદ્રીક અને અજ્ઞાન જગતને ખુબ જ મુંઝવે છે. એ મુંઝવણના પરિણામે અનેક આત્માઓનું અમૂલ્ય માનવજીવન બરબાદ થાય છે. ખરેખર, મિથ્યાત્વ એ એવો અંધકાર છે કે એના યોગે એનો પૂજારી પોતે ભટકાય અને અન્યને ભટકાડે. એ અંધકાર આત્મા ઉપર કારમી શત્રુતા અજમાવે છે. એ કારમી શત્રુતાથી સજ્જ થયેલો મિથ્યાદર્શન નામનો અનાદિસિધ્ધ શત્રુ પોતાનો મહિમા ફ્લાવીને દેવ, ધર્મ અને તત્ત્વની બાબતમાં જેમ વિપરીત પરિણામ આણે છે, તેમ પાત્ર અને અપાત્ર તરીકે કોને કોને જાહેર કરે છે, એનું વર્ણન કરતાં પણ પરમોપકારી શ્રી સિદ્ધષિ ગણિવર માવે છે કે __ “गृहिणो ललनाडवाच्य-मर्दका भूतघातिनः । असत्यसन्धा: पापिष्ठा:, सहहोपग्रहे रताः ।। १ ।। तथाडन्ये पचने नित्य-मासक्ता: पाचनेडपि च । મદ્યપા: પરારાદ્રિ-સવિનો માતૃષI: // ૨ || तप्तायोगोलकाकारा-स्तंथापि यतिरुपिणः | યે તેવું તે મદ્રે પાત્રવૃદ્ધિમય બને || 3 ||” “હે ભદ્ર ! લોકની અંદર આ મિથ્યાદર્શન નામના મોહરાજાનો મહત્તમ, ગૃહસ્થાવાસમાં રહેનારા, સ્ત્રીઓના અવાધ્ય પ્રદેશનું મર્દન કરનારા, અર્થાત-સ્ત્રીઓનું સેવન કરનારાઓ, પ્રાણીઓનો ઘાત કરનારા, અસત્ય પ્રતિજ્ઞાઓને ધરનારા એટલે ખોટી પ્રતિજ્ઞાઓને લેનારા અને તોડનારા, અનેક પ્રકારનાં પાપોને આચરનારાઓ અને ધન-ધાન્ય આદિ નવે પ્રકારનો જે પરિગ્રહ, તેનો સંગ્રહ અને ઉપયોગ કરવામાં રક્ત એવાઓ જે છે, તેઓને વિષે તથા અન્ય જેઓ યતિરૂપને ધરનારા હોવા છતાં પણ હંમેશા પકવવાની ક્રિયામાં અને અન્ય પાસે પકાવવાની ક્રિયામાં આસક્ત છે, મદિરાપાન કરનારા છે, પરસ્ત્રી આદિનું સેવન કરનારા છે, સન્માર્ગને દૂષિત કરનારા છે, એ જ કારણે જેઓ યતિરૂપને ધરનારા હોવા છતાં પણ તપાવેલા લોઢાના ગોળા જેવા આકારને ધરનારા છે, તેવાઓને વિષે પાત્રબુદ્ધિ પેદા કરે છે.” અને "सज्ज्ञानध्यानचारित्र-तपोवीर्यपरायणा: | VIRGIઘના ઘીરા, નામા: છત્પપાપા: || 9 || संसारसागरोत्तार-कारिणो दानदाधिनाम् । વિજ્યવરતુવોદિત્ય તુન્યા યે પારમામિન: II ૨ II. तेषु निर्मलचितेषु, पुरुपेषु जडात्मनाम् ।। guોડVatઘયં ઘરે, મહામોહમદત્તમ: || 3 ||” સદુ અને અસદ્, હેય અને ઉપાદેય, ગમ્ય અને અગમ્ય, પેય અને અપેય આદિનો વિવેક કરાવનાર જે સુંદર જ્ઞાન, આત્માને પોતાના કલ્યાણકારી ધ્યેયમાં સ્થિર બનાવનારૂં સુંદર ધ્યાન, કર્મનો ક્ષય કરવામાં સમર્થ એવું સુંદર ચારિત્ર, કર્મને તપાવવા માટે અસાધારણ તાપ સમાન તપ અને સાધ્યની સિદ્ધિ માટે જરૂરી એવું જે વીર્ય, એ સર્વના સદાને માટે જેઓ ઉત્તમ આશ્રયભૂત છે, અનેક ગુણો રૂપી વિવિધ પ્રકારનાં જે રત્નો તે રૂપ ધનને જેઓ ધરનારા છે, અંગીકાર કરેલ અનુપમ મહાવ્રતોનું પાલન Page 73 of 191 Page #74 -------------------------------------------------------------------------- ________________ કરવામાં જેઓ ધીર છે, યોગ્ય આત્માઓના ઉત્તમ મનોરથોને પૂર્ણ કરવા માટે જેઓ હાલતાં-ચાલતાં કલ્પવૃક્ષો છે, શુદ્ધ ભાવનાથી કોઇ પણ જાતિની આશંસા વિના શુદ્ધ દાનના દેનારા આત્માઓનો સંસારસાગરથી ઉદ્ધાર કરનારા છે. એટલે કે-એવા આત્માઓને સંસારસાગરથી પાર ઉતારનારા છે અને અચિત્ય વસ્તુઓના ઝહાજ તુલ્ય હોઇ જેઓ સંસારના પારને પામનારા છે, તેવા નિર્મલ ચિત્તને ધરનારા મહાપુરૂષોના પારને વિષે એ મહામોહનો મહત્તમ જડાત્માઓના અંતરમાં અપાત્ર બુદ્ધિને ઉત્પન્ન કરે છે.” સાચા મહાદેવોને છૂપાવી કુદેવોને મહાદેવો તરીકે ઓળખાવવાનું, મોક્ષપ્રાપક સદ્ધર્મને છૂપાવી હિંસક અને ચિત્તને મલિન કરનાર ધર્મોને સદ્ધર્મ તરીકે પ્રવર્તાવવાનું, સત્ય અને પ્રતીતિ તથા પ્રમાણથી અબાધિત તત્ત્વનો અપલાપ કરી અસત્ય અને પ્રમાણથી બાધિત તત્વોને તત્ત્વ તરીકે પ્રસિદ્ધ કરવાનું અને શુદ્ધ ગુણસંપન્ન મહાપુરૂષોને અપાત્ર તરીકે જાહેર કરી દેવલ ભયંકર અવગુણોથી જ ભરેલા અધમાધમ આત્માઓને પાત્ર તરીકે વિશ્વમાં પ્રતિષ્ઠિત કરવાનું જેવું સામર્થ્ય મિથ્યાદર્શનમાં છે, તેવું જ સામર્થ્ય તેનામાં એકાંત શુદ્ધ અને અનકાનેક ગુણોથી અલંકૃત થયેલા આત્માઓને એકાંત નિર્ગુણી આદિ તરીકે પ્રકાશિત કરીને કેવલ કારમા દોષોથી જ ભરેલા ઘોર પાપાત્માઓને ગુણવાન આદિ તરીકે ઓળખાવવાનું પણ છે. એ સામર્થ્યનું પ્રતિપાદન કરતાં પણ પરમોપકારી શ્રી સિદ્ધર્ષિ ગણિવર માવે છે કે ___ "कौतुकं कुहकं मन्त्र-मिन्द्रजालं रसक्रियाम् । निर्विषीकरणं तन्त्र-मन्तर्धानं सविस्मयम् ।। १ ।। औत्पातमान्तरिक्षं च, दिव्यमाङ्ग स्वरं तथा । लक्षणं व्यइझनं भौम, निमित्तं च शुभाशुभम् ।। २ ।। उच्चाटनं सविद्वेष-मायुर्वेदं सजातकम । ज्योतिषं गणितं चूर्ण-योगलेपास्तथाविधा: ।। ३ ।। ये चान्ये विस्मयकरा, विशेषा पापशास्त्रजा: । अन्ये भूतोपमर्दस्य, हेतव: शाठ्यकेतव: ।। ४ ।। તામેવ યે વિનાન્તિ, નિ:શSWાવ પ્રયુનતે .. Tધર્મવાઘાં મન્ય, શતા: પાપપરાયા : || 9 || त एव गुणिनो धीरा-स्ते पूज्यास्ते मनस्विनः । त एव वीरास्ते लाभ-भाजिनस्ते मुनीश्वरा: ।। ६ ।। इत्येवं निजवीर्येण, बहिरङ्गजनेडमना । મિથ્યાદ્રર્શનસંગેન, મદ્ર ! પાપા: પ્રશતી || 6 ||” “કૌતુક એટલે સોભાગ્ય માટે સાધુ અવસ્થામાં પણ રાખ લગાડવી તે, કુહક એટલે ગારૂડી વિધા અથવા જાદુગરીના પ્રયોગો કરવા તે, મંત્ર, ઇંદ્રજાલ, રસક્રિય, નિર્વિષ કરવાની ક્રિયા, આશ્ચર્ય પમાડે એવી રીતિએ અંજનદ્વારા અદ્રશ્ય થવાની ક્રિયા, ત્યાત એટલે તારા વિગેરેના ખરવાથી સારા-ખોટા ફ્લન કથન કરવું તે, આન્તરીક્ષ એટલે ગ્રહોના ઉદય અને અસ્તથી સારા-નરસા ફ્લનું પ્રતિપાદન કરવું તે, દિવ્ય એટલે તપાવેલા તેલમાં પડવું અને અગ્નિના કુંડ આદિમાં ઝંપાપાત કરવાની પ્રતિજ્ઞા સ્વીકારવી. તે, આંગ એટલે પુરૂષો અને સ્ત્રીઓનાં જમણાં અને ડાબા અંગો કવાથી શુભાશુભ ફળનું જાણવું તે, સ્વર એટલે પક્ષી વિગેરેના સ્વરથી શુભાશુભ ળનું કથન કરવું તે, લક્ષણ એટલે હાથ અને પગની રેખા. ઉપરથી સારા નરસા ળનું કહેવું તે, વ્યંજન એટલે મસા અને તલ વિગેરે ઉપરથી શુભાશુભ ફ્લનું કહેવું Page 74 of 191. Page #75 -------------------------------------------------------------------------- ________________ તે અને ભીમ એટલે ધરતીકંપથી શુભાશુભ ળનું કહેવું તે; આ આઠ અષ્ટાંગ નિમિત્તથી ઓળખાય છે. એના દ્વારા શુભ અને અશુભ નિમિત્તનું કથન કરવું, શત્રુના વિનાશ માટે વૈરબુદ્ધિપૂર્વક કામણ ટુમણ કરવાં, હોરા ગ્રંથની સાથે આયુર્વેદનો ઉપયોગ કરવો એટલે વેધક ક્રિયા કરવી અને સંતતિનાં શુભાશુભ બતાવી આપનારાં ચક્રો બનાવવાની ક્રિયા કરવી, જ્યોતિષશાસ્ત્ર અને ગણિતશાસ્ત્રનો આરંભાદિકની પ્રવૃત્તિઓમાં ઉપયોગ કરવો, સાંસારિક કાર્યસાધક ચૂર્ણ તૈયાર કરવા અને યોગના પાદલેખો તૈયાર કરવા તથા તેવાજ પ્રકારના બીજા પણ છે જે પાપશાસ્ત્રોથી ઉત્પન્ન થયેલા અને વિસ્મયને કરનારા વિશેષો એટલે ભિન્ન ભિન્ન પ્રકારના પાપવર્ધક વ્યાપારો અને બીજા પ્રાણીઓના ઉપમદનમાં એટલે ઘાતમાં હેતુભૂત થાય તેવા અને શઠતાનો ધજાગરો ક્રમાવે તેવા જે જે વ્યાપારો તેનેજ જેઓ વિશેષ પ્રકારે જાણે છે; જાણે છે એટલું જ નહિ પણ નિ:શંક બનેલા જેઓ કોઇ પણ જાતિની શંકા વિના એ વ્યાપારોનો પ્રયોગ કરે છે અને પાપમાં તત્પર બનેલા જે ધર્મઠગો તેમ કરવામાં ધર્મને બાધા પહોંચે છે એમ માનતા નથી, તેઓજ આ વિશ્વમાં ગુણી છે, ધીર છે, પૂજ્ય છે અને બુદ્ધિશાળીઓ છે, એટલું જ નહિ પણ તેજ સાચા વીર છે, સાચા લાભના ભાગીદાર છે અને મુનીશ્વરો છે, આ પ્રમાણે મનાવી હે ભદ્ર ! મોહરાજાનો આ મિથ્યાદર્શન નામનો મહત્તમ પાપી આત્માઓને આ લોકમાં પ્રકાશિત કરે છે.” અને “थे पुनर्मत्रतन्त्रादि वेदिनोडप्यातिनि:स्पृहा: । निवृत्ता लोकयात्राया, धर्मातिक्रमभीख: ।। ८ ।। __ मूकान्धा: परवृतान्ते, स्वगुणाभ्यासने रताः । असक्ता निजदेहेडपि, किं पूनर्द्र विपादिके ।। ९ ।। कोपाहरुकारलाभाथै- रत: परिवर्जिताः । तिष्ठन्ति शान्तव्यापारा, निरपेक्षास्तपोषना: ।। १० ।। ___ न दिव्यादिकमारुयान्ति, कुहकादि न कुर्वते । મત્રાદીક્ષાગુતિષ્ઠત્તિ, નિમિત્ત ન પ્રયજ્ઞતે || 99 II. लोकोपचारं नि:शषं, परित्यज्य यथासुखम् । स्वाध्यायध्यानयोगेषु, सक्तचिता: सदाडडस्ते ।। १२ ।। ते निर्गुणा मलोकझा, विमूडा भोगवचिता: । ઉપમાનતા હોળી-શાનદીના પૂર્વદા: || | इत्येवं निजवीर्येण, यहिरङगजनेडमुना । તે મિથ્યાર્શનાવેન, રથાપિતા મદ્ર ! સાધવ: || ||” “જે મહાપુરૂષો મંત્ર અને તંત્ર આદિના જાણકાર હોવા છતાં પણ અતિ નિ:સ્પૃહ છે, લોકયાત્રાથી. નિવૃત્તિને પામેલા છે અને ધર્મના અતિક્રમથી ઘણા જ ડરનારા છે : એ જ રીતિએ જે મહાપુરૂષો પરના વૃતાન્તમાં મુંગા અને અંધા હોય છે, પોતાના જ્ઞાનાદિ ગુણોના અભ્યાસમાં રક્ત હોય છે અને પોતાના શરીર ઉપર પણ મમતા વિનાના હોય છે એવાઓ માટે દ્રવ્ય આદિની મમતાની વાત પણ કેમ જ થાય ? અર્થાત-જેઓ સર્વ પ્રકારની મમતાથી રહિત હોય છે : જે મહાપુરૂષો કોપ, અહંકાર અને લોભ આદિથી. દૂરથી જ તજાયેલા છે, અર્થાત્ - જે મહાપુરૂષોએ કોપ, અહંકાર અને લોભ આદિનો દૂરથી જ ત્યાગ કરેલો છે અને જે મહાપુરૂષો, સઘળાય હાનિકર વ્યાપારોના ત્યાગથી શાંત વ્યાપારવાળા બનીને અને કોઇની પણ Page 75 of 191 Page #76 -------------------------------------------------------------------------- ________________ અપેક્ષાથી રહિત થઇને તથા તપને પોતાનું ધન માનીને રહે છે : જે મહાપુરૂષો દિવ્ય આદિને કહેતા નથી, ગારૂડી વિધા કે જાદુગરીના પ્રયોગો આદિને કરતા નથી, મંત્ર આદિનું અનુષ્ઠાન પણ આદરતા નથી અને નિમિત્તોનો પ્રયોગ કરતા નથી : અર્થા–સઘળા લોકોપચારનો સુખપૂર્વક પરિત્યાગ કરીને જે મહાપુરૂષો સદાય સ્વાધ્યાય અને ધ્યાનના યોગોમાં આસક્ત ચિત્તવાળા બનીને રહે છે; તેવા સાધુપુરૂષોને હે ભદ્ર ! આ મિથ્યાદર્શન નામના મહત્તમે આ લોકની અંદર પોતાના પરાક્રમથી નિર્ગુણી તરીકે, લોકના સ્વરૂપથી. અજ્ઞાન મહામૂર્ખ તરીકે, ભોગોથી વંચિત થયેલા તરીકે, અપમાનથી હણાયેલા બનાવીને દીન તરીકે અને જ્ઞાનહીન કુકડા તરીકે સ્થાપિત કર્યા છે.” મોક્ષનાં કારણોનો લોપ ક્રી સંસારનાં શરણોને મોક્ષકારણો તરીકે સ્થાપવાનું સામર્થ્ય એજ રીતિએ મહામોહના એ મિથ્યાદર્શન નામના મહત્તમમાં મોક્ષનાં કારણોને લુપ્ત કરી દઇને સંસારનાં કારણોને મોક્ષકારણ તરીકે સ્થાપિત કરવાનું સામર્થ્ય પણ છે. એ સામર્થ્યનું વર્ણન કરતાં શ્રી સિદ્વર્ષિ ગણિવર ક્રમાવે છે કે ___ "उद्धाहनं च कन्यानां जननं पुत्रसंहतेः । निपातनं च शत्रूणां, कुटुम्बपरिपालनं ।। १ ।। यदेवमादिकं कर्म, घोरसंसारकारणम् । તર્મ તિ સંરથાણ, તું મવતારમ્ || ૨ ||” “કન્યાઓનું લગ્ન કરવું, પુત્રોના સમુદાયને પેદા કરવો, શત્રુઓનો નાશ કરવો અને કુટુમ્બોનું પાલન કરવું, આ આદિ જે જે ઘોર સંસારનાં કારણ કર્મ છે, તે કર્મનું ધર્મ તરીકે સંસ્થાપન કરીને સંસારને તારવાનાં સાધન તરીકે, લોકના વેરી એવા મિથ્યાદર્શને દર્શાવેલાં છે.” અને “य: पुननिचारित्र-दर्शनाढ्यो विमुक्तये । मार्ग: सर्वोडपि सोडनेन, लोपिता लोकवैरिणा: || ३ ||" “જ્ઞાન, ચારિત્ર અને દર્શન કરીને સહિત એવો માર્ગ આત્માની વિમુક્તિ માટે છે, તે સઘળોય. મોક્ષમાર્ગ લોકવરી એવા આ મિથ્યાદર્શને વિશ્વમાંથી લુપ્ત કરેલો છે.” આ પ્રમાણે આ મિથ્યાદર્શન નામનો મહામોહ રાજાનો મહત્તમ પોતાના મહિમા દ્વારા જડ આત્માઓના અંતરમાં અદેવમાં દેવપણાનો સંકલ્પ કરે છે, અધર્મમાં ધર્મપણાની માન્યતા કરે છે અને અતત્ત્વમાં તત્ત્વબુદ્ધિને કરે છે; એજ રીતિએ અજ્ઞાનીઓનો કારમો શત્રુ એ, અજ્ઞાન આત્માઓના અંત:કરણમાં અપાત્રની અંદર પાત્રતાનો આરોપ કરે છે, ગુણરહિત આત્માઓમાં ગુણીપણાનો ગ્રહ કરે છે અને સંસારના હેતુઓમાં નિર્વાણના હેતુભાવને કરે છે. આ રીતે કુગુરૂઓને ઓળખીને એનાથી સંસારની વૃધ્ધિ ન થાય એટલે જન્મ મરણની પરંપરા ના વધે એ હેતુથી એમને પરિહરવાના એટલે ત્યાગ કરવાના કહેલા છે. અહીં મિથ્યાત્વનો ઉદય જીવને શું કરે છે એ જણાવીને કુગુરૂઓ મિથ્યાત્વના ઉદયવાળા હોવાથી આવા અનેક પ્રકારના પ્રપંચો કરીને અનેક જીવોને ભરમાવીને દુર્ગતિનું કારણ બનાવે છે અને પોતે પણ બને છે માટે કુગુરૂ પરિહરૂં કહેલ છે. Page 76 of 191 Page #77 -------------------------------------------------------------------------- ________________ તેરમો બોલ દુધર્મ પરિહર કુધર્મનું સ્વરૂપ વર્ણવતાં કહ્યું કે, જે સ્વયં હિંસાસ્વરૂપ છે જે આત્માને દુર્ગતિમાંથી બચાવવાને બદલે આત્માને દુર્ગતિમાં જ મોકલે છે અર્થાત આત્માના સંસારને વધારે તેવી સઘળીય પ્રવૃત્તિ તે કુધર્મ છે. મિથ્યામતિઓએ પ્રરૂપેલો, હિંસાદિ સ્વરૂપ તેવો પણ ધર્મ કદાચ અતિશયવાળો દેખાતો હોય તો પણ સંસારને વધારનારા જ છે-ભવમાં ભ્રમણ કરાવનારો છે. ક્યું પણ છે કે “ મિથ્યાદ્રષ્ટિમર Mાતો હિંસાઘે: પીyd: I स धर्म इति वित्तोडपि, भवभ्रमणकारणम् ।।" (યો.શા. પ્ર-૨ ગ્લો.૧૪) ટુંકમાં કુદેવાદિની. ઓળખ આપતા કહ્યું છે કે __ “सरागोडपि हि देवश्चद गुरुरब्रह्मचार्यपि । कृपाहीनोडपि धर्म: स्यात्कष्टं नष्टं हहा जगत् ।।" યો.શા. પ્ર-૨, શ્લો. ૧૪) જો રાગી પણ દેવ ગણાય, સ્ત્રીસંગી પણ ગુરુ કહેવાય અને દયાવગરનો પણ ધર્મ મનાય તો બહુ જ ખેદ-દુઃખની વાત છે કે, જગત આખું નાશ પામી ગયું છે. આ રીતના કુદેવ-કુગુરુ અને કુધર્મને ઓળખીને, આત્મહિતેષી આત્માઓએ તેનો દૂરથી ત્યાગ કરવો જોઇએ, તેની છાયામાં પણ ન અવાય માટે જ બોલે છે કે- “કુદેવ-કુગુ-કુધર્મ પરિહરું કુધર્મ છે કે જે સેવવાથી વિષયવાસના વધે અપ્રશસ્તકષાય વધે ગુણના નામે દોષ પૂજાય મુક્તિમાર્ગને બદલે સંસારની ક્રિયામાં ઉધમ અને આનંદ આવે એવી ક્રિયામાં ધર્મ મનાતો હોય તે કૃધર્મ છે. વિષયવાસના ઘટવાને બદલે ઉલટી વધે. અપ્રશસ્ત કષાયો વધે, વિષય અને કષાયના ત્યાગની ક્રિયામાં અપ્રમત્તતા ન આવે એ કુધર્મ છે અને તેનો પણ ત્યાગ કીધો છે. કુદેવ-કુગુરૂ-કુધર્મ હોય તેની અસર નાબૂદ કેમ થાય એવા પ્રયત્ન કરવાની તમે લોકોએ પ્રતિજ્ઞા કરી છે. ખોટું છોડવાનું, ખોટાનો નાશ કરવાનો પ્રયત્ન કરવાનો એમાં શરમાવાનું કે ગભરાવાનું લોકડર કે લોકલજ્જામાં તણાવાનું મુકી દેવાનું. મિથ્યાદ્રષ્ટિ આત્માઓની દુર્દશા આત્માના અનાદિસિદ્ધ શત્રુઓમાં, મિથ્યાત્વ એ કારમો અંધકાર છે. એ અંધકારના યોગે આત્મા નથી જાણી શકતો હેય કે ઉપાય નથી જાણી શકતો ગમ્ય કે અગમ્ય, નથી જાણી શકતો પેય કે અપેય તથા નથી જાણી શકતો કરણીય કે અકરણીય અને નથી જાણી શકતો સુદેવ કે કુદેવ, નથી જાણી શકતો. સુધર્મ કે કુધર્મ ! એ જ કારણે એ કારમાં અંધકારરૂપ મિથ્યાત્વથી વ્યાપ્ત બનેલા આત્માઓની દુર્દશાનું વર્ણન કરતાં, કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા ક્રમાવે છે કે “ મિથ્યાત્વેજાભીઢાવિત્તા નિતાન્ત, तत्त्वातत्वं जानते नैव जीवा: । किं जात्यन्धा: कुत्रचिद्वस्तुजाते, रम्यारम्यव्यकिमसादवेयु ।। १ ।।" Page 77 of 191 Page #78 -------------------------------------------------------------------------- ________________ “એકાંતે મિથ્યાત્વથી વ્યાપ્ત ચિત્તવાળા જીવો, તત્ત્વને અને અતત્ત્વને જાણતા જ નથી; કારણ કે-જાત્યન્ધ આત્માઓ શું કોઇ પણ વસ્તુના સમુદાયમાં ‘આ વસ્તુ સુંદર છે અને આ વસ્તુ અસુંદર છે' -એવા વિવેકને પામી શકે છે ? અર્થાત્ નથીજ પામી શકતા; એજ રીતિએ મિથ્યાત્વથી ઘેરાયેલા આત્માઓ પણ તત્ત્વાતત્ત્વનો વિવેક નથી કરી શકતા.” મિથ્યાત્વની અચિસ્ક્યિતા આજ હેતુથી કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા મિથ્યાત્વને પરમ રોગ તરીકે, પરમ અંધકાર તરીકે, પરમશત્રુ તરીકે અને પરમ વિઘ્ન તરીકે ઓળખાવીને, એની અચિકિત્સ્ય દશાનું વર્ણન કરતાં માવે છે કે “મિથ્યાત્વ પરમો રોગો, મિથ્યાત્વ પરમં તમ: । मिथ्यात्वं परमः शत्रु-मिथ्यात्वं परमं विषम् ।। १ ।। जन्मन्येकत्र दुःखाय, रोगो ध्वान्तं रिपुर्विषम् । 3પિ નન્મસહસ્ત્રેષુ, મિથ્યાત્વિિત્સિવમ્ || 2 ||” “મિથ્યાત્વ એ પરમ રોગ છે, મિથ્યાત્વ એ પરમ અંધકાર છે, મિથ્યાત્વ એ પરમ શત્રુ છે અને મિથ્યાત્વ એ પરમ વિષ છે. રોગ, અંધકાર, શત્રુ અને વિષ એ તો માત્ર એક જન્મને વિષે દુઃખને માટે થાય છે, પણ મિથ્યાત્વ તો હજારો જન્મને વિષે અચિકિત્સક છે, એટલે એનો વિપાક આત્માને હજારો ભવો સુધી ભોગવવો પડે છે.” આ ઉપરથી સમજી શકાશે કે-શરીરમાં ઉત્પન્ન થતો રોગ, દ્રષ્ટિમાં આવતો અંધકાર, સામે દેખાતો શત્રુ અને આપણે જોઇ શકીએ છીએ તે વિષ, જેટલું ભયંકર નથી તેટલું ભયંકર આ મિથ્યાત્વ છે, કારણ કે-જો રોગાદિ દુ:ખ આપે તો માત્ર એકજ ભવમાં આપી શકે છે, જ્યારે મિથ્યાત્વ તો અનેક ભવો સુધી આત્માને નરકાદિ અંધકારમાં પટકી ચિરકાલ સુધી સારામાં સારી રીતિએ કારમી નિર્દયતાપૂર્વક રીબાવી શકે છે. મિથ્યાત્વનું સ્વરૂપ આ કારમા રાગનું સ્વરૂપ વર્ણવતાં કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા વર્ણવે છે કે “àવે તેવવૃધ્ધિયા, ગુરુધીરભુરો ૫ યા | अधर्मे धर्म्मबुद्धिश्च, मिथ्यात्वं तद्विपर्ययात् || १ ||” “મિથ્યાત્વનું સ્વરૂપ સમ્યક્ત્વથી વિપરીત છે, એટલે સમ્યક્ત્વ જેમ દેવમાં દેવબુદ્ધિ, ગુરૂમાં ગુરૂબુદ્ધિ અને ધર્મમાં ધર્મબુદ્ધિ કરાવે છે, તેમ મિથ્યાત્વ એ અદેવમાં દેવબુદ્ધિ, અગુરૂમાં ગુરૂબુદ્ધિ અને અધર્મમાં ધર્મબુદ્ધિને ઉત્પન્ન કરાવે છે, એટલું જ નહિ પણ મિથ્યાત્વમાં જેમ અદેવમાં દેવબુદ્ધિ, અગુરૂમાં ગુરૂબુદ્ધિ અને અધર્મમાં ધર્મબુદ્ધિ કરાવવાનું સામર્થ્ય છે, તેમ દેવમાં અદેવબુદ્ધિ કરાવવાનું, ગુરૂમાં અગુરૂપણાની બુદ્ધિ કરાવવાનું અને ધર્મમાં અધર્મપણાની બુદ્ધિ કરાવવાનું સામર્થ્ય પણ છે.” મિથ્યાદર્શનનો મહિમા Page 78 of 191 Page #79 -------------------------------------------------------------------------- ________________ આજ વસ્તુને “શ્રી ઉપમિતિ ભવ પ્રપંચા’ નામની મહાકથાના રચયિતા શ્રી સિદ્ધર્ષિ ગણિવર મિથ્યાદર્શનના મહિમા તરીકે ઘણા જ વિસ્તારથી વર્ણવે છે અને એ વસ્તુ આ મિથ્યાત્વની કારમી રોગમયતા, અંધકારમયતા, શત્રુતા અને વિસ્મયતા સમજવા માટે અવશ્ય સમજવા જેવી છે, મિથ્યાદર્શનનો મહિમા સમજાવવા માટે, પ્રથમ તો મિથ્યાદર્શન નામનો મોહરાજાનો મહત્તમ શું કરે છે, એ વસ્તુનો સામાન્ય ખ્યાલ આપતાં એ પરમોપકારી કથાકાર પરમર્ષિ ક્રમાવે છે કે ___अदेवे देवसड़कल्प मधम धर्ममानिताम | अतत्त्वे तत्त्वबुद्धिं च, विधसे सुपरिस्फुटम् ।। १ ।। अपात्रे पात्रतारोप-मगुणेषु गुणग्रहम् । સંરહેતૌ નિર્વા-દેતુમાd jરોત્યયમ્ II ૨ IT” આ મિથ્યાદર્શન નામનો મોહરાજાનો મહત્તમ, અતિશય સ્પષ્ટપણે અદેવમાં દેવનો સંકલ્પ ઉત્પન્ન કરે છે, અધર્મમાં ધર્મ માનિતાને પેદા કરે છે અને અતત્ત્વમાં તત્ત્વબુદ્ધિને પ્રગટ કરે છે તથા અપાત્રમાં પાત્રતાનો આરોપ કરે છે, અગુણોમાં ગુણનો ગ્રહ કરે છે અને સંસારના હેતુમાં નિર્વાણના હેતુભાવને કરે છે. અર્થાત્ મિથ્યાદર્શનને વશ પડેલા આત્માઓ અદેવમાં દેવપણાનો અને દેવમાં અદેવપણાનો સંકલ્પ કરતા. થઇ જાય છે, અધર્મમાં ધર્મપણાની અને ધર્મમાં અધર્મપણાની માન્યતા કરતા બની જાય છે, અતત્ત્વમાં તત્ત્વબુદ્ધિને અને તત્ત્વમાં અતત્ત્વબુદ્ધિને ધરતા થઇ જાય છે, એટલું જ નહિ પણ અપાત્રમાં પાત્રતાનો અને પાત્રમાં અપાત્રતાનો આરોપ અને અગુણોમાં ગુણપણાનો ગ્રહ તથા ગુણોમાં અગુણપણાનો ગ્રહ કરવા સાથે સંસારના હેતુમાં નિર્વાણના હેતુભાવનો અને નિર્વાણના હેતુમાં સંસારના હેતુભાવનો સ્વીકાર કરતા થઇ જાય છે. જે મિથ્યાદર્શન, શુદ્ધ મહાદેવોને અને શુદ્ધ ધર્મોને આચ્છાદિત કરવાપૂર્વક અધમમાં અધમ આત્માઓને મહાદેવ તરીકે અને પ્રાણીઓનો ઘાત કરનારા તથા મલિનભાવને વધારનારા અશુદ્ધ ધર્મોને શુદ્ધ ધર્મો તરીકે વિશ્વમાં પ્રતિષ્ઠિત કરી વિશ્વમાં એની પૂજ્યતા અને ઉપાદેયતા સિદ્ધ કરે છે. (૧૪) જ્ઞાન આદરૂં, (૧૫) દર્શન આદરૂં, (૧૬) ચારિત્ર આદરૂં. આ ત્રણ બોલનું વિવેચન શરૂ થાય છે. એમાં સૌથી પહેલા જ્ઞાન આદરૂં. જ્ઞાન આપું એ ચોદમાં બોલમાં જ્ઞાની ભગવંતોએ શું કહ્યું છે એ જણાવાય છે. જેના શાસનમાં જ્ઞાન એટલે સમ્યજ્ઞાન કહેવાય છે. જે જીવાદિ પદાર્થોનું જ્ઞાન પેદા કરાવીને પોતાના આત્માના હિતની બુદ્ધિ પેદા કરાવે અને વિરતિની ભાવના પેદા કરાવે તે જ્ઞાન સમ્યજ્ઞાન કહેવાય છે તથા વિરતિની ભાવના પેદા કરાવીને વિરતિને પ્રાપ્ત કરાવે તે સમ્યજ્ઞાન કહેવાય છે. તત્ત્વચિન્તનની આવશ્યક્તા આવા મહત્ત્વના મનુષ્ય જન્મને પામીને માણસ જો અસાર વસ્તુનો ત્યાગ માટે અને સારી વસ્તુનાં સ્વીકાર માટે ઉધમશીલ ન બને, તો એને મળેલો મનુષ્યભવ એળે ગયો એમ કહેવાય. અસાર વસ્તુનો Page 79 of 191 Page #80 -------------------------------------------------------------------------- ________________ ત્યાગ કરવાને માટે અને સાર વસ્તુનો સ્વીકાર કરવાને માટે તત્ત્વચિન્તન કરવું, એ પણ બહુ આવશ્યક વસ્તુ છે. તત્ત્વોનું ચિન્તન કરતાં આત્માને સાર અને અસાર વસ્તુઓનો ખ્યાલ આવે છે તેમજ અસારનો ત્યાગ અને સારનો સ્વીકાર કરવાની પ્રેરણા જાગે છે : પરન્તુ આજે તત્ત્વચિન્તનમાં રહેનારા માનવી કેટલા ? ઘણા જ વિરલ ! તત્ત્વનું જ્ઞાન સંપાદન કરવાની ઇચ્છા જ આજે બહુ જ ઓછા આદમીઓમાં નજરે પડે છે. તત્ત્વજ્ઞાન પ્રાપ્ત કરવું જોઇએ અને તત્ત્વચિન્તન કરી અસારનો ત્યાગ તથા સારનો સ્વીકાર કરવો જોઇએ, આટલો ખ્યાલ પણ જ્વલ્લે જ દેખાય છે. આથી નરજન્મ મહત્ત્વનો હોવા છતાં પણ, એની પ્રાપ્તિ દ્વારા મનુષ્યોને જે લાભ થવો જોઇએ તે લાભ થતો નથી અને મોટા ભાગના મનુષ્યોનો જન્મ એળે જાય છ. તત્ત્વબુદ્ધિ એટલે ? તત્ત્વબુદ્ધિવાળા આત્માઓ જ, નિદ્રા અને વિકથાથી બચીને તત્ત્વોના સ્વરૂપાદિ સમ્બન્ધની વાતોને સાંભળવામાં સાવધાન મનવાળા બની શકે છે. તેઓ શ્રૃંગારકથા અને હાસ્યકથા આદિમાં જ એકાગ્ર મનવાળા બનનારા હોતા નથી, એટલું જ નહિ, પણ તત્ત્વરસિકતાના યોગે તેઓ શ્રૃંગારકથા આદિના શ્રવણથી પણ દૂર રહેવાની વૃત્તિવાળા બને છે. સ॰ તત્ત્વબુદ્ધિ એટલે ? જીવાજીવાદિ તત્ત્વોના સાચા સ્વરૂપને જાણવાની બુદ્ધિ. જીવાજીવાદિતત્ત્વોના સ્વરૂપને સાંભળવાની, વિચારવાની, સમજવાની અને હૈયામાં સુસ્થિત કરવાની વૃત્તિથી જો સદ્ગુરૂઓના શ્રીમુખે શ્રી જિનાગમોનું શ્રવણ થાય, તો આત્માને તેથી અનહદ લાભ થાય છે. તમે વ્યાખ્યાન સાંભળવા આવો છો, તે આ વૃત્તિથી જ આવો છો ને ? આ વૃત્તિથી ધર્મદેશના સાંભળવા આવવું જોઇએ અથવા તો એ વૃત્તિને પેદા કરવાનો હેતુ હોવો જોઇએ. એ વિના તત્ત્વોના સ્વરૂપને સાવધાન મનથી સંભળાય, એ મુશ્કેલ છે અને કદાચ સાવધાન મને સંભળાઇ જાય તો પણ, એ વૃત્તિ વિના ધર્મશ્રવણના યોગે આત્માને જે લાભ થવો જોઇએ, તે લાભ થાય એ નહિ. ઉપકારિઓ જેમ જીવાજીવાદિને તત્ત્વ તરીકે વર્ણવે છે, તેમ ક્ષાન્તિ આદિ દશ પ્રકારના ધર્મને પણ તત્ત્વ તરીકે વર્ણવે છે. ક્ષાન્તિ આદિ દશ પ્રકારના ધર્મને તત્ત્વ તરીકે વર્ણવતાં ઉપકારી મહાપુરૂષ માવે છે કે "तत्तं दसविहो धम्मो, खंती भव अज्जवं । मुत्ती तवो दया सच्चं, सोयं बंभमकिंचणं || १ ||” ક્ષાન્તિ એટલે ક્રોધનો અભાવ, માર્દવ એટલે માનનું વર્જન, આર્જવ એટલે અભિપ્રાયની સરલતા, મુક્તિ એટલે નિર્લોભતા તથા પરિગ્રહરહિતતા, તપ એટલે ઇચ્છાઓનો નિરોધ, દયા એટલે જીવોનું રક્ષણ, સત્ય એટલે નિરવ નિર્દોષ વચન, શૌચ એટલે ચિત્તનું નિર્મલપણું, બ્રહ્મ એટલે અઢાર પ્રકારે મૈથુનનું વિવર્જન અને આર્કિચન્ય એટલે કોઇ પણ વસ્તુનું મારે કાર્ય નથી, એ પ્રકારની નિઃસ્પૃહતા. અનન્ત ઉપકારી ભગવાન શ્રી જિનેશ્વરદેવોએ ફરમાવેલા ધર્મના આ દશ પ્રકારો છે. આ દશ પ્રકારના ધર્મને યથાસ્થિતપણે સેવનારા પુણ્યાત્માઓ, પોતાના આત્માને અચિરકાળમાં જ જડ કર્મોના સંયોગથી સર્વથા મુક્ત બનાવી શકે છે. આ દશ પ્રકારના ધર્મોનું યથાસ્થિત પ્રકારનું સેવન, એ જ મોક્ષની સાધનાનો ઉપાય છે. આ દશ પ્રકારનો ધર્મ મુક્તિનું કારણ હોવાથી, આ ધર્મને પણ ઉપકારી મહાપુરૂષોએ તત્ત્વ તરીકે ફરમાવેલ છે. શ્રી જિનાગમોનું શ્રવણ કરવાના યોગે આ દશ પ્રકારના ધર્મોના જ સેવનમાં તત્પર બની જવાની જે બુદ્ધિ, એ પણ તત્ત્વબુદ્ધિ છે. આ ધર્મોના સ્વરૂપને જાણવાને માટે અને આ ધર્મોના સ્વરૂપને Page 80 of 191 Page #81 -------------------------------------------------------------------------- ________________ જાણીને આ ધમાને સેવનારા બનવા માટે પણ, શ્રી જિનાગમોનું શ્રવણ આવશ્યક છે. શ્રી જિનાગમોનું એકાગ્ર મને શ્રવણ કરવાને માટે, શૃંગારકથા આદિ કથાઓના રસનો પણ ત્યાગ કરવો જોઇએ. તત્વવેદિઓમાં અન્તર્ભાવ પામવાનો ઉપાય “तत्ववेदिष्वात्मनोडन्तर्भावमभिलपता सकलकालं सर्वेण स्वविकल्पजल्पाचरणानां सार्थकत्वं यत्नतः परिचिन्तनीयम, तद्धदिनां च पुरतः कीर्तनीयम, ते हि निरर्थकष्वप्यात्मविकल्पजल्प व्यापारेषु सार्थकत्वबुद्धिं कुर्वन्तमनुकम्पया वारयेयु: “પોતાનો અંતર્ભાવ તત્ત્વવેદિઓમાં કરવાને ઇરછતા સર્વ કોઇ આત્માએ સદાય પોતાના વિકલ્પો, જભો અને આચરણો, એટલે કે-વિચારો, ઉચ્ચારો અને આચારોના સાર્થકપણાનું પરિચિંતન યત્નપૂર્વક કરવું જોઇએ : અને વિચારો, ઉચ્ચારો તથા આચારોના સાર્થકપણાને જાણતા પુણ્યપુરૂષોની આગળ તેનું કીર્તન કરવું જોઇએ : કે જેથી તે પરમ ઉપકારી પુણ્યાત્માઓ નિરર્થક એવા પોતાના વિકલ્પોમાં, જલ્પોમાં અને વ્યાપારોમાં સાર્થકત્વ બુદ્ધિને કરતા આત્માને અનુકંપાના યોગે રોકે.” આ રીતિએ એકેએક વિચારની, એકેએક ઉચ્ચારની અને એકેએક આચારની સાર્થકતાનો નિરંતર વિચાર કરવાથી તથા તે સઘળાય વિચારો, ઉચ્ચારો અને આચારોનું પરીક્ષણ તત્ત્વવેદી તારકો પાસે કરાવી તે તારકોની આજ્ઞા મુજબ વર્તવાથી, આપણે પણ તેવા શુદ્ધ તત્ત્વવેદી બનીને શુદ્ધ ઉન્નત જીવન જીવતા થઇ શકીશું અને પરિણામે અનંત સુખના ધામરૂપ મુક્તિસ્થાને આપણા આત્માને પહોંચાડી શકીશું. તત્ત્વવિચારણાથી થોબંધ મૈનિર્જરા તત્ત્વની વિચારણા બુદ્ધિમાં સુન્દરતાને લાવે છે. ઉન્માર્ગે જતી બુદ્ધિને સન્માર્ગે વાળવામાં તત્ત્વવિચારણા બહુ જ અગત્યનો ભાગ ભજવે છે. તત્ત્વવિચારણાના યોગે આત્મામાં બુદ્ધિની નિર્મલતા પ્રગટે છે. બુદ્ધિની નિર્મલતા આત્માને પાપથી કંપાવે છે. નિર્મલ બુદ્ધિવાળો આત્મા પાપ માત્રથી દૂર રહેવાનો પ્રયત્ન કરે છે. થોડું પણ પાપ થઇ જાય, તો ય તેનામાં પશ્ચાત્તાપ આદિ હોવાના કારણે તેનો બન્ધ ઇતરોના જેવો હોતો નથી. સમ્યગ્દષ્ટિ એટલે તત્ત્વરુચિવાળો જીવ. તે પાપનો રસિક તો હોય જ નહિ. એ તો પાપ માત્રથી બચવાની ભાવનાવાળો હોય, એટલે તે પાપ આચરે તો ય કેટલું આચરે ? થોડું ! અને એ થોડા પણ પાપને આચરવું પડે તોય તેનામાં પશ્ચાત્તાપાદિ ન હોય એમ નહિ. આ સ્થિતિમાં, નિર્બસ પરિણામ નહિ હોવાના કારણે, બન્ધ અલ્પ થવો તે સ્વાભાવિક છે. આ તો બન્ધની વાત થઇ, પણ સાથે જ સમજી લેવું કે-તત્ત્વવિચારક આત્મા થોકબંધ કર્મનિર્જરા સાધી શકે છે. તત્ત્વવિચારણાના યોગે કર્મનિર્જરા સધાય છે અને કદાચ બન્ધ થાય છે, તોય તે એવા પ્રકારનો થાય છે, કે જે આત્માના હિતમાં હાનિકર નિવડતો. નથી, પણ આત્માના હિતની સાધનામાં સહાયક નિવડે છે. પુણ્યાનુબંધી પુણ્યનો એ બંધ હોય છે. એ પૂણ્યકર્મ ઉદયાવસ્થાને પામતાં વિષયરાગાદિને નહિ, પણ વિષયવિરાગાદિને જ વધારનારું નિવડે છે. તQરમણતા સભા સંયમ ગુણ સ્યા વિના, તત્ત્વરમણતા હો કેમ નામ કહાય કે; ગજપાખર ખર નવિ વહે, Page 81 of 191 Page #82 -------------------------------------------------------------------------- ________________ તેહની ગુરૂતા હો આત્મામાં સમાય કે. બરાબર, એમાં કશું જ ખોટાપણું નથી : પણ એ તત્ત્વરમણતાની મર્યાદા સમજવા જેવી છે. જ્ઞાનિએ તત્ત્વરમણતા ચોથ, પાંચમે, છછું, સાતમે અને યાવત તેરમે માની : યાવ-સિદ્ધાવસ્થામાં પણ માની. પૂરેપૂરી તત્ત્વરમણતા છટ્ટે જ આવી જાય છે એમ નહિ. જ્ઞાનિના એક એક વચનને જે જે સ્થાને જેટલી જેટલી હદે હોય તે તે સ્થાને તેટલી તેટલી હદે વર્ણવવું, એનું નામ સમ્યગ વર્ણન છે. તત્ત્વરમણતા શબ્દ ચોથે ગુણઠાણેથી યાવત્ ચૌદમે, યાવત્ સિદ્ધપદે વિરાજેલા આત્મા માટે પણ વપરાય : કારણ કે-સિદ્ધ પરમાત્મામાં પણ આત્મરમણતા તો બેઠી જ છે. ચૌદમાં ગુણઠાણે રહેલા આત્માઓ અહિંસક, તરસે રહેલા આત્માઓ પણ અહિંસક અને છઠ્ઠ ગુણસ્થાનકે રહેલા આત્માઓ પણ અહિંસક : પણ એ અહિંસામાં કેટલો ભેદ ? આભ-જમીન જેટલો ભેદ. તત્ત્વ-રમણતા શબ્દને સંપૂર્ણ અંશે, અમૂક જ સ્થળે પકડી લેવામાં આવે, તો. શબ્દના અર્થભેદ ગુણસ્થાનકને અંગે રહ્યા, તે સમજી શકાતા નથી. “HI | PI તુજ પણ ન ગોખી શકતા અને “માષ-તુષ' થઇ જતું, એ મુનિવરમાં કયી તત્ત્વરમણતા હતી, કે જેના યોગે કેવલજ્ઞાનની પ્રાપ્તિ તે મહાપુરૂષ કરી શક્યા ? ચરમશરીરી “શ્રી અતિમુક્તક’ નામના મુનિવર, કે જેઓ અપકાયમાં પોતાની કાચલીને નાવડી તરીકે તરાવે, પોતાની નાવા તરે-એમ માની ખુશી થાય, એમાં હિંસા થાય-એ પણ જેઓ ખ્યાલમાં રાખી શક્યા નથી, તે મુનિવરમાં કયી જાતિની તત્ત્વરમણતા હતી ? તમે પ્રશ્ન કર્યો તો. તત્ત્વરમણતાની વ્યાખ્યા આબાલ-ગોપાલ સમજે તેમ સમજાવો. જરૂર, તત્ત્વરમણતા વિના, ક્ષપકશ્રેણિએ ચઢયા વિના, ચારેય ઘાતી કર્મનો ક્ષય થયા વિના, કેવળજ્ઞાન થતું નથી ! –પણ અહીં કયી તત્ત્વરમણતા હતી, એ બતાવો ! તત્ત્વરમણતાની વ્યાખ્યા બાંધો ચોથે ગુણઠાણેથી માંડી, જ્યાં સુધી તે ઘટી શકે છે ત્યાં સુધીની તત્ત્વરમણતા એક સરખી માનો છો કે ઘણો ઘણો ભેદ છે એમ સમજો છો ? કે પછી તત્ત્વરમણતાના નામે કાંઇક બીજું જ કહેવા માંગો છો ? જ્ઞાનિપુરૂષાએ પૂજાઓમાં, રાસોમાં, સ્તવનોમાં, સઝાયોમાં અમૂક ગુણો, અમૂક ગુણોની વ્યાખ્યા અને બીજી જે જે વાત લખી, તેની મર્યાદા વિચારી પછી બોલો. અર્થની હદ ન સમજાય, ત્યાં સુધી માત્ર શબ્દને પડનાર, શ્રી જૈનશાસનમાં તત્ત્વને પામી શકતા નથી. તત્ત્વરમણતા શબ્દ એટલો સુંદર અને ગંભીર છે અને એટલી હદે એટલા સ્થાને યોજાયો છે કે-જેને એકતરફી ખેંચાય તો અનર્થ થાય. શ્રી જિનેશ્વરદેવના શાસનમાં કાં તો જ્ઞાની મોક્ષમાર્ગ આરાધે : અને કાં તો જ્ઞાનિની નિશ્રાવાળા મોક્ષમાર્ગ આરાધે. જ્ઞાની તો તત્ત્વના જ્ઞાતા છે, એમાં શંકા છે જ નહિ, પણ બીજામાં તત્ત્વરમણતા કયી ? “જે શ્રી જિનેશ્વરદેવે કહ્યું, જે તારક ગુરૂએ કહ્યું-તેજ સત્ય, એમાં જ મારા આત્માનો નિસ્તાર !' તારક ગુરૂ કહે કે- “તું નવકાર ભણ ! એમાં તારું કલ્યાણ' -તો એ એજ કરે. ગુરૂ જે કહે તેમાં જ શ્રેય: માને જ્ઞાનિની નિશ્રાએ ચાલે તેની આ ભાવના. એક આદમી અટવીનો જાણકાર હોય અને પાછળના એક હજાર અજાણ હોય. જાણકાર તો જોતો જોતો ચાલે, પણ પાછળના હજાર રહ્યા એ તો કહે છે કે- “ગરબડ ન કરો : આમની પાછળ ચાલો !' એમ કરવાથી પેલો જાણકાર પણ ઘેર જાય અને એક હજાર પણ ઘેર જાય. કોઇ પૂછે કે- “એક હજાર ને એક ગામમાં આવ્યા : તે બધાએ માર્ગના જાણકાર હતાં કે નહિ ?' પેલા કહે છે કે સમૂહમાં જાણકાર તો એક જ હતા, પણ હજાર એવા ડાહ્યા હતા કે એના કહ્યા. મુજબ ચાલતા, માટે આવ્યા.' કોઇ કહે કે- “માર્ગને જાણ્યા વગર તો અવાય જ નહિ, તો કેમ આવ્યા ?' ઉત્તરમાં એજ કહેવાય કે- “જાણકારની નિશ્રાએ ચાલનારા પણ જાણકાર જ કહેવાય !' પણ વિચારવાનું એ છે કે-પેલો જાણકાર પણ જાણકાર કહેવાયો અને જાણકારની નિશ્રાએ ચાલનારા પણ જાણકાર કહેવાયા, પણ એ એકની સાથે જોડાયેલો જાણકાર શબ્દ અને હજારની સાથે જોડાયેલ જાણકાર Page 82 of 191 Page #83 -------------------------------------------------------------------------- ________________ શબ્દ, એ બેના અર્થમાં ઘણો ભેદ છે. આ સમજાય છે યા નહિ ? “જાણ્યા વિના ઘેર પહોંચાય જ નહિ” -એમ માની આગળ -પાછળના બેયને સરખા જાણકાર સમજે, તો તે મૂર્ખાઇ ખરી કે નહી ? સ્તવન, સઝાય, ઢાળમાં કયી વાત નિશ્ચય નયની અથવા કયી વાત વ્યવહાર નયની, એ વિચાર્યા વિના, અર્થ કરવા. બેસનાર ઉન્માર્ગે ચઢી જાય તો નવાઇ પામવા જેવું નથી. નિશ્ચય, વ્યવહાર, સપ્તભંગી, ઇત્યાદિનો વિચાર કર્યા વિના, શાસ્ત્રોમાં કહેવાએલી વાતોને જો પકડી લેવાય, તો પરિણામ એ આવે કે-વસ્તુ વસ્તુ તરીકે ના સમજાય : માટે મહાપુરૂષો જ્યાં તત્ત્વરમણતા શબ્દનો પ્રયોગ કરે, ત્યાં તેની અપેક્ષાને પણ સમજો ! ચોથેથી તેરમાં ગુણઠાણા સુધી-ચૌદમે પણ-તત્ત્વરમણતા ! સિદ્ધાવસ્થાની પણ તત્ત્વરમણતા. બધે એક જ જાતની તત્ત્વરમણતા લઇએ તો ? નવ તત્ત્વની ગાથા વિચારો - "जीवाइ नव पयत्थे, जो जाणइ तस्स होइ सम्मत्तं । __ भावेण सद्दहंतो, अयाणमाणे वि सम्मत्तं ।।" આ નવ તત્ત્વને જાણે તેને સમ્યકત્વ હોય, પણ સર્વમાં તત્ત્વ જાણવાની તાકાત નથી. તેવો. ક્ષયોપશમ હોય અને ન પણ હોય. કદાચ જાણતો ન પણ હોય, નવમાંથી એક પણ તત્ત્વની સમજણ ન પણ હોય, જીવના ભેદ-પ્રભેદ પણ ન જાણે, પણ ભાવથી સદહે : કહે કે- ‘કમતાકાત છું, સમજી શકતો નથી, પણ જે તત્ત્વો શ્રી જિનેશ્વરદેવે કહ્યાં છે, તે સર્વ સાચાં જ છે.” -તેને પણ સમ્યકત્વ હોય, ત્યાં તત્ત્વરમણતા કયી ? જાણકાર તો જીવ-અજીવ બધું ચિત્તવે. એક પરમાણુ ઉપરની વિચારણામાં છદ્મસ્થાવસ્થામાં શ્રી. મહાવીર ભગવાને છ મહિના પસાર કર્યા. એ પણ ચિરકાલ સુધી છઠું ગુણઠાણે હતા. અહીં એ બુદ્ધિમાં પણ આવતું નથી. આજના છઠ્ઠા ગુણઠાણે એ તત્ત્વરમણતા લાવોને ? સાતમે ગુણઠાણે કાળ કેટલો ? અંતરમુહૂર્ત શ્રી ગણધરદેવની તત્ત્વરમણતા કયી ? ચૌદ પૂર્વધર મહર્ષિની કયી ? દશ પૂર્વધર મહર્ષીની કમી ? એક પૂર્વધર મહર્ષિની કયી ? અંગપાઠી મુનિવરોની કયી ? અને જ્ઞાન વિનાના-કેવલ દશવૈકાલિકનાં ચાર અધ્યયન જાણનારની તત્ત્વ-રમણતા કયી ? ભગવાન શ્રી દુષ્ણસહસૂરિ કેવા ? લાયકસમકિતી, એકાવતારી, યુગપ્રધાન ! કહો ત્યાં કયી તત્ત્વરમણતા ? જે કાળે, જે આદમીમાં જેટલું જ્ઞાન, તે કાળે, તે આદમી દેવ-ગુરૂની નિશ્રાએ તત્ત્વની શ્રદ્ધાપૂર્વક વિચારણા કરે. ત્યાં અમૂક પદો લાવીને અમૂક શબ્દોથી વાત કરો તે કેમ ચાલે ? માટે સમજપૂર્વક વાત કરવી એજ યોગ્ય ગણાય. તત્વના અભ્યાસી બનો સંતોષગુણ કેળવવાને માટે ઇરછાઓનો નિરોધ એ પરમ આવશ્યક વસ્તુ છે. આત્મા સવિચારશીલ બન્યા વિના પોદ્ગલિક ઇરછાઓનો નિરોધ સાધવાની સાચી ભાવના આત્મામાં પ્રગટતી. નથી અને ઇચ્છાનિરોધની સાધના સદાચારશીલ બન્યા વિના થઇ શકતી નથી. સાચો સદાચારશીલ તેજ બની શકે છે, કે જે ઉદારતા ગુણને પામ્યો હોય છે. આથી આપણે ઉદાર જીવનનો કાંઇક ખ્યાલ રજૂ કર્યો છે. પણ મૂળ વસ્તુ તો સર્વિચારશીલતા છે. સદ્વિચારશીલતા આવે ક્યારે ? સવિચારશીલતા ત્યારે જ આવે, કે જ્યારે તત્ત્વજ્ઞ મહાપુરૂષોએ ક્રમાવેલી વાતોને હૃદયસ્થ બનાવાય. તત્ત્વજ્ઞ મહાપુરૂષોએ ક્રમાવેલી. વાતોને સાધુજનોના મુખે સાંભળવી, એના ઉપર વિચાર કરવો, એનું મનન કરવું, એ વાતો ન સમજાયા ત્યાં સુધી યોગ્ય પુરૂષોને પૂછી-પૂછીને સમાધાન મેળવવાનો પ્રયત્ન કરવો અને એમ સાચી સમજણ ઉપર સ્થિર થઇ જવું. શરૂમાં જ કહેવાયું છે કે-આ વસ્તુ પ્રત્યે બેદરકારી દિન-પ્રતિદિન વધતી જાય છે અને એથી સદ્ગણો દૂર રહે છે તથા દુર્ગુણો પોષાતા જાય છે. Page 83 of 191 Page #84 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વના અર્થની શ્રદ્ધા કેળવો આ રીતિ શ્રી જિનેશ્વરદેવના દર્શનમાં સમ્યગદર્શનની મહત્તા સમજી, તેના સ્વરૂપથી એકે એક મોક્ષના અર્થિએ સુપરિચિત થવું જોઇએ. સમ્યગ્દર્શન, એ તો શ્રી જિનેશ્વરદેવના ધર્મરૂપ પ્રાસાદનો પાયો છે : એટલે કે- તેના ઉપર જ શ્રી જિનેશ્વરદેવના ધર્મરૂપ પ્રાસાદનો આધાર છે. આથી આપણે જોઇ ગયા કે-તેનું સ્વરૂપ દર્શાવતાં આચાર્યદેવ શ્રી મલયગિરિજી મહારાજાએ ક્રમાવ્યું કે “સભ્યg-વિપરીત ૮ર્શનં-તત્ત્વાર્થશ્રદ્ધાનં સમ્પર્શનું !” તત્ત્વોના અર્થોનું અવિપરીત એટલે યથાર્થ શ્રદ્ધાન, તેનું જ નામ સમ્યગદર્શન.' આ સ્થળે એ જ વિચારવાનું છે કે- “ભગવાન શ્રી મલયગિરિજી મહારાજાએ તત્ત્વની શ્રદ્ધા નહિ કહેતાં, તત્ત્વના અર્થની શ્રદ્ધા કેમ કહી ?' જીવ એ તત્ત્વ છે : દરેક આસ્તિક દર્શન એ તત્ત્વને સ્વીકારે છે : પણ તત્ત્વનો ભાવ પામી શકતા નથી અને તત્ત્વ માત્રને બોલી જવાથી કંઇ વળે નહિ. આથી – “જીવા એટલે શું ?' –એ ખાસ સમજવું જોઇએ. આ વિશ્વમાં જીવ, અજીવ એ બે તત્ત્વ જ્ઞેય છે. સારી દુનિયામાં મૂખ્યપણે જીવ અને અજીવ એ બે જ તત્ત્વો છે : આ બે તત્ત્વ સિવાયની ચીજ આ દુનિયામાં નથી. એ બે તત્ત્વોને જાણ્યા વિના ઇષ્ટ સાધના નજ થાય, માટે એ તત્ત્વો શેય છે. આથી કેવળ એ તત્ત્વોનો શાબ્દિક આડંબર કરવાથી કંઇજ ન વળે : તે તત્ત્વોને તેના તેના સ્વરૂપથી, લક્ષણથી અને ભેદ-પ્રભેદોથી જાણવાની મહેનત કરવી જોઇએ. પુણ્ય અને પાપનું સર્જન, એ અજીવ તત્ત્વમાંથીજ થાય છે. આત્માએ ભાવના અને ક્રિયાથી આત્મા સાથે યોજેલા અજીવના સારા અણુ તે પુણ્ય અને ખરાબ અણુ તે પાપ : અજીવના સારા અણુના ઉદય યોગે મળેલી સામગ્રી તે પુણ્યોદય અને ખરાબ અણુના યોગે મળેલી સામગ્રી તે પાપોદય : પૂણ્યોદય તે પૂણ્યનો વિપાક (ળ) અને પાપોદય તે પાપનો વિપાક (ળ) : પૂણ્ય-પાપનાં અણુઓનું આગમન (આવવું) તે અને જેના યોગે આવે તે આશ્રવ : અને એ અણુઓ જેના યોગે આવતાં અટકે તે સંવર : જૂના-નવા અણુઓનો મેળાપ તે બંધ અને લાગેલાં અણુઓનું અંશે અંશે નીકળવું તે અને જેના યોગે નીકળે તે નિર્જરા : પૂરેપૂરી રીતિએ આત્મા ઉપર લાગેલ સઘળાં અજીવ અણુઓનો ક્ષય તેનું નામ મોક્ષ. નવે તત્ત્વનો સામાન્ય રીતિએ આ અર્થ છે. આથી એ સુનિશ્ચિત છે કે-જીવ તથા અજીવ તત્ત્વના જાણનારને એ નિશ્ચય થવો જ જોઇયે કે-જીવ તથા અજીવ એ બે જૂદાં જ તત્ત્વો છે : બેયનું સ્વરૂપ એક એકથી સર્વથા ભિન્ન (જૂદું) છે. પુણ્ય તથા પાપ, એ કર્મનાં અણુઓ છે અને એથી એ અજીવ છે : એની અસર આત્મા પર છે કેમકે - આત્મા એની સાથે સંલગ્ન (જોડાયેલો) છે. શુભ કે અશુભનો ઉદય, એ તો. પુદ્ગલની નાશભાગ છે. એની અસર આત્મા પર થાય છે, કેમકે-આત્મા એની સાથે જોડાયેલો છે. આત્મા ઉપર શુભ દ્રવ્યના સંયોગની શુભ અસર અને અશુભ દ્રવ્યના સંયોગની અશુભ અસર થાય છે એ સંયોગ જાય ત્યારે ફળ આપતો જાય : શુભ કે અશુભ ફ્ટ ભોગવવાં પડે. એકલો ચેતન સ્વ-સ્વરૂપમાં લીન થાય, અને એકલો જડ જગતમાં આથડે : ચેતન અને જડમાં ભેદબુદ્ધિ થાય કે તરત કાર્યવાહીમાં પણ ફાર થાય. જીવ અને અજીવ તત્ત્વને જાણવાં શા માટે ? એ બેને જાણવાનો એક જ હેતુ કે-મારો આત્મા ચેતન છે અને એને વળગેલ કર્મ અચેતન છે. એ અચેતનની અનંતકાળથી સેવા કરવાથી આત્મા પરવશ બન્યો છે : એવો પરવશ બન્યો છે કે-જડના આધારે જીવે છે. જીવન, એ આત્માનો સ્વાભાવિક ગુણ છે તે જડના યોગે એ ગુણના એણે નાશ કર્યો : બસ, મરણ, મરણ અને મરણ : મરણ જ આત્માની પૂંઠે લાગ્યું છે. એ અજીવના સંયોગથી બચવા માટે જીવ તથા અજીવના સ્વરૂપને સમજી, અજીવના તથા પ્રકારના સંયોગથી અલગ થવાનાજ પ્રયત્ન થવા જોઇયે. પરન્તુ તે પોતાનું તથા પરનું સ્વરૂપ સમજ્યા વિના બને તેમ નથી : Page 84 of 191 Page #85 -------------------------------------------------------------------------- ________________ માટે નવતત્ત્વના અર્થની શ્રદ્ધાને સમ્યગદર્શન કહ્યું છે. સમ્યગદર્શની આત્મા તે કે-જે પુણ્ય અને પાપના આશ્રવમાં તથા બંધમાં ન મૂંઝાય તે. જે મૂંઝાય તે ચેતન ચેતન મટી જડ બની જાય છે. વસ્તુસ્વરૂપનો જ્ઞાતાં. આત્મા શુભના ઉદયમાં કે અશુભના ઉદયમાં, બેમાંથી એકમાં પણ ન મૂંઝાય. તત્ત્વજ્ઞાની કેવા જોઇએ? પ્રાયઃ દરેક શાસ્ત્રકારોએ આ વાત કહી છે કે- તત્ત્વજ્ઞાની ગમે તેવી અવસ્થામાં હોય, તો પણ પોતાના આત્માને નિર્લેપ રાખી શકે છે. તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિ જે આત્માને થાય, તે આત્મા એ તત્ત્વજ્ઞાનના પ્રતાપે કદાચ બંધનના પ્રસંગોમાં હોય તો પણ નિર્લેપ રહી શકે છે. એટલા જ માટે તત્ત્વજ્ઞાનીની કીમત સહુથી વધુ અંકાય છે. તત્ત્વજ્ઞાન એવી મહિમાવંતી વસ્તુ છે કે-એના યોગે આત્માની સ્થિતિ દુનિયાદારીના. વિશિષ્ટ ગણાતા આત્માઓ કરતાં પણ ઉત્કટ રીતિએ ફ્રી જાય છે અને એટલા જ માટે કલ્યાણકાંક્ષી જગને તત્ત્વજ્ઞાની આત્મા ઉપર મોહ હોય છે. પથ્થરના ઢગલામાં પડેલો નાનો પણ હીરો એમ જણાવ્યા. વિના ન રહે કે-હું હીરો છું, તેમ તત્ત્વજ્ઞાની પણ જગના અજ્ઞાન જીવો રૂપી પાષાણોની વચ્ચે રહેલો એક હીરો છે. એ પોતાના સ્વરૂપને કદી ચકતો નથી અને પોતાના પ્રભાવને બતાવ્યા સિવાય રહેતો નથી. સંયોગવશ થઇ પરિવર્તન પામી જાય, તે વાસ્તવિક રીતિએ જ્ઞાની નથી. એવા તત્ત્વજ્ઞાનીને અજ્ઞાનીઓ તત્ત્વજ્ઞાની તરીકે ઓળખાવે અને એની કાર્યવાહીમાં કાંઇ પણ ઇષ્ટ ન મળે કે ન જણાય, તો એને તત્ત્વજ્ઞાની માની લેવામાં જગતનું ભલું નથી. આજે એવા મૂઢ તત્ત્વજ્ઞાનીના પ્રતાપે દુનિયામાં ભયંકર અજ્ઞાન ક્લાઇ રહ્યું છે. અને એવા એક મૂઢ તત્ત્વજ્ઞાનીના પ્રતાપે આજે અનકની સંખ્યામાં ઉભરાઇ રહેલા બનાવટી તત્ત્વજ્ઞાનીઓથી જગતનો ઉદય આજે અટકી રહ્યો છે. જે કાળમાં અજ્ઞાન વક્તાઓ બહુ ભેગા થઇ જાય અને કલ્યાણના અર્થિ શ્રોતાઓ થોડા થઇ જાય, એ કાળમાં દુનિયાની ચઢતી થતી નથી પણ પડતી જ થાય છે. વળી જ્યાં વક્તા જ અજ્ઞાન હોય, ત્યાં કલ્યાણકાંક્ષો શ્રોતાનું પણ શું થાય ? ખરેખર, સાચા તત્ત્વજ્ઞાનિઓની યોગ્ય આત્માઓ ઉપર છાયા જ કોઇ જૂદી પડે છે. સાચા તત્ત્વજ્ઞાનિઓથી જે ઉદય થાય તે સ્થાયી ઉધ્ય થાય છે, ત્યારે તત્ત્વજ્ઞાનશૂન્ય તત્ત્વજ્ઞાનિઓથી જે ઉદય થાય છે તે પ્રાયઃ ક્ષણિક જ હોય છે. એવા તત્ત્વજ્ઞાનિઓથી આરંભમાં ઉદય લાગે, પણ પરિણામે તે ભયંકર નાશમાં જ પરિણમે.” વિશ્વતારક શ્રી તીર્થંકરદેવોમાં ઉપકારની ભાવના અનુપમ છતાં, પ્રાણી માત્ર પ્રત્યે દયાની ભાવના વચનાતીત છતાં, દુ:ખી માત્રને સાચા સુખી કરવાની હૃદયમાં ઉત્કટ વૃત્તિ છતાં, તે તારકો ઉતાવળીયા કેમ ન થાય ? એનો ઉત્તર એ જ છે કે- રોગીઓન રોગરહિત કરવા માટે ઉતાવળ કામ આવતી જ નથી, કારણ કે-ચિત્મિક સુતેલા રોગીથી મુંઝાતો નથી, પણ ઉલ્ટો સ્નેહીઓને કહે છે કે-સુવાડી રાખો. દરદી બોલે ત્યારે કુટુંબીઓ રાજી થાય, પણ ચિકિત્સક કહે-ચૂપ રહેવા ધો બોલાવો નહિ. કારણ કે-બોલવાથી રોગીનું દરદ વધે છે. આત્મકલ્યાણના અર્થિએ જ્ઞાની અને અજ્ઞાનીનું અંતર પરખવું જોઇએ. સ્નેહીઓની દ્રષ્ટિથી બોલાવવામાં સુખ છે, જ્યારે ચિકિત્સકની દ્રષ્ટિએ ચૂપ રાખવામાં સુખ છે. પણ એ ધીરજ જ્ઞાની હોય તે જ રાખી શકે છે. એ જ રીતે દુનિયાનાં પ્રાણીઓને સામાન્યતયા દુ:ખી જોયા અને દયા ઉભરાઇ આવી, તેથી જેના તેનાથી ઉપકાર કરવા દોડી જવાય નહિ. સુખનો ઉપાય જાણ્યા વિના એકદમ સુખી. કરવા પ્રયત્ન કરવો, એ અતત્ત્વજ્ઞાનીનું કામ છે : પણ તત્ત્વજ્ઞાનીનું નથી. દુ:ખી આત્માને જોઇ એ દુ:ખ શાથી એ જે ન વિચારે, તેને તત્વજ્ઞાની કહેવાય જ કેમ ? વિશ્વના તારકોમાં શક્તિ કાંઇ કમ ન હતી : એટલે જો એ તારકો ધારત તો સોનેયાના પણ વરસાદ વરસાવી શકે તેવી શક્તિવાળા હતા અને તે કાળમાં Page 85 of 191 Page #86 -------------------------------------------------------------------------- ________________ પણ દરિદ્રિઓ, ભૂખ્યા અને કંગાલ પણ હતા : તથા તેઓને દુ:ખી જોઇ સુખી કરવાની ભાવના પણ હતી : તે છતાં પણ તે તારકોએ સોનૈયા કે હીરા, માણેક અને પન્નાદિકના વરસાદ કેમ ન વરસાવ્યા ? એના ઉત્તરમાં પણ એ જ કહેવું પડશે કે-હીરા, માણેક કે પન્નાદિકમાં સુખ આપવાની શક્તિ નથી, એમ ઉપકારીઓ જાણતા હતા અને જેનામાં સુખ આપવાની શક્તિ ન હોય, તેના વરસાદ વરસાવી દેવાથી પણ સુખ ક્યાંથી આવવાનું હતું ? આથી સમજવું જોઇએ કે-ચિકિત્સક અને સ્નેહીઓની રોગી પ્રત્યેનો દ્રષ્ટિમાં જેટલું અંતર છે, તેટલું જ અંતર તત્ત્વજ્ઞાની અને અતત્ત્વજ્ઞાનીની દ્રષ્ટિમાં હોય છે. જો દુનિયાના પદાર્થોમાં રૂચિ પેદા થઇ જાય તો તત્ત્વજ્ઞાન હણાઇ જાય. બધાને સાજા કરવાની શુભ ભાવના છતાં પણ બધાથી નાડી ન પડાય કે દવા ન અપાય, કારણ કે-એકલી સારી ભાવનાથી ચલાવી લેવાય નહિ. વળી એકલી સારી ભાવના માત્રથી જ જો ઉપકાર થઇ જતો હોત, તો જાણકારનું પણ શું કામ હતું ? આથી સિદ્ધ છે કે-જે વસ્તુના સ્વરૂપથી અજાણ છે તે આત્માની એકલી ઉપકારની ભાવના પણ કાર્યસાધક નથી નિવડતી. એ કારણથી એવા આત્માઓ પોતાની ઉપકારભાવનાને પોતામાં જ રાખે ત્યાં સુધી સારી, પણ અમલમાં મૂકે તો તે ભયંકર જ. અજાણ માણસો માર્ગ બતાવે એટલા માત્રથી ઉપકારી નથી ગણાતા, કારણ કે-તેમ કરવાથી તેવાઓ ઉંધે માર્ગે ચઢાવી દઇને ઉપકારી બનવાને બદલે ઉલટા અપકારી નિવડે છે. માટે અમારે તો અમારૂં દુન્યવી ભલું કરનારા જ જોઇએ છે એમ નહિ, પણ વાસ્તવિક ભલું કરી શકે તેવા સાચા તત્ત્વજ્ઞાનીઓ. જોઇએ છે : કારણ કે-તેવા આત્માઓ કદાચ ભલું નહિ કરે તો પણ ભૂંડું તો નહિ જ કરે. જ્યારે તત્ત્વજ્ઞાનથી હીન આત્માઓ તો ભલાની ભાવનાવાળા હોય તો પણ, તેઓના હાથે ભુંડું થઇ જવાનો પૂરેપૂરો સંભવ છે. એવાઓની અનેક પ્રવૃત્તિઓ પૈકાની એકાદ પ્રવૃત્તિ ભલા માટે પણ થઇ જાય, તેથી તેની કશી જ કીંમત નથી, કેમકે-જેની ૯૯ ઉંધી છે તેની એકાદ પ્રવૃત્તિની કીંમત શી ? કશી જ નહિ. એટલા જ માટે વ્યવહારમાં પણ કહેવાય છે કે-મિત્ર વગરના રહેવું સારું પણ મૂર્ખ મિત્ર મળે એ ખોટો. જો કે તત્ત્વજ્ઞાની ભલું કરવાની ભાવનાવાળા ન હોય એ બનતું જ નથી, પણ આપણી અયોગ્ય અને આત્મનાશક ઇચ્છાને ના પોષવાથી આપણી દ્રષ્ટિએ ભલું કરનાર ન પણ ભાસે, છતાં પણ જો એ વાસ્તવિક રીતિએ તત્ત્વજ્ઞાની હોય તો તે આપણા ઉપકારી જ છે. શ્રી તીર્થંકરદેવો જે સમયે ધર્મતીર્થ સ્થાપે તે સમયે તે તારકોમાં કશી જ ઇચ્છા નથી હોતી, છતાંય તે તારકો સંપૂર્ણ જ્ઞાની હોવાથી તે તારકોની કાર્યવાહી ભલું જ કરનારી હોય છે. ભલે એ તારકોને કોઇના પ્રત્યે રાગ કે પ્રેમ ન હોય, છતાં પણ સંપૂર્ણ જ્ઞાની હોવાથી તે તારકોની ક્રિયા માત્ર એવી છે કે જેથી જગતનું ભલું જ થયા કરે. નદીઓ બધાને નિર્મળ કરવાની ઇચ્છા ક્યાં કરે છે ? તે છતાં પણ જે રીતસર પોતાની અંદર પડે તે નિર્મળ થાય છે જ ને ? એ જ કારણે ઇચ્છાવાળા પણ અતત્ત્વજ્ઞાની. ભલું કરનારા આપણને જોઇતા નથી, કારણ કે-અતત્ત્વજ્ઞાની ભલું કરવા ઇચ્છે તો પણ ભલું કરી શકતા નથી, અને સંપૂર્ણ જ્ઞાનીઓ ભલું કરવાની ઇચ્છા વિના પણ ભલું કરનારા જ હોય છે. એથી આપણે તો એવા જ તારકોનું પ્રયોજન છે. આ વાત જો સમજાઇ જશે, તો એ વાત પણ આપોઆપ જ સમજાઇ જશે કેસારૂં જગત્ દુઃખી છે, એમ જોવા છતાં પણ અને અમૂક વસ્તુના અભાવે દુઃખી થાય છે એમ જાણવા છતાં પણ, તે તે વસ્તુ પૂરી પાડવાનું બીડું તત્ત્વજ્ઞાનીઓએ કેમ ઝડપ્યું નહિ ?' સંસારમાં રહેલા બધાને જ હું સમાન કરી દઉં, સઘળાનેય ઋદ્ધિસિદ્વિસંપન્ન બનાવી દઉં, બધાય એક સરખી રીતના જ સુખમાં ઝીલે એવા કરી દઉં, એ ભાવના તત્ત્વજ્ઞાનીની નથી પણ મહામૂર્ખની છે. કારણ કે- જે વસ્તુ બનવી જ નથી, બનતી જ નથી અને પ્રયત્નથી સાધ્ય પણ નથી તથા બને તો પણ હિતસાધક નથી, તેની ઇચ્છા તત્ત્વજ્ઞાનીને કેમ જ થાય ? આથી એવી અસંભવિત અને અનિષ્ટ ભાવનાઓને પેદા કરનારા Page 86 of 191 Page #87 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વજ્ઞાનીઓ કરતાં વસ્તુતઃ દુનિયાના સામાન્ય મૂર્ખ પણ સારા કે-જેઓ પોતાની જાતનું જ બગાડે. પણ એવા તત્ત્વજ્ઞાનીઓ નહિ સારા, કારણ કે-તેઓ અનેકનું બગાડનારા નિવડે છે. આ બધું ન સમજાય ત્યાં જગતના જીવો આશામાં ને આશામાં જ જેની ને તેની પૂંઠે પડવાના અને તેમ થતાં મોટા ભાગે માથાં પણ ભાંગી જવાનાં અને પરિણામે ઘેર પણ બેસવું જ પડશે. માટે આપણી જે જે પદ્ગલિક ઇચ્છાઓ છે, તેને પોષવાની પ્રવૃત્તિ ભલે ન કરતા હોય, પણ જો સાચા તત્ત્વજ્ઞાની હાય તો તે આપણને પૂજ્ય જ છે. આવી. ભાવના કેળવો. જો આવી ભાવનાને કેળવશો તો જ વિશ્વનો એક સરીખી રીતિએ આત્મિક ઉપકાર કરનારા શ્રી વીતરાગપરમાત્મા અને નિગ્રંથો પ્રત્યે ભક્તિ જાગશે, પણ - “મારા અમૂક કોડા સંજોગોને તે ડ઼નારી છે કે નહિ અને મારાં દુનિયાનાં દુ:ખોનો નાશ કરનારા છે કે નહિ” -એ માન્યતા અને ભાવના જો આવી ગઇ, તો એ તારકો પ્રત્યે પણ ભક્તિ નહિ જ જાગે. સલાહ મુજબ ચાલવામાં સ્વપરનું એકાંતે હિત જ થાય. તત્ત્વજ્ઞાનિઓ અપકારિઓ ઉપર કોપા કરવાની જરૂર સલાહ આપે છે, પણ તે બીજા અપકારી ઉપર નહિ, પણ કોપ રૂપ અપકારી ઉપર જ, અને એ અપકારો ઉપર કોપ કરવાની ઉપાલંભ ભરેલી સલાહ આપતાં, એજ ઉપકારિમહર્ષિ એવી ભાવના કરવાનું માને છે કે ___ "सर्वपुरुषार्थ चौरे, कोपो न चेत् तव । चिक् त्वां स्वल्पापरोधेडपि, परे कोपपरायणम् ।। १ ।।" “હે આત્મન્ ! સર્વ પુરૂષાર્થોમાં ચોર સમા કોપ ઉપર જો તને કોપ ન આવતો હોય, તો અતિશય અલ્પ અપરાધી એવા બીજાની ઉપર કોપ કરવામાં તત્પર એવા તને ધિક્કાર હો !” આથી સમજી શકાશે કે-તત્ત્વજ્ઞાનિની સ્થિતિજ કોઇ અનેરી હોય છે. એટલે એ સ્પષ્ટ છે કે-સંયોગને અનુસરીને સ્વરૂપથી જ પલટો ખાનારાઓ વાસ્તવિક રીતિએ તત્ત્વજ્ઞાની જ નથી. સાચા તત્ત્વજ્ઞાની પુરૂષો માત્ર વાણીથી જ – દુનિયાને સુખી કરી દઉં” -એમ કહી કહીને અશક્ય પ્રવૃત્તિઓનો આરંભ કદિ જ કરતા નથી. તત્ત્વજ્ઞાનિની તો એક જ ભાવના હોય છે કે- “જે વસ્તુ જેવી હોય તે વસ્તુને તેવી રીતિએ હું પ્રકાશિત કરું.” તે છતાં પણ જેઓ આંખો મીંચીને ચાલે, તેઓ પટકાય એની જોખમદારી તેના ઉપર નથી રહેતી. સમગ્ર આલમની સમક્ષ આત્મહિતકર સત્ય વસ્તુનો પ્રકાશ કરી દેવો, એના જેવો ઉપકારનો માર્ગ જગતમાં શોધ્યો પણ જડે તેવો નથી. આ પ્રકાશ જેના જેના પર પડ્યો તે રાગી હોય તોયે સુખી, દરીદ્ર હોય તોયે સુખી અને દુઃખી હોય તોયે સુખી : નહિ તો શ્રી તીર્થંકરદેવો, આખા જગતને તારવાની ભાવનાવાળા. ધર્મતીર્થની સ્થાપના અને પ્રચારણા ઉપરાંત બીજું કાંઇ પણ કર્યા સિવાય કેમ જ ચાલ્યા જાય ? તત્વજ્ઞાનિનો સ્વભાવ આથી એ પણ સ્પષ્ટ થઇ જાય છે કે-સાચા તત્ત્વજ્ઞાનિઓ સુખ અને દુઃખને નથી જોતા, પણ સુખ અને દુ:ખનાં સાધનોને જૂએ છે, કારણ કે-અજ્ઞાનિઓનો સ્વભાવ જ્યારે શ્વાન જેવો હોય છે, ત્યારે તત્ત્વજ્ઞાનિઓનો સ્વભાવ સિંહ જેવો હોય છે. સિંહનો સ્વભાવ એવો હોય છે કે જ્યારે પોતા ઉપર બાણ આવે ત્યારે તે બાણને નહિ જોતાં પણ ત્રાંસી આંખે ક્યાંથી બાણ આવે છે તે જૂએ છે અને તેની ઉપર ત્રાપ મારે છે. કુતરાનો સ્વભાવ એવો હોય છે કે-પથ્થર પડે તેને કરડે છે. જેમ સિંહ બાણને નહિ જોતાં મારનારને જૂએ છે, તેમ કુતરૂં મારનારને નહિ જોતાં જે વસ્તુ પડે છે તેને જૂએ છે, કેમકે-એ અક્કલહીન છે. એવી રીતિએ તત્ત્વજ્ઞાનિનો સ્વભાવ સિંહ જેવો હોય છે. ત્યારે અતત્ત્વજ્ઞાનિનો સ્વભાવ કુતરા જેવો Page 87 of 191 Page #88 -------------------------------------------------------------------------- ________________ હોય છે. આ સુખનો દાતા અને આ દુ:ખનો દાતા, એમ માની એકને પગે લાગે અને બીજાને મારે પણસુખ કે દુ:ખ શાથી ?' –એ અજ્ઞાની નહિ જુએ. “મારૂં ખરાબ આણે કર્યું છે” –એ દ્રષ્ટિ આવવાથી કોઇ આને તો કોઇ બીજાને ભસે છે. આ કહે છે- “પેલાએ મારૂં બગાડ્ય' અને પેલો કહે છે. “આણે મારૂં બગાડ્યું. આ પ્રમાણે બોલનારાઓને જ્ઞાની કહે છે કે- “જરા થોભ, ભાઇ ! થોભ ! કોઇએ તારૂં બગાડ્યું નથી' પણ એ નહિ થોભે ! અજ્ઞાનિઓમાંનો કોઇ એક ક્ષણભર પણ વિચાર નથી કરતો કે- “જો આણે મારું બગાડ્યું તો મારું જ કેમ બગાડ્યું અને બીજાનું કેમ ન બગાડ્યું ?' એવો વિચાર નહિ આવવાનો પ્રભાવ અતત્ત્વજ્ઞાનનો છે. આથી કહું છું કે-એવી અજ્ઞાનતા તજી દુ:ખથી નહિ મુંઝાતાં જે જે દુ:ખનાં જે જે કારણો છે, તે તે કારણોને જ તોડવાનો તનતોડ પ્રયત્ન કરો અને સુખનાં જે કારણો હોય તેને જ લેવો. પરનું ભલું કરવા માટે ભલે કદાચ થતો હોય તો શરીરનો નાશ થવા ધો : એમાં વાંધો નથી : તેમાં આત્મગુણોનો નાશ, આત્માના ધર્મનો નાશ કે આત્માની શુભ ભાવનાઓનો નાશ ન જ થવો જોઇએ, એની પૂરેપૂરી કાળજી રાખતાં શીખો. આજે તો આત્મા, આત્માનું સ્વરૂપ અને આત્માના ગુણો વિસરીને પ્રાયઃ દરેક માણસ પારકા ઉપર દોષ દીધે જ જાય છે, પણ કોઇ દહાડો કોઇ એમ વિચાર નથી કરતો કે- “હું ભંડો છું. જ્યારે તત્ત્વજ્ઞાની તો “સુખનો ને દુ:ખનો કર્તા હું પોતે જ છું, અન્ય કોઇ નથી !' –એવા નિશ્ચયવાળો હોય છે એટલે એ તત્ત્વજ્ઞાની જે કોઇ પોતાની પાસે આવે તેને એવી જ સલાહ આપે છે ! આથી એવા ઉત્તમ આત્માની પાસે જે કોઇ બીજી ઇરછાએ આવે તેને નિરાશ થઇને પાછા ક્રવું પડે, એમાં કશું જ આશ્ચર્ય નથી. તત્ત્વજ્ઞાન તરફ લક્ષ્યવાળા બનવાની જરૂર બીજમાંથી અનાજ થાય એ આદમી માટે અને ઘાસ થાય એ જનાવર માટે. અર્થકામને રસપૂર્વક ભોગવે એ બધા આ અપેક્ષાએ જનાવર જેવા ગણાય અને એમાં ઉદાસીનભાવ રાખે એ આદમી ગણાય. સમ્યગદર્શન જેને થઇ જાય, એ આત્મા તત્ત્વજ્ઞાનનો એવો અર્થી બનતો જાય કે-તત્ત્વની વાતો સિવાય બીજી વાતો એને રૂચિકર ન નિવડે. આજ તો ભણેલા ગણાતાઓની પ્રવૃત્તિ પણ એવી થઇ રહી છે કે-સમ્યગ્દર્શન ગુણ હોય તોય જતાં વાર ન લાગે. કોઇ પણ પુસ્તક હાથમાં લે તો પહેલાં એ કયી સદીનું છે એ જૂએ. કોનું બનાવેલું છે એ જોવું જોઇએ, કારણ કે-પુરૂષવિશ્વાસે વચનવિશ્વાસ છે. પુસ્તકમાં જોવાનું એ હોય કે-એમાં તત્ત્વ શું છે ? વસ્તુનો વસ્તુગતે તે ખ્યાલ આપનાર છે કે નહિ ? કાપડ લેવા જનારો પહેલું શું તપાસે ? એનું પોત કે જાત ? ટકાઉપણું છે કે નહિ, એ જ ખરેખરૂં જોવાનું હોય છે. પુસ્તકમાં પણ જોવાનું એ જ હોય છે કે-એમાં તત્ત્વ કેવું છે ? આજે સાહિત્યમાં જોવાનું શું એજ કે-કમી સદીની ભાષા છે ? ભાષા તો આજે પણ અનેક સદીની લખી શકાય છે. અનન્તજ્ઞાની, સઘળી ભાષાના જાણ, સઘળા અક્ષરોના સંયોગને જાણનારા એવાઓએ જે ભાષામાં કહેલું, તેની સામે ભાષાનો પ્રશ્ન ઉભો કરવો, એનો અર્થ જ નથી. તત્ત્વજ્ઞાન તરફ અને તે પણ આત્મમુક્તિના હેતુથી લક્ષ્ય રહે તો જ કલ્યાણ થાય. તત્ત્વજ્ઞાન મેળવવાનું સ્થળ તત્ત્વોનું જ્ઞાન પ્રાપ્ત કરવાને માટે તેના જ્ઞાતાનું શરણ સ્વીકારવું જોઇએ. તત્ત્વોની વાસ્તવિક પ્રરૂપણા કોણ કરી શકે ? તત્ત્વોના યથાર્થ સ્વરૂપનો ખ્યાલ અનન્તજ્ઞાની સર્વજ્ઞો જ આપી શકે અને બીજાઓ આપી. શકે તો તે એ સર્વજ્ઞોએ વર્ણવેલા સ્વરૂપના સાચા અભ્યાસીયો આપી શકે. તત્ત્વોના વાસ્તવિક સ્વરૂપનો. Page 88 of 191 Page #89 -------------------------------------------------------------------------- ________________ આછો આછો પણ ખ્યાલ આવ્યા વિના, તત્ત્વચિન્તન થાય શી રીતિએ ? માટે ઉંચામાં ઉંચી કોટિના તત્ત્વજ્ઞાનિઓએ એજ માવ્યું છે કે- “આ મહત્ત્વના મનુષ્યજન્મને સાર્થક કરવાને માટે સર્વજ્ઞ વીતરાગ એવા પરમાત્માની આજ્ઞા મુજબ વર્તવાનો પ્રયત્ન કરો અને એ માટે શ્રી સર્વજ્ઞ ભગવાનની આજ્ઞાઓનો અભ્યાસ કરવામાં પ્રમાદી ન બનો !' તત્ત્વજ્ઞાનીની સેવા સ્વીકરો ભાગ્યશાલિઓ ! વિચારો કે સાચા તત્ત્વજ્ઞાનીઓ શિવાય આવી સાચી, અનુપમ અને એકાંત હિતકર શિખામણ બીજું કોણ આપી શકે તેમ છે ? આથીજ કહું છું કે-જો કોઇની સેવાજ સ્વીકારવી છે, તો તેની જ સેવા સ્વીકારવો કે જેની સલાહ મુજબ ચાલવામાં એકાંત સ્વપરનું એકાંતે હિતજ થાય. તત્ત્વજ્ઞાનીઓ અપકારીઓ ઉપર કોપ કરવાની જરૂર સલાહ આપે છે, પણ તે બીજા અપકારી ઉપર નહિ, પણ “કોપ’ રૂપ અપકારી ઉપરજ, અને એ અપકારી ઉપર કોપ કરવાની ઉપાલંભ ભરેલી સલાહ આપતાં એજ ઉપકારી મહર્ષિ એવી ભાવના કરવાનું માને છે કે “सर्वपुरुषार्थ चौरे, कोपे कोपो न चेत् तव । चिक् त्वां स्वल्पापरोधेडपि, परे कोपपरायणम् ।। १ ।।" “હે આત્મન્ ! સર્વ પુરૂષાર્થોમાં ચોર સમા કોપ ઉપર જો તને કોપ ન આવતો હોય, તો અતિશય અલ્પ અપરાધી એવા બીજાની ઉપર કોપ કરવામાં તત્પર એવા તને ધિક્કાર હો !” આથી સમજી શકાશે કે-ક્તત્ત્વજ્ઞાનીની સ્થિતિ જ કોઇ અનેરી હોય છે. એટલે એ સ્પષ્ટ છે કે-સંયોગને અનુસરીને સ્વરૂપથીજ પલટો ખાનારાઓ વાસ્તવિક રીતિએ તત્ત્વજ્ઞાની જ નથી. સાચા તત્ત્વજ્ઞાની પુરૂષો માત્ર વાણીથી જ- “દુનિયાને સુખી કરી દઉં” -એમ કહી કહીને અશક્ય પ્રવૃત્તિઓનો આરંભ કદી જ કરતા નથી. તત્ત્વજ્ઞાનીની તો એકજ ભાવના હોય છે કે-જે વસ્તુ જેવી હોય તે વસ્તુ તેવીરીતે હું પ્રકાશિત કરું. તે છતાં પણ જેઓ આંખો મીંચીને જ ચાલે, તેઓ પટકાય એની જોખમદારી તેઓના પર નથી રહેતી. સમગ્ર આલમની સમક્ષ સત્ય વસ્તુનો પ્રકાશ કરી દેવો, એના જેવો સુખનો માર્ગ જગતમાં શોધ્યો પણ જડે તેવો નથી. આ પ્રકાશ જેના જેના પર પડ્યો તે રાગી હોય તોય સુખી, દરીદ્ર હોય. તોયે સુખી અને દુ:ખી તોયે સુખી. નહિ તો શ્રી તીર્થંકરદેવો આખા જગતને તારવાની ભાવનાવાળા, ધર્મતીર્થની સ્થાપના અને પ્રચારણા ઉપરાંત બીજું કાંઇ પણ કર્યા સિવાય કેમજ ચાલ્યા જાય ? એથી સ્પષ્ટ છે કે-ખરો સુખનો ઉપાયજ એ છે. એજ કારણે શ્રી તીર્થંકરદેવો ઉપકારની ભાવનાથી, મોટા થયા પછી, એકદમ ઉદાસીન થયા અને એથી સત્યનો પ્રકાશ કરવા સિવાય બીજી પ્રવૃત્તિમાં શક્તિનો ઉપયોગ કર્યોજ નહિ, કેમકે-અનંતી શક્તિનો પણ ઉપયોગ અયોગ્ય આત્મા ઉપર થઇ શકતો જ નથી. લાકડાં ચીરનાર પણ કહે છે કે અમારો તીણો પણ કુહાડો ગાંઠો પર નથી ચાલી શકતો ! સર્વપ્રકાશક સૂર્ય પણ કહે છે કે-ઉલૂની જમાતને દેખતી કરવાની શક્તિ મારામાં નથી ! સાકર પણ કહે છે કે-ગધેડા માટે હું નકામી છે. એટલું જ નહિ પણ જો એ મને ખાય તો મરે ! દ્રાક્ષા પણ કહે છે કે-ઉંટ માટે હું નકામી છે, પછી જગત માટે મીઠી ભલે હોઉં ! ઠંડુ પણ પાણી દાહ સ્વરવાળાને બાળનારૂં છે ! સારૂં પણ અનાજ મંદ હોજરીવાળાને પુષ્ટિ નથી કરતું અને સારો તથા હુંશિયાર શિક્ષક પણ અયોગ્ય વિધાર્થી માટે નકામો નીવડ છે તથા પુઠ્ઠરાવર્ત મેઘ પણ કહે છે કે-મગશેળીઆ પાષાણને ભીંજવવાની શક્તિ મારામાં નથી. તેવીજ રીતિએ નાવી કહે છે કે-જગતને તારું પણ મારામાં કાણું પાડે અગર મારામાંથી ઉછળી પડવાનાજ Page 89 of 191 Page #90 -------------------------------------------------------------------------- ________________ પ્રયત્નો કરે, તેઓને હું તારી શકું એમ નથી. અને દીવો કહે છે કે-આંધળા આગળ હું પ્રકાશ કરૂં શી રીતે ? તથા ગવૈયો કહે છે કે-હું બધા જ તાલસુર જાણું છું, પણ બેરાને કદી રાજી ન કરી શકું. તેમજ અનંત શક્તિના સ્વામીઓ પણ નાલાયકો ઉપર ઉપકાર કરવાને અશક્ત છે, કારણ કે-તે તારકોનું તત્ત્વજ્ઞાન એવા આત્માઓ ઉપર પડીને કાંઇ કામ કરે તે અશક્ય છે. જો સારા માણસ દરેકના ઉપર અસર કરી શકતા હોત, તો દુનિયામાં આજે દુઃખી કોણ હોત ? અસાધ્ય વ્યાધિવાળાને વૈદ્યોએ પણ ના પાડી છે કે નહિ ? ઉંચામાં ઉંચી શક્તિવાળા માણસોએ પણ અધમ આચરણવાળા અયોગ્ય આત્માઓ માટે કીધું છે કે-તમારા માટે ભલું કરવાને અમારી પાસે ઉપાય નથી ! છતાં જે એમ કહે છે કે-હું તો બધાને જ સુધારી શકું તેમ છું, તેના જેવો બીજો મૂર્ખ પણ કોણ ? સારી વાતના અખતરા પણ યોગ્ય આત્માઓ ઉપર થાય, પણ અયોગ્ય આત્માઓ ઉપર ન થાય. અયોગ્ય આત્માઓ ઉપર પણ સારી વસ્તુનો ઉપયોગ કરનારા વસ્તુતઃ તત્ત્વજ્ઞાની નથી, પણ અતત્ત્વજ્ઞાનીના આગેવાનો છે. તત્ત્વજ્ઞાની માત્ર વસ્તુના સાચા પ્રકાશક છે અને વસ્તુનું પ્રકાશન કરવા છતાં ન સમજી શકે છતાં યોગ્ય હોય તો તે સામાની આંખ પણ પહોળી કરે, પણ અયોગ્ય આત્માની નહિ. કેમકે-તેવાઓનો તો સ્વભાવજ એવો હોય છે કે-દવા પાવા જનારને કહે કે‘ઝેર પાવા આવ્યો.’ એવી રીતે ઉધુંજ બોલનારા આત્માઓ ઉપર સારા આત્માઓ પણ ઉપકાર નથી શકતા, કારણ કે-આખીએ દુનિયાના આધાર રૂપ તત્ત્વજ્ઞાનીઓ જગત એમ રે નહિ, પણ સન્માર્ગ ઉપર સ્થિર જ રહે. ડાહ્યો માણસ તો વિચિત્ર અને વિલક્ષણ કાદવમાં ખૂંચેલાને કાઢવા માટે પણ, પોતે તો કીનારે જ ઉભો રહીને થાય તે પ્રયત્નો કરે, પણ પોત અંદર ન જાય. કારણ કે-જાય તો એકનું ભલું કરવા જતાં તેનું ને પોતાનું એમ બેયનું ભૂંડું થાય. આથી જ આપણે ઇચ્છીએ છીએ કે-આપણને વધુ પણ અજ્ઞાન ઉપકારીઓ ન મળો અને થોડા પણ સાચા તત્ત્વજ્ઞાની ઉપકારીઓ મળો, કે જેથી અપકાર થવાનો ભય તો આપણને રહે જ નહિ. એવા સાચા ઉપકારીઓ તત્ત્વજ્ઞાનીઓ શિવાય બીજા કોઇ જ હોઇ શકતા નથી, માટે તેવા તત્ત્વજ્ઞાનીઓને ઓળખવા માટે આપણે સતત્ પ્રયત્નો કરવા જોઇએ. એવા તત્ત્વજ્ઞાનીઓની ઓળખાણ આપતાં પરમ ઉપકારી તત્ત્વજ્ઞાની મહર્ષિએ માવ્યું છે કે " तेषां कल्याणाभिनिवेशितया निष्प्रयोजनो विकल्पो न चेतसि विवर्त्तते, अथ कदाचिदभावितावस्थायां विवर्तेत तथापि a ન निर्निमत्तं બાજો अथ कदाचिदतत्त्वज्ञजनान्तर्गततया भाषेरन् तथापि न निर्हेतुकं चेष्टन्ते, यदि पुनस्ते निश्कारणं चेष्टेरन् ततोडतत्त्वज्ञ - जनसार्थादविशिष्टतया तत्ववित्ता विशीर्येत” “તત્ત્વજ્ઞાની આત્માઓ કલ્યાણના જ રસિયા હોવાથી ૧- પ્રથમ તો તેઓના ચિત્તમાં પ્રયોજન વિનાનો વિકલ્પ જ હયાતિ નથી ભોગવતો, અને ૨- કદાચ કોઇ વખત પોતાની અભાવિત અવસ્થામાં તેવો વિકલ્પ ચિત્તમાં ઉત્પન્ન થઇ પણ જાય, તો પણ તે આત્માઓ વગર નિમિત્તે કશું બોલતા નથી. તથા ૩- કદાચિત્ તત્ત્વથી અજ્ઞાન લોકોની અંદર રહેવાના કારણે તેવું નિમિત્ત વિનાનું બોલી જાય, તો પણ તે પુણ્યાત્માઓ હેતુ વિનાની ચેષ્ટાઓ-પ્રવૃત્તિઓ તો ન જ કરે.” કારણ કે “જો તેઓ તેવી કારણ વિનાની ચેષ્ટાઆ પણ કરે, તો તેઓ અત્ત્વજ્ઞ લોકોના સમૂહથી અવિશિષ્ટ. Page 90 of 191 Page #91 -------------------------------------------------------------------------- ________________ એટલે કે-તત્ત્વથી અજ્ઞાન એવા લોકોના સમૂહના જેવાજ થઇ, તેઓમાં રહેલી તત્ત્વજ્ઞતા પણ નાશ પામી જાય છે.” આથી એ વાત ઘણી જ સહેલાઇથી સમજી શકાય તેમ છે કે-તત્ત્વજ્ઞાનીઓ એકાંતે સ્વ અને પરના કલ્યાણના જ રસીયા હોવાથી, તઓના ચિત્તમાં નકામા વિચાર પણ આવતા નથી. નકામા એટલે જેનું કાંઇ પણ સુંદર ફ્ળ ન હોય અને સુંદર અર્થ ન હોય તથા વાસ્તવિક લાભ ન હોય, એવી જાતિના જે વિચારો તે તેઓના હૃદયમાં આવતા જ નથી. તત્ત્વજ્ઞાની આત્માનો આજ મુખ્ય ગુણ છે, તે છતાં પણ કદાચ સદ્ભાવનાઓથી અભાવિત દશામાં તેવા આત્માઓના અંતરમાં પણ તેવા વિચારો આવી જાય, છતાં પણ તે વિચારો તે પુણ્યાત્માઓના હોઠ ઉપર તો ન જ આવે, એટલે કે-તેવા વિચારો તેઓ બોલી ન જાય. અને કદાચ અતત્ત્વજ્ઞજનોના સંસર્ગના યોગે તેવા અયોગ્ય વિચારો તેવાઓના અંતરમાંથી બહાર નીકળી પણ જાય, પરંતુ તે આત્માઓ હેતુવિનાની અયોગ્ય આચરણા તો ન જ કરે અને કરે તો તે તત્ત્વજ્ઞાની પણ નહિ જ. તે કારણથી “ तत्ववेदिष्वात्मनोऽन्तर्भावमभिलषता सकलकालं सर्वेण स्वविकल्पजल्पाचरणानां सार्थकत्वं રત્નત परिचिन्तनीयम्, तद्वेदिनां च पूरत: कीर्तनीयम्, તેહિ निरर्थकेष्वप्यात्मविकल्पजल्पव्यापारेषु सार्थकत्वबुद्धिं कुर्वन्तमनुकम्पया वारयेयु!” “પોતાનો અંતર્ભાવ તત્ત્વવેદિઓમાં કરવામાં ઇચ્છતા સર્વ કોઇ આત્માએ સદાય પોતાના વિકલ્પો, જલ્પો અને આચરણો, એટલે કે-વિચારો, ઉચ્ચારા અને આચારોના સાર્થકપણાનું પરિચિંતન યત્નપૂર્વક કરવું જોઇએ અને વિચારો, ઉચ્ચારો તથા આચારોના સાર્થકપણાને જાણતા પુણ્યપુરૂષોની આગળ તેનું કીર્તન કરવું જોઇએ કે-જેથી તે પરમ ઉપકારી પુણ્યાત્માઓ નિરર્થક એવા પોતાના વિકલ્પોમાં, જલ્પોમાં અને વ્યાપારોમાં સાર્થકબુદ્ધિને કરતા આત્માને અનુકંપાના યોગે રોકે.” આ રીતિએ એકે એક વિચારની, એકે એક ઉચ્ચારની અને એકે એક આચારની સાર્થકતાનો નિરંતર વિચાર કરવાથી તથા તે સઘળાય વિચારો, ઉચ્ચારો અને આચારોનું પરીક્ષણ તત્ત્વવેદી તારકો પાસે કરાવી તે તારકોની આજ્ઞા મુજબ વર્તવાથી, આપણે પણ તેવા શુદ્ધ તત્ત્વવેદી બનીને શુદ્ધ ઉન્નત જીવન જીવતા થઇ શકીશું અને પરિણામે અનંત સુખના ધામ રૂપ મુક્તિસ્થાને આપણા આત્માને પહોંચાડી શકીશું. આ સઘળા ઉપરથી સમજી શકાશે કે-અનંત જ્ઞાનીઓની આજ્ઞા મુજબ જે પુણ્યાત્માઓ ‘સુખ દુઃખનો કર્તા આત્મા પોતેજ છે.' -એમ માની જેના જેના યોગે દુઃખ થાય છે, એટલે કે-જે જે દુઃખનાં કારણો છે તેને તેને નિવારવાનો પ્રયત્ન કરનારા છે, તે બધા જ આત્માઓ તત્ત્વજ્ઞાની છે. એવી જ રીતિએ પૌદ્ગલિક સુખોમાં નહિ મુંઝાતાં અને તેવાં દુ:ખોથી નહિ અકળાતાં, એ સુખદુઃખનાં સાધનો શોધી એના નાશ માટે ઉચિત પ્રયત્ન કરે, તે વળી મહાતત્ત્વજ્ઞાનીઓ છે. (પ્રશ્ન - સંસારમાં રહીને પણ તત્ત્વજ્ઞાની થઇ શકાય કે નહિ ?) સંસારમાં રહેલો આત્મા તત્ત્વજ્ઞાની થઇ શકે છે, પણ સંસારમાં રહેવાની ઇચ્છાવાળો આત્મા તત્ત્વજ્ઞાની થઇ શકતો નથી. તત્ત્વજ્ઞાની થવાની ઇચ્છાવાળા આત્માએ કાં તો સંસારને તજેલો હોવો જોઇઅ Page 91 of 191 Page #92 -------------------------------------------------------------------------- ________________ અને કાં તો સંસારને તજવાની ઇચ્છાવાળો હોવો જોઇએ. આથી એ સ્પષ્ટ છે કે-સંસારને તન્યા પછી પણ જે સંસારની પુષ્ટિ કરે છે, તે તો વળી મહાઅજ્ઞાની છે. અસ્તુ : તત્ત્વજ્ઞાનની તાલાવેલી એટલી મોટી ઉંમરે ધર્મ પામ્યા પછીથી, શ્રી કુમારપાલે તત્ત્વજ્ઞાનનો તલસ્પર્શી અભ્યાસ કર્યો છે. તેમનામાં સમ્યગ્દર્શનનો ગુણ પ્રગટ્યો, એટલે એટલી ઉંમરે પણ તેમનામાં તત્ત્વજ્ઞાનને સંપાદન કરવાની તાલાવેલી જાગી અને એથી જ તે તત્ત્વોનો સુંદર અભ્યાસ કરી શક્યા. આત્મામાં સમ્યગ્દર્શન ગુણ પ્રગટે અને સામગ્રી મુજબ તત્ત્વજિજ્ઞાસા પ્રગટે નહિ, એ બને નહિ. તમે ય શ્રદ્ધાળુ છો ને ? તત્ત્વજ્ઞાનને સંપાદન કરવાની તમને તો ઘણી ઘણી ઇરછા હશે ને ? માત્ર સંયોગની પ્રતિકૂળતા, સામગ્રીની ખામી, એ કારણે જ તમે તત્ત્વજ્ઞાનથી વંચિત રહ્યા છો અને વંચિત રહો છો. એમ માનું ને ? સ0 એમ તો નહિ. - આજે તો તત્ત્વના નિર્ણયની વાત આવે, તો કહેનારા કહી દે છે કે- “આપણે એ વાતમાંપડીએ. કરીએ નહિ. એ ઝઘડામાં આપણું કામ નહિ. આ સાચું અને આ ખોટું -એવી ભાંજગડ આપણને પસંદ નહિ. સાધુ તો નવરા, તે એવી વાતો કર્યા કરે !' આવી આવી રીતિએ તત્ત્વનિર્ણયની વાતમાં બોલનારાઓ, એ સમ્યગદર્શન ગુણને પામેલા તો નથી, પણ સમ્યગ્દર્શન ગુણની ય ઠેકડી કરનારા છે. તેવાઓ જ્ઞાન અને જ્ઞાની-ઉભયની આશાતનાના પાપમાં પડે છે. પોતાની હીનતત્ત્વતા અને દુન્યવી અનુકૂળતાઓની લાલસા આદિના યોગે, “સાચું શું અને ખોટું શું?' –એની જાહેરાત ન થઇ શકતી હોય, તો પણ તેવા આત્માઓએ સાચું શું અને ખોટું શું ?' –એને જાણી લેવાનો શક્ય પ્રયત્ન કરવો જોઇએ અને ઉન્માર્ગનું ઉન્મેલન તથા સન્માર્ગનું સ્થાપન કરવામાં પોતાની શક્તિઓનો સદુપયોગ કરી રહેલાઓની મુંગે મુંગે પણ અનુમોદના કરવી જોઇએ. “સાચું શું અને ખોટું શું ?” -તેનો નિર્ણય કરવાજોગી પોતાનામાં શક્તિ-સામગ્રી ન હોય અને એથી સાચા-ખોટાનો નિર્ણય પોતાનાથી કરી શકાય તેમ ન હોય, તે છતાં પણ એને ભાંજગડ ને કજીયો વિગેરે કહી નાખવાના ભયંકર પાપથી તો પાપભીરુ આત્માઓએ અવશ્ય બચી જવું જોઇએ. જેનામાં સમ્યગ્દર્શન ગુણ પ્રગટ્યો હોય, તેને તો પ્રસંગ પડ્યું તત્ત્વશું છે તે જાણવાની ખાસ ઇચ્છા થાય. ભગવાન શ્રી જિનેશ્વરદેવોએ જે ક્રમાવ્યું છે તે જ સાચું અને શંકા વિનાનું છે. એવું માનનારને, ભગવાન શ્રી. જિનેશ્વરદેવોએ શું માવ્યું છે એ જાણવાની શક્તિ-સામગ્રી મુજબ ઇચ્છા ન જ થાય, એ બને કેમ ? તત્ત્વને જાણવાનો પ્રયત્ન કરવા છતાં પણ ન સમજાય તો એને, એ પોતાના જ્ઞાનાવરણીયનો ઉદય માને અને “ભગવાન શ્રી જિનેશ્વરદેવના દર્શનાદિથી મારું એ પાપ પણ ટળો.” –એવી એને ઉર્મિ પ્રગટે. તત્વજ્ઞતાની પણ જરૂર સુસાધુધર્મના પાલનને માટે જેમ પાપમય વ્યાપારોના પરિત્યાગમાં ઉધુક્તતા આદિ આવશ્યક છે, તેમ એ ગુણમય દશાને પ્રાપ્ત કરવાને માટે, અવગતતત્ત્વતા પણ ખૂબ જ જરૂરી છે. આત્મા સાચા સ્વરૂપમાં તત્ત્વજ્ઞ બને, તો આપણે વર્ણવી આવ્યા એ ગુણો ઘણી જ સહેલાઇથી મેળવી શકે છે. તત્ત્વજ્ઞતાનો અભાવ, એ પણ જરૂરી ગુણોને પામવામાં ખૂબ જ અંતરાય રૂપ છે. તત્ત્વજ્ઞાનનો અભાવ હોય, તે છતાં પણ જો તત્ત્વજ્ઞની નિશ્રા સ્વીકારાય, તો તો આત્મા સુસાધુધર્મના સુંદર પાલન માટેની યોગ્યતાઓને પામી પણ જાય : પણ જો એવી નિશ્રાય ન પમાય અગર તો ન મેળવાય, તો વર્ણવાએલી લાયકાતોમાંની એક પણ લાયકાત. Page 92 of 191 Page #93 -------------------------------------------------------------------------- ________________ સાચા રૂપમાં આત્મા પામી શકતો નથી. જેઓ તત્ત્વજ્ઞ નથી અને તત્ત્વજ્ઞની નિશ્રામાં પણ નથી, તેઓમાં ગુણો દેખાતા હોય, તો પણ તે સાચા સ્વરૂપના નથી હોતા. આથી તત્ત્વજ્ઞતા અથવા તો એના અભાવમાં તત્ત્વજ્ઞની નિશ્રા રૂપ તત્ત્વજ્ઞતા પણ જરૂરી છે, એ વાત નિર્વિવાદ છે. એ વિના પણ સુસાધુધર્મનું પાલન સાચા રૂપમાં થવું એ શક્ય નથી. તત્વજ્ઞાનનો આદર આ ભારતવર્ષમાં જ્યારે આર્યસંસ્કૃતિ પ્રધાનતા ભોગવતી હતી, ત્યારે મોટે ભાગે એવી લડતો. ઉત્પન્ન થતી નહિ. તે સમયે ગરીબીમાં પણ અમીરી ભોગવી શકાતી. કારણ ? તત્ત્વજ્ઞાનની સામગ્રી તે સમયે એટલી હતી. તે સમયે તત્ત્વજ્ઞાન પ્રતિ સવિશેષ આદર હતો. મૂળથી સંસ્કારો જ એ દુનિયાના પદાર્થો નાશવંત છે. એ મળે તેય ભાગ્યાનુસાર, ભોગવાય તેય ભાગ્યાનુસાર અને જાય તેય ભાગ્યાનુસાર, આવા. સંસ્કારોના યોગે, પોતાના સ્વાર્થ માટે બીજાનું ઝુંટવી લેવાની ભાવના થતી નહિ કે કોઇને વધુ સામગ્રીવાળો. જોઇને ઇર્ષ્યા થતી નહિ. એ તત્ત્વજ્ઞાન આજે પર વસ્તુઓમાં સુખ માની બેઠેલાને ગમતું નથી અને એથી દુનિયાના બીજા જીવોને પીડા ઉપજાવવાથી બચનાર તથા શરીરનિર્વાહ પણ બીજા જીવોને પીડા ઉપજાવનાર ન બને એ રીતિએ કરીને, અકાન્ત ધર્મની સાધના કરનાર તથા જગતના જીવોને ધર્મની સાધના કરવાની. જ પ્રેરણા કરનારા જીવનવાળાની કિંમત સમજાતી નથી. એવા મહાત્માની હયાતિની જરૂર અને ઉપકારકતા પણ એથી સમજાતી નથી. પૂર્વે એમ નહિ હતું. પૂર્વે તો એ તત્ત્વજ્ઞાન અને એવા તત્ત્વજ્ઞાની મહાત્માઓનો પરમ આદર થતો : કારણ કે-તે વખતે જીવો મૂખ્યત્વે એના અર્થી હતા. આજે તો સાચા તત્ત્વજ્ઞાન પ્રત્યે અનાદરભાવ વધતો જાય છે. તત્વજ્ઞ મહાપુરૂષોની વાતો પ્રત્યે વધતી જતી બેદરકારી અને તેનું પરિણામ તત્ત્વજ્ઞાની મહાપુરૂષોએ સાચા સગુણની આવી મહત્તા દર્શાવી છે અને જે કોઇ આત્મા સાચો સદગુણી બને છે, તે તત્ત્વજ્ઞાની મહાપુરૂષોની આ વાતનો સાક્ષાત્ અનુભવ પણ કરી શકે તેમ છે પરન્તુ આજે તો તત્ત્વજ્ઞ મહાપુરૂષોની વાતોને સાંભળવાનો, જાણવાનો અને વિચારવાનો વિચાર સરખો પણ બહુ જ જૂજ આત્માઓમાં દેખાય છે : એટલે તત્ત્વજ્ઞ મહાપુરૂષોની વાતોનો અમલ કરનારા તો આ જગતમાં વિરલ આત્માઓ જ છે, એમ કહ્યા વિના ચાલે તેમ નથી. તત્ત્વ મહાપુરૂષોએ ક્રમાવેલી વાતો પ્રત્યે દિન-પ્રતિદિન બેદરકારી વધતી જાય છે અને એથી પરિણામ એજ આવતું જાય છે કે-આત્મહિતના ઘાતક અવગુણો વધતા જ જાય છે. આજે તો અવગુણો વધી જવાના યોગે, એ પરિણામ પણ આવી લાગ્યું છે કે-અવગુણોને પણ સગુણોરૂપે માનવાનો, મનાવવાનો અને જાહેર કરવાનો પ્રયત્ન થઇ રહ્યો છે. એના જ યોગે, આજે ઘણાઓ ગુણાભાસોને-ગુણને ગુણરૂપે નહિ ધરનારા અથવા દોષને પણ ગણ તરીકે ઓળખાવવામાં કુશળતા ધરાવનારા આત્માઓને-સાચા ગુણવાન તરીકે માનવા અને મનાવવા મથી રહ્યા છે. આવાઓને સાચા સદ્ગુણની પ્રભાવશીલતાનો અનુભવ ન થાય તે સ્વાભાવિક છે અને એથી પણ તેઓ તત્ત્વદર્શી ઉપકારી મહાપુરૂષોની વાતોને સાંભળે, વાંચે કે જાણે, તોય તે તરફ અશ્રદ્ધેય દ્રષ્ટિએ જ જૂએ, તે પણ સ્વાભાવિક છે. તત્ત્વજ્ઞ મહાપુરૂષોએ ક્રમાવેલી વાતોનો. જો સરલતાથી, જિજ્ઞાસુતાથી. અને આત્મકલ્યાણની બુદ્ધિથી જ અભ્યાસ કરવામાં આવે, તો કદિ પણ આવું પરિણામ આવે નહિ : કારણ Page 93 of 191 Page #94 -------------------------------------------------------------------------- ________________ કે-અનન્તજ્ઞાની તત્ત્વદર્શી મહાપુરૂષોના કથનમાં કશું જ અવાસ્તવિક નથી. અનન્તજ્ઞાનો તત્ત્વદર્શી મહાપુરૂષોએ જે કાંઇ માવ્યું છે, તે એકાન્ત સત્ય હોવાથી એટલું બધું નિ:શંકનીય છે કે- “કોઇ પણ આત્મા જ કેવળ એ તારકોની આજ્ઞાને જ સમર્પિત બની જાય, તો અત્તે અક્ષય સુખને પણ પમાડનારા ઉભય લોક સંબંધી સુખને પામ્યા વિના રહે જ નહિ !' તત્ત્વજ્ઞાનની મહત્તા શ્રી નવપદની આરાધના કરનાર તરીકે જે શ્રીમતી મધનાસુંદરીનું નામ આગળ કરાય છે, તે કેવી હતી ? એ વિદુષી હતી, શ્રી જિનમતમાં નિપુણ હતી અને તત્ત્વવિભાગ આદિને જાણનારી હતી. માતા-પિતાની ભક્તા પણ એવી હતી અને ઉચિત અનુચિતનો ખ્યાલ કરીને ઉચિતપણે વર્તવામાં પણ કુશલા હતી. તેણી માતા-પિતાની પરમ ભક્તા અને ઉચિતાનુચિતની જાણકાર હોવા છતાં પણ, અવસરે પિતાના દુરાગ્રહનો સામનો કરવામાં પણ તેણી કોઇ રીતિએ પાછી ન હઠી, એ પ્રતાપ તેણીના તત્ત્વજ્ઞાનનો હતો. આજે તો કેટલાક એવા છે કે-જેમને માતા-પિતાદિની સેવાનો ઉપદેશ મળ્યો હોય, તો માતા-પિતાદિની સેવાને નામે ધર્મને ભૂલે અને ધર્મસ્થિરતાદિનો ઉપદેશ મળ્યો હોય, તો ધર્મરક્ષાપૂર્વક થઇ શકે એવી પણ માતા-પિતાદિની સેવાને ભૂલે. તત્ત્વજ્ઞાન પામેલા આત્માઓ તે જ વખતે જેમ વર્તવું ઉચિત હોય, તે વખતે તેમ વર્તવામાં કુશલ બની જાય છે : કારણ કે-તત્ત્વજ્ઞાની આત્માઓમાં તત્ત્વજ્ઞાનના પ્રતાપે સુન્દર વિવેકશક્તિ પ્રગટે છે અને એથી તત્ત્વજ્ઞાની આત્માઓ ક્યાં શું કરવું જોઇએ અને કેમ કરવું જોઇએ -એ વગેરે વસ્તુઓનો સહેલાઇથી નિર્ણય કરી શકે છે. આજે ધર્મી ગણાતા આદમીઓના થોડા પણ અવિવેકની. ઘણી ટીકા થાય છે. દુર્બુદ્ધિ આદિથી ટીકા કરનારાઓની વાતને છોડી દઇને વિચારીએ, તો એમ લાગે કે-ધર્મી આત્માના અવિવેકની ટીકા ન થાય, તો કોના અવિવેકની ટીકા થાય ? ધર્મશીલતા, એ વિવેકનું સ્થાન છે. જ્યાં ધર્મ નથી ત્યાં અવિવેક હોય, તેમાં નવાઇ જેવું પણ શું છે ? ડાઘ ધોળી વસ્તુમાં વધારે દેખાય. કાળી વસ્તુમાં કાળો ડાઘ એટલો થોડો જ દેખાય ? એમ ધર્મી ગણાતા આત્માઓનો થોડો પણ અવિવેક કોઇની આંખે ઝટ ચઢતો હોય, તો તેસ્વાભાવિક છે. ધર્મશીલ આત્માઓએ એવી ટીકાઓનો પણ પોતાના લાભમાં જ ઉપયોગ કરવો જોઇએ. પોતાની ક્રિયા આદિમાં થોડો પણ અવિવેક ન આવે, એવી કાળજીવાળા બનવું જોઇએ. પણ એ ત્યારે બને, કે જ્યારે અવિવેક અવિવેક રૂપે સમજાય અને તેને ટાળવાની વૃત્તિ પ્રગટે ! આજે તો કેટલાકો કહેશે કે- ‘એ તો એમ જ ચાલે.' બીજાઓ એમ કહે તે જુદી વાત છે, પણ અવિવેકને આચરનારો પોતે પોતાની જાતને માટે એમ કેમ કહે ? પોતાના અવિવેકને માટે ચાલે, ચાલે' -એમ કહેનારાઓમાં, અવિવેક ટાળવાની વૃત્તિ છે, એમ કહી શકશો ? ઉત્તમ ક્રિયા કરવા છતાં પણ જો તે ક્રિયા અવિવેકથી થાય અને તે અવિવેકને કાઢવાની કાળજી પણ નહિ, તો એ પ્રતાપ અજ્ઞાનાદિનો છે. વર્ષે વર્ષે બOબે વાર શ્રી નવ પદની આરાધના કરે અને તેની નિરંતર આરાધના કરવી જોઇએ એમ પણ બોલે, તે છતા પણ શ્રી નવપદના સ્વરૂપને ન જાણે, એ શું કહેવાય ? દિવસ ઉગ્યો એમ કહે અને શાથી ઉગ્યો કહેવાય એ ન જાણે, એના જેવી જ આ વાત છે ને ? તત્ત્વજ્ઞાનની ગહનતા તત્ત્વોની વિચારણા , એ તો એક એવી વસ્તુ છે કે-જેમ જેમ વિચારતા જઇએ, તેમ તેમ નવું નવું લાગે તેવું વર્ણન નીકળ્યું જ જાય. પ્રત્યેક તત્ત્વની સંપૂર્ણ વિચારણા તો કોઇ કાળે કોઇથી પણ કહી શકાય Page 94 of 191 Page #95 -------------------------------------------------------------------------- ________________ તેમ નથી, કારણ કે-વસ્તુના ભાવો પણ અનંતા છે ! આમ છતાં પણ, જ્ઞાનિઓએ તત્ત્વોના જ્ઞાનનો ખજાનો શાસ્ત્રોમાં ભર્યો છે અને તેનો તમને થોડો ઘણો પણ ખ્યાલ આવી જાય એ માટે ટૂંકી ટૂંકી વાતો દ્વારા મૂળ વસ્તુને સમજાવવાનો વિચાર રાખેલો છે. તત્વજ્ઞાન, એ સખ્યત્વની પ્રાપ્તિનું સાધન છે તત્ત્વોના સ્વરૂપનું જ્ઞાન, એય સમ્યકત્વને પામવાનું સાધન છે. આત્મામાં સમ્યગ્દર્શન ગુણ નિસર્ગથી પણ પ્રગટે છે અને અધિગમથી પણ પ્રગટે છે. મિથ્યાત્વ મોહનીયનો ક્ષયોપશમાદિ થવો, એ જ સમ્યકત્વની પ્રાપ્તિનું કારણ છે, પરન્તુ મિથ્યાત્વ મોહનીયનો ક્ષયોપશમાદિ જો નિસર્ગથી થાય તો તે જુદી વાત છે, બાકી તો મિથ્યાત્વ મોહનીયનો ક્ષયોપશમાદિ એ પ્રયત્નસાધ્ય વસ્તુ છે. જીવાદિ તત્ત્વોના સ્વરૂપનું સાચું જ્ઞાન મેળવવવાનો પ્રયત્ન, એ સમ્યગ્દર્શન ગુણને પ્રગટાવવાનું સાધન છે. જેઓને સમ્યગ્દર્શન ગુણની પ્રાપ્તિ થઇ છે, તેઓ પણ તત્ત્વજ્ઞાન દ્વારા પોતાના સમ્યગ્દર્શન ગુણની નિર્મલતાને સાધી શકે છે. તત્ત્વોના સ્વરૂપનું સાચું અને નિશ્ચયાત્મક જ્ઞાન, વિરતિના પરિણામોને પેદા કરવામાં પણ ઘણું સહાયક નીવડે છે. જ્ઞાનિને સમ્યક ચારિત્રની પ્રાપ્તિ પણ સુલભ અને સમ્યક્ ચારિત્રનું નિરતિચાર પાલન પણ સુલભ. આથી જ, આપણે ત્યાં એમ પણ ક્યું છે કે- “પઢમં તો ચા / ધ્યાને પેદા કરવામાં અને ધ્યાને પાળવામાં, તત્ત્વજ્ઞાન બહુ સહાયક નીવડે છે. આવું જાણવા છતાં પણ, આપણામાં તત્ત્વોના સ્વરૂપને જાણવાની ઇચ્છા કેટલી ? તત્ત્વોના સ્વરૂપને જાણવાની તમે મહેનત કરેલી, પણ જ્ઞાનાવરણીય કર્મના દોષે જ તમે તત્ત્વજ્ઞાનને પામી શક્યા નથી, એવું તમે કહી શકો તેમ છો ? તમે વિચાર કરો કે-તત્ત્વજ્ઞાનને મેળવવાની ઇચ્છા થયેલી ખરી કે ? એ ઇરછાને પાર પાડવાને માટે મહેનત કરવાનું મન થયેલું કે થાય છે ખરૂં ? અવસરે, જેટલી સમજવાની શક્તિ છે, તેટલું સમજવાને માટે હૈયું ખુલ્લું રહે છે કે નહિ ? કે પછી, જે કરીએ છીએ તે બરાબર છે, એમ હૈયે રાખી મુક્યું છે ? એકલા અજ્ઞાન છો કે અજ્ઞાન હોવા સાથે આગ્રહી પણ છો ? જીવાદિ તત્ત્વોના સ્વરૂપને નથી જાણતા ને ? જીવાદિ તત્ત્વોના સ્વરૂપને કોઇ જણાવે, તો જેટલી બુદ્ધિ છે, તેટલું સમજવાની તૈયારી છે કે નહિ ? બીજા બધામાં રસ આવે અને તત્ત્વની વાતમાં રસ ન આવે એટલે જ્ઞાનની પ્રાપ્તિના દરવાજા બંધ છે, એમ માનવું પડે ને ? તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિના લક્ષ્યવાળા બનવાની જરૂર બીજમાંથી અનાજ થાય એ આદમી માટે અને ઘાસ થાય એ જનાવર માટે. અર્થ - કામને રસપૂર્વક ભોગવવાની વૃત્તિને ધરનારા આ અપેક્ષાએ જનાવર જેવા ગણાય અને એમાં ઉદાસીનભાવ રાખે એ આદમી ગણાય. સમ્યગ્દર્શન જેને થઇ જાય, એ આત્મા તત્ત્વજ્ઞાનનો એવો અર્થી બનતો જાય કે-તત્ત્વના સ્વરૂપાદિની વાતો સિવાયની ગમે તેવી પણ વાતો એને હિતકર તરીકે રૂચિકર ન જ નીવડે. આજે તો ભણેલા ગણાતાઓની પ્રવૃત્તિ પણ એવી થઇ રહી છે કે-સમ્યગ્દર્શન ગુણ હોય તોય જતાં વાર ન લાગે. કોઇ પણ પુસ્તક હાથમાં લે તો પહેલાં એ કયી સદીનું એ જુએ. કોનું બનાવેલું છે એ જોવું જોઇએ, કારણ કે-પુરૂષવિશ્વાસે વચનવિશ્વાસ છે, પણ કયી સદીનું છે એ ખાસ કારણ વિના જોવાની જરૂર શી ? પુસ્તકમાં ખાસ જોવાનું તો એ હોય કે- “એમાં તત્ત્વ શું છે ? વસ્તુનો વસ્તુગતે ખ્યાલ આપનાર તે છે કે નહિ ?' કાપડ લેવા જનારો પહેલું શું તપાસે ? એનું પોત કે જાત ? ટાઉપણું વગેરે છે કે નહિ, એ જ ખરેખરૂં જોવાનું હોય છે, પુસ્તકમાં પણ જોવાનું એ જ હોય છે કે- “એમાં તત્ત્વ કેવું છે ?' આજે સાહિત્યમાં જોવાનું શું ? એ જ Page 95 of 191 Page #96 -------------------------------------------------------------------------- ________________ કે-કયી સદીની ભાષા છે, એ વગેરે ? અરે ભાષા તો આજે પણ અનેક સદીની લખી શકાય છે. અનન્તજ્ઞાની, સઘળી ભાષાના જાણ, સઘળા અક્ષરોના સઘળા સંયોગોને જાણનાર-એવાઓએ જે ભાષામાં કહેલું, તેની સામે ભાષાનો પ્રશ્ન ઉભો કરવો, એનો અર્થ જ નથી. તત્ત્વજ્ઞાન તરફ અને તે પણ આત્મમુક્તિના હેતુથી લક્ષ્ય રહે તો જ કલ્યાણ થાય. તત્વજ્ઞ કોણ ? વાત એ છે કે-આત્માની દ્રષ્ટિ આવવી જોઇએ. જેને પાપથી બચવાનું મન નથી, તેને ગમે તેટલા જ્ઞાને પણ મોક્ષ મેળવવાનું મન થાય નહિ; અને જે જ્ઞાનથી મોક્ષ મેળવવાનું મન થાય નહિ, તે ગમે તેટલું વિશાળ પણ જ્ઞાન હોય તોય તે જ્ઞાન અજ્ઞાન કોટિનું છે. એટલા જ માટે પરમ ઉપકારી શ્રી ઉપાધ્યાયજી મહારાજાએ “નિવuિ૫મણેb' એમ કહીને હૈયાનો ભાવ ઠાલવ્યો છે. શ્રી ઉપાધ્યાયજી મહારાજાએ પોતાના જીવનમાં જ્ઞાન સંપાદન કરવાને માટે ખૂબ ખૂબ મહેનત કરી છે. જ્ઞાનના વિકાસ માટે એ મહાત્મા કાશીએ ગયા હતા. ત્યાંય ઘણી મહેનત કરી અને ત્યાંથી આ તરફ આવ્યા પછીય એ મહાપુરુષે ઘણી મહેનત કરી. કઠિનમાં કઠિન ગણાતા જે શાસ્ત્રગ્રન્થો, તેનો પણ એમણે અભ્યાસ કર્યો. એ પછી એમણે પોતે ઘણું લખ્યું પણ ખરું. શ્રી ઉપાધ્યાયજી મહારાજના રચેલા ગ્રન્થોમાંના અમુક ગ્રન્થો તો આજે મળતા પણ નથી; અને જે ગ્રન્થો મળે છે તે ગ્રન્થોને ભણી શકે અને સમજી શકે એવા પણ આજે ઓછા છે. એ બધા મહાપુરુષોએ ઠામ ઠામ મોક્ષની ને મોક્ષના ઉપાયની વાત લખી છે, પણ એ વાત બેસે કોના હૈયામાં? સંસાર ભૂંડો લાગે તો એ વાત હૈયે બેસે ! ગમે તેટલું ભણે અને ગમે તેટલું જાણે, પણ સંસાર ભૂંડો લાગે નહિ તો કહેવું પડે કે-એનું ભણતર એ સાચું ભણતર નથી. એ વાત ડાહ્યો થાય, પણ તત્ત્વજ્ઞ થાય નહિ. તત્ત્વજ્ઞ તે જ કહેવાય, કે જેને એક માત્ર મોક્ષ સિવાય કશું જ સાધવા જેવું લાગે નહિ. તત્ત્વજ્ઞાનીની ફરજ હવે એ ધર્મની ચિંતા પેદા થાય એ માટે, જરૂર આપણને ધર્મની ચિંતા પેદા કરાવનારાઓની પૂરતી જરૂર છે. એટલાજ માટે તત્ત્વજ્ઞાનીઓને આપણે સ્થાન આપ્યું છે. તત્ત્વજ્ઞાનીઓની ફ્રજ એ છે કે-પોતાનું કલ્યાણ સાધવા સાથે ધર્મની ચિંતા ન જાગી હોય ત્યાં જાગૃત કરવી. “દુનિયાનાં પ્રાણીઓમાં ધર્મની ચિંતા કરવાની ભાવના જાગૃત કરી દેવી.' અ વિના તત્ત્વજ્ઞાનીઓની બીજી કાંઇ વિશિષ્ટ જ નથી. તત્ત્વનું નિરૂપણ હોય કે કથાનું નિરૂપણ હોય પણ ઉદ્દેશ એ આત્માઓનો સંસાર છૂટે સુવિહિતશિરોમણિ, સમર્થ શાસ્ત્રકાર, આચાર્ય-ભગવાન શ્રીમદ્ હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા, સંવેગરસને પેદા કરનારી એવી આ શ્રી સમરાઇશ્ચકહાની આદિમાં શિષ્ટાચરિત મંગલની આચરણા કરી રહ્યા છે. વર્તમાન ચોવીસીના પ્રથમ તીર્થપતિ શ્રી ઋષભદેવ ભગવાનને નમસ્કાર કરાવ્યા બાદ, કથાકાર પરમર્ષિ ચોવીસમા તીર્થપતિ શ્રી વર્ધમાનસ્વામિજીને નમસ્કાર કરાવે છે. ભગવાન શ્રી વર્ધમાનસ્વામિજીને નમસ્કાર કરાવતાં, તેઓશ્રી માવે છે કે “परमसिरिवद्धमाणं, पणढमाणं विसुद्धवरनाणं । गयजोअंजोइसं, सयंभुवं वद्धमाणं च //// Page 96 of 191 Page #97 -------------------------------------------------------------------------- ________________ કથાકાર પરમર્ષિએ મંગલાચરણ કરતાં પણ જે વિશેષણો વાપર્યા છે, તે વિશેષણોમાં પણ જેમ જેમ વધુ ઉંડા ઉતરીએ, તેમ તેમ નવું નવું તત્ત્વ હાથ લાગે તેમ છે. એ મહાપુરૂષે એવું એવું લખ્યું છે કે-વસ્તુતત્વના જ્ઞાતાને પદે પદે અપૂર્વ આનંદ આવે અને એનું જેમ જેમ વધુ નિરૂપણ કરાય, તેમ તેમ એમાંથી વધુ વધુ રહસ્ય નીકળ્યા કરે : પરન્તુ આપણે કથા અખત્યાર કરી છે, એટલે એના લંબાણ નિરૂપણમાં નહિ ઉતરીએ. શ્રી જિનેશ્વરદેવના શાસનમાં, જે જે ધર્મકથાઓ લખાઇ છે, તે તે ધર્મકથાઓ લખવાનો ઇરાદો પણ, સંસારના જીવોને સંસારથી વિમુખ અને મુક્તિમાર્ગની સન્મુખ બનાવવાનો છે. સંસારથી છોડાવવાના ઇરાદા સિવાય, એથી વિપરીત ઇરાદાથી, આ શાસનમાં કોઇ પણ કથા લખાઇ નથી. સંસારના જીવોની સંસારની વાસના પુષ્ટ બને એ માટે શ્રી જૈનશાસનમાં કોઇ પણ કથા છે નહિ અને હોય પણ નહિ. તત્ત્વનું નિરૂપણ હોય કે કથાનું નિરૂપણ હોય, ઉદેશ એ કે- આત્માઓનો સંસાર છૂટે. આમ હોવા. છતાં પણ, શ્રોતાઓના અંતરમાં મોહ પેદા થાય એવી રીતિએ ધર્મકથાને વાંચનારો બોલે, તો તે ધર્મદેશક નહિ પણ પાપદેશક કહેવાય ? અને જો શ્રોતા ધર્મકથા સાંભળતાં સ્વયં પોતાના અંતરમાં મોહને પેદા કરે તો એ પોતાને માટે ધર્મકથાને પાપકથા બનાવનાર કહેવાય. સંસારની વિષમતાના સ્વરૂપનો ખ્યાલ આવે, સસારની વાસના ઉપર ફ્ટકા પડે, વૈરાગ્યની ભાવના પેદા થાય, એ ઇરાદાથી અને એ પદ્ધતિથી, ધર્મદેશકે ધર્મકથા વાંચવી જોઇએ અને શ્રોતાએ પણ એ ઇરાદાથી અને એ પદ્ધતિથી ધર્મકથા સાંભળવી જોઇએ. દુનિયામાં કેટલાક મુર્ખાઓ એવા પણ હોય છે કે-ધીને ઝેર બનાવીને ખાય. ધર્મકથાના વાંચન અને શ્રવણમાં એમ ન થાય તેની દરેકે કાળજી રાખવી જોઇએ. તત્ત્વસંપત્તિ ઉપર રૂચિ પ્રગટે એટલે સંસારની રૂચિ ઉઠે અસ્તુ. ચાલો આવો પાછા મૂળ વાત ઉપર, કર્મની દશાને સમજનારો આત્મા એક તો કોઇ ન સમજે એથી ગુસ્સો ન કરે અન અમૂક વ્યક્તિને ખરાબીમાં પડેલી જૂએ એથી આખો સમૂહ એવો છે અથવા એ વસ્તુજ ખરાબ છે એમ ન કહે. વ્યક્તિ ખરાબ હોય એ બને, પરન્તુ વસ્તુને ખરાબ કેમ કહેવાય ? આ. તારક વસ્તુની વાત છે, હોં ! સમ્યગદર્શન આત્મામાં શું લાવે છે ? એજ કે-શુદ્ધ દેવ, શુદ્ધ ગુરૂ અને શુદ્ધ ધર્મ એજ તત્ત્વસ્પત્તિ મને તારનાર છે અને સારાય વિશ્વને તારનાર પણ એજ છે. શુદ્ધ દેવાદિમાં તારકભાવની માન્યતા સમકતીની હોય. એને બીજે બધે ડૂબવાનું લાગે. સંસારને એ ખારો માને. સંસારમાં રહેવું એ ડૂબવા જેવું છે એમ એને લાગે. સુદેવાદિમાં રાગ આવે એટલે બીજે રાગ ઘટે. છોડાય નહિ તોયા સંસાર છોડવા જેવો લાગે. મૂકાય નહિ એ બને, પણ મૂકવા જેવું છે એમ લાગ્યા વિના રહે નહિ. સુદેવ, સગરૂ અને સધર્મ એજ માત્ર તારક છે, એને સેવવાથી જ તરાય તેમ છે, આવું જેને લાગે તે એ સિવાયના સર્વને ડૂબાડનાર માને. એને મોહ થાય, પણ સમજે કે-આ પાપનું સ્થાન છે. મિથ્યાત્વના ક્ષયોપશમાદિથી ઉત્પન્ન થતી રૂચિ થઇ જાય એટલે આખી વસ્તુ જ ી જાય. સંસારમાં જેને રૂચિ છે તેને વ્યાપાર માટે ઘર છોડવું પડે, નવપરિણીતા સ્ત્રી છોડવી પડે, ત્યારે એને શું શું થાય છે ? એ કરડો થઇ છોડે ખરો, પણ આંખમાં આંસુ આવે : તેમ સમકીતીને કદાચ સંસારમાં રહેવું પડે તો રહે ખરો, પણ રહેવામાં તેને આનંદ ન હોય. સુદેવ, સુગુરૂ અને સુધર્મ ઉપર શ્રદ્ધા ક્યારે થઇ કહેવાય ? એ સિવાય સર્વ મિથ્યા લાગે ત્યારે ! સંસાર મિથ્યા લાગે અને રૂચિ સુદેવાદિ ઉપર હોય, એ આત્માની દશા કરી હોય ? સુદેવ, સુગુરૂ અને સુધર્મ, -એ ત્રણેમાંથી એકેયમાં સંસારત્યાગ નથી એવું છે ? સમ્યગદર્શન આત્માને એવો યોગ્ય બનાવી દે છે કે-એ આ ત્રણ સિવાય કોઇને તારક માને નહિ : અને એક તરફ રૂચિ એ પ્રતિપક્ષી તરફ Page 97 of 191 Page #98 -------------------------------------------------------------------------- ________________ અરૂચિ, એ તો સીધી વાત છે. આય સારું અને તેય સારૂં, એ સમ્યગદર્શન નથી. સમ્યગદર્શન એવા ખોટા સમભાવને ઉઠાવી દે છે. સમ્યગદર્શન સાચા અને ખોટા વચ્ચેનો તફાવત સમજાવી દે છે. આ ઉપાદેય અને બીજું ત્યાજ્ય, એમ એ સમજી જાય છે. દેશોન કોટાકોટિ સાગરોપમ જેટલી કર્મની સ્થિતિ ન થાય ત્યાં સુધી તો આત્મા સમ્યકત્વ પામવાને લાયક જ બને નહિ. સમ્યગદર્શન પામ્યા બાદ આત્માની સંસારની સ્થિતિ અડધા પુદ્ગલ-પરાવર્તથી અધિક નજ હોય : આથી પણ સિદ્ધ છે કે-સમ્યગદર્શન આવે એટલે સંસાર ઉપર અરૂચિ પ્રગટે અને સુદેવ, સુગુરૂ તથા સુધર્મ એ તત્ત્વસંપત્તિ ઉપર રૂચિ પ્રગટે-શ્રદ્વા પ્રગટે. તત્ત્વશોધની ભાવના - આ મહાપુરૂષના જીવનમાંથી આપણે આજે આ જ બે વસ્તુ બરાબર સમજી લેવાની છે. “જેટલું ખોટું હોય એ પકડાઇ ગયું હોય તો પણ છોડવાનું અને સાચું હોય તો પ્રાણાંતે પણ નહિ છોડવાનું, એ જેનશાસનને પામેલાને મન તદન સ્વાભાવિક છે.” આ ભાવનાવાળો આત્મા તત્ત્વનો શોધક હોય છે એટલે તે મેં પડેલું છે એમ માન્યા પછી બેસી નથી રહેતો, પણ સાચું જાણવાને માટે પ્રયત્નશીલ રહે છે. આત્માનું કલ્યાણ થાય તે જેને આદરવું છે અને અકલ્યાણ થાય તેવું હોય તે જેને તજવું છે તે સાચું અને ખોટું જાણવા માટે પ્રયત્નશીલ હોય જ છે. આજે સત્યની કિંમત વિનાના જગતમાં, એક વાત ચાલી રહી છે કે- ભાઇ, ખોટું છોડવું અને સાચું સ્વીકારવું, એ વાત તો સાચી છે પણ ખોટ હોય એ છોડતાં અને સાચું હોય તે સ્વીકારતાં ઝઘડા કે કલેશ થાય છે તો કોઇને પણ અશાંતિ, દુ:ખ કે પીડા થાય તો તે શું ? અવિવેકી જગતની આ વાત જો માન્ય થઇ જાય તો આરાધના કરનારા આરાધના કરી શકે નહિ, એ વસ્તુ આપણે સમજાવવી છે. અનેક આત્માઓ યુદ્ધમાં ઝુકશે એમ જાણવા છતાં અને ભયંકર કજીયો થશે. એમ પણ જાણવા છતાં “મારૂં શીલ અબાધિત રહે' એ ભાવનામાં મક્કમતા જે સીતાજીએ કેળવી, તે સીતાજીને આપણે વખાણીએ છીએ કે વખોડીએ છીએ ? જો વખાણતા હો તો- “ધર્મજ તેનું નામ કે જે આપણે કરી તેથી કોઇને અશાંતિ ન થાય.' એવી વ્યાખ્યા ન બાંધતા. તમને જો માલુમ હોય તો-ભગવાન શ્રી મહાવીર પરમાત્મા ધ્યાનમાં ઉભા હતા, તે વખતે ઇંદ્ર દેવલોકમાં પ્રશંસા કરે છે; એ સાંભળીને સંગમને એમ થયું કે કેમ એ ન ચળે ! દેવતા આગળ માનવી કોણ ? હમણાં ચળાવી આવું ! એમ કરીને સંગમ આવ્યો, ભયંકર ઉપસર્ગ કીધા અને તેણે ઘોર પાપ બાંધ્યું, આ પ્રમાણે છતાંય ભગવાને પોતાનું ધ્યાન નથી છોડ્યું. આ રીતે તત્ત્વજ્ઞાનને જાણીને જ્ઞાનનો આદર કરવાનું જ્ઞાની ભગવંતો વિધાન કરે છે. જેને જ્ઞાન પ્રત્યે આદર થાય એને સુખમય સંસાર છોડવા જેવો છે એમ લાગ્યા જ કરતું હોય છે. પંદરમો બોલ દર્શન આપું! S « અહીં દર્શન એટલે સમ્યગ્દર્શન ગણાય છે. સમ્યક્ત્વની પ્રાપ્તિનો ક્રમ અનાદિકર્મસત્તાનથી વેષ્ટિતપણું આ જગત અનાદિ કાલીન છે. અનાદિકાલીન એવું આ જગત અનન્તકાલીન પણ છે. આ જગત Page 98 of 191 Page #99 -------------------------------------------------------------------------- ________________ ક્યારેય અસ્તિત્વમાં નહોતું-એવું પણ બન્યું નથી અને આ જગતુ ક્યારેય અસ્તિત્વમાં નહિ હોય-એવું બનવાનું પણ નથી. અનાદિ અને અનન્ત એવા આ જગતમાં “જીવ’ અને ‘જડ” એ બે પ્રકારના મુખ્ય પદાર્થો છે; એથી જગતના એકે એક પદાર્થનો કાં તો જીવમાં અને કાં તો જડમાં સમાવેશ થઇ જાય છે. જડ એવાં કર્મોના જીવની સાથેના યોગથી સંસાર છે અને જીવ જ્યારે જડના એ સંયોગથી સર્વથા મુક્ત બનો. જાય છે, ત્યારે એ જીવ સંસારથી મુક્ત બની ગયો, એમ કહેવાય છે. જીવને સંસારી રાખનારો, જીવને સંસારી બનાવ્યું રાખનારો જે જડનો સંયોગ છે, તે જડ કર્મસ્વરૂપ છે. કર્મ જડ છે, પણ જીવ માત્રને જડ એવા કર્મનો સંયોગ અનાદિકાલથી છે; અને, જડસ્વરૂપ કર્મના એ સંયોગથી જ જીવનો સ્વભાવ આવરાયેલો છે. જીવની સાથેનો કર્મનો સંયોગ અનાદિકાલીન હોવા છતાં પણ, કોઇ જ કર્મ વિશેષનો સંયોગ કોઇ પણ જીવને અનાદિથી હોતો નથી, કારણ કે-ભોગવવા આદિ દ્વારાએ કર્યો આત્માથી વિખુટાં પણ પડતાં જાય છે અને બંધનાં કારણોનું અસ્તિત્વ હોઇને જીવને નવાં નવાં કર્મો બંધાતાં જતાં પણ હોય છે. એટલે, કોઇ કર્મ વિશેષનો સંયોગ જીવને અનાદિકાલથી હોતો નથી, પરન્ત પ્રવાહ રૂપે અથવા પરંપરા રૂપે, જીવની સાથેનો જડ એવા કર્મનો જે સંયોગ છે, તે અનાદિકાલીન છે. આમ હોઇને, જીવને અનાદિકર્મવેષ્ટિત કહેવાને બદલે, જીવને અનાદિકર્મ-સંતાન-વેષ્ટિત અથવા અનાદિકર્મ પરમ્પરાવેષ્ટિત આદિ કહેવો, એ વધુ યોગ્ય છે. કર્મનો બંધ તે જ જીવને થઇ શકે છે, કે જે જીવને કર્મનો સંયોગ હોય છે. પ્રત્યેક સમયે આત્મા કર્મથી છૂટે છે પણ ખરો અને કર્મને બાંધે છે પણ ખરો. વીતરાગ અને સર્વજ્ઞ બનેલો આત્મા, માત્ર ચાર પ્રકારનાં કર્મોએ જ સહિત હોય છે. તેથી તે ચાર પ્રકારનાં કર્મોથી છૂટતો જાય છે અને એ આત્માને માત્ર યોગપ્રત્યયિક અને તે પણ શાતાવેદનીયનો જ બંધ થતો હોય છે. એમ કરતાં કરતાં, એ આત્મા એવી અવસ્થાએ પહોંચે છે કે એને કર્મનો બંધ થાય જ નહિ અને એથી તે સંકલ કર્મોથી રહિતા બની જાય. સખ્યત્ત્વની દુર્લભતા જીવ માત્ર અનાદિકાલથી કર્મસન્તાનથી વેષ્ટિત છે અને એથી જીવ માત્રને માટે સમ્યક્ત્વ દુર્લભ છે. સમ્યકત્વ દુર્લભ છે એ વાત જેમ સાચી છે, તેમ જીવે સમ્યકત્વને પોતાને માટે સુલભ બનાવ્યા વિના ચાલી શકે તેવું પણ નથી-એ વાતેય એટલી જ સાચી છે; કારણ કે- “સમ્યકત્વને પ્રાપ્ત કર્યા વિના, કોઇ પણ જીવ, ગૃહિધર્મને કે સાધુધર્મને તેના ખરેખરા સ્વરૂપમાં પામી શકતો જ નથી; અને, ધર્મને ખરેખરા સ્વરૂપમાં પામ્યા વિના, કોઇ પણ જીવ, પોતાના મોક્ષને સાધી શકતો નથી.” ર્મગ્રન્થિ કોને કહેવાય ? આ વાત ઉપરથી તમને સમજાઈ ગયું હશે કે-હવે તમારે કેવા પ્રકારનો પુરુષાર્થ કરવાનો છે. ગ્રન્થિદેશે આવેલ જીવોમાંથી જે જીવો સમ્યગ્દર્શન ગુણને પામનારા હોય છે, તે જીવો ગ્રન્થિને ભેદનારા બને છે. જીવ યથાપ્રવૃત્તિકરણ દ્વારા ગ્રન્થિદેશે પહોંચાડનારી કર્મસ્થિતિની લઘુતાને પામે છે; અને, ગ્રન્થિદેશે. પહોંચાડનારી કર્મસ્થિતિની લઘુતાને પામે છે; અને, ગન્ધિદેશે આવી પહોંચેલો જીવ જ્યારે અપૂર્વકરણવાળો. બને છે, ત્યારે એ અપૂર્વકરણ દ્વારાએ એ જીવગ્રન્થિને ભેદનારો બને છે. કરણ એટલે શું ? આત્માનો પરિણામ વિશેષ. આત્મા પોતાના પરિણામના બળે ગ્રન્થિને ભેદે છે, માટે પહેલાં “ગ્રન્થિ શું છે ?' એ તમારે સમજી લેવું જોઇએ. અને ‘ગ્રન્થિ શું છે ?' -એ સમજાશે એટલે એવી ગ્રન્થિને ભેદવાને માટે આત્મા કેવા Page 99 of 191 Page #100 -------------------------------------------------------------------------- ________________ પરિણામવાળો બનવો જોઇએ, એની પણ તમને કલ્પના આવી શકશે. આ ગ્રન્થિને ક્રમ ગ્રન્થિ પણ કહેવાય છે. ગાઢ એવા રાગ-દ્વેષનો જે આત્મપરિણામ, એ જ કર્મગ્રન્થિ છે. જીવનું જે મોહનીય કર્મ, તે કર્મથી જનિત અવો એ ગાઢ રાગ-દ્વેષનો પરિણામ હોય છે. આત્માના એ ગાઢ રાગ-દ્વેષના પરિણામને, જ્ઞાનાવરણીય કર્મની સહાય પણ મળેલી હોય છે, દર્શનાવરણીય કર્મની સહાય પણ મળેલી હોય છે અને અન્તરાય કર્મની સહાય પણ મળેલી હોય છે. મોહનીય નામના એક ઘાતી કર્મમાંથી જન્મેલો અને જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય તથા અંતરાયકર્મ એ બાકીનાં ત્રણેય ઘાતી કર્મોની સહાયને મેળવી ચૂકેલો એ ગાઢ રાગ-દ્વેષનો પરિણામ, અત્યન્ત દુર્ભેધ હોય છે. ગ્રન્થિ એટલે ગાંઠ. જેમ રાયણ આદિ વૃક્ષોની ગાંઠ ખૂબ જ કર્કશ, ગાઢ, રૂઢ અને મૂઢ હોય અને એ કારણે એ ગાંઠને લાકડાં ચીરનારાઓ પણ મહા મુશીબત ચીરી શકે છે, તેમ ગાઢ રાગ-દ્વેષના પરિણામ રૂપી કર્મભનિત એ જે ગાંઠ છે, તે કર્કશ, ગાઢ, રૂઢ અને ગૂઢ હોઇને, જીવથી મહા મુશ્કેલીએ ભેદી શકાય એવી હોય છે. ગાંઠને ચીરવા જેવો વ્યાપાર સામાન્ય રીતિએ લાકડાં ચીરવાનો ધંધો કરનારાઓ પણ જ્યાં સુધી ગાંઠ આવે ત્યાં સુધી તો લાડાને ચીર્યા કરે છે, પણ ગાંઠ આવે એટલે એ લાકડાને ચીરવાનું બંધ કરી દે છે. કેટલાકો ગાંઠને ચીરવાનો પ્રયાસ આદરે છે અને ગાંઠ ઉપર કુહાડા માર માર કરે છે, પણ કુહાડાના ઘા જોરદાર નહિ મારી શકાવાથી કુહાડો ગાંઠ સાથે અથડાઇ અથડાઇને જ્યારે પાછો પડ્યા કરે છે, ત્યારે કંટાળીને એ ગાંઠને ચીરવાનું કામ તેઓ છોડી દે છે. એમાં, એવા પણ ચીરનારાઓ હોય છે કે-પોતાના કુહાડાની ધારને અતિશય તીક્ષ્ણ બનાવી દઇને, ગાંઠ ઉપર તેઓ કુહાડાના એવા તો જોરદાર ઘા કરવા માંડે, કે જેવા જોરથી તેમણે કોઇ લાકડા ઉપર કુહાડાનો ઘા કર્યો હોય નહિ; અને, એમના એ જોરદાર ઘાથી ગાંઠ ચીરાઇ જાય પણ ખરી. કર્મગ્રન્થિને ભેદવાની બાબતમાં, લગભગ એવું જ બને છે. કર્મગ્રન્થિના દેશે પહોંચેલા. આત્માઓમાં, કેટલાક આત્માઓ ત્યાં જ અટકી જાય છે અને છેવટ પાછા પડે છે. પાછા પડીને પણ પાછા તેઓ કર્મગ્રન્થિના દેશે આવે અને ગ્રન્થિદેશે આવીને કર્મગ્રન્થિને ભેદવાનો પુરૂષાર્થ કરે, એવા આત્માઓ પણ એમાં હોય છે. જ્યારે કેટલાક આત્માઓ એવા પણ હોય છે કે-જેઓ કર્મગ્રન્થિના દેશે આવીને, અનુકૂળતા પ્રાપ્ત થઇ જતાં એવા પુરુષાર્થશીલ બની જાય છે કે-તેઓ, કર્મગ્રન્થિને ભેદ્યા વિના અને કર્મગ્રન્થિને ભેદીને પણ પોતાના સમ્યગ્દર્શન ગુણને પ્રગટ કર્યા વિના જંપતા જ નથી. ર્મગ્રન્થિ ઉત્પન્ન થતી નથી પણ પ્રગટે છે. આ કર્મગ્રન્થિ, જીવ માત્રને અનાદિકાલની હોય છે. જ્ઞાનાવરણીયાદિ આઠ કર્મો પૈકીના આયુષ્યકર્મ સિવાયનાં સાત કર્મોની સ્થિતિ ઘણે અંશે ઘટી જવાથી કર્મગ્રન્થિ ઉત્પન્ન થવા પામતી નથી, પણ પ્રગટ થવા પામે છે. જ્યાં સુધી જ્ઞાનાવરણીયાદિ સાત કર્મોની સ્થિતિ એક કોટાકોટિ સાગરોપમની અથવા તો એથી અધિક હોય છે, ત્યાં સુધી તો એ જીવ પોતાની એ કર્મગ્રન્થિને જાણવાને માટે પણ સમર્થ બની. શકતો નથી. એટલી બધી એ ગૂઢ હોય છે. જ્યારે જીવનાં જ્ઞાનાવરણીયાદિ સાત કર્માની સ્થિતિ ખપતે ખપતે એક કોટાકોટિ સાગરોપમ પ્રમાણ રહે છે અને એ એક કોટાકોટિ સાગરોપમમાંથી પણ એ સાત કર્મોની સ્થિતિ જ્યારે એક પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ સુધી ખપી જવા પામે છે, ત્યારે જ જીવ પોતાની એ કર્મગ્રન્થિને જાણવાને માટે પણ સમર્થ બની શકે છે. એટલી કર્મસ્થિતિ ખપી ગયેલી, બધા જ જીવો, Page 100 of 191 Page #101 -------------------------------------------------------------------------- ________________ પોતાની એ કર્મગ્રન્થિને જાણી શકે છે-એવું પણ બનતું નથી. પરન્તુ, જે જીવો પોતાની એ કર્મગ્રન્થિને જાણી શકે છે અથવા સમજી શકે છે, તે જીવો પણ જો તે જીવોની કર્મસ્થિતિ એટલી હદ સુધીની ખપી જવા પામી હોય, તો જ પોતાની અનાદિકાલીન એવી એ કર્મગ્રન્થિને જાણી શકે છે અથવા તો સમજી શકે છે. જ્ઞાનીઓ માવે છે કે-જીવની એટલી પણ કર્મસ્થિતિ જે ખપે છે, તે તેના પોતાના પરિણામથી જ ખપે છે, પણ એ પરિણામને એ જીવે કોઇ સમજપૂર્વક પેદા કરેલો હોતો નથી. જીવના ખાસ પરિશ્રમ વિશેષ વિના એ પરિણામ જીવમાં પેદા થઇ ગયેલો હોય છે. એટલા જ માટે, એ પરિણામને “યથાપ્રવૃત્તિકરણ” કહેવાય છે. નદીમાં અથડાતે-કૂટાતે પાષાણ જેમ સુન્દર આકારવાળો અને અતિશય લીસો આદિ બની જાય છે, તેમ જીવ પણ અથડાતે-કૂટાતે પોતપોતાને પ્રાપ્ત થતી અવસ્થાદિને અનુસાર ઉત્પન્ન થયા કરતા પરિણામના વશે, કર્મસ્થિતિની એટલી લઘતાવાળો બની જાય છે. જીવ જ્યારે કર્મસ્થિતિની એટલી લઘુતાને પામે છે, ત્યારે કર્મગ્રબ્ધિ આવે છે. એટલે, પોતાની એ કર્મગ્રન્થિને જ જાણી શકે, તો તે જ જીવ જાણી શકે છે, કે જે જીવ પોતાની કર્મસ્થિતિની એટલી લઘુતાવાળો બન્યો હોય. સંસારની નિર્ગુણતાનું ભાન અને ધર્મશ્રવણેચ્છા આદિથી થતી પરિણામની શુદ્ધિ કર્મસ્થિતિની આટલી લઘુતા પ્રાપ્ત થયેથી, જીવના પુરુષાર્થની આવશ્યક્તા ઉભી થાય છે. અત્યાર સુધી પોતાના ખાસ પુરુષાર્થ વિના જ, સામગ્રી આદિને અનુસાર પેદા થતા યથાપ્રવૃત્તિકરણથી કર્મસ્થિતિ ખપી જવા પામી; પણ, એ પ્રકારનું યથાપ્રવૃત્તિકરણ હવે પછી જીવે સાધવાની પ્રગતિમાં કારણ બની શકતું નથી. હવે તો, જીવ જો ગ્રન્થિને ભેદે, તો જ એની સુન્દર પ્રગતિ શક્ય બને છે; અને, એ ગ્રન્થિભેદ અપૂર્વકરણથી જ શક્ય છે. અપૂર્વકરણ એટલે આત્માનો પોતાનો એવા પ્રકારનો શુભ અને તીવ્ર પરિણામ, વો શુભ અને તીવ્ર પરિણામ, અનાદિકાલથી સંસારમાં પરિભ્રમણ કરી રહેલા એ જીવને, પૂર્વે કદી પણ પ્રગટ્યો જ ન હોય. યથાપ્રવૃત્તિકરણ દ્વારા કર્મસ્થિતિ ખપવાને કારણે કર્મગ્રન્થિની છેક નજદીકમાં આવી પહોંચેલા જીવે, કર્મગ્રન્થિને ભેદવાને માટે, એ અપૂર્વકરણને પેદા કરવો જ પડે છે. એ અપૂર્વકરણને પેદા કરે-એવાં પ્રકારના પુરુષાર્થને કરવાનો જે પરિણામ, તે પરિણામને પણ યથાપ્રવૃત્તિકરણ જ કહેવાય છે; પણ એ યથાપ્રવૃત્તિકરણ જીવે પોત પોતાના પુરૂષાર્થથી પેદા કરેલો કહેવાય છે; અથવા તો, એને શુદ્ધ યથાપ્રવૃત્તિકરણ તરીકે પણ ઓળખી શકાય છે. કર્મગ્રન્થિ સુધી પહોંચી ગયેલા જીવને, સંસારની નિર્ગુણતાનું ભાન થવા માંડે, એ શક્ય છે. અને, કર્મગ્રન્થિ સુધી પહોંચી ગયેલા જીવો પૈકીના જે જીવોને સંસારની નિર્ગુણતાનું ભાન થવા માંડે, તે જીવોમાં ક્રમે કરીને મોક્ષની ઇચ્છા જન્મ, એ પણ શક્ય છે. મોક્ષની ઇચ્છા જન્મવાના યોગે, મોક્ષના કારણ એવા ધર્મને જાણવાની ઇચ્છા પ્રગટે, એ પણ શક્ય છે. સંસાર પ્રત્યે અરૂચિનો ભાવ પેદા થવાથી અને મોક્ષ પ્રત્યે રૂચિનો ભાવ પેદા થવાથી જે જીવમાં ધર્મને જાણવાની ઇચ્છા પ્રગટે, એ જીવને ક્રમે કરીને ધર્મદાતા સંગુરુની પાસે જઇને ધર્મશ્રવણ કરવાનું મન થાય અને સાંભળેલા ધર્મના સ્વરૂપ સંબંધી ચિન્તન અને મનન આદિ કરવાનું મન થાય, એ પણ શક્ય છે. આ. બધી જે ઇરછાઓ પ્રગટે, એમાં જીવનો પોતાનો પુરૂષાર્થ તો છે જ; અને, એ પુરુષાર્થના બળે જીવના પરિણામની શુદ્ધિ પણ થયા જ કરે છે. એમ પરિણામની શુદ્ધિને સાધતે સાધતે જીવ અપૂર્વકરણને પણ પામી જાય છે. ધર્મશ્રવણ મોક્ષના ઉપાયને જાણવાના આશયે છે ? Page 101 of 191 Page #102 -------------------------------------------------------------------------- ________________ તમે બધા છેવટમાં છેવટ ગ્રન્થિદેશે તો આવી જ ગયેલા છો અને અહીં આવનારાઓ ધર્મશ્રવણના યોગને પણ પામેલા છે. હવે વિચાર તો એ જ કરવાનો છે કે-અહીં જે કોઇ શ્રવણ કરવાને માટે આવે છે, તે ધર્મનું જ શ્રવણ કરવાને માટે આવે છે કે નહિ ? શ્રવણ કરવાને માટે આવનારાઓ, ધર્મના સ્વરૂપાદિને જાણવાની ઇચ્છાવાળા છે કે નહિ ? ધર્મના જ સ્વરૂપાદિને જાણવાની ઇચ્છા, મોક્ષના ઉપાયના સ્વરૂપાદિને જાણવાની ઇચ્છા તરીકે જન્મેલી છે કે બીજા કોઇ આશયથી એ ઇરછા જન્મેલી છે ? એટલે, સંસારની નિર્ગુણતાનું તમને અમુક અંશે પણ સાચું ભાન થવા પામ્યું છે; સંસારની નિર્ગુણતાનું થોડુંક પણ સાચું ભાના થવાથી, તમને સંસાર પ્રત્યે અરૂચિનો ભાવ પ્રગટ્યો છે; સંસાર પ્રત્યે અરૂચિનો ભાવ પ્રગટવાથી તમારામાં, સંસારથી વિપરીત એવો જે મોક્ષ-તે મને મળે તો સારું, એવી મોક્ષની રૂચિ થઇ છે; અને એથી તમે, તમારી એ રૂચિને સંતોષવાને માટે સંસારથી છોડાવનારા અને મોક્ષને પમાડનારા ધર્મને જાણવાની ઇચ્છાવાળા બન્યા છો; તથા, એ કારણે જ તમે અહીં શ્રવણ કરવાને માટે આવો છે, એવું જો હું માનું અથવા તો એવું જો કોઇ માને, તો તે બરાબર છે ખરું? તમારી સમક્ષ અત્યારે એ પ્રશ્ન છે કે-તમારે મોક્ષના ઉપાયને આચરવો છે અને એથી તમારે મોક્ષના ઉપાયને જાણવો છે, એ કારણે તમે અહીં શ્રવણ કરવાને માટે આવો. છો ? કે, બીજા કોઇ કારણે તમે અહીં શ્રવણ કરવાને માટે આવો છો ? અહીં શ્રવણ કરવાને માટે તમે આવો છો, તેમાં તો તમારો મોક્ષના ઉપાય તરીકે ધર્મના સ્વરૂપાદિને જાણવાનો આશય પણ હોઇ શકે, સંસારના સુખની સિદ્ધિનો આશય પણ હોઇ શકે અને ગતાનુગતિકપણે તમે આવતા હો-એવું પણ હોઇ શકે. તે સંસારના સુખની વાતમાં આવે નહિ અનાદિ મિથ્યાદ્રષ્ટિ જીવ જો પોતાના સમ્યગ્દર્શન રૂપી ગુણને પ્રગટાવનારો બને, તો તે કયા ક્રમે પ્રગટાવનારો બને, એનો તમને કાંઇક ખ્યાલ આવે, એ માટે આ વાતનો આટલો વિસ્તાર કરવામાં આવ્યો. ગૃહિધર્મ અને સાધુધર્મ, એમ બે પ્રકારે ધર્મની વ્યવસ્થા કરવામાં આવેલી છે. એ બન્નેય પ્રકારના ધર્મના મૂળ રૂપ જે વસ્તુ છે, તે સમ્યત્વ છે. સમ્યત્વે સહિત બનીને જો ગૃહિધર્મનું અગર સાધુધર્મનું આરાધન કરવામાં આવે છે, તો જ એ આરાધનને સાચા રૂપમાં ધર્મારાધન કહી શકાય છે; અને એવું ધર્મારાધન જ, એ આરાધક જીવન, પોતાના વાસ્તવિક ળને આપનારૂં નીવડે છે. આ કારણે, ધર્મારાધનને કરવાની ઇચ્છાવાળા બનેલા ભાગ્યવાનોએ, સમ્યકત્વના પ્રકટીકરણનો પુરુષાર્થ કર્યા કરવો જોઇએ અને એ પુરુષાર્થ કર્મગ્રન્થિને ભેદવાની દિશા તરફ્લો હોવો જોઇએ. સમ્યકત્વને પામેલા પુણ્યાત્માઓએ પણ, પોતાના સમ્યકત્વનાં સંરક્ષણની કાળજીરાખવાની સાથે, દિન-પ્રતિદિન સમ્યકત્વ શુદ્ધ બનતું જાય, એવો પુરુષાર્થ કર્યા કરવો જોઇએ. વિષયની અને કષાયની અનુકૂળતાના રાગે તેમજ વિષયની અને કષાયની. પ્રતિકૂળતાના દ્વેષે જ, આત્માની ખરેખરી પાયમાલી કરી છે. વિષયની અને કષાયની અનુકૂળતાનો રાગ તથા વિષયની અને કષાયની પ્રતિકૂળતાનો દ્વેષ, એ જ સુખનું કારણ છે-એમ માનવું અને એ માન્યતાને અનુસાર વર્તવું, એ જ ઘાતી કર્મોને સુદ્રઢ બનાવવાનું અને જોરદાર બનાવવાનું પ્રધાન સાધન છે. એવો રાગ-દ્વેષ જાય ત્યારની વાત તો જુદી જ છે, પણ એવો રાગ-દ્વેષ જતાં પહેલાં પણ જ્યાં “એવો રાગ-દ્વેષ એ હેય જ છે, તજવા યોગ્ય જ છે, એથી આત્માને લાભ નથી પણ હાનિ જ છે.” –આવો ભાવ આત્મામાં પ્રગટ છે, તેની સાથે જ ઘાતી કર્મોની જડ હચમચી જાય છે અને ઘાતી કર્મોથી મુક્તિ પામવાનું મંડાણ મંડાઇ જાય Page 102 of 191 Page #103 -------------------------------------------------------------------------- ________________ છે. “એ રાગ-દ્વેષ હેય જ છે.” -એમ લાગતાં, આત્મામાં અપૂર્વકરણ અટલે કે-અપૂર્વ એવો અધ્યવસાય. પ્રગટે છે; અને, એ અધ્યવસાય દ્વારા જ કર્મગ્રન્થિ ભૂદાઇ જાય છે. આ વગેરે જે જે વાતો આ સંબંધમાં કહેવામાં આવી, તે તમને યાદ તો છે ને ? સ. થોડી ઘણી. એના સાર રૂપે તો બધી જ વાત યાદ છે ને ? કે પછી, સારમાં પણ ગોટાળો છે ? સં. એ વખતે તો એમ થઇ ગયેલું કે-સંસારના સુખનો રાગ ભૂંડો જ છે અને સંસારના સુખના રાગને લીધે જન્મેલો દ્વેષ પણ ભૂંડો જ છે. એટલું પણ જો થયું હોય, તો પણ તમે ભારે નસીબદાર ગણાઓ. એ રાગ-દ્વેષને તજવાનો ઉપાય, શ્રી જિનશાસનની આરાધના કરવી-એ જ છે, એમ પણ તમને લાગે છે ને ? સ. એ તો ચોક્કસ. તો, શ્રી જિનશાસનની આરાધના કરવાની વાતમાં જે ઉમળકો આવે, તે સંસારના સુખની બીજી કોઇ પણ વાતમાં આવે નહિ ને ? સંસારના સુખ ઉપર પણ રાગ ખરો, પણ તે રાગ તથા તેના યોગે જન્મેલો. દ્વેષ તજવા લાયક જ એમ લાગે છે ને ? અને, આત્માને શ્રી વીતરાગ બનાવનારા મોક્ષના ઉપાય ઉપર પણ રાગ ખરો, પણ એ જ રાગ પોષવા જેવો છે અને એ રાગમાંથી જન્મેલો પાપનો દ્વેષ પણ પોષવા જેવો છે, એમેય લાગે છે ને ? આ વાતને વિચારીને, એ સંબંધી નિર્ણય કરવા જેવો છે. કેટલાક જીવો તો એવા હોય. છે કે-અહીં સાંભળતે સાંભળતે પણ વિચારે કે- “એ તો મહારાજ કહ્યા કરે; બાકી ઇન્દ્રિયોના વિષયોની અને ક્રોધાદિ વિષયોની અનુકૂળતા વિના સુખ સંભવે જ નહિ.” મોક્ષ પ્રત્યેના દ્વેષનો આ પણ એક નમૂનો છે. તમે મોક્ષના દ્વેષી તો નહિ પણ રાગી જ છો, એમ માની લઉં ને ? મોક્ષના રાગને સળ કરવાને માટે જીવે સભ્યત્વને પામવાનો પુરુષાર્થ અવશ્ય કરવો. જોઇએ; અને જે ભાગ્યશાલિઓ સમ્યગ્દર્શન ગુણને પામ્યા હોય, તેમણે સમ્યક્ત્વને દિન-પ્રતિદિન વિશેષ ને વિશેષ નિર્મળ બનાવ્યા કરવાનો પુરુષાર્થ કર્યા કરવો જોઇએ. સમ્યગ્દર્શન ગુણનો પ્રભાવ અનન્ત ઉપકારી ભગવાન શ્રી જિનેશ્વરદેવોના શાસનમાં સમ્યક્ત્વની કિંમત એટલી મોટો આંકવામાં આવી છે કે-એના વિના જ્ઞાન પણ સમ્યજ્ઞાન રૂપ બનતું નથી, એના વિના ચારિત્ર પણ સમ્યક ચારિત્ર રૂપ બનતું નથી અને એના વિના તપ પણ સમ્યફ તપ તરીકે ઓળખવાને અગર ઓળખાવાને લાયક બનતો નથી. જ્ઞાન ધર્મશાસ્ત્રોનું હોય; તો પણ, એ જ્ઞાનને ધરનારો આત્મા જો સમ્યકત્વને પામેલો ન હોય, તો એ આત્માનું એ શાજ્ઞજ્ઞાન પણ સમ્યજ્ઞાન રૂપે એ આત્માને પરિણમતું નથી; અને એથી, એ આત્માનું એ જે શાસ્ત્રજ્ઞાન, તે પણ અજ્ઞાન અથવા મિથ્યાજ્ઞાનની કોટિનું ગણાય છે. એ જ રીતિએ, ચારિત્ર પણ ભગવાને બતાવેલા ચારિત્રના આચારોના આચરણ રૂપ હોય, તો પણ આ ચારિત્રાચારોનું પાલન કરનારો આત્મા જો સમ્યક્ત્વને પામેલો ન હોય, તો એ આત્માનું એ ચારિત્રાચારોનું પાલન સમ્યફચારિત્રની કોટિનું ગણાતું નથી, પણ કાયકષ્ટાદિની ઉપમાને યોગ્ય ગણાય છે. અને, એવી જ રીતિએ તપ, તપ પણ ભગવાને બતાવેલા અનશનાદિ પ્રકારોના આસેવન રૂપ હોય, તોપણ એ અનશનાદિ તપનું આસેવન કરનારો આત્મા જો સમ્યકત્વને પામેલો ન હોય, તો એ તપ એ આત્માનાં કર્મોને તપાવનારું બનતું નથી, પણ આત્માને સંતપ્ત બનાવવા આદિ દ્વારા એ તપ એ આત્માના સંસારની વૃદ્ધિનો હેતુ બની. Page 103 of 191 Page #104 -------------------------------------------------------------------------- ________________ જાય છે અને એથી એ આત્માના એ તપના આસેવનને પણ સમ્યક કોટિના તપમાં ગણવામાં આવતું નથી. જ્યારે સમ્યકત્વનો એ પ્રભાવ છે કે-એની હયાતિમાં જ્ઞાન એવી રીતિએ આત્મામાં પરિણમે છે કે જેથી એ જ્ઞાન સમ્યજ્ઞાન ગણાય, ચારિત્રનું પાલન એવા ભાવપૂર્વકનું બને છે કે જેથી એ ચારિત્રનું પાલન સમ્યક ચારિત્ર ગણાય અને તપ પણ એવા ભાવપૂર્વકનું બને છે કે જેથી એ આત્માને વળગેલાં કર્મ તપે, કર્મની નિર્જરા થાય અને એ હેતુથી એ તપ સમ્યક તપની કોટિનું ગણાય. સમ્યગ્દષ્ટિનો મૃતધર્મનો રાગ ભાવ શ્રાવકમાં શુક્રૂષા, ચારિત્રધર્મનો રાગ અને દેવ-ગુરૂની વૈયાવચ્ચનો નિયમ તો અવશ્ય હોય. છે. શ્રી જેનશાસનમાં ભાવ શ્રાવકની શુશ્રુષાનો પણ ખાસ પ્રકાર વર્ણવાએલો છે. આમ તો શુશ્રુષાનો અર્થ થાય “સાંભળવાની ઇચ્છા” પણ શું સાંભળવાની ઇચ્છા અને તે ઇચ્છા પણ કેવી પ્રબળ, એ વાતેય સમજી લેવા જેવી છે. જીવ સમ્યગ્દર્શનને પામ્યો, એટલે તત્વાર્થ શ્રદ્ધાનના કારણને પામ્યો. આ કારણ એવું છે કે-જો સામગ્રી મળે તો એ પોતાના કાર્યને નિપજાવ્યા વિના રહે નહિ. સ, એ શું? મિથ્યાત્વ મોહનીય કર્મના ક્ષયોપશમાદિથી જન્ય રૂચિ રૂપ આત્મપરિણામ વિશેષ, એને ઉપકારિઓ સમ્યકત્વ કહે છે અને તત્વની શ્રદ્ધાને ઉપકારિઓ સખ્યત્વનું કાર્ય કહે છે. સમ્યક્ત્વ હોય તો જ સાચું તત્વથદ્વાન હોઇ શકે અને જ્યાં જ્યાં સાચું તત્વશ્રદ્વાન હોય ત્યાં ત્યાં સમ્યકત્વ અવશ્યમેવ હોય. આમ બન્ને વાક્યો કહી શકાય. આથી કાર્યમાં કારણનો ઉપચાર કરીને એમ પણ કહેવાય છે કે-તત્વાર્થ શ્રદ્વાન એ સમ્યકત્વ છે, કારણ કે- સામગ્રીસંપન્ન અવસ્થામાં તત્વાર્થથદ્વાન રૂપ કાર્ય, સમ્યકત્વ રૂપ કારણના યોગે અવશ્યભાવિ કાર્ય છે. તત્વાર્થશ્રદ્ધાન એટલે ભગવાન શ્રી જિનેશ્વરદેવોએ ક્રમાવેલા. જીવાદિ તત્વભૂત પદાર્થોનું શ્રદ્ધાન. આવી તત્વરૂચિ જન્મ, એટલે આત્માને ભગવાન શ્રી જિનેશ્વરદેવોએ માવેલા તત્વસ્વરૂપને જાણવાની ઇચ્છા થયા વિના રહે જ નહિ. ભગવાન શ્રી જિનેશ્વરદેવોએ ક્રમાવેલા તત્વસ્વરૂપને જાણવાની ઇચ્છા થાય, એટલે ધર્મશાસ્ત્રોનું શ્રવણ કરવાની ઇચ્છા પણ થાય જ : કારણ. કે-ભગવાન શ્રી જિનેશ્વરદેવોએ ક્રમાવેલું તત્વસ્વરૂપ ધર્મશાસ્ત્રોમાં જ વર્ણવાએલું છે. સમ્યગ્દ,ટિ આત્મા સદુબોધ મેળવવાને ખૂબ જ આતુર હોય છે અને ધર્મશાસ્ત્રોનું શ્રવણ એ સમ્યગ્દષ્ટિ આત્માઓને માટે તો સંબોધનું અવધ્ય કારણ છે; આથી સમ્યદ્રષ્ટિ આત્માઓને ધર્મશાસ્ત્રોનું શ્રવણ કરવાની પ્રબળ ઇચ્છા થાય છે. ધર્મશાસ્ત્રોનું શ્રવણ કરવાની સમ્યદ્રષ્ટિ આત્માઓની ઇચ્છા કેટલી પ્રબળ હોય છે, એ વસ્તુનો ખ્યાલ આપવાને માટે શાસ્ત્રકાર પરમર્ષિઓએ કામી જનનું ઉદાહરણ આપ્યું છે કામી આત્માઓને ગીતના. શ્રવણનો જે રાગ હોય છે, તેનાથી પણ અધિક રાગ સમ્યગ્દષ્ટિ આત્માઓને ધર્મના શ્રવણનો હોય છે. કામી પણ સામાન્ય નથી સમજવાનો. વયે યુવાન, કામકળાઓમાં કુશળ અને કાન્તાથી પરિવરેલો-એવા. કામી જનને કિન્નરગાનના શ્રવણનો પ્રસંગ પ્રાપ્ત થાય, તો એ કિન્નરગાનના શ્રવણમાં એને જે રાગ હોય છે, તેના કરતાં પણ અધિક દ્રઢ રાગ સમ્યગ્દષ્ટિ આત્માઓને ધર્મશ્રવણમાં હોય છે. સમ્યગ્દષ્ટિનો ચારિત્રધર્મનો રાગ સમ્યગ્દષ્ટિ આત્માઓને જેમ મૃતધર્મનો રાગ આવા પ્રકારનો હોય છે, તેમ સમ્યદ્રષ્ટિ આત્માઓને ચારિત્રધર્મનો રાગ પણ અસામાન્ય કોટિનો હોય છે. સમ્યદ્રષ્ટિ આત્માઓના ચારિત્રધર્મી Page 104 of 191 Page #105 -------------------------------------------------------------------------- ________________ ઉપરના રાગની પ્રબળતાનો ખ્યાલ આપવાને માટે શાસ્ત્રકાર પરમર્ષિઓએ, ભૂખ્યા બ્રાહ્મણનું ઉદાહરણ આપ્યું છે. સામાન્ય સંયોગોમાં પણ બીજાઓના કરતાં બ્રાહ્મણોમાં ધૃતપૂર્ણ ભોજની અભિલાષા વિશેષ પ્રમાણમાં હોય છે. તેમાં પણ જો કોઇ બ્રાહ્મણે અટવીને લંઘી હોય, અટવીમાં કાંઇ જ ખાવા-પીવાનું મળ્યું ન હોય એટલે ભૂખ જોરદાર બની હોય, પેટ જાણે પાતાળમાં પેસી ગયું હોય અને એથી ખાવાનું જે મળી જાય તેનાથી પોતાની ભૂખને શમાવવાની તીવ્ર ઇચ્છા થઇ હોય, તેમાં જો એની નજરે ધૃતપૂર્ણ ભોજન ચઢે, તો એ ભોજન ઉપર એને કેવોક રાગ થાય ? એ ભોજનને મેળવવાને માટે એ શક્તિમાન બને અગર શક્તિમાન ન બને-એ વાત જુદી છે; પોતાના કર્મદોષ આદિના કારણે એ બ્રાહ્મણ એ ભોજનને ન મેળવી શકે-એય શક્ય છે; પણ નજરે ચઢેલા એ ભોજનને વિષે એનો રાગ કેવોક હોય ? એના એ રાગની કલ્પના કરી લ્યો. અને સમજો કે-સમ્યગ્દષ્ટિ આત્માઓમાં ચારિત્રધર્મનો રાગ એથી પણ અધિક હોય છે. આ અવિરત સમ્યગ્દષ્ટિની વાત છે. વિરતિવાળા સમ્યગ્દષ્ટિ આત્માઓ તો એવા હોય છે કે-પેલો બ્રાહ્મણ એણે દેખેલા ધૃતપૂર્ણ ભોજનને જ્યારે મેળવી શકે, ત્યારે એને જેમ એ ભોજનનું ભક્ષણ કરવા સિવાયનું કોઇ લક્ષ્ય હોતું નથી અને એને જેમ એ ભોજનના ભક્ષણમાં અનુપમ તથા અપૂર્વ સ્વાદનો અનુભવ થાય છે. તેમા વિરતિધર્મને પામેલા આત્માઓ વિરતિના પાલન સિવાયના કોઇ લક્ષ્યવાળા હોતા નથી તેમજ વિરતિના પાલનમાં એ પૂણ્યાત્માઓ અનુપમ અને અપૂર્વ સ્વાદનો અનુભવ કરે છે. સર્વવિરતિને પામેલા સમ્યગ્દષ્ટિ આત્માઓ જ્યારે આવા હોય છે, ત્યારે સર્વવિરતિ ને પામવા જોગો કર્યદોષ જેઓનો ટળ્યો નથી અને થોડો ઘણો કર્મદોષ ટળવાના યોગે જેઓ દેશવિરતિપણાને જ પામી શક્યા છે, એવા સમ્યગ્દષ્ટિ આત્માઓની દશા પણ, પેલા ભૂખથી પીડાતા બ્રાહ્મણને થોડું ભોજન મળવાથી થતી દશા જેવી છે. પેલા બ્રાહ્મણને જ્યારે ભોજન થોડા પ્રમાણમાં મળે, ત્યારે એ પોતાને મળેલા થોડા ભોજનનો ભક્ષણમાં જેમ એવી કાળજીવાળો બને છે કે-એ ભોજનનો એક અણુ પણ એળે જવા દે નહિ અને એ ભોજનનો એને જેમ એવો સ્વાદ લાગે છે કે-બાકીના ભોજનને મેળવવાને માટેની એની ઇરછા ઉલટી વધી જાય છે, તેમ દેશવિરતિપણાને પામેલા સભ્યદ્રષ્ટિ આત્માઓ દેશવિરતિ-ધર્મના પાલનમાં એવા જ કાળજીવાળા બને છે અને સર્વવિરતિને પામવાની તેમની ઇરછા પણ વધારે વેગવતી બની જાય છે, કારણ કે-તેમને વિરતિના આસ્વાદનો પણ અનુભવ થાય છે. ભાવથી શુદ્ધ ચિત્તવાળા આ વાત અહીં એ માટે કરવામાં આવી છે કે-આ નવમી વિંશિકાની પહેલી ગાથામાં પરમ ઉપકારી શાસ્ત્રકાર પરમર્ષિએ ભાવશ્રાવક કેવો હોય અને એ ભાવશ્રાવક પણ કેવો ? કે જે અવિરત સમ્યદ્રષ્ટિ હોય. તે ઉત્તમ શ્રાવક કેવો હોય ? -એ દર્શાવતાં તેને ભાવથી શુદ્ધ ચિત્તવાળા તરીકે ઓળખાવેલ છે. અવિરત સમ્યગ્દષ્ટિ આત્મામાં પણ ચારિત્રધર્મનો રાગ કેવો હોય છે. તે આપણે ભૂખથી પીડાતા બ્રાહ્મણના. દ્રષ્ટાન્તથી જોયું. શ્રતધર્મના રાગની સફ્લતા પણ ચારિત્રધર્મના રાગને જ આભારી છે. ભગવાને કહેલા ચારિત્રધર્મને જાણવા અને પામવાના હેતુવાળો જ મૃતધર્મનો રાગી હોય છે. મૃતધર્મનો રાગ હોય અને ચારિત્રધર્મનો રાગ ન હોય, તો એ કહેવાતો મૃતધર્મનો રાગ એ સાચી કોટિનો મૃતધર્મનો રાગ નથી. મૃતધર્મનો રાગ એ જ્ઞાનનો રાગ છે અને ચારિત્રધર્મનો રાગ એ વિરતિનો રાગ છે. ઉપકારિઓએ માવ્યું છે કે-આત્માનો મોક્ષ, જ્ઞાન અને ક્રિયાના યોગથી થાય છે. “જ્ઞાનયાભ્યાં મો!” સમ્યગ્દષ્ટિ આત્માઓને માટે જ આ વાત છે. સમ્યગ્દર્શનને પામીને જ્ઞાન અને ક્રિયાની આરાધના કરવા દ્વારા જીવ Page 105 of 191 Page #106 -------------------------------------------------------------------------- ________________ મોક્ષને પામી શકે છે, એટલે સમ્યદ્રષ્ટિ આત્માઓમાં શ્રુતધર્મનો રાગ પણ હોય અને ચારિત્રધર્મનો રાગ પણ હોય. શ્રુતધર્મનો સાચો રાગ હોય અને ચારિત્રધર્મનો રાગ ન હોય, એ બને જ નહિ. હેયોપાદેયના વિવેક વિનાનું જ્ઞાન પણ અજ્ઞાન ગણાય છે અને હેયોપાદેયના વિવેકપૂર્વકના જ્ઞાનનો રાગ તો સૂચવે છે કે-એ આત્મા હેયના ત્યાગનો અને ઉપાદેયના સ્વીકારનો અભિલાષી છે. અવિરતિ સમ્યદ્રષ્ટિ આત્માઓ હેય ક્રિયાઓથી રહિત જ અને ઉપાદેય ક્રિયાઓથી સમલંકૃત જ હોતા નથી; ક્રિયાઓની દ્રષ્ટિએ જોઇએ, તો તેમને શુદ્ધ ક્રિયાવાળા કહી શકાય જ નહિ, તેમની વાણી પણ પાપરહિત જ હોય એમેય કહી શકાય નહિ; પણ તેઓ ભાવથી શુદ્ધ ચિત્તવાળા હોય છે, એમ જરૂર કહી શકાય; કારણ કે- તેઓમાં સમ્યક્ત્વ રૂપ શુભ આત્મપરિણામ તો પ્રગટેલો જ છે અને એથી તેઓમાં શ્રુતધર્મનો તથા ચારિત્રધર્મનો રાગ પણ છે. સમ્યદ્રષ્ટિનો રાગ અને વિરાગ એ આત્માઓની એવી દશા હોય છે કે-જે ક્રિયાઓ એમને વસ્તુતઃ ગમે છે, તે ક્રિયાઓને આચરવાને તેઓ અસમર્થ છે અને જે ક્રિયાઓ એમને વસ્તુતઃ નથી ગમતી, તે ક્રિયાઓને તેઓ છોડી શકતા નથી. અહીં કોઇને પૂછવું હોય તો તે પૂછી શકે કે- ‘તો શું અવિરતિવાળા સભ્યદ્રષ્ટિ આત્માઓ સંસારની જે ક્રિયાઓ કરે છે, તે રાગ વિના જ કરે છે ?' આવા પ્રશ્નના જવાબમાં ‘હા’ પણ કહી શકાય અને ‘ના' પણ કહી શકાય. અવિરત સમ્યદ્રષ્ટિ આત્માઓ સંસારની જે ક્રિયાઓ કરે છે, તે રાગરહિતપણે કરે છે-એવું એ અપેક્ષાએ કહી શકાય કે-સંસારની ક્રિયાઓ તરફ્નો તેમનો જે ઉપાદેયપણાનો રાગ હતો, તે રાગ સમ્યગ્દર્શનની હયાતિમાં રહેવા પામ્યો નથી, એટલું જ નહિ પણસંસારની ક્રિયાઓ તજવા જેવી જ છે-એવો સંસાર પ્રત્યેનો વિરાગભાવ પણ એ આત્માઓમાં પ્રગટેલો જ છે. અવિરત સમ્યદ્રષ્ટિ આત્માઓ, તેમને તેમના અનન્તાનુબંધિ કષાયોનો ઉદય નહિ હોવાથી આવી ઉત્તમ દશાને પામેલા છે, પણ બાકીના ત્રણ પ્રકારના એટલે અપ્રત્યાખ્યાનાવરણીય, પ્રત્યાખ્યાનાવરણીય અને સંજ્વલન કષાયોનો ઉદય તો તેઓને છે જ, એટલે એ કષાયો પણ કામ તો કરે ને ? અપ્રત્યાખ્યાનાવરણીય આદિ કષાયોનો ઉદય હોય તો સમ્યદ્રષ્ટિ આત્માઓને પણ સંસારની ક્રિયાઓમાં તે ક્રિયાઓને કરવાજોગો રાગ તો થાય જ અને એ દ્રષ્ટિએ અવિરત સમ્યદ્રષ્ટિ આત્માઓ સંસારની ક્રિયાઓ રાગથી કરે છે એમ પણ કહી શકાય, પણ સમ્યગ્દર્શન ગુણના યોગે એ રાગને મહત્વ મળતું નથી. અપ્રત્યાખ્યાનાવરણીય આદિ કષાયોનો ઉદય જેમ અવિરતિની ક્રિયાઓના રાગને જન્માવે તેમ આ રાગ અને આ ક્રિયાઓ પણ તજવા યોગ્ય જ છે-એવા ભાવ સમ્યગ્દર્શન ગુણ પ્રગટાવે. અવિરત સમ્યદ્રષ્ટિ આત્માનો સંસારનો રાગ પાંગળો હોય છે અને શ્રુતધર્મ તથા ચારિત્રધર્મ વિષેનો એનો રાગ અતિશય પ્રબલ હોય છે, એટલે સમ્યદ્રષ્ટિ આત્માઓને પણ વિરાગી કહી શકાય. આમ છતાં પણ, કેવળ બહારની ક્રિયાઓને જોનારને સમ્યદ્રષ્ટિ આત્માના આ મનોભાવનો ખ્યાલ આવે શી રીતિએ ? રાગનો ભેદ એ માનસિક વસ્તુ છે અને માનસિક વસ્તુનો ખ્યાલ તો સાચા વિવેકિઓને જ આવી શકે ને ? સમ્યક્ત્વ પ્રાપ્ત થતાં આનંદની વૃષ્ટિ આપણે જોઇ ગયા તેમ અન્તરકરણની પ્રથમ ક્ષણમાં મિથ્યાત્વમોહનીય કર્મનો અલ્પાંશે પણ ઉદય નહિ હોવાને લીધે તેમજ અતિ દીર્ઘ સ્થિતિવાળા કર્મને આત્માના અનિવૃત્તિકરણરૂપ શુભ પરિણામને લઇને દબાવી રાખેલાં હોવાને લીધે અર્થાત્ રાગ-દ્વેષની ઉપશમ અવસ્થાને લઇને આત્માને ઔપશમિક સમ્યક્ત્વ Page 106 of 191 Page #107 -------------------------------------------------------------------------- ________________ પ્રાપ્ત થાય છે. આ સમ્યકત્વનો પ્રાદુર્ભાવ થતાં આત્માને જે આહલાદ થાય છે તે ખરેખર અવર્ણનીય છે. ગ્રીષ્મઋતુમાં ખરે બપારે સૂર્યના પ્રખર તાપથી પીડિત થયેલા નિર્જળ વનમાં ભટકતા વટેમાર્ગુને વૃક્ષની છાયારૂપ શીતળ સ્થાન નજરે પડે તો પણ તેને કેટલો આનંદ થાય ? તો પછી આ વટેમાર્ગુને આવા શીતળ સ્થાનમાં આરામ લેવાનું મળે, એટલું જ નહિ પરંતુ તે ઉપરાંત ત્યાં આવીને કોઇક તેને શીત જળનું પાન કરાવે તેમજ આખા શરીરે ચંદનાદિકનો લેપ કરે, ત્યારે તેને કેટલો આહલાદ થાય વારૂ? તેવીજ રીતે અનાદિકાલિક સંસારરૂપ ગ્રીષ્મઋતુમાં જન્મમરણાદિકરૂપ નિર્જળ વનમાં કષાયરૂપ તાપથી દગ્ધ થયેલા અને તૃષ્ણારૂપ તૃષાથી દુઃખિત થતાં એવા ભવ્યજીવ રૂપ વટેમાર્ગુને અંતરકરણરૂપ શીતળ છાયા દ્રષ્ટિગોચર થાય, ત્યારે તે, તે તરફ હર્ષઘેલો થઇને દોડે એમાં શું નવાઇ ? અને ત્યાં જતાં જ અંતરકરણરૂપ સ્થાનમાં પ્રવેશ કરતાં જ ચંદનથી પણ અનેકગણા શીતળ એવા સમ્યત્વ રૂપ વનસાર (ચંદન)થી તેનો આત્મા ચર્ચિત થાય, ત્યારે તો તેના હર્ષ વિષે પૂછવું જ શું? આવા સમયે અનંતાનુબંધી કષાયો અને મિથ્યાત્વરૂપ પરિતાપ તેમજ તૃષ્ણારૂપ તૃષા તો તેના તરફ દ્રષ્ટિપાત પણ કરી શકતા નથી. રણસંગ્રામમાં જય મળતાં વીરપુરૂષોને જે આનંદ થાય છે, તેનાથી કરોડ ગણો અરે તેથી પણ વધારે આનંદ આત્મા આ સમ્યકત્વ મેળવતાં અનુભવે છે, એમ કહેવામાં જરાએ અતિશયોક્તિ નથી. કમકે-અનાદિકાળથી પ્રતિ સમય તીવ્ર દુ:ખ દેવામાં અગ્રેસર અને કટ્ટા શત્રુરૂપ મિથ્યાત્વના ઉપર વિજય મેળવતાં કયો પ્રાણી ખુશી ખુશી ન થઇ જાય ? જન્મથી જ જે અંધ હોય તેને એકાએક નેત્રની પ્રાપ્તિ થાય અને આ સમગ્ર વિશ્વ અવલોકવાની તેને તક મળે ત્યારે તે આનંદિત થઇ જાય, તો પછી અનાદિકાળથી મિથ્યાત્વરૂપ અંધતાથી દુઃખી થતા જીવને સમ્યગદર્શનરૂપ નેત્રો મળે, ત્યારે તેના વર્ષમાં કંઇ કચાશ રહે ખરી ? સમ્યગદર્શન કોને કહેવાય ? દુનિયાના જેટલા અયોગ્ય પદાર્થો, અથવા તો કહો કે-આત્મહિતની. નાશક જેટલી સામગ્રી, એના ઉપર અરૂચિ અને આત્માને ઉપકારક જેટલી સામગ્રી, એના ઉપર રૂચિ એ સમ્યગદર્શન છે. આવી દશા આવવી એ કાંઇ સહજ વાત નથી. અનન્તજ્ઞાનિઓએ ક્રમાવેલાં તત્ત્વોને દીલમાં નિ:શંકપણે સ્થાપિત કરવા જેટલી લાયકાત આત્મામાં આવ્યા પછી જ સમ્યગદર્શનનો આવિર્ભાવ થાય છે. આવા સમ્યગદર્શન ગુણને પામેલો આત્મા તો સામગ્રીસંપન્ન દશામાં, અનન્તજ્ઞાનિઓએ ક્રમાવેલાં તત્ત્વોને જાણવાની અભિલાષાવાળો હોય જ, પણ જેઓ આ ગુણને પામવાને ચાહતા હોય તેઓએ પણ, આત્માને વિશ્વાસુ બનાવીને સદગુરૂઓ દ્વારા અનન્તજ્ઞાનિઓએ ક્રમાવેલાં તત્ત્વોને જાણવાનો પ્રયત્ન કરતા રહેવું જોઇએ. “यत्राल्पेनापि कालेन, त्वदभक्तेः फलमाप्यते । कलिकाल: स एकोस्तु, कृतं कृतयुगादिभि: ।। १ ।।" જે કાલમાં થોડાજ કાલે કરીને તારી ભક્તિનું ફ્લ પમાય છે, તે એક કલિકાલ જ હો અને કૃતયુગાદિકથી મારે સર્યું.' વાત પણ ખરી છે કે-પ્રભુશાસનની પ્રાપ્તિ વિનાનો ચોથો આરો પણ શું કામનો ? અને પ્રભુશાસનની પ્રાપ્તિથી સુંદર બનેલો પાંચમો આરો એ પણ ચોથા આરાથીય સુંદર છે કારણ કે-આત્મકલ્યાણની પ્રાપ્તિ માટે તે સાધનરૂપ છે ! ખરેખર, પ્રભુશાસનને પામેલા આત્મા માટે દરેક દ્રવ્ય, દરેક ક્ષેત્ર, દરેક કાળ અને દરેક ભાવ ઉત્તમ છે. તે આત્માને મન તો આજ્ઞાનું પાલન થાય તે સુકાળ અને આજ્ઞાનું પાલન જે કાળમાં ન થાય તેજ દુષ્કાળ. જો કાળ વિગેરે વસ્તુની કિંમત કરો તો પ્રભુના શાસનની કિંમત રહેતી નથી : જો Page 107 of 191 Page #108 -------------------------------------------------------------------------- ________________ પ્રભુશાસનની કિંમત હોય તો આ બધાની પરવા ન કરો. ભસવું અને લોટ ફૂકવો, એ બે વાત તો કોઇ પણ કાળે નહિ બને. દુનિયાની સાહ્યબીમાં રાચવું અને પ્રભુના શાસનને આરાધવું, એ બે વાત શી રીતિએ બને ? પ્રભુના શાસનને પામેલો સારૂં ન ખાય-પીયે એમ કહેવાનો આશય નથી : જો પ્રભુશાસનને પામેલો રોજ આયંબીલ કરે તો મહાપુણ્યશાળી. ઘી-દૂધ ખાવાં જ એવો કાયદો નથી, ન ખવાય તો સારું. એ કાળમાં મક્તિ હતી અને આજે નથી એ કમનશીબી ખરી, પણ તે કાળમાં આરાધના બને અને આજ ન બને એવું ન કહો. આખી જીંદગીનો પલટો સમ્યકત્વ ગુણ પામ્યા પછીની આખી જીંદગીમાં પલટો થઇ જવો જોઇએ. સમ્યગદ્રષ્ટિ આત્માનો સ્વભાવ અને વર્તનજ કોઇ અનુપમ હોવાં જોઇએ. સમ્યકત્વનું નામ જ એ છે કે- “સંસારની પિપાસા ઉપર કાપ, આસક્તિ લુલી, સ્નેહ લુખ્ખો અને દુનિયાદારીનાં-જગદ્ભરનાં કાર્યો પ્રત્યે ઉદાસીનતા.” જેના હૃદયમાં સમ્યક્ત્વરૂપી દિપક પ્રગટે અને આટલો પલટો ન અનુભવાય, તો પછી તેનો મહિમાજ કાંઇ ન રહ્યો. એમ કહેવાય.” જૈન શાસ્ત્રકારોએ સમ્યગદર્શનનો મહિમા બહુ ગાયો છે. સમ્યગદર્શન એ જ્ઞાનરૂપી વૃક્ષનું બીજ છે; પુણ્યરૂપી નગરનો દરવાજો છે; નિર્વાણરૂપી મહેલનો પાયો છે; સર્વ સંપત્તિઓનું નિધાન છે; સમુદ્ર જેમ રત્નોનો તેમ ગુણોનો એક આધાર છે : સમ્યગદર્શન એ ચારિત્રરૂપી લક્ષ્મીનું ભાજન છે. સમ્યગદર્શન વિનાના સર્વ ગુણો એકડા વિનાના મીંડા જેવા છે. આત્માને જ્ઞાન અને ચારિત્રની પ્રાપ્તિ થવા છતાં સમ્યગદર્શન વિનાના તે જ્ઞાન અને ચારિત્ર સંસારને ઘટાડી શકતાં નથી કે જન્મમરણનાં દુ:ખોને દૂર કરી શકતાં નથી. ચારિત્ર અને જ્ઞાનથી હીન હોવા છતાં સમ્યગદર્શનના પ્રતાપે શ્રેણિકાદિ આત્માઓ ઉચ્ચપદને લાયક બની શક્યા છે. મુક્તિમાર્ગમાં ગુણપ્રાપ્તિની શરૂઆત સમ્યગદર્શનથી ગણેલી છે. સમ્યગદર્શનની પ્રાપ્તિ પૂર્વેના સઘળા ગુણો પણ એક જાતિની મોહની મૂચ્છજ છે. અંતર્મુહૂર્ત માત્ર સમ્યગદર્શનને ધારણ કરનાર આત્મા પણ સંસારમાં દીર્ધકાળ ભમતો નથી. સમ્યગદર્શનથી સુવાસિત થયેલ આત્મા માટે તિર્યંચ અને નરકગતિનાં દ્વાર બંધ થઇ જાય છે અને ઉચ્ચ પ્રકારની મનુષ્ય અને દેવગતિનાં દ્વાર ખૂલી જાય છે. સમ્યગદર્શનની હયાતિમાં આયુષ્યનો બંધ કરનાર આત્મા મરીને અવશ્ય વૈમાનિક દેવ થાય છે. સમ્યગદર્શન વિનાના સઘળા ગુણોની શોભા દેવ વિનાના મંદિર જેવી છે, જલ વિનાની નદી જેવી છે અને પ્રાણ વિનાની કાયા જેવી છે. સમ્યગદર્શન વિનાનું જ્ઞાન તત્ત્વાતત્ત્વનો વિવેક કરાવવા માટે અસમર્થ છે. સમ્યગદર્શન વિનાનું ચારિત્ર આત્માપર લાગેલી સંસારની આસક્તિ ઘટાડવા અસમર્થ છે. સમ્યગદર્શના વિનાનું દાન લક્ષ્મી પર લાગેલી મૂછ ઘટાડવા અસમર્થ છે. સમ્યગદર્શન વિનાનું શીલ વિષયની આસક્તિ ઘટાડવામાં અસમર્થ છે. સમ્યગદર્શન વિનાનો તપ આહારની વાસના ઘટાડવા અસમર્થ છે. સમ્યગદર્શના વિનાની અહિંસા પરિણામે હિંસાને વધારનારી છે. સમ્યગદર્શન વિનાનો સંયમ પરિણામે અસંયમને વધારનારો છે. સમ્યગદર્શન વિનાની શાંતિ પરિણામે અશાંતિને વધારનારી છે. સમ્યગદર્શન વિનાનો સંતોષ પરિણામે અસંતોષને વધારનારો છે. સમ્યગદર્શન એ સર્વ ગુણોનો રાજા છે. રાજા વિનાનું સૈન્ય જેમ દુશ્મનનો વિજય કરવાને અસમર્થ છે તેમ સમ્યગદર્શન વિનાના સર્વ ગુણો સંસાર રિપુનું વિદારણ કરવા અસમર્થ છે. સમ્યગદર્શન એ મુક્તિમાર્ગનો દીવો છે. એ દીપકના પ્રકાશ વિના આત્માનો અજ્ઞાન અંધકાર દૂર થતો નથી. સમ્યગદર્શન એ અમૂલ્ય ઔષધ છે, એ ઓષધ વિના આત્માનો ભવરોગ નાશ પામતો નથી. Page 108 of 191 Page #109 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દર્શન એ અભિનવ અમૃત છે, એ અમૃત વિના આત્માના ભાવપ્રાણોને હણનાર રાગાદિ ઝેરી વિષ વિનાશ થતું નથી. ઉચિતવૃત્તિનાં પાંચ લિંગો શ્રી જિનધર્મથી વિરુદ્ધ ન હોય એવી અને લોકધર્મથી વિરૂદ્ધ વૃત્તિનો ત્યાગી અને કુલપરંપરાગત શુદ્ધ વૃત્તિવાળો આત્મા ઉચિત વૃત્તિવાળો કહેવાય છે : એક આત્મામાં એવી ઉચિત વૃત્તિ આવી છે કે નહિ, તે જાણવાને માટે તેના પાંચ લક્ષણો દર્શાવવામાં આવ્યાં છે. (૧) સર્વજનવલ્લભપણું :- જે માણસ ધર્મ વિરૂદ્ધ વર્તતો ન હોય, જે માણસ લૌકિક ધર્મથી વિરુદ્ધ વૃત્તિનો પણ ત્યાગી હોય અને જે માણસ કુલપરંપરાગત શુદ્ધ વૃત્તિને ધરનારો હોય, તે માણસ સ્વાભાવિક રીતે જ સર્વજનવલ્લભપણું પ્રાપ્ત કરે છે. જે માણસ પોતાની સ્થિતિ મુજબ વર્તે, છાકટાપણું કરે નહિ, કોઇનું પણ ઉંધું-છતું કરતો ન હોય, બની શકે તો કોઇનું ભલું કરી છૂટતો હોય, પરનારિસહોદરની ભાવનાથી વર્તતો હોય, વ્યાપારાદિમાં પણ અનીતિ કરતો ન હોય, અસત્ય વચન બોલતો ન હોય અને ગુણનો રાગી તથા ગુણહીનતા ઉપર કરૂણાવૃત્તિવાળો હોય, તે માણસ સ્હેજે સર્વજનવલ્લભ હોય છે. એવા દુર્જનોની વાત જૂદી છે કે-જેઓ આવી ઉચિત વૃત્તિવાળા પણ પુણ્યશાલિ આત્માઓની ઠેકડી કરે છે. તેમનું વલ્લભપણું સજ્જનો મેળવી શકતા નથી. શ્રી તીર્થંકરદેવો નાથ ખરા, પણ ભવ્ય જીવોના : તેમ દુર્જન આત્માઓને વલ્લભ ન થાય તો પણ તે સર્વજનવલ્લભ કહેવાય. આવા આત્માઓ પણ પોતાના ધર્મ વિષે આગ્રહી જરૂર હોય છે, તેઓ સર્વજનવલ્લભ બનવા માટે ધર્મથી હઠનારા કે ધર્મનિન્દાને સાંભળી લેનારા હોતા નથી. પરન્તુ એવા આત્માઓમાં એવી વિવેકશીલતા અને વ્યવહારકુશલતા હોય છે કે-ઇતર ધર્મીઓ પણ તેઓના એ ગુણની પ્રશંસા કર્યા વિના રહે નહિ. આ સર્વજનવલ્લભપણું કહેવાય અને તેને દરેકે પ્રાપ્ત કરવા માટે યોગ્ય બનવું જોઇએ. (૨) અગહિત કર્મ :- જીવિકા માટે જે વ્યાપારાદિ ક્રિયા કરવી પડે તે ક્રિયા પણ એવી હોવી જોઇએ કે-જે અનિર્દિત હોય. અર્થાત્-આજીવિકામાં એવી સંતોષવૃત્તિ હોવી જોઇએ કે જેથી લોકો એની પ્રવૃત્તિથી એની અને એના ધર્મની નિન્દા ન કરે પણ વખાણ કરે. (૩) વ્યસનમાં વીરતા ઃ- વ્યસન એટલે વિપત્તિ, આફ્ત આવ્યે છતે પણ વીરતા એટલે અઘેનતા હોવી જોઇએ. જેઓ આફ્તમાં અદીન નથી હોતા, તેઓ ધર્મની આરાધના રીતસર કરી શકતા નથી. ઉત્તમ આત્માઓ આરંભેલી । શુભ ક્રિયાને કષ્ટો વચ્ચે પણ દીન બન્યા વિના પૂર્ણ કરનારા હોય છે. આદરેલી ક્રિયા નુક્શાનકારક જણાય, એમ લાગે કે-ઉંધી ક્રિયા પકડાઇ ગઇ, તો છોડી દેવાય, પરન્તુ લોકનિન્દાથી ડરીને કે બીજા વિઘ્નોથી દીન બનીને શુદ્ધ ક્રિયા છોડવી જોઇએ નહિ. એ વાત યાદ રાખવી જોઇએ કે-સજ્જનોમાં નિન્દા થાય તેવું કાર્ય કરવું નહિ અને દુર્જનોની નિન્દાથી ડરીને સારૂં કાર્ય મૂકી દેવું નહિ. બાકી ખરાબ કાર્યમાં તો સજ્જનો દીન જ બને : પોતાથી ખરાબ થઇ ગયું હોય તે માટે તેઓને પશ્ચાત્તાપ હોય એથી તેઓ તે માટે તો દીન જ બને. (૪) યથાશક્તિ ત્યાગ અને તપ :- ઉચિત વૃત્તિવાળો આત્મા, પોતાની શક્તિ મુજબ ત્યાગ અને તપનો આદર કરનારો હોય. (૫) ધર્મમાં સુલબ્ધ લક્ષ્યત્વ :- ધર્મમાં પરમાર્થ લક્ષિપણું. આ વિના ધર્મની આરાધના યથાસ્થિત થઇ શકતી નથી. કુલાચારથી ધર્મ કરી રહેલાઓએ પણ આ ગુણ ખાસ કેળવવા જેવો છે અને એ ગુણ Page 109 of 191 Page #110 -------------------------------------------------------------------------- ________________ કેળવાય તો અપૂર્વ ધર્મવૃત્તિ પ્રાપ્ત થઇ શકે તેમ છે. આ રીતે સમ્યગ્દર્શનને પ્રાપ્ત કરીને જીવો શ્રી જિનેશ્વર પરમાત્માના શાસનને પામીને પોતાના આત્માનું કલ્યાણ કરે છે આથી દર્શન એ આત્મકલ્યાણમાં ઉપયોગી થતું હોવાથી જ્ઞાની ભગવંતોએ એ આદરવાનું કહેલ છે. સોળમો બોલ ચારિત્ર આવું ચારિત્ર પ્રત્યે આદરભાવ કરવાનું જ્ઞાનીઓ માને છે એ ચારિત્ર એ શું છે એ જણાવે છે. હવે ત્રીજું ચારિત્ર રત્ન છે-ચારિત્ર. આરત્ન અનુપમ છે. કર્મમલને દૂર કરવામાં આ અજોડ રત્ન છે. ભાવથી આ રત્નને પામ્યા વિના, કોઇ પણ આત્મા મુક્તિ પામ્યો ય નથી, પામતો ય નથી અને પામશે પણ નહિ. સઘળાય પાપના વ્યાપારોનો જે ત્યાગ, એનું નામ ચારિત્ર છે. આ ચારિત્રના સ્વીકાર માટે ઘરબાર, કુટુંબપરિવાર, રાજ્યસદ્ધિ, સ્નેહી-સમ્બન્ધી, પેસા-ટકા, અદ્ધિ-સિદ્ધિ, વિષયસામગ્રી અને માતા-પિતા આદિ સર્વનો ત્યાગ કરવો પડે છે. આ ચારિત્રના પાલન માટે ઇંદ્રિયો ઉપર પૂર્ણ કાબુ રાખવો પડે છે, મનના. માલિક બનવું પડે છે, સદ્ગુરૂના ચરણોમાં ત્રણે યોગોનું સમર્પણ કરવું પડે છે. ધર્મોપકરણો અને શરીર ઉપરના પણ મમત્વભાવને તજવો પડે છે, “રસો, દ્ધિ અને સાતા' –આ ત્રણની આસક્તિ ન લાગી જાય એથી સાવધ રહેવું પડે છે, તેમજ વન્દન, સત્કાર અને સન્માન આદિની અભિલાષાઓથી પર રહેવા માટેની પણ સતત જાગૃતિ રાખવી પડે છે. આ ચારિત્રના સુવિશુદ્ધ પાલનથી આત્મા વાતિકર્મોના નાશ માટે પણ સમર્થ બને છે. જ્યારે આત્મા ઘાતી કર્મોના નાશ દ્વારા કેવલજ્ઞાન પામીને સર્વસંવર રૂપ ચારિત્રને પામે છે, ત્યારે જ તે મોક્ષપદનો ભોક્તા બને છે. દશવિધ સામાચારી સંબંધી સમજણ : સ. દશવિધ સામાચારી કોને કહેવાય છે ? ૧-ઇચ્છાકાર, ૨-મિથ્યાકાર, ૩-તથાકાર, ૪-આવશ્યકી, પ-નેપેધિકી, ૬-આકચ્છના, સ્મૃતિપ્રચ્છના, ૮-છંદના, ૯-નિમંત્રણા અને ૧૦-ઉપસમ્પ -આ દશ પ્રકારે સામાચારી કહેવાય છે. કરણીય પ્રવૃત્તિ આજ્ઞાદિના યોગે કરવી અને સ્વતઃ કરવાની ઇચ્છા જન્મે એથી કરવી, એ બે વચ્ચે ભેદ છે. કરણીય પ્રવૃત્તિમાં સ્વતઃ ઇચ્છાથી જ પ્રવૃત્ત થવું, એનું નામ છે- “ઇરછાકાર અન્ય કોઇ મહાત્મા પાસેથી કામ લેવું હોય ત્યારે આજ્ઞા નહિ કરતાં એમ કહેવું કે- ‘તમારી ઇચ્છા હોય તો કરી આપો' –એનું નામ પણ ઇરછાકાર કહેવાય છે. સાધુજીવનમાં અતિ જરૂરી દશવિધ સામાચારી સાધુજીવનમાં હંમેશા દશ પ્રકારની સામાચારીનું પાલન કરવા તરફ ખૂબજ લક્ષ રાખવાનું હોય છે. તે દશ પ્રકાર આ પ્રમાણે છે ઇરછાકાર, મિથ્યાકાર, તથાકાર, આવશ્યકી, નેપેધિકી, આમચ્છના, પ્રતિપ્રચ્છના, છંદના, નિમંત્રણા અને ઉપસંપદા. Page 110 of 191 Page #111 -------------------------------------------------------------------------- ________________ (૧) ઇચ્છાકાર- મુનિ-જીવનમાં મુખ્યપણે પોતાના કાર્ય પોતેજ બજાવવાનાં છે. પરંતુ જો (૧) અમુક કાર્ય માટે પોતે અશક્ત હોય, અથવા (૨) એની આવડત ન હોય, અથવા (૩) શક્તિ અને આવડત બન્ને હોવા છતાં કોઇ ગ્લાનની સેવા આદિ કાર્યમાં પોતે રોકાયેલ હોય. તો પોતાનું કાર્ય બીજા પાસે કરાવવાનું રહે. તેમ જો બીજાની એ સ્થિતિ હોય, તો પોતે એનું કાર્ય કરી શકે, પરંતુ નહિકે ગમે તેમ. કેમ કે કારણ વિના કરવા-કરાવવામાં સુખશીલતા, પ્રમાદ, ધિઠ્ઠાઇ, વગેરે દોષ પોષાવાનો સંભવ છે. હવે બીજાનું કાર્ય કરવાનો પ્રસંગ હોય ત્યાં તેને પૂછવું જોઇએ કે ‘તમારી ઇચ્છા હોય તો હું આ કાર્ય કરૂં.' જો સામો અનિચ્છા બતાવે તો એના કાર્યમાં બલાત્કારે હાથ ન ઘલાય. આનું નામ ઇચ્છાકાર સામાચારીનું પાલન કહેવાય. ઇચ્છાકાર સુહ રાઇથી ઇચ્છાકારેણ સંદિસહ વગેરે સુત્રમાં પણ પહેલી ઇચ્છા પૂછવાનું કરાય છે, એ આ સામાચારીનું પાલન છે. પોતાને પણ ઉપરોક્ત કારણ ઉપસ્થિત થયું હોય અને બીજા પાસે પોતાનું કાર્ય કરાવવું પડે, તો ત્યાં પણ બીજાને આમ કહેવાનું કે ‘ તમારી ઇચ્છા હોય તો આટલું મારૂં કાર્ય કરી આપો.’ આમ બીજા પાસે એની ઇચ્છા પૂર્વક જ કાર્ય કરાવાય પણ આજ્ઞા કે બલાત્કારથી નહિ. એવો આપ્ત પુરૂષોનો આદેશ છે. પોતાનું સામર્થ્ય હોય તો બીજાને તે કાર્ય કરવા માટે પ્રાર્થના નહિ કરવાની કેમકે સાધુએ વીર્યને ગોપવવું ન જોઇએ. અલબત કોઇ વિશિષ્ટ નિર્જરાના કાર્યમાં રોકાવું પડ્યું હોય તો જુદી વાત. જો કાઇ સાધુ ડાંડ જેવો હોય તો ગુરુ એને ઇચ્છા ન પુછતાં આજ્ઞા કરીને પણ એની પાસે કાર્ય કરાવી શકે, અલબત ત્યાં પણ એ સહેજ પણ ‘પ્રજ્ઞાપનીય' અર્થાત્ કહ્યું ઝીલે તેવો હોય તોજ આજ્ઞા થાય, પણ જો ગાઢ અયોગ્ય હોય તો તેવાને આજ્ઞા પણ ન કરે. (૨) મિથ્યાકાર- સમિતિ ગુપ્તિ વગેરે સંયમના યોગમાં પ્રવર્તતા મુનિને સહેજ પણ સ્ખલના થાય, અર્થાત્ સંયમને બાધક લેશ પણ કાંઇ આચરાઇ જાય તો ત્યાં તરત ‘મિચ્છા મિ દુક્કડં' કહેવાનું. અર્થાત્ ‘આ મારૂં મિથ્યા ચારણ એ દુષ્કૃત્ય છે.’ અથવા ‘ આ મારૂં દુષ્કૃત્ મિથ્યા થાઓ. હું એનાથી પડિક્કમું છું.’ આમ કરવું એને મિચ્છાકાર-મિથ્યાકાર સામાચારીનું પાલન કહેવાય. એમાં શુદ્ધ અધ્યવસાય જોઇએ. અર્થાત્ સંવેગ એટલે કે શુદ્ધ સંયમનો રાગ જોઇએ, વળી એવી ભૂલ ફરીથી ન કરવાનો ભાવ પણ સાથે જોઇએ. એવા શુદ્ધ ‘ મિથ્યા દુષ્કૃતોથી મિથ્યાચરણનું પાપ ધોવાઇ જાય છે. આમાં ભાવની શુદ્ધતા-તીવ્રતા લાવવા ‘ મિચ્છા મિ દુક્કડં’ પદના દરેક અક્ષરમાં આગમમાં બતાવેલ ભાવ હૃદયમાં ઉભા કરવા જોઇએ. જેમ કે,‘મિ’ થી મૃદુતા; ‘ છા’થી દોષનું આચ્છાદન અર્થાત્ ફરી ઉભો ન થાય તેમ કરવું તે; બીજા ‘મિ’ થી ચારિત્રરૂપી મર્યાદામાં પોતાની વ્યવસ્થિતતા; ‘દુ’ થી દુષ્કૃતકારી પોતાના આત્માની દુર્ગંછા, ‘ક્ક’ થી કરેલી સ્કૂલનાનું ‘ડ' થી ઉપશાન્ત બની કરાતું ડેવન અર્થાત્ ઉલ્લંઘન; તે પાપ-દોષના ભાવને લંઘી આરાધનાના ભાવમાં આવવું. કોઇ અકૃત્ય થઇ જાય ત્યારે, તેનો ખ્યાલ આવતાંની સાથે જ- ‘આ મેં ખોટું કર્યું’ -એમ થવું અને એ રીતિએ અસત્આક્રિયાથી નિવૃત્ત થવું, મિચ્છા મિ દુક્કડં દેવું, એનું નામ છે ‘મિચ્છાકાર.’ (૩) તથાકાર- તથાકાર એટલે વચનને શંકા રહિત પણે કે કોઇપણ પ્રકારનો વિકલ્પ કર્યા વિના ‘તિહત્તિ’ કરવું તે. સૂત્રની વાચના સાંભળતાં કે બીજો સામાચારી અંગેનો ઉદ્વેગ સાંભળતા અથવા સૂત્રાર્થ લેતાં ‘ આપ જેમ કહો છો તેમ જ છે,’ ‘તહત્તિ’ ‘ તથૈવ’ ‘મારે તે નિઃસંદેહ માન્ય છે'; આવું વચન બોલવું તે તથાકાર. અહીં કહ્યું છે કે જો ગુરુ કલ્ય શું ? અકલ્પ્ય શું, એને બરાબર સમજતા ન હોય તો ત્યાં Page 111 of 191 Page #112 -------------------------------------------------------------------------- ________________ તથાકાર સામાચારી નથી. સૂકવ્યાખ્યાનાદિ ચાલુ હોય તેવા સમયે ગુરૂ કોઇ પણ વચન કહે, ત્યારે- “આપ જે માવો છો તે. તેમજ છે એમ કહેવું, એટલે કે-ગુરૂની આજ્ઞાને કોઇ પણ પ્રકારનો વિકલ્પ કર્યા વિના જ સ્વીકારી લેવી, એનું નામ છે- ‘તથાકાર.” (૪) આવશ્યકી-(૧) જ્ઞાનાદી કાર્ય અંગે, (૨) ગુરુની આજ્ઞાથી, (૩) ઇર્ષા સમિતિ આદિ આગમ રીતિનું પાલન કરવાપૂર્વક બહાર જવાના પ્રસંગે “આવસ્યહી' કહીને મકાન બહાર નીકળવાનું, તે આવશ્યકી' અહીં ત્રણ વિશેષણથી સૂચવ્યું કે (૧) જ્ઞાનાદિ કાર્ય વિના નિષ્કારણ જવાનું કે હરવા ક્રવાનું હોય નહિ; કેમ કે એમાં રાગ અને પ્રમાદની વૃદ્ધિ તથા પોતાના સ્વાધ્યાયાદિ કર્તવ્યમાં હાનિ,...યાવત બહિર્ભાવ વગેરે પોષાય માટે જ આવસ્યહી બોલવામાં આ ઉપયોગ છે કે હું સંયમ-જીવનના આવશ્યક કાર્યાર્થે બહાર જઉં છું. જ્ઞાન-દર્શન-ચારિત્રને અપોષક કાર્ય સાધુએ કરવાના હોય જ નહિ. (૨) બીજું ગુરુ-આજ્ઞાથી' કહ્યું; એ. સાધુ જીવનમાં ગુર્વાજ્ઞા પૂર્વક જ બધું કરવાનું એમ સૂચવે છે. (૩) ત્રીજું, આગમની રીતે ગમન કહ્યું, તે સમિતિ-પાલન સાથે, પણ દોડાદોડ નહિ, સંભ્રમ કે મૂચ્છ નહિ, વગેરે સાચવવાનું સૂચવે છે. કેમકે દોડાદોડમાં સમિતિ ન સચવાય, યા કદાચ ઠોકર ખાઇ જવાય; સંભ્રમમાં કોઇ સાથે અથડાઇ પડે, તથા મૂચ્છ-મમતામાં ગોચરી દોષિત ઉપાડે,...આવા બધા. દોષોનો સંભવ છે. આવશ્યકી એ સાધુજીવનના પ્રતિક્રમણાદિ આવશ્યકોથી યુક્ત સાધુની જ સાચી ગણાય; તેમજ બહાર જતાં પહેલાં લઘુનીતિ-વડીનીતિની સંજ્ઞા ટાળીને પછી “આવસ્યહી' કહી બહાર નીકળવાનું. જ્ઞાનાદિના કારણે ઉપાશ્રયની બહાર ગયા વિના ચાલે તેમ ન હોય, એવો પ્રસંગ આવી લાગે ત્યારે‘આ અવશ્ય કરવા યોગ્ય છે તેથી હું જાઉં છું.” આ પ્રમાણે ગુરૂ પ્રતિ નિવેદન કરવું, એનું નામ છેઆવશ્યકી.” (૫) નૈવિકી - બહારથી આવી મુકામમાં પેસતાં નિસીહી કહેવી જોઇએ. એ નિષેધના નિષેધ માટે કહેવી જોઇઅ ગુરુની અવગ્રહ ભૂમિનો ઉપભોગ યતનાપૂર્વક અર્થાત્ અસત્ પ્રવૃત્તિનો ત્યાગ કરીને જ થાય, તોજ તે ઇષ્ટ દ્ય સાધક બની શકે. મકાન માંથી નીકળતા પેસતાં આવસ્યહી નિસીહી બોલવાનું ખાસ લક્ષ જોઇએ. ઉપાશ્રયની બહાર કરવા યોગ્ય વ્યાપારો પૂર્ણ થઇ જાય એટલે સાધુ ફ્ર ઉપાશ્રયમાં આવી જાય. એ વખતે ઉપાશ્રયમાં પેસતાં સાધુ નિસિહી બોલે છે. અર્થા-બહારના વ્યાપારના નિષેધ દ્વારા ઉપાશ્રયપ્રવેશની જે સૂચના, એનું નામ છે. નેપેધિકી.” (૬) આકચ્છના - જ્ઞાનાદિની સાધના કરતાં કાંઇ પ્રયોજન ઉપસ્થિત થયે ગુરુને યા ગુરુસંમત સ્થવિરાદિને તે માટે પૂછવું, રજા માગવી, એ આકચ્છના. એથી (૧) કાર્ય શ્રેયસ્કર બને છે. પ્રશંસાટું થાય છે, (૨) ગીતાર્થ પાસેથી કાર્યવિધિનું જ્ઞાન મળે છે; (૩) જૈન દર્શનની વિશિષ્ટ વસ્તુ પર બહુમાન વધે છે, અહો સકલ જીવહિતકારી આ કેવી સુંદર વસ્તુ જૈન મતમાં બતાવી છે !' ને (૪) ગુરુ અને જિનેશ્વર દેવા પર શ્રદ્ધા વધે છે. (૫) આ શુભ અધ્યવસાય રૂપ હોવાથી મહાન મંગળ છે તેથી જે કાર્ય માટે પૂછવા ગયા તે કાર્યની આડેના વિપ્ન એથી દૂર થાય છે, તેમજ (૬) શુભ અનુબંધ યાને લાભોનો પ્રવાહ ઊભો થાય છે. આવા વિશિષ્ટ લાભ હોવાથી સામાન્ય, વિશેષ બંને જાતના કાર્યમાં પૃચ્છા કરવાનું શાસ્ત્રનું માન છે. અમુક પ્રવૃત્તિ કરતા પહેલાં- “હે ભગવન્ ! હું આ કરૂં છું.” -આ પ્રકારે ગુરૂને પૂછવું, એનું નામ છે Page 112 of 191 Page #113 -------------------------------------------------------------------------- ________________ પ્રચ્છના.' (0) પ્રતિકૃચ્છા - ગુરુએ શિષ્યને કોઇ કાર્ય કરવાનો આદેશ કર્યો હોય તેને બજાવવાના અવસરે શિષ્ય ક્રીથી ગુરુને પૂછવું કે ‘આપે માવેલ કાર્ય માટે જાઊં છું અગર કાર્ય શરૂ કરું છું અને પ્રતિપૃચ્છા કહેવાય. આ કરવાનું કારણ એ છે કે કદાચ તેવી જરૂર ન હોય અગર બીજી રીતે કે બીજું કાર્ય કરવાનું હોય તો, ગુરુ, પૂછવા ગયેલા શિષ્યને તે પ્રમાણે માવી શકે. બીજી રીતે પ્રતિપૃચ્છા શાસ્ત્ર એમ બતાવે છે કે કાર્ય કરવા નીકળતાં કોઇ અપશુકન યા અનિષ્ટ શબ્દનું શ્રવણ વગેરે દુર્નિમિત્ત ઉપસ્થિત થાય તો આઠ શ્વાસોચ્છવાસ-પ્રમાણ અર્થાત્ એક નવકારનો કાઉસ્સગ્ન કરવો. પછી નીકળતાં ફ્રી દુર્નિમિત્ત ઊભું થાય તો દ્વિગુણ પ્રમાણ કાઉસ્સગ્ન કરવો. તે પછી પણ નીકળતાં દુર્નિમિત્ત ઊભું થાય તો સંઘાટકમાં નાનાને આગળ કરી મોટાએ પાછળ રહેવું. ત્યાં ગુરુને ી પૂછવું તે પ્રતિપૃચ્છા. હવે શિષ્ય એક વાર પૂછયું તો ખરું, પણ એમેય બને કે-ગુરૂ તે વખતે તે પ્રવૃત્તિને કરવાનો નિષેધ પણ કરે : “આ કરવા જેવું નથી' –એમેય કહી દે: આમ છતાં પણ, શિષ્યને કોઇ એવો પ્રસંગ હોય તો એમ પણ લાગે કે- “ગુરૂએ નિષેધ તો કર્યો, પણ અમૂક કારણો એવાં છે કે-આ કરવું જ જોઇએ. આવા પ્રસંગે શિષ્ય શું કરે? ગુરૂ એક વાર નિષેધે એટલે ચૂપ તો થઇ જાય, પણ પછી થોડો સમય જવા દઇને, ફ્ર ગુરૂની પાસે તે કાર્ય કેમ કરવા જેવું છે-એનાં કારણો રજૂ કરે અને કારણો રજૂ કરીને શિષ્ય કહે કે “ આ આ કારણોસર આ કૃત્ય કરવું છે : એટલે જો આપ પૂજ્ય આંજ્ઞા માવતા હો તો હું કરૂં.' આ પ્રમાણે પુનઃ પૂછવું તે અથવા તો ગ્રામાદિએ જવાની આજ્ઞા પામેલા શિષ્ય ગમનકાળે પુન: પૂછવું તે, આનું નામ છેપ્રતિપ્રચ્છના.' (૮) છંદના - વહોરી લાવેલ આહારાદિનો લાભ આપવા, ગુરૂની આજ્ઞા મેળવીને ગ્લાન, બાળા આદિને નિમંત્રણ કરવું તે દના. અહીં ગુરુ આજ્ઞાથી કહ્યું એ સૂચવે છે કે સ્વતંત્રતાથી કે સામાન્ય રત્નાધિકના આદેશથી નહિ. બીજું લેનારને પણ નિર્જરા છે, અને સામાએ ન લીધું તો પણ વિનંતી કરનારને નિર્જરા છે, માત્ર મનના પરિણામ નિર્મળ જોઇએ. સાધુએ આહારસ્પાણીની સામગ્રી લાવ્યા પછીથી- “મારી ઉપર અનુગ્રહ કરો અને આપ આ વાપરો’ -આ પ્રકારની બીજા સાધુઓને વિનંતિ કરવા દ્વારા, પોતે પૂર્વે આણેલા અશનાદિનો પરિભોગ કરવાને માટે અન્ય સાધુઓને ઉત્સાહિત કરવા, આનું નામ છે- “છંદના.' (૯) નિમંત્રણા - સ્વાધ્યાય-ધ્યાન કરી લીધા પછી રત્નાધિકની સેવા વૈયાવચ્ચનું કાર્ય ન હોય તો ગુરુની રજા માગે કે હું મુનિઓ માટે આહારપાણી લાવું? જો રજા મળે તો પછી મુનિઓને વિનંતિ કરે ‘હું તમારા માટે શું લાવું ?' આને નિમંત્રણા કહેવાય. આનો લાભ દરિદ્ર માણસને રત્નાકરનું રત્ન મળી જવા. જેવો છે. આથી ભાવી મોક્ષ સુધીનો લાભ અને અનિત્ય દેહાદિનો ઉત્તમ સદુપયોગ થાય છે. પોતે જે વસ્તુ લાવ્યા નથી એવી પણ અશનાદિની વસ્તુને માટે- “હું તે વસ્તુ મેળવીને આપને આપીશ.” આ પ્રમાણે કહીને સાધુઓને તે વસ્તુને માટે નિમન્ત્રણ કરવું, આનું નામ છે નિમન્ત્રણા.” દશમી છે ઉપસંપદ્ ! શ્રુતાદિના કારણે “હું આપનો છું.' એમ કહીને અન્ય આચાર્ય મહારાજ આદિનો સ્વીકાર કરવો, આનું નામ છે- “ઉપસંપર્ક સામાચારીપાલનની આવશ્યક્તા: Page 113 of 191 Page #114 -------------------------------------------------------------------------- ________________ આ દશેય પ્રકારની સામાચારી સાધુઓને માટે છે અને સાધુઓ જે જે અવસરે જે જે સામાચારી આચરવી જરૂરી હોય, તે તે સમયે તે તે સામાચારીને આચરવામાં પ્રયત્નશીલ હોય છે. સાધુજીવન, એ કેવું આજ્ઞાંકિત જીવન હોવું જોઇએ, એનો આના ઉપરથી પણ ઘણો જ સુન્દર ખ્યાલ આવી શકે તેમ છે. સાધુપણાને માટે સામાચારીપાલન, એ પરમ આવશ્યક વસ્તુ છે : અને સામાચારીની આચરણા શક્ય અને આવશ્યક હોવા છતાં પણ જે સાધુઓ સામાચારીના પાલનથી બેદરકાર રહે છે, તેઓ પોતાના હિતને હણનારા જ નિવડે છે, એ નિ:સંશય વાત છે : પણ આપણી ચાલુ વાત તો એ છે કે-જ્યાં સામાચારીની. આચરણા ન હોય ત્યાં સર્વવિરતિના પરિણામ ન જ હોય, સર્વવિરતિનું ગુણસ્થાનક ન જ હોય, એવું તો કોઇ પણ શાસ્ત્રાનુસારિથી કહી શકાય જ નહિ. (૧૦) ઉપસંપદા-ગુરુની આજ્ઞા લઇ, જ્ઞાન, દર્શન કે ચારિત્ર માટે બીજા સમુદાયમાં ગુરુએ ચીંધેલા આચાર્ય પાસે જઇ, “હું આ માટે અમારા આચાર્ય મહારાજની આજ્ઞા લઇ આપની પાસે આવ્યો છું, તો મને સ્વીકારો,' એવું આત્મનિવેદન કરવું તેને ઉપસંપદા કહેવાય. એ સ્વીકારે તો ત્યાં રહે એ ઉપસંપદા લીધી ગણાય, આમાં જ્ઞાન માટેની ઉપસંપદામાં સૂત્ર અર્થ કે બંનેની પુનરાવૃત્તિ, અથવા કંઇક ખંડિત-વિસ્મૃત થયું હોય તેનું અનુસંધાન, અથવા નવું ગ્રહણ જે પોતાના ગચ્છમાં અશક્ય હોયતે કરવાનો ઉદેશ હોય. દર્શન-ઉપસંપદા સમ્યગ્દર્શનને નિર્મળ કરનાર સન્મતિતર્ક, અનેકાંત જયપતાકા વગેરે શાસ્ત્ર ભણવા માટે હોય. ચારિત્ર ઉપસંપદા અટ્ટમાદિ વિશિષ્ટ તપસ્યા, અથવા વિશિષ્ટ વિનય-વૈયાવચ્ચ માટે હોવા અગર પોતાના ગચ્છમાં ચારિત્રની શિથિલતા-સીદામણ હોય તો તેમાંથી બચવા માટે હોય. સામાચારીના પાલનમાં ગુર્વાજ્ઞા મુખ્ય રાખવાની છે, કેમકે પરિણામની શુદ્ધિ ગુર્વાજ્ઞા-પ્રતિબદ્ધ રહેવામાં જ છે, પણ ગુર્વાજ્ઞા નિરપેક્ષ બનવામાં નહિ. આ સામાચારીના પાલનનું ળમાં, શાસ્ત્ર કહે છે કે, અનેક ભવોના સંચિત કર્મોનો નાશ થાય છે, મન ક્ષમાશ્રમણ ડેમ ૧ -૧૦ ચંતિપમ મુનિનું નામ ક્ષમાશ્રમણ કેમ ? તપશ્રમણ વગેરે કેમ નહિ ? એનો ઉત્તર એ છે કે ૧૦ પ્રકારના મૂનિધર્મમાં ક્ષમાગુણને પહેલો મૂક્યો છે, માટે જ મુનિને ક્ષમાશ્રમણ કહેવાય છે. ક્ષમાયુક્ત શ્રમણ, ક્ષમાપ્રધાન શ્રમણ, અથવા ક્ષમાથી શ્રમે-આત્માને કસે તે ક્ષમાશ્રમણ. અહીં પ્રશ્ન થાય છે | માં. સિવાય બીજા ગુણો શ્રમણમાં નથી ? છે જ, તો તે હિસાબે મૃદુશ્રમણ તપ શ્રમણ, બ્રહ્મચર્યશ્રમણ એવું કોઇ નામ ન કહેતાં ક્ષમાશ્રમણ કેમ કહ્યું? ૧ - સમાં આનો ઉત્તર જ એ છે કે બધા ગુણોમાં ક્ષમાનો પ્રથમ નંબર છે. કારણ એ છે કે ક્ષમાથી ઉપશમ આવે છે, અને “ઉપસમસાર સામર્ણ' ઉપશમ એ શ્રમણપણાનો સાર છે. ઉપશમ હોય તો જ બીજા ગુણ ટકી શકે છે. માટે ઉપશમ લાવનાર ક્ષમા અતિ આવશ્યક છે; તેમ ક્ષમા બહાર જણાય આવે છે; વગેરે કારણોએ એ ગુણ લઇને ક્ષમાશ્રમણ કહ્યું. ચારિત્ર માટે ક્ષમા બહુ જરૂરી છે, એ વાત “ક્રોધે ક્રોડ પૂરવતણું સંજમળ જાય' એ વચનથી Page 114 of 191 Page #115 -------------------------------------------------------------------------- ________________ બરાબર સમજાય છે. ક્ષમાના નાશથી બીજા ગુણોને નાશ પામતા વાર નથી લાગતી. એનું એક કારણ છે કે ક્ષમાના નાશથી અર્થાત્ ક્રોધના ઉદયથી પછીના ભવજ એવા મળે છે કે જેમાં બીજા ય ગુણો રહેવા ન પામે. દા.ત. સાધુના ભવે ક્રોધ કર્યાથી પછી એ ચંડકોશિક તાપસ થયો કે નાગ થયો ત્યાં મૃદુતા, તપ, સંયમ વગેરે ગુણો રહેવા પામ્યા હતા ? ક્ષમા તો ગુણોની માતા છે, ગુણોની સરદાર છે. કર્મના વિપાકને સમજનારને ક્ષમા રાખવી કઠિન નથી. આપણું વાકુ જો આપણા જ કર્મ કરે છે તો પછી બીજા પર શા સારૂં ગુસ્સો કરવો ? ક્ષમા જ રાખવી. વળી ગુસ્સો કરવાથી નવીન કર્મબંધ થાય છે; આત્મસત્ત્વ હણાય છે, વૈર વધે છે, નુક્સાની પાછી વળતી નથી, લોહી તપી ઉઠે છે...એમ ઘણા અનર્થ હોવાથી ક્રોધને ત્યજી ક્ષમા ધરવી. ખમી ખાધેલું લાભ માટે છે, સામનો કરેલો નુક્સાન વાટે નીવડે છે. ૨- મૃદુતા બીજો ગુણ । ગર્વ ત્યાગ. એ માટેની છ વિચારણા - બીજા યતિ ધર્મ ‘મૃદુતા’ માં માનનો ત્યાગ અને વિનય, નમ્રતાનું પાલન કરવાનું હોય છે. આ માટે વિચારવું કે (૧) પૂર્વના પુરુષસિંહોની આગળ જ્ઞાનમાં, તપસ્યામાં, ચારિત્રમાં, વિદ્યામત્રશક્તિમાં આપણે તે કોણ માત્ર છીએ કે ગુમાન કરીએ ? (૨) ત્યારે એવી આપણામાં કઇ મોટી યોગ્યતા આવી ગઇ છે કે કયા મોટા સુકૃત કર્યા છે કે ગર્વ કરીએ ? (૩) આપણી કઇ દોષરહિત યા મૃત્યુરહિત સ્થિતિ બની છે કે જેથી માનનો દાવો રાખીએ ? (૪) તેમ જ ગર્વ કરવાથી કયો આત્મગુણ પોષાય કે વધે છે ? (૫) અભિમાનથી સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર પૈકી કોનો પર્યાય વધે છે કે પુષ્ટ થાય છે ? કોઇનો નહિ. (૬) કર્મ ખપાવવા હતા તેથી આપણા પ્યારા પ્રભુએ અનંત બળ છતાં સંગમ ગોવાળિયા આગળ ક્યાં જરાય ગુમાન દાખવ્યું હતું ? ઉલટું મૌનપણે એનો ત્રાસ સહ્યો હતો. ઇત્યાદિ વિચારી ગર્વ અકડાશ ત્યજી બહુ જ નમ્ર અને મૃદુ બનવાની જરૂર છે. મૃદુતામાં હૃદય કોમળ હોવાથી અનેક ગુણો આવે છે, ગુરુઆદિ પાસેથી વિદ્યા વગેરે મળે છે, સૌનો પ્રેમ જીતાય છે “વિનય વૈરીને વશ કરે છે” નવો કર્મબંધ થતો નથી પાછળથી પસ્તાવું પડતું નથી; વગેરે લાભો પણ અનેક મળે છે. માટે મહાજ્ઞાની, મહાપ્રભાવક, મહાતપસ્વી વગેરે પૂર્વમહર્ષિઓને યાદ કરી ગર્વ જરાય નહિ રાખવાનો. 3 - ઋજુતા ત્રીજા યતિધર્મ ‘ૠજુતા'માં માયા-કપટનો ત્યાગ અને હૃદયની સરળતા આવે, આ લાવવા અહિં ધ્યાનમાં લેવાનું છે કે (૧) પ્રપંચ અને દાવપેચથી હૈયું બગડે છે આત્માના સુસંસ્કાર બગડે છે એથી ભવિષ્ય બગડે છે. (૨) પૂર્વ જન્મોમાં સેવેલી માયાનું ફ્ળ ગીરોળી, બીલાડી, વગેરેના જીવનમાં દેખાય છે. એનું આખું જીવન છળ પ્રપંચથી અંધારામાં કે ઓથે છૂપાઇ રહી શિકારને ઝંખ્યા કરે, અને અવસર આવે શિકારને જાનથી મારે, એ જ ને ? લગભગ ચોવિસે કલાક એજ લેશ્યા, વિચારો પાપકર્મના કેવા થોકનાથોક ઉપાર્જાતા હશે. આ માયાથી એનું ભાવિ ભયંકર છે. Page 115 of 191 Page #116 -------------------------------------------------------------------------- ________________ (3) અહિં કેટલો કાળ જીવવું છે ? ભાવી અસંખ્ય કાળની અપેક્ષાએ બહુ થોડાને ? એવા અતિથોડા કાળમાં માયા સેવી શા માટે ભાવી અસંખ્યકાળ બગાડવો ? (૪) માયાથી લોકનો વિશ્વાસ ગુમાવવો પડે છે, હૈયામાં શલ્ય રહે છે, બહુકાળ ચિંતા અને દુર્ગાનમાં જાય છે, અને હલકાં, તિર્યંચ વગેરેના અવતાર અને ત્યાં ઘોર પાપ સેવવાનું નક્કી થાય છે. (૫) માયા કરવાથી કંઇક દુન્યવી લાભ મળ્યો એમ લાગતા એ માયા પર કર્તવ્યની મહોરછાપ અને સારાપણાનો સિક્કો લગાડી મિથ્યાત્વના ખાડામાં ગબડી પડાય છે. (૬) માયા તો સંસારની માતા કહી છે. ઇત્યાદિ અનેક અનર્થો માયાના જાણી તેનો સત્વર સદાને માટે ત્યાગ કરી સરળતા, ભદ્રકતા, હજતાનો જ સ્વભાવ બનાવી દેવો જોઇએ. માયા તજવાથી અને સરળ હૃદયી પણ રહેવાથી, સાચી દેવગુરુની ભક્તિ, ઉપકારીની કૃતજ્ઞતા, શુદ્ધ ધર્મસાધના, પરમાર્થ વૃત્તિ વગેરે ઉમદા ગુણો ખીલે છે. સરળતાથી અનુપમ આત્મશાંતિનો અહીં જ અનુભવ થાય છે. ૪ - મુક્તિ યતિધર્મમાં ચોથું છે મુક્તિ. મુક્તિ એટલે લોભથી મુક્તિ. તૃષ્ણાથી મુક્તિ, મુક્તિ જે મોક્ષને કહેવાય છે, તે આ (ઇરછા, તૃષ્ણા , મમતાથી) મુક્તિ મળ્યા પછી દૂર નથી અરે ! એટલું જ નહિ પણ એ મોક્ષરૂપી મુક્તિનો સ્વાદ, લોભમુક્તિ કરવાથી જાણે અહિં જ અનુભવાય છે. આજે કેટલાક માણસો એમજ પૂછે છે કે “મોક્ષમાં શું સુખ ?” તે પ્રશ્નનું કારણ એ છે કે એ લોકોને તૃષ્ણા-મમતા-લોભ એટલા બધા વળગેલા છે, કે તેઓ એને જ જીવન માને છે. એમાંથી જ્યાં સુધી મુક્તિ એટલે છૂટકારો ન લે, ત્યાં સુધી મોક્ષસુખની એ કલ્પના નહિ કરી શકે. એવા બહુ તૃષ્ણાવાળાના મનમાં તે નહિ જ ઉતરે કે મોક્ષમાં અનંતસુખ છે. જેમ ખરજવાના દર્દીને નહિ ખણવાના આરોગ્યમાં સુખ છે.' એ સમજાતું નથી, જેમાં તાવવાળી જીભે સારી વસ્તુનો સ્વાદ સમજાતો નથી, તેમ લોભમાં રક્ત માનવીને મોક્ષનું સુખ સમજાતું નથી. માટે જ નિર્લોભતા-નિસ્પૃહતા, કેળવવાની જરૂર છે તૃષ્ણા નાશ, મમતા-ત્યાગ સિદ્ધ કરવાની જરૂર છે. એ કેળવાય, એ સિદ્ધ થાય એટલે તો પછી એવો આંતરસુખનો અનુભવ થશે કે જગત કુછ વિસાતમાં નહિ લાગે, નિસ્પૃહરી તૃvi ના !” એને એમ થશે કે થોડી ઘણી પણ જગતના પદાર્થોની આકાંક્ષા મૂકી તો એ તૃષ્ણાના કાપથી કલેજે અદ્ભુત ઠંડકનો અનુભવ થાય છે, અપૂર્વ શાંતિ ચિત્તભૂમિમાં પથરાઇ જાય છે, અને હૈયું આત્માનંદથી ઉભરાઇ જાય છે, તો પછી જગતનું બધું મુકાઇ જાય તો કેવી અનંત શાતિ, અનંત આનંદ, અને અનંત ઠંડક અનુભવવાં મળે ? જ્યાં મોક્ષમાં શરીરજ નથી તેથીજ શરીરના ધર્મો ઓછામાં ઓછી રીતે બજાવવા જેટલી પણ ઇચ્છા કે રિનું નામ નિશાન નથી, ત્યાં અનુપમ સુખ હોય એમાં નવાઇ નથી. ઇચ્છામાં, લોભમાં, ને મમતામાં તો પાર વિનાના દુ:ખ છે : કારણ કે, (૧) એને સંતોષવાની સળગતી ચિંતાઓમાં મહા સંતાપ છે. (૨) એના ઉધમમાં અઢળક વેઠ છે. (૩) એક ઇચ્છા તૃપ્ત થઇ ન થઇ ત્યાં તો પાછી બીજી ઇચ્છા આવીને ઊભી જ છે. ખાવાની ઇચ્છા થઇ અને મહામજુરી કરી સંતોષી, તો હવે ખાધું એટલે વાની કે આરામ કરવાની ઇચ્છા થઇ; એને પૂરો, ત્યાં Page 116 of 191 Page #117 -------------------------------------------------------------------------- ________________ તો નવું કમાવવાની ઇચ્છા થઇ, અથવા પાસે ભરપૂર છે તો કોઇ સંગીત, વાર્તાવિનોદ વગેરેની ઇચ્છા થઇ. આમ ઇચ્છાના રવાડે ચઢવામાં ઇરછાઓની સાયકલ ચાલ્યા કરે છે. એ પુરવામાં કેટકેટલી ચિંતા, હાડમારી, પરિશ્રમ વગેરે ઉઠાવવા પડે છે, એ તો નજરે દેખાય છે. (૪) એમાં ક્યાક અપમાન તિરસ્કાર, ટોણાં પણ વરસે છે ને ? (૫) ત્યારે નિરાશ થઇ. “આના કરતાં તો એના વિના ચલાવ્યું હોત તો સારું.' એવું કેટલીય વાર, ખેદ-પશ્ચાતાપ વગેરે થયું છે ને ? કેમ આ બધું ? કઇ ઇચ્છાના પાપે, લોભના વાંકે. (૬) લોભથી ભાઇ ભાઇમાં ઝઘડા અને માબાપથી જુદાઇ થાય છે. તેમજ (૭) ધર્મમાં અખાડા, ગુરૂથી ડરી ડરીને છેટા ભાગવાનું, એવું એવુંય ખરું ને ? (૮) તૃષ્ણાને વશપડી કાળાં કામ, છેતરપીંડી, પાપધંધા, ઉપકારીનો દ્રોહ, ગુણી ઉપર દ્વેષ-એવું એવું પણ બને છે. લોભવશ કનકરથ રાજા પોતાના જન્મતા પુત્રના અંગછેદ કરાવતો જેથી એ રાજ્યગાદીને લાયક ન રહે. ચલણીએ પોતાના જ પુત્ર બ્રહ્મદત્તને લાખના ઘરમાં રાખી ઘર સળગાવ્યું. કોણિકે ઉપકારી પિતા શ્રેણિકને કેદમાં પુરી ફ્ટકા મરાવ્યા, વિનયરને ધર્મી ગુણીયલ અને પૌષધમાં રહેલા ઉદાયી રાજાનું ખૂન કર્યું ! લોભ-તૃષ્ણા-મમતા શું શું અકાર્ય નથી કરાવતા ! કહો કે બધું કરાવે છે, એથી ભયંકર પાપો થાય છે, અને સર્વગુણો નાશ પામે છે, “પાપનો બાપ લોભ છે.' (૯)સર્વાગ વિનાશoો ભોમ: એમ પ્રશમરતિમાં ઉમાસ્વાતિ મહારાજ કહે છે. (૧૦) લોભમાં પૂર્વના મહામૂલા પુણ્ય ઘસાઇ જાય છે. (૧૧) લોભ મમતાના પાપોથી ભયંકર કર્મબંધ અને અનેક દુર્ગતિના ભવોમાં ભટકવાનું થાય છે. માટે તો પૂર્વના પુણ્યનો નાશ, ગુણનાશ, પાપબંધ, અને બીજા ચિંતા-વ્યાસ-નકામી વેઠ વગેરેના દુ:ખોથી બચવા ઇચ્છનાર મુનિએ બધાના મૂળભૂત લોભથી પાછા ફ્રી નિર્લોભ, નિરીચ્છ, નિસ્પૃહ બનવાનું છે. એથી આત્માનંદ ઉપરાંત જગતના સન્માન મળે છે. “ન માગે દોડતું આવે? મોટા સમ્રાટ રાજાના પણ પૂજ્ય બનાય છે. આ લોભમુક્તિ ખૂબ અનુભવવી જોઇએ. તેમાં જેટલો કાપ તેટલું નક્કર સુખ . ૫ - ૫ યતિધર્મમાં પાંચમો છે તપ, તપ એ તો સંયમી સાધુનું આભૂષણ છે. મહાવ્રતો એ મુનિનું નિર્મળ શરીર, પરંતુ એના પર શોભાકારી અલંકાર છે તપ. તપ વિશાલ અર્થમાં-છ બાહ્ય અને છ અત્યંતર. એમ બાર પ્રકારે છે. બાહ્યમાં - (૧) ખાવાના ટંકના ત્યાગ. (૨) ભૂખ છતાં થોડા કોળીયાનો ત્યાગ. (૩) ખાવાની કેટલીક વસ્તુઓના ત્યાગ. (૪) રસનો ત્યાગ. (૫) કાયાને કષ્ટિ. (૬) મન-વચન-કાયાનું સંગોપન. અભ્યત્તર તપમાં - (૧) પ્રગટ કે છૂપા ગુનાના એકરારપૂર્વક ગુરૂ પાસેથી પ્રાયશ્ચિતનું ગ્રહણ અને સેવન. (૨) વિનય. (૩) વૈયાવચ્ચ. (૪) સ્વાધ્યાય. (૫) ધ્યાન(૬) કાયોત્સર્ગ. આ બધોય તપ ખાસ સેવવા યોગ્ય છે. Page 117 of 191 Page #118 -------------------------------------------------------------------------- ________________ તપના લાભ - (૧) તપથી મન ખૂબજ કાબુમાં આવે છે. (૨) તપ ચીકણાં કર્મને પણ તપાવી નાશ પમાડી દે છે. (૩) ઇન્દ્રિયો શાંત થાય છે. (૪) આત્મા ભવિષ્ય માટે આશ્વાસન અનુભવે છે. (૫) તપથી અનેક વિદ્યાશક્તિ અને લબ્ધિઓ પ્રગટ થાય છે. (૬) અનાદિની આહારાદિ સંજ્ઞાઓ તપથી તૂટે છે. (૭) તપથી કુસંસ્કારો વિચ્છેદ પામે છે. (૮) તપથી મહાવિઘ્નો પણ શમી જાય છે, તેથી તપ એ શ્રેષ્ઠ મંગળ છે. તપ દ્વારા કાયામાંથી ક્સ ખેંચવો : શ્રી તીર્થંકર દેવ જેવા પણ જે તેજ ભવે પોતે મુક્તિ જવાનું જાણે છે, તેઓશ્રી પણ ચારિત્ર લઇને ઘોર તપ આદરે છે. એમની પાછળ મહામુનિઓ મેઘકુમાર, શાલિભદ્ર, ધનાજી, કાકંદીનો ધન્નો, વગેરે એ મુહાસુકોમળ છતાં ગજબનો તપ આદરી કાયાને સુક્કી ભુખી અને લુખ્ખી હાડપિંજર જેવી કરી દીધી ! તે આ સમજથી કે આ માનવની મહાપુણ્યે ખરીદેલી કાયા તપ રૂપી કોલુમાં પીલવાથી જ પાપક્ષય અને પુણ્યના મધુર રસ આપે; માટે લોહીના છેલ્લા બુંદ અને માંસના છેલ્લા કણ સુધી કાયામાંથી તપ દ્વારા કસ ખેંચવો જોઇએ. તપ દ્વારા મહાન પુણ્યાનુબંધી પુણ્ય અને કર્મક્ષયનો કસ ખેંચવામાં કાયાનું જેટલું માંસ લોહી બાકી રહી જશે તે તો અગ્નિમાં જશે. માંસ લોહી એવું શા માટે વેડફી નાંખવું ? ફરી ફરીને આવી કાયા ક્યાં મળશે ? એ તો હજીય મળે, પરંતુ તપ દ્વારા એને ઘસવાની કરામત શીખવનારું શ્રી જિનેશ્વર દેવનું શાસન ફરી ફરીને ક્યાં મળશે ? લોચ વગેરે કાયક્લેશ છે. વગેરેમાં બાવીસ પરિષહ અને મારણાન્વિક ઉપસર્ગો આવે. એ તથા મન-વચન-કાયાનું સંગોપન, આ બે દ્વારા તો આત્મા અકલ્પ્ય લાભ આપે છે. એમાં સાથે વિનયાદિ, અને શાસ્ત્રોનું ચોવીસે કલાક પારાયણ-એ તો જીવને જગત ભૂલાવી દે છે. ત્યારે ધ્યાન એ તા અપૂર્વ સાધના છે. (૧) અહીં જન્મીને શ્રાવક માતાની કુક્ષિ રત્નકુક્ષિ કરવી હોય, (૨) શ્રી મહાવીર પ્રભુનું શાસન પામ્યા તે સાર્થક કરવું હોય, અને (૩) ભાવિ અનંતકાળને ઉજ્જવળ કરવો હોય......તો બીજી આળપંપાળ શું કરવી હતી ? એક માત્ર મહાકલ્યાણ તપની પુંઠે લાગી જવું જોઇએ. ૬ - સંયમ છઠ્ઠો યતિધર્મ-સંયમ એમાં જીવવિરાધનાથી અને અસત્યાદિ આશ્રવોથી બચવાનો તીવ્ર ઉપયોગ આવે. શાસ્ત્રમાં પ્રેક્ષાસંયમ, ઉપેક્ષાસંયમ વગેરે કહ્યાં છે. પ્રેક્ષાસંયમમાં મુનિને કોઇ પણ વસ્તુ ઉપયોગમાં લેતાં પહેલાં ખૂબ સારી રીતે સૂર્યના પ્રકાશમાં જોવાની તપાસવાની હોય છે; ને પ્રમાર્જના સંયમમાં મૃદુ ઉનના રજોહરણથી પ્રમાર્જવાની હોય છે. ‘ કોઇ જીવ બિચારો અહીં ભૂલો તો નથી પડ્યો ને ?' એ પડિલેહણમાં, ઇર્યાસમિતિમાં, વસ્તુના આદાન નિક્ષેપ કે પારિષ્ઠાપનિકામાં જોવું પડે. આ જોવાનું પ્રમાદદોષ પર સંયમ કેળવવાથી થાય માટે આને સંયમ કહેવાય. સંયમ માટે વિચારવુ કે, “જીવે અનેક ભવોમાં બીજી ત્રીજી ઘણીઘણી કાળજીઓ કરી છે, પણ એનું ફ્ળ શું ? સંસાર ભ્રમણ ! ત્યારે આ કાળજી, આ સંયમનું ફ્ળ ? સદ્ગતિ અને મોક્ષ પણ તે આચરવાનું તો Page 118 of 191 Page #119 -------------------------------------------------------------------------- ________________ પછી, કિંતુ પળે પળે સૂક્ષ્મમાં સૂક્ષ્મ જીવની પણ હિંસાથી બચવાની કાળજી અને સંયમ જાણવા-સમજવાનું પણ બીજે ક્યાં મળે ? અનંતજ્ઞાની અરિહંત દેવોએ સ્વયં આરાધેલું અને જગતને ભાખેલું એ સંયમ મને મહાપુણ્યે સમજવા મળ્યું, તો એને હું જરૂર આરાધી લઉં” આવી ધગશ રહેવી જોઇએ; અને સાથે સંયમનો ઉગ્ર પુરૂષાર્થ જોઇએ; સંયમમાં ઇન્દ્રિય સંયમ મનઃસંયમ વગેરે પણ કેળવવાના છે. ૭ - સત્ય યતિધર્મમાં સાતમો ધર્મ સત્ય છે. સત્ય આમ તો પ્રસિધ્ધ ગુણ છે. પરંતુ સાધુ જે સત્ય આદરે છે, તે સૂક્ષ્મ કોટિનું હોય છે. સાધુને માત્ર વાચિક અસત્ય જ ત્યાજ્ય હોય છે એમ નહિ, પણ માનસિક અસત્ય પણ ત્યાજ્ય હોય છે. તેમજ કોઇ અસત્ય બોલે એમાં સંમતિ કે રાજીપો રાખવાનું પણ ત્યાજ્ય હોય છે. ક્રોધાદિ કષાયથી, ભયથી કે હાસ્યાદિથી જૂઠ બોલવાનો મુનિને ત્યાગ હોય છે. ત્યારે સાચું પણ વચન જો સાવધ હોય, જીવઘાતક હોય કે સામાને અપ્રિય લાગે તેવું હોય તો તેય બોલવાનું હોતું નથી. મેતારજ મુનિએ, ફ્રેંચ પક્ષી જવલા ચણી ગયું છે એ સત્ય હોવા છતાં, એ વચન જીવઘાતક હોવાથી સાનીને ન કહ્યું. જો કહે તો પક્ષીને કદાચ સોની મારી પણ નાંખે. તેમજ એ પણ વાત છે કે સોનીના જ્વલાની વાત સાવધ છે, સાંસારિક છે. મુનિ સાંસારિક બાબતમાં પડે નહિ. આમ મેતારજ મુનિએ કાંઇ ન બોલતાં મૌન રાખ્યું. આમ સાચું હોવા છતાં જો અપ્રિય લાગે એમ હોય તો ન બોલી શકાય. દા.ત. કાણાને કાણો કે આંધળાને આંધળો ન કહેવાય, આવી રીતની મર્યાદાઓ સાચવીને મુનિવરો સત્યને વળગી રહે છે. જીવનભર સત્યને છોડતા નથી. સત્યનું મહત્વ - સત્ય એક મહાન ગુણ છે, જીભનો અલંકાર છે, પ્રતિષ્ઠાનો હેતુ છે, પાપથી બચાવનાર છે, તેમજ સત્યવાદીનો સૌ કોઇ વિશ્વાસ કરે છે. જૂઠનાં નુક્શાન :- અસત્ય બોલવાથી (૧) લોકોના વિશ્વાસ ગુમાવાય છે. (૨) અવસરે સાચું બોલેલું પણ ‘ વાઘ આવ્યો રે વાઘ' ની જેમ અસત્યમાં ખપે છે. (૩) મન બગડે છે, મનમાં બીજી અનેક પાપ વિચારણા જાગે છે. (૪) પાછળથી પશ્ચાતાપ થાય છે. (૫) કેટલીકવાર એક અસત્યનો બચાવ કરવા માણસ બીજા અનેક અસત્ય બોલવા માંડે છે. અથવા બોલવાનો પ્રસંગ કદાચ ન આવે તો પણ મનમાં ગોઠવી રાખે છે. (૬) અસત્યથી ઘણાં માઠાં કર્મ બંધાય છે. જેનાં ફ્ળરૂપે ભવાંતરમાં જીભ જ નથી મળતી, અથવા મળે છે તો સડેલી મળે છે, કે તોતડા બોબડાપણું મળે છે. (9) નરક સુધોના ભયંકર દુઃખો મળે છે. વસુરાજા અસત્યથી નરકમાં ગયો. આ જીવે આજ સુધી પૂર્વના બહુ ભવોમાં અસત્યની મહાકુટેવો પાડી છે, તેથી સ્વાર્થ ઊભો થતાં અસત્ય બોલવાનું મન થઇ જાય છે. એ કુટેવ જો અહીં તાજી કરી તો આગળ પરિણામ ખતરનાક આવે છે, અને આ ભવની ભૂલના ગુણાકાર થાય છે. માટે અહીં તો અસત્યને સ્વપ્રમાંથી પણ દૂર કરવું જોઇએ. ગમે તેવા કષ્ટમાં પણ સત્ય વચનની સચોટ ટેવ પાડવી જોઇએ. એકવાર હિંમત કેળવી સત્ય સાચવતા થઇ ગયા પછી તો સત્યનો સ્વભાવ થઇ જાય છે. માટે “ભલે કષ્ટ આવો પણ સત્ય ન જાઓ. ભલે આફ્ત આવો, પણ Page 119 of 191 Page #120 -------------------------------------------------------------------------- ________________ અસત્ય ન જ ખપે.” આ નિર્ધાર જોઇએ. ૮ - શોચ આઠમો યતિધર્મ શોચ છે. શૌચ એટલે પવિતવ્યા. તે અહીં માનસિક પવિત્રતા, આત્મિક પવિત્રતા લેવાની છે. મુનિ સાવધ યોગમાત્રના ત્યાગી હોય છે. એટલે કે ઝીણામાં ઝીણી હિંસા, જૂઠા વગેરેના સર્વાશે ત્યાગી હોય છે, તેથી એજ એમની મહાન સાચી પવિત્રતા છે. તેથી શારીરિક કે વસ્ત્રાદિ સંબંધી ઉજ્જવલતાની એની આગળ કાંઇ કિંમત આંકતા નથી તેમ એમને એની કાંઇ જરૂર પણ નથી હોતી. શોચના લાભ - (૧) મન પવિત્ર રાખવાથી ઘણી સારી તત્વવિચારણા કરી શકાય છે. (૨) તત્વ વિચારણાને આત્મસ્પર્શી બનાવી શકાય છે. (૩) પવિત્ર મનમાં જ પરમાત્માનો વાસ રહે છે. એટલે કે પરમાત્માનું ધ્યાન સચોટ અને સતત જાગતું રહે છે. (૪) પવિત્ર મનવાળાને પોતાનો આત્મા બહુ ફોરો-હલકો ફ્લ જેવો લાગે છે. (૫) મેત્રી આદિ ઉચ્ચ ભાવનાઓ ભાવવી સહેલી પડે છે. (૬) મહાપુરુષોના ઉપદેશ સારી રીતે ઝિલાય છે. (9) આખુંય જીવન પવિત્ર અને ઉજળું બને છે. (૮) મોહની ગાંઠો તૂટી જાય છે, અને અવસર મળતાં કેવળજ્ઞાન લેવામાં વાર લાગતી નથી. સાધ્વી ચંદનબાળાના શિષ્યા મૃગાવતીજી પવિત્ર મનવાળા હતા તો સમવસરણેથી સહેજ મોડા આવ્યા બદલ મળેલા. ગુરુણીના ઠપકા ઉપર એમણે કેવળજ્ઞાન લીધું. મન મેલું હોત તો ? અપવિત્ર મનના અપરંપાર નક્શાન -(૧) તંલિયો મચ્છ અપવિત્ર મનથી મરીને નરકે જાય છે. (૨) પ્રસન્નચંદ્ર ષિએ મન બગાડ્યું તો સાતમી નરકના દળીયાં ભેગા કર્યા. (૩) સારા સંયોગમાં પણ મન જો અપવિત્ર રહે તો લાભને બદલે નુક્શાન વહોરાય છે. ત્યારે (૪) બગડેલા મનવાળાનો ખરાબ સંયોગમાં તો ડૂચો જ નીકળી જાય છે. પવિત્રતાના ઉપાયો :- (૧) મન પવિત્ર રાખવા માટે શ્રદ્ધા સંવેગથી યુક્ત તત્વજ્ઞાન, અર્થાત ૉય-હેય ઉપાદેયનું સચોટ ભાન બહુ સહાયક નીવડે છે. કેમકે એમાંથી દરેક દુન્યવી પ્રસંગોના આગળ પાછળના સાચા રહસ્ય જાણવા મળે છે, તેથી એના પર મન બગાડવાનું રહેતું નથી. મન કેમ બગડે છે ? પૂર્વના શુભાશુભ કર્મ આપણે જોતા નથી. તેમ વર્તમાન પ્રવૃત્તિ કે પ્રસંગથી ભવિષ્યમાં કેવાં પાપ કે પુણ્ય ઊભાં થવાના છે તેનો વિચાર નથી કરતા તેથી મન બગડે છે. આ જરા ઊંડા ઉતરીને વિચારતાં સમજાય એવું છે. (૨) બીજો ઉપાય એ છે કે મનમાં સદા તીર્થંકર દેવો વગેરેના ચારિત્ર પ્રસંગો રમતા રાખવા જોઇએ. સાથે એ પ્રસંગોના હેતુ, એનાં ળ વગેરે પણ ખ્યાલમાં રાખવું જોઇએ. (૩) ત્રીજો ઉપાય - એ છે કે આત્માના અસલી શુદ્ધ સ્વરૂપનો ખૂબ ખૂબ વિચાર કેળવી એ સ્વરૂપ પર ખૂબ રાગ અને મમત્વ કેળવવું જોઇએ. તેથી કર્મલિપ્ત આત્માની કોઇપણ સુખી અવસ્થાની કિંમત ન લાગે. પછી તેના અંગે મન જે બગડતું હતું તે નહિ બગડે. Page 120 of 191 Page #121 -------------------------------------------------------------------------- ________________ આ ત્રણ સચોટ ઉપાયો છે. જબરજસ્ત ઉપાયો છે માટે તેનો જીવનમાં ખૂબ અભ્યાસ કરી મનને પવિત્રતાના સરોવરમાં ઝીલતું રાખવું. ૯ - આચિન્ય (અપરિગ્રહ) નવમો યતિધર્મ છે આકિંચન્ય. આકિંચને એટલે અપરિગ્રહ. પરિમિત ધર્મ-ઉપકરણ સિવાય પાસે કાંઇપણ ન રાખે તે અકિંચન, અને ન રાખવાપણું ને આકિંચન-પરિગ્રહિતપણું કહેવાય. આ ગુણ કેળવવા વિચારો કે, (૧) પરિગ્રહ એ આત્માને માટે ભારરૂપ છે. તે ભાર જેટલો વધારે તેટલો જીવ વધુ નીચે. દુર્ગતિમાં જાય છે. માટે કહ્યું છે કે મહાપરિગ્રહી નરકે જાય છે. સંસારનું મૂળ આરંભ સમારંભ છે અને એનું મૂળ પરિગ્રહ છે. કેમકે પરિગ્રહ હોય તો આરંભના પાપ થાય છે. સામગ્રી જ ન હોય તો શું કરે ? માટે જગતનું મોટું પાપ પરિગ્રહ છે. જેને મુદલ પાપ જોઇતું નથી, એણે પરિગ્રહનો ગ્રહ છોડ્યે જ છૂટકો. (૨) જેમ શનિ-રાહુ વગેરે ગ્રહોની દશા માણસને ભારે પીડે છે. તેમ આ પરિગ્રહની દશા પણ જીવને ભારે પીડે છે. ઘરમાં રહીને સંપૂર્ણ ધર્મ શક્ય નથી કેમકે ઘરવાસ એટલે પરિગ્રહ રહે જ છે. (૩) પરિગ્રહ ભયંકરચીજ છે, એ હૃદયનો એવો કબજે કરે છે કે પછી એ હૃદયમાં બીજું સારું સુઝતું નથી, વૈરાગ્ય ટકતો કે ખીલતો નથી, (૪) પરિગ્રહ સાચવવાની રામાયણ તો વળી એવી છે કે એમાં કેટલીકવાર તો રૌદ્ર ધ્યાન પણ આવી જાય છે. અને રોદ્ર ધ્યાન નરકનો દરવાજો છે; પછી ભલે આ પરિગ્રહ નાનો હોય કે મોટો. મમ્મણ શેઠ પરિગ્રહના પાપે સાતમી નરકે ગયો. (૫) પરિગ્રહ એ બલા છે. “આવ બલા, પકડ ગળા” એમ એકવાર સંઘર્યા પછી એ છૂટવી કે છોડવી મુશ્કેલ પડે છે. (૬) પરિગ્રહ એ જીવને દુર્ગતિ સાથે લગ્ન કરાવી આપનાર ગોર છે. માટે મુનિને એ પરિગ્રહથી બચાવી લેવા ભોજનની વસ્તુમાં પણ કુક્ષિશંબળ કહ્યા અર્થાત મુનિ પાસે ખાવાનું ભાતુ કેટલું ? કુક્ષિમાં હોય એટલું. બાકી સંગ્રહખાનામાં કાંઇ ન મળે. (૭) પરિગ્રહ એ પિશાચ છે. ધીમે ધીમે પોતાનું સ્વરૂપ વધારી મૂકે છે. તેથી કલ્યાણકામી આત્માએ પહેલેથીજ ચેતી જઇ અભ આરંભ-પરિગ્રહનું જીવનસૂત્ર રાખવું જોઇએ. મુનિ તો પરિગ્રહ માત્રથી દૂર જ રહે. ૧૦ - બ્રહ્મચર્ય દશમો. યતિધર્મ બ્રહ્મચર્ય છે. બ્રહ્મચર્ય એ તો વ્રતોમાં દીવો છે. એ હોય તો બીજા વ્રતો ઉજળા-પ્રકાશિત રહે છે. બ્રહ્મચર્ય વ્રત બીજા વ્રતોમાં મુગટ સમાન છે. ઇન્દ્રો સભામાં બેસતાં પહેલાં વિરતિધરને પ્રણામ કરે છે. વિરતિધરમાંથી બ્રહ્મચર્ય ચાલ્યું ગયું તો કાંઇ ઇન્દ્રો નમે કરે નહિ. બ્રહ્મચર્યના લાભ -બ્રહ્મચર્યના લાભ અગણિત છે. એનાથી શરીરના રાજા સમાન વીર્યનું સંરક્ષણ થાય છે. જે પછી ઇન્દ્રિયોને વધુ તેજસ્વી અને દીર્ધકાળ સુધી સશક્ત રાખે છે. મોંની કાન્તિ વધે છે. ખોટી વાસનાઓ થતી નથી, તેથી મન પવિત્ર તેમજ સ્વસ્થ રહી શકે છે. એવા પવિત્ર અને સ્વસ્થ મનમાં સારી સારી તત્વ વિચારણાઓ ક્રુ છે. પવિત્ર મહાવ્રતોની ભાવના જાગ્રત રહે છે. બ્રહ્મચારીનું ધાર્યું સળ Page 121 of 191 Page #122 -------------------------------------------------------------------------- ________________ થાય છે. કીર્તિ વધે છે. ગુણ વધે છે. કામરાગના પાત્ર પરથી રાગ ઉઠી જાય છે. અબ્રહ્માના નુક્શાન - અબ્રહ્મચારીને સહેજે કામપાત્રનું ખેંચાણ રહે છે, એટલા પ્રમાણમાં દેવગુરુની ભક્તિમાં વાંધો પડે છે. ધ્યાનમાં અલના પડે છે. અબ્રહ્મચારીનું વીર્ય હણાય છે, ઇન્દ્રિયો નબળી પડે છે, ઓજસ દ્રાસ પામે છે, પાપવૃત્તિ હૃદયમાં ઘર કરે છે. હિંસાદિરૂપ પાપો કરતાં અબ્રહ્મનું પાપ એટલા માટે ભયંકર છે કે હજી કારણવશાત રાગ વિના પણ હિંસાદિ થઇ જાય. પરંતુ અબ્રહ્મ તો રાગ વિનાનું સેવાતું જ નથી. એક વખતના અબ્રહ્મના સેવનમાં બે થી નવ લાખ ગર્ભ જ પંચેન્દ્રિય જીવોનો અને બીજા કેટલાક સંમૂરિચ્છમ જીવોનો નાશ થવાનું શાસ્ત્ર કહે છે. બ્રહ્મચર્ય પાલનનો ઉપાય - વિચારવું તો એ જોઇએ છે કે અબ્રહ્મ સેવવામાં શું આજ સુધીના અનંત ભવોમાં બાકી રાખ્યું છે ? એકજ દેવતાના ભવમાં કરોડો દેવીઓના ભોગ મળે છે, કેમ કે દેવીનું આયુષ્ય દેવની અપેક્ષાએ બહુ થોડું હોય છે. તે દેવીઓ પાછી કાળી કુબડી નહિ, પણ સદા યૌવનવયની, ગોરી ગુલાબી રૂપસુંદરીઓ હોય છે. એવા દેવના ભવ પણ પૂર્વે અનંતા થઇ ગયા, તો કેટલી દેવીઓનો ભોગ થયો. ? અનંત ! તો પણ હજુ તૃપ્તિ નથી થઇ. આટલા બધા અબ્રહ્મના સેવનથી જે તૃપ્તિ ન થઇ તે અહીંના અભા કાળના તુચ્છ વિષયભોગથી થશે ? ના તૃપ્તિ નહિ, પણ અતૃપ્તિ વધશે. માટે જ જ્ઞાની માવે છે કે બ્રહ્મચર્યનું જ શરણ લો. જીવનભરના બ્રહ્મચારી બની સ્વ-પરને મંગળરૂપ બનો. બ્રહ્મચારી નવ કિલ્લાની વચ્ચે વસે - બ્રહ્મચર્યના પાલન માટે ખાસ નવ વાડનું પાલન કરવાનું માવ્યું છે.દી.ત. પુરુષે (૧) સ્ત્રીવાળી વસ્તીમાં ન રહેવું. (૨) સ્ત્રીની કથા ન કરવી. (૩) સ્ત્રીનાં આસન પર ન બેસવું. (૪) સ્ત્રીના અંગોપાંગ ન નિરખવાં. (૫) ભીતના આંતરે થતા સ્ત્રી-પુરુષના આલાપ-સંલાપ પણ સાંભળવા નહિ. (૬) પર્વે કરેલી ક્રીડાઓનું બિલકુલ સ્મરણ ન કરવું. (૭) પ્રણીત એટલે ઘી-દુધ વગેરેથી ઘચબચતો આહાર ન વાપરવો. (૮) તેમ ખૂબ આહાર પણ ન વાપરવો. (૯) શરીરે શોભા-વિભૂષા. કરવી નહિ. જંબુસ્વામી, સ્થૂળભદ્રસ્વામી, સુદર્શન શેઠ, વિજય શેઠ, વિજયા શેઠાણી વગેરેના દ્રષ્ટાન્તો આખા આગળ રાખી વિશુદ્ધ બ્રહ્મચર્યના પાલનમાં સદા સાવધાન રહેવું. આ રીતે ચારિત્રનું પાલન કરીને અનંતા જીવો પોતાના આત્માનું કલ્યાણ સાધી ગયેલ છે તો આ ચારિત્રને જાણીને એનો આદર કરીને ચારિત્રના પાલનની શક્તિ કેળવી આપણો આત્મા સિદ્ધિ ગતિને કેમ જલ્દી પામે એ રીતે ચારિત્રની આદરણા કરી આદરવું જોઇએ. ત્યાગપ્રધાન જીવન પરન્તુ શ્રમણજીવન જ સાચી શાન્તિ આપનારું જીવન છે. આ જીવન જીવવું એ સહેલું નથી. ખાવાને માટે કોઇક વાર જેમ લાડવા મળે, તેમ કોઇકવાર ભૂખ્યા પણ રહેવું પડે. કોઇક વાર આગળ વાજાં પણ વાગે અને કોઇક વાર ધૂળ પણ ઉડે. ઉતરવાને માટે મકાનની સગવડ મળેય ખરી અને ન પણ મળે. આજીવન એવું છે કે-જેમાં ગામમાં ઘર નહિ અને સીમમાં ખેતર નહિ. જગ્યાનો માલીક જગ્યા આપે તો. વપરાય, નહિ તો એની સામે તકરાર ઉઠાવાય નહિ, પણ ચાલતાં થવું પડે. આવું ત્યાગપ્રધાન જીવન જીવાય, તો આવું જીવન જીવવાના પ્રતાપે પણ મનની ભૂખ વધુ સારી રીતિએ કાબૂમાં આવે. ત્યાણ પોતાને માટે અશક્ય છે માટે ક્રાતો નથી કે બીજું કોઇ કારણ છે-એ શોધો Page 122 of 191 Page #123 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિનશાસન એટલે શ્રી વીતરાગ પરમાત્માનું શાસન અને શ્રી જિનશાસનના આરાધકો એટલે વિરાગી આત્માઓ, આ માનો છો ? સભા૦ હાજી. સમ્યગદ્રષ્ટિ ત્યાગી ન હોય પણ વિરાગી તો હોય ને ? સભાવ હાજી. અને વિરાગી ક્યારે ત્યાગી ન બને ? સભાઓ બને તો ત્યાગ કરે. ત્યાગ શક્ય હોય તે છતાં વિરાગી ત્યાગ ન કરે, એ બને ? સભા નહિ જ. તો પછી તમે બધા ત્યાગને તમારે માટે અશક્ય માનો છો ? ત્યાગ તમારે માટે શક્ય નથી માટે જ ત્યાગી બનતા નથી ને ? સભાને એમ ન મનાય ? એમ ન જ મનાય, એમ કહેતો નથી : પરન્તુ એમ ક્યારે મનાય તે તો જોવું પડશેને ? સભાઓ હાજી. ત્યારે વિચારો કે- “ક્યારે હું ત્યાગી બનું' એવી ભાવના તમારામાં છે ? “હું કમનસિબ છું કે-મારાથી વિરતિધર્મ સ્વીકારી શકાતો નથી.' -આવી વિચારણા આવે છે ? “ધન્ય છે તે પુણ્યાત્માઓને, કે જે પુણ્યાત્માઓ નાની ઉંમરમાં પણ સંસારના ત્યાગી બનીને, ભગવાન શ્રી જિનેશ્વરદેવોની આજ્ઞા મુજબ વર્તી-ચારિત્રપાલન કરી આત્મકલ્યાણ સાધી રહ્યા છે !' –આવા વિચારો આવ્યા કરે છે ? “ભગવાન શ્રી જિનેશ્વરદેવોનું સર્વશ્રેષ્ઠ, અનુપમ અને પરમ કલ્યાણકારી શાસન પામવા છતાં તેમજ નિશ્રા લેવા યોગ્ય સુગુરૂનો યોગ પામવા છતાં અને આરાધનાના માર્ગની થોડી-ઘણી પણ જાણ થવા છતાં, હું વિરતિધર્મની સાધના કરી શકતો નથી, એ મારો કેવો કારમો અશુભોદય ?' –આવો આત્મતિરસ્કાર અત્તરમાં અવસરે અવસરે પણ પ્રગટે છે ખરો ? “સંસારમાં રહેવાથી મારા આત્માનું ભયંકર કોટિનું અહિત થઇ રહ્યું છે” -એમ લાગે છે ખરૂં? આવું મનુષ્યપણું મળવા સાથે ભલે મને લક્ષ્મી ન મળી હોત, બાયડી-છોકરાં ન મળ્યાં હોત, સત્તા ને આબરૂ ના મળી હોત, પણ જો એક માત્ર શ્રી જિનાજ્ઞાની સુન્દર પ્રકારની આરાધના મળી હોત તો મારો આ જન્મ સદ્ઘ થાત : જ્યારે આ તો બાયડી-છોકરાં વિગેરે મળવા છતાંય મારો મનુષ્યજન્મ નિફ્લ જ નહિ પણ નુક્શાનકારી બની રહ્યો છે !' –આ પ્રકારની આત્મવેદના અનુભવો છો ખરા ? આવતા ભવમાં ભલે હું દરિદ્રપણાને પામું, દાસપણાને પામું, પણ શ્રી જિનાજ્ઞાની ઉત્કટ આરાધના મળે તો બસ છે !' –આવોય ઇચ્છાનિરોધ થાય છે ? આ બધું થતું હોય તો વિચારી જૂઓ અને તે પછી વિચારો કે- “હું ત્યાગી નથી બનતો તે સંસારરાગના કારણે કે મારે માટે ત્યાગ અશક્ય છે એથી ?' "तत्थसाअव्वाई नराडमर-सिवसुढजणयाई अत्थसाराई । सवनुभासिआइ, भुवणम्मि पइट्ठिअजसाई ।।" Page 123 of 191 Page #124 -------------------------------------------------------------------------- ________________ તેમાં એટલે “સાંભળવા યોગ્ય, પ્રશંસા યોગ્ય, તજવા યોગ્ય અને આચરવા યોગ્ય' –એ ચારમાં, સાંભળવા યોગ્ય શું છે ? કથાકાર પરમર્ષિ માવે છે કે-જગતમાં જો કોઇ પણ વસ્તુ સાંભળવા યોગ્ય હોય, તો તે શ્રી સર્વજ્ઞ પરમાત્માનાં કહેલાં વચનો છે. આત્માના હિતને માટે સાંભળવા લાયક વસ્તુ તરીકે એ જ છે. બીજું સાંભળવું પડે તોયે કચવાતે મને સાંભળવું. એમ થાય કે-ક્યારે એવો પ્રસંગ આવે કે એ જ સાંભળવા મળે અને બીજું સાંભળવા ન મળે. એવો દિવસ ક્યારે આવે, એવી ઝંખના શ્રાવકને પણ હોય કે નહિ ? એ દશા આવવી જોઇએ કે-બીજાં વચનો કદાચ કાને આવે, તોય એનો અંતરમાં ખોટી અસર થાય નહિ. ઘરમાં કુટુંબીઓને પણ કહેવું કે- “એવી વાત કરો કે જે શાસનને અનુસરતી હોય. છેવટે જે વાત શાસનને બાધ કરનારી હોય તે તો કહેશો જ નહિ.' આવું ઘેર જઇને કહેશો ને ? જ્ઞાનિઓ માને છે કેશ્રી સર્વજ્ઞ પરમાત્માનાં કહેલાં વચનો સાંભળવા યોગ્ય છે, છતાં એ રોજ નિયમિત અખલિતપણે સાંભળવાની જેવી જોઇએ તેવી ઇરછા નથી થતી, એ દશા કરી ? શ્રી જિનવાણીના શ્રવણ વિનાનો એક પણ દિવસ જવો જોઇએ નહિ : અને જે દિ' શ્રી જિનવાણીનું શ્રવણ ન મળે કે ન થાય, તે દિ’ ચેન પડવું જોઇએ નહિ. શાસ્ત્ર કહે છે કે-જ્યાં શ્રી જિનવાણીનું શ્રવણ કરવા વિગેરેની સામગ્રી જ ન હોય, ત્યાં શ્રાવકે વસવું જોઇએ નહિ. શ્રી જિનવાણીના શ્રવણ વિનાનો દિવસ ન જાય, એવા સ્થળે વસી શકાય છે ને ? એવા ધર્માત્મા બનો તો એ સર્વથા અશક્ય નથી : આમ છતાં પણ કદાચ ન જ બને તો તેનું હૃદયમાં દુ:ખ ધરો. ત્યારે સાંભળવા યોગ્ય એક જ વસ્તુ છે. કયી ? શ્રી સર્વજ્ઞ પરમાત્માએ કહેલાં વચનો ! કેમ ? જે કાંઇ સારું છે તે એમાં છે. જે સારું નથી તે શાથી? શ્રી જિનવચનમાં નથી માટે ! આથી પરમ ઉપકારી કથાકાર પરમર્ષિ માવે છે કે-સઘળાં સુખોને પેદા કરનાર શ્રી જિનવચનો છે. શ્રી જિનવચનોના સુખને જે અનુભવે, તે મુક્તિએ ગયા વિના રહે નહિ. મુક્તિએ ન જાય ત્યાં સુધી, એ ઇચ્છે નહિ તોય, માનુષી સુખો અને દેવતાઇ સુખો એનો પીછો છોડે નહિ : છતાં ખૂબી એ કે-જેમ જેમ માનુષી અને દેવતાઇ સુખો મળે, તેમ તેમ આની એ પ્રત્યેની અરૂચિ વધતી જાય. જેમ જેમ અરૂચિ વધતી જાય, તેમ તેમ મુક્તિ નજદિક આવતી જાય. આથી. સમજો કે-શ્રી જિનવચન જેના હૈયે વસ્યાં, તેના અશુભ દિન ગયા અને શુભ દિન આવ્યા. ત્યારે કહો કે-મારૂં ચાલે તો મારા નોકર, મારા આશ્રિત અને મારું કુટુંબ શ્રી જિનવચનથી વિરૂદ્ધ બોલનાર રહે નહિ એવી યોજના કરું ! શ્રી જિનવચનના જે કુળમાં ધનિ જ નહિ તે કુળ કેવાં ? જેનકુળ એવાં હોય ? કથાકાર પરમર્ષિ માવે છે કે-એ વચનો અર્થસાર છે. એ વચનો ગંભીર અર્થોથી ભરેલાં છે : અને એથી. ત્રણે ભુવનમાં એનો યશ પ્રતિષ્ઠિત થયેલો છે. અલ્પકાળમાં મુક્તિગામી આત્માઓને, લઘુકર્મી આત્માઓને એ વચનો રચ્યા વિના રહેતાં નથી. જે આત્માઓને મુક્તિની અભિલાષા હોય, સાચા સુખની અભિલાષા હોય, તે આત્માઓએ સમજવું જોઇએ કે-શ્રી જિનેશ્વરદેવોએ કહેલાં વચનો સાંભળવા યોગ્ય છે અને તે આત્માઓએ એના શ્રવણને ચૂકવું જોઇએ નહિ. આથી કથાકાર પરમર્ષિએ ક્રમાવ્યું કે- “સાંભળવા યોગ્ય શ્રી સર્વજ્ઞ પરમાત્માએ કહેલાં વચનો છે, કારણ કે-અ વચનો નરલોકના સુખનાં, અમર લોકનાં સુખનાં તથા શિવસુખનાં જનક છે : તેમજ અર્થસાર છે અને ભુવનમાં પ્રતિષ્ઠિત યશવાળાં છે !” પ્રશંસાને પાત્ર કોણ ? આ રીતિએ “સાંભળવા યોગ્ય શ્રી જિનેશ્વરદેવોએ ક્રમાવેલાં વચનો છે' –એમ પહેલી આજ્ઞાને અંગે જણાવ્યા બાદ, બીજી આજ્ઞા જે પ્રશંસાયોગ્યની પ્રશંસા કરવી તે છે, તેને અંગે પ્રસંસાને પાત્ર કયી કયી વસ્તુઓ છે, તે દર્શાવતાં કથાકાર પરમર્ષિ અહીં માવે છે કે Page 124 of 191 Page #125 -------------------------------------------------------------------------- ________________ “ताइं चिय विवुहाणं, पसंसणिज्जाई तह य जाइं च | તહિં પિય મણિમારૂં, સન્મત્ત બાળ-ચરળારૂં ||” မှဲ့ આત્મહિતની દ્રષ્ટિએ, જે વસ્તુ સાંભળવા યોગ્ય હોય, તે પ્રશંસાને યોગ્ય પણ થાય જ. આપણે જોયું કે-સાંભળવા યોગ્ય શ્રી સર્વજ્ઞ પરમાત્માએ કહેલાં વચનો છે. પ્રશંસવા યોગ્ય પણ શ્રી વીતરાગ પરમાત્માએ કહેલાં વચનો છે અને શ્રી વીતરાગ પરમાત્માનાં વચનોએ જ ફરમાવેલ જે સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્ર, એ ત્રણ પ્રશંસાન પાત્ર છે. સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્ર - એ ત્રણેય આત્માના ગુણો છે. આત્માના એ ગુણો પ્રશંસવા યોગ્ય છે, માટે એ ત્રણને ધરનારા પણ પ્રશંસવા યોગ્ય ઠરે છે. રત્નત્રયીની અનુપમ પ્રકારે આરાધના કરવા દ્વારા અજોડ સામર્થ્યને કેળવીને જે આત્માઓએ રત્નત્રયીને જીવનમાં એકમેક કરી દીધી તથા જગતના જીવોના કલ્યાણને માટે રત્નત્રયી રૂપ મોક્ષમાર્ગને જે આત્માઓએ સ્વતન્ત્રપણે પ્રદર્શિત કર્યો, તે શ્રી અરિહંત દેવો પ્રથમ કક્ષાએ પ્રશંસાપાત્ર છે. અનંતજ્ઞાનિઓની આજ્ઞા મુજબ રત્નત્રયીની આરાધના કરવા દ્વારા, જે આત્માઓએ પોતાના આત્માની સાથે અનાદિકાળથી લાગેલા કર્મમળને દૂર કર્યો અને જે આત્માઓ શ્રી સિદ્ધિગતિને પામ્યા, તે શ્રી સિદ્ધ ભગવાનો પણ બીજે નંબરે પ્રશંસાપાત્ર છે. રત્નત્રયીના આરાધક બનીને, એ રત્નત્રયીનો પ્રચાર કરવાનું જે આત્માઓએ બીડું ઝડપ્યું છે અને જેઓ શ્રી તીર્થંકરદેવોની ગેરહાજરીમાં શાસનના શિરતાજ પદે રહીને શાસનનું અબાધિત પ્રવર્તન કરી તથા કરાવી રહ્યા છે, તે શ્રી આચાર્ય ભગવાનો પણ ત્રીજે નંબરે પ્રશંસાપાત્ર છે. શ્રી આચાર્ય ભગવાનોની નિશ્રામાં રહીને શ્રી જિનેશ્વરદેવોનાં વચનોને જાણી, હૃદયમાં પચાવી, રત્નત્રયીના આરાધનપૂર્વક જે આત્માઓ રત્નત્રયીનું જ્ઞાનદાન દેનારા છે, તે શ્રી પાઠકભગવાનો પણ ચોથે નંબરે પ્રશંસાપાત્ર છે. રત્નત્રયીની આરાધનાની પ્રતિજ્ઞા સ્વીકારી, રત્નત્રયીની આરાધનામાં રક્ત રહેવા સાથે, જગતમાં રત્નત્રયીની આરાધના કરવા ઇચ્છતા આત્માઓને યથાયોગ્ય પ્રકારે સહાય કરનારા સાધુઓ પણ પાંચમાં નંબરે પ્રશંસાપાત્ર છે. આ પછી, રત્નત્રયીને પામવાની અભિલાષાવાળાં, રત્નત્રયીની આરાધનામાં જ આત્માનો નિસ્તાર છે-એમ માનનારા, રત્નત્રયીના આરાધક આત્માઓની સેવામાં રક્ત રહેનારા, સંસારમાં રહેવા છતાંય સંસારને બૂરો માનનારા, સંસારને છોડવાની પેરવીમાં પડેલા અને શક્યમાં પ્રવૃત્તિ તથા અશક્યમાં સદ્દહણા જેવી દશાવાળાં શ્રાવક-શ્રાવિકા પણ તે પૂરતા પ્રશંસાને પાત્ર છે. એ જ રીતિએ, રત્નત્રયી રૂપ મોક્ષમાર્ગની સન્મુખ બનેલા આત્માઓ પણ તે પૂરતા પ્રશંસાપાત્ર છે જેમનું જીવન એવું બની ગયું હોય કે-શ્રી જિનેશ્વરદેવોએ ફરમાવેલા માર્ગને ઝટ પામે : રત્નત્રયી રૂપ મોક્ષમાર્ગની સન્મુખ દશાવાળા : જાણે-અજાણે શ્રી વીતરાગ પરમાત્માના વચનને સામાન્ય પ્રકારે અનુસરવાનું જેમનું જીવન બન્યું છે એવા : જે જીવનમાં શ્રી વીતરાગના સિદ્ધાંતની છાયા જણાય તે ! એવા આત્માઓ પણ એ પૂરતા પ્રશંસાપાત્ર છે. પણ પ્રશંસા કરતાં ચકોર બનવું જોઇએ. પ્રશંસા એવી જ રીતિએ થાય, કે જેથી એ આત્મા માર્ગ પામે અને બીજા પણ આત્માઓ માર્ગ પામે : કોઇ પણ આત્મા ઉન્માર્ગે ચઢી જાય એવી પ્રશંસા નહિ કરવી જોઇએ ! પ્રશંસા કરવામાં પણ વિવેક જોઇએ છે. કોઇ પણ પ્રકારના ધર્મમાં વિવેક વિના ચાલે એવું છે ? નહિ જ. Page 125 of 191 Page #126 -------------------------------------------------------------------------- ________________ કાંઇ જ ન બને તો છેવટ વસ્તુને વસ્તુસ્વરૂપે માનનારા બનો તમે કદિ તીર્થયાત્રાએ પણ જાવ છો ખરા ? સભા જન્મમાં એકાદ વાર થાય તો ! બસ ! એક વારની તીર્થયાત્રા પણ કેમ કરો છો ? નામના માટે કે રિવાજને લઇને ? આત્માની શાન્તિ સાધવાને માટે કોઇવાર તીર્થયાત્રા કરી છે ? તીર્થયાત્રાએ નીકળતા હો તોય સુસાધુઓનો ભેટો થઇ જાય અને ધર્મનો ખ્યાલ આવે. દરેક વર્ષમાં અમૂક દિવસો તો તીર્થયાત્રાએ અથવા તો જ્યાં સુસાધુઓ હોય ત્યાં જવું, એવું નક્કી કરો અને સુસાધુઓની પાસે જઇને ધર્મની ચર્ચા કરો તોય ઘણો લાભ થાય. કરવું કાંઇ નહિ અને વાતો મોટી કરવી, એનો અર્થ કાંઇ નથી. તમે પાપનો સર્વથા ત્યાગ કરીને ધર્મમય સાધુજીવન જીવી શકતા હો, તો પણ નીતિથી જ વર્તવ, બીજાના દુ:ખમાં બને તેટલા ઓછા નિમિત્તરૂપ બનવું, બને તેટલા સદાચારો સેવવા, રોજ શ્રી જિનપૂજન તથા અમૂક પચ્ચખ્ખાણ કરવું, સામાયિક કરવું, સ્વાધ્યાય કરવો, પ્રતિક્રમણાદિ કરવું અને પર્વતિથિ ઉપવાસાદિ તપ પૂર્વક પૌષધ કરવો. એ તો કરી શકોને ? રોજ બધા જિનપૂજા કરે તો શ્રી જિનમન્દિર પણ સ્વચ્છ અને સુન્દર રહે. સંયમની ભાવના કેળવો તો આ બને. સર્વવિરતિધર ન બનાય તો દેશવિરતિધર બનો અને તેય ન બનાય તો છેવટ વસ્તુને વસ્તુસ્વરૂપે માનનારા બનો ! વસ્તુને વસ્તુસ્વરૂપે માનનારા બનશો, તોય આ ભવમાં નહિ તો આગામી ભવોમાં સંયમની આરાધના કરી શકશો. આપણા દેવ વીતરાગ અને ગુરૂ નિગ્રન્થ, એથી સમજો કે-આપણું ધ્યેય વીતરાગ બનવાનું અને વીતરાગ બનવાનો શ્રેષ્ઠ ઉપાય નિગ્રન્થ બનવું તે ! જૈનત્વ પામો તો આ વસ્તુ જચે અને વીતરાગતાને પમાડનારૂં નિગ્રન્થપણું તમે પ્રયત્નપૂર્વક પામી શકો. તમે સાચા જૈન બનો અને તમારી કલ્યાણકામના ફ્ળો, એજ એક શુભાભિલાષા ! હવે ૧૭. જ્ઞાન વિરાધના, ૧૮. દર્શન વિરાધના અને ૧૯ ચારિત્ર વિરાધના. આ ત્રણ બોલનું વર્ણન શરૂ કરાય છે તેમાં ૧૭મું જ્ઞાન વિરાધના. ૧૭. જ્ઞાન વિરાધના આ પ્રમાણે મિથ્યાત્વના ત્યાગપૂર્વક શ્રી સમ્યગ્દર્શનની આરાધના કરનારાઓએ નિઃશંકત્વ વગેરે આઠ આચારો દર્શનાચારના જાણવાયોગ્ય છે, અને કાળ અધ્યયન વગેરે આઠ આચારો જ્ઞાનાચારના પણ જાણવા યોગ્ય છે. તેમાં પ્રથમ શ્રુતજ્ઞાનના આઠ આચારો વિચારાય છે તે આ પ્રમાણે (૧) કાળવેદિ એટલે કાળને જાણનાર અકાળે સ્વાધ્યાય, અનધ્યાય દિવસને છોડી સ્વાધ્યાય કરવો તે કાળાધ્યયન આચાર છે. (૨) જાતિ વગેર મદ તથા નિંદા વગેરેના ત્યાગપૂર્વક ગુરુના વંદન વગેરેનો ઉપચાર કરવાથી વિનયાચાર. (૩) શ્રુતજ્ઞાનમાં ગુરુના વિષયમાં આહારનો પ્રબંધ-વ્યવસ્થા વિશેષ કરવો તે બહુમાન આચાર. (૪) શ્રુતજ્ઞાન ભણવાના વખતે યથાયોગ્ય નિવિ, આંબિલ વગેરે તપો વિધાન કરવું તે ઉપધાન આચાર.(૫) ‘મેં જાતે જ શ્રુતભણ્યું છે’ અથવા અમુક યુગપ્રધાન આચાર્યની પાસે વગેરે ન કહેવા વડે પોતાના ગુરુનો અનિહવ કરવો એટલે છૂપાવવા નહિ તે અનિહવ આચાર છે. (૬) જેનાવડે અર્થ પ્રગટ થાય તે વ્યંજન તે આગમિક સૂત્ર છે, તે આગમિક સૂત્રને માત્રા અક્ષર બિંદુ વગેરેથી વધારે, ઓછો ઉચ્ચાર કરવાથી, પ્રાકૃત અથવા સંસ્કૃત ન કરવાવડે ‘ નો મંગલ મુવિટ્ટુ હિંસા સંનનો તવો” વગેરેની જગ્યાઓ ‘પુન્ન ભાળ સુવોરાં ત્યા સંબન બિન્ગતિ વગેરે પર્યાયવાચી શબ્દો વડે ફેરફાર ન કરે તે વ્યંજનાચાર. Page 126 of 191 Page #127 -------------------------------------------------------------------------- ________________ (૭) શ્રી આગમની વ્યાખ્યારૂપ અર્થોને યથાવસ્થિત પ્રરૂપવા તે અર્વાચાર. (૮) “મોકૂંભ મુp #હિંસાઈ01/ર મi Qા વિ તરસ નરપતિ મે ચમત (૧) વગેરેની જેમ ઉભયને ફાર કરવા નહી તે તદુભયાચાર, આથી જ આ આચારો વિપરીત રૂપે આચરે તો આઠ જ્ઞાનના અતિચાર થાય છે. આ અતિચારમાં સહુથી મોટો અતિચાર સૂત્ર, અર્થ ને તદુભયનો જે નાશ કરવો તે છે, કારણ કે તેના નાશથી ચારિત્રનો નાશ છે. ચારિત્રનાં નાશથી મોક્ષનો અભાવ છે અને મોક્ષનો જ અભાવ થાય તો દીક્ષા વગેરે વ્યર્થ નકામા થઇ જાય, “અકાલ સ્વાધ્યાય' વગેરેનું સ્વરૂપ શ્રી આવશ્યક નિર્યુક્તિમાંથી જાણી લેવું. કારણકે તેનો ઘણો વિસ્તાર હોવાથી ગ્રંથનું પ્રમાણ વધી જવાના કારણે તેનું વિવેચન કર્યું નથી, એ પ્રમાણે આઠ જ્ઞાનાચાર અતિચાર સહિત કહ્યા છે. આ જ્ઞાનાચારના આચારના પાલનથી વિપરીતપણે આચારનું પાલન કરવું તે જ્ઞાન વિરાધના. કહેવાય છે. જેમકે જ્ઞાન પ્રત્યે શત્રુતા રાખે. જ્ઞાની પ્રત્યે શત્રુતા રાખી જીવન જીવે, ગુરૂને ઓળવવા એટલે જે ગુરૂ પાસે ભણ્યા હોય તે ગુરૂ એનાથી ઓછું ભણેલા હોય, ક્ષયોપશમ ભાવ ગુરૂનો ઓછો હોય તો ગુરૂનું નામ બોલતા શરમ આવે તે ગુરૂને ઓળવ્યા કહેવાય. ગુરૂના નામને છુપાવવા-એ જ્ઞાન વિરાધના કહેવાય છે. ગુરૂ ભગવંતના આહાર-પાણીથી ભક્તિ કરવાના બદલે આહારપાણી આદિમાં અંતરાય કરવો, આહાર ન લાવવો, ટાઇમસર આહાર ન વાપરવો, પાણી ટાઇમસર ન આપવું તથા ગુરૂ પ્રત્યે અને જ્ઞાના પ્રત્યે દ્વેષ કરવો, જેમકે ભણીને શું કામ છે એના કરતાં ન ભણેલા અમે સારા છીએ, ભણીને પણ જે ગુણો પેદા કરવાના છે એ ગણો પેદા થયા નથી એમના કરતાં અમારામાં ગુણો સારા છે ઇત્યાદિ અનેક પ્રકારની વિચારણાઓ કરીને, વચનો બોલીને જ્ઞાન પ્રત્યે, જ્ઞાની પ્રત્યે દ્વેષ બુધ્ધિ રાખવી એ જ્ઞાનની વિરાધના કહેવાય છે તેમજ અકાળે સ્વાધ્યાય કરવો, જ્ઞાની ભગવંતોએ જે ટાઇમે જે સૂકો કરવાના કહેલા હોય તે સમય એટલે ટાઇમ સિવાય બીજા ટાઇમે એ સૂત્રો કરવા, સ્વાધ્યાય કરવો તે અકાળે કહેવાય છે. જેમકે રોજ માટે સૂર્યોદય પહેલાની બે ઘડી, મધ્યાહૂકાળની એક ઘડી આગળની એક ઘડી, પાછળની, સાંજના સૂર્યાસ્ત પછીની બે ઘડી અકાળ કહેવાય છે. એ ટાઇમે સૂત્રો ભણવા-ગોખવા, સ્વાધ્યાય કરવો એ અકાળ કહેવાય છે. એ અકાળે સૂત્રો ભણવા વગેરેથી જ્ઞાનની વિરાધના થાય છે. એવી જ રીતે મનથી જ્ઞાનની વિરાધના કરવાથી જીવોને જ્ઞાનાવરણીયનો ક્ષયોપશમભાવ ઓછો મળે છે, યાદશક્તિ ઓછી પ્રાપ્ત થાય છે, મહેનત કરવા છતાં પણ જ્ઞાન ચઢે નહિ તેમજ ગાંડાપણું મૂઢપણું અને કોઇપણ વાતની વિચારણા ન કરી. શકે એટલે વિચાર શક્તિ હીન પ્રાપ્ત થાય છે. વચન બોલીને જ્ઞાનની વિરાધના કરવાથી મૂંગાપણું, તોતડાપણું, વ્હેરાપણું, આંધળાપણું આદિ પ્રાપ્ત થાય છે એટલે કે મુખના-નેત્રના અને કાનના અનેક પ્રકારના રોગો પ્રાપ્ત થાય છે કે જેથી જીવો જ્ઞાના ભણી શકે નહિ. કાયાથી જ્ઞાનની વિરાધના કરવાથી જીવોને લુલાપણું, લંગડાપણું, ઠંડાપણું. શરીરના અંગોપાંગમાં અનેક પ્રકારના રોગો પેદા થાય કે જેથી અભ્યાસ કરી શકે નહિ અને જ્ઞાન પ્રાપ્ત થઇ શકે નહિ. મન-વચન અને કાયા એ ત્રણેથી વિરાધના કરવાથી જીવોને દરેક અંગોપાંગ આદિમાં રોગાદિ પ્રાપ્ત થાય છે આથી ભણાવવા છતાં પણ એ જીવોને જ્ઞાનની પ્રાપ્તિ થતી નથી. આથી જ્ઞાન વગર જીવો પોતાનો જન્મ ફોગટ ગુમાવી રહેલા હોય છે. આથી જ્ઞાની ભગવંતો જ્ઞાનની વિરાધના ન થાય એ રીતે જીવન જીવવા પ્રયત્ન કરવો જોઇએ એમાં Page 127 of 191 Page #128 -------------------------------------------------------------------------- ________________ જણાવી જ્ઞાન વિરાધના પરિહરું એમ જણાવે છે. ૧૮. ક્શન વિરાધના દશનાચાર હવે દર્શનાચારનું કંઇક સ્વરૂપ પ્રરૂપે છે. શ્રી સમ્યગદર્શનનાં નિઃશંક્તિપણું, નિરાકાંક્ષપણું વગેરે આઠ આચારો થાય છે. એમાં દેશ શંકા અને સર્વશંકાના ત્યાગરૂપ નિઃશંકત્વ આચાર છે. (૧) એમાં દેશ. શંકા એટલે કે “જીવત્વ બધામાં સમાનપણે હોવા છતાં એક ભવ્ય છે બીજો અભવ્ય છે એવો ભેદ શી રીતે ઘટી શકે ? વગેરે (૨) સર્વશંકા એ છે કે પ્રાકૃત ભાષા બદ્ધ આ સિદ્ધાંત સર્વજ્ઞ પ્રણીત છે કે પછી કોઇક બુદ્ધિશાળી બીજા માણસે રચેલ છે ?' વગેરે કલ્પનાઓ કરવારૂપ સર્વશંકા જાણવી. (૨) દેશ અને સર્વ આકાંક્ષાના ત્યાગરૂપ નિરાકાંક્ષતા આચાર :- તેમાં દેશથી આકાંક્ષા તે છેકે કોઇક કુધર્મીના ધર્મનો દયા વગેરેનો અંશ જોવાથી તે ઇચ્છા કરવાથી જાણવી, સર્વથી આકાંક્ષા બોઢ, સાંખ્ય વગેરે બધાયે ધર્મોની આકાંક્ષા કરવાથી છે, તથા (૩) શ્રી અરિહંતની ઉપદેશેલ ક્રિયાઓના ળની બાબતમાં નિ:સંશયપણા રૂપ ત્રીજો નિર્વિચિકિત્સા રૂપ આચાર છે. અથવા વિદશબ્દ જ્ઞાન અર્થમાં છે. વિવિદત્ત // Qિછે તેને લોપવાથી વિદ શબ્દ થાય છે. વિદુ એટલે સાધુઓ તેમના મેલથી ગંદા થયેલા શરીર વગેરેની જુગુપ્સાના ત્યાગ કરવાથી નિર્વિજુગુપ્સારૂપ આચાર જાણવો. (૪) મૂઢદ્રષ્ટિપણે દેશ અને સર્વ ભેદથી બે પ્રકારે છે. તેમાં દેશથી અન્ય ધમીઓના બાળતા વગેરે તથા વિદ્યામંત્ર વગેરેના ચમત્કારો, રાજા વગેરે દ્વારા થયેલ તેમની પૂજા જોઇ અથવા તેમના આગમાદિ સાંભળીને થોડો બદ્વિમાં વ્યામોહ થવાથી મઢ બનેલ એટલે સ્વભાવથી ચલિત થયેલ જે સમ્યગદર્શનરૂપ દ્રષ્ટિ જેમને હોય તે દેશમૂઢ દ્રષ્ટિ કહેવાય તેનો જે ભાવ તે દેશમૂઢ દ્રષ્ટિd. (૨) સર્વથી એટલે બિલકુલમૂઢ એટલે સ્વભાવથી ચલિત થયેલ દ્રષ્ટિ જેમની છે. તે સર્વમુઢદ્રષ્ટિ તેનો ભાવ સર્વ મૂઢદ્રષ્ટિવ. બન્ને પ્રકારના મૂઢદ્રષ્ટિપણાનો ત્યાગ તે અમૂઢદ્રષ્ટિવાચાર છે. (૫) ઉપવૃંહણ એટલે પ્રશંસા તે બે પ્રકારે પ્રશસ્ત અને અપ્રશસ્ત, તેમાં જ્ઞાન, દર્શન સંયમના વર્તનમાં ઉધત-પ્રયત્નશીલ સાધર્મિકોની તથા સાધુ વગેરેનાં તે ગુણોની પ્રશંસા કરવાવડે તેમના ઉત્સાહ વધારવાના કારણરૂપ જે પ્રશંસા તે પ્રશસ્ત. કહ્યું છે કે “તપ, વૈયાવચ્ચ, વિનય, સ્વાધ્યાય વગેરે યોગોમાં” પ્રયત્નશીલ શિષ્યોની પ્રશંસા કરવાથી ઉપબૃહણા વિનય છે. (૧) બૌદ્ધ ચરક-નાસ્તિક વગેરે મિથ્યાત્વીઓની પ્રશંસા અપ્રશસ્ત છે. આ પ્રશસ્ત અને અપ્રશસ્ત પ્રશંસા કરવાથી અને ન કરવાથી ઉપબૃહણા આચાર થાય છે. (૬) સ્થિરિકરણ બે પ્રકારે પ્રશસ્ત અને અપ્રશસ્ત છે, તેમાં સંયમ, તપ, વૈયાવચ્ચમાં સીદાતા સાધર્મિકો અથવા સાધુઓને યથાયોગ્ય આલંબન એટલે ટેકો આપવાવડે સ્થિરતા કરવી તે પ્રશસ્ત અને અપ્રશસ્ત અસંયમ વિષયક જાણવી. આ બંને પ્રશસ્ત, અપ્રશસ્ત સ્થિરિકરણને કરવા ન કરવા દ્વારા સ્થિરિકરણ આચાર થાય છે. (૭) વાત્સલ્ય બે પ્રકારે છે પ્રશસ્ત અને અપ્રશસ્ત, તેમાં પ્રશસ્ત આચાર્ય, ગ્લાન, પ્રવર્તક, તપસ્વી. અસહુ, બાળ, વૃદ્ધ વગેરેની ગોચરી, પાણી, ઉપધિ વગેરે લાવી આપવા દ્વારા સમાધિ આપવારૂપ છે. હ્યું છે ક‘આચાર્ય, (ગુરુ) ગ્લાન, તપસ્વિ, બાળ વગેરેને વિશેષ વિશેષ પ્રકારે આહાર વગેરે દ્વારા. સંપૂર્ણ સેવા કરવી તે સાધર્મિક વાત્સલ્ય છે.' (૧) પાર્થ-પાસત્યા, ગૃહસ્થ વગેરેને આધારરૂપ એટલે આહારાદિ આપવા રૂપ અપ્રશસ્ત વાત્સલ્ય જાણવું. આ પ્રશસ્ત અને અપ્રશસ્ત વાત્સલ્ય કરવા ન કરવા રૂપ વાત્સલ્ય આચાર છે. (૮) જેના દ્વારા પ્રવચન-શાસન પ્રભાવિત અથવા પ્રકાશિત થાય તે પ્રભાવના, જો કે પ્રવચન શાસન શાશ્વત હોવાથી, તીર્થકરવડે રચિત હોવાથી દેવદાનવો વડે નમસ્કારિત હોવાથી જાતે જ Page 128 of 191 Page #129 -------------------------------------------------------------------------- ________________ દેદિપ્યમાન-પ્રભાવિક છે. છતાં પણ દર્શન શુદ્ધિની ઇચ્છા રાખનારાઓ જે ગુણવડે અધિક હોય તેમણે તે ગુણવડ શ્રી અહંત શાસનની પ્રભાવના ભગવાન વજસ્વામી વગેરેની જેમ કરવી. કહ્યું છે કે “સ્વભાવ સિદ્ધ પ્રવચન જાતેજ અધિક દિપે છે. છતાં પણ જે જે ગુણવડે અધિક હોય તેને તે ગુણવડે પ્રવચન પ્રભાવના કરવી.' (૧) તે પ્રભાવકો માવચનિક વગેરે અથવા અતિશય અદ્ધિ વગેરે રૂપે આઠ આઠ પ્રકારના છે. તેમની વ્યાખ્યા આગળ આજ તરંગમાં કરી છે. માટે ફ્રી કરતા નથી. આઠ આઠ પ્રકારના પ્રભાવકોએ કરેલ શ્રી અહંત શાસન વિષયક પ્રભાવના પ્રશસ્ત કહેવાય છે. કદ્માવજનિક વિષયક અપ્રશસ્ત પ્રભાવના છે. એ બંને પ્રશસ્ત, અપ્રશસ્ત પ્રભાવના કરવાથી અને ન કરવાથી પ્રભાવના ચાર થાય છે. આજે આચારને વિપરીતપણે આચરવાથી દર્શનાચારના આઠ અતિચારો થાય છે, આ પ્રમાણે દર્શનના અતિચારો સહિત આચારો કહ્યા. દર્શન વિરાધના એટલે અરિહંતના દર્શનમાં શું છે ! એ કાંઇ આપે નહિ. કોઇના દુ:ખોને દૂર કરે નહિ, કોઇની સામું જોઇને એ જીવો પ્રત્યે કોઇપણ પ્રકારની સહાય કરે નહિ કારણ કે એ પોતે વીતરાગ છે તો એ વીતરાગ બીજાને માટે ઉપયોગી શું થાય ? આવી અનેક પ્રકારની વિચારણાઓ-વાતો ચીતો કરવાથી આત્માદર્શન વિરાધના કરે છે. એવી જ રીતે જે ક્ષાયિક સમકીતી જીવો છે છતાં પણ તેઓ નરકમાં ગયા શ્રી અરિહંત પરમાત્માઓએ શ્રેણિક આદિક્ષાયિક સમકીતિ જીવોને પણ નરકમાં જતા બચાવ્યા નહિ ! તો જ ભગવાન આ રીતે પોતાના ભક્તોને પણ દુ:ખમાંથી ન બચાવે તો એમની સેવાથી શું લાભ ઇત્યાદિ વચનો બોલીને નિંદા કરતા કરતા દર્શન વિરાધના રૂપે પાપ બાંધીને જીવો દુર્ગતિના મુસાફ્ટ બને છે. આથી જ્ઞાની ભગવંતો કહે છે કે દર્શન અને દર્શનની સામગ્રી પ્રત્યે અભાવ પેદા કરી દર્શન અને દર્શનીની નિંદા આદિ કરીને જીવો દર્શન વિરાધના કરી સંસારની વૃદ્ધિ કરે છે માટે દર્શન વિરાધના પરિહરૂ એમ જ્ઞાનીઓ જણાવે છે. આ રીતે વિરાધનાનો ત્યાગ કરી આત્મા દર્શનના આચારોનું પાલન કરતા કરતા. પોતાના આત્માનું કલ્યાણ સાધી સંપૂર્ણ શુધ્ધ સ્વરૂપ પેદા કરી શકે છે. દર્શનના આઠ આચારોનું પાલન કહેલું છે એનાથી વિપરીત આચારનું પાલન કરવું એ પણ દર્શનવિરાધના કહેવાય છે. એ દર્શન વિરાધનાથી બચવા માટે પર્યત્ન કરવો જોઇએ. ૧૯. ચારિત્રાચાર વિધિના પરિહર્સ અથવા ચારિત્ર વિરાધના પરિહરે મહાનંદરૂપ પમોક્ષપદની ઇચ્છાવાળા ભવ્ય જીવોએ આ પ્રમાણે આઠ પ્રકારના આચાર આચરવાવડે સુંદરતાને પામેલ શ્રુતજ્ઞાન અને સમ્યગદર્શનવિષે સંપૂર્ણ પ્રયત્નપૂર્વક ઉધમ કરવો જોઇએ. કારણ કે “જ્ઞાનવડે જ કર્તવ્ય, અકર્તવ્ય, હિત, અહિત, હેય, ઉપાદેય જાણી શકાય છે. કહ્યું છે કે જ્ઞાનવડે જ કરણીય અકરણીય જાણી શકાય છે, જ્ઞાની કાર્ય અંકાર્ય અને છોડવાનું કરવા માટે જાણે છે.' (૧) યશકીર્તિકારક જ્ઞાન છે. જગતમાં સેંકડો ગુણોની પ્રાપ્તિ કરાવનાર જ્ઞાન છે જિનેશ્વરની પણ આ આજ્ઞા છે, કે પ્રથમ જ્ઞાન અને પછી ચારિત્ર' (૨) તથા અબહુ મૃતથી બહુશ્રુતની નિર્જરા પણ અતિઅધિક કહી છે. કહ્યું છે કે “અબહુશ્રુતને જે શુદ્વિ છઠ્ઠ, અટ્ટમ, દશ, દુવાલસ તપવડે થાય છે. તેથી અનક ગુણી શુદ્ધિ, પરિણતજ્ઞાનીને થાય છે.' (૧) અબહુશ્રુત થઇને જે શ્રી અરિહંતે કહેલી ક્રિયા કરવાનો પ્રયત્ન કરે છે. Page 129 of 191 Page #130 -------------------------------------------------------------------------- ________________ છતાં પણ સેંકડો અપરાધો (પ્રયત્નો) કરીને પણ જાણી શકતા નથી, પૂજ્ય શ્રી ધર્મદાસ ગણિજીએ સર્વ ઉપદેશ વડે વિશાળ એવી ઉપદેશ માળામાં કહ્યું છે કે ‘ અબહુશ્રુત તપસ્વી પથને જાણ્યા વગર વિચરવાની ઇચ્છાવાળા સેંકડો અપરાધ (પ્રયત્નો) કરીને પણ જાણી શકતા નથી, (૧) જે દેવસિરાઇય શુદ્ધિ અને વ્રતના અતિચારને જાણતા નથી, તેવા અવિશુદ્ધની ગુણશ્રેણી વધતી નથી તેટલી ને તેટલી જ રહે છે, (૪૧૨-૪૧૩) અલ્પાગમી થઇને જે અતિદુષ્કર તપને કરે છે. તે કષ્ટને (કલેશને) પામે છે. સુંદર બુદ્ધિ એ કરેલું ઘણુ પણ સુંદર હોતું નથી (૪૧૪) શ્રુતના નિષ્કર્ષને એટલે રહસ્યને જેણે અભિન્ન એટલે ટીકા વગરના માત્ર શ્રુત (સૂત્ર) ના અક્ષર અનુસાર અનુસારેજ ચાલવાના સ્વભાવવાળા એવા સાધુનું સર્વ ઉધમવડે કરેલું ક્રિયાનુષ્ઠાન વગેરે અજ્ઞાન તપકષ્ટમાં જ ખપે છે. (૪૧૫) જેમ કોઇ માણસે કોઇ પથિકને માર્ગ દેખાડ્યું તે પણ તે માર્ગના વિશેષને એટલે આ રસ્તો જ ખપે છે. જમણી બાજુ જાય છે કે ડાબી બાજુએ જાય છે ?’ વગેરે રૂપ વિશેષ સ્વરૂપ તે નહી જાણતો એવો તે પથિક અવશ્ય કષ્ટ પામે છે. તેમ લિંગ વેષ અને આચારને ધારણ કરનારા સાધુ સૂત્રના અક્ષરના અનુસારે ચાલવામાત્રથો કષ્ટને પામે છે. (૪૧૬) કલ્પ્ય અકલ્પ્સ, એષણા અનેષણા ચરણ કરણ શૈક્ષવિધિ પ્રાયશ્ચિતવિધિ, દ્રવ્ય વગેરે ગુણોમાં સમગ્ર, પ્રવ્રાજન વિધિ. ઉત્થાપન, આર્યવિધિ, સમગ્ર, ઉત્સર્ગ અપવાદ વિધિને ન જાણનારો કેવી રીતે જયણા કરી શકે ? (૪૧૭૪૧૮) આ કારણથી થોડી પણ (જ્ઞાન) બુદ્ધિ હોય તો સંપૂર્ણ પ્રયત્નપૂર્વક હંમેશા શ્રુતજ્ઞાનનાં અભ્યાસમાં જાણવા બાબતમાં પ્રયત્ન ન છોડવો. કહ્યું છે કે જો તું જ્ઞાન શીખવાની ઇચ્છા કરતો હોય તો દિવસમાં એક પદને ધારણ કર (ભણ), પખવાડીયે અર્ધશ્લોકને ધારણ કર પણ ઉધમ ન છોડીશ.(૧) અથવા આશ્ચર્ય જુઓકે શીતલ અને કોમળ-નરમ, પ્રવાહી હોવા છતાં પણ પાણી પર્વતને થોડો થોડો વહન કરવા દ્વારા ભેદી નાખે છે. (૧) તથા જેમ ટીપે ટીપે સરોવર ભરાય છે તે ન્યાયથી બધી વિધાઓ ધર્મ અને ધનની વૃદ્ધિ થાય છે. (૧) શ્રુતનો અભ્યાસ પણ સમ્યગ્દર્શનવાળાને જ જ્ઞાનરૂપે પરિણમે છે. મિથ્યાદ્રષ્ટિઓને નહી. કહ્યું છે કે સત્ અસત્ની વિશેષતા વગર, ભવના કારણરૂપ હોવાથી જ્ઞાનના ફ્ળનો અભાવ હોવાથી મિથ્યાદ્રષ્ટિને અજ્ઞાન હોય છે. (૧) આ કારણથી શ્રુતજ્ઞાનનો અભ્યાસ કરનારા ધર્મીઓએ શ્રી અરિહંતે કહેલ સમગ્ર તત્વની સમ્યક્ શ્રદ્ધારૂપ શ્રી સમ્યગ્દર્શનમાં મનનું સ્થિરિકરણ કરવું. જેથી સમ્યક્ત્વ પ્રાપ્ત કર્યા પછી નિયમા અપાઈપુદ્ગલપરાવર્ત પ્રમાણ સંસાર સ્થિત રહે છે કહ્યું છે કે અંતર્મુહૂર્ત માત્ર પણ જેમણે સમ્યક્ત્વ સ્પર્શે છે તેઓને અપાઈપુદ્ગલપરાવર્ત સંસાર રહે છે. (૧) અને આ સમ્યગ્દર્શનના જે દાતાર હોય તેમના ઉપકારનો બદલો વાળવો અશક્ય જ છે. સર્વગુણ યુક્ત કરોડો, હજારો, પરોપકાર કરવાવડે જેને સમ્યક્ત્વ આપ્યુ છે તેને મહાનંદરૂપ મોક્ષમાં રહેલ અનંત, અપ્રતિમ, અનુપમ અપ્રમેય, અદ્વિતીય, સુખને પણ આપ્યું છે, તેથી શાશ્વત સુખ આપવા રૂપ ઉપકારવડે જે ઉપકાર કર્યો છે. તેવો ઉપકાર ત્રણે જગતમાં બીજો કોણ કરવાનું જાણે છે, જેથી જેના પર ઉપકાર કરીયે તે સુખી થાય છે, અને મોક્ષ સુખ જેવું બીજુ સુખ ત્રણ જગતમાં ક્યાંય પણ નથી, કહ્યું છે કે ‘તે સુખ મનુષ્યોને નથી કે સર્વ દેવોને પણ નથી, જે અવ્યાબાધ સુખને પ્રાપ્ત કરેલ સિદ્ધોને હોય છે. (૨) સિદ્ધ સુખની બધી રાશિ-(ઢગલા)ને એકઠી કરીયે અને તેનો અનંત વર્ગ કરીએ તો સર્વ આકાશમાં પણ સમાવેશ થતો નથી.(૨) આ સમ્યગ્દર્શનને જે સારી રીતે આરાધે છે.(પાંચ અતિચાર વગર) તેમની આજ્ઞા દેવોપણ સારી રીતે પ્રસન્નમનપૂર્વક માને છે. કહ્યું છે કે અચલિત સમ્યક્ત્વવાળાઓની આજ્ઞાને દેવો પણ ભક્તિથી કરે છે.’ જેમ અમરદત્તની ભાર્યાનું અથવા રાજા વિક્રમ વગેરેની જેમ માને છે. અમરદત્તની ભાર્યા તથા રાજા વિક્રમનું સ્થાનક શ્રી પુષ્પમાળાની Page 130 of 191 Page #131 -------------------------------------------------------------------------- ________________ ટીકામાંથી જાણવું. અહીં ગ્રંથવૃદ્ધિ થવાના ભયથી તેનો વિસ્તાર કરતા નથી. આ સમ્યગદર્શન પ્રાપ્ત કર્યા પછી મનુષ્યો દેવોમાં જ ઉત્પન્ન થાય છે. જો એમને પોતાના આયુષ્યના છેલ્લા સમય સુધી સમ્યગદર્શનના પરિણામ તૂટ્યા ન હોય અથવા સમ્યકત્વ પ્રાપ્તિની પહેલા જો નરક તિર્યંચનું આયુષ્ય બાંધ્યું ન હોય, એ પ્રમાણે તિર્યંચોની ગતિ પણ જાણવી, દેવ જો અપતિત સમ્યક્ત્વના પરિણામવાળા અને પહેલા તિર્યંચ આયુષ્ય બાંધ્યું ન હોય તો સમ્યકત્વ પામીને મનુષ્યોમાં જ ઉત્પન્ન થાય. છે. એ પ્રમાણે નારકોની ગતિ પણ જાણવી. કહ્યું છે કે “સમ્યકત્વ પ્રાપ્ત કર્યા પછી જીવ જો સમ્યકત્વ રહિતા થયો ન હોય અથવા પૂર્વમાં આયુ બાંધ્યું ન હોય તોમાનિક દેવ સિવાયનું આયુષ્ય બાંધતો નથી.” (૧) સમ્યત્વ પ્રાપ્ત કર્યા પછી જીવો નરક તિર્યંચોના દ્વાર છોડીને દિવ્ય દેવતાઇ, મનુષ્યના સુખ તથા મોક્ષ સુખને પામે છે. (૨) આ મિથ્યાત્વરૂપ મહાઝેરના આવેશનો નાશ કરવામાં મહામંત્ર સમાન સમ્યગદર્શન જેના મનમાં સારું સ્થિર થયું હોય તેના મનમાં સમ્યગ જ્ઞાન અને સમ્યફ ચારિત્ર પણ સારી રીતે સ્થિર છે. pt૨ [ મહjશ્લોકમાં કહ્યું છે, માટે મનોવાંછિત આપવા માટે દેવમણિ એટલે ચિંતામણિ સમાન સમ્યક શ્રદ્ધામાં જ હંમેશા મનને સ્થિર કરવા યોગ્ય છે. સમ્યગદર્શનનું સ્વરૂપ સમાપ્ત ત્રીજી લહેરનો બીજો તરંગ સમાપ્ત આ રીતે ચારિત્રના આચારથી વિરુધ્ધ આચરણ કરવાથી ચારિત્ર વિરાધના લાગે છે. આ ચારિત્ર વિરાધનાથી બચીને આચારનું પાલન કરતા આત્મકલ્યાણ કરી સંપૂર્ણ શાશ્વત સુખને પામીએ (૨૦) મનગુતિ, (૨૧) વચનગુતિ, (૨૨) કાયમુર્તિ આદરૂં. ત્રણ ગુણનું સ્વરૂપ (મનોમુક્ષ) હવે ત્રણ ગુતિનું સ્વરૂપ કંઇક કહે છે. મન, વચન, કાય રૂપ ત્રણ પ્રકારની ગુતિઓ હોય છે. એમાં (૧) સત્ય, (૨) અસત્ય, (૩) સત્યમૃષા (મિશ્રા), (૪) અસત્ય અમૃષાભેદે ચાર પ્રકારની મનોગુતિ છે. એમાં “જીવ એ જીવ છે” વગેરે વિચાર કરનાર સત્યમનયોગ છે અને તે વિષયની ગુપ્તિ પણ સત્ય મનોગુપ્તિ અજીવ એ જીવ છે' વગેરે વિચાર તે અસત્ય મનોયોગ છે. તે વિષયની ગુપ્તિ તે પણ અસત્યમનો ગુતિ છે. એ પ્રમાણે સત્યમૃષા (મિશ્ર) અને અસત્ય અમૃષા મનોયોગમાં પણ સત્યમૃષા અને અસત્યમૃષામનોયોગ કગુપ્તિ જાણી લેવી, સત્ય અસત્યનું સ્વરૂપ તો પહેલા જણાવી દીધું છે. આ ચારે પ્રકારનો મનોયોગ મનદ્રવ્યના વિષયવાળો છે. તે મનોદ્રવ્યને સરંભ સમારંભ અને આરંભમાં પ્રવર્તતા રોકવું. અટકાવવું તે મનોગુપ્તિ કહેવાય. (૧) તેમાં સંરંભ એટલ સંકલ્પ, જે સંકલ્પ આ પ્રમાણે છે કે..... “હું એવું ધ્યાઇશ-વિચારીશ કે જેથી આ મરી જશે.” (૨) સમારંભ એટલે બીજા જીવોને પીડારૂપ ઉચ્ચાટન વગેરે રૂપ દુર્બાન અને (૩) આરંભ એટલે બીજાનાં પ્રાણોનો નાશ કરવારૂપ-મારી નાંખવા રૂપ અશુભ ધ્યાન, આ ત્રણેમાં પોતાનાં મનને જરા પણ ન જવા દેવું. આથી અકુશળ (અશુભ) મનનો નિરોધ અને કુશળ (શુભ) મનની ઉદીરણા તથા મનનું જે એકત્વપણું તે મનોગુપ્તિ કહેવાય છે. શ્રી પુષ્પમાળા (ઉપદેશમાળા) માં કહ્યું છે કે “અકુશળમનનો નિરોધ અને કુશલ મનની ઉદીરણા તથા એકત્વપણું નિર્વિકલ્પમનનો પ્રસાર અને મહર્ષિઓ મનગુપ્તિ કહી છે. (૧)” ત્રણે ગુતિઓમાં “#GU[ ' (૧) ગાથા વડે મનોગતિને જ દુષ્કર Page 131 of 191 Page #132 -------------------------------------------------------------------------- ________________ કહી છે. તથા સમુદ્રને પણ અટકાવી શકાય છે. પવનને પણ રોકવાનો ઉપાય થઇ શકે છે. પરંતુ હજુ સુધી. મનના નિરોધનો ઉપાય કોઇએ કર્યો નથી એમ હું માનું છું. ન વિચારવા યોગ્ય વિચારે છે. દૂર દૂર જાય છે. ભારેમાં ભારે ને મોટામાં મોટાને પણ ઓળંગી જાય છે. જેથી મન દુરાચારી સ્ત્રી જેવું મને ભાસે છે લાગે છે. (૨) મન:શુદ્ધિ વગર ક્યારે મુક્તિ થતી નથી. શ્રી યોગ શાસ્ત્રના ચોથા પ્રકાશમાં કહ્યું છે કે મનરૂપ રાક્ષસ નિ:શંક પણે અંકુશ વગર તો રહે છે. યોગીપણાને અને ત્રણે જગતને સંસારાવર્તરૂપ ખાડામાં નાંખે છે ફ્ટ છે. (૩૫) તપને તપનારા તથા મુક્તિમાં જવાને ઇચ્છનારા પ્રાણીઓને પણ વાયુના જેવું ચંચલ (અસ્થિર) મન જ્યાં ત્યાં (ગમે ત્યાં) ક્કી દે છે. (૩૬) જે મનનો રોધ કર્યા વગર યોગક્રિયાને યોગ શ્રદ્ધાને ધારણ કરે છે. તે પગ વડે ચાલીને ગામ જવાની ઇચ્છાવાળા પાગલા લંગડાની જેમ મશ્કરીને પાત્ર થાય છે. (૩૭) મનનો રોલ કરવાથી ચારે તરફ્ટી આવતા કર્મો પણ રોકાય છે. જેને મનનો રોધ કર્યો નથી તેના હિતો પણ પ્રસરી જાય છે-દૂર થઇ જાય છે. (૩૮) આ મનરૂપી વાંદરો ત્રણે જગતમાં રખડવામાં લંપટ છે. વ્યસનવાળો છે. માટે મોક્ષને ચાહનારા આત્માઓએ પ્રયત્ન પૂર્વક તેનો કબજો કરવો. (૩૯) પંડિતોએ ક્ત એક મનની શુદ્ધિને જ નિર્વાણ માર્ગની દર્શિકારૂપે બુઝાયા વગરની દિપીકા-દીવડી રૂપે માન્ય રાખી. છે. (૪૦) મન શુદ્ધિ હોય છે તે, જે ગુણો નથી તે તે ગુણો છે. એમ સમજવું તથા મનની શુદ્ધિ નથી તો ગુણો ભલે હોય પણ તે ગુણો ન હોવા બરોબર છે. માટે બુદ્ધિમાનોએ મનની શુદ્ધિ જ કરવી (૪૧) જેઓ મન શુદ્ધિને ધારણ કર્યા વગર-રાખ્યા વગર મોક્ષ માટે તપ કરે છે. તેઓ નાવ-હોડી છોડી બે હાથ વડે મહાસમુદ્ર તરવાની ઇચ્છા રાખે છે (૪૨) તપસ્વીનું ધ્યાન મન:શુદ્ધિ વગર સર્વથા નકામું થાય છે. જેમાં આંધળા આગળ રાખેલું દર્પણ (૪૩) માટે શુદ્ધિને ઇરછનારાઓએ અવશ્ય મન:શુદ્ધિજ કરવી, શ્રુત ભણવું કે ઇન્દ્રિયદમન વગેરે કાયકષ્ટ રૂપ બીજી પ્રવૃત્તિઓથી શું ? (૪૪) વગેરે ભાવના વડે ‘વિક્રાંતH' વગેરે શ્લોક સુધી અધિકાર કહેવો તથા અહિં ભવભાવના કથા સહિત કહેવી. માટે ધર્મધ્યાન શુક્લધ્યાન કરવામાં સાવધાન મુનિભગવંતોએ આતરોદ્રધ્યાનનાં વિષયમાં જતા મનને બિલકુલ રોકવું જોઇએ. કારણ કે આર્તધ્યાન તિર્યંચગતિનું કારણ છે અને રીદ્રધ્યાન નરકગતિનું કારણ છે. કહ્યું છે કે “# ૨ તિરિયાઈWITU[ J[dHU TU આ મન ગુપ્તિનું કરવા કે ન કરવા બાબતે કોંકણ દેશના સાધનું દ્રષ્ટાંત જાણવું. દ્રષ્ટાંત - (૧) કોંકણ દેશમાં કોઇક વાણીયો રહેતો હતો. તે દર વર્ષે ખેતી કરી મુસાફ્રોને જમાડતો હતો. તેથી દેશના નામ વડે જ લોકોમાં તે ‘કોંકણ’ રૂપેજ પ્રસિદ્ધ થયો. એક વખત તેને સાધુ પાસે ધર્મ સાંભળી કુટુંબનો મોહ છોડી વૃદ્ધાવસ્થામાં કર્મને બાળવા માટે વ્રત-દીક્ષા લીધી, એક વખત વર્ષાઋતુમાં માનું પરઠવી ઇરિયાવહી કરતી વખતે કાઉસ્સગ્નમાં ઉભા રહ્યા. ઘણો સમય વિત્યા પછી તેને કાઉસ્સગ્ગ પાર્યો ત્યારે ગુરુએ પૂછયું “હે સાધુ ! તમે આટલા વખત સુધી શેનું ધ્યાન કર્યું ?' તેને કહ્યું જ્યારે હું ગૃહસ્થ હતો ત્યારે ઉનાળો પૂરો થાય એટલે બધા ખેતરોમાંથી ઝાડો ઉખેડી અગ્નિ સળગાવું અને વેલડીઓ ભાંગી નાંખું, ત્યાર પછી વરસાદ વર્ષે ત્યારે અનાજ વાવીએ. ત્યારે ઘણું અનાજ ઉત્પન્ન થાય છે) થતું હતું. વર્તમાનમાં-હાલમાં મેં દીક્ષા લીધા પછી મારા દીકરાઓ ખેતીમાં કુશળ ન હોવાથી નિશ્ચિતપણે બેસી રહ્યા હશે. જો તેઓ આ પ્રમાણે કરે તો સારું નહિ તો તે બિચારા ભૂખથી પીડાયેલ પેટવાળા મરી જશે. આ પ્રમાણે મેં જીવદયા વિચારી.” આ પ્રમાણે તેણે કહ્યું ત્યારે શ્રી ગુરૂએ કહ્યું “હે ભદ્ર ! તમે દુર્ગાન કર્યું છે. કારણ કે જીવ સમૂહના નાશ વગર ખેતીકામ થાય નહિ. માટે આ દુચિંતન કરવા બદલ મિચ્છામિ દુક્કડ આપો આ પ્રમાણે ગુરૂવરે કહ્યું.” Page 132 of 191 Page #133 -------------------------------------------------------------------------- ________________ ત્યારે શ્રી ગુરૂની સમક્ષ-આગળ તે પાપનું મિચ્છામિ દુક્કડં આપી તે પાપની શુદ્ધિ માટે ફ્રી કાઉસ્સગ્નમાં રહ્યા. તે કાઉસ્સગ્નમાં રહીને તે દુચિંતનની નિંદા કરતા ક્ષપક શ્રેણિ પર આરુઢ-થઇ કેવલજ્ઞાન પામ્યા. જેમ આ મહાત્માએ પહેલા મનનો રોધ ન કયાં તેમ બીજા સાધુઓએ ન કરવું. અને જેમ એમને પાછળથી મનનો રોધ જે રીતે કર્યો તેમ બીજા સાધુઓએ પણ કરવો જોઇએ. આ પ્રમાણે મનોગુપ્તિનું સ્વરૂપ કહ્યું. કેવું મન મનોગતિ? આ ત્રણેય પ્રકારની મનોગતિનું અર્થિપણું કલ્યાણકામી એવા દરેકને માટે આવશ્યક છે. ત્રીજા પ્રકારની મનાગુતિને ધ્યેય રૂપ બનાવીને, પ્રથમની બે પ્રકારની મનોગુપ્તિ માટે પ્રયત્નશીલ બનેલા આત્માઓ માટે, ઉચ્ચમાં ઉચ્ચ કોટિનું કલ્યાણ પણ અતિ નિકટ બને છે. દુન્યવી સુખની લાલસાને તજીને આત્મસુખને જ પ્રાપ્ત કરવાને મથનારાઓ માટે જ આ શક્ય છે. દુન્યવી સુખની કાંક્ષાવાળા આત્માઓ કદાચ સાધુવેશમાં રહેલા હોય, તો પણ તેઓ મનોગતિથી સદા પર રહે છે અને અનેક રીતિએ રીબાયા કરે છે. આ ત્રણ પ્રકારની મનોગતિઓનો એક જ શ્લોક દ્વારા ખ્યાલ આપતાં, પરમ ઉપકારી, કલિકાલસર્વજ્ઞ, આચાર્યભગવાન શ્રીમદ્ હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજા માને છે કે _ “विमुक्तकल्पनाजालं, समत्वे सुप्रतिष्ठितम् । आत्मारामं मनस्तन्झै-मनोगुप्तिरुदाहता ।। १ ।।" અર્થાત – મનોગુપ્તિના સ્વરૂપને જાણનારા મહાપુરૂષોએ-કલ્પના જાલની વિમુક્તિ, સમપણામાં સુપ્રતિષ્ઠિત અને આત્મામાં રમણ કરતું આવા પ્રકારનું જે મન, તેને મનોગતિ ક્રમાવી છે. આર્ત અને રોદ્ર ધ્યાનનો અનુબન્ધ કરનારી કલ્પનાઓની જાળથી મુક્ત એવું જે મન-તેનું નામ પ્રથમ પ્રકારની મનોગતિ : શાસ્ત્રાનુસારિણી, પરલોકને સાધનારી અને ધર્મધ્યાનનો અનુબન્ધ કરનારી માધ્યચ્ય પરિણતિ રૂપ બનેલું હોઇ સમપણામાં સુપ્રતિષ્ઠિત બનેલું જે મન-તેનું નામ બીજા પ્રકારની મનોતિ : અને કુશલ તથા અકુશલ મનોવૃત્તિના નિરોધથી યોગનિરોધાવસ્થામાં થનારી આત્મારામતાવાળું જે મન-તે ત્રીજા પ્રકારની મનોગુપ્તિ છે. વચનામૃતનું સ્વરૂપ તે સત્ય, અસત્ય વગેરે ભેદોએ ચાર પ્રકારનાં છે. (૧) સત્ય વચન વિષયક સત્ય વચન ગુપ્તિ (૨) અસત્યવચન વિષયક અસત્ય (3) સત્યમૃષા વચન વિષયક સત્યામૃષા (મિશ્રા) અને (૪) અસત્ય અમૃષાવચન વિષયક અસત્યામૃષા આ ચાર પ્રકારની વચનગુતિ વચન વિષયક છે. તે વચનને શુદ્ધ પુણ્યનાં અર્થી જીવોએ (૧) સંરંભ (૨) સમારંભ અને (૩) આરંભમાં જવા ન દેવું. (૧) સંરંભ એટલે બીજાના જીવને નાશ કરવામાં સમર્થ એવી તુચ્છ વિધામંત્ર વગેરેના જાપ-પરાવર્તનના સંકલ્પ સૂચક જે ધ્વનિ-અવાજ એ પ્રમાણે સંકલ્પ શબ્દનો વાચ્ય અર્થ જાણવો. (૨) સમારંભ એટલે બીજાને પીડાકારક મંત્ર વગેરેનું પરાવર્તન-જાપ કરવો. (૩) આરંભ એટલે બીજાના પ્રાણ નાશ થાય-મૃત્યુ થાય એવા મંત્ર વગેરે જાપવા. મુનિપંગવોએ આ ત્રણેમાં પોતાના વચનોને પ્રવર્તાવવા જ નહિ. કારણ કે અકુશલ (અશુભ) વચનનો રોધ અને કુશલ (શુભ) વચનની ઉદીરણા એને એકત્વ વચન ગુપ્તિ કહેવાય છે. ક્યું છે કે “અકુશલ વચનનો નિરોધ, કુશલ વચનની ઉદીરણા તથા એકત્વપણું આ નિર્વિકલ્પ વચનનાં પ્રસારને મહર્ષિઓએ વચનગુણિી Page 133 of 191 Page #134 -------------------------------------------------------------------------- ________________ કહી છે.” અને અસંવૃત એટલે અસંયમી જીવોને વચનગુપ્તિ દુષ્કર છે. હ્યું છે કે “કુશળ પુરુષો ઘોડાઓને વશ કરી શકે છે. તથા હાથીઓને કબજે રાખી શકે છે. પણ વચન વ્યાધિનો કબજો કરવો. સંયમિત કરવું. તે પંડિતોને પણ દુષ્કર છે એમ હું માનું છું.' (૧) આ વચનગુતિને સૂત્રાર્થમાં પ્રવિણ એવા ગુણદત્ત સાધુની જેમ કોઇક વડે જ સારી રીતે આરાધાય છે. તે સાધુની કથા આ પ્રમાણે છે....... શ્રીપુરનગરમાં ધનદેવ નામનો શેઠ હતો, તેને ધનવતી નામની સ્ત્રી હતી. તે બન્નેને ગુણદત્ત નામનો પુત્ર હતો, કર્મનું મંથન કરવામાં આગ્રહી તેને ગુરૂ પાસે ધર્મ સાંભળી દીક્ષા લીધી, તેને ગુરૂ પાસે વિધિપૂર્વક સૂત્ર અર્થ ભણી ગીતાર્થ થઇ સંસારી સ્વજનોને વંદન કરાવવા માટે શ્રી ગુરુનો આજ્ઞા-આદેશ. લઇ શ્રીપુર તરફ એકલા ચાલ્યા, ત્યાં રસ્તામાં જતાં વચ્ચે તેમને ચોરોએ પકડીને પલ્લીપતિ પાસે લઇ આવ્યા, થોડો સમય વિત્યા પછી સાધુએ પલિપતિને કહ્યું “હું અકિંચન-પેસા વગરનો છું” શા માટે તમે મને અહીં પકડી રાખો છો ? જો તમારે મારા કપડાની કંઇક જરૂર હોય તો તે લઇને મને છૂટો કરો, કારણકે જંગલમાં નિર્દોષ આહાર મળે નહિ, અને આહાર વગર શરીર ટકી શકે નહિ. એ પ્રમાણે સાધુએ કહ્યું ત્યારે પલિપતિએ કહ્યું અમારે તમારું કે તમારા કપડાની કોઇ જરૂર નથી. પરંતુ આ રસ્તે લગ્નની જાન આવશે તેને લટવા માટે અમે રસ્તો રોક્યો છે. જો અમે તમને છોડી મૂક્યું તો અમારું ધારેલું ન થાય, કારણ રસ્તો. રોકેલ છે એમ જાણી તે જાન બીજા માર્ગે જતી રહે. આ પ્રમાણે પલિપતિએ કહ્યું ત્યારે સાધુએ કહ્યું પલિપતિ ! તો અમને છૂટા કરો કારણ કે અમારો આચાર છે. શુભ અશુભ સમાચાર કહેવા નહિ. કદાચ પૂછે તો પણ અમે મૌનજ રહીયે છીએ.’ આ પ્રમાણે સાધુએ કહ્યું ત્યારે આ વિષયમાં તમારું વચન છે એમ કહી તેમને પલ્લિપતિએ છૂટા કર્યા, એટલે શ્રીપુર નગર ગયા ત્યાં ગામ એટલે સ્વજનો-સગાઓએ વંદન કરી કહ્યું “તમે પ્રસંગ પર આવી ગયા. માટે અમારી સાથે તમારા નાના ભાઇની જાનમાં તમે પણ આવો.” આ પ્રમાણે તેઓએ આગ્રહ કરવાથી તેમની સાથે તે સાધુ તેજ રસ્તે ચાલ્યા, આ જાન ચાલતી ચાલતી જ્યાં તે ચોરનું સ્થાન હતું જગ્યા હતી ત્યાં આવી એટલે “મારો, મારો પડો, પકડો” એમ બોલતા ચોરો લૂંટવા માટે દોડ્યા, આ પ્રમાણે ચારે દિશામાં લોકો નાસતા હતા, લૂંટારાઓ લૂંટતા હતા તે વખતે મુનિ પાત્રા જમીન પર મૂકી નિઃશંકપણે એકાંતમાં કાયોત્સર્ગમાં રહ્યા. હવે તે સાધુને, તે પલિપતિએ પોતાના સેવકોને બોલાવીને કહ્યું, “આ પેલા સત્યવાદી મહામુનિ છે.” તેઓએ પણ તેને સારી રીતે ઓળખી ભક્તિભાવ પૂર્વક નમસ્કાર કર્યા. હવે તે સાધુની માતા તેઓને એકઠા થયેલ જોઇ મનમાં વિચારવા લાગી કે ‘નક્કી આ લોકો એકઠા થઇ સાધુને હેરના કરતા લાગે છે. માટે હું ત્યાં જઇ એમને સાધુને હેરાન કરતા રોકું' આમ વિચારી પુત્ર મોહથી મોહિત થઇ તે ત્યાં આવી, ત્યારે તેમને સાધુને વંદન કરતા તેમની સ્તુતિ કરતા જોઇને તે આશ્ચર્યપૂર્વક આ પ્રમાણે કહેવા લાગી. “હે અરે ! તમે તમારા આચાર વિરૂદ્ધ આ મુનિવંદન સ્તવન વગેરે કેમ કરો છો ?' આ પ્રમાણે તેને કહ્યું ત્યારે ચોરના નાયકે કહ્યું “હે માતા ! તું શું કહે છે ? આ. મહામુનિને નમસ્કાર કરવા વડે અમારા પૂરા જન્મના ઉપાર્જેલા પાપો પણ નાશ પામે છે. કારણ કે મહાત્માઓની સેવા સર્વ પાપોનો અંત કરનારી છે. આ જ મહાત્મા છે. કારણ કે એમનામાં સત્ય પૂરાવા સાથે દેખાય છે.” આ પ્રમાણે તે પલિપતિને સાધુની સ્તુતિ કરતો જોઇને તે કહેવા લાગી ‘તમે લોકોએ શી રીતે એનામાં સત્યવાદી પણું જોયું ?' આ પ્રમાણે તેને પૂછયું ત્યારે તેને કહ્યું “ગઇ કાલે વચન લઇને તેમને અમે છોડ્યા છે. આ પ્રમાણે તેને કહ્યું ત્યારે તે કહેવા લાગી, ‘આ તમને જાણતો હોવા છતાં પણ કહ્યું નહિ. માટે આ ચાકુ-છરી આપ જેનાથી મારું પેટ ફાડી નાંખ્યું કે જેમાં આ પાપી રહ્યો હતો, આ જાણતો હોવા છતાં Page 134 of 191 Page #135 -------------------------------------------------------------------------- ________________ છે પણ પોતાના કુટુંબને જ આવી તકલીફ્યાં નાંખ્યું. એવા સત્યવચનથી કે મૌન ધારવાથી શું મતલબ ? શું અર્થ રહ્યો ?’ વગેરે બોલતી અને ખેદિત થયેલી તેને જોઇ ચોર નાયકે કહ્યું · હે માતા ! શું આ તમારો દીકરો છે ?' આ પ્રમાણે તેને કહ્યું ત્યારે મુનિની માતાએ કહ્યું ‘ આ મારો મોટો દિકરો છે. અને જે પરણવા જઇ રહ્યો છે તે નાનો દિકરો છે.' આ પ્રમાણે તેને કહ્યું ત્યારે પલ્લિપતિ એને કહેવા લાગ્યો, ‘ જો એમ છે તો સ્ત્રીવર્ગમાં તમે ધન્ય છો કે જેની કુક્ષિમાં સાક્ષાત સત્યધર્મ જેવા આ પુત્ર અવતર્યા છે, તેથી એમના વડે કુલ પવિત્ર થયું એમના વડે જ પૃથ્વી સાધુવાળી છે આથી જ આ દેવોને પણ સેવવા યોગ્ય છે, બીજું આપ પૂજ્ય આ સાધુના માતા છે તો મારાપણ માતા જ છો,' આ પ્રમાણે કહી તેના પગમાં પડી નમસ્કાર કર્યો નમીને જે લૂંટ્યું હતું તે બધુંયે પાછું આપી દીધું, આપીને કહ્યું ‘ અહિં તમારે હંમેશા નિર્ભયતા પૂર્વક આવવું જવું, આ વખતે તે સાધુએ કાઉસગ્ગ પાર્યો. પારીને તે બધાની-આગળ ધર્મ માર્ગની પ્રરૂપણા કરી, તે સાંભળીને તેઓએ યથાયોગ્ય-યથાશક્તિ ધર્મને આદર્યો, તે સાધુ અને તે મુનિના સગાઓ નિર્વિઘ્ન લગ્ન મહોત્સવ કરી જેમ ગયા હતા તેમ પાછા આવી ગયા, મુનિપણ ગુરૂ પાસે જઇને સારી રીતે ચારિત્રને આરાધવા લાગ્યા. જેમ આ ગુણદત્ત મહાત્માએ સંકટવાળા પ્રસંગમાં પણ વચનગુપ્તિ ખંડિત ન કરી, તેમ બીજાઓએ પણ ખંડિત ન કરવી, આ પ્રમાણે વચનગુપ્તિનું કંઇક સ્વરૂપ કહ્યું.’ ડાયમિનું સ્વરૂપ હવે કાયગુપ્તિનું કંઇક સ્વરૂપ કહે છે. ઊભા રહેવું, બેસવું, સૂવું, તેવા પ્રકારના કારણે ખાડો વગેરે ઓળંગવા, જવું, ઇન્દ્રિયોની પ્રવૃત્તિ વગેરે કાયયોગી પ્રવૃત્તિ કરતા હોય ત્યારે (૧) સંરંભ (૨) સમારંભ અને (૩) આરંભ એ ત્રણને છોડવા. તેમાં (૧) સંરંભ એટલે મારવા માટે મુઠ્ઠી વગેરે ઉપાડવી તેજ મારવાના સંકલ્પને જણાવનાર છે. ઉપચારથી સંકલ્પ શબ્દ વાચ્ય છે. (૨) સમારંભ એટલે બીજાને પીડા કારક મુઠ્ઠી વગેરેનો ઘા કરવો-મુઠ્ઠી વડે મારવું. (૩) આરંભ એટલે મુઠ્ઠી વગેરે વડે અથવા શસ્ર વડે બીજાને જીવથી મારી નાંખવો. આ ત્રણેમાં કાય યોગને ન પ્રવર્તાવનારો સાધુ કાયગુપ્ત છે. આ કાયા મદોન્મત્ત હાથીની જેમ અયોગ્ય કાર્યોમાં પ્રવૃત્તિ કરે છે તેને જે સમ્યગ જ્ઞાનરૂપી અંકુશ વડે તેમાં પ્રવૃત્તિ કરતા રોકે છે, તે કાયગુપ્તિ કહેવાય છે, કહ્યું છે કે ‘દુષ્ટ હાથીની જેમ આ શરીર અયોગ્ય પ્રવૃત્તિ માં પ્રવર્તે છે. તેને જ્ઞાનાંકુશ વડે રોકે તે કાયગુપ્તિવાન કહેવાય છે.’(૧) આથી જ સાધુઓ કારણ વગર હાથ, પગ વગેરે પણ હલાવે નહિ. જ્યારે કારણ ઉત્પન્ન થાય અને હલાવે ત્યારે પણ પ્રમાર્જના પડિલેહણા પૂર્વક જ હલાવે. સાધુઓ હંમેશા કાચબાની જેમ ગુપ્તેન્દ્રિય એટલે સંયમિત ઇન્દ્રિયવાળા હોય છે. (ઇન્દ્રિયને વશ કરનારા હોય છે) કહ્યું છે કે કામ હોય ત્યારે શરીરને ચલાવતી વખતે હાથ, પગને ન હલાવે પોતાના અંગોપાગને કાચબાની જેમ શરીરમાં ગોપવીને રાખે સંયમિત રાખે. ગુડેંન્દ્રિયપણું એટલે મન વગેરે ઇન્દ્રિયોને પોતપોતાના શબ્દ વગેરે વિષયોમાં રોકવા વડે અને વિષયપ્રાપ્ત થયો હોય ત્યારે તે સારાનરસા વિષયમાં રાગ દ્વેષ કર્યા વગર રહેવું તેને ગુગ્લેંન્દ્રિય કહેવાય, આ કાયગુપ્તિને પાલન કરવામાં અને ન કરવાના વિષયમાં અરિહન્નક મુનિનું દ્રષ્ટાંત જાણવું. અરિહન્નક મુનિનું દ્રષ્ટાંત કોઇક આચાર્ય ભગવંતને (અર્હન્નક) અરિહન્નક નામે શિષ્ય હતા. તે એક વખત ગુરૂસાથે રસ્તે ચાલતા-ચાલતા પાછળ પડી ગયા, એ વખતે અતિ પહોળો નહિ એવો પાણીનો વહોળો-ઝરણું આવ્યું, તેને ગીતાર્થ એક પગ પાણીમાં મૂકી ઓળંગી ગયા. (અર્હન્નક) અરિહન્નક તો પાણીની વિરાધના થશે એવી બુદ્ધિથી વેગપૂર્વક તેને ઓળંગવાનો પ્રયત્ન કરવા લાગ્યો. આ વખતે કોઇક Page 135 of 191 Page #136 -------------------------------------------------------------------------- ________________ મિથ્યાદ્રષ્ટિ દેવે તેના પગને કાપી નાંખ્યો. તે જ વખતે બીજી કોઇક નજીકમાં રહેલી સમ્યગદ્રષ્ટિ દેવીએ તે પગને સાંધી આપ્યો, અને પ્રગટ થઇ તે શાસન દેવી કહેવા લાગી કે “હે સાધુ ! આ પ્રમાણે કૂદીને જવું નહિ. કારણ કે છેલ-છીદ્ર જોનારા મિથ્યાદ્રષ્ટિ દેવો છળી જાય છે. તમારો પગ મિથ્યાત્વી દેવે કાપી નાંખ્યો હતો. અને મેં તેને સાંધી આપ્યો. આથી ફ્રી આવું કરશો નહિ.” આ પ્રમાણે કહી તે અદ્રશ્ય થઇ ગઇ. ત્યાર બાદ તે સાધુ શ્રી ગુરૂપાસે તે પ્રમાદ પદની આલોચના કરવાપૂર્વક કાયગુપ્તિમાં ઉપયોગવાળા થયા જેમ સાધુએ પહેલા કાયગતિને વિરાધી તેમ બીજાઓએ વિરાધવી નહિ. જેમ આ સાધુ પાછળથી કાયમુતિને આરાધી. તેમ બીજાઓએ પણ આરાધવી જોઇએ. આ પ્રમાણે કાયમુર્તિનું કંઇક સ્વરૂપ કહ્યું. આ આઠ પ્રવચન માતામાં પાંચ સમિતિઓ ચારિત્રની ક્રિયાઓની પ્રવત્તિ રૂપે જાણવી અને ગુક્તિઓ બધાયે અશુભ મનોયોગ વગેરે યોગોથી પાછા વા રૂપે અટકવારૂપે, અને શુભયોગોના પ્રવર્તનમાં જાણવી. શેલેષી અવસ્થા વખતે તો શુભયોગોથી પણ પાછા વારૂપે હોય છે. આજ સમિતિ અને ગુપ્તિ વચ્ચે ભેદ છે. સમિતિ પ્રવૃત્તિ રૂપ છે જ્યારે ગુપ્તિ પ્રવૃત્તિ અને નિવૃત્તિ રૂપે છે. કહ્યું છે કે “જે સમિતિ છે-સમિતિવાળો છે તે નિયમા ગુપ્ત છે, ગુતિવાળો છે. જે ગુપ્ત છે તે સમિતિ હોવામાં ભજના છે એટલે તે સમિત હોય પણ ખરો અને ન પણ હોય. જે કુશલ વચન બોલતો હોય તે ગુપ્ત પણ છે અને સમિત પણ છે. (૧)’ આ આઠે પ્રવચન માતાઓને સાધુએ સાધુપણ લીધા પછી જીવનનાં છેલ્લા સમય સુધી અખંડપણે પાળવી જોઇએ. શ્રાવકોએ પણ શ્રાવક ધર્મ સ્વીકાર્યા પછી હંમેશા તેના પાલનમાં યથાશક્તિ પ્રયત્ન કરવો. જોઇએ. કારણ કે સાધુઓને પ્રાણાતિપાત વિરમણ વગેરે જે મહાવ્રતો છે તેજ વ્રતો શ્રાવકોને અમહાવ્રત એટલે અણવ્રતરૂપે છે એટલે દેશથી પ્રાણાતિપાત વિરમણ વગેરે રૂપ છે. માટે શ્રાવકોએ પણ સર્વ શક્તિ પૂર્વક દેશથી આઠ પ્રવચન માતાના આરાધનમાં પ્રયત્ન કરેલ દેખાય છે. સામાયિક પોષધવ્રત કરેલ શ્રાવકે તો સાધુની જેમ આઠે પ્રવચન માતાને સારી રીતે આરાધવી જોઇએ કારણ કે સામાયિક કરેલ શ્રાવક પણ સાધુ જેવો કહેવાય છે. કહ્યું છે કે સામાયિક કરેલ શ્રાવક સાધુજેવો થાય છે. માટે આ કારણે ઘણા સમાયિક કરવા જોઇએ (૧) જે શ્રાવકે અથવા સાધુએ આ આઠ પ્રવચન માતાને સારી રીતે આરાધી તેને શ્રી જિનેશ્વરે કહેલા સંપૂર્ણ આરાધ્યું છે. કારણ આ અષ્ટ પ્રવચન માતાઓ જ સમસ્ત પ્રવચન એટલે શાસન છે, તે આ પ્રમાણે ઇર્યાસમિતિમાં પહેલા વ્રતનો સમાવેશ થાય છે. અને તેનામાં રહેનારા કે તેના સમાન બીજા વ્રતો પણ તેમાં જ સમાવેશ થાય છે. જગતમાં એવી કોઇ વસ્તુ નથી કે જેનો એમાં સમાવેશ ન થતો હોય કહ્યું છે કે પહેલા. વ્રતમાં સર્વજીવો બીજા અને પાંચમાં વ્રતમાં સર્વ દ્રવ્યનો સમાવેશ થાય છે. બાકીના મહાવ્રતા તેના એકદેશરૂપ જાણવા (૧)' આ પ્રમાણે અર્થથી સંપૂર્ણ પ્રવચન એટલે જિનશાસન ઇર્યાસમિતિમાં સમાય જાય છે. એ પ્રમાણે ભાષાસમિતિ વગેરેમાં શાસ્ત્રાનુસાર વિચારણા કરી લેવી-ભાવના કરવી. આ અષ્ટ પ્રવચન માતારૂપ ચારિત્રાચાર સ્વરૂપ ચારિત્ર સમ્યગ જ્ઞાન, દર્શન વગર હોતું નથી. આ ત્રણ થી અધિક કઇ પણ દ્વાશાંગીમાં નથી. આથીજ આ આઠેને પ્રવચન માતા કહેવાય છે. આથી એમાં સંપૂર્ણ શાસન પ્રવચન છે, માટે આ કારણથી સાધુઓ અને શ્રાવકોએ હંમેશા હિતકારી સામાયિક પોષધવ્રત વડે એના આરાધવામાં સંપૂર્ણ શક્તિ પૂર્વક પ્રયત્ન કરવો જોઇએ. કારણ કે એના પાલન વગર કઠિન તપ કષ્ટ વગેરે અનુષ્ઠાનો ક્રિયાઓ પણ નિરર્થક-નકામાં છે. આથી આ પ્રવચન માતાજ ચારિત્ર છે ચારિત્ર વગર તપ કષ્ટ ક્રિયાપણ નિરર્થક કહેવાય છે. કહ્યું છે કે ચારિત્ર વગરનું જ્ઞાન, દર્શન વગરનું લિંગ Page 136 of 191 Page #137 -------------------------------------------------------------------------- ________________ ગ્રહણ-વેષધારણ પણું, સંયમ વગરનો તપ જે કરે તેનું તે નિરર્થક-નકામું છે.' જ્ઞાન, દર્શન પણ ચારિત્ર વગર મોક્ષફ્ળ આપનારા થતા નથી, આથી ચારિત્ર જ વિશેષ છે. કહ્યું છે કે ‘જેના વગર દર્શન, જ્ઞાન એ બંને સ્વતંત્રપણે સંપૂર્ણ ફ્ળ આપી શકતા નથી. ચારિત્ર યુક્ત હોય તો આપી શકે છે. માટે ચારિત્ર વિશિષ્ટ રૂપે છે.’ (૧) માટે જ્ઞાન, દર્શન અને તપના ફ્ળરૂપ જો મોક્ષને ઇચ્છતા હોય તો સર્વ શક્તિ પૂર્વક આઠ પ્રવચન માતા રૂપ ચારિત્રાચારના આરાધનમાં પ્રયત્નશીલ થાઓ. ત્રીજો તરંગ સંપૂર્ણ કાયશુદ્ધિ છેધો ભેધો વેદના જે, સહેતો અનેક પ્રકારરે, જિન વિણ પરસુર નવિ નમે રે, તેની કાયાશુદ્ધિ ઉદાર રે. ચતુર વિચારો ચિત્તમાંરે. સમ્યદ્રષ્ટિની એ પ્રતિજ્ઞા છે કે-એ હૃદયપૂર્વક શ્રી જિનેશ્વરદેવ સિવાય અન્યને માથું ન જ નમાવે. વિવેકની ખાતર બીજે પણ નમાવવું પડે છે, પણ અર્થકામની આસક્તિ છૂટી જાય, અર્થ ન જોઇતો હોય, તો બીજે નહિ નમવાથી અવિવેક ન કહેવાય. સાધુ ક્યાં બીજે માથું નમાવે છે ? હૃદયપૂર્વક, ભક્તિથી, આત્માનો ઉદ્ધાર માનીને, મસ્તક ક્યાં નમાવાય ? એક શ્રી જિનને અને શ્રી જિનના અનુયાયિને જ. એ કાયશુદ્ધિ છે. (૨૩) મનડ (૨૪) વચનડ (૨૫) કાયદંડ પરિહરૂ. (૧) હવે ઋષભ દેશના નામની આ ત્રીજી લહેરમાં ચોથા તંરગનો પ્રારંભ થાય છે. ત્રીજા તરંગમાં આઠ પ્રવચન માતા રૂપ ચારિત્રાચારનું સામાન્યથી વર્ણન કર્યું, તે ચારિત્ર સર્વથી અને દેશથી એમ બે પ્રકારે છે. એમાં સર્વથી સર્વ સાધુને અને દેશથી શ્રાવકોને હોય છે. એક વિધ અસંયમ વગેરેથી લઇ તેત્રીસ આશાતના સુધીના પ્રમાદો કોઇ હરી ન શકે એવા સુખને ઇચ્છનારા સાધુઓએ છોડવા જોઇએ. અસંયમ, અવિરતિરૂપ છે તે એક પ્રકારે છે. સમ્યદ્રષ્ટિને પણ અવિરતિ દીર્ઘ સંસારને કરનારી થાય છે. તો પછી તે અવિરતિ મિથ્યાત્વ યુક્ત હોય તેની શી વાત કરવી ? માટે અવિરતિનો ત્યાગ કરવો જોઇએ. (૨) જે કારણોથી જીવ આઠ પ્રકારના કર્મોવડે બંધાય છે. તે બંધન, તે રાગ અને દ્વેષ એમ બે પ્રકારે છે. એમાં રાગ (૧) દ્રષ્ટિરાગ, (૨) સ્નેહ રાગ, (૩) વિષય (કામ) રાગ એમ ત્રણ પ્રકારે છે. એમાં (૧) કુલધર્મ વિષયક રાગ તે દ્રષ્ટિ રાગ. (૨) માતા, પિતા, ભાઇ, પુત્ર વગેરે બાબતનો જે રાગ તે સ્નેહરાગ. (૩) સુંદર શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શ વિષયક જે રાગ તે વિષયરાગ. એ પ્રમાણે દ્વેષને પણ ત્રણ પ્રકારે વિચારવો. જેમ (૧) પોતાને અમાન્ય કુધર્મ પ્રત્યેજ દ્વષ તે દ્રષ્ટિ દ્વેષ. (૨) પોતાના દુશ્મન રૂપ અસ્વજન વૈરિપ્રત્યેનો દ્વેષ સ્નેહદ્વેષ. (૩) અમનોજ્ઞ એટલે ખરાબ શબ્દ, રૂપ, રસ, સ્પર્શ વિષયક જે દ્વેષ તે વિષય દ્વેષ. આ ત્રણ ત્રણ પ્રકારના રાગ દ્વેષજ જીવને કર્મબંધનના કારણરૂપ થાય છે. કહ્યું છે કે Page 137 of 191 Page #138 -------------------------------------------------------------------------- ________________ ‘ચીકાસ યુક્ત શરીરના અવયવો જેમ ધૂળથી ચોંટે છે. ખરડાય છે. તેમ રાગ દ્વેષથી ઘેરાયેલાને કર્મ બંધન થાય છે.' (૧) તથા જીવ જે સમ્યગ્દર્શન પામતો નથી અને તે સમકિત પામ્યા પછી પણ જે સંવેગના રંગે રંગાતો નથી, તથા જે વિષયોનો વૈરાગ્ય પામતો નથી. તેમાં રાગ દ્વેષજ કારણ છે (ઉપદેશ માળામાં કહ્યું છે કે) ‘ જે સમ્યક્ત્વ પામતો નથી. અને વિષય સુખોમાં આસક્ત થાય છે. તે રાગ દ્વેષના દોષના કારણે છે.’ (૧) માટે આ રાગ દ્વેષને આધિન ન થવું. ‘ઘણા ગુણોનો નાશ કરનાર સમ્યક્ ચારિત્ર ગુણનો વિનાશ કરનાર પાપી રાગ દ્વેષને આધિન ના થવું.’(૧૨૫) દુશ્મન પણ જે ન કરે તે રાગ દ્વેષ કરે છે. કહ્યું છે કે સમર્થ દુશ્મન પણ સારી રીતે વિરાધવા-હેરાન કરવા છતાં જે અહિત ન કરી શકે તે અનિગ્રહિત-બેકાબુ રાગદ્વેષ કરે છે (૧૨૬) આ લોકમાં તકલીફ, અપયશ અને ગુણવિનાશ કરે છે. તથા પરલોકમાં શારીરિક અને માનસિક દુઃખો પેદા કરે છે. (૧૨૭) ધિક્કાર હો અહો ! તે અકાર્યને, રાગદ્વેષ વડે અતુલ કટુક રસરૂપ ફ્ળ ભોગવવું પડે છે એમ જાણવા છતાં જીવ તેને જ સેવે છે.(૧૨૮) જો રાગ દ્વેષ ન હોય તો દુઃખ કોણ પામે ? સુખથી કોણ વિસ્મિત-આશ્ચર્ય પામે ? અને કોઇ પણ મોક્ષમાં જોડાય નહિ. (૧૨૯) તથા સાધુપણાનો સાર સમતા જ છે કહ્યું છે કે ‘ મુંડાવા માત્રથી સાધુ નથી થવાતું ૐ કાર બોલવા માત્રથી બ્રાહ્મણ થવાતું નથી, વન-જંગલમાં રહેવા માત્રથી કંઇ મુનિ થવાતું નથી અને ઘાસના કપડા પહેરવાથી તાપસ થવાતું નથી (૧) પણ સમતા વડે જ શ્રમણ થવાય છે, બ્રહ્મચર્ય વડે બ્રાહ્મણ કહેવાય છે. જ્ઞાન વડે મુનિ થાય છે અને તપ વડે તાપસ થાય છે.’ (૨) તથા ચારિત્ર સામાયિક રૂપ છે અને સામાયિક સમતા વડે જ થાય છે. કહ્યું છે કે ‘ જે ત્રસ, અને સ્થાવર રૂપ સર્વ જીવો પર સમભાવવાળો હોય તેને સામાયિક હોય છે. એમ કેવલિ ભગવંતોએ કહ્યું છે (૧)' અને સમતા રાગ દ્વેષના ત્યાગથી જ હોય શકે માટે તે રાગ દ્વેષનો ત્યાગ કરવો. તથા દ્વેષથી ઘેરાયેલ મનોવૃત્તિવાળાનું જ્ઞાન પણ નકામું છે. કહ્યું છે કે ‘તે જ્ઞાન નથી કે જેનો ઉદય થવા છતાં રાગ સમૂહ પ્રકાશિત રહે. સૂર્યનાં કિરણો આગળ અંધકારને ઊભા રહેવાની જગ્યા ક્યાંથી હોય ?' જ્ઞાન અને દર્શન સાથે જ રહેવાથી-જ્ઞાનનો નાશ થવાથી દર્શનનો પણ નાશ થાય છે. તથા રાગ દ્વેષથી પરાજિત થયેલ મનોવૃત્તિવાળાઓનો તપ પણ સાર્થક થતો નથી, કહ્યું છે કે ‘ જો રાગ દ્વેષ હોય તો પછી તપની શી જરૂર છે ? અને તે રાગ દ્વેષ જ નથી તો પછી તપની શી જરૂર છે ? (૧)' આમ જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ, રાગ, દ્વેષ રૂપ શત્રુઓથી પકડાયેલાના સાર્થક થતા નથી. માટે જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપના કેવળજ્ઞાન રૂપ ફ્ળને ઇચ્છનારાઓએ સર્વથા રાગ દ્વેષ છોડવા જ જોઇએ. ત્રણ ઠંડ અને સિ (૩) ચારિત્રરૂપ ઐશ્વર્યનો જેના વડે અપહરણ કરવા રૂપ દંડવડે જે જીવ દંડાય તે દંડ કહેવાય. એટલે જીવને ચારિત્રરૂપ ઐશ્વર્યનો અપહરણ કરવા રૂપદંડ જેનાવડે થાય તે દંડ કહેવાય. તે દંડ ખરાબરીતે પ્રયોજેલ-ઉપયોગ કરેલ મન, વચન કાયારૂપ છે. તેનો સ્વાધિન સુખના ઇચ્છુકોએ નિયંત્રણ કરવું જોઇએ. શિરચ્છેદ કારક દુશ્મન જે અહિત ન કરી શકે તેવું અહિત આ દુષ્પ્રયોજિત પોતાના દંડોજ આત્માનું અહિત လွှဲ કરે છે. શ્રી ઉતરાધ્યયન સૂત્રમાં કહ્યું છે કે ‘ ગળુ કાપનાર દુશ્મન જે અર્થ-નુક્શાન કરી શકતો નથી તે નુક્શાન દ્રવ્યમુનિને પોતાની દુષ્ટાચારરૂપી પ્રવૃત્તિરૂપ દુરાત્મા કરે છે. જ્યારે તે મૃત્યુમુખને પામશે. ત્યારે તેને ખ્યાલ આવશે કે દયા રહિત એટલે સંયમ રહિત તે પશ્ચાતાપ કરનારો થશે.' કાપી-છેદી નાખનારો શત્રુ જે અહિત નથી કરતો ત પોતાનો દુષ્પ્રયોજિત-દુષ્ટ દંડવાળો આત્માજ અહિત કરે છે. તે દયા વગરના Page 138 of 191 Page #139 -------------------------------------------------------------------------- ________________ પશ્ચાતાપ કરનારો મૃત્યુના મુખમાં પડે છે. ત્યારે તે જાણે છે. (૧) માટે આત્મહિતને ઇચ્છનારા મુનિપુંગવોએ આ ત્રણ દંડનો ત્યાગ કરવો જોઇએ. તથા ત્રણ ગુપ્તિનું સારી રીતે પાલન કરવું જોઇએ. કારણ કે મનોગતિ ધર્મમાં એકતાન ચિત્તવાળા થવાથી જ સંયમ આરાધના સારી રીતે થઇ શકે. વચન ગુપ્તિ વડે ગુપ્ત થવાથી વિકથા વગેરે રૂપ વાણીના વિકારનો અભાવ તથા બેકાબુ વાણીના પ્રસારનો સર્વથા અભાવ, ચિત્તને એકાગ્ર બનાવે છે. કારણ કે વિશિષ્ટ કોટીની વચનગુતિ વગર ચિત્તની એકાગ્રતા થતી નથી. કાયમુર્તિ વડે અશુભ કાયયોગના નિરોધરૂપ સંવર પેદા થાય છે. સંવર વડે અભ્યાસ કરતા કાયના વ્યાપારનો સર્વથા નિરોધ પાપ આશ્રવને રોકે છે. આ જ વાતને પુષ્ટિ આપતા ત્રણ આલાવા શ્રી સમ્યકત્વ પરાક્રમ અધ્યયનમાં આ પ્રમાણે કહ્યું છે. ‘(૧) હે ભગવંત ! મનગુપ્તિ વડે જીવ શું પ્રાપ્ત કરે છે ? મનગુતિવડે ચિત્તની એકાગ્રતાને પામે છે. એકાગ્રચિત્ત વડે જીવ મનોગુતિવાળો થઇ સંયમનો આરાધક થાય છે. (૨) હે ભગવંત ! વચનગુપ્તતા વડે જીવ શું પ્રાપ્ત કરે છે ? વચન ગુપ્તતા વડે નિર્વિકાર ભાવને પામે છે. નિર્વિકારતા વડે જીવવચન ગુપ્ત થયો હોવાથી અધ્યાત્મ યોગ સાધનવાળો પણ થાય છે. અધ્યાત્મયોગ એટલે આધ્યાત્મિક મનના જે ધર્મધ્યાન વગેરે યોગો એટલે પ્રવૃત્તિઓ તેના જે યોગો એટલે પ્રવૃત્તિઓ તેની જે એકાગ્રતા વગેરે સાધનાવડે યુક્ત થવું તે અધ્યાત્મયોગ સાધનયુક્ત કહેવાય. (૩) હે ભગવંત ! કાયમુર્તિ વડે જીવશું પામે છે ? કાયગતિવડે સંવરને પામે છે. સંવરવડે કાયમુર્તિવાળો થયેલ આશ્રવનો નિરોધ કરે છે. માટે ત્રણ ગુણિને નિરતિચારપણે પાળવી જોઇએ. (૨૬) હાસ્ય (૨૭) ર િ(૨૮) અરતિ પરિહરે હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય અને જુગુપ્સા મોહનીય કર્મ, આ છ માંથી એક સાથે એક સમયે બંધ કરે તો ચારનોજ બંધ કરી શકે છે. (૧) હાસ્ય-રતિ-ભય-જુગુપ્સા અથવા (૨) અરતિ, શોક, ભય, જુગુપ્સા. આ છ માંથી ઉદયમાં એક સાથે જીવોને એક સમયે ઉદય હોય તો બેનો અથવા ત્રણનો અથવા ચારનો ઉદય હોઇ શકે છે. બેનો ઉદય હોય તો. (૧) હાસ્ય-રતિ અથવા અરતિ-શોક ત્રણનો ઉદય હોય તો. (૧) હાસ્ય-રતિ-ભય અથવા હાસ્ય, રતિ, જુગુપ્સા. (૨) અરતિ-શોક-ભય અથવા અરતિ, શોક, જુગુપ્સા એમ ચાર વિકલ્પો થાય છે. ચારનો ઉદય હોય તો (૧) હાસ્ય, રતિ, ભય, જુગુપ્સા. (૨) અરતિ, શોક, ભય, જુગુપ્સા. હાસ્ય-રતિ એ એક યુગલ કહેવાય છે. અરતિ-શોક એ એક યુગલ કહેવાય છે. આમ આ બે યુગલ કહેવાય છે. આથી આ હાસ્યાદિ છ દોષોના ઉદયમાં આઠ વિકલ્પો થાય છે તેમાંથી કોઇને કોઇ વિકલ્પ સમયે Page 139 of 191 Page #140 -------------------------------------------------------------------------- ________________ સમયે ઉદયમાં હોય જ છે. અરતિ. શોકનો બંધ એકથી છ ગુણસ્થાનક સુધી હાસ્ય-રતિની સાથે એક એક અંતર્મુહૂર્ત પરાવર્તમાન રૂપે હોય છે. હાસ્ય-રતિનો બંધ એકથી છ ગુણસ્થાનક સુધી પરાવર્તમાન રૂપે હોય છે અને સાતમા ગુણસ્થાનકથી આઠમા ગુણસ્થાનકના સાતમા ભાગ સુધી સતત હોય છે. ભય-જુગુપ્સા ધ્રુવબંધિ રૂપે બંધમાં હોવાથી એકથી આઠમા ગુણસ્થાનકના સાતમા ભાગ સુધી સતત બંધમાં હોય છે. સત્તામાં ધ્રુવ સત્તા રૂપે હોવાથી હાસ્યાદિ-૬ એ દોષો એકથી નવમાં ગુણસ્થાનકના પાંચમા ભાગ સુધી હોય છે. ઉપશમ શ્રેણિ વાળા જીવોને એકથી અગ્યાર ગુણસ્થાનક સુધી સત્તામાં હોય છે. સામાન્ય રીતે હાસ્યાદિ છે એને બાંધવા માટે ચાર કારણો કહેલા છે તેમાં બાહ્ય કારણો ત્રણ કહ્યા છે અને અત્યંતર કારણ એક કહેલું છે. બાહ્ય ત્રણ નિમિત્તો (૧) વચનથી અટલે બોલવાથી, (૨) જોવાથી એટલે દ્રષ્ટિથી અને (૩) સાંભળવાથી. (૧) વચનથી એટલે બોલવાથી - જ્ઞાની ભગવંતો કહે છે કે જીવે બોલવાનો ઉપયોગ એવો. રાખવો જોઇએ કે જે પોતાના વચનોથી પોતાને કે બીજાને હાસ્યાદિ દોષો પેદા થવા જોઇએ નહિ. જે વચન સ્મિત વચન પૂર્વકનું હોય તો કોઇપણ જીવને હાસ્યાદિ પેદા થઇ શકે નહિ. આથી વચનો બોલવામાં ઉપયોગપૂર્વક બોલવાનો પ્રયત્ન કરવામાં આવે તો પોતાના અંતરમાં અથવા બીજાના અંતરમાં એ વચનોથી વૈરાગ્ય ભાવ પેદા થવો જોઇએ કે જેથી હાસ્યાદિ પેદા થતાં ભગવાન પ્રત્યે- ભગવાનના સાધુ પ્રત્યે-ભગવાને કહેલા વચનોના શબ્દો પ્રત્યે અથવા ભગવાને કહેલા અનુષ્ઠાનો પ્રત્યે હાસ્યાદિ પેદા થતાં જાય તોજ બહુમાન, આદરભાવ અંતરમાં વધતો જાય અને તોજ એ હાસ્યાદિ આત્મકલ્યાણમાં સહાયભૂત થતા જાય જે પોતાને અને બીજાને વૈરાગ્યભાવ પેદા કરાવીને પ્રશસ્ત રૂપે ઉપયોગી બની શકે જ્યારે આજે લગભગ વચના મોટેભાગે પોતાનો સ્વાર્થ સાધવા માટે અને બીજાના પદાર્થો પોતાના બનાવવા-પડાવી લેવા માટે ઉપયોગી થતા હોય છે આથી એવા વચનો અપ્રશસ્ત રૂપે ગણાય છે. એવી ભાષા એવા શબ્દો પોતાના આત્માને માટે હિતમાં ઉપયોગી થતા ન હોવાથી નુક્શાન કારક ગણાય છે અને બીજા જીવોને માટે પણ હિત થવાને બદલે અહિતમાં ઉપયોગી થતા હોવાથી નુક્શાનકારક ગણાય છે એવા વચનો નિર્જરા કરાવવામાં સહાયભૂત થવાને બદલે હાસ્યાદિ દોષોનો બંધ કરવામાં, કરાવવામાં સહાયભૂત થાય છે અને તીવ્રરસે બંધાય છે તથા તેની સાથે સાથે એટલે એ હાસ્યાદિની સાથે સાથે ચારિત્ર મોહનીય કર્મ પણ તીવ્રરસે બંધાયા છે માટે જ્ઞાની ભગવંતોએ એવા વચનો બોલવાનો નિષેધ કરેલો છે. (૨) જોવાથી એટલે દ્રષ્ટિથી :- જે પદાર્થોને જોતાં પોતાના આત્મામાં હાસ્યાદિ પેદા થાય એટલે કે પાંચ ઇન્દ્રિયોના અનુકૂળ વિષયોવાળા પદાર્થો જોવાથી હાસ્ય પેદા થાય, આનંદ પેદા થાય કેટલાક પ્રતિકૂળ પદાર્થોને જોતાં અરતિ પેદા થાય અંતરમાં શોક પેદા થાય, કેટલાક પદાર્થો એવા પ્રકારના હોય કે જે ભય પેદા કરે અને કેટલાક પદાર્થોને જોતાં મોટું બગડે ચીચરી ચડે એવા અનેક પ્રકારના પદાર્થો જગતમાં રહેલા આંખે ચઢે તો પણ એમાંથી કાંઇ પણ આત્મામાં વિકૃતિના વિચારો પોતાને પણ પેદા ન થવા જોઇએ અને બીજાને પણ પેદા થવા ન જોઇએ. એવી રીતે ગૃહસ્થો પોતાના ઘરમાં રાખે. જો એ પદાર્થો પોતાના ઘરમાં સુશોભિત રીતે રાખી બીજાને પણ હાસ્યાદિ પેદા કરાવવામાં નિમિત્ત ભૂત થાય તો તેનાથી રાખનારને પણ Page 140 of 191 Page #141 -------------------------------------------------------------------------- ________________ કર્મબંધ થાય, જોનારને પણ થાય અને બન્નેને ચારિત્ર મોહનીય કર્મ પણ બંધાયા કરે. જેમકે - ગૃહસ્થના ઘરમાં આરિસો રાખવાનું વિધાન ખરૂં પણ તે ગુપ્ત પણે રાખવાનું વિધાન છે કારણ કે જાહેરમાં રહેલા આરિસાને જોતાં બહારથી આવનારા જેટલા એમાં પોતાનું મોટું જૂએ, પોશાક જૂએ અને આનંદ પામે, રતિ પામે, હાસ્યાદિ ચેનચાળા કરે એ બધુ પાપ જાહેરમાં આરિસો રાખનારને તથા તેમાં જોનાર બન્નેને પાપ લાગ્યા જ કરે છે. આવી રીતે દરેક પદાર્થ માટે સમજવું. જો પોતાની શક્તિ મુજબ પોતે જે દેવ, ગુરૂ, ધર્મની આરાધના કરે છે એ આરાધનાની લોક નિંદા ન કરે પણ પ્રશંસા કરે એ હેતુથી એ પદાર્થોની ગોઠવણ કરીને ઘરનો શણગાર કરેલો હોય તો તેમાં થતાં હાસ્યાદિ પ્રશસ્ત રૂપે થતા હોવાથી સારા શુભ વિચારોને પેદા કરનાર શુભ-સારા વચનોના શબ્દો નીકળતા હોવાથી એનાથી શુભ કર્મનો બંધ વિશેષ થતો હોવાથી રાખવાનો નિષેધ કરેલો નથી. રાખો શકાય છે એ પણ શાસનપ્રભાવનાનું અંગ કહેલું છે. (૩) સાંભળવાથી :- પોતાના વચનોનાં શબ્દો, બીજાને સાંભળવાથી અથવા બીજાના શબ્દો પોતે સાંભળવાથી એવા પ્રકારના શબ્દો હોવા જોઇએ કે જે શબ્દો આત્માના હિત માટે ઉપયોગી થાય. અહિતથી પાછા ફરવામાં અને હિતમાં આગળ વધવામાં સહાયભૂત થાય એવા શબ્દો, વાક્યો, વચનો સાંભળવા એ પ્રશસ્ત હાસ્યાદિને પેદા કરનાર હોવાથી ગુણની વૃધ્ધિમાં સહાયભૂત કહેલા છે પણ જો જે શબ્દો, વાક્યો, વચનો હિતને બદલે અહિતમાં ઉપયોગી થતા હોય તો તે શબ્દો આદિ અપ્રશસ્ત હાસ્યાદિની વૃધ્ધિમાં સહાયભૂત થતા હોવાથી સંસારની વૃધ્ધિનું કારણ કહેલું છે માટે એવા શબ્દો સાંભળવાનો નિષેધ કરલો છે. આથી વચન-દ્રષ્ટિ અને સાંભળવું આ ત્રણ હાસ્યાદિને પેદા કરવાવાળા બાહ્ય કારણો કહેવાય છે. આંતર કારણમાં એક સ્મરણ કરવાથી એટલે ભૂતકાળમાં કોઇ કોઇ પ્રસંગે હાસ્યાદિ પેદા થયેલા હોય તે પ્રસંગોને સ્મરણથી એકલા બેઠા હોય ત્યારે અથવા અનેકની સાથે બેસીને હાસ્યાદિન પેદા કરતો જાય એટલે નિમિત્ત મલે અને નિમિત્ત ન મલે તો પણ સ્મરણથી એ પ્રસંગોને યાદ કરી કરીને હાસ્ય કર્યા કરે, રતિ કર્યા કરે એટલે આનંદ પામ્યા કરે ઇત્યાદિ બેઠા બેઠા- ચાલતા ચલતા યાદ કર્યા કરવું એ પણ હાસ્યાદિ બંધનું કારણ કહેલું છે એવા સ્મરણ ના હાસ્યાદિથી પણ જીવોને ચારિત્ર મોહનીય કર્મ પણ બંધાયા કરે છે એમાં જો કોઇ નિઃસ્વાર્થ ભાવે સુકૃત કરેલુ હોય તો તે સુકૃતને યાદ કરી કરીને અનુમોદના કરતો કરતો આનંદ પામતો જાય અથવા જીવનમાં કોઇ દુષ્કૃત થઇ ગયું હોય તેને યાદ કરી કરીને પશ્ચાતાપ કરતો કરતો અરતિ-શોક પામતો જાય અને પોતાના પાપથી વારંવાર ભય પામીને એની નિંદા ગર્હા કરતો જાય તો તે પ્રશસ્ત રૂપે હાસ્યાદિ હોવાથી નિર્જરા કરવામાં સહાયભૂત થાય છે અને આત્મિક ગુણ પેદા કરવામાં સહાયભૂત થતાં સંપૂર્ણ શુધ્ધ સ્વરૂપ પેદા કરવામાં સહાયભૂત થતા જાય છે. આથી જ્ઞાની ભગવંતોએ હાસ્યાદિ છ એ દોષોને નિમિત્ત મલે અથવા નિમિત્ત ન મલે તો પણ હાસ્યાદિ જીવને પેદા થયા કરે તે હાસ્યાદિ છ દોષો કહેલા છે. (૧) હાસ્ય કર્મને બાંધવાના પાંચ કારણો - ૧. બીજા જીવોના અંતરમાં વિકારના વિચારો પેદા થાય એ રીતે હાસ્ય કર્યા કરવું તે. એટલે કે એવી રીતે એવા પ્રકારથી હાસ્ય કરે કે પોતાના અંતરમાં તથા બીજાના અંતરમાં વિકારોના વિચારો પેદા થયા જ કરે તે પહેલો પ્રકાર કહેવાય છે. ૨. જેની તેની ઠઠ્ઠા મશ્કરી કર્યા કરવી. ઘણાં જીવોની એવી ટેવ હોય છે કે એ વ્યક્તિને જોઇને એવા જ વચનો બોલે કે પોતે હસે અને બીજાને હસાવતો જાય અને મશ્કરી કરતો જાય તે આ બીજો પ્રકાર Page 141 of 191 Page #142 -------------------------------------------------------------------------- ________________ કહેવાય છે. 3. નકામા વચનો બોલ્યા કરવા એટલે કે વગર કારણે જેમ તેમ બોલ્યાજ કરવું હું શું બોલું છું એનું એને ભાન ન હોય. બસ હું બોલું છું ને બીજાને સંભળાવ્યા જ કરું છું ને ? એજ ભાવ એટલે વગર કારણે બોલવાની ટેવ પડેલી હોય. ૪. વગર કારણે હસ્યા જ કરવું અને ૫. દીનતા જણાય અથવા બીજાને દીનતા પેદા થાય એવા વચનો બોલવાથી બીજાને હાસ્ય પેદા થાય આવા પાંચ પ્રકારના કોઇપણ કારણમાંથી કોઇને કોઇ કારણો પેદા કરી પોતે હસ્યા કરે અથવા બીજાને હસાવ્યા કરે તે હાસ્ય મોહનીય કર્મ બાંધવાના કારણો કહેલા છે. આ બધા કારણોને ઓળખીને દૂર કરવાનો પ્રયત્ન કરતા રહીએ તો જ આ હાસ્ય દોષ દૂર થતો જાય તો જ એનાથી બચી શકાય. રતિ મોહનીય : એના ચાર કારણો છે. ૧. પુણ્યથી મળેલા અનુકૂળ પદાર્થોને વિષે એને ભોગવવા માટેનો કાળ નક્કી કરવો, અનેક પ્રકારની ક્રીડાઓ કરતા કરતા ભોગવવાની ઇચ્છાઓ પેદા કર્યા કરવી, ભોગવ્યા કરવું એનાથી રતિ મોહનીય કર્મ બંધાયા કરે છે. ૨. નાટક, સરકસ, પીક્ચર અનેક પ્રકારના નાચ, ગાન, રમત-ગમત, ટી.વી. સીરીયલો ઇત્યાદિ જોયા કરવું, જોવાનો ખુબ જ રસ પેદા કરવો અને વારંવાર જોઇ જોઇને રાજી થયા કરવું તે. 3. બીજા જીવોના ચિત્તનું વશીકરણ કર્યા કરવું એટલે કે વશીકરણ કરવું, મેલી વિધાઓ કરવી, બીજાને હેરાન પરેશાન કરીને રાજી થવું. કેવો દુ:ખી થાય છે એજ દાવનો છે. ઇત્યાદિ અનેક પ્રકારના વિચારો કરી રાજીપો પેદા કર્યા કરવો તે. ૪. જુદા જુદા દેશોને જોવાની ઇચ્છાઓ કરવી, જુદા જુદા દેશોમાં ફ્ક્ત કરવું અને આનંદ માનવો. આ ચાર કારણોથી અથવા ચારમાંથી કોઇપણ એકાદ કારણથી જીવો રતિ મોહનીય કર્મ તીવ્રરસે બાંધ્યા કરે છે અને સાથે ચારિત્ર મોહનીય કર્મનો બંધ પણ કર્યા કરે છે. અરતિ મોહનીય કર્મ : અરતિ મોહનીય કર્મ ચાર કારણોથી બંધાય છે. ૧. બીજાના ગુણોને ગુણરૂપે જોવાને બદલે દોષરૂપે જોઇને અનેક પ્રકારની વિચારણાઓ કર્યા કરવી-વિકલ્પો કર્યા કરવા તે અરતિના બંધનું કારણ કહેલું છે. એટલે કે બીજાના ગુણોને સાંભળતા કે જોતાં એમાં કાંઇને કાંઇ દોષારોપણ કર્યા કરવું તે અસૂયા કહેવાય છે. એટલે કે “ગુણોને દોષ રૂપે જોવા તે અસૂયા જ્યાર કોઇની બાહ્ય સાહ્યબી સંપત્તિ ન ખમાય તે ઇર્ષ્યા અથવા અદેખાઇ કહેવાય છે.” ૨. પોતે પાપ કરતો જાય અને બીજાને પાપ કરવાની ટેવ પાડ્યા કરે પાપમાં જોડે તે. 3. બીજા જીવોના અંતરમાં જે નિમિત્તથી આનંદ પેદા થયો હોય તે આનંદને નાશ કરવાનો પ્રયત્ન કરવો એટલે એના અંતરના આનદનો નાશ કરવો તે અને ૪. બીજા જીવોના દુઃખોને જોઇને આનંદ પેદા કર્યા કરવો, સારૂં થયું આવું થવું જ જોઇતું હતુ. Page 142 of 191 Page #143 -------------------------------------------------------------------------- ________________ આવી વિચારણાઓ વારંવાર કરીને અંતરમાં આનંદ પામવો તે. આ ચાર કારણો અથવા ચાર કારણોમાંથી કોઇને કોઇ એક કારણથી જીવો અરતિ મોહનીય કર્મનો બંધ કર્યા જ કરે છે. જે જીવોના અંતરમાં પાપ ભીરતા રહેલી હોય તે જીવોથી પાપ સહજતાથી ન થાય. જે પાપની સફળતાથી સુખ, સાહ્યબી, સંપત્તિ મલે તે જીવો પાપને પાપ માનતા નથી એમ કહેવાય છે. (૨૯) ભચ (૩૦) શોઝ (૩૧) ગુપ્સા પરિહર્સ ભય મોહનીય ર્ક્સ - ભય મોહનીય કર્મ ચાર કારણોથી બંધાય છે. ૧. નિરંતર બીકણપણું રાખીને જીવન જીવ્યા કરવું, પુણ્યથી મળેલી સામગ્રી ચાલી ન જાય એની કાળજી રાખીને જીવન જીવ્યા કરવું તે. - ૨. બીજા જીવોને ડરાવવાથી અથવા બીવરાવવાથી વારંવાર બીજા જીવોને કેમ ડરાવવા અને એ રીતે ડરાવવામાં આનંદ માનવો તે. ૩. બીજા જીવોને દુ:ખ આપવાથી અથવા ત્રાસ આપવાથી. ૪. કોઇપણ જીવને મારવાની ભાવના રાખવાથી એટલે કે બીજાને સામાન્ય પણ ટપલી મારે તો. પોતાને આનંદ આવે એટલે રસ્તે ચાલતા ચાલતા જે જીવો મલે તેને ટપલીઓ માર્યા કરવી એવી વૃત્તિ એટલે અંતરથી મારવાની બુદ્ધિ તે ભય મોહનીય કર્મ બાંધવાન કારણ કહેલું છે. આ ચાર કારણોથી અથવા ચાર કારણોમાંથી કોઇ પણ એક કારણથી જીવોને ભય મોહનીય કર્મ બંધાયા કરે છે. સારૂં સારૂં ખાવાની ઇચ્છાથી સારા સારા પદાર્થો મેળવવાની બુદ્ધિથી અને સારા સારા અનુકૂળ પદાર્થોને ભોગવ્યા જ કરૂં એવી ભાવનાથી છ કાય જીવોની હિંસાનું પાપ લાગ્યા જ કરે છે એ પાપની સાથે ભય મોહનીય કર્મ બંધાયા જ કરે છે. શોક મોહનીય ર્મ : શોક મોહનીય કર્મ ત્રણ કારણોથી બંધાય છે. ૧. મનમાં એટલે અંતરમાં શોક રાખીને પોતેને પોતે બળ્યા કરે અને પોતાના અજ્ઞાનથી જ્યાં જાય ત્યાં બીજાને શોક પેદા કરાવે અથવા દયા પેદા કરાવે. એવા શોકવાળા વચનો બોલ્યા કરે કે જેથી. બીજાના અંતરમાં એવા ભાવો થયા કરે. ૨. અજ્ઞાનના ક્ષયોપશમભાવથી પોતાની સાથે બીજા જીવો શોકમાં કેમ સહાયભૂત થાય અને પોતાના વચનોથી બીજાને શોકવાળા બનાવવા પ્રયત્ન કર્યા કરવો તે. ૩. રડવું એટલે રૂદન કર્યા કરવું, વારંવાર રૂદન કરવામાં આસક્તિ પેદા કરવી. પોતે રૂવે અને સાથે બીજાને પણ રોવડાવે એવી રીતનો પ્રયત્ન કરવો. આ ત્રણ કારણોથી અથવા ત્રણમાંથી કોઇ એકાદ કારણોથી જીવો શોક મોહનીય કર્મનો બંધ કર્યા જ કરે છે. જુગુપ્સા મોહનીય - Page 143 of 191 Page #144 -------------------------------------------------------------------------- ________________ જુગુપ્સા મોહનીય કર્મ ત્રણ કારણોથી બંધાય છે. ૧. અનંતી પુણ્ય રાશિથી ભગવાનના શાસનના-ભગવાને સ્થાપેલા સંઘના દર્શન થાય છે એ સંઘમાં સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા એ ચારેય ગણાય છે એ ચારેમાંથી કોઇપણની નિંદા કરતા જીવોને જુગુપ્સા મોહનીય કર્મ બંધાય છે. ૨. એ સંઘને તરછોડતા-સંઘનું અપમાન કરતા એટલે કે સંઘમાં શ્રીમંત પણ હોય અને દરિદ્ર પણ હોય, પ્રભાવક આચાર્ય ભગવંતો ઉપાધ્યાય ભગવંતો અને સાધુ ભગવંતો પણ હોય. સામાન્ય આચાર્ય ભગવંતો ઉપાધ્યાય ભગવંતો અને સાધુ ભગવંતો પણ હોય છે. આ દરેક પ્રત્યે એક સરખો ભાવ જોઇએ. એમાં જો ભાવનો ાર થાય તો સંઘના અપમાનનો દોષ લાગે છે એવી રીતે સંઘનું અપમાન કરતા જુગુપ્સા મોહનીય કર્મ બંધાય છે. 3. ઉત્તમ સદાચારી મનુષ્યોની ખોદણી કરતા એટલે કે એમનામાં દૂષણ ન હોવા છતાં ગમે ત્યાંથી ગમે તે દૂષણ શોધીને બીજાની પાસે એની વાતો ચીતો કરવી એને ખોદણી કહેવાય છે. નિંદા કોઇક કોઇકવાર થાય, ખોદણી સતત થાય. નિંદા જેના પ્રત્યે દ્વેષ ઇર્ષ્યા હોય એની થાય. ખોદણીમાં કોઇ બાકી ન રહે. આ ત્રણ કારણ અથવા ત્રણમાંથી કોઇ એક કારણથી જીવને જુગુપ્સા મોહનીય કર્મ બંધાયા કરે છે. હાસ્યાદિ છએ પ્રકારના દોષોમાં જ્યારે જ્યારે જે જે દોષોના ઉદયકાળમાં જે જ કષાયોની જરૂર પડે (એટલે કે ક્રોધ, માન, માયા અને લોભમાંથી) ત્યારે તે કષાયો સહજ રીતે પેદા થતા જાય છે. પહેલા ગુણસ્થાનકે હાસ્યાદિ છ દોષો ઉદયમાં રહીને મિથ્યાત્વ મોહનીયને પુષ્ટ કરે છે અને રાગાદિ પરિણામને તીવ્ર બનાવે છે. ચોથા ગુણસ્થાનકે ઉદયમાં રહેલા હાસ્યાદિ છ દોષો અવિરતિને પુષ્ટ કરે છે. પાંચમા ગુણસ્થાનકે હાસ્યાદિ છએ દોષો પ્રત્યખ્યાનીય કષાયને પુષ્ટ કરે છે. છઠ્ઠા ગુણસ્થાનકે હાસ્યાદિ છ દોષો જીવ જો સાવધ ન રહે તો તે પ્રમાદને પુષ્ટ કરે છે. સાતમા ગુણસ્થાનકથી હાસ્યાદિ છ દોષો ઉદયમાં રહીને પ્રશસ્ત રૂપે કામ કરતા હોવાથી આત્માને આત્મિક ગુણો પેદા થયેલા છે તેને પુષ્ટ કરી આગળ વધારવામાં સહાયભૂત થાય છે. કોઇકવાર અપ્રશસ્ત રૂપે હાસ્યાદિ છ ઉદયમાં આવી જાય તો તે સંજ્વલન કષાય પ્રશસ્ત રૂપે ચાલતો હોય તેને અપ્રશસ્ત રૂપે પણ બનાવી દે છે. એટલે કે સંજ્વલન અપ્રશસ્તરૂપે થઇને કર્મબંધ કરાવે છે. અપ્રશસ્ત રૂપે હાસ્યાદિ થાય એટલે કોઇ સ્નેહી સંબંધીનું મૃત્યુ થાય તો તેના રાગના કારણે અરતિ-શોક પેદા થાય તે અપ્રશસ્ત રૂપે કહેવાય છે. (૩૨) કૃષ્ણ લેશ્યા (૩૩) નીલ લેશ્યા (૩૪) પોત લેશ્યા જ્ઞાની ભગવંતોએ લેશ્યા છ પ્રકારની કહેલી છે તેમાં પહેલી ત્રણ કૃષ્ણનીલ-કાપોત અશુભ લેશ્યાઓ છે અને તેજો-પદ્મ અને શુક્લ આ ત્રણ શુભ લેશ્યાઓ ગણાય છે. ભાવ લેશ્યા એ આત્માના પરિણામ અધ્યવસાય રૂપે કહેલી છે અને દ્રવ્ય લેશ્યા, જગતમાં દેરક લેશ્યાના સ્વતંત્ર પુદ્ગલો રહેલા હોય છે તે પુદ્ગલોને ગ્રહણ કરી તે તે રૂપે તે પુદ્ગલોને પરિણામ પમાડે ત્યારે તે પુદ્ગલો દ્રવ્ય લેશ્યા રૂપે ગણાય Page 144 of 191 Page #145 -------------------------------------------------------------------------- ________________ જે પુદ્ગલો વડે આત્મા લેપાય તે વેશ્યા કહેવાય છે. અશુભ લેગ્યા દુર્ગતિનું કારણ બને છે. અશુભ કર્મોને બાંધવામાં સહાયભૂત થતી હોવાથી પરિહરવા લાયક એટલે છોડવા લાયક કહેલ છે. આ ત્રણે લેશ્યામાંથી કઇ કઇ વેશ્યાવાળા જીવોનાં પરિણામો કેવા કેવા હોય છે અને વેશ્યા કેવી. હોય છે એનું વર્ણન જ્ઞાની ભગવંતોએ જે રીતે કરેલું છે તે અત્રે જણાવાય છે. ચિત્ત અને વેશ્યા :- આ વિષય ઘણો વિચારવા યોગ્ય છે અને ટૂંકામાં કહીએ તો જેનદ્રષ્ટિએ માનસશાસ્ત્ર (Peyehology) કેવી રીતે બતાવવામાં આવ્યું છે તે સર્વ બાબતો અંગે વિચારવા યોગ્ય જણાય છે. મન અને અધ્યવસાયને કેવા પ્રકારનો સંબંધ છે, આત્મા અને મનને શો સંબંધ છે, અધ્યવસાય અને વિચારમાં શો તફાવત છે અને મન અને વેશ્યાને કેવો સંબંધ છે-આ સર્વ પ્રશ્નોનો નિર્ણય આવી ટૂંકી નોટમાં તો થઇ શકે નહિ પણ સહજ ખ્યાલ આપવા પ્રયત્ન કર્યો છે તે વિચારશો. નવીન અને પ્રાચીન અભ્યાસ શેલી સાથે કર્યો હોય તો જ આ વિષયનો ઉલ્લેખ થઇ શકે તેમ છે તેથી આ અગત્યના વિષય પર કોઇ સુંદર લેખ અભ્યાસ કરીને વિસ્તારથી લખશે એવી પ્રાર્થના છે. આત્મા જાતે ટિક રત્ન જેવો નિર્મલ છે, પારદર્શક છે, મેલ વગરનો છે, ઉચ્ચગામી સ્વભાવવાળો. છે. ટિક રત્ન જ્યારે બીજા પદાર્થના સંબંધમાં આવે ત્યારે તેના જુદા જુદા રંગ દેખાય છે : ટિકની પછવાડે પીળો પદાર્થ ધરવામાં આવે તો તે પીળો દેખાય છે, લાલ ધરવામાં આવે તો તે લાલ દેખાય છે, છતાં જાતે તો નિર્મળ પારદર્શક જ હોય છે અને રહે છે તે પ્રમાણે આત્મા જ્યારે મન, વચન કે કાયાના સંબંધમાં આવે ત્યારે તેના જુદા જુદા રંગ દેખાય છે-તે આત્માના પરિણામોને વેશ્યા કહેવામાં આવે છે. મનમાં વિચાર આવે છે તે અમુક આકાર ધારણ કરે છે. વિચારો પોગલિક છે, મનોવર્ગણાનાં રૂપો છે; મન માત્ર પંચેન્દ્રિયને જ હોય છે, તે સિવાયના જીવોને દ્રવ્ય મન હોતું નથી અને પંચેંદ્રિયમાં પણ અસંજ્ઞી જીવોને દ્રવ્ય મન હોતું નથી. સર્વ આત્માઓને જે જુદા જુદા વ્યક્ત ખ્યાલો થાય તેને અધ્યવસાય કહેવામાં આવે છે. અધ્યવસાયને અને મનના વિચારોને કેવા પ્રકારનો સંબંધ છે તે ખાસ વિચારવા યોગ્ય છે. આત્માને જે અધ્યવસાયો થાય છે તે સંજ્ઞી પંચેન્દ્રિયને મન દ્વારા જણાય છે અને ત્યાં મનોવર્ગણાને જે આકાર મળે તે વિચાર તરીકે વ્યક્ત થાય છે. આથી સંજ્ઞી પંચેન્દ્રિયના અધ્યવસાયો અને વિચારો જો કે તદન જુદા છે છતાં વ્યક્ત રૂપે તેમાં ખાસ જાણવા જેવો તફાવત પડતો નથી. આ હકીકત સ્પષ્ટ કરવા પ્રથમ જ્ઞાન કેવી રીતે થાય છે તે જરા જોઇ લઇએ. પંચેન્દ્રિય જીવોન જ્ઞાન પ્રાપ્ત કરવાના-જાણવાના છ દ્વારો-બારીઓ છે : પાંચા ઇંદ્રિય અને મન શરીર સાથે કાંઇ અથડાતાં, જીભ સાથે સ્વાદ થતાં, નાકમાં ગંધ આવતાં, ચક્ષુથી દેખાતાં, કાનથી સંભળાતાં અથવા મનમાં તર્ક થતાં “આ કાંઇક છે' એવું જ્ઞાન થાય છે એને જૈન પરિભાષામાં વ્યંજનાવગ્રહ' કહે છ, નવીન ન્યાય (logic) ના perception શબ્દ સાથે એની સરખામણી થઇ શકે, જો કે perception વ્યંજનાવગ્રહથી કાંઇક જાડું છે અને ‘અર્થાવગ્રહ” ની કોટિમાં કેટલેક અંશે જાય છે. આવી રીતે આ કાંઇક છે' એવું જ્ઞાન થયા પછી અમુક જાતિ (genus) નું એ છે એમ સહજ ખ્યાલ થાય છે એને અર્થાવગ્રહ' કહેવામાં આવે છે. અત્યંત અવ્યક્ત બોધને વ્યંજનાવગ્રહ કહેવામાં આવે છે. કોઇ સ્થાનકે એને “નિરાકાર બોધ' પણ કહેવામાં આવે છે. વ્યંજનાવગ્રહને અંગે એટલું ખાસ જાણવા જેવું છે કે એમાં ચાર ઇંદ્રિય સાથે વસ્તુને સંબંધ થાય છે પણ આંખ અને મનને વસ્તુના સંબંધની જરૂર રહેતી નથી. દાખલા તરીકે સ્પર્શેદ્રિયને વસ્તુનું જ્ઞાન જ્યારે તે વસ્તુ ઇંદ્રિય સાથે સંબંધમાં આવે ત્યારે જ થાય છે, તેવી જ રીતે રસ ધ્રાણ અને શ્રોતનું સમજવું પણ આંખને દેખવા માટે વસ્તુ સુધી જવું પડતું નથી, એ તો દૂરથી પણ દેખી Page 145 of 191 Page #146 -------------------------------------------------------------------------- ________________ શકે છે, તેવી જ રીતે મનને અમુક વસ્તુનો આકાર સ્પષ્ટ કરવા માટે તેના સંન્નિકર્ષમાં આવવું પડતું નથી. આવી રીતે ઘણાજ થોડા વખતમાં વસ્તુની જાતિ જણાય છે. (એનો સમય માત્ર એક સમયનો છે.) ત્યાર પછી વ્યવચ્છેદ રૂપે એની specie વ્યક્તિત્વ સમજાય છે. એની વ્યક્તતા શોધવી એને ‘ઇહા' કહેવામાં આવે છે. એને logic માં conception કહે છે. એની વ્યક્તિતાનો નિર્ણય ‘ આ તે જ છે’ એમ ધારવું તેને ‘ અવાય' * કહેવામાં આવે છે અને અન્ય કાંઇ નથી પણ તે જ છે એવો નિર્ણય ધારી રાખવો તેને ‘ધારણા' કહેવામાં આવે છે. લોકજીમાં આ છેવટનો નિર્ણય knowledge કહેવાય છે. જ્યારે વર્તમાન ન્યાયકારો logicians જ્ઞાનપ્રાપ્તિના ત્રણ વિભાગ પાડે છે : conception, perception & knowledge ત્યારે જૈન માનસ શાસ્ત્રીઓએ વિશેષ પ્રથક્કરણ કરીને વ્યંજનાવગ્રહ, અર્થાવિગ્રહ, ઇહા, અવાય અને ધારણા એમ પાંચ વિભાગ પાડ્યા છે. આવી રીતે સંજ્ઞી પંચેન્દ્રિય પ્રાણીને ઇંદ્રિય અને મનદ્વારા જે જ્ઞાન થાય તેને વિચાર-નિર્ણય કહેવામાં આવે છે. આંતરજ્ઞાન માટે પાંચ ઇંદ્રિયદ્વારો છે અને તે દ્વારા જ્ઞાન થાય છે. મનપર એની છાપ પડે છે. એના અન્યવ્યવચ્છેદો થાય છે અને નિર્ણય થાય છે. મન પૌદ્ગલિક હોઇને વસ્તુના વિચારનો આકાર કરે છે અને તે આકાર દ્વારા જ્ઞાન થાય છે. આ બાહ્ય પદાર્થના જ્ઞાનને અંગે વાત થઇ. આત્માને પૂર્વઅનુભૂત અથવા કર્મવર્ગણાની અસર અનુસાર ‘અધ્યવસાય' થાય છે. Instinctive knowledge સહજ જ્ઞાનનો આમાં સમાવેશ થાય છે. સ્મૃતિ અનુભવ એ સર્વનો સમાવેશ ધારણામાં થાય છે. મનના વિચારો આત્મામાં સ્થિત થાય છે અને ત્યાં રૂપ અને આકાર ધારણ કરે તેને લેશ્યા કહેવામાં આવે છે. પંચેદ્રિય સંજ્ઞી જીવોના મનનો વ્યાપાર અને આત્માના અધ્યવસાયો વચ્ચેનો તફાવત સમજવો ઘણો મુશ્કેલ પડે છે. મન પૌદ્ગલિક છે અને ત્યાં આકાર થાય છે. પૂર્વકાળની સ્મૃતિથી અથવા ઇંદ્રિયોની મદદ વગર ઓધ જ્ઞાન થાય તેને મારા વિચાર પ્રમાણે ‘અધ્યવસાય' આત્મજ્ઞાનમાં મૂકવુ જોઇએ. આત્મા જ્યારે મનયોગમાં વચનયોગમાં અથવા કાયયોગમાં પ્રવર્તે તે વખતે તેના અધ્યવસાયો જે રૂપ લે-જે પરિણામ પામે તેને લેશ્યા કહેવામાં આવે છે. જ્યાં ત્રણમાંથી કોઇ પણ યોગ હોય છે, ત્યાં લેશ્યા હોય છે, જ્યાં યોગ ન હોય ત્યાં લેશ્યા હોતી નથી. હવે અહીં સવાલ એ ઉત્પન્ન થાય છે કે કષાય અને લેશ્યામાં તફાવત કેવા પ્રકારનો રહે છે. કોઇ પણ કર્મનો બંધ પડે તે વખતે તેની ચાર બાબત મુકરર થાય છે ઃ પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશ. પ્રકૃતિબંધ એટલે એ કર્મનો સ્વભાવ કેવો છે, સ્થિતિબંધ એટલે કેટલા વખત સુધી અને ક્યારે ફ્ળ પામનાર છે, રસબંધ એટલે એ કર્મની ગાઢતા કેટલી છે, ચીકાશ કેટલી છે અને પ્રદેશબંધ એટલે એ કર્મ કેટલા-પ્રદેશ પરમાણુઓનું બનેલું છે. એક દાખલો લઇએ : શાતા વેદનીય કર્મ બાંધ્યું તો શાતા આપવી એ પ્રકૃતિ થઇ, કેટલા વખત સુધી શાતા આપવી અને શાતા આપવાનું કામ ક્યારે શરૂ કરવું એ તેની સ્થિતિ, એ શાતામાં વિશેષતા અલ્પતા કેટલી રહેશે તે રસ અને તે કર્મ પોતે કેટલા પરમાણુનું બનેલું છે તે પ્રદેશ. આમાં સ્થિતિ અને રસબંધમાં સહાય ‘ કષાયો’ કરે છે. ક્રોધ માન માયા અને લોભ જેટલા સવિશેષપણે હોય તેટલો બંધ આકરો અને લાંબા કાળ સુધી ફ્ળ આપનારો પડે છે. લેશ્યા પ્રદેશબંધને સહાય કરે છે. કષાયો અને લેશ્મા કોઇવાર અંદર અંદર એક બીજામાં એટલા બધા ચવાઇ જાય છે કે સહાય કરનાર તરીકે લેશ્યા પણ લાગે છે અને તેથી કોઇ આચાર્યે લેશ્યાને રસબંધમાં સહાય કરનાર ગણે છે પણ તે ઉપચાર માત્રથીજ સમજવાનું છે. મુખ્યતાએ રસબંધનો નિર્ણય કષાયપર જ થાય છે. જેવી રીતે કોઇ માણસ દારૂ પીએ તો તેનું જ્ઞાન અવરાય છે, તે ઘેલો બની જાય છે, પ્રચંડ દવા ખાય તો તેની ઇંદ્રિયો બહેરી થાય છે, ક્લોરોફોર્મ આપવાથી જેમ જ્ઞાનેંદ્રિયો બાહ્ય જ્ઞાનના દ્વારો બંધ કરી દે છે તેવી રીતે લેશ્યા આત્માના સ્ફટિકત્વપર પડદો નાખી નવાં નવાં રૂપો આપ છે. આત્મા જાતે શુદ્ધ સ્ફટિક Page 146 of 191 Page #147 -------------------------------------------------------------------------- ________________ જેવો નિર્મળ અને પારદર્શક છે પણ લેશ્યા તેની સાથે આવે ત્યારે તેને જુદાં જુદાં રૂપ આપે છે, નવા નવા રંગના આકાર ધારણ કરાવે છે, તેના સ્ફટિકત્વને જુદા રૂપમાં બતાવે છે. સ્ફટિક રત્નની પછવાડે જે રંગનું દ્રવ્ય ધરવામાં આવે તેવો રંગ દેખાય છે તે પ્રમાણ આત્માનું વ્યક્તરૂપ નવા નવા રંગ ધારણ કરે છે તે લેશ્યાના સંબંધથી થાય છે. (યાદ રહેવું જોઇએ કે એ બાહ્ય સહાયક લેશ્યા દ્રવ્ય આત્માના સ્ફટિકત્વમાં પ્રવેશ કરતું નથી, આત્માના રંગને બદલતું નથી, પણ બહારની નજરે આત્માને અન્ય સંગે બતાવે છે.) લેશ્યાના છ પ્રકાર છેઃ કૃષ્ણ, નીલ, કાપાત, તેજો, પદ્મ અને શુક્લ. કૃષ્ણ લેશ્યાનો વર્ણ મેઘ કે આંજણ જેવો તદૃન કાળો હોય છે, નીલ લેશ્યાનો વર્ણ પોપટ અથવા બપૈયાના પીંછા જેવો અથવા મોરની ડોક જેવો બલુ (blue) હોય છે, કાપોત લેશ્યાનો વર્ણ રીંગણાના ફૂલ જેવો રાતો (adulterated red) હોય છે, તેજો લેશ્યાના વર્ણ પ્રભાતના સૂર્ય અથવા સંધ્યાના રંગ જેવો લાલ (pure red) હોય છે, પદ્મ લેશ્યાનો વર્ણ કરેણના ફૂલ જેવો અથવા સોનાના રંગ જેવો પીળો હોય છે, શુક્લ લેશ્યાનો વર્ણ ગાયના દૂધ જેવો અથવા સમુદ્રના ફીણ જેવો સફ્ત હોય છે. પ્રથમની ત્રણ લેશ્યા અશુદ્ધ છે, બાકીની ત્રણ લેશ્યા શુદ્ધ છે, છતાં આત્માના સ્ફટિકપણાને તો આવરણ કરનારી છે પણ ખરાબ આકારમાં બતાવનારી નથી. આવી જ રીતે લેશ્યાના રસ, ગંધ અને સ્પર્શ પણ બતાવવામાં આવ્યા છે. કૃષ્ણ લેશ્યાનો રસ કડવી તુંબડી અથવા લીંબડાના રસ જેવો છે, નીલ લેશ્યાનો રસ પીપર આદુ અથવા મરચાના રસ જેવો છે, કાપોત લેશ્યાનો રસ આમળા અથવા ફ્કસના રસ જેવો છે, તેજો લેશ્યાનો રસ કેરીના રસ જેવો છે, પદ્મ લેશ્યાનો રસ ધરાખ-ખજૂર અથવા મહુડાના આસવ (દારૂ) જેવો છે અને શુક્લ લેશ્યાનો રસ સાકર-ગોળ-ખાંડ કે શેરડીના રસ જેવો મધુર છે. પહેલી ત્રણે લેશ્યાઓ ઘણી દુર્ગંધવાળી અને મલીન છે અન તેનો સ્પર્શ ઠંડો અને લુખો છે, બાકીની ત્રણે લેશ્યાઓ સુગંધવાળી અને નિર્મળ છે અને તેનો સ્પર્શ સ્નિગ્ધ અને ગરમ છે. લેશ્યાને અંગે પ્રાણીના કેવાં પરિણામ થાય છે તે બતાવવા શાસ્રકારે જાંબુ વૃક્ષનું દ્રષ્ટાન્ત આપ્યું છે. છ મિત્રો જંગલમાં ગયા, ભુખ્યા થયા, સામે જાંબુનું ઝાડ જોયું. પ્રથમ માણસે કહ્યું કે આ આખા ઝાડને ઉખેડી નાખો એટલે મહેનત વગર ફ્ળ ખવાય, બીજાએ કહ્યું કે વૃક્ષ પાડવાનું કાંઇ કારણ નથી, ડાળીઓ પાડીએ તો ઠીક છે, ત્રીજાએ નાની નાની ડાળીઓ પાડવા કહ્યું, ચોથાએ જાંબુવાળા ગુચ્છાઓ પાડવા કહ્યું, પાંચમા એ જાંબુને જ પાડવા કહ્યું અન છઠ્ઠાએ જમીનપર પડેલાં જાંબુ છે તે વીણી ખાઇને સંતોષ પામવા કહ્યું. આવી રીતે છ લેશ્યાવાળાના પરિણામો હોય છે. આ સંબંધમાં ધાડ પાડવા ગયેલા છ માણસોનું બીજું દ્રષ્ટાન્ત આપેલ છે તે આ પ્રમાણે-ગામમાં પેસતાં પ્રથમે કહ્યું કે સામે માણસ કે ઢોરો આવે તેને મારવું, બીજાએ કહ્યું કે માત્ર માણસને જ મારવાં, ઢોરને શા માટે મારવા ? ત્રીજાએ કહ્યું સ્ત્રીને ન મારવી, માત્ર પુરૂષને જ મારવા; ચોથાએ કહ્યું હથિયારવાળો પુરૂષ હોય તેને મારવો, પાંચમાએ કહ્યું કે હથિયારવાળામાં પણ સામે થતો હોય તેને જ મારવો, નાસતો હોય તેને શા માટે મારવો ? છઠ્ઠાએ કહ્યું પરદ્રવ્ય હરવું એજ પાપ છે તો પછી વળી ખૂન કરવાનું વધારે પાપ શા માટે કરવું ? માત્ર ધન લેવું, કોઇને મારવા નહિ. આ બન્ને દાખલાઓથી પ્રત્યેક લેશ્યાવાળાની અનુક્રમે પરિણતિ કેવા પ્રકારની હોય છે તે જણાઇ આવશે. એ દરેક દ્રષ્ટાન્તો અનુક્રમે કૃષ્ણથી શુક્લ લેશ્યાના છે. આગલ વધતાં પરિણામ વધારે સુંદર બનતા જાય છે તે એ દાખલાઓથી જણાઇ આવે છે. લેશ્યા સર્વ જીવોને હોય છે, વિશેષ વિકાસ થાય તેમ તે ઉચ્ચ પ્રકારની પ્રાપ્ત થતી જાય છે, મન ન હોય તેવા જીવોને પણ લેશ્યા હોય છે, તેના સંયોગથી આત્માના જે રૂપના અધ્યવસાય વ્યક્ત થાય-જે પરિણતિ થાય તેન તે બતાવે છે, ચિત્રે છે અને સારા અથવા ખરાબ આકારને ધારણ કરાવે છે. એ Page 147 of 191 Page #148 -------------------------------------------------------------------------- ________________ કષાયોને ઉદ્વીપન કરે છે પણ જાતે કષાયરૂપ નથી, કર્મના ઉદય પ્રમાણે અધ્યવસાયને રૂપ આપે છે છતાં જાતે કર્મનો રસ નથી. અધ્યવસાયને વ્યક્ત કરનાર લેશ્યાના સ્વરૂપ માટે વિશેષ ગ્રંથો (પન્નવણા લેશ્યાદ્વાર વિગેરે) વાંચવા યોગ્ય છે. પરિણામ અને અધ્યવસાયસ્થાન આત્માની પરિણતિને પરિણામ કહેવામાં આવે છે. એના અધ્યવસાયસ્થાન અસંખ્ય છે. પરિણામ અને અધ્યવસાય માટે ઉપરની નોટથી ખુલાસો થઇ જાય છે. અંદરથી જે જ્ઞાન થાય અને તરંગો ઉઠે તેને અધ્યવસાય કહેવાય છે. મનદ્વારા તો બાહ્ય જ્ઞાન આકારપૂર્વક થાય છે, અધ્યવસાયને આકાર હોતો નથી અને મનના વિચાર તો માત્ર સંજ્ઞી પંચેન્દ્રિયને હોય છે ત્યારે અધ્યવસાય સર્વ જીવોને હોય છે. છ લેશ્યાનું સ્વરૂપ (૧) મુનિશ્રેષ્ઠો છ લેશ્યાઓમાંથી પહેલી ત્રણ કૃષ્ણ, નીલ અને કાપોત નામની લેશ્યાઓ જે દુર્ગતિના કારણ રૂપે છે. તેનો ત્યાગ કરવો જોઇએ. છેલ્લી ત્રણ તેજો, પદ્મ, શુક્લ નામની સદ્ગતિના કારણરૂપ ત્રણ લેશ્યાનો અલેશીભાવને ઇચ્છનારા મુનિઓએ સ્વીકાર કરવો જોઇએ. આ છ લેશ્યાઓમાં છ પુરુષોનું ઉદાહરણ કહ્યું છે. દ્રષ્ટાંત :- સારી રીતે પાકેલા ફ્લોના જથ્થાની નમેલ ડાળીવાળું એક મોટું જાંબુનું ઝાડ હતું તેને છ પુરુષોએ જોયું. તે જોઇ તેમનામાંથી એક જણે કહ્યું કે ‘આ ઝાડને મૂળમાંથી ઉખેડી નાંખો, આપણે જાંબુના ફ્લને ખાઇએ.' બીજાએ કહ્યું ‘ ડાળી કાપીને ખાઇયે,’ ત્રીજાએ કહ્યું ‘નાની ડાળી કાપીને ખાઇએ.’ ચોથાએ કહ્યું ‘એના ગુચ્છા તોડીને ખાઇયે' પાંચમા એ કહ્યું ‘એના ફ્લોને તોડી ખાઇએ.’ છઠ્ઠાએ કહ્યું ‘ફ્લો પણ શા માટે તોડવા ?' નીચે પડેલા છે તે જ આપણે ખાઇયે. આ છ જણામાં પહેલો કૃષ્ણ લેશ્યાવાળો છે. બીજો નીલ લેશ્યાવાન, ત્રીજો કાપોત લેશ્યાવાન, ચોથો તેજો લેશ્માવાન, પાંચમો પદ્મ લેશ્યાવાન, છઠ્ઠો શુક્લ લેશ્યાવાળો છે તથા બીજા છ પુરુષો ગામ લૂંટવા માટે નીકળ્યા હતા, તેમાંથી એકે કહ્યું કે ‘પુરુષ, સ્ત્રી, બાળક કે પશુ કોઇને પણ આપણે છોડવા નહિ. બધા જીવોને મારી નાખવા,’ બીજાએ કહ્યું ‘મનુષ્યોને જ હણવા પશુને નહિ કારણ કે તેને હણવાથી શું ફાયદો છે ?’ ત્રીજાએ કહ્યું ‘મનુષ્યોને જ હણવા સ્ત્રીઓને નહી.’ ચોથાએ કહ્યું ‘ હથિયાર વાળાને હણવા' પાંચમા એ કહ્યું ‘જે યુદ્ધ કરે તેને જ હણવા.’ છઠ્ઠાએ કહ્યું ‘એક તો ધન લુંટવું અને બીજું જીવો મારવા આ બંને અયોગ્ય છે માટે ફ્ક્ત આપણે ધન જ લેવું પણ કોઇ જીવને મારવો નહિ.' આ પુરુષોમાં પ્રથમ કૃષ્ણ-લેશ્યામાં અને અનુક્રમે છેલ્લો શુક્લ લેશ્યામાં જાણવો આજ અર્થને જણાવનારી આ ગાથા છે. બૂલં સાહ સાહા, ગુચ્છ ને છિંદ્ર પડિગ વવાયા । સ નાથુન પુરિસા, સાહ જુવંત ધારા(૧) આમાં કૃષ્ણ લેશ્યા કાળી, નીલ લેશ્યા લીલી, કાપોત લેશ્યા કાપોતી એટલે કાબર ચિતરી રાખોડી રગની, તેજો લેશ્યા લાલ, પદ્મ લેશ્યા પીળી અને શુક્લ લેશ્યા સફેદ વર્ણની છે. ગંધ, રસ અને સ્પર્શ । શુભ લેશ્યાના શુભ છે અને અશુભ લેશ્યાના અશુભ છે આ લેશ્યાના પરિણામ જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ ભેદોએ ત્રણ, નવ, સત્તાવીશ, એક્યાશી, બસ્સો તેતાલીસ વગેરે પ્રકારો વડે જાણવા. (૧) કૃષ્ણ લેશ્યાના લક્ષણો લેશ્યા અધ્યયનમાં આ પ્રમાણે કહ્યા છે. पंचासवप्पवत्तो, तिहिं अगुत्तो छसु अविरओ अ તિવારંમ પરિનો, વુદ્દો સાહરિસો નરો (૧) Page 148 of 191 Page #149 -------------------------------------------------------------------------- ________________ निधंधस परिणामो, निस्संसो अजिईंदिओ एअजोअ समाउत्तो, किण्हलेसं, तु परिणामे (२) પાંચ આશ્રવોમાં પ્રવૃત્તિ, ત્રણ અગુપ્તિ, છ જીવ નિકાયની અવિરતિ, તીવ્ર આરંભ વગેરેના પરિણામ, શુદ્ર એટલે તુચ્છ સાહસિક એટલે વિચાર્યા વગર કામ કરનારો, નિર્ધ્વસ પરિણામી, નિર્દયી, અજિતેંદ્રિય, આયોગોમાં પ્રવૃત્તિવાળો જીવ કૃષ્ણ લેશ્યાના પરિણામવાળો છે. (૧-૨) (૨) નીલલેશ્યાના ઇર્ષા અદેખાવિગેરે લક્ષણો તેમાંજ કહ્યા છે. ‘ઈર્ષ્યા-આમર્ષ એટલે અદેખાઇ, અતપ એટલે તપ નહિ, અવિધા પૂર્વકની માયા. બેશરમ-શરમ વગરનો, ગૃદ્ધિ એટલે આસક્તિ, પ્રàષવાળો, શઠ એટલે લુચ્ચો, પ્રમાદી, રસખાવાનો લોલુપી, શાતા ગવેષક એટલે સુખ શીલિયો, આરંભી, અવિરત, ક્ષદ્ર, સાહસિક, આ યોગવાળો નીલલેશ્યાના પરિણામવાળો છે.' (૧-૨) (૩) કાપોતલેશ્યાના વક્ર : વક્રાચાર વગેરે લક્ષણો છે કહ્યું છે કે “વક્ર વક્ર સમાચાર એટલે વક્રઆચારવાન, માયાનિકૃતિવાન, અનુપયોગી, અન્ધત, પ્રત્યંચક એટલે પોતાના દોષોને ઢાંકનાર, પધિક એટલે ઉપધિ એટલે છઘ છઘતા પૂર્વક કરનારો એટલે છપી રીતે કામ કરનારો, મિથ્યાદ્રષ્ટિ, અનાર્ય, ઉત્રાસક એટલે દુષ્ટ રાગાદિ દોષવાન જેમ ખાવામાં કે બોલવામાં હોય છે તે ઉત્સાયઃ કહેવાય.” (૩૫) રસ ગારવ (૩૬) ઋધ્ધિ મારવા (૩૭) શાતા ગારવ પરહર્સ આ ત્રણે ગારવની વ્યાધ્ધિ સિધ્ધિ લાભાંતરાય કર્મના ક્ષયોપશમ ભાવથી જીવને પેદા થાય છે આથો. લાભાંતરાય કર્મનો ક્ષયોપશમ ભાવ ભોગવંતરાય અને ઉપભોગાંતરાયનો ક્ષયોપશમ ભાવ શું કામ કરે છે ? અને એ કોને કહેવાય એનું વર્ણન કરાય છે. લાભાંતરાય આ લાભાંતરાય કર્મ જીવોને અનાદિકાળથી સર્વઘાતી રસે બંધાય છે અને અનાદિકાળથી દરેક જીવોને દેશઘાતી રસરૂપે ઉદયમાં હોય છે. જ્યારે દેશઘાતી રસના અધિક રસવાળા પૂગલો ઉદયમાં હોય છે ત્યારે જીવોને કોઇપણ પ્રકારનો લાભ પ્રાપ્ત થઇ શકતો નથી અને દેશઘાતી અભ્યરસવાળા પુદ્ગલોનો ઉદય હોય ત્યારે જીવોને જે પ્રમાણે ક્ષયોપશમભાવ પેદા થયેલો હોય તે પ્રમાણે લાભની પ્રાપ્તિ થાય છે. (૨) લોમાહારનું વર્ણન - જ્યારે જીવો શરીર બનાવ્યા પછી શરીરને વિશે જે રોમરાજી રહેલી હોય છે. એ રોમરાજીથી જે આહારના પુદ્ગલોને ગ્રહણ કરે છે અને પરિણામ પમાડે છે તેને લોમાહાર કહેવાય છે. આ લોમાહાર જીવને શરીર પર્યાતિથી પર્યાપ્ત થયા પછી શરીર જ્યાં સુધી ટકે ત્યાં સુધી લોમાહાર સમયે સમયે જીવને ચાલુ જ હોય છે. જ્યારે એ જીવ શરીરને છોડીને બીજા સ્થાનમાં જશે ત્યારે લોમાહાર બંધ થશે. (3) કવળાહારનું વર્ણન :- સામાન્ય રીતે જે જીવોને રસનેન્દ્રિય પ્રાપ્ત થયેલી હોય તે જીવોને કવળાહારની શરૂઆત થાય છે. એ રસનેન્દ્રિયના પ્રતાપે જીવોને જ્યારે જ્યારે જે જે પુગલોનો આહાર મળતો હોય તે આહારના પુદગલોને ચાખવાનો સ્વભાવ, ચાખ્યા પછી અનુકૂળ લાગે તો ઉપયોગમાં લેવાનો અને અનુકુળ ન લાગે તો એને છોડીને બીજા આહારની શોધ માટે પ્રયત્ન કરવાનો સ્વભાવ Page 149 of 191 Page #150 -------------------------------------------------------------------------- ________________ અનાદિકાળથી રહેલો છે. આના કારણે જીવ આહાર કરે તો જ દોષ લાગે અને આહાર ન કરે તો દોષ ન લાગે એવું બનતું નથી. કારણ કે આહારની સંજ્ઞા અને આહાર કરવાની ઇચ્છા જીવોને સ્વાભાવિક રીતે રહેલી જ હોય છે. આને અવિરતીનો ઉદય કહેવાય છે. આ અવિરતીના ઉદયથી આખા દિવસમાં બે કે ત્રણ વાર કવળાહાર કરતો હોય તો પણ આખા દિવસનું કવળાહારનું પાપ લાગ્યા જ કરે છે. જેના શાસનમાં કવળાહારના ત્યાગનું પચ્ચકખાણ કરાય છે. સામાન્ય રીતે જેને ઉપવાસ કરવો હોય એને આગલા દિવસે બે ટંકના ભોજનમાંથી એક ટંકના ભોજનનો ત્યાગ કરવાનું વિધાન છે. અને પારણાના દિવસે બે ટંકના ભોજનમાંથી એક ટંકના ભોજનના ત્યાગનું વિધાન કહેલું છે. આ રીતે જ્યારે ઉપવાસ કરવામાં આવે ત્યારે ઉપવાસના આગલા દિવસે એક ટંકના કવળાહારનો ત્યાગ ઉપવાસના દિવસે બે ટંકના કવળાહારનો ત્યાગ અને પારણાના દિવસે બે ટંકમાંથી એક ટંકના કવળાહારનો ત્યાગ એમ ૪ ટંકના કવળાહારનો ત્યાગ કરે ત્યારે વાસ્તવિક ઉપવાસ ગણાય છે. આને ચોથભક્ત ઉપવાસ કહેવાય છે. ચોથભક્ત એટલે ચાર પ્રકારના ટંકના આહારનો ત્યાગ. કવળાહારના ત્યાગનું પચ્ચકખાણ જીવની સમાધિ માટે છે. જ્યાં સુધી જીવની સમાધિ ટકે ત્યાં સુધી કવળાહારનો ત્યાગનું પચ્ચખાણ કરવું જોઇએ. બસનાડીમાંથી. બસનાડીમાં જ જનાર જીવ વધુમાં વધુ ૩ સમય અણાહારી હોય. બસનાડીમાંથી ત્રસનાડીની બહાર અથવા બસનાડીની બહારના એક છેડેથી બસનાડીની બહારના બીજા છેડે જનાર જીવો ૪ અથવા ૫ સમય માટે અણાહારી હોય. એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના સઘળાય જીવોને કોઇ કોઇવાર લાભાંતરાય કર્મના દેશઘાતી અધિકરસવાળા પુદગલો પણ ઉદયમાં હોય છે અને કોઇ કોઇ વાર દેશઘાતી અભ્યરસવાળા પૂગલો પણ ઉદયમાં હોય છે. ઉદયાનુવિધ્ધ ક્ષયોપશમભાવે લાભાંતરાય કર્મનો ઉદય હોય છે. અનાદિ કાળથી જગતને વિશે પરિભ્રમણ કરતાં જીવોને લાભાંતરાય કર્મનો દેશઘાતી અધિકરસ તીવ્રરૂપે ઉદયમાં હોવાથી વિગ્રહગતિમાં એક સમય અણાહારી રૂપે રહેલા જીવોને અથવા બે સમય અણાહારી રૂપે રહેલા જીવોને અથવા ૩ સમય અણાહારી રૂપે રહેલા જીવોને આહારસંજ્ઞા હોવા છતાં આહારના પુદ્ગલોનો લાભ પ્રાપ્ત થતો જ નથી. (સ્વૈચ્છિક નહિ પણ કર્મના ઉદયજન્ય અણાહારી હોય છે.) અનાદિકાળથી જગતને વિશે પરિભ્રમણ કરતાં જીવોને લાભાંતરાયના ક્ષયોપશમભાવથી એટલે કે ઉદયાનુવિધ્ધ લાભાંતરાયના ક્ષયોપશમ ભાવથી ૩ પ્રકારના પગલોનો લાભ પ્રાપ્ત થાય છે. (૧) ઓજાહાર રૂપે પુગલોની પ્રાપ્તિ, (૨) લોમાહાર રૂપે પગલોની પ્રાપ્તિ અને (૩) કવલાહાર રૂપે પુદગલોની પ્રાપ્તિ. (૧) ઓજાહારનું વર્ણન :- જીવ એક સ્થાનેથી મરણ પામીને બીજા સ્થાને ઉત્પન્ન થાય ત્યારે તેજસ શરીર અને કાર્પણ શરીર સાથે લઇને જાય છે અને એ બે શરીર સાથે લઇને જતાં જે સ્થાનમાં ઉત્પન્ના થાય છે, તે સ્થાનમાં રહેલા આહારના પગલોને કામણ શરીર દ્વારા ગ્રહણ કરે છે અને ગ્રહણ કરેલા પુગલોને ખલ અને રસરૂપે પરિણામ પમાડે છે. એમાં ખલવાળા પુગલોનો નાશ કરી રસવાળા પુદ્ગલોનો. સંગ્રહ કરતો કરતો આહારના પુગલોને ગ્રહણ કરતો જાય છે અને જ્યાં સુધી શરીર પર્યાપ્તિથી પર્યાપ્ત ન થાય અથવા જેટલી પર્યાદ્ધિઓ પૂર્ણ કરવાની હોય એટલી પૂર્ણ ન કરે ત્યાં સુધી ઓજાહાર કહેવાય છે. આ ઓજાહાર જીવ જ્યાં સુધી અપર્યાપ્ત અવસ્થામાં રહેલો હોય છે ત્યાં સુધી જ હોય છે. પચ્ચખાણ કરી શકાય. સમાધિ રાખ્યા વગર ગમે તેટલા પચ્ચખાણ કરે તો શાસ્ત્ર કહે છે કે કોઇ દિવસ સંજ્ઞા નાશ પામે નહિ. સમાધિના લક્ષ્યપૂર્વકનું પચ્ચખાણ સંજ્ઞાઓ તોડાવે. શરીરને ટકાવવા માટે આહાર કરવાનો છે. સંજ્ઞાને પુષ્ટ કરવા માટે આહાર કરવાનો નથી. Page 150 of 191 Page #151 -------------------------------------------------------------------------- ________________ પુરૂષનો ૩૨ કવલનો આહાર અને સ્ત્રીઓનો ૨૮ કવલનો આહાર જ્ઞાની ભગવંતોએ કહેલો છે. આનાથી જેમ જેમ જેટલા કવલનો આહાર ઓછો કરતા જાય એટલો ઉણોદરી તપ ગણાય છે. (૧) જૈન શાસનની દ્રષ્ટિથી અણાહારી પદનું લક્ષ્ય રાખીને જીવો જેટલા ટૂંક સુધી આહારનો ત્યાગ કરતો જાય અને જ્યારે આહાર કરવો પડે ત્યારે અંતરમાં દુઃખ રાખીને આહાર કરતો જાય એ હેતુથી કવલાહારનો ત્યાગ માટે પચ્ચખાણ કરવાનું વિધાન કહેલું છે. (૨) નવકારશીનું પચ્ચખાણ સૂર્યોદય પહેલાં ધારેલું હોય એટલે કે સૂર્યોદય થતાં પહેલા ૩ કલાકની અંદર પચ્ચખાણ ધારેલું હોય તો શુધ્ધ ગણાય છે. નવકારશીનું પચ્ચખાણ કરનારા જીવોને ચોવિહારનું પચ્ચખાણ કરવાનું વિધાન જ્ઞાની ભગવંતોએ કહેલું છે. જો કદાચ ચોવિહાર ન થઇ શકે તો એટલે કે અસમાધિ પેદા થાય તેવું લાગે તો પાણીનો આહાર વાપરવા માટે તિવિહારનું પચ્ચખાણ કરાય છે. (૩) પોરિસીનું પચ્ચખાણ કરવાની ઇચ્છાવાળા જીવોને નવકારશીના પચ્ચકખાણના ટાઇમ પહેલા ધારી લેવું જોઇએ. નવકારશીના પચ્ચખાણના ટાઇમ પછી પોરિસીનું પચ્ચખાણ ધારે તો પોરિસી પચ્ચકખાણનો લાભ મળતો નથી પણ મુક્રિસહિંઅ પચ્ચકખાણનો લાભ મળે છે. એટલે પોરિટીનું પચ્ચકખાણ માગે તો માગનારને અપાય છે. (૪) સાપોરિસી કરવાવાળા જીવોને પોરિસી પચ્ચખાણના ટાઇમ સુધીમાં ધારી લેવું જોઇએ. તો સાઢપોરિસીનું પચ્ચખાણ શુધ્ધ ગણાય છે. પણ પોરિસીના પચ્ચખાણ ટાઇમ પછી સામ્રપોરિસીનું પચ્ચખાણ ધારે અથવા ગુરૂભગવંત પાસે લે તો સાઢપોરિસીના પચ્ચખાણનો લાભ ગણાતો નથી. પોરિસીમાં સૂર્યોદય પછી ૧ પ્રહર, સાઢપોરિસીમાં ૧ પ્રહર, પુરિમુદ્રમાં ૨ પ્રહર સમય ગણાય. અવટ્ટ સૂર્યોદયથી ૩ પ્રહર અથવા ૯ કલાક. પણ એટલા સમય સુધી આહારનો ત્યાગ કરેલો છે તેટલા પૂરતો મુક્રિસહિઅં પચ્ચખાણનો લાભ મળે છે. (૫) પરિમુઢ પચ્ચખાણ એ સાઢપોરિસીના ટાઇમ પહેલાં ધારેલું હોય અથવા ન પણ ધારેલું હોય, અને પરિમુઠ્ઠના ટાઇમે અથવા તેના ટાઇમ પછી પરિમુટ્ટનું પચ્ચખાણ લે તો પણ શુધ્ધ ગણાય છે. એટલે કે એ જીવોને પચ્ચખ્ખાણનો લાભ મળે છે. (૬) અવટ્ટ પચ્ચકખાણ પણ જે ટાઇમે થતું હોય એ ટાઇમે લે અથવા એ ટાઇમ પછી પણ લે અને ધારેલું ન પણ હોય તો પણ તેને પચ્ચખાણનો લાભ મળે છે એટલે કે તે પચ્ચખાણ શુધ્ધ ગણાય છે. (૭) બિયાસણું કરેલું હોય તો સવારે એકવાર બિયાસણું કરે અથવા પહેલું બિયાસણું બપોરે કરે તો ઉઠતી વખતે મુક્રિસહિઅં પચ્ચખાણ લેવું જ જોઇએ ન લીધેલું હોય તો દોષ લાગે છે અને જ્યારે બીજું બિયાસણું કરવા બેસે તે વખતે મુઠ્ઠી વાળીને મુક્ટિસહિઅં પચ્ચખાણ પાળીને અથવા ૩ નવકાર ગણીને પછી જ બિયાસણું કરવા બેસાય. એ બીજું બિયાસણું કરીને ઉઠતાં એટલે કે ઉભા થયા પછી સાંજ સુધીમાં પાણી ન વાપરવું હોય તો અને ન વાપર્યું હોય તો તેને ચોવિહારનું પચ્ચકખાણ લેવાય છે અને પાણહારનું પચ્ચખાણ લેવાય નહિ. બીજું બિયાસણું કરીને ઉઠતાં તિવિહારનું પચ્ચખ્ખાણ કરીને ઉઠવું જોઇએ. એટલે ત્રણ આહારનો ત્યાગ થતાં એક પાણીનો આહાર ખુલ્લો રાખેલો છે. એ પાણીનો આહાર જે ખુલ્લો રહેલો છે તેને સૂર્યાસ્ત પછી ત્યાગ કરવા માટે પાણહારનું પચ્ચખાણ અપાય છે. (૮) એકાસણું કરનારા જીવોએ એકાસણું કરી લીધા પછી આખા દિવસમાં પાણી ન વાપરે તો સાંજે Page 151 of 191 Page #152 -------------------------------------------------------------------------- ________________ ચોવિહારનું પચ્ચકખાણ લેવાનું હોય છે. એ ચોવિહારને બદલે પાણહારનું પચ્ચકખાણ લે તો દોષ લાગે છે. તેવી જ રીતે આયંબિલ કર્યા પછી આખા દિવસમાં પાણી ન વાપરે તો સાંજના પાણહારને બદલે ચોવિહારનું પચ્ચકખાણ લેવાનું હોય છે. તેને ઠામચોવિહાર આયંબિલ કહેવાય છે. એકાસણું અને આયંબિલ કર્યા પછી ઉઠતી વખતે તિવિહારનું પચ્ચખાણ લેવું જોઇએ. એમાં ત્રણ આહારનો ત્યાગ થાય છે અને એક પાણીનો આહાર ખુલ્લું રહે છે તે પાણી આખા દિવસમાં જેટલીવાર વાપરવું હોય તેટલી વાર વાપરી શકે છે અને સાંજે પાણહારનું પચ્ચખાણ લેવાનું હોય છે. (૯) નવકારશી કરનારા જીવોને સવારના નવકારશીના ટાઇમથી કવલાહાર ખુલ્લો થયો એ કવલાહાર સાંજે સૂર્યાસ્ત પહેલાં એટલે કે ત્રણ કલાક પહેલાં આહાર વાપરવો ન હોય અને તે વખત તિવિહારનું પચ્ચકખાણ કરે તો તેમાં એક પાણીનો આહાર ખુલ્લો રહે છે. એ સાંજે સુર્યાસ્ત વખતે પાણીના આહારનો ત્યાગ કરવા માટે પાણહારનું પચ્ચખાણ કરવાનું હોય છે. એટલે કે એને પાણહારનું પચ્ચખ્ખાણ લેવું જોઇએ જો એમાં ચોવિહારનું પચ્ચખાણ લે તો દોષ લાગે છે. (૧૦) જે જીવોએ નવકારશી કરેલી હોય અને સાંજે ચોવિહારને બદલે તિવિહાર કરવાનો હોય તો તિવિહારનું પચ્ચકખાણ લીધા પછી એક પ્રહર સુધી પાણીની છટી રહી શકે છે. એટલે કે ૩ કલાકની અંદર ગમે તેટલી વાર પાણી વાપરવું હોય તો તિવિહાર પચ્ચખાણવાળાને એનો નિષેધ નથી એટલે કે વાપરી શકે છે. એમાં કોઇ અભિગ્રહ કરે કે તિવિહાર કર્યા પછી એક જ વાર પાણી વાપરવું અથવા બેવાર વાપરવું તો એને જે પ્રમાણે અભિગ્રહ કરેલો હોય તેટલી વાર 3 કલાકના સમય સુધી જ છૂટ. દુવિહારના પચ્ચખાણમાં પાણીની સાથે દવા લેવાની હોય તો દવા લઇ શકે છે પણ દવાની સાથે દૂધ વિ. લેવાય નહિ. આ કવલાહારના ચાર પ્રકારો હોય છે. (૧) અસન (૨) પાન-પાણી (3) ખાદિમ. સૂઠ વિ. (૪) સ્વાદિમ. મુખવાસ. અસન એટલે અનાજ. આ ચારે પ્રકારનો આહાર કવલાહાર રૂપે ગણાતો હોવાથી એ આહારના. પગલો ગૃહસ્થોને ધન વગર મેળવી શકાતા નથી માટે લક્ષ્મી પણ લાભાતરાયકર્મના ક્ષયોપશમથી પ્રાપ્ત થાય છે. તેમ કહેવાય છે. એ લક્ષ્મી લાભાંતરાય કર્મના ક્ષયોપશમથી મળતી હોવા છતાં એના અનેક પ્રકાર થાય છે. કારણ કે ક્ષયોપશમભાવની વિચિત્રતા અનેક પ્રકારની હોય છે. એને સમજવા માટે જ્ઞાની ભગવંતોએ સ્થૂલ દ્રષ્ટિથી લક્ષ્મીના ૪ પ્રકાર કહેલા છે. (૧) કેટલીક લક્ષ્મી લાભાંતરાયના ક્ષયોપશમથી પ્રાપ્ત થતી જાય તો પણ એવા પ્રકારની હોય છે કે આવેલી લક્ષ્મી બીજી રહેલી લક્ષ્મીનો નાશ કરે છે. આ લક્ષ્મીને બાળકની જેમ મૂળનો ઉચ્છેદ કરનારી કહેલી છે. (૨) લાભાંતરાય કર્મના ક્ષયોપશમભાવની વિચિત્રતાને કારણે કેટલીક લક્ષ્મી જીવને પ્રાપ્ત થાય એ પુણ્યરૂપે પ્રાપ્ત થાય પણ આપનારી ન થાય. જેમ કેટલાક વૃક્ષો ઉપર ક્લ પેદા થઇ શકે છે પણ ળ પેદા થતું નથી. એની જેમ સમજવું. જીવોને લક્ષ્મીની પ્રાપ્તિ થાય પણ એ લક્ષ્મી ળવતી બનતી નથી. પ્રાપ્ત થાય કે તરત જ નાશ પામી જાય. કંઇક ને કંઇક ખર્ચ આવીને ઉભા રહે. આકસ્મિક કારણ કંઇક એવું આવીને ઉભું રહે કે લક્ષ્મી આવતાં પહેલાં એ બધા આકસ્મિક કારણોને વિશે ખર્ચની ગોઠવણ થઇ ગયેલી હોય કે જેના કારણે એ લક્ષ્મી ળવતી બનતી નથી. આ રીતે આવેલી લક્ષ્મીને ક્ષયોપશમની વિચિત્રતાથી કેટલીકવાર ગુજરાન ચલાવવામાં પણ મુશ્કેલી પ્રાપ્ત થઇ શકે છે. પુણ્ય ઉપાર્જન કરવામાં સહાયતા લક્ષ્મીને જ ફળવતી કહેવાય. Page 152 of 191 Page #153 -------------------------------------------------------------------------- ________________ (૩) લાભાંતરાય કર્મના ક્ષયોપશમભાવની વિચિત્રતાથી કેટલાક જીવોને એવી લક્ષ્મી પેદા થાય છે કે એ લક્ષ્મી ભોગફ્ળ આપે પણ સદ્નીજ રૂપે પુણ્યથી વંચિત રાખે. કેળના ઝાડની જેમ. (કેળના ઝાડમાં બીજ ન હોય.) (૪) લાભાંતરાય કર્મના ક્ષયોપશમભાવની વિચિત્રતાો જીવને જે લક્ષ્મી પેદા થાય એ લક્ષ્મી પોતાને સર્વ પ્રકારનું સુખ આપનારી બને અને પુણ્ય ઉપાર્જન કરવામાં સહાયભૂત થતી જાય. એટલે કે પોતે જેટલી સુખમાં વાપરે એનાથી વિશેષ રીતે પુણ્ય ઉપાર્જન કરવામાં સહાયભૂત થતી જાય. વિરાગ વિનાનો સંતોષ ગુણ ભવભ્રમણનું કારણ બને છે. અભવ્ય, દુર્વ્યવ્ય, ભારેકર્મી ભવ્ય જીવો સંતોષ, નમ્રતા, ક્ષમા બધા ગુણોને કેળવે પણ જો વિરાગભાવ ન હોય તો આ બધા ગુણ ગુણાભાસરૂપે કહેવાય. લાભનો અંતરાય એટલે જેની પાસે લક્ષ્મી હોય એ ઉદાર હોય, આપવાની ઇચ્છાવાળો હોય, માંગનાર એટલે યાચના કરનાર યાચનામાં કુશળ હોય છતાં પણ પોતાના લાભના અંતરાયના કારણે એને ઇષ્ટ વસ્તુની પ્રાપ્તિ ન થાય તેને લાભાંતરાયનો ઉદય કહેવાય છે. જેમકે રાજગૃહીનો ભિખારી રાજગૃહી નગરીને વિશે ત્રણ ત્રણ દિવસ સુધી દરેક ઘરોમાં યાચના કરે છે છતાં પણ લાભાંતરાય કર્મના ઉદયના કારણે અનાજનો દાણો પણ મળતો નથી. એમાં સાંભળવા મળ્યું કે ઉદ્યાનમાં ઉજાણી કરવા માટે લોક ભેગું થયેલું છે એ માણસો પાસે જઇને યાચના કરે છે છતાં પણ લાભાંતરાયના ઉદયથી કોઇ કશું પણ આપતું નથી. પહાડ ઉપર બેસીને લોકોને ખાતાં જુએ છે અને ત્રણ દિવસની ભૂખની અસહ્ય વેદનાને કારણે ભૂખની અસહ્ય વેદના પેદા થતાં ઉજાણી કરનાર લોકોને મારી નાખવાની બુધ્ધિ પેદા થાય છે. પથ્થર ગબડાવે છે. એ પથ્થરની નીચે પોતે આવી જતાં મરણ પામીને સાતમી નારકીમાં જાય છે. વિરાગભાવ જેટલો તીવ્ર એટલી પ્રસન્નતા વધુ. લાભાંતરાયના ઉદયમાં પણ હાયવોય ન કરે. આ લાભાંતરાય કર્મનો ઉદય જીવને ૧ થી ૧૨ ગુણસ્થા. સુધી હોય છે. લાભાંતરાય કર્મના દેશઘાતી અધિક રસવાળા પુદ્ગલોનો જોરદાર ઉદય ચાલતો હોય અને મોહનીય કર્મ જો નિકાચિત ન હોય એટલે કે દર્શન મોહનીય કર્મ અનિકાચિત રૂપે હોય તો જીવ પુરૂષાર્થ કરીને ક્ષાયિક સમકિતની પ્રાપ્તિ કરી શકે છે. અત્યારે વર્તમાનકાળમાં જીવો પુરૂષાર્થ કરીને ક્ષયોપશમ સમકિતની પ્રાપ્તિ કરી શકે છે અને એ સમકિતની હાજરીથી લાભાંતરાયકર્મના ઉદયને સમાધિપૂર્વક વેઠી શકે છે. જેમ જેમ સમાધિપૂર્વક લાભાંતરાયના ઉદયને ભોગવતો જાય તેમ તેમ લાભાંતરાય કર્મ ક્ષયોપશમભાવે બંધાતું જાય છે. ક્ષયોપશમભાવે બાંધેલુ લાભાંતરાય તીવ્ર રસે જો બંધાતું હોય અને લાભાંતરાયનો ઉદય જો નિકાચિત ન હોય તો એક અંતર્મુહૂર્ત પછી ઉદયમાં આવીને લાભાંતરાયના ઉદયને નાશ કરે છે. એટલે કે ક્ષયોપશમભાવ પેદા કરે છે. વિરાગીને જેમ જેમ ભૌતિક સામગ્રી અધિક મળે તેમ તેમ એનો વિરાગભાવ વધતો જાય. વિરાગની મસ્તી જે જીવમાં હોય તેને જીવતાં આવડે એમ જૈનશાસન કહે છે. વિરાગપૂર્વકનો સંતોષ તે શુધ્ધભાવ કહેવાય. વિરાગ વગરના સંતોષથી જન્મ-મરણનો અંત ન આવી શકે. લાભાંતરાય કર્મના ઉદયને સમાધિથી વેઠવા માટે વિરાગભાવ જરૂરી છે. અનાદિકાળથી જગતને વિશે પરિભ્રમણ કરતાં એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના જીવો - એ સઘળાય જીવોને લાભાંતરાય કર્મનો ક્ષયોપશમભાવ હોવાથી દેશઘાતી અધિક રસવાળા પુદ્ગલો તેમ જ દેશઘાતી અલ્પરસવાળા પુદ્ગલોનો આહાર મળ્યા કરે છે. પણ એ પુદ્ગલો મળ્યા પછી ભોગવી શકે અથવા વારંવાર Page 153 of 191 Page #154 -------------------------------------------------------------------------- ________________ ભોગવી શકે એવું બનતું નથી. એ ભોગવવા માટે અને વારંવાર ભોગવવા માટે ભોગાંતરાય કર્મ અને ઉપભોગાંતરાય કર્મનો ક્ષયોપશમભાવ જીવોને પ્રાપ્ત થયેલો હોય તો જ ભોગવી શકે અથવા વારંવાર ભોગવી શકે છે. ભોગાંતરાય આદિનો ક્ષયોપશમભાવ ન હોય તો લાભાંતરાયના ક્ષયોપશમભાવથી જે સામગ્રી મળેલી હોય તેનો રાગ કરીને આસક્તિ કરીને અને મમત્વબુધ્ધિ સ્થિર કરીન જીવ પોતાના હાથે જ પોતાનો સંસાર વધારતો જાય છે. લાભાંતરાય કર્મના ક્ષયોપશમભાવથી મળેલી સામગ્રીમાં રાગાદિ પરિણામનો નાશ કરવો હોય એટલે કે રાગાદિ પરિણામ ઓછા કરવા હોય તો જીવ પુરૂષાર્થ કરીને મળેલી સામગ્રીની ઓળખ કરતો જાય. એ ઓળખાણ કરતાં કરતાં મળેલી સામગોમાં રાગને બદલે વિરક્તભાવ પેદા કરતો જાય તો જ જીવ લાભાંતરાય કર્મનો ક્ષય કરવા માટે પ્રયત્ન કરી શકે છે. આ લાભાંતરાય કર્મનો ક્ષયોપશમભાવ ૧ થી ૧૨ ગુ. સ્થા. સુધી જીવને રહેલો હોય છે. ૧૨મા ગુ. સ્થા. ના અંતે અંતરાયકર્મનો સંપૂર્ણ ક્ષય થવાથી ૧૩ મે. ગુ. સ્થાનકે ક્ષાયિકભાવે લાભલબ્ધિ પેદા થાય છે. એ ક્ષાયિક ભાવે પેદા થયેલી લાભલબ્ધિ અનંતકાળ સુધી સાથે રહેશે. ભોગાંતરાય અને ઉપભોગાંતરાય દોષનું વર્ણન અનાદિકાળથી જગતને વિષે પરિભ્રમણ કરતા એકેન્દ્રિયથી લઇને પંચેન્દ્રિય સુધીના જીવોને પાપથી દુઃખ આવે, પુણ્યથી સુખ આવે. જગતના જીવો સુખ મેળવવા માટે પાપ કરે છે. પુણ્યથી મળેલી સામગ્રી ભોગવતાં ભોગવતાં દુર્ગતિ થાય એ રીતે ભોગવાય નહિ, વિરક્ત ભાવે ભોગવવાનું. પંચેન્દ્રિય સુધીના જીવોને જે આહારની સામગ્રી મળેલી હોય એ સામગ્રીને ભોગવવા માટે ભોગાંતરાય કર્મનો ક્ષયોપશમભાવ, દેશઘાતી અધિકરસવાળા પુદ્ગલા અને દેશઘાતી અલ્પરસવાળા પુદ્ગલો સદા માટે ઉદયમાં રહેલા હોય છે. જ્યારે અધિકરસવાળા પુદ્ગલોનો ઉદય ચાલતો હોય ત્યારે જીવોને ભોગની સામગ્રીનો ઉદયભાવ કામ કરતો હોય છે. એટલે કે ભોગવવા માટેની સામગ્રી ભોગવતાં ફ્ળવતી બનતી નથી. અને વતી ન બનતાં જીવના શરીરને વિશે રોગાદિરૂપે અનેક પ્રકારની વિકૃતિ પેદા કરે છે. જ્યારે ભોગાંતરાય કર્મના અલ્પરસવાળા પુદ્ગલોનો ઉદય હોય ત્યારે મળેલી સામગ્રીનો ભોગવટો જીવ કરતો જાય તો એ સામગ્રી ભોગનું ફ્ળ આપનારી બને છે. એટલે કે શરીરને નિરોગી બનાવી પાચનશક્તિને તેજ બનાવી શરીર આદિને પુષ્ટ બનાવે છ. ભોગાંતરાય, ઉપભોગાંતરાય કર્મનો ક્ષયોપશમભાવ પાપાનુબંધી પુણ્યના ઉદયવાળા જીવોને પ્રાપ્ત થયેલો હોય તો ભોગવવા લાયક અને વારંવાર ભોગવવા લાયક સામગ્રીને ભોગવતાં છતાં પાપનો અનુબંધ ઉદયમાં ચાલુ હોવાથી સારી રીતે ભોગવવા દેતું નથી એટલે કે ભોગવતા ભોગવતા એ પદાર્થમાં જે રસ રહેલો હોય એ રસની અનુભૂતિ પેદા થવા દેતું નથી અને સાથે સાથે નવું કર્મ જોરદાર રસે બાંધતા જાય છે. પુણ્યાનુબંધી પુણ્યના ઉદયવાળા જીવોને ભોગાંતરાય કર્મના ક્ષયોપશમભાવથી જેમ જેમ સામગ્રીનો ભોગવટો કરતા જાય તેમ તેમ પુણ્યનો અનુબંધ ઉદયમાં રહેલો હોવાથી જે સામગ્રીમાં જેવો રસ હોય એ રસના આસ્વાદપૂર્વક સામગ્રીનો ભોગવટો કરતા જાય છે અને સાથે સાથે અંતરમાં વૈરાગ્યભાવ રહેલો હોવાથી પુણ્યનો અનુબંધ વિશેષ થતો જાય છે. સકામ નિર્જરા સાધતા જાય છે અને બંધાતુ ભોગાવલી કર્મ અશુભ પ્રકૃતિ રૂપે હોવા છતાં અલ્પરસે બંધાતુ જાય છે અને આત્મિક ગુણની સન્મુખ થતાં પુરૂષાર્થ કરીને પોતાનું સંપૂર્ણ સ્વરૂપ પેદા કરી શકે છે. એટલે કે ભોગાવલી કર્મનો સંપૂર્ણ ક્ષય થાય ત્યારે જીવો ક્ષાયિક ભાવે ભોગલબ્ધિ અને ક્ષાયિક ભાવે ઉપભોગલબ્ધિને પ્રાપ્ત કરે છે. જ્યાં સુધી જીવને ક્ષાયિક ભાવે Page 154 of 191 Page #155 -------------------------------------------------------------------------- ________________ ભોગલબ્ધિ આદિ પેદા ન થાય ત્યાં સુધી ક્ષયોપશમભાવે ભોગાવલિ આદિ કર્મ ઉદધ્યાનુબંધિ ક્ષયોપશમભાવે રહેલું હોય છે. ક્ષાયિક ભાવે ભોગલબ્ધિ આદિ પેદા કરવામાં વિઘ્નરૂપે ક્ષયોપશમભાવે ભોગાંતરાય આદિ કર્મ વિજ્ઞરૂપે કહેલા છે માટે દોષરૂપે કહેલા છે. ક્ષાયિકભાવે કેવળજ્ઞાન પ્રાપ્ત કરવામાં વિધ્વરૂપે ૧૮ દોષો કહેલા છે તેમાં ભોગાંતરાય ૧૬મો દોષ અને ઉપભોગવંતરાય ૧૭મો દોષ કહેવાય છે. બાહ્ય સામગ્રીની દ્રષ્ટિથી ભોગાંતરાય અને ઉપભોગવંતરાય કર્મ ક્ષયોપશમભાવે અવિરતીના ઉદય સુધી કહેલો છે. અથવા પહેલા ગુ. સ્થા. માં રહેલા જીવો અનુકૂળ પદાર્થના રાગને બદલે વૈરાગ્યભાવ ના પામે ત્યાં સુધી તે ભોગવંતરાય કર્મનો ક્ષયોપશમભાવ, પાપાનુબંધી પુણ્ય, સંસારની વૃધ્ધિમાં કારણ બને છે. જ્યારથી જીવ વેરાગ્યભાવની પ્રાપ્તિ કરે છે ત્યારથી ભોગાંતરાય આદિ કર્મનો ક્ષયોપશમભાવ જીવોને આત્મિકગુણ પેદા કરવામાં સહાયભૂત થાય છે. એટલે કે સૌથી પહેલાં આત્માની સન્મુખ બનાવે છે. ત્યાર પછી આત્મિક ગુણ પેદા કરવાના માર્ગને અનુસરવામાં સહાયભૂત થાય છે અને જીવ જ્યારે સમકિતની પ્રાપ્તિ કરે ત્યારે રાગાદિ પરિણામવાળી સામગ્રી છોડવાલાયક છે એવી બુધ્ધિ પેદા કરાવીને એની પ્રતિપક્ષી સામગ્રી પ્રત્યે રાગનું પરિણામ વધારતા વધારતા જીવ આત્મિક ગુણોને પેદા કરતો જાય છે. તેમાં સ્થિરતા. પામીને ચિત્તની પ્રસન્નતા પેદા કરીને ક્ષયોપશમભાવે પેદા થયેલા ગુણોને દૂર કરીને ક્ષાયિક ભાવે ગુણોને પેદા કરવા મન, વચન, કાયાનું સામર્થ્ય પેદા કરતો જાય છે. અને સારો કાળ હોય તો એ સામર્થ્યથી. ક્ષયોપશમભાવે પેદા થયેલા ગુણોનો નાશ કરી ક્ષાયિક ભાવના ગુણોની પ્રાપ્તિ કરી શકે છે. પહેલા ગુ. સ્થાનકનો સામર્થ્યયોગ અતાવિક છે. આઠમા ગુ. સ્થાનકનો સામર્થ્યયોગ તાત્વિક છે. અવિરતીનો ઉદય હોય ત્યાં સુધી ભોગવંતરાયકર્મનો ક્ષયોપશમભાવ જીવને હેરાન કરે. સર્વવિરતી પામ્યા પછી ભોગાંતરાય કર્મનો ક્ષયોપશમભાવ જીવને હેરાન કરે નહિ. એ વખતે મળે તો સંયમપુષ્ટિ, ન મળે તો. તપોવૃધ્ધિ એ ભાવ આવી જાય. ત્રણ ગારવા (૩) ત્રણ ગારવ :- ગારવત્રિકને સાધુઓએ છોડવું જોઇએ. અશુભ ભાવવડે આત્માની જે ગુરૂતા. તે ગૌરવ અથવા ગારવ, તે (૧) દ્વિ ગારવ. (૨) શાતાગારવ અને (૩) રસગારવ એમ ત્રણ ભેદ છે. તેમાં રાજવીપણાની, ઇન્દ્રપણાની કે, આચાર્યપણાની ઇરછારૂપ અથવા રાજાપણા વગેરેમાં મળેલ અદ્ધિ વગેરેમાં અહંકાર રૂપ વિકાર થવો તે બદ્વિગારવ (૨) રસદાર આહારની ઇરછારૂપ તથા નિરસ-વિરસા આહારની અનિચ્છારૂપ રસગારવ. (૩) શરીર સુખમાં વિહરણ તે શાતા ગારવ. આ ગારવત્રિક પ્રમાદરૂપ કાદવમાં ડૂબેલા સાધુઓ વડે જે પ્રમાણે કરાય છે તે શ્રી ઉપદેશ માલાની ગાથાઓ વડે જણાવે છે. જેમ જેમ બહુ શ્રત હોય, સમ્મત, શિષ્ય સમુદાય વડે પરિવરેલ હોય, અવિનિશ્ચિત સિદ્ધાંતવાળો હોય તેમ તેમ સિદ્ધાંતનો પ્રત્યનિક છે. જે ઉત્તમ વસ્ત્ર, પાત્ર, આસન, ઉપકરણ વગેરે આ વૈભવ મારો છે. હું મહાજનોનો. નેતા-આગેવાન છું. હું હું થતું હોય તે સદ્વિચારવિક કહેવાય (૩૨૩-૩૨૪) અરસ વિરસ લુખ્ખ જેવું મળે. તેવું ખાવાનું ન ઇચ્છ, સ્નિગ્ધ, સુંદર ભોજનની માંગણી કરે તે રસગારવમાં આસક્ત છે (૩૨૫) જે હમેશા શરીરની સુશ્રુષા સંભાળ કર્યા કરે તથા પથારી, આસન, વાહનને વાપરવામાં જ તત્પર હોય પોતાના શરીરને જરાપણ કષ્ટ-દુ:ખ ન પડવા દે તે શાતા ગારવમાં ગુરુ છે. (૩૨૬)” તથા “હિં //હિંમMS તેં બાગાહી હાઈ એ વચનાનુસારે ત્રણ ગારવને સેવનારો સાધુ યથાઍદિકપણાને પામે છે. માટે સંસારના અંતને ઇચ્છનારા મુમુક્ષઓએ ત્રણ ગારવ છોડવા જ જોઇએ. Page 155 of 191 Page #156 -------------------------------------------------------------------------- ________________ ગૌરવત્રિથી બચતા રહેવું જોઇએ આ ગૌરવત્રિક આત્મામાં અનેકાનેક દોષોને જન્માવનાર છે. આ ગૌરવત્રિકને આધીન બનેલા આત્માઓ, અવસર આવી લાગે તો, ભયંકરમાં ભયંકર કોટિનાં પાપકર્મોને આચરતાં પણ અચકાતા નથી. ઋદ્ધિની, રસની અને સાતાની અભિલાષા તેમજ એની પ્રાપ્તિમાં અભિમાન, એ ચારિત્રશીલોને પણ કારમી રીતિએ પાડનાર છે. ચારિત્રના અર્થી આત્માઓએ તો વન્દનને પણ વિઘ્ન રૂપ માનીને સદા સાવધ રહેવું જોઇએ. કોઇના વન્દનથી મલકાવું, એ સાધુ માટે ઉચિત નથી. એ જ રીતિએ સાધુએ પોતાની રસના ઉપર ખૂબ જ કાબુવાળા બન્યા રહેવું જોઇએ. સંયમનિર્વાહ, એ જ એક ધ્યેયને સફ્સ બનાવવાને માટે જરૂર પૂરતો નિર્દોષ આહાર લેવાને બદલે, જેઓ મધુર આદિ રસોમાં લમ્પટ બની જાય છે, તેઓ બહુલતયા દુર્ધ્યાનમાં જ રમનારા બની જાય છે. સાધુએ પૌદ્ગલિક અનુકૂળતાઓના અર્થો બનવું એનો અર્થ જ એ છે કે-પોતે ગ્રહણ કરેલા વ્રતને છેહ દેવો. સાતાનો અભિલાષી બનેલો સાધુ વેષવિડમ્બક બનીને દુર્ગતિએ જનારો બને, એમાં આશ્ચર્ય પામવા જેવું કાંઇ છે જ નહિ. આ કારણે, પરમ ઉપકારી મહાપુરુષો માવે છે કે-સંયમને સુરક્ષિત રાખવાની અભિલાષાવાળા સાધુઓએ સદાને માટે ગૌરવત્રિકથી પણ બચતા રહેવું જોઇએ. ગૌરવ એટલે તેવા પ્રકારનો આત્માનો અશુભ પરિણામ અહીં સુધી તો બધું ઠીક ઠીક ચાલ્યું, પણ બન્યું એવું કે-ગચ્છના નાયકપદે આવ્યા બાદ તેઓ ઋદ્ધિ-ગૌરવ, રસગૌરવ અને સાતાૌરવ-એ ગૌરવત્રિકને પરવશ બન્યા. સ એ ગૌરવત્રિક શું ? નરેન્દ્રો આદિથી પૂજાવાની અભિલાષા જાગવી, હું એવા પદને ક્યારે પામું કે જેથી નરેન્દ્રો આદિ મને પૂજે એવી અભિલાષા જાગવી, એવા પ્રકારની પૂજા પ્રાપ્ત થઇ જાય તો અભિમાની બનવું અને એવા પ્રકારની પૂજા પ્રાપ્ત ન થાય તો એને મેળવવાની ગડમથલો કર્યા કરવી, એ ૠદ્વિગૌરવ. એ જ રીતિએ મધુર આદિ જે ઇષ્ટ રસો-તેની પ્રાપ્તિની અભિલાષા અને તે પ્રાપ્ત થયે અભિમાન આદિ, એ રસૌરવ તેમ જ પૌદ્ગલિક સુખોની અગર અનુકૂળતાઓની પ્રાપ્તિની અભિલાષા અને તે પ્રાપ્ત થયે અભિમાન આદિ, એ સાતાૌરવ. આ ત્રણેય પ્રકારનો ગૌરવ, એ આત્મામાં અભિમાન અને લોભના યોગે જન્મેલ અશુભ પરિણામ રૂપ છે. આ અશુભ પરિણામ કર્મબન્ધનું કારણ હોઇને, સંસારપરિભ્રમણનો હેતુ છે. આ ગૌરવને આધીન બનેલ આચાર્ય હોય, આગમવેદી હોય કે અન્ય કોઇ હોય, પણ તે દુર્ગતિને પામે છે. ગૌરવમગ્ન બનેલા આચાર્યદિને પણ, સૂત્ર દુર્ગતિમાં શરણ રૂપ થતું નથી. (૩૮) માયા શલ્ય (૩૯) નિયાણ શલ્ય (૪૦) મિથ્યાત્વ શલ્ય ત્રણ શલ્ય - ત્રણ શલ્યોને દૂરથીજ છોડવા જોઇએ. તેમાં પહેલું માયા શલ્ય છે. જે ગુરુની આગળ અતિચારો સારી રીતે આલોચના ન કરવા રૂપ છે. આનો ત્યાગ કરવોજ જોઇએ. કારણ કે જેઓ લજ્જા, ગૌરવ, બહુશ્રુત, અભિમાન વગેરે કારણોએ સારી રીતે પોતાના પાપોની આલોચના શ્રી ગુરુની આગળ Page 156 of 191 Page #157 -------------------------------------------------------------------------- ________________ કરતા નથી. તેઓ આરાધક થતા જ નથી. કહ્યું છે કે.... “લાજ વગેરેથી કે, ગૌરવ, બહુશ્રુત અથવા અભિમાન વડે જેઓ પોતાના પાપો ગુરુ આગળ કહેતા નથી તે આરાધક થતા નથી. (૧) રાજ પુત્રકે વણિક પુત્રે થોડુંપણ ભાવશલ્યને ઉદ્વર્યું નહિ. તે કહુ-કડવા ફ્લોને પામ્યા તો પછી ઘણા પાપોનું તો શું કહેવું? આ શ્લોકના વિષમ પદોની વ્યાખ્યા - પૂર્વભવમાં દીક્ષા લીધી. પોતાની સંસારી અવસ્થાની પત્ની રૂપ સાધ્વીઓને રાગદ્રષ્ટિથી જોવારૂપ થોડાક પાપની પણ આદ્રકકુમારરૂપ રાજકુમાર તથા વણિકપુત્ર રૂપ ઇલાચીકુમારે આલોચના ન કરી આથી સમ્યક્રચારિત્ર દ્વારા મોક્ષને નજીક કરેલ હોવા છતાં પણ ચારિત્ર ધર્મથી ભ્રષ્ટતા, નીચકુલમાં ઉત્પતિ વગેરે ટુ વિપાકવાલા ભયંકર ળો ભોગવવા પડ્યા. આ પ્રમાણે હકિકત હોવાથી જે કરવા યોગ્ય છે. તે બે ગાથા દ્વારા કહેવાય છે. “સહસાત્કારથી કે ભય વડે અથવા પીડાના કારણે પરાધિનપણે કે દુ:ખના કારણે તથા પ્રમાદથી અથવા રાગ દ્વેષ વડે જે કંઇ પણ કાર્ય કર્યું હોય તો તેને તે પ્રમાણે પડિક્કમવું જોઇએ. પણ તે અકાર્યને લજ્જા ભય વગેરેનાં કારણે હૃદયમાં વહન ન કરવું. (૧-૨)' તે અકાર્યને લજ્જા ભય વગેરે કારણે હૃદયમાં વહન ન કરવું પણ તત્કાળજ તેની આલોચના કરી લેવી. આ પ્રમાણે કરવાથી શું ગુણ-લાભ થાય છે ? તે કહે છે “પાપ કરેલ મનુષ્ય ગુરુની પાસે તે પાપની આલોચના કે નિંદા કરે છે. તેથી ભારવાહક જેમ ભાર ઉતારીને હળવો થાય છે. તેમ એકદમ હળવો ફ્લ જેવો થાય છે.' (૧) માટે શુદ્ધિની અપેક્ષાવાળાઓએ બધા પાપો માયારહિતપણે આલોવવા જોઇએ. કારણ કે માયાવીને પ્રાયશ્ચિત કરવા છતાં પણ શુદ્ધિ થતી નથી. કહ્યું છે કે બધુ કહે છતાં કંઇક જાણતો હોવા છતાં પણ છૂપાવે છે. તેને જ્ઞાનીઓ પ્રાયશ્ચિત આપતા નથી અને કહે છે કે બીજા પાસે આલોચનાં કરો (૪)” હવે જેને યાદ ન આવવાના કારણે આલોચતો નથી તેનું શું તે કહે છે. “માયા રહિત પણે શુભભાવ પૂર્વક આલોચના કરનારને જે દોષો યાદ નથી આવતા તેમને પ્રત્યક્ષ અતિશય જ્ઞાનિઓ કહે છે પણ માયાવીને કહેતા નથી. (૫)' માયાવીને જે દોષ વિશેષ થાય છે. તે કહે છે “જે પાપ કરીને પોતાની જાતને શુદ્ધજ કહે છે. તે બમણું પાપ કરે છે. બાળના (બોધિ) બીજની મંદતા કરે છે. (૬) તો પછી શું કરવું જોઇએ. તે કહે છે “માયા વગેરે દોષથી રહિતપણે વર્તમાન કાળમાં સંવેગભાવમાં વર્તવા પર્વક ક્રી ન કરવાના નિશ્ચય પર્વક પાપને આલોવ છે.' (૭) જે માયા રહિત પણે સમ્યગ આલોચના કરે છે. તેને જે લાભ થાય છે. તે કહે છે. “ગુરુ પાસે સારી રીતે આલોચના કરનાર પાપકર્મોને સમાપ્ત કરી, નિરાબાધ શાશ્વત સુખને અનંતા જીવો પામ્યા છે. (૮)' માટે માયા શલ્ય છોડી સારી રીતે બધા અતિચારોના સમૂહને આલોવવા જોઇએ. બીજે નિયાણ શલ્યનું સ્વરૂપ :- કોઇ હરી ન જાય લઇ ન શકે એવા સુખની ઇચ્છાવાળાઓએ નિદાન શલ્ય પણ છોડવું જોઇએ કારણ કે નિયાણું કરવાથી દુર્લભ બોધિ થાય છે અને દુર્લભ બોધિ વડે સંસારરૂપી જંગલમાં ભટકવાનું થાય છે. તે નિયાણા નવ પ્રકારના છે. તેનું સ્વરૂપ આગમ પાઠો વડે જ વિચારાય છે. તે આ પ્રમાણે.... (૧) સાધુ કે સાધ્વી નિયાણુ કરે કે “પ્રત્યક્ષ પણે મેં દેવો કે દેવલોક જોયા નથી. તો આ મોટી દ્વિવાળા રાજાઓ દેવ છે. માટે આ તપ, વ્રત, નિયમ બ્રહ્મચર્યના ફળને ઇરછનાર હું આવતા ભવમાં રાજા થાઉં ત્યાર બાદ ત્યાંથી મરી નિયાણાને અનુરૂપ સ્થાનને પામેલ તે ધમ સાંભળવા છતાં દુર્લભ બોધિ થાય છે. (૨) કોઇ સાધુ પરીષહ-મુસીબતોથી પરાજિત થયેલ-કંટાળેલ હોવાથી વિચારે કે રાજાઓને ઘણી ચિંતા. હોય છે તથા ઘણો આરંભ સમારંભ હોય છે તો આ જે ઉગ્રપુણ્યવાળા વૈભવશાળી શેઠ વગેરેને જોઇ તેમ થવા માટે નિયાણું કરે છે. (૩) કોઇક સાધુ પુરુષોને ઘણો વ્યવસાય, વેપાર, યુદ્ધ વગેરે કઠિન કામો Page 157 of 191 Page #158 -------------------------------------------------------------------------- ________________ કરવાના હોય છે. માટે પુરુષપણું નહિ પણ બીજા ભવમાં સ્ત્રી થાઉં' ત્યાર બાદ તે બોધિ દુર્લભ થાય. (૪) કોઇક સાધુ સ્ત્રીઓને અસમર્થ, બધાથી પરાભવ પામનારી સર્વકાળ પરિહીણ-હંમેશા નિર્બળ હોય છે. આથી બીજા જન્મમાં ઉગ્રપુણ્ય વડે ઉગ્રકુળ વગેરેમાં પુત્રરૂપે (પુરુષ) થાઉં ? ત્યાર બાદ બોધિ દુર્લભ થાય છે (૫) કોઇક સાધુ આ મનુષ્યના કામ ભોગો સ્થંડિલ, વિષ્ટા વગેરે ગંદકીથી કંટાળી દેવોનાં ભોગો સારા માટે હું દેવ થાઉં એમ નિયાણું કરે. ત્યારબાદ બોધિ દુર્લભ થાય છે. (૬) કોઇક સાધુ દેવતાઇ અન મનુષ્યના વિષય સુખોથી વૈરાગ્યપામી નિયાણું કરે કે ‘આ તપ, વ્રત, બ્રહ્મચર્યનું ફ્ળ હોય તો જ્યાં પરિચારણા-વિષય સંભોગ નથી. ત્યાં હું ઉત્પન્ન થાઉં’ ત્યારબાદ તે જીવ દેશપરતિ પામી શકતો નથી. પણ સુલભ બોધિ થાય છે. (૭) કોઇક સાધુ દેવતાઇ અને મનુષ્યના વિષય સુખોથી વૈરાગ્ય પામી વિચારે કે ‘ઉગ્રપુત્ર (પુણ્યવાળા) જીવો અણુવ્રત-ગુણવ્રતનું પાલન કરતા સ્થિર થઇ આ સાધુઓને જે પ્રતિલાભનારા થાય છે-વહોરાવનાર થાય છે. એ સારું છે.' ત્યાર બાદ તેઓ શ્રાવક ધર્મ સ્વીકારી શકે પણ સાધુધર્મ સ્વીકારી શકતા નથી.(૮) કોઇક સાધુ દેવતાઇ અને મનુષ્યના વિષય સુખાથી વૈરાગ્યપામી ‘ જો આ તપ, વ્રત, બ્રહ્મચર્ય વગેરેનું ફ્ળ મળતું હોય તો હું દરિદ્રકુળમાં ઉત્પન્ન થાઉં જેથી મારો આત્મા સારી રીતે કર્મરજરહિત થાય.' ત્યારબાદ તે ધર્મ સાંભળી દીક્ષા લઇ શકે પરંતુ મોક્ષમાં ન જઇ શકે. માટે આ પ્રમાણે જાણી નિયાણા રહિત થવું. (૩) તથા મિથ્યાત્વદર્શન શલ્યનો પણ ત્યાગ કરવો જોઇએ. કારણ કે જે અહિત જીવોનું અગ્નિથી કે ઝેરથી પણ ન થાય તે અહિત મિથ્યાત્વથી થાય છે. કહ્યું છે કે ‘જે દોષ અગ્નિ કરતું નથી કે ઝેર કરતું નથી કે કાળોનાગ પણ કરી ના શકે તે મહાદોષજીવનું તીવ્ર મિથ્યાત્વ કરે છે.’ (૧) તથા તું કષ્ટને કરે છે. (સહે છે.) આત્માને દમે છે. ધર્મ માટે ધનનો ત્યાગ કરે છે. પરંતુ તું એક ત્રણ શલ્યવાળા મિથ્યાત્વને ન છોડીશ તો તેના વડે તું ડૂબી જઇશ (૨) માટે અનંત સંસારના કારણરૂપ ફ્ક્ત દુઃખના નિમિત્તરૂપ મિથ્યાદર્શનને છોડવું જ જોઇએ. આ પ્રમાણે (૧) માયા શલ્ય (૨) નિયાણ શલ્ય (૩) મિથ્યાત્વશલ્યને જ છોડે છે. તે આરાધક છે અને ન છોડનાર વિરાધક થઇ સંસારરૂપી વનમાં ભમે છે. કહ્યું છે કે ‘ મહાભયંકર સંસારમાં જે શલ્યયુક્ત મરણે મરે છે તે જીવો મરીને અપાર સંસાર સમુદ્રમાં લાંબો વખત સુધી ભમે છે. ૧’ તપ પણ શલ્ય વગરનાનો જ ફ્ળદાયક-સફ્ળ થાય છે પણ બીજાનો- શલ્યવાળાનો નહિ. કહ્યું છે કે ‘શલ્યયુક્ત-સહિત જે ઉગ્ર કષ્ટ કરવા પૂર્વક ભયંકર વીરતાપૂર્વક તપને દિવ્ય હજારો વર્ષ સુધી કરે તો પણ તેનો તે તપ નિફ્ક્ત થાય છે. ૨' શલ્યનો ઉદ્વાર કર્યો ન હોય તો જે અનર્થની પરંપરા થાય છે. તે ઝેર શસ્ત્ર-હથિયાર વગેરેથી પણ ન કરી શકાય એવી થાય છે. કહ્યું છે કે ‘ શસ્ત્ર કે ઝેર અથવા દુષ્પ્રયુક્તવૈતાલ જે નુક્સાન ન કરી શકે તે નુક્શાન દુષ્પ્રયુક્ત માયાશલ્યવાળો માયાવી કરી શકે (૩) અહીં જે સર્વ દુઃખના મૂલરૂપ ભાવશલ્ય ઉદ્ધર્યા વગર જે કંઇ (અનુષ્ઠાન) કરે છે. તેનાથી દુર્લભ બોધિપણું અને અનંત સંસારીપણું થાય છે. (૪) આથી ત્રણ ગૌરવ છોડી અનંત ભવની પરંપરાના કારણરૂપ ત્રણ શલ્યનો ઉદ્ધાર વિવેકીઓએ કરવો જોઇએ. કહ્યું છે કે ‘ ગૌરવ રહિત થયેલાઓ, મિથ્યાત્વદર્શન, શલ્ય, માયા શલ્ય અને નિયાણ શલ્યને મૂળમાંથી ઉખેડી નાંખે છે. (૫) મિથ્યાત્વનું સ્વરૂપ તે મિથ્યાત્વ ચાર કે પાંચ પ્રકારે જાણવું. તેમાં પ્રથમ તેના ચાર પ્રકારનો જ વિચાર કરવામાં આવે છે તે આ પ્રમાણે (૧) લૌકિક દેવગત (૨) લૌકિક ગુરૂગત (૩) લોકોત્તર દેવગત (૪) લોકોત્તર ગુરૂગત Page 158 of 191 Page #159 -------------------------------------------------------------------------- ________________ મિથ્યાત્વ છે. એમાં પ્રથમ લૌકિક દેવગત મિથ્યાત્વના સડસઠ (૬૭) ભેદો બતાવે છે. તથા સમ્યગ્દર્શનીઓએ નિયમપૂર્વક મિથ્યાત્વીઓએ કહેલ લૌકિક દેવગત મિથ્યાત્વ વિષયક આ વસ્તુઓ પણ છોડવી જોઇએ. તે આ પ્રમાણે છે. (૧) હરિહર બ્રહ્મા વગેરેના (પ્રાસાદોમાં) મંદિરોમાં જવું, પૂજા કરવી, નમસ્કાર કરવા વગેરે રૂપ પ્રથમ દેવગત મિથ્યાત્વ દર્શનનો ભેદ સમ્યગ્દર્શનીઓએ છોડવો જોઇએ અને તેનાં ભેદો આ પ્રમાણે છે. (૧) હટ્ટ-હાટ એટલે દુકાન વગેરેની સ્થાપના વગેરે કામની શરૂઆતમાં શુભ માટે વિનાયક એટલે ગણપતિ વગેરેના નામ લેવા. (૨) ચન્દ્ર અને રોહિણીના ગીતગાન કરવા. (૩) વિવાહના મહોત્સવમાં વિનાયકની સ્થાપના કરવી. (૪) પુત્ર જન્મ વગેરેમાં છઠ્ઠા દિવસે છઠ્ઠી દેવતાનું પૂજન કરવું. (૫) જાતકના જન્મેલાના છઠ્ઠા દિવસે રાત્રિમાં બાળકના માથા ઉપર વિધિવિધાતા અક્ષરો લખે છે, તે પ્રમાણે લોકોમાં લોકવાયકાના પ્રવાહથી પ્રેરાયેલ દિલવાળી બાઇઓ રાત્રે જાગે છે અને ગાય છે. (૬) લગ્ન વગેરે ઉત્સવોમાં માયરાની એટલે માતૃઓની સ્થાપના કરવી. (૭) બીજના ચન્દ્રમા તરફ દશિકાનું દાન કરે. (૮) ચંડિકા વગેરે દેવીઓની માનતા માનવી. (૯) તોત્તુલાદેવી ગ્રહ વગેરેનું પૂજન. (૧૦) ચૈત્ર આસો મહિનાની સુદ સાતમ, આઠમ અને નોમના દિવસોએ ગોત્ર દેવતા વિશેષનું પૂજન કરવું. (૧૧) મહાસુદ છઠ્ઠના દિવસે સૂર્યની રથયાત્રા. (૧૨) ચન્દ્ર, સૂર્યના ગ્રહણમાં વિશેષ પ્રકારે સ્નાન, દાન આપવું. પ્રતિમા પૂજન વગેરે કરવું. (૧૩) ધૂળેટી, રજસ્પર્વ દિને હોળીને પ્રદક્ષિણા આપવી વગેરે (૧૪) પિતૃઓને પિંડ આપવું. (૧૫) અને શનિવારે તેની પૂજા માટે વિશેષ પ્રકારે તલ તેલ વગેરે આપવું. (૧૬) ભાદરવા સુદ દુર્વાઆઠમના દિવસે દુર્વાપૂજન પૂર્વક વિરુહ એટલે અંકુરા ઉગાડવા. વગેરે કરવું તે. (૧૭) સૂર્ય સંક્રાતિના દિવસે વિશેષ પ્રકારે પૂજા, સ્નાન, દાન વગેરે કરવું તે. (૧૮) (મહાવદ) ફાગણવદ ચૌદશ એટલે શિવરાત્રિના દિવસે (રાત્રે) રાત્રિજાગરણ કરવું. (૧૯) રેવંતપંથ દેવતાઓનું પૂજન વગેરે કરવું. (૨૦) ભાદરવા સુદ અને વદ પક્ષમાં વત્સ બારસનું વિધાન કરવું. (૨૧) ક્ષેત્ર કૃષિના પ્રારંભમાં ખેતર ખેડવાના મુતમાં હળ દેવતાનું અને સીતા એટલે ખેડવાની ભૂમિનું પૂજન કરવું. (૨૨) સુદ સાતમના દિવસે વૈધનાથ વગેરે દેવની સાતમનું પૂજન કરવું. ઉપવાસ વગેરે કરવા અને પાડોશના સાત ઘરોમાં રહેલી સ્ત્રીઓ પાસેથી કોરકાન્નના દાણા-કણ માંગીને તેના વડેજ ભોજન કરવું.(૨૩) ફાગણ સુદ પાંચમનું નાગપૂજન કરવું.(૨૪) પુત્ર જન્મ વગેરે વખતે માતૃ શરાવડા અને વૂઢા નામિકોને ભરવા, (૨૫) રવિવાર અને સોમવારના દિવસે એકાસણા વગેરે તપો કરવા. (૨૬) મિથ્યાદ્રષ્ટિ ગોત્ર દેવતાની પૂજા કરવી. (૨૭) આસો ચૈત્ર મહિનાની સુદ પક્ષમાં નવ દિવસોમાં નાગ દેવતા વગેરેની પૂજા ઉપવાસ વગેરે તપો કરવા. (૨૮) બુધ આઠમના દિવસે અગ્નિકારિકા કરવી. (૨૯) સુવર્ણ રૂપું રંગીત-એટલે સોના રૂપાથી રંગેલા વસ્ત્ર પહેરવાના દિવસે સૌગિણિ-રૂપિણિ રંગિણી વગેરે દેવતા વિશેષાશ્રયી વિશેષ પૂજા વિધાન અને લંભન (લંઘન) કરવી.(૩૦) મહા મહિનામાં ઘી, કામળ આપવા. (૩૧) ભાદરવા મહિનાની વદી ત્રીજ જે કજ્જલ કાજળત્રીજ કહેવાય છે. તે દિવસે સીતા એટલે સાકર અને હરિતાલિકા (થ્રો) એક જાતની વનસ્પતિ વડે કજ્જલી દેવીનું પૂજન વગેરે કરવું. (૩૨) મૃતકાર્યમાં જલાંજલિ આપવું તથા તલ અને ડાભનું દાન આપવું. (૩૩) શ્રાવણ મહિનામાં સુદ છઠ્ઠ ને દિવસે ચંદન છઠ્ઠ વિધાન કરવું.(૩૪) ગાયના પુંછડા વગેરેમાં ધાતુ વગેરે વડે હસ્તક કરવું. (૩૫) ભાદરવા મહિને અર્ક છઢ કરવી. (૩૬) મહા સુદ ત્રીજના દિવસે ગૌરી ભક્ત ભોજન કરે એટલે જે સ્ત્રીઓ ગૌરીની આરાધના કરતી હોય તેને તે આરાધના માટે તે દિવસે સોળ વશાનું ભોજન આપે તે ગૌરી ભક્ત કહેવાય. (૩૭) પત્ની સહિત પૂર્વજ પિતૃઓની પ્રતિમા કરાવવી. (૩૮) ઉતરાયણના Page 159 of 191 Page #160 -------------------------------------------------------------------------- ________________ દિવસે વિશેષ પ્રકારે સ્નાન વગેરેનું વિધાન કરવું. (૩૯) ભૂતોને શરાવ દાન કરવું.(૪૦) આસો મહિનામાં શ્વેત ગોમય (સદ્છાણ) ત્રીજનું વિધાન કરવું. (૪૧) વાસુદેવનું સુવું અને ઉઠવાની અગ્યારસ ફાગણ મહિનાની આમલકી અગ્યારસ, પાંડવ અગ્યારસ અને બધા મહિનાની અગ્યારસે ઉપવાસ વગેરે તપ કરવું. પર તીર્થ એટલે જૈનેતર તીર્થોમાં જઇ માનતા માંગવી (કરવી) યાત્રા કરવી. (૪૩) શ્રાદ્ધ માસિક, શાખાસિક, સાંવત્સરિકા વગેરે કરવું. (૪૪) પ્રપા અને પરબનું દાન કરવું. (૪૫) પિતૃ વિવાહ-પિતાનો વિવાહ સામગ્રી સંપત્તિ હોય તો પૂણ્યની ઇચ્છાથી પોતાના પૈસા ખરચવા વડે બીજાની કન્યાનું લગ્ન કરાવે. (૪૬) છઠ્ઠ વગેરે તિથિઓમાં અપદ્મ વગેરે તિથિઓમાં કાંતવું નહિ. દહીં વલોવવું નહિ. (૪૭) મૃતક મડદા માટે પાણીના ઘડાનું દાન કરવું. (૪૮) મિથ્યાદ્રષ્ટિઓના ઘરોમાં લંભનક વગેરે આપવું. (૪૯) કુમારિકાને ભોજન આપવું.(૫૦) પય માટે ચૈત્ર મહિનામાં ચચરી આપવી. એટલે એક જાતનું વૃંગારિક ગીત ગાતા ગાતા જવું. (૫૧) વૈશાખ મહિનાની સુદ ત્રીજના દિવસે કાંતવું નહિ. લંભનક (લંઘનક) વગેરેને દાના આપવું, જો કે આ દિવસે શ્રીમાન આદિનાથના વર્ષીતપનું પારણું થયું હતું. છતાં પણ પિતૃતપણના દિવસ તરીકે લૌકીકે સ્વીકારેલ હોવાથી આ પર્વદિન છે એમ વિચારીને વિશેષ કંઇ ન કરવું. (૫૨) મૃતક માટે પડ વિવાહનું વિધાન કરવું. (૫૩) ક્લેષ્ટિની નામની જેઠ સુદી તેરસના દિવસે સકતુક વગેરેનું દાન કરવું. (૫૪) અમાસના દિવસે જમાઇ વગેરેને ભોજન આપવું. (૫૫) ધર્માદા માટે કુવા વગેરે ખોદાવવા (૫૬) ખેતર વગેરેમાં ગોચર આપવું. (૫૭) વિવાહ મહોત્સવમાં જન્મ યાત્રાગમન જવા માટે સંહિડનક જવું-ચાલવું. (૫૮) પિતૃઓના માટે ભોજન અને અદ્વેતકારનું દાન એટલે ભોજનમાંથી અતિથિને દાના કરવું. (૫૯) કાગડા બિલાડા, વગેરેને પિડિકા એટલે પિંડદાન કરવું. (૬૦) એક અશ્વસ્થ, એક પિચુમંદ, એકન્યગ્રોધ, દશવિંચિણી, કોળ, કપિત્થ. બિલ્વ-બિજેરા, આંમલીના ત્રણ ત્રણ, પાંચ આંબાના એ પાંચ વાવડી જે કરાવે છે તે નરકને જોતો નથી ?' વગેરે કુમતિઓએ કલ્પના કરેલ વાક્ય સાંભળી પીપળો, લીમડો વગેરે ઝાડો રોપાવવા. (૬૧) ભાદરવા વદી ચૌદસે પવિત્ર કરણ અનંતવ્રત નામનું વ્રત કરે. (૬૨) તાળાચર. બ્રાહ્મણ વગેરેની કથા સાંભળવી. (૬૩) શીંગડાના અગ્ર ભાગમાં બ્રહ્મા વસે છે. શીંગડાના મધ્યભાગમાં શંકર, અને શીંગડાના મુળમાં વિષ્ણુ વસે છે. માટે ગાય સર્વદેવમય છે. (૧) વગેરે પર દર્શનીઓના વચનો સાંભળી ગાયની અને ગાયના ટોળાની પૂજા કરવી. (૬૪) ઇન્દ્રજાળને જોવી, બતાવવી, (૬૫) ધર્મ માટે અગ્નિ સળગાવવો. (૬૬) નટએક્ષણક નાટકને જોવું. (૬૭) પાયદળોના યુદ્ધને જોવું. આ પ્રમાણે સડસઠ (૬૭) ભેદે લૌકિક દેવગત મિથ્યાત્વ કહ્યું. હવે લૌકિક ગુરૂગત મિથ્યાદર્શનનાં ભેદો બતાવે છે. (૧) લોકિક બ્રાહ્મણ તાપસ વગેરેને નમસ્કાર કરવો તેમાં બ્રાહ્મણની આગળ “પીંડણ’ તથા તાપસની આગળ “નમઃ શિવાય” એમ બોલવું. (૨) મૂળ તથા અશ્લેષા નક્ષત્રમાં જન્મેલા બાળકના માટે પોતાના ઘરે બ્રાહ્મણને બોલાવી તેના કહ્યા પ્રમાણે ક્રિયા કરવી. (૩) તે બ્રાહ્મણની પાસે કથા સાંભળવી. (૪) બ્રાહ્મણ વગેરેને પુણ્યની ઇચ્છાથી ભોજન આપવું. આ પ્રમાણે લૌકિક ગુરૂગત મિથ્યા કહ્યું. હવે લોકોત્તર મિથ્યાદર્શનના ભેદો કહે છે. લોકોત્તરો અરિહંતો છે. તેમના વિષયક થયેલ મિથ્યાત્વ પણ લોકોત્તર છે. તે લોકોત્તર મિથ્યાત્વ, દેવવિષયક અને ગુરૂવિષયક એમ બે પ્રકારે છે. (૧) એમાં દેવવિષયક તે જે વીતરાગના ઉપર પણ ઉપયાચિત (માનતા) વડે તથા રાગ વડે આરોપણ કરવું તે. કહ્યું છે કે (૧) લોકોત્તર દેવોમાં પણ ઇરછા પરિગ્રહ વગેરે લૌકિક દેવોના જે લિંગો છે તેનું આરોપણ કરવું તે મિથ્યાત્વ છે.' (૧) (૨) લોકોત્તર ગુરુ વિષયક મિથ્યાત્વ તે જાણવું કે જે લોકોત્તર લિંગોમાં રહેલા પાસસ્થા Page 160 of 191 Page #161 -------------------------------------------------------------------------- ________________ વગેરેમાં પણ ગુરુપણાની બુદ્ધિથી વંદન વગેરે કરવું. અથવા લોકોત્તર દેવ વિષયક ગુરુ વિષયક મિથ્યાત્વ, ચૈત્યવંદન કુલકની આ ગાથાઓ દ્વારા જાણવું. “આ પ્રમાણે લૌકિક દેવગત અને ગુરુગત મિથ્યાત્વનો ત્યાગ કરી લોકોત્તરમાં પરતિર્થીઓએ-અન્ય ધર્મીઓએ રાખેલ જિનબિંબનો પણ ત્યાગ કરે. (૧) જ્યાં જિનમંદિરમાં રાત્રીના વખતે શ્રાવિકાઓનો પ્રવેશ હોય સાધુઓનો વાસ એટલે ત્યાં જ રહેતા હોય, તથા નંદિ, બલિ અર્પણ, સ્નાન, દંત, પ્રતિષ્ઠા થતા હોય. (૨) તંબોલ વગેરેનો આસ્વાદ આશાતનાઓ, જળક્રિડા, દેવનો હિંચકો, વગેરે લૌકીક દેવ મંદિરની જેમ જ્યાં અસમંજસ ચાલતું હોય (૩) ત્યાં આગળ જિનમંદિરમાં સાદર સમ્યકત્વ રક્ષણ પરાયણ ઉત્સુક વર્જક સમ્યગદ્રષ્ટિ શ્રાવકોને જવું કહ્યું નહિ. (૪) જે લોકોત્તર લિંગવાળા, લોકોત્તરલિંગ યુક્ત શરીરવાળા હોવા છતાં ક્લ, તંબોલ, મુખવાસ, સર્વ આધાકર્મ પાણી, સચિતળને વાપરે, સ્ત્રીની આસક્તિ તથા વ્યવહાર, ગંધનો સંગ્રહ કરે, વિભૂષા એટલે શણગાર કરે એકલો , સ્વછંદ બોલે તથા બેસે, ચેત્ય મઠોમાં રહે છે. વસ્તિમાં પણ હંમેશા મુકામ કરે, ગીતો ગવડાવે પોતાના ચરણોની સોનાનાં ફ્લોવડે પૂજા કરાવે. (૫-૬-૭) ત્રિવિધ ત્રિવિધે જેમણે આ મિથ્યાત્વનો દૂરથી ત્યાગ કર્યો છે. તે જ નિશ્ચયથી શ્રાવક છે. બાકી તો ખાલી નામ બોલવા માત્રથી છે. (૮) આ ચારે પ્રકારનાં મિથ્યાત્વનો જે ત્રિવિધે-ત્રિવિધ ત્યાગ કરે છે તે નિષ્કલંક શ્રી સમ્યગદર્શન રૂપી રત્નવડે અલંકૃત થાય છે. તેમાં વિવિધ એટલે મન, વચન, કાયા વડે કરવું, કરાવવું અને અનુમોદવાનો ત્યાગ કરે તેની ભાવના આ પ્રમાણે છે. આગળ કહેલ મિથ્યાત્વને મન વડે હું કરું' એમ વિચારે નહીં. હું જાતે જ પેલા પાસે કરાવું એમ પણ વિચારે નહી. બીજાએ કર્યું તે સારુ કર્યું એમ પણ વિચારે નહીં (૧) એ પ્રમાણે વચન વડે હું કરું છું એમ ન બોલે. ને બીજા પાસે કરાવે નહી તથા બીજાએ કરેલ હોય તેની પ્રશંસા ન કરે તથા જાતે મુખ વડે પોતે કરે નહીં હાથની સંજ્ઞા-ઇશારો ભકુટી, ખોંખારાવડે બીજા પાસે કરાવે નહી, બીજાએ કરેલની પ્રશંસા ન કરે અથવા બીજાએ કરી હોય તો સા કર્યું એમ ન કહે. એ પ્રમાણે ચાર પ્રકારે સંક્ષેપમાં મિથ્યાત્વની વિચારણા કરી. (૨-૩) હવે તેની પાંચ પ્રકારે કંઇક વિચારણા કરે છે. તે આ પ્રમાણે. (૧) અભિગ્રાહિક (૨) અનભિગ્રાહિક (3) આભિનિવેશિક (૪) સાંશયિક (૫) અનાભોગિક એમ પાંચ પ્રકારે છે. (૧) કુધર્મ સ્વીકારેલાઓની જે “અમારો મત-ધર્મજ સાચો છે બીજાના નહીં' આવી. પક્કડવાળા અતિદીર્ધ સંસારીઓને અભિગ્રહિક મિથ્યાત્વ જાણવું. (૨) કુધર્મને સ્વીકારેલ ન હોય, એવા. મનુષ્ય તિર્યંચો જેઓ સમ્યગ દર્શન પામ્યા નથી તેઓની જે બધાય દેવગુરુઓ નમસ્કાર કરવા યોગ્ય છે. બધાયે ધર્મ કરવા લાયક છે, એવી જે પક્કડવગરની માન્યતા તે અનભિગ્રહિક મિથ્યાત્વ (૩) શ્રી જિનશાસન પામેલા કોઇકને યથાસ્થિત વસ્તુ તત્વ જણાવવા છતાં પણ મત્સર એટલે ઇર્ષ્યા વગેરેના કારણે તે વસ્તુતત્ત્વની બીજી રીતે વ્યાખ્યા કરે તેને જાણવું. અથવા અનુપયોગથી ઉત્સુત્ર પ્રરૂપણા થઇ હોય પછી વાસ્તવિક હકીકત જાણવા છતાં પણ તેને કહે નહિ પણ તેનું સમર્થન કરે તેને જાણવું અથવા ભાવાર્થ જાણતો હોય છતાં ઉત્સુત્ર પ્રરૂપણા કરે અટકાવવા છતાં અટકે નહિ. તેને આભિનિવેશકિ મિથ્યાત્વ જાણવું. (૪) સત્ર અર્થ કે તદુભયમાં કંઇક શંકા પૂર્વક પ્રરૂપણા કરે પણ બીજાને પૂછે નહિ. કારણ કે આટલી મોટી સભામાં હું બીજાને કેવીરીતે પૂછું. કેમકે હું પૂછું તો આ બધા જાણી જશે કે આ વસ્તુ તત્વને જાણતા નથી, અથવા જે મારા ભક્તો છે તેઓ જાણશે કે “આનાથી આ વધારે વિદ્વાન છે,' માટે આની પાસે પૂછો અથવા આનાથી આ વધારે ઉત્તમ છે. એમ માની મારા ભક્તો મને છોડી એનું પૂજન કરશે, આથી બીજાને પૂછે Page 161 of 191 Page #162 -------------------------------------------------------------------------- ________________ નહિ. જે મનમાં શંકા રાખે તે સાંશયિક મિથ્યાત્વ જાણવું. (૫) એકેન્દ્રિય વગેરે જીવો જે અનાભોગ એટલે અજ્ઞાનરૂપે તત્વા-તત્વની વિચારણામાં કુશળ-સમર્થ ન હોવાથી હંમેશા મિથ્યાદર્શી હોય છે. અથવા શુદ્ધ જ પ્રરૂપણા કરીશ આ પ્રમાણે વિચારી અનુપયોગથી અશુદ્ધ પ્રરૂપણા થાય તો અનાભોગિક મિથ્યાત્વ લાગે કેમકે મિથ્યાત્વનું નિમિત્ત બનતું હોવાથી. આ પ્રમાણે અભિગ્રાહિક વગેરે મિથ્યાત્વના ઉપર કહ્યા મુજબ પાંચ ભેદો છે, જે પાંચ પણું છે તે તો સ્થૂલપણે છે બાકી વાસ્તવિકપણે વિપરીતતા એ જ મિથ્યાદર્શન છે, કહ્યું છે કે ‘આ પ્રમાણે પાંચ પ્રકારનું મિથ્યાત્વ સ્થૂલ । ભાવે છે. પરમાર્થથી તો વિપર્યાસ એજ મિથ્યાત્વ છે. તે આ પ્રમાણે મારા પૂર્વ પુરુષો એ આ જિનેશ્વરની પૂજા કરાવેલ નથી તો પછી મારે શા માટે અહીં પૂજા સત્કાર વગેરેનો આદર કરવો, અથવા મેં કે મારા પૂર્વ પુરુષોએ આ જિનબિંબ કરાવેલ છે. આથી અહીં પૂજા વગેરે કરીશ, પારકાઓએ કરાવેલ જિનાલય કે જિનબિંબનો અતિઆદર કરવાથી શું ?' આ પ્રમાણે હોય તો તેમની સર્વજ્ઞ પ્રત્યયી પ્રવૃત્તિ નથી, નહીં તો બધાએ બિંબોમાં અરિહંત વસે છે. તે અરિહંત પ્રત્યક્ષથી પત્થર, લેપ્ય, પિત્તલ વગેરેમાં સ્થાપન કરાય છે ખાલી પત્થર વગેરેને વંદન વગેરે કરવાથી કર્મક્ષય નથી, પરંતુ તીર્થંકરના ગુણોના પક્ષપાતપણાથી કર્મક્ષય છે. નહીં તો શંકર વગેરેના બિંબોમાં પણ પથ્થર વગેરેની વિધમાનતા હોવાથી તેમને વંદન કરવાથી કર્મક્ષય થશે. ઇષ્યાથી બીજાએ કરાવેલ ચૈત્યાલયમાં વિઘ્ન કરવાથી મહામિથ્યાત્વ લાગે છે તેને ગ્રંથી ભેદ પણ સંભવતો નથી. જેઓ પાસસ્થા વગેરેની કુદેશનાથી વ્યામોહ પામી સુવિહિતો (સાધુઓ) ને બાધા કરનારા થાય છે. તે પણ તેવાજ પ્રકારના છે એટલે મહામિથ્યાત્વી છે જેઓ જાતિ, જ્ઞાતિ વગેરે પક્ષપાતપણાથી સાધુ વગેરેને દાન આપવા વગેરેમાં પ્રવર્તે છે, પણ ગુણ અવગુણની ચિંતાવડે-વિચારણા વડે પ્રવર્તતા નથી. તેઓ પણ વિપર્યાસપણાના ભાજન-પાત્ર થાય છે. જેથી ગુણો જ પૂજવા યોગ્ય છે. તેને જ (ગુણોને જ) દાન વગેરેની પ્રવૃત્તિમાં નિમિત્ત કરવા જોઇએ, જ્ઞાતિ, જાતિ વગેરેથી શુ છે ? કારણ કે સ્વજાતિમાં અને જ્ઞાતિમાં પણ અધર્મીઓ હોય છે તેમને દાન કરવાથી તેમનું દાન મહાળરૂપે શી રીતે થાય ? જો તેમનામાં ગુણો હોય ત્યારે તે ગુણો જ પ્રવૃત્તિના નિમિત્તરૂપે કરી દાન વગેરેની પ્રવૃત્તિ કરવી, જ્ઞાતિ સ્વજનપણા વગેરેના ભાવથી કંઇ નથી. એમનામાં પણ વિપર્યાસરૂપ મિથ્યાત્વ હોય, અને ઘણું ભણેલો હોય તો પણ તે અજ્ઞાની છે, કેમકે વિપરીત બુદ્ધિવાળાનું જ્ઞાન કાર્ય સાધક થતું નથી. તેથી તે અજ્ઞાન છે. અહો ! અરે ! તે પદોમાં-મિથ્યાત્વમાં ઘણી મોટી અને દુષ્કર તપ-ચારિત્રની ક્રિયાઓ પણ મોક્ષ સાધક થતી નથી કારણકે જીવરક્ષા- મૃષાવાદ વર્જન વગેરે કરતો હોવા છતાં પણ અવિરત છે તે પાંચમા દેશવિરતિ ગુણઠાણે કે છઠ્ઠા સર્વવિરતિ ગુણઠાણે નથી, પરંતુ પહેલા ગુણઠાણે છે. તેમને અનંતાનુબંધી વગેરે સોળેકષાયો બંધાય છે અને ઉદય પામે છે અને તનિમિતક અશુભ લાંબી સ્થિતિ, તીવ્ર રસબંધવાળી અશુભ પ્રકૃતિઓ બંધાય છે. તે પ્રકૃતિના ઉદયથી નરક, તિર્યંચ, ખરાબ મનુષ્ય ગતિ, ખરાબ દેવ ગતિ, રૂપ સંસાર થાય છે, તેની પાછળ કારણરૂપ (કાર્યરૂપ) દુઃખો સર્જાય છે. આ પ્રમાણે જાણી ને ભો ! ભો ! મહાનુભાવો ! સમ્યજ્ઞાન ચારિત્રમાં પ્રયત્ન કરવા યોગ્ય છે અને તેના પ્રત્યે બહુમાન કરવું જોઇએ. એ પ્રમાણે પાંચ પ્રકારે મિથ્યાત્વને કાંઇક વિચાર્યું. (૪૧) ક્રોધ (૪૨) માન (૪૩) માયા (૪૪) લોભ ડષાય પરિહરૂ Page 162 of 191 Page #163 -------------------------------------------------------------------------- ________________ ક્યાય એ સંસારનું મૂલ છે. આથી સમજાશે કે- આખાએ સંસારનું મૂળ કોઇ હોય તો કષાય છે. આ કષાયોના પ્રતાપેજ આત્મા સંસારમાં રૂલે છે. કષાયની આધીનતાથી આત્માની દશા ઘણીજ વિકટ બને છે. ‘ક્રોધ, માન, માયા અને લોભ. આ ચારે કષાય કહેવાય છે એ સૌ કોઇને પ્રતીત છે. એ ચારે કષાયો ભવપરંપરાનું મૂળ છે.’ આ વાત ઉપકારીઓ સ્પષ્ટ શબ્દોમાં ફરમાવે છે. શ્રુતકેવલી ભગવાન્ શ્રી શય્યભવસૂરિજી મહારાજા, સાફ સાફ માવે છે “ોહો ૪ માળો 1 ખિમ્મદીક્ષા, माया अ लोभो अ पवट्टमाणा । चत्तारि एए कसिणा कसाया, सिंचंति मूलाई पुणत्भवस्स || १ ||” અર્થાત્ - નહિ નિગૃહીત કરેલ એટલે ઉચ્છંખલ બનેલ ક્રોધ અને માન તથા વૃદ્ધિને પામતા માયા અને લોભ. આ સંપૂર્ણ અથવા ક્લિષ્ટ એવા ચારે કષાયો અશુભભાવરૂપ પાણી દ્વારા પુનર્જન્મરૂપી તરૂનાં તેવા પ્રકારનાં કર્મરૂપ મૂલોને સિંચે છે. આથી આપણે કષાયોનેજ ભવપરંપરાના મૂળ તરીકે ઓળખી શકીએ છીએ. પુનર્જન્મની પરંપરાને તોડી નાંખવા ઇચ્છનારા આત્માઓએ ક્રોધ અને માનને ઉશ્રૃંખલ બનતાં અને માષા તથા લોભને વૃદ્ધિ પામતાં અટકાવવા જોઇએ. જો તેમ કરવામા ન આવે તો એ આત્માને સંસારમાં પરિભ્રમણ કરાવ્યા વિના નથી રહેતા. ક્યાયનું સ્વરૂપ કષાયનું વર્ણન કરતાં પ્રથમ, કષાયનું સ્વરૂપ નિરૂક્તિ આદિ દ્વારા જણાવતાં ઉપકારી મહાપુરૂષો ફરમાવે છે કે “कम्मं कसं भवो वा, कसमाओसिं जओ कसाया ता | સમાયયંતિ વ નો, મયંતિ સં સાય ત્તિ || 9 || आउ व उवायाणं तेण, कसाया जओ कसस्साया | નીવ પરિણામરુન્ના X X X X X X || ૨ ||” અર્થાત્ - જેના યોગે પ્રાણીઓ બાધિત થાય છે તેનું નામ કષ કહેવાય છે અને કષ એટલે કર્મ અથવા સંસાર, તેનો લાભ એના યોગે થાય છે તે કારણથી ક્રોધાદિ કષાય કહેવાય છે : જે કારણથી ક્રોધાદિ કષાયો, કર્મને અથવા ભવને પમાડે છે તે કારણથી પણ તે કષાયો કહેવાય છે : અથવા જે કારણથી ક્રોધાદિક સંસારના અથવા કર્મના હેતુઓ છે તે કારણથી પણ તે કષાય કહેવાય છે અને તે કષાયો જીવના પરિણામરૂપ છે. અથવા “ कृपन्ति-विलिखन्ति कर्मरुपं क्षेत्रं सुखदुःखशस्योत्पाद नायेति कषायाः” અર્થાત્ સુખ અને દુઃખરૂપ અનાજને ઉત્પન્ન કરવા માટે જે કર્મરૂપ ક્ષેત્રનું વિલિખન કરે છે તે Page 163 of 191 Page #164 -------------------------------------------------------------------------- ________________ કષાયો કહેવાય છે. અથવા "कलुषयन्ति-शुद्धस्यभावं सन्त कर्ममलिनं कुर्वन्ति जीवमिति कषाया.' અર્થાત - શુદ્ધ સ્વભાવવાળા એવા પણ જીવને જે કર્મથી મલિન કરે છે તે કષાયો કહેવાય છે. ક્યાયો એ મહાભયરૂપ છે એજ કારણે શ્રુતકેવલી, ભગવાન શ્રી ભદ્રબાહુસ્વામિજી મહારાજા, “નોઇંદ્રિયપ્રસિધિ” નું વર્ણન કરતાં ક્રોધાદિ કષાયને મહાભય તરીકે ઓળખાવે છે. “નોઇંદ્રિયપ્રસિધિ' નું વર્ણન કરતાં એ પરમોપકારી પરમર્ષિ પ્રરૂપે છે કે "कोहं माणं मायं, लोहं च महत्भयाणि चतारि । जो रुंभइ सुद्धप्पा, एसो नोइंदिअप्पणिही ।।१।।" અર્થાત - “ક્રોધ, માન, માયા અને લોભ' આ ચાર મહાભયો છે : આ ચાર મહાભયરૂપ કષાયોને જે શુદ્ધ આત્મા, ઉદયનિરોધ આદિએ કરીને રોકે છે એનું નામ “નોઇંદ્રિયપ્રસિધિ” કહેવાય છે. ક્યાયથી બચવાનો ઉપદેશ આજ કારણે અનંત ઉપકારી મહાપુરૂષો, એક સહજ પણ કષાયથી બચવાનો ઉપદેશ બહુજ જોરદાર શબ્દોમાં ક્રમાવે છે. કષાયરૂપ શત્રુથી બચવા માટે અનંત ઉપકારીઓ ક્રમાવે છે કે “अणथोवं वणथोवं, अग्गीथोवं कसायथोवं च । ન હુ મે વિરસસિયd, થોd વિ હિ તં વદ રોડ IIકા” અર્થાત્ - સદણ થોડું છે, વ્રણ થોડો છે, અગ્નિ થોડો છે અને કષાય થોડો છે એમ માનીને એનો તમારે બોલકુલ વિશ્વાસ કરવો જોઇએ નહિ; કારણ કે થોડું પણ તે ત્રણ આદિ ખુબજ થાય છે. એજ કારણે અનંત ઉપકારીઓ એમ પણ માને છે કે "दासत्तं देइ अणं, अचिरामरण वणो विसप्पंतो । સવરસ હાઈમની, તિ વસાયા મવમvid II” અર્થાત્ - સદણ દાસપણું આપે છે, વૃદ્ધિ પામતો વ્રણ અલ્પ સમયમાં મરણ આપે છે, અગ્નિ સર્વનો દાહ કરે છે અને કષાય અનંત સંસાર આપે છે. આજ કારણે કલ્યાણકાંક્ષી આત્માઓએ, કષાયોથી ખુબજ સાવધ રહેવું જોઇએ. કષાયો એક ક્ષણમાં આત્માનો અધ:પાત કરી નાખે છે માટે એનો સહજ પણ વિશ્વાસ રાખવો જોઇએ નહિ. જેઓ કષાયનો વિશ્વાસ રાખે છે તેઓ પાયમાલ થયા વિના રહેતા નથી. આ રીતિએ હવે સમજાશે કે મિથ્યાત્વ, અવિરતિ પ્રમાદ અને કષાય આ ચારે ભયંકરમાં ભયંકર શત્રુઓ છે. આ ચારેનું સ્વરૂપ આદિ આપણે જોયું. એજ રીતિએ અજ્ઞાન પણ ભયંકર છે એનું સ્વરૂપ આદિ વળી હવે પછીક્યાય સત્તામાં હોય ત્યાં સુધી ઉદયમાં હોય. આ ઉપરથી, જીવે, કષાયના આક્રમણથી કેટલા બધા સાવધ બન્યા રહેવા જેવું છે, એ સમજાય છે Page 164 of 191 Page #165 -------------------------------------------------------------------------- ________________ ને ? ઉદયને પામેલા કષાયને શમાવવાની વાત તો પછીની છે; પણ, કષાય જોર કરી જાય નહિ અને કષાય ભાન ભૂલાવી દે નહિ, એ માટે તો જીવે સદા સાવધ રહેવું જોઇએ. જ્યાં સુધી કષાય સત્તામાં છે, ત્યાં સુધી કષાયનો ઉદય તો ચાલુ રહેવાનો જ છે. માત્ર ઉપશમ-શ્રેણિ દરમ્યાનમાં એવો અવસર આવી જાય કે-કષાયનાં દળિયાં, સત્તામાં હોવા છતાં પણ, ઉદયમાં ન હોય. આવો ઉદયાભાવ અન્તર્મુહર્ત પર્યન્ત જ ટકી શકે છે અને તે પછી નિયમા કષાયનાં દળિયાનો ઉદય થઇ જાય છે; અને એથી જ, ઉપશમ શ્રેણિવાળો. જીવ અગિયારમાં ગુણસ્થાનકેથી આગળ વધી શકતો નથી, પરન્તુ પાછો પટકાઇ જાય છે. સક્ષપક શ્રેણિવાળાને શું બને છે ? દસમાં ગુણસ્થાનકને અન્ત, એ જીવને કષાયના દળિયાં સત્તામાં પણ નથી રહેતાં. એથી, એ જીવા દશમાને અન્ત સત્તા અને ઉદય એ બન્નેય પ્રકારોએ કષાયથી સર્વથા મુક્ત બનતાં, સીધો જ બારમાં ગુણસ્થાનકે પહોંચી જાય છે. એટલે, સામાન્ય રીતિએ તો એમ જ કહેવાય કે-જ્યાં સુધી કષાય સત્તામાં હોય, ત્યાં સુધી કષાય ઉદયમાં પણ હોય. આમ, કષાયનો ઉદય ચાલુ રહ્યા કરે અને જીવે કષાયના ઉદયને આધીન બન્યા વિના મુક્તિમાર્ગની આરાધના ચાલુ રાખ્યા કરવી પડે. આવી રીતિએ આરાધના કરવાની છે, માટે કષાય જોર કરી જાય નહિ અને ગમે તેવા નાના કે મોટા અવસરે પણ કષાયને આધીન બની જવાય નહિ, એની જીવે પૂરેપૂરી તકેદારી રાખવાની છે. ખ્યાલ રાખવો જોઇએ કે-જીવ જરાક ચૂકે, એટલે કષાય તો ગળચી પકડીને પટકી દેવાને માટે તૈયાર જ બેઠેલો છે. ક્યાય ભૂંડા લાગ્યા વિના સખ્યત્વ પ્રગટે નહિ કષાય કરવા જેવા લાગે ને સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય એ બને નહિ. પણ, કષાય કરવા જેવા નથી જ, એમ લાગવું એ સહેલું નથી. કર્મસ્થિતિની ઘણી લઘુતા થઇ હોય, તો જ જીવને કષાય કરવા જેવા નથી જ એમ લાગે. એ કારણે, જીવને આવી સ્થિતિ પ્રાપ્ત થાય, એ પણ અશુભ કર્મના ક્ષયરૂપ ગણાય. સમ્યકત્વને પામવાને માટે ક્રોધ, માન, માયા અને લોભ-એ ચારેય કષાય એટલા તો જવા જ જોઇએ કે જેથી જીવને એ સારા લાગે નહિ. તમારે સમ્યક્ત્વ જોઇએ છે ને ? જેમને સમ્યક્ત્વ જોઇએ છે તેઓ વિચારે કે-કષાય આપણને કેવા લાગે છે ? કષાય થાય તે ભૂંડા લાગે છે ? પાંચ લાખ પાસે છે, છતાં પણ દશ લાખની ઇચ્છા થાય તો એથી હૈયે ઘા પડે ને ? એમ થાય ને કે-આ લોભ ભૂંડો ? સ) એ ગમે નહિ ? એની ઇચ્છા થાય એ કષાયનો ઉદય, પણ એવી ઇચ્છા થાય એ જ્યાં સુધી ગમે ત્યાં સુધી સમ્યકત્વ આવે નહિ. એ ઇચ્છા થાય તો એ ભૂંડી જ લાગવી જોઇએ. આવું બધા કષાય માટે સમજવાનું. લોભની વાત એટલા માટે આગલ કરી કે-તમને ઝટ સમજાય; બાકી તો ચારેય કષાયથી જે જે ઇચ્છા જન્મ, તે ભૂંડી લાગવી જોઇએ. અધિક ધનની ઇચ્છા થાય અને એ ઇચ્છા પાપ રૂપ લાગે અને એથી દુ:ખ થાય, એવા કેટલા ? તેવા પ્રકારનો કર્મનો યોગ હોય એટલે ઇરછા તો થાય, પણ એ ભૂંડી લાગવી જોઇએ. આત્મામાં કષાય બેઠેલા છે, પણ એ કપાય આત્માનું ભલું કરનારા નથી પણ આત્માનું ભૂંડું જ કરનારા છે એમ લાગે, એટલા પ્રમાણમાં કષાય જવા જોઇએ. એટલા પ્રમાણમાં કષાય જાય, તો જ સમ્યકત્વ પ્રગટી શકે. નહિતર, કષાયનું જોર એવા પ્રકારનું પણ હોય છે કે-આત્માને એમ લાગવા દે નહિ કે-કષાય એ આત્માનું ભલું કરનાર નથી, પણ ભૂંડું જ કરનાર છે ! માટે સમ્યત્વ મેળવવું એ સહેલું નથી. Page 165 of 191 Page #166 -------------------------------------------------------------------------- ________________ કષાયોના કાલુષ્યને તજાવ ઉમાલ બનો - આ જ કારણે ઉપકારિઓ માને છે કે-સંલેશ એટલે કષાયોનું કાળુષ્ય, એ દુ:ખ રૂપ છે અને ભવિષ્યને માટે પણ એ દુ:ખરૂપ ક્લને આપનારું છે. કષાયોનું કાળુષ્ય આત્માને દુર્ગતિગામી બનાવે છે. સંકિલષ્ટ પરિણામી આત્મા એવી જ દશામાં જીવતો હોય છે, કે જે દશામાં તપ આદિ પણ રક્ષણ કરી શકે નહિ. સંકિલષ્ટ પરિણામી આત્માઓ તપ આદિને આચરતી વેળાએ પણ અસમાધિના કારણે તેના સાચા. આસ્વાદને પામી શકતા નથી અને પછી પણ તેઓનું તે તપ આદિ દ્વારા દુર્ગતિથી રક્ષણ થઇ શકતું નથી. આથી તપ આદિ ધર્માનુષ્ઠાનોના આસ્વાદને પામવા માટે અને તેને સારી રીતિએ રક્ષણ કરનારાં આદિ બનાવવા માટે, સંકલિષ્ટ પરિણામોથી સદાને માટે દૂર જ રહેવાનો પ્રયત્ન કરવો જોઇએ. સાક્ષીમાં આપેલી બે ગાથાઓ પૈકી પહેલી ગાથા દ્વારા એ માવ્યું કે- “સંકિલષ્ટ પરિણામી આત્માઓ પ્રાપ્ત એવા પણ ધર્મને હારી જાય છે અને આ બીજી ગાથા દ્વારા એ માવ્યું કે- “સંકિલષ્ટ પરિણામી આત્માઓનું તેમના તપ, શ્રુતજ્ઞાન, વિનય કે જિનપૂજાથી રક્ષણ થઇ શકતું નથી.' આ વસ્તુને જાણ્યા પછી તો દરેકે દરેક કલ્યાણકામી આત્માએ કષાયોના કાલુષ્યનો ત્યાગ કરવાને માટે ખૂબ ખૂબ ઉમાલ બની જવું જોઇએ. ક્યાયોથી રહિત થવાનો માર્ગ કષાયરહિત દશાને પામવાને માટે પણ એ જ ઉપાય અજમાવવાની જ્ઞાનિઓએ આજ્ઞા માવી છે. ઇન્દ્રિયોને સ્વાધીન કરી અને જ્ઞાનિઓએ ક્રમાવેલી પ્રવૃત્તિમાં પ્રવર્તાવવા માંડી એટલે કષાયો પણ મન્દા પડ્યા વિના રહે જ નહિ. કષાયોને કાઢવાને માટે પહેલાં કષાયોની આધીનતાથી મૂકાવું જોઇએ, અને કષાયોની આધીનતાથો મૂકાઇને કષાયોનો એવી રીતિએ ઉપયોગ કરવા માંડવો જોઇએ, કે જેથી કષાયોથી સર્વથા રહિત થવાય. ક્યાયસંસીનતા સંલીનતા' નામના બાહ્ય તપના અંતિમ પ્રકારના ભેદના ચાર ભેદો પૈકીનો પ્રથમ ભેદ જેમ ‘ઇંદ્રિયસલીનતા' છે, તેમ બીજો પ્રકાર “કષાયસલીનતા છે. આ બીજા પ્રકારનું સ્વરૂપ વર્ણવતાં અનંત ઉપકારી પરમર્ષિઓ માને છે કે-આ શ્રી વીતરાગ પરમાત્માના શાસનમાં કષાયસલીનતા એ કહેવાય છે કે-કષાયોના ઉદયનો નિરોધ કરવો અથવા ઉદયને પ્રાપ્ત થયેલા કષાયોને નિળ કરવા. ક્રોધ, માન, માયા અને લોભ રૂપ કષાયોની વિષમતા સમજનાર સમજી શકે તેમ છે કે-એના ઉદયથી કેવું પરિણામ આવે છે ? શ્રી વીતરાગદેવનું શાસન તો માવે છે કે-કષાયો જ આ દુઃખમય સંસારનું મૂળ છે. કષાયોની આ પ્રકારની વિષમતાને સમજનારા પુણ્યાત્માઓ પ્રથમ તો કષાયોને ઉદયમાં આવતા જ અટકાવવાનો પ્રયત્નો કર્યા કરે છે અને તેમ છતાં પણ કદાચ કષાયો ઉદયમાં આવી જાય તો તેને નિફ્ટ બનાવવાને માટે બનતું કરવામાં પાછી પાની કરતા નથી. કષાયોને ઉદયમાં આવતા અટકાવવાનો પ્રયત્ન એ જેમ કષાયોની સંલીનતા છે, તેમ એવો પ્રયત્ન ચાલુ છતાં કદાચ એ કારમાં કષાયોનો ઉદય થઇ જાય, તો પણ એનો અમલ ન થવા દેવો, એ પણ એક પ્રકારની “કષાયસલીનતા” જ કહેવાય છે. ક્યાય પરિણતિનું પરિણામ ખરેખર, કષાય એ જ બહુ ભયંકર વસ્તુ છે. ક્રોધ, માન, માયા કે લોભ ગમે તે હોય, પણ એ બહુ Page 166 of 191 Page #167 -------------------------------------------------------------------------- ________________ જ ભયંકર છે. “મધુપિંગ” નો જીવ જે મહાકાલ અસુર થયો, તેણે ક્રોધને આધીન થઇ કેવું ભયંકર કામ કર્યું ! સગર રાજા એનો દુશ્મન હતો, પણ બીજા તો નહોતા ને ? તે છતાં પણ કષાયાધીન થયેલા અસુરે પર્વતની સાથે મળી, જગતમાં ઠેરઠેર હિંસા પ્રવર્તાવી, રાજાઓને અને પ્રજાઓને પાપમાર્ગે યોજી અને એથી પોતાને કૃતાર્થ માની, સુલસા સહિત રાજા “સગર’ ને યજ્ઞમાં હોમી એ અસુર પોતાના સ્થાને ચાલ્યો ગયો. એ શંકા વિનાની વાત છે કે-કષાયાધીન આત્મા પોતાનું ભાન જ ભૂલી જાય છે : જેના હૃધ્યમાં ખોટી વાસનાઓ આવે એ શું ન કરે ? આપણે જોયું કે-પોતાના જ્ઞાનથી એક નહિ જેવા નિમિત્તને જાણી ‘અસુર' બનેલો “મધુપિંગ’ કોપાયમાન થયો. સાચી વાત છે કે-ગુરૂકર્મિ આત્માઓને માટે જ્ઞાન પણ અનર્થ કરનારૂં નીવડે છે : અન્યથા જે જ્ઞાનના યોગે પૂર્વભવોના સ્મરણથી હૃદયમાં સંસારની અસારતા ભરેલી સ્વાર્થમયતાનું ભાન થાય અને તેથી એ હૃદય વૈરાગ્યસાગરમાં ઝીલવું જોઇએ. તેને બદલે “અસુર’ થયેલા મધુપિંગનું હૃદય કષાયાગ્નિથી ધમધમી કેમ ઉઠે ? ખરેખર, આવા જ્ઞાનના યોગે વિચારશીલ હૃદયમાં તો એવી જ ભાવના ઉઠે કે- “ભલું થજો એ સગર રાજાનું, કે જેણે મને સંસારની મોહિનીમાં પડતો બચાવ્યો, કે જેના પરિણામે હું બાલ-તપ કરી શક્યો અને તેના પરિણામે આ દેવગતિને પામ્યો ! તે “સગર' રાજા પ્રત્યે તો હવે મારી એ જ છે કે-એ ઉપકારના બદલામાં મારે તેને સંસારની અસારતાનું ભાન કરાવી, સન્માર્ગે યોજવો અને એના દ્વારા જગને સદ્ધર્મથી સુવાસિત કરવું.' પણ ખરેખર, વિષય અને કષાયને આધીન થયેલા પામર આત્માઓમાં એ જાતિની ઉત્તમ ભાવના. જાગ્રત જ નથી થતી. “એવા આત્માઓ તો પોતાના કષાયાગ્નિમાં અનેક આત્માઓનું બલિદાન આપે ત્યારે જ રાજી થાય છે.' -આ વાતની સિદ્ધિ માટે આ “મધુપિંગ’ સારામાં સારૂં દ્રષ્ટાંત પુરૂં પાડે છે. કષાયવશ બનેલા તે પાપાત્માએ કેવો અને કેટલો અનર્થ કર્યો, તે તો આપણે સારામાં સારી રીતિએ જોઇ આવ્યા. એ પાપાત્માએ પોતાની ઇચ્છા પૂરી પાડવા માટે “પર્વત’ જેવો માનાંધ મહાત્મા પણ મળી આવ્યો ! માનાંધા બનેલા પર્વત પણ ન જોઇ પોતાની જાત કે ન જોઇ પોતાની કુલવટ ! “ક્ષીરકદંબક’ જેવા પરમ ધર્માત્મા પાઠકનો દીકરો થઇને, મારાથી આવા ક્રૂરકર્મનો ઉપદેશ કેમ અપાય, એવો પણ વિચાર અભિમાનથી અંધ બનેલા તે પર્વતને ન આવ્યો ! જે પિતાએ પરીક્ષા માટે પણ સાચા કુકડા નહિ આપતાં પિષ્ટના કુકડા આપ્યા, તે પિતાનો દીકરો પશુઓથી માંડીને મનુષ્યો અને તેમાં પણ છેક માતા-પિતા આદિ સર્વના સંહારનો. ઉપદેશ આપવાનું કાર્ય કરવા તૈયાર થઇ જાય, એ માનની જેવી તેવી લીલા છે ? માનને આધીન બનેલા. પર્વતે કુલાંગાર દીકરા કેવા હોય છે તેનું સારામાં સારૂં દ્રષ્ટાંત પુરૂં પાડ્યું છે. જ્યાં દયામૂર્તિ ઉપાધ્યાય “શ્રી ક્ષીરકદંબક’ અને ક્યાં ભયંકર ક્રૂર આત્મા પર્વત ! માત્ર પિષ્ટના કુકડાને હણવાથી પણ પિતાજીએ કારમો તિરસ્કાર કર્યો હતો, તેનું પણ સ્મરણ પર્વતને ન થયું ! મદમાં ચઢેલા આત્માને હિતકારી શિક્ષાઓનું સ્મરણ થાય પણ શી રીતે ! કારણ કે-મદ એ વસ્તુ જ એવી છે કે દેખતા આત્માઓને પણઅંધ બનાવે અને એ જ ન્યાયે “પર્વત” અંધ બન્યો અને જગત્ ઉપર કારમો કેર વર્તાવ્યો. એકજ ગુરૂ પાસે ભણેલા બન્નેમાંથી એક જ્યારે જગત ઉપર હિંસાનું સામ્રાજ્ય ફ્લાવી કારમો કેર વર્તાવવા માંડ્યો, ત્યારે બીજાએ એટલે કે-શ્રી નારદજીએ તે હિસાનો સંહાર કરવાના પ્રયત્નને આરંભીને સુજાત શિષ્યપણાની છાપ મેળવી. પુત્રથી કે શિષ્યથી, પિતાથી કે ગુરૂથી અધિક ગુણવાન ન થઇ શકાય, તો સમાનગુણી થવાની અથવા તો પિતાની કે ગુરૂની હિતકર શિક્ષાને અનુસરીને ચાલવાની તો કાળજી રાખવી. જ જોઇએ અને એમ કરનારા પુત્રો અને શિષ્યા પોતાને સુજાતની કોટિમાં મૂકી શકે છે. પર્વતના શાસ્ત્રવિરૂદ્ધ ભાષણનો સામનો કરીને શ્રી નારદજીએ પોતાની ગુરૂભક્ત તરીકેની જ પૂરેપૂરી બજાવી લીધી અને ગુરૂ Page 167 of 191 Page #168 -------------------------------------------------------------------------- ________________ પાસેથી મેળવેલી વિધાથી સાચી વિદ્વત્તા મેળવી, જગતના પ્રાણીઓ અજ્ઞાનના યોગે હિંસાદિક પાપ પ્રવૃત્તિઓમાં ન ફ્રી જાય, તે માટે સતત પ્રયત્નો આરંભીને જેમ પોતાની જાતને અમર કરી, તેમ પોતાનાં માતા, પિતા અને ગુરૂની નામના પણ અમર જ કરી. જેઓ પોતાના માનપાન ખાતર સત્યનું કે ગુરૂની આજ્ઞાનું બલિદાન કરે છે, તેઓ ખરે જ પોતાની જાતને કુલાંગારની જ કોટિમાં મૂકે છે અને એવાઓનું જીવન આ જગમાં કેવલ ભારભૂત જ ગણાય છે. કેવલ પોતાની જાતની જ નામનાના અર્થિ બનેલા આત્માઓને નથી યાદ આવતી પોતાના તારકદેવની આજ્ઞા કે નથી યાદ આવતી પોતાના ગુરૂની આજ્ઞા ! તેઓને તો એક તેજ યાદ રહે છે, કે જેનાથી પોતાની જાતની નામના થાય. આવી ખોટી નામનાની લતે ચઢેલાઓએ આ શ્રી નારદજીનું દ્રષ્ટાંત ખાસ મનન કરવા યોગ્ય છે. આપણે જોઇ ગયા કે-પાપાત્મા પર્વત અસરની સલાહથી અને પ્રેરણાથી ફ્લાવેલી હિંસાને રોકવા માટે, પોતે ન ફાવી શક્યા ત્યારે નારદજીએ પોતાની આજ્ઞા માનનાર દિવાકર નામના વિદ્યાધરને, તે હિંસાના કાર્યને રોકવા માટે એટલે કે યજ્ઞોમાં હોમવા માટે આણેલાં પશુઓનું હરણ કરવાનું કામ સોંપ્યું : પણ તે વાત જાણતાંની સાથે જ તે પાપાત્મા અસુરે પણ તે વિદ્યાધરની વિધાઓનો વિનાશ કરવા માટે શ્રી કષભદેવ સ્વામિની પ્રતિમા સ્થાપન કરી અને એ પ્રતિમાના પ્રતાપે વિધાધરની વિધા નિળ થઇ ગઇ, એટલે એ વિધાધરને પણ એ કામથી અટકવ પડ્યું. શ્રી જિનેશ્વરદેવની મૂર્તિનો એ પ્રભાવ છે કે તેની ઉપર વિદ્યા વિગેરે ચાલી શકે નહિ. શ્રી જિનમંદિર કે મુનિ ઉપર થઇને દેવતા કે વિધાધરનાં વિમાનો પણ નથી જઇ શકતાં, એટલે પાપાત્માએ એ તારક પ્રતિમાનો પણ પાપને માટે ઉપયોગ કરવા માંડ્યો. ખરેખરપાપાત્માઓ એ દનિયા ઉપર ઘણા જ ભયંકર હોય છે. તેઓ પોતાના પાપની પ્રસિદ્ધિ માટે તારક વસ્તુઓનો પણ દુરૂપયોગ કરવાનું ચૂકતા નથી. મોક્ષ માટે નિર્માયેલી વસ્તુઓનો પણ સ્વાર્થની. સાધનામાં ઉપયોગ કરતાં પાપાત્માઓને આંચકો નથી આવતો. તેઓનું ધ્યેય તો ગમે તે પ્રકારે પોતાનો. સ્વાર્થ જ સાધવાનું હોય છે. વસ્તુમાં રહેલા ગુણથી સ્વાર્થીઓ તો પોતાનું કામ સાધી લે. બનાવટી સત્યોના નામે, શાંતિના નામે, ક્ષમાના નામે, વેપારી ગ્રાહકને કેવા બનાવે છે ? એ ક્ષમાના યોગે વેપારીનાં પાપ જાય ? આ ક્ષમાના યોગે સામાને લાભ કે હાનિ ? આ બધી વસ્તુઓ ખૂબ વિચારવા જેવી છે ! ખરેખર, સારી ચીજ અયોગ્ય આત્માના હાથમાં જાય, તો તે ચીજ પણ સામાનો નાશ કરે છે માટે તો ઉપકારીઓએ કહ્યું કે-સારી ચીજ દેતાં પહેલાં પાત્ર જોજો ! પૂર્વનું જ્ઞાન અમૂકને નહિ દેવાનું કારણ પણ એ જ છે. શ્રુતકેવલી ગુરૂશ્રીએ શ્રી સ્થૂલિભદ્ર સ્વામિજીને કહ્યું કે “अन्यस्य शेषपूर्वाणि, प्रदेयानि त्वया न हि" ‘બાકીનાં પૂર્વો તારે બીજાને દેવાં નહિ.” આ કહેવાનું કારણ એજ કે-અયોગ્ય આત્માઓ એ જાણીને એનાજ દ્વારા એનો દુરૂપયોગ કર્યા વિના રહે જ નહિ. સારી વસ્તુનો પણ અવસરે ખોટા માણસો ખોટો ઉપયોગ કરે છે. તલવારનો ગુણ બચાવવાનો, પણ તે ગાંડા માણસના હાથમાં જાય તો દુશ્મનના હાથે એ જ તલવાર માથું કપાવે. એમાં ખામી. તલવારની નથી. એવી જ રીતે સાધન મજેનું પણ દુરૂપયોગ કરે, તો પરિણામ ભયંકર આવે એમાં આશ્ચર્ય જેવું પણ શું છે? શ્રી જિનમૂર્તિને મુક્તિના ઇરાદે પૂજે, સેવે તો મુક્તિ આપે પણ અર્થકામ માટે સેવે તો ? કોઇ બીજા જ ઇરાદે સેવે તો ? સંયમ મુક્તિના ઇરાદે સેવે તો મુક્તિ આપે. પણ જે સંસારની સાધનાઓ માટે સેવે, તેને તો તે સંયમ મુક્તિ નહિ આપતાં સંસારમાં રૂલાવે, એમાં તાજુબ થવા જેવું શું છે Page 168 of 191 Page #169 -------------------------------------------------------------------------- ________________ ? સારી વસ્તુનો ખોટો ઉપયોગ કેમ કરી શકાય, એમાં કશું જ પૂછવાપણું નથી : કારણ કે-એ તો, ચાલુ જ છે ! જે ભગવાનને દેખીને હજારો આત્મા તર્યા, તે જ ભગવાનના યોગે સંગમ ડુબ્યો ! શ્રી સુધર્મા ઇંદ્રે કરેલી ભગવાનની પ્રસંસા સાંભળીને સંખ્યાબંધ દેવતાઓએ પોતાનું સમ્યકત્વ નિર્મળ કર્યું, તે જ પ્રશંસાના શ્રવણથી સંગમ ઉલટો ડૂળ્યો. અમાં દોષ કોનો ? અધમ આત્માઓ સારી ચીજનો દુરૂપયોગ ન કરે એ જ સદ્ભાગ્ય. અધમ આત્માઓ શું ન કરે ? બધું જ કરે. જેટલું ન કરે એટલું ઓછું. દુર્જનથી સજ્જનને ભાગવું પડે. પાદશાહ પણ આઘા, કોનાથી ? ક્રોધ હવે ચોથો દોષ કયો ? ક્રોધ. સારી પણ ક્રિયા, નહિ કરવા યોગ્ય ક્રોધ કરવાથી કાળી થઇ જાય છે. કોઇ ઉત્તમ ધર્મક્રિયા જોઇને નવા આવનારને એમ થાય કે-આ આત્મા ઉત્તમ છે, પણ એને જઠ્ઠો ક્રોધ કરતો ભાળે તો સદ્ભાવ ઉડી જાય. જે ભૂમિકા મુજબ જરૂરી છે એની વાત જુદી છે. પ્રશસ્ત કષાય તો કષાયની જડને ઉખેડવામાં સહાયક થનારા હોય છે, પણ એ વાત અવસરે. સુધારવા માટે જરૂરી શબ્દોમાં કહેવું, જરૂરી રીતિથી કહેવું, એ એ ક્રોધમાં ન જાય. તે ક્રોધ અવશ્ય નહિ કરવો જોઇએ, કે જેમાં આત્મા ભાના ભૂલે : પોતે કયી ભૂમિકામાં વર્તે છે એનો ખ્યાલ ન રહે : બોલતી વખતે કાયા ધૃજે અને ન બોલવાજોનું પણ બોલાઇ જાય. જ્યાર હિતબુદ્ધિના પ્રતાપે જોરથી બોલાય એ બને, પણ જે બોલાય તેનો ખ્યાલ હોય. આપણામાં જરાય દુભાવ હોય નહિ, યોગ્ય રીતિએ યોગ્ય શબ્દોમાં કહ્યું હોય, છતાં સામાને ક્રોધ થાય તો એ એની નાલાયકાત છે પરંતુ બીજાઓને નાલાયક કહેતાં પહેલાં જોવું કેમેં તો ભૂલ નથી કરીને ? શિક્ષા એનું નામ કે-શિક્ષા આપતાં હૈયું હાથમાં રહે અને કાયા જે નહિ. બીજા ક્રોધમાં તો વિકરાળતા આવે, કાયા ધ્રુજે અને લોહી ગરમ થાય. શિક્ષામાં એમ નહિ. શિક્ષા અમૂક સ્થિતિ સુધી જરૂરી. બીજો ક્રોધ જરૂરી નહિ. સ્વભાનને ન ભૂલાવે, આત્મા ભાન ભૂલે નહિ, અને કામ થાય એવી ઉગ્રતાને અવિહિત કોટિમાં નથી. મૂકી. કેવળજ્ઞાન ઉત્પન્ન થયા પછીથી, સમુદાયને તે પોતાની સત્તામાં ન રાખે. ભગવાન અનેક આત્માઓને દીક્ષા આપે, પણ સ્થવિરને સોંપે. કારણ ? આ તો વીતરાગ. અંદર કંઇકેય હોય તો જરૂરી પણ ઉગ્રતા આવે ને ? સમુદાયના હિતને માટે શિક્ષાય જરૂરી નથી એમ નહિ. સ્થવિરોને સોંપવામાં સાધુઓનું હિત જળવાય, એ હેતુ છે. વિહિત કોટિની ક્રિયામાં ગણાતો પ્રશસ્ત ક્રોધ ખમવાની જેનામાં તાકાત નથી, તે ધર્મ આરાધવાને લાયક નથી. જે ક્રોધ આત્મભાન ભૂલવે, શું બોલાય ને શું નહિ એનો ખ્યાલ ન ટકવા દે, નહિ બોલવા લાયક બોલાવે, નહિ કરવા લાયક કરાવે, એ ક્રોધથી દૂર રહેવું જોઇએ. બાકી જે ક્રોધ સાબુની જેમ કર્મમળ દૂર કરવાના સાધનરૂપ છે, એને માટે આ વાત નથી. અપ્રશસ્ત ક્રોધ સુકૃતને મલિન કરનારો છે, માટે એને ચોથા દોષ તરીકે જણાવાયો. ક્રોધ રૂ૫ અગ્નિ | ઉપકારિઓ માને છે કે-આ જગતમાં ક્રોધના ઉપશમનો ઉપાય ક્ષમા સિવાય અન્ય નથી, ક્રોધ રૂપ વન્તિને એકદમ શમાવી દેવો એ જ હિતાવહ છે. ક્ષમાયુક્ત આત્મા પ્રથમ તો ક્રોધ રૂપ અગ્નિને ઉત્પન્ન જ થવા દેતો નથી અને કદાચ તે ઉત્પન્ન થઇ જાય છે તો તેને એક ક્ષણ પણ ટકવા દેતો નથી. જો ક્રોધ ઉત્પન્ન થયો અને તરત જ તેને શમાવી દેવામાં ન આવે, તો એ ક્રોધ રૂપ અગ્નિ ક્રમશ: વધતે વધતે દાવાનલનું જ રૂપ લે છે. એ રીતિએ દાવાનલ રૂપ બની ગયેલા ક્રોધરૂપી અગ્નિનું નિવારણ લગભગ Page 169 of 191 Page #170 -------------------------------------------------------------------------- ________________ અશક્ય જેવું બની જાય છે. તમે કદાચ જાણતા હશો કે-જગતમાં એવું પણ કહેવાય છે કે- “બહણ, વ્રણ અને અગ્નિ એ ત્રણની તે થોડા પ્રમાણમાં દેખાય તો પણ ઉપેક્ષા કરવી નહિ : કારણ કેણ, વ્રણ અને અગ્નિ, એ ત્રણની જો ઉપેક્ષા થાય, તો તે ભયંકરે પરિણામ નિપજાવનાર નિવડે છે.” થોડા બહણની ઉપેક્ષા કરનારા પરિણામે દેવાળીયા બને છે, થોડા ઘાની ઉપેક્ષા કરનારા પરિણામે આખાએ અંગમાં સડી જાય છે અને ઉપેક્ષાપાત્ર બનેલો થોડો પણ અગ્નિ ઘણુ ઘણું સળગાવી મૂકે છે. એવી જ દશા ક્રોધની છે. થોડો પણ ક્રોધ જો ઉપેક્ષાનો વિષય બન્યો, તો આત્માની ભયંકર પાયમાલી કર્યા વિના રહેતો નથી. આ જ કારણે અનંત ઉપકારી પરમર્ષિઓ ક્રમાવે છે કે-કષાય થોડો છે એમ માનીને એની ઉપેક્ષા કરવી નહિ : કારણ કે-થોડા એવા પણ કષાયને ઉપશમાવવાની દરકાર રાખવામાં ન આવે, તો તે વધતે વધતે મહા અનર્થકારક બની. જાય છે. કષાયનો વિશ્વાસ, એ પાયમાલીનું પગરણ છે. આ કષાય રૂપ અગ્નિને ક્ષમાયુક્ત આત્મા પોતામાં ઉત્પન્ન થવા દેતો નથી અને કદાચ થઇ જાય તો એને સદ્ઘ થવા દેતો નથી, પણ તરત જ શમાવી દે છે. ક્રોધને સક્ક કરવાથી ક્રોધ વધે છે પણ ઘટતો નથી. એ ક્રોધને નહિ આવવા દેનારી અગર તો કદાચ ક્રોધ રૂપ અગ્નિ ઉત્પન્ન થઇ જાય તો તરત જ તેને શમાવી દેનારી ક્ષમા, એ સંયમ રૂપ આરામની ખીલવટને માટે પાણીની નીક જેવી છે. આ કારણે, સુસાધુ રૂપ ધર્મને પાળવાને માટે ક્ષમાયુક્ત બનવું એ પણ ઘણું જ જરૂરી ક્રોધ આદિની ચતુર્વિધતા ક્રોધ, માન, માયા અને લોભ આ ચારે કષાયો પણ ચાર પ્રકારના છે. આ ચારેના અનન્તાનુબન્ધી, અપ્રત્યાખ્યાનાવરણ, પ્રત્યાખ્યાનાવરણ અને સંજવલન આ ચાર પ્રકાર છે. આ ચારે પ્રકારના ક્રોધાદિ કષાયોનું કાર્ય ભિન્ન ભિન્ન પ્રકારનું છે. આ ચારે પ્રકારના ક્રોધાદિ કષાયોમાં અનન્તાનુબંધી કષાયો ઘણાજ ભયંકર છે. અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન અને સંજ્વલન આદિ કરતાં અનન્તાનુબંધી ક્રોધાદિ આત્માનું ભારેમાં ભારે અહિત કરનારા છે. જો કે-ચારે પ્રકારના કષાયો ભયંકર છે પણ અનન્તાનુબંધીની ભયંકરતા ઘણીજ ભારે છે. અનંત ઉપકારી પરમર્ષિઓએ, અનંતાનુબંધી આદિનું સ્વરૂપ દર્શાવવા માટે એની પણ નિરૂક્તિ કરી છે. એ ચારેની નિરૂક્તિ કરતાં એ ઉપકારી પરમર્ષિઓએ માવ્યું છે કેક્રોધ અને ક્રમમાં અબ્ધ બનીને જ્યારે આમ થયું, એટલે શ્રી રાવણમાં કામની સાથે ક્રોધે પણ પોતાનું સામ્રાજ્ય સ્થાપિત કરી દીધું. દુર્ગુણનો એ સ્વભાવ હોય છે કે-એક દુર્ગુણ અનેક દુર્ગુણોને જન્માવે : વિષયનો એ સ્વભાવ છે કે-વિષયો પોતાની પાછળ ક્રોધને પણ પ્રાયઃ ખીંચી લાવે. અહીં કહે છે કે-હવે ઘોર એવી રાત્રિ પ્રવર્તી : અને ક્રોધ તથા. કામમાં અબ્ધ બનેલા ઘોર બુદ્ધિવાળા શ્રી રાવણે શ્રી સીતાદેવી ઉપર ઉપસર્ગો કરવાનું શરૂ કર્યું. વિષયનો આ રાગ ! થોડી ક્ષણો પૂર્વે જેને શ્રી રાવણ પ્રાર્થના કરતા હતા, પોતાની પટ્ટરાણી જેની દાસી થઇને રહે છતાં તે માને તો સારું એમ ઇચ્છતા હતા, તે શ્રી રાવણ એ જ શ્રી સીતાદેવી ઉપર ઘોર રાત્રિમાં ઘોર બુદ્ધિવાળા બનીને ઉપસર્ગ કરવા માંડે છે : અને તે પણ ક્રોધ તથા કામમાં અબ્ધ બનીને, એટલે એમાં કાંઇ કમીના થોડી જ રહે ? ક્રોધે ભરાયેલા શ્રી રાવણે શ્રી હનુમાનને શું ક્યું? Page 170 of 191 Page #171 -------------------------------------------------------------------------- ________________ શ્રી હનુમાને તો આ કહ્યું, પણ નશામાં ચઢેલા શ્રી રાવણ સમજે શાના ? હવે વિનાશકાળ નિકટ આવે છે. ઉન્માર્ગગામિઓને કોઇ હિત માટે સારું ને સાચું કહે, તોય એ ન સમજે, એટલું જ નહિ પણ ઉલ્યું એમને વાંકું પડે. શ્રી હનુમાનનું કથન સાંભલી શ્રી રાવણ ઉલટા વધારે ક્રોધમાં આવ્યા. શ્રી હનુમાનના સાચા શબ્દો શ્રી રાવણથી સહાયા નહિ. શ્રી રાવણે ભુકૃટિ ચઢાવી અને એથી શ્રી રાવણની આકૃતિ ભયંકર બની. શ્રી રાવણે દાંતથી હોઠ કરડ્યા. એ રીતિએ ક્રોધથી ધમધમી ઉઠેલા શ્રી રાવણે કહ્યું કે- “એક તો તું મારા દુશ્મનોને આશ્રયે ગયો છે અને અશત્રુ એવા મને પણ તેં શત્રુ બનાવ્યો છે, તેથી મારી ખાત્રી થાય છે કે તું મરવાની ઇચ્છાવાળો થયો છે. તને જીવન ઉપર વૈરાગ્ય કેમ આવ્યો છે ?” શ્રી રાવણ કેવું પૂછે છે ? તને જીવિત ઉપર વૈરાગ્ય કેમ આવ્યો છે ? સાચા સ્વામિના સાચા વફાદાર સેવકો, સ્વામિની સેવા કાજે, અવસરે જીવિતવ્યની પણ પરવા કરનારા હોતા નથી. તેમાંય પરાક્રમી અને સત્યપક્ષી આત્માઓ માટે તો પૂછવું જ શું? - ધર્મિને પણ ધર્મના ઘાત વખતે જરૂર હોય તો જીવન ઉપર વૈરાગ્ય જ થાય. ધર્મ જાય અને પોતે જીવતો રહે, એવું ધર્મી કદી ન ઇરછે. વધુમાં શ્રી રાવણ કહે છે કે- “વિશીર્ણ અંગવાળો કોઢીયો પોતે મરવાને ઇચ્છે તો પણ, હત્યાના ભયથી કોઇ તેને હણતું નથી, તો એ જ રીતિએ તને દૂતને કોણ મારે ?” અર્થાત- હું તને હણીશ નહિ, તે છતાં પણ એટલી શિક્ષા તો જરૂર કરીશ કે- “તને હમણાં ગધેડા ઉપર બેસાડીને, પાંચ શિખાર બનાવીને, લંકાની અંદરના પ્રત્યેક માર્ગ ઉપર લોકોના ટોળાની સાથે વવામાં આવશે.” ક્રોધાદિનો ઇહલૌક્કિ વિપાક આવા કારમાં ક્રોધાદિનો વિપાક પરલોકમાં તો કારમો છે જ પણ આલોકમાંય એ ચાર ખરાબ પરિણામ લાવ્યા વિના નથી રહેતા. “એ મહાપુરૂષ અને મહાદોષરૂપ ક્રોધાદિ આ લોકમાં પણ પોતાનો કેવા પ્રકારનો વિપાક દર્શાવે છે.” એનું પ્રતિપાદન કરતા પણ એજ શ્રુતકેવલી ભગવાન માને છે કે “कोहो पीईपणासेइ, माणो विणयनासणो । ___ माया मित्ताणि नासेइ, लोभो सव्वविणासणो ।। १ ।।" ક્રોધ એ પ્રીતિનો પ્રણાશ કરે છે, માન, વિનયનો નાશક છે. કાયા મિત્રોનો નાશ કરે છે અને લોભ એ સર્વનાશક છે. આ ચારેનો આ પ્રકારનો વિપાક કે કષાયઃ સૌ કોઇને પ્રતીત છે. ક્રોધથી અર્ધ બનીને નહિ બોલવા યોગ્ય વચનના બોલવાથી પ્રીતિનો જોત જોતામાં નાશ થઇ જાય છે. એ સૌ કોઇના અનુભવની વાત છે. ક્રોધ એ એવો કારમો કષાય છે કે-એને આધીન થયેલો આત્મા, અંધજ બની જાય છે અને એથી પોતે શું બોલે છે તેનું પણ તેને ભાન નથી રહેતું એ ભાનહીનતાના પ્રતાપે, પ્રીતિ તો નાશ પામી જ જાય છે પણ એથી આગળ વધીને પુનઃ પ્રીતિ થવા ન પામે એવા કારમા કામ પણ ઉભા થાય છે; આથી સ્પષ્ટ છે કે- ક્રોધ એ પ્રીતિનો જડમૂળથી નાશ કરનાર છે. માન-એ, વિનયનો નાશ કરનાર છે. એમાં ઇન્કાર કોણ કરી શકે તેમ છે ? માન જ માનવીને Page 171 of 191 Page #172 -------------------------------------------------------------------------- ________________ ઉદામ અને અક્કડ બનાવે છે એમાં કોણ ના કહી શકે તેમ છે ? માનના પ્રતાપે, તો આજે અનેક આત્માઓ. એવા દ્રષ્ટિગોચર થાય છે કે- જેઓ, સન્માર્ગ પામી શકે એવી લાયકાતવાળા હોવા છતાં પણ ઉન્માર્ગે આથડ્યા કરે છે માને તો અનેકને દેવદર્શન, ગુરૂવંદન અને શાસ્ત્રશ્રવણથી પણ વંચિત કર્યા છે. માને, અનેક આત્માને શંકિત છતાં નિ:શંકિત બનવાનું શીખવ્યું છે. અનેક આત્માઓ આજે એવા છે કે-જેઓ અમૂક સ્થળે અન અમૂક સમયે નમ્ર બનવું એજ હિતાવહ છે.” આ પ્રમાણે જાણવા છતાં પણ માનના પ્રતાપે, નમ્ર નથી બની શકતા અને હિત નથી સાધી શકતા. સહિષ્ણુતા ના ગુણને જાણવા છતાં પણ માનથી મરી રહેલાઓ, એ ગુણનું સ્વપ્ર પણ નથી સેવતા. પોતાની પ્રશંસા પોતે કરવી એ તો મહાદુર્ગુણ છે. એમાં જાણનારાઓન પણ માને, આજે પોતાની જાતની પ્રશંસા માટે ભયંકરમાં ભયંકર કોટિના ભાટ બનાવ્યા છે. માને, આજે નિંદા એ મહાપાપ છે. એમ જાણનારાઓને અને માનનારાઓને પણ મહાનિંદક બનાવી ભયંકર અને કારમી કોટિના ભાંડ પણ બનાવ્યા છે. ખરેજ માન એ, પ્રાણીઓના ઉમદામાં ઉમદા વિનયજીવિતનો કારમી રોતિએ નાશ કરી નાખે છે અને એના પ્રતાપે, એના ઉપાસકો, ઓચિત્ય આચરણના પણ વિરોધી બને છે. માની આત્મામાં અહંકારના યોગે મૂર્ખતા ઝટ આવે છે અને એ મૂર્ખતાને લઇને દરેકે દરેક વાતમાં તે ઉચિત આચરણનો વિરોધી બની સ્વપર ઉભયનો સંહારક બને છે. માયા-એ, એવું દૂષણ છે કે એ દુષણની ઉપાસના કરનારના મિત્રો તેના થતા નથી અને હોય તે પણ એની કુટિલતાને જોઇને એનાથી દૂર થાય છે, એ કારણે માયા, મિત્રોની નાશક છે એ વાત વિના વિવાદ સિધ્ધ થઇ શકે એવી છે. માયા, કુશલતાને પેદા કરવા માટે વાંઝણી છે : સત્યરૂપી સૂર્યના-અસ્ત માટે સંધ્યાસમો છે; ગતિરૂપ યુવતિનો સમાગમ કરી આપનારી છે, શમરૂપ કમલનો નાશ કરવા માટે હિમના સમૂહસમી છે; ફ્લેશની રાજધાની છે અને સેંડો વ્યસનોને સહાય કરનારી છે. માયા એ અવિશ્વાસના વિલાસનું મંદિર છે એટલે માયાવી, માયાના યોગે વિશ્વમાં અવિશ્વાસનું ધામ બને છે. આ બધા ઉપરથી સ્પષ્ટ છે કે- “માયા, આ લોક અને પરલોકનું હિત કરનારા સઘળાય મિત્રોની નાશક જ છે.' લોભ-એ, સર્વ વિનાશક છે કારણ કે-ક્રોધ, માન અને માયા એ ત્રણેની હયાતિ એ લોભને આભારી છે : આજ કારણે મહાપુરૂષો માવે છે કે વ્યાધિઓનું મૂલ જેમ રસ છે અને દુઃખનું મૂલ જેમ સ્નેહ છે તેમ પાપોનું મૂલ લોભ છે : વળી લોભ એ, મોહરૂપી વિષયવૃક્ષનું મૂલ છે, ક્રોધ રૂપ અગ્નિને પેદા કરવા માટે અરણીકાષ્ટ સમો છે : પ્રતાપરૂપી સૂર્યને આચ્છાદિત કરવા માટે મેઘસમાન છે, કલિનું ક્રીડાઘર છે વિવેકરૂપી ચંદ્રમાનું ગ્રસન કરવા માટે રાહુ છે, આપત્તિરૂપી નદીઓનો સાગર છે અને કીર્તિરૂપ લતાના સમૂહનો નાશ કરવા માટે ત્રીસ વર્ષના હાથી જેવો છે.' આ ઉપરથી સ્પષ્ટ છે કે-લોભ એ સર્વનો વિનાશ કરનાર છે. ક્રોધે ક્બજો લીધો હતો અને મૂચ્છએ ક્બજો લીધો એટલે સર્પ થવું પડ્યું અને ભમવું પડ્યું ગોભદ્રનો જીવ, જ્યોતિષ દેવલોકમાં જઇને, ત્યાંનું આયુષ્ય પૂર્ણ થયે છતે, ત્યાંથી ચ્યવ્યો થકો તાપસ કુલપતિની પત્નીના ઉદરમાં પુત્રપણે ઉત્પન્ન થયો અને ઉચિત સમયે જમ્યો. તેનું નામ કૌશિક રાખવામાં આવેલું, પરન્તુ પૂર્વના ક્રોધનો સંસ્કાર ત્યાં જાગૃત થતાં, એ કોશિક થોડા પણ અપરાધમાં તાપસકુમારોને બહુ જ પીટતો હતો, એથી એની ઓળખન માટે, તાપસોએ એનું નામ ચડકૌશિક રાખ્યું. એ ચડકીશિકે ક્રોધના સંસ્કારની સાથે વનખંડના રક્ષણનો સંસ્કાર પણ પોતામાં પેદા કર્યો. એ બન્નેય પ્રકારના સંસ્કારોને લઇને, તે ભયંકર દ્રષ્ટિવિષ સર્પ તરીકે ઉત્પન્ન થયો. એના ગોભદ્ર તરીકેના જીવનને Page 172 of 191 Page #173 -------------------------------------------------------------------------- ________________ યાદ કરો.કેવો શાન્ત, કેવો ગમ્ભીર અને કેવો પરોપકારપરાયણ એ હતો ? પોતે તો રોષ કરતો નહિ, પણ કોઇ રોષ કરે તો એને એ રોષથી થતા નુક્શાનનો ખ્યાલ આપીને રોષમુક્ત બનાવતો હતો. કોઇ પણ વસ્તુમાં, એણે તીવ્ર મમત્વભાવને પેદા થવા દીધો નહોતો. એથી જ, એ, આચાર્યભગવાન શ્રીમદ્ ધર્મઘોષસૂરિવરના સુયોગને પામતાં, સાચો ત્યાગી શ્રમણ બની શક્યો હતો. શ્રમણ બન્યા પછીથી પણ, એ જીવની અન્ત ભાગની વિરાધનાને જો બાદ કરીએ, તો એ જીવે કેવી અનુપમ કોટિની આરાધના કરી ? નિરતિચાર સંયમપાલન કરવા સાથે, ઉત્કટ કોટિનો ગણાય તેવો તપ પણ એણે કર્યો. વિનય-વૈયાવચ્ચમાં પણ એણે ઉણપ આવવા દીધી નહિ. આવો પણ જીવ, એક બહુ જ સામાન્ય નિમિત્તને પામીને ક્રોધવશ બન્યો. ક્રોધની વિવશતામાં આવી ગયેલા એ જીવે, પોતાના વિવેકનો નાશ કરી નાંખ્યો અને સંયમની વિરાધના કરી નાંખી. ભવિતવ્યતા એવી કે-એ દરમ્યાનમાં એનું મૃત્યુ થઇ ગયું અને એથી એ જીવને પાતાની ભૂલને સુધારી લેવાની કોઇ તક જ મળી નહિ. પછી થયું શું ? એક અનર્થ, અનેક અનર્થોને જન્માવે-એવું ! ક્રોધે તો કબજો લીધેલો જ હતો અને મૂરøએ કબજો લીધો. એ વનખંડ ઉપર એના મનમાં ભારે મમત્વભાવ પેદા થયો; અને એથી, એના રક્ષણનો જે પરિણામ, તે ઘણો જ તીવ્ર બની ગયો. રક્ષણના એ પરિણામની તીવ્રતાએ જ, એને, રાજકુમારોને મારવાને માટે દોડાવ્યો અને તેમાં એનું મૃત્યુ થઇ ગયું. આમ, ક્રોધનો પરિણામ તો સહચારી બન્યો હતો જ અને હવે મમત્વનો તથા મમત્વના યોગે રક્ષણનો પરિણામ સહચારી બન્યો. મરીને એ સર્પપણે ઉત્પન્ન થયો, તો સર્પના ભવમાં પણ એ પરિણામો જાગૃત થયા. પૂર્વના સ્નેહના અનુબન્ધને લઇને, એ વનખંડના રક્ષણનો પરિણામ સજાગ બનતાં, એ સર્પ, એ વનખંડમાં અહીંથી તહીં એમ ભમવા લાગ્યો. ક્રોધથી ને મમત્વથી ફાયદો શો થયો ? મરીને સર્પ થવું પડ્યું અને સર્પી થઇને પણ નિરાંત જરાય નહિ ! આ વનખંડ ઉપર જો એને મૂર્છા ન હોત, તો એ સર્પ જે રીતિએ આ. વનખંડમાં ભમ્યા કરતો હતો, તે રીતિએ તો એ ન જ ભમ્યા કરત; પણ, “આ મારૂં છે ને મારા સિવાય કોઇના પણ ઉપયોગ કે ઉપભોગમાં આ આવવું જોઇએ નહિ; માટે મારે આનું રક્ષણ કરવું જ.” –એવું એ સર્પન થઇ ગયું. એ ભાવે, એ સર્પને, એ વનખંડમાં ચોતરફ ભમાવવા માંડ્યો. એક ચીજનું પણ કારમું મમત્વ, જીવને કેવી કારમી રીતિએ હેરાન કરે છે, તેનો ખ્યાલ આવે છે ? ક્રોધ તથા શોથ્રી સમક્ષ શ્રી રાવણે મૂકેલા શૂલના વચ્ચે જ ભૂક્કા ઇન્દ્રજિત, કુંભકર્ણ અને મેઘવાહન જેવા મહા પરાક્રમી સુભટો અને સ્વજનો બંધાઇ જાય અને શત્રુપક્ષ તેમને બાંધીને પોતાની છાવણીમાં લઇ જાય તેમજ બીજા પણ રાક્ષસસુભટો બંધાઇ જાય અને શત્રદળ તેમને બાંધીને પોતાની છાવણીમાં કેદ રાખે, એ શ્રી રાવણને શોક અને ક્રોધ ઉપજાવે જ ને ? એ જોઇને શ્રી રાવણ ક્રોધ તથા શોકથી સમાગુલ થઇ ગયા અને જયલક્ષ્મીના મૂળરૂપ શૂલને શ્રી રાવણે શ્રી બિભીષણની તરફ ક્યું. શ્રી લક્ષ્મણજીએ પોતાનાં તીક્ષ્ય બાણોથી તે ફૂલને અધવચમાં જ જેમા કદલીકાંડને લીલાપૂર્વક કણશઃ કરી શકાય તેમ કણશઃ કરી નાખ્યું અર્થાત- શ્રી લક્ષ્મણજીએ તે સૂર્યના વચ્ચે જ ભૂક્કા કરી નાખ્યા. ક્રોધાતુર જીવની દુર્દશા આ રીતિએ ચાર કષાયોની વાત કર્યા પછીથી, જ્ઞાની ગુરુ મહારાજ ક્રોધની વાત વિશેષપણે કરે છે; Page 173 of 191 Page #174 -------------------------------------------------------------------------- ________________ કારણ કે-અહીં ક્રોધનો પ્રસંગ બનેલો છે અને એમાંથી જ રાજાને શોક જન્મેલો છે. ગુરુ મહારાજ કહે છે કેજે માણસો ક્રોધથી આતુર બની જાય છે, તે માણસો કાર્ય શું અને અકાર્ય શું, એ જાણતા નથી ! તેમજ યુક્ત શું અને અયુક્ત શું, હિતકારી શું અને અહિતકારી શું, સાર રૂપ શું અને અસાર રૂપ શું તથા ગુણકારી છું અને અગુણકારી શું -એમાંનું કાંઇ પણ તેઓ જાણતા નથી ! વાત પણ એવી જ છે કે-ગમે તેવો જ્ઞાની પણ જ્યારે ક્રોધને આધીન બની જાય છે, ત્યારે એ પોતાના આવેશમાં કાર્યાકાર્યના, યુક્તાયુક્તના, હિતાહિતના, સારાસારના અને ગુણાવગુણના જ્ઞાનને વિસરી જાય છે. ક્રોધના અભાવમાં ઘણો ડાહ્યો ગણાય તેવો માણસ પણ જ્યારે ક્રોધના આવેશને આધીન બની જાય છે, ત્યારે એ મૂર્ખ કરતાંય મૂર્ખ અને પાગલ કરતાંય પાગલ બની જાય છે. માનાદિકને અધિકપણે આધીન બની ગયેલાઓની પણ આવી જ દશા થાય છે, પણ ક્રોધ તો જીવને મારૂં કે મરૂં એવી હાલત પમાડી દે છે ને ? એથી જ, ક્રોધી સ્વભાવના માણસો મોટે ભાગે કોઇનાય પ્રીતિપાત્ર બની શકતા નથી અને પ્રીતિપાત્ર બન્યા હોય તોય એ પ્રીતિનો પ્રણાશ થઇ જતાં વાર લાગતી નથી. વાત વાતમાં જેનો ગુસ્સે થવાની ટેવ પડી ગઈ હોય છે, વાતા વાતમાં જેઓ છંછેડાઇ જાય છે. વાત વાતમાં જેઓ મગજ ઉપરનો કાબૂ ગુમાવી બેસે છે અને વાત વાતમાં જેઓ ગુસ્સાને આધીન બનીને ગમે તેમ બોલી નાંખતા હોય છે, તેના ઉપર પ્રાયઃ કોઇનાય હૈયામાં સદ્ભાવ પેદા થતો નથી. તેઓને જો આંખ ને હૈયું જોવાનું હોય, તો તેઓ જોઇ શકે છે કે-દિલથી મને કોઇ ચાહતું નથી.” પછી ગુરુ મહારાજ રાજાને કહે છે કે- ‘જ્યારે જીવ ક્રોધાતુર બને છે, ત્યારે ક્રોધાતુર બનેલો જીવ એવું કરે છે, કે જે કરવાથી એ આ લોકમાં પણ દુઃખ પામે અને પરલોકમાં પણ દુ:ખ પામે !” ગરુ મહારાજ. સીધું રાજાને કહે છે કે- “રાજન ! તમને પણ ક્રોધથી જ અનર્થ થયો છે, જે તમને શલ્યની જેમ પીડી રહ્યો છે.” ક્રોધાતુર બનેલો રાજા આનન્દમગ્ન બન્યો દત્તે આ કહ્યું અને વાતાવરણ આખું પલટાઇ ગયું. શંખ રાજાના આનન્દની કોઇ સીમા રહી નહિ. અચાનક અમૃતના કુડમાં નિમગ્ન થઇ જવાથી અથવા તો અણધાર્યું ચક્રવર્તિપણું મળી જવાથી સંસારના સુખના રસિયા જીવને જેવો આનંદ થાય, તેવો આનંદ શંખ રાજાને દત્તે કહેલું સાંભળવાથી થયો. ત્યાં ને ત્યાં, રાજાએ દત્તને સુવર્ણની જીભ આપવા સાથે, પોતાના અંગ ઉપરનો અલંકાર અર્પણ કર્યો. સંસારી જીવોની હાલત કેવી હોય છે ? એમને ક્રોધમાં આવી જતાંય વાર નહિ અને રાગથી રંજિત થઇ જતાં પણ વાર નહિ. મોહ નચાવે ને આ નાચે, એવું જ મોટે ભાગે સંસારી જીવોને માટે બને છે ને ? કર્મના ઉદય યોગે અનુકૂળ-પ્રતિકૂળનો સંયોગ ઉભો થયા કરે અને સંસારી જીવને અનુકૂળતા મળતાં રાગમાં રગદોળાઇ જતાં વાર નહિ અને પ્રતિકૂળતા મળતાં દ્વેષને વશ થઇને ધમધમી ઉઠતાં પણ વાર નહિ ! કોઇ સમજ જીવને આવા સંસારને પરવશ પડ્યા રહેવું પડે એ ગમે ખરું? એને ગમે તો મોક્ષ જ ને ? સમજુ જીવને કર્મના સંયોગને કારણે સંસારમાં પડ્યા રહેવું પડે, તોય એના મનમાં “સંસારથી ક્યારે હું છૂટું ?' એમ થયા કરે ને ? તમને પણ આવી વાત જ્યારે જ્યારે જોવા, જાણવા કે સાંભળવામાં આવે, ત્યારે ત્યારે “સંસાર કેવો ભૂંડો છે ?' એમ થાય ને ? અને, એવો વિચાર આવે એટલે “વહેલામાં વહેલી તકે આપણે મોક્ષે પહોચી જઇએ તો સારું !' એમ પણ થાય ને ? કર્યો તમે આવો વિચાર ? ક્રોધાધીન બનેલા રાવણે મચાવેલો ઉત્પાત Page 174 of 191 Page #175 -------------------------------------------------------------------------- ________________ આપણે જોઇ ગયા કે-શ્રી રાવણ મુનિવર શ્રી વાલીના દર્શનથી પ્રમુદિત થવાને બદલે અભિમાનના. યોગે કોપાયમાન થયા અને કોપાયમાન થઇને બોલવામાં કશીજ કમીના ન રાખી તથા આવેશમાં ને આવેશમાં કહી દીધું કે- “તું હજુ સુધી પણ મારે વિષે વિરૂદ્ધ જ છે ! જગતને ઠગવાની ઇચ્છાવાળો તું દંભથીજ વ્રતનું પાલન કરે છે ! અને મારા ભયથી જ તેં દીક્ષા અંગીકાર કરી છે. પણ હજુ હું તેનો તેજ રાવણ છું અને મારી ભૂજાઓ પણ તેની તેજ છે, માટે આ અવસરે હું તેં કરેલા મારા અપમાનનો પ્રતિકાર કર્યા વિના નથી જ રહેવાનો ! જેમ તેં મને ચંદ્રહાસ ખગની સાથે ઉપાડીને સાગરોને વિષે વ્યો હતો, તેમ હું પણ તને આ પર્વતની સાથે ઉપાડીને લવણ સાગરમાં ક્કી દઇશ !' આવેશમાં આવેલા રાવા વિચાર્યું એ પ્રમાણે બોલી નાંખ્યું અને એ પ્રમાણે કહીને સ્વર્ગથી પડેલા વજની માફ્ટ પૃથ્વીને ફાડી નાખીને રાવણ શ્રી અષ્ટાપદગિરિના તળીએ પઠો અને ભૂજાબલથી મદોહ્યત બનેલા તે રાવણે એકી સાથે હજારે વિધાઓનું સ્મરણ કરીને, દુર્ધર એવા તે શ્રી અષ્ટાપદગિરિને ઉપાડ્યો. ભાગ્યશાલી ! વિચારો, આવેશ એ કેવી ભયંકર વસ્તુ છે, કે જેના યોગે શ્રી રાવણ જેવા પરમ પુણ્યશાલી પણ ભૂલી જાય છે કે- “આ એક પવિત્ર ગિરિ છે, અને તીર્થથી મંડિત છે તથા આ એક મોટા મુનિવર છે.” બીજું આ પહાડને ઉપાડવાથી વિના કારણે અનેક નિરપરાધી પ્રાણીઓનો ગજબ સંહાર થઇ જશે. -એ પણ આવેશની આધીનતાથી શ્રી રાવણ ન વિચારી શક્યા. અને એવો ભયંકર ઉત્પાત મચાવ્યો, કે જેના યોગે અનેક પ્રાણીઓનાં જીવન બરબાદ થઇ ગયાં. રાવણે જ્યારે એ અષ્ટાપદ ગિરિવરને ઉપાડ્યો, ત્યારે તે પહાડ ઉપર રહેલા વ્યંતરો પણ તે વખત તે પહાડ ઉપર થતા “તડતડ” એવા નિર્દોષથી ત્રાસ પામ્યા : “ઝલઝલ' એવા શબ્દથી ચપલ થયેલા સાગરથી રસાતલ પૂરાવા લાગ્યું : “ખડખડ' શબ્દ ધશી પડતા પથ્થરોથી વનના હસ્તીઓ ક્ષણ થઇ ગયા : અને પર્વતના નિતંબ ઉપર રહેલાં વનમાં વૃક્ષો કડ કડા શબ્દથી ભાંગી પડ્યાં. ક્રોધાધીન બની બળાત્કાર માટે તૈયાર અહીં તો વાગદત્તા એવી પણ તે યુવતીએ જ્યારે કામાતુર બનીને પ્રાર્થના કરતાં યોગિને નિરર્થક આત્મકદર્થનાથી બચવાનું સૂચવવા સાથે- “તું ઇન્દ્ર હોય કે કામદેવ હોય તો પણ મારે તારાથી કોઇ કાર્ય નથી.” -એમ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું, ત્યારે પેલો યોગી એકદમ રૂષ્ટ થઇ ગયો. કામને આધીન બનેલો આત્મા ક્રોધને આધીન પણ બને, તો એમાં આશ્ચર્ય પામવા જેવું કાંઇ જ નથી. કામને વિવશ બનેલા. આત્માઓને કેટલીક વાર હિતશિક્ષા પણ અસહ્ય થઇ પડે છે. પોતાની ઇચ્છાનો અમલ કરવાને સામી વ્યક્તિ તત્પર ન બને, એથી તેઓને ક્રોધાધીન બનીને બળાત્કાર કરવાની હદે પહોંચતાં પણ વાર લાગતી. નથી. આ યોગી પણ ક્રોધાધીન બનીને બલાત્કાર કરવાની વૃત્તિવાળો બની ગયો. શ્રી ક્રોધાધીન રાવણનો પ્રલાપ મુનિવરના દર્શનથી આનંદ થવો જોઇએ, તેના બદલે માનાધીન થયેલા શ્રી રાવણને ક્રોધનોજ આવિર્ભાવ થયો અને એ રીતે ક્રોધાયમાન થયેલા શ્રી રાવણે પ્રલાપ કરવા માંડ્યો કે “XX XXX વિરુદ્ધોદ્યાપિ મધ્યાસિ | व्रतं वहसि दंभेन, जगदेतटिदंभिषुः ।।१।। Page 175 of 191 Page #176 -------------------------------------------------------------------------- ________________ कयापि माययाडग्रेडपि, मां वाहीक इवावहः । પ્રાધ્વીની: શંવમાનોમ-Wપ્રતિકૃતં સ્વF I/શા नन्वद्यापि स एवास्मि, त एव मम बाहवः । कृतप्रतिकृतं तत्ते, प्राप्तकालं करोम्यहम् ।।३।। सचन्द्रहासं मामूढ्या, यथा भ्राम्यस्त्वमब्धिपू । तथा त्वां सादिमुत्पाद्य, क्षेपस्यामि लवणाणव ||४||" ખરેખર હજુ સુધી પણ તું મારી તરફ વિરૂદ્ધ જ છો ? આ જગને ઠગવાની ઇચ્છાવાળો તું દંભથીજ વ્રતને વહન કરે છે ! આગળ પણ કોઇ પ્રકારની માયાવડે જ તેં મને કોઇક વાહીકની માફ્ટ વહન કર્યો હતો, પણ અમારા કરેલાનો બદલો વાળશે? -એવી શંકા કરતા તેં દીક્ષા અંગીકાર કરેલી, પણ અદ્યાપિ હું તેનો તેજ રાવણ છું અને મારી ભુજાઓ પણ તેની તેજ છે. હવે મારો વખત આવ્યો છે, તો હું તારા તે કરેલાનો બદલો વાળું છું. જેમ ચંદ્રહાસ ખગ સહિત મને ઉપાડીને તું ચારે સમુદ્રોમાં ર્યો હતો, તેમ તને હું આ પર્વત સહિત ઉપાડીને લવણ સાગરમાં ક્કી દઇશ.” ખરેખર કષાય એ એક ભયંકરમાં ભયંકર વસ્તુ છે. માનમાં ચઢેલા શ્રી રાવણ એ પણ ભૂલી જાય છે કે- “સ્થાવર કે જંગમ તીર્થની ઉપર વિમાન જરૂર ખલના પામે છેજ અને એ ભૂલના પરિણામે તેનો વિવેકી આત્મા પણ ક્રોધાધીન બની જાય છે. ખરેખર માન વિવેકનો નાશક છે.' –એ વાત આ ઉપરથી બરાબર સિદ્ધ થઇ શકે છે. કષાયને આધીન થયેલ શ્રી રાવણ, શ્રી વાલી મહારાજાની અવિરૂદ્ધ ભાવનાથી પરિચિત છતાં, તેમનામાં વિરૂદ્ધ ભાવનાની કલ્પનાજ નહિ, પણ “હજુ પણ એટલે કે મુનિપણામાં પણ વિરોધિ છો” –એવો ભયંકર આક્ષેપ કરે છે. ખરેખર, એક માણસ એક ભૂલના યોગે કેટલો ઉન્માર્ગે ચઢી જાય છે, એનું આ અપૂર્વ ઉદાહરણ છે. શું શ્રી વાલી મહારાજાએ સંયમ અંગીકાર કરતાં પહેલાં પોતાની બધીજ હકીકત કહીને એમ નથી કહ્યું કે- ‘રાવણ ! મારે રાજ્યની ઇચ્છા નથી અને જો હોય તો તારે માટે આ પૃથ્વી ઉપર ઉભા પણ રહેવાની જગ્યા નથી ! શ્રી વાલી મહારાજાએ એ કહ્યું છે અને શ્રી રાવણે સાંભળ્યું પણ માની અને ક્રોધી બનેલા શ્રી રાવણ તે બધું જ ભલી જઇ પરમ ત્યાગી, અતિ ઉત્કટ કોટિએ ચઢેલા ઘોર તપસ્વી, પરમ ધ્યાની અને સર્વથા નિર્મમ એવા મહર્ષિ ઉપર દંભીપણાનો અને જગતને ઠગવાનો આરોપ મૂકતાં પણ આંચકો નથી ખાતા ! ખરેખર, માન અને ક્રોધની દુરંતતા અને ભયંકરતા કલ્યાણના અર્થિ આત્માએ ખાસ વિચારવા જેવી છે. તે દોષો જીવનને ભયંકર બનાવી દે છે, એ એક ક્ષણ પણ ભૂલવા. જેવું નથીજ. આટલા બધા આરોપો મૂકવા છતાં પણ નહિ ધરાયેલા અને મીન તથા ક્રોધના યોગે ઉન્મત્તપ્રાયઃ બનેલા શ્રી રાવણ પરમ પરાક્રમી શ્રી વાલી મુનિવરને પોતાનું અને પોતાની ભુજાઓનું સ્મરણ કરાવવાની ઘેલછા કરે છે અને કહે છે કે- “તે પરાભવનો બદલો લેવાનો મારો આ સમય છે અને તે લીધા વિના હું રહેવાનો નથી : જેમ તેં મને ચંદ્રહાસ ખગની સાથે ઉઠાવીને ચારે સમુદ્રોમાં ભમાવ્યો હતો, તેમ હું પણ તને આ પહાડની સાથે લવણ સમુદ્રમાં ક્કી આવીશ.” કહો, આ કષાયની કેવી અને કેટલી ક્રૂરતા છે, કે જે ક્રૂરતાને આધીન બનેલા શ્રી રાવણ, જે સમયે મહર્ષિપુંગવ શ્રી વાલી મહારાજા ધ્યાનમગ્ન અવસ્થામાં ઉભા છે, તે સમયને પોતાના પરાભવનો બદલો લેવાના સમય તરીકે ઓળખાવે છે. અરે ! પોતાના ક્ષત્રીયવ્રતને પણ ભૂલી જાય છે અને વધુમાં જે પહાડને પોતે શ્રી વાલીમુનિ સાથે લવણ સાગરમાં ક્કી આવવાની વાત કરે છે, તે પહાડ ઉપર તીર્થરૂપ ચેત્ય છે, તેને પણ ભૂલી જાય છે. હા ! હા ! કષાયની કેવી. અને કેટલી કારમી કુટિલતા છે, કે જેની આધીનતાના યોગે શ્રી રાવણ જેવાનો આત્મા પણ સ્થાવર અને Page 176 of 191 Page #177 -------------------------------------------------------------------------- ________________ જંગમ એ બન્નેય તીથાનો એક્કી સાથે નાશ કરવા જેવો કારમો પ્રલાપ કરી રહ્યો છે, આજ કારણે ઉપકારી મહર્ષિઓ કષાયોથી બચવાનો જોરશોરથી ઉપદેશ કરી રહ્યા છે. ધન્ય છે તે પુણ્યાત્માઓને, કે જેઓ આવા. અપ્રશસ્ત કષાયોથી પોતાના આત્માને અલિપ્ત રાખી શક્યા છે, અને રાખી શકે છે. આ જાતના અપ્રશસ્ત કષાયોથી બચવા વિના આત્માની મુક્તિ કદી પણ થવાની જ નથી. આવી રીતનો ભયંકર પ્રલાપ કરતા શ્રી રાવણ હવે માન અને ક્રોધને આધીન થઇને શું શું કરે છે, તે હવે પછીક્રોધને લઇને હિંસકભાવ પોષાયા રે ક્રોધના આવેશની આ જેવી-તેવી વિડમ્બના છે ? તીવ્ર ક્રોધના આવેશથી, માણસ, ભાનભૂલો બની. જાય છે. તીવ્ર ક્રોધના આવેશમાં આવી ગયેલા, કર્તવ્યાકર્તવ્યના વિવેકથી વિમુખ બની જાય છે. એ વખતે, તેઓ પોતાને અને અનુકૂળતા મળી જાય તો પરને પણ કેટલું નુક્સાન કરે અને કેટલું નુક્સાન કરે નહિ, એ કહી શકાય નહિ. આ જીવે તો, બેય વાર ક્રોધાવેશમાં પોતાનો જ જીવ ખોયો. મુનિપણામાં ક્ષુલ્લક મુનિને તાડન કરવાને દોડ્યો અને થાંભલા સાથે પટકાઇ જવાથી એવું લાગ્યું કે-તરત જ મૃત્યુ નીપજ્યું. એ વખતે તો અન્ધકાર જેવું હતું, કારણ કે-આવશ્યકનો સમય હતો; જ્યારે આ ભવમાં ધોળે દહાડે પણ એ જીવને ઝાડનું ઠુંઠું દેખાયું નહિ. ધોળે દહાડ ઝાડનું ઠુંઠું દેખાયું નહિ અને એ મર્યો તે પણ પોતાના જ મારવાને ઉગામેલા કુહાડા દ્વારા મર્યો. આટલું તો, ક્રોધાવેશનું તત્કાળ આવેલું પરિણામ છે, પણ આ ક્રોધાવેશથી ભવાન્તરમાં કેટલું બધું નુક્શાન થયું ? પહેલી વારના ક્રોધાવેશને કારણે એ તાપસને ત્યાં જભ્યો, તાપસોથો તજાઇ ગયો અને અન્ને કમોતે મર્યો. જીન્દગી, કેવળ કષ્ટોને વેઠવામાં અને પાપોને ઉપાર્જવામાં વીતાવી. એટલે ક્રોધ, પહેલું નુક્સાન તો જેનામાં એ ઉત્પન્ન થાય, તેને જ કરે ને ? ક્રોધ જેનામાં ઉત્પન્ન થવા પામે, તે જીવ બીજાને નુક્શાન કરી પણ શકે અને ન પણ કરી શકે, પણ એને પોતાને તો નુક્શાન થયા વિના રહે જ નહિ. ક્રોધને લઇને હિંસક ભાવ પોષાયા કરે અને એથી હિંસાના સંસ્કારો દ્રઢ થાય. આવી રીતિએ જેનો હિંસકભાવ ખૂબ ખૂબ પોષાયો હોય, તે હિંસામાં જ તત્પર બન્યો રહે એનામાં જીવદયાનો પરિણામ પ્રગટવો, એ અતિશય દુર્લભ. એણે તપ આદિથી જે પુણ્ય ઉપાસ્યું હોય, તે પુણ્યના યોગે એને કેટલીક શક્તિઓ પ્રાપ્ત થાય એ બને, પણ એ શક્તિઓ પ્રાયઃ હિંસાદિમાં જ ઉપયોગી નીવડે. એમ એ પુણ્ય સાફ થઇ જાય અને ઘોર હિંસાદિકથી, ખાસ કરીને તો પોતાના ઘોર હિંસકભાવથી, એ જીવ ઘોર પાપકર્મોને ઉપાર્જનારો બને. ક્રોધને જીતવાનો ઉપાય શ્રી વીતરાગપ્રણીત તત્ત્વજ્ઞાનની અપેક્ષાએ આજનો ભયંકર અજ્ઞાની પણ ભોળી અને સ્વાર્થી દુનિયામાં તત્ત્વજ્ઞાની તરીકે ખપતો, ક્રોધને જીતવા માટે માથું કૂટવાની સલાહ આપે છે, ત્યારે તત્ત્વજ્ઞાની પુરૂષો કોઇ અનેરી જ સલાહ આપે છે. એ સલાહ શી છે, એ એક સમર્થ તત્ત્વજ્ઞાનિના શબ્દોમાં જોવાથી. સમજી શકાશે કે-અજ્ઞાનીના રાહ તત્ત્વજ્ઞાનિથી કેટલા અને કેવા ન્યારા હોય છે ? બાહ્ય દ્રષ્ટિએ દેખાતા. અપકાર કરનારા ઉપર થઇ જતો કોપ રોકવાનું સત્ત્વ જો ન હોય, તો તેને રોકવાની ભાવના દર્શાવતાં પરમ તત્ત્વજ્ઞાની કલિકાલસર્વજ્ઞ આચાર્યભગવાન શ્રીમદ્ હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા ક્રમાવે છે કે “अड्गीकृत्यात्मन: पापं, यो मां बाधितुमिच्छति । स्वकर्मनिहतायास्मै, क: कुप्येद बालिशोडपि सन् ।।१।। Page 107 of 191 Page #178 -------------------------------------------------------------------------- ________________ प्रकृप्याम्यपकारिभ्य-इति चेदाशयस्तव । તત વિંછ ન pધ્વરિત રવી , વર્મઓને દુ: ૨હેતd Inશા उपेक्ष्य लोष्टक्षेप्तारं, लोष्टं दशति मण्डल: । मृगारिः शरमप्रेक्ष्य, क्षरक्षेसारमच्छति ।।३।। હૈ: પર: પ્રેરિત: પૂરે-ર્મધં ધ્વતિ સ્મૃમિ : | तान्युपेक्ष्य परे कुध्यन्, किं श्रये भषणश्रियम् ।।४।। श्रूयते श्रीमहावीर:, क्षान्त्यै म्लेच्छेषु जग्मिवान् । अयत्नेनागतां शान्ति, वोढुं किमिव नेच्छसि ।।७।। त्रैलोक्य प्रलयत्राण-क्षमाश्रेदाश्रिता: क्षमाम् । कदलीतुल्यसत्त्वस्य, क्षमा तव न किं क्षमा ||६|| तथा किं नाकृथा: पुण्यं, यथा कोडपि न बाधते ? | स्वप्रमादमिदानी तु, शोचन्नग्डीकुरु क्षमाम् ||७||" “જે પોતે પાપને અંગીકાર કરીને મને બાધિત કરવા ઇચ્છે છે, તેવા પોતાના કર્મથી હણાયેલા. આત્મા ઉપર મૂર્ખ માણસ પણ ક્રોધ કેમ કરે ? અર્થાત-એવી રીતિએ કર્મથી પરાધીન થયેલા આત્મા ઉપર કોપ કરવાની મૂર્નાઇ મૂર્ખ માણસ પણ ન કરે, તો પછી ડાહ્યો માણસ તો કરે જ કેમ ?” વળી. “તારો આશય જો એવો જ હોય કે-હું અપકારી આત્માઓ ઉપર કોપ કરૂં છું.-તો તું દુ:ખના હેતુભૂત તારા પોતાના કર્મ ઉપર જ કોપ કેમ નથી કરતો ? બાકી તો. સિંહ જ્યારે બાણને જોયા વિના બાણના ફ્લનારને મેળવે છે, ત્યારે કુતરો પથ્થર ફ્લનારની ઉપેક્ષા કરીને પથ્થરને કરડે છે.” માટે જે ક્રૂર કર્મોથી પ્રેરાયેલો બીજો મારા ઉપર કોપ કરે છે, તે કર્મોની ઉપેક્ષા કરીને તે બીજા ઉપર ક્રોધ કરતો તું ભસવાની શોભાને શા માટે આશ્રય કરે છે ? અર્થાત-જે કર્મોના પ્રતાપે સામો આપણા ઉપર કોપ કરે છે, તે કર્મોની ઉપેક્ષા કરી કોપ કરનાર ઉપર કોપ કરવો, એ તો કુતરાના સ્વભાવને જ અનુસરવા જેવું છે, કારણ કે-મનુષ્યનો એ સ્વભાવ ન જ હોવો જોઇએ !” વધુમાં હે આત્મન ! સંભળાય છે કે-ક્ષમા માટે ભગવાન શ્રી મહાવીર પરમાત્મા પ્લેચ્છ દેશમાં પધાર્યા હતા, તો તારી સામે એવો પ્રયત્ન કર્યા વિના જ આવીને ઉભેલી ક્ષમાને વહન કરવાને તું શા માટે નથી ઇરછતો ? એટલે કે-આવા સુંદરમાં સુંદર ક્ષમાના પ્રસંગને તું કેમ વધાવી નથી લેતો ?” આમ નહિ કરનારા તત્ત્વજ્ઞાની નથી ગણાતા, પણ ભયંકર અજ્ઞાનિઓ જ ગણાય છે. તત્ત્વજ્ઞાનિઓ. તો એમ જ વિચારે છે કે- “દુનિયા જેના વચને વચન ઉપર આધાર રાખે છે તેવા અમે અમારા વચનમાં એક સરખી સ્થિતિએ ન રહીએ તો જગતનું થાય શું ?' પોતાની જાતને તત્ત્વજ્ઞાની તરીકે પંકાવતો આદમી, સમયે સમયે પોતાની વાતોને યથેચ્છ રીતિએ ફ્રવતો રહે, એને જગત પરિણામે આશિર્વાદ આપે કે શ્રાપ આપે ? અને અજ્ઞાની દુનિયાની માફ્ટ જેના વિચારો અને વૃત્તિ અસ્થિર થઇ જાય, તેને અજ્ઞાનિઓ. Page 178 of 191 Page #179 -------------------------------------------------------------------------- ________________ શિવાય તત્ત્વજ્ઞાની માને પણ કોણ ? માટે દરેકે દરેક કલ્યાણકાંક્ષિએ એવી જાહેરાત કરવી જોઇએ કે અમારા તત્ત્વજ્ઞાની તેજ, કે જે અમે બધા ફ્રીએ તેમ ન , એ તો એક સરખું જ બોલે, એ જગતને પરિવર્તન વાળું જોઇ જરાયે મુંઝાય નહિ : કારણ કે-પરિવર્તન એજ જગતનો સ્વભાવ છે, એમ એ સારી. રીતિએ સમજે છે એટલે એને રંક રાજા બને કે રાજા રંક બને એમાં આનંદ કે શોક ન થાય; કેમકે-એમાં એની દ્રષ્ટિએ નવું કાંઇ નથી.” એ કારણથી એ પુણ્યાત્માઓ એટલા સ્થિરચિત્ત હોય છે કે-દુનિયાના કોઇ પણ બનાવો તેઓને એક ક્ષણ ભર પણ મુંઝવી શકતા નથી. ક્રોધથી આત્મઘાત ક્રવો એને મહાપાપ પરિણામોની રૌદ્રતાને શરણે ગણાય છે ક્રોધના આવેશમાં આવી જઇને આત્મઘાત કરવો એ મહાપાપ છે, એનું કારણ શું ? એનું સૌથી મોટું કારણ એ છે કે, એવી રીતિએ આત્મઘાત કરવાને તત્પર બનેલો જીવ, મહા રીદ્ર પરિણામવાળો બને છે અને રીવ્ર પરિણામમાં જેનું મૃત્યુ થાય તેની ભયંકર દુર્ગતિ થાય. એવો જીવ એવી દુર્ગતિને પામે કે-ત્યાં એને ભયંકર વેદનાઓ સતત ભોગવવી પડે અને વેદનાઓથી ત્રાસીને એ ત્યાં આત્મઘાત કરવા માંગતો હોય તો પણ આત્મઘાત કરી શકે નહિ. એને ફ્રજિયાત જીવવું પડે અને ફ્રજિયાત વેદના ભોગવવી પડે. એ રીતિએ ફ્રજિયાત જીવવાનું અને જિયાત વેદના ભોગવવાનું પણ થોડાક સમયને માટે નહિ, થોડાંક વર્ષોને માટે પણ નહિ, પણ ગણ્યા ગણાય નહિ એટલાં બધાં વર્ષોને માટે ! એ પછી પણ, એ જીવ ફ્રી પાછો આવો સારો સામગ્રીસંપન્ન મનુષ્યભવ ક્યારે પામે, એ તો કહેવાય નહિ. નરક અને તિર્યંચ ગતિમાં આથડતે આથડતે કોઇ તેવું પૂણ્ય બંધાઇ જાય અને તે પૂણ્ય સહાયક બની જાય ત્યારે એ જીવ મનુષ્યપણાને પામ શકે. એટલે, આત્મઘાત એ મહાપાપ છે એમ જ્ઞાનિઓએ કહ્યું છે. બાકી તો, તેવા કોઇ અવસર માટે એમ પણ કહ્યું છે કે-શીલનું અને વ્રતનું ખંડન કરીને જીવવા કરતાં, શીલપાલન અને વ્રતપાલન કરતે કરતે, શીલપાલન અને વ્રતપાલનના ભાવમાં મરી જવું એ સારું છે ! એવી રીતિએ જે આત્મઘાત કરે, તેના પરિણામ કેવા સારા હોય ? મારે મરતાં પણ મારા શીલને અને મારા વ્રતને ખષ્ઠિત થવા દેવું નથી, એવા એના પરિણામ હોય ને ? અન્તિમ સમયના પરિણામ ઉપર જ જીવની આગામી ગતિનો આધાર રહેલો હોય. છે. જો દુર્ગતિમાં જવું પડે એવું આયુષ્ય બંધાઇ ગયું હોય, તો અન્તિમ સમયમાં આત્માના પરિણામ બગડ્યા. વિના રહે જ નહિ અને જો સુગતિમાં જવાનું આયુષ્ય બંધાઇ ગયેલું હોય, તો ખરાબમાં ખરાબ રીતિએ જીવનાર માણસના પરિણામ પણ છેવટ તેના અન્તિમ સમયે સુધર્યા વિના રહે જ નહિ. આજે કેટલાક વાત-વાતમાં આત્મઘાત કરવાની વાતો કરે છે. જો કે એવી વાત કરનારા મોટે ભાગે આત્મઘાત કરતા નથી. બહુ આવેશ આવી ગયો હોય ને ભૂલ કરી બેસે તે વાત જુદી છે. પણ સોએ સમજવું જોઇએ કે-દુઃખના આવેશમાં આત્મઘાત કરી નાંખ્યો, એટલે બીજે કાંઇ કોઇએ લાડવા દાટી મૂક્યા નથી. કોપથી બચાવનારા વિચારો અપકારી પ્રત્યે ઉત્પન્ન થતા ક્રોધને અટકાવવાને માટે તથા ક્ષમાને ધારણ કરી રાખવાને માટે, ઘણા ઘણા વિચારો ઉપકારિઓએ માવ્યા છે : જેવા કે (૧) કલ્યાણના અર્થિએ તરાના સ્વભાવનું અનુકરણ નહિ કરતાં, સિંહના સ્વભાવનું અનુકરણ કરવું જોઇએ. કુતરાના અને સિંહના સ્વભાવમાં એ છે કે-કુતરો પત્થર આદિને મારનારની ઉપેક્ષા Page 179 of 191 Page #180 -------------------------------------------------------------------------- ________________ કરીને પત્થર આદિને જ કરડવા દોડે છે, જ્યારે સિંહ પોતાની તરફ ફેંકાએલા બાણની ઉપેક્ષા કરીને બાણ મારનાર ઉપર જ ધસી જાય છ. એ જ રીતિએ, કોપ કરનારના ઉપર કોપ નહિ કરતાં, ક્રૂર કર્મોના ઉપર જ કોપ કરવો જોઇએ. કોપ કરનાર ઉપર કોપ કરવો, એ કુતરાના સ્વભાવનું અનુકરણ છે અને કોપ કરનારની ઉપર કોપ નહિ કરતાં, તેને કોપ કરવાને પ્રેરનાર ક્રૂર કર્મોના ઉપર કોપ કરવો, એ સિંહના સ્વભાવનું અનુકરણ છે. કલ્યાણના અર્થિએ સમજવું જોઇએ કે-સામો આદમી મારા ઉપર જે કોપ કરે છે, તે 홍근 એવાં કર્મોથી પ્રેરિત થઇને કરે છે : આથી સાચો પ્રતિકોપને પાત્ર કોપ કરનાર આદમી નથી, પણ તેને કોપ કરવાને પ્રેરનાર ક્રૂર કર્મો જ છે. આ રીતિએ, કુતરાના સ્વભાવવાળા નહિ બનતાં, સિંહના સ્વભાવવાળા બનવું જોઇએ અને એ માટે ગુસ્સો કરનાર કે અપકાર કરનાર ઉપર કોપ નહિ કરતાં, જે કર્મોથી પ્રેરાઇને તે ગુસ્સો કે અપકાર કરે છે, તે ક્રૂર એવાં કર્મો ઉપર જ કોપ કરવો જોઇએ. અર્થાત્-કર્મોના અનાદિકાલીન યોગથી આત્માને સર્વથા મુક્ત બનાવવાના જ પ્રયત્નમાં એકતાન બની જવું જોઇએ. (૨) એવો પણ વિચાર કરવાની સામગ્રી છે કે-ભગવાન શ્રી મહાવીરદેવ જેવા પણ ક્ષમા માટે મ્લેચ્છ દેશોમાં પધાર્યા હતા, તો વિના યત્ને આવેલી ક્ષમાને વહવાને માટે, હે આત્મન્ ! તું કેમ ઇચ્છતો નથી ? આ વિચારથી પણ અપકારી ઉપર ક્રોધને ઉત્પન્ન થતાં અટકાવી શકાય છે અન ક્ષમાને ધરી શકાય છે. (૩) વળી ત્રણ લોકનો પ્રલય કરવામાં અને ત્રણ લોકનું રક્ષણ કરવામાં જરૂરી એવા સામર્થ્યને ધરનારા પણ જો ક્ષમા રાખી શક્યા, તો હે આત્મન્ ! કેળના જેવું સત્ત્વ ધરાવતા તારા માટે ક્ષમા એ શું વ્યાજબી નથી ? એવા સમર્થ આત્માઓ પણ ક્ષમા રાખવામાં નાનમ નહોતા જોતા અને તારા જેવા ક્ષુદ્રને ક્ષમા રાખવામાં શી નાનમ જણાય છે ? આ વિચાર પણ અપકારી ઉપર આવતા ક્રોધને અટકાવવાને માટે અને તેના પ્રત્યે ક્ષમાશીલ બની રહેવાને માટે, આત્માને સમર્થ બનાવનાર છે. ન (૪) વળી જો તારામાં કોઇના પણ તરફ્થી થતા અપમાન આદિને સહવાની શક્તિ ન હતી તો પછી તે શા માટે એવું પુણ્ય ન આચર્યું, કે જેથી કોઇ પણ તને અપમાન આદિ દ્વારા પીડા ન કરે ? તેમજ એવું પાપ શા માટે આચર્યું કે જે પાપોદયના યોગે તારૂં કોઇ અપમાનાદિ કરી શકે ? જો એવું પુણ્ય નથી જ કર્યું કે જે પુણ્યોદયના પ્રતાપે તારૂં કોઇ અપમાનાદિ કરી શકે નહિ અને અનેક પ્રકારનાં એવાં પાપો કર્યાં છે કે જેથી એ પાપોના પ્રતાપે રસ્તે ચાલતો આદમી પણ તારૂં અપમાન આદિ કરીને તને પીડી શકે તો અત્યાર પૂર્વે એ પાપો કરાવનાર જે જે પ્રમાદને તેં આચર્યો છે તે પોતાના પ્રમાદને શોચતો શકો તું ક્ષમાને અંગીકાર કર ! આ વિચાર, અપકાર કરનાર ઉપર ક્રોધને ઉત્પન્ન નહિ થવા દેવા માટે અને તેને ક્ષમા કરવાને માટે, આત્માને ખૂબ ખૂબ સામર્થ્ય આપશે અને એથી તું અપકારી ઉપર પણ સારી રીતિએ શાંતિથી ક્ષમા ધરી શકશે. (૫) કોઇ જ્યારે મર્મને ઘાત કરનારાં વચનોથી પીડા કરે, ત્યારે પહેલું તો એ જ વિચારવું કે ‘ એ જે મર્મવેધી શબ્દો કહે છે, એ સાચા છે યા ખોટા છે ?’ પછી વિચારવું કે- ‘ જો સાચા જ છે, તો પછી એમાં કોપ કરવાનું કારણ જ શું છે ? અને જો ખોટા છે, તો તો એવું બોલનાર ઉન્મત્ત છે અને ઉન્મત્ત એવા આત્મા ઉપર કોપ કરવો એ મૂર્ખાઇ છે.’ આ રીતિના વિચારથી પણ કોપને જીતી શકાય છે. (૬) કોઇ વધ કરવાને ઉપસ્થિત થાય, ત્યારે સમજદારને તો વધ કરવા તૈયાર થયેલા ઉપર હાસ્ય જન્મે : કારણ કે- સમજદાર આત્માને સામો આત્મા વધ કરવા તૈયાર થાય ત્યારે વિસ્મય થાય છે. Page 180 of 191 Page #181 -------------------------------------------------------------------------- ________________ એ સમજે છે કે-મારો વધ એ મારા કર્મથી સાધ્ય છે અને એથી સમજદાર વિસ્મિત થયો થકો એવો વિચાર કરે ક- “મારા કર્મથી સાધ્ય એવા વધને માટે આ મૂર્ખ વૃથા નૃત્ય કરે છે !' (૭) એ જ રીતિએ મારી નાખવાને માટે ઉધત થયેલાને જોઇને સમજદાર આત્મા એ જ વિચારે કેમારા આયુષ્યનો આ ક્ષયકાલ છે, તે કારણથી નિર્ભય બનેલો એવો આ મરેલાને જ મારવાનું આચરી. રહ્યો છે.' (૮) આ બધા વિચારોની સાથે એવો પણ વિચાર કરે કે-હે આત્મન્ ! સર્વ પુરૂષાર્થો માટે ચોર સમાં. કોપ ઉપર તને કોપ નથી આવતો અને અતિ અલ્પ કોપ કરનારા અન્ય ઉપર કોપ કરવાને તું સજ્જ થાય છે ! આવી દશાવાળો તું ધિક્કારને જ પાત્ર છે ! અર્થાત-ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચારે ય પુરૂષાર્થોને ક્રોધ ચોરનારો છે, એટલે કે તે ચારેયને હરનારો છે : આથી અહિત કરનાર તરફ જો કોપ કરવો હોય, તો કોપ ઉપર જ કોપ કરવો જોઇએ. (૯) અથવા તો ક્રોધથી અબ્ધ બનેલા મુનિમાં અને ચંડાલમાં જરાય અંતર નથી. -આવા આવા વિચારોથી પણ ક્રોધને મારીને ક્ષમાશીલ બની શકાય છે અને ક્ષમાશીલ બનવું, એ પણ સુસાધુધર્મના પાલનને માટે તો ઘણુંજ જરૂરી છે. ચાર ક્યાયોના દંશની પીડા ધર્મદેશના આગળ ચલાવતાં ગુરુ મહારાજ રાજાને કહે છે કે- “આ સંસારમાં ક્રોધ, માન, માયા અને લોભ, એ નામના ચાર સર્પ છે. દુષ્ટ એવા આ ચાર સર્પથી જગત ડસાયેલું છે અને એના દંશની વેદનાથી પીડાતું જગત કકળાટ કર્યા કરે છે. કોઇ પ્રાણી ક્રોધની પીડાથી દુ:ખનો પોકાર કરે છે; કોઇ પ્રાણી માનની પીડાથી દુ:ખનો પોકાર કરે છે; કોઇ પ્રાણી માયાની પીડાથી દુ:ખનો પોકાર કરે છે; અને કોઇ પ્રાણી લોભની પીડાથી દુખનો પોકાર કરે છે. કોઇને ક્રોધની સળતા નથી થતી તો એનું દુ:ખ હોય છે; કોઇને માનની સળતા નથી તો એનું દુ:ખ હોય છે; કોઇને માયાની સળતા નથી થતી તો એનું દુ:ખ હોય છે, અને કોઇને લોભની સળતા નથી થતી તો એનું દુ:ખ હોય છે; કોઇને ક્રોધનું ભૂંડું ળ મળ્યું હોય, એનું દુ:ખ છે; કોઇને માનનું ભૂંડું ફ્લ મળ્યું હોય, એનું દુ:ખ છે; કોઇને માયાનું ભૂંડું ળ મળ્યું હોય, એનું દુ:ખ છે; અને કોઇને લોભનું ભૂંડું ળ મળ્યું હોય એનું દુઃખ છે, વળી ગુરુ મહારાજ કહે છે કે- ‘ક્રોધ પ્રીતિનો પ્રણાશ કરે છે, માન વિનયનો નાશ કરે છે, માયા મેસિઓનો નાશ કરે છે અને લોભ તો સર્વનો નાશ કરે છે.” ચાર ક્યાય રૂપ દર્ભેધ ભીંતો અહીં સૂરિમહારાજાએ, સંસાર એ કેવું નિઃસાર કારાગૃહ છે, એની ઓળખ પણ આપી છે. કહે છે કે-સંસાર કારાગૃહને ચાર કષાય રૂપી ચાર ભીંતો છે અને એ ચાર ભીંતોના કારણે સંસાર કારાગૃહ દુર્ભધા છે. કેદખાનાની ભીંતો દુર્ભેદ્ય જ હોય છે ને ? ગમે તેવો મજબૂત માણસ પણ લાત મારીને એને તોડી શકે એવી એ ન હોય કષાય રૂપી ભીંતો દુર્ભધ ખરી, પણ અભેધ નહિ ! ગમે તેવા કેદખાનાની ભીંતો પણ સર્વથા અભેધ હોતી નથી ને ? છતાં દુર્ભધ ભીંતને તોડવાને માટે બળ પણ ઘણું વાપરવું પડે અને કળે કળે જ એને ભેદી શકાય. ક્રોધ, માન, માયા અને લોભ રૂપ ચાર કષાય ભેદાયા વિના મોક્ષ મળે જ નહિ, પણ એ ચાર કષાયને ભેદવા એ ઘણું અઘરું કામ છે. આથી કહ્યું કે- કષાય રૂપી ભીંતોથી સંસાર કારાગૃહ દુર્ભેધ છે. પછી Page 181 of 191 Page #182 -------------------------------------------------------------------------- ________________ કહે છે કે-સંસાર રૂપી કારાગૃહની ચાર કષાય રૂપી ચાર ભીંતોમાં રાગ અને દ્વેષ રૂપ બે કમાડ જડેલાં છે. આ કારણે નિઃસાર એવું સંસાર કારાગૃહ ગાઢ અન્ધકારથી આવરાયેલું છે. અન્ધકાર તરીકે અહીં અજ્ઞાન સમજવું. ક્રોધ નિગ્રહના પાંચ પરમ ઉપાયો (૧) ક્રોધના નિમિત્તનો પોતાના આત્મામાં ભાવાભાવ વિચારવો. (૨) ક્રોધના દોષોનું ચિંતવન કરવું. (3) બાલસ્વભાવનું ચિંતવન કરવું. (૪) સ્વકૃતકર્મના ફળનું અભ્યાગમન વિચારવું. (૫) ક્ષમાના અન· ગુણોનો વિચાર કરવો. ક્રોધને જીતવાના પાંચ સુર ઉપાયો કષાયમુક્તિ એજ સાચી મુકિત છે. સાંવત્સરિક ક્ષમાપના એ જૈનોનું આવશ્યક કર્તવ્ય છે. વર્ષને અંતે પણ ક્રોધાદિક કષાયોને અચૂક અંશે નહિ તજનારો આત્મા શ્રી જેનશાસનનો આરાધક નથી બની શકતો. કષાયાદિકનો ઉપશમ એ શ્રી. જૈનશાસનની આરાધનાનું મૂળ છે. અનન્તાનુબંધી કષાયોના ક્ષયોપશમ વિના સમ્યગદર્શનની પ્રાપ્તિ નથી, અપ્રત્યાખ્યાની કષાયોના ક્ષયોપશમ વિના દેશવિરતિની પ્રાપ્તિ નથી અને પ્રત્યાખ્યાની કષાયોના ક્ષયોપશમ વિના સર્વવિરતિની પ્રાપ્તિ નથી. ઉત્તરોત્તર ધર્મની પ્રાપ્તિનો આધાર આત્મામાં થનારા કપાયાદિકના ઉપશમ, ક્ષય અને ક્ષયોપશમ પર આધાર રાખે છે. કષાયોના સર્વથા ક્ષય વિના ચતુર્દશ પૂર્વધર શ્રુતકેવળી મહાપુરૂષોને પણ કેવળજ્ઞાન મુક્તિ પ્રાપ્ત થતાં નથી. કેવળજ્ઞાન કે મુક્તિની પ્રાપ્તિનો આધાર વીતરાગતા પર છે અને વીતરાગતાનો આધાર મોહના સર્વથા ક્ષય ઉપર રહેલો છે. મોહનો ક્ષય રાગ દ્વેષના અભાવે થાય છે. તથા રાગ દ્વેષનો સર્વથા અભાવ એ જ કષાયોનો આત્યંતિક ક્ષય છે. માયા અને લોભ એ રાગના ઘરના કષાયો છે જ્યારે ક્રોધ અને માન એ દ્વેષના ઘરના કષાયો છે. રાગ દ્વેષનો સર્વથા ક્ષય કરવા માટે ક્રોધાદિક ચારે કષાયોના ક્ષય આવશ્યક છે અને એ ક્રોધાદિક ચારે કષાયોનો ક્ષય સાધવો એ શ્રી જેનશાસનના અનુષ્ઠાનોનું પરમ ધ્યેય છે. શ્રી વીતરાગ શાસનમાં પર્યુષણ પર્વની યોજના એજ ધ્યેયને અનુલક્ષીને કરવામાં આવી છે. કષાય રહિત બનવું એ જેનમાત્રનું અંતિમ ધ્યેય છે. સમ્યગદ્રષ્ટિ, દેશવિરતિ કે સર્વવિરતિ ગુણસ્થાનકની પ્રાપ્તિ તે તે ગુણસ્થાનકને યોગ્ય કષાયના અભાવ ઉપર રહેલી છે. એટલા જ માટે સર્વવિરતિધર અને દેશવિરતિધર આત્માઓ, પોતાના સર્વવિરતિ અને દેશવિરતિ ગુણની પ્રતિપાલના માટે, કોઇપણ પ્રાણી પ્રત્યે થયેલા પોતાના અપરાધની નિત્યની આવશ્યક ક્રિયા વખતે નિરંતર ક્ષમા યાચે છે અને પોતાનો અપરાધ કરનાર સર્વ આત્માઓને ક્ષમા અર્પે છે. સમ્યગદ્રષ્ટિ આત્માઓ પણ એજ રીતિનું અનુકરણ કરે છે. નિરંતર તેમ નહિ કરી શકનારા પંદર દિવસે, ચાર મહિને કે છેવટે વર્ષને અંતે તો અવશ્ય તેમ કરે છે. વર્ષને અંતે પણ પોતાના કષાયોને નહિ ઉપશમાવનાર આત્મા જેનપણાને હારી જાય છે. જેનશાસનની આ સનાતન રીતિ છે. એ રીતિના પાલન માટે પર્યુષણાનો સાંવત્સરિક દિવસ નિર્માણ થયેલો છે. એ દિવસે દરેક જૈન સ્ત્રી, પુરૂષ, બાળક, વૃદ્ધ, યુવાન કે પ્રોઢ પોતાના પવિત્ર ધર્મને યાદ કરે છે. “સામો ક્ષમા આપો કે ન આપો પણ, Page 182 of 191 Page #183 -------------------------------------------------------------------------- ________________ મારે તો ક્ષમા આપવીજ જોઇએ નહિ તો હુ જેનપણાનો વિરાધક બનું' આવી ભાવના પૂર્વક સમજદાર પ્રત્યેક જૈન એ દિવસે પોતાના અપરાધોને યાદ કરે છે અને એ પોતાના પ્રત્યેક અપરાધ માટે માફી માગવી. એને પોતાનો પરમધર્મ સમજે છે. જેનશાસનનો એ કાયદો છે કે-સામો આત્મા ક્ષમા આપો યા ન આપો પણ પોતે તો ખમાવવું જોઇએ અને એ રીતે ખમાવનાર આત્મા સામો ક્ષમા ન આપે તોપણ આરાધક બને છે. એ ન્યાયે જાણતાં અગર અજાણતાં કરેલા પોતાના અપરાધોને ખમાવવા અને સામાના અપરાધોને ખમવા એ આરાધના માટેનું મહાન કૃત્ય શ્રી જિનેસ્વરદેવોએ ઉપદેશ્ય છે. અન્યના અપરાધો ખમી લેવા અને પોતાના અપરાધો ખમાવી લેવા એ ધાર્મિક શુદ્ધિ માટે અત્યંત આવશ્યક છે. આજે પણ એ ભાવના જેનસમાજમાં વિધમાન છે અને એનાજ પ્રતાપે એનું સ્થાન ઇતર સમાજોની અપેક્ષાએ ઉંચું છે તથા એ પવિત્ર ભાવના જ્યાં સુધી રહેશે ત્યાં સુધી એનું સ્થાન ઉંચું રહેવાનું છે. શ્રી વીતરાગ શાસનની આરાધના વીતરાગ બનવા માટે છે અને વીતરાગ બનવા માટે કષાયાદિકનો ક્ષય જરૂરી છે. એ સિદ્ધ થયા પછી કષાયાદિકનો વિનાશ સાધવા માટેના ઉપાયો શું છે એ વિચારવાનું પ્રાપ્ત થાય છે. સાધક વિના સાધ્ય સિદ્ધિ થતી નથી. કષાયરહિત બનવું એ સાધ્ય છે અને કષાયરહિત બનવાના ઉપાયોનું ચિંત્વન, મનન અને પરિશીલન એ સાધન છે. ચારે કષાયોમાં પ્રથમ કષાય ક્રોધ છે અને એ ક્રોધને ઉપશમાવવા માટે શ્રી સાંવત્સરિક પર્વનું વિધાન છે. જેનોનું સાંવત્સરિક પર્વ એટલે ક્રોધ ઉપર વિજય મેળવવાનો ઉત્સવ. ક્રોધ ઉપર વિજય મેળવ્યા વિના એ સાંવત્સરિક પર્વની આરાધના અધુરીજ રહે છે. ક્રોધપર વિજય પ્રાપ્ત કરવા માટે શાસ્ત્રકારોએ અનેક ઉપાયો દર્શાવ્યા છે. તે સર્વ ઉપાયોનો સંગ્રહ કરી સમર્થ શાસ્ત્રકાર સુવિહિતપુરંદર વાચકમુખ્ય શ્રી ઉમાસ્વાતિજી મહારાજ, સ્વરચિત શ્રી અર્વત્રવચના સંગ્રહમાં પાંચ ઉપાયોનો નિર્દેશ કરે છે. તે પાંચે ઉપાયો મૂળ ભાષામાં જ તેના તાત્પર્ય સાથે અત્રે ટાંકવામાં આવે છે. 'तत्कथं क्षमितव्यमिति चेदुच्यते / क्रोधनिमित्तस्यात्मनि भावाभावचिन्तनात / परे: प्रयुक्तस्य क्रोधनिमित्तस्यात्मनि भावचिन्तनादभावचिनानादा क्षमितव्यम् / भावचिन्तनात वाचदिद्यन्ते मय्यते दोषा:किमत्रासौमिथ्या बवीति क्षमितव्यम्/अभावचिन्तनादपिक्षमितव्यं नैते विद्यन्ते मयि दोषा यानअ ज्ञानादसो क्षमितव्यं / किं चान्यत / क्रोधदोषचिन्तनात् क्षमित व्यम / क्रुद्धस्य हि विद्वेषासादनस्मृतिभ्रंशवतलौंपादयो दोषा भवन्तीति / किंचान्यत् / बालस्वभावचिन्तनात परोक्षप्रत्यक्षाक्रोशताड नमारण धर्मभ्रंशाना मुत्तरोत्तररक्षार्थम् / बाल इति मुढमाह / परोक्षमाक्रोशति बाले क्षमितव्यमेव/एवं स्वभावा हि बाला भवन्ति/दिष्टया च मां परोक्षमाक्रोशति न प्रत्यक्षमिति / लाभ एव मन्तव्य इति/दिष्टया च मां परोक्षमाक्रोशति न प्रत्यक्ष मिति/लाभ एव मन्तव्य इति/प्रत्यक्षमप्याक्रोशति बाले अमितव्यम/विद्यत एवैतद्धालेषु / दिष्टया च मां प्रत्यक्षमाक्रोशति न ताडयति / एतदप्यरित बालश्चिति लाभ एव मन्यतव्य:/ताइयत्यपि बाले क्षमितव्यं । एवंस्वभावा हि बाला भवन्ति । दिष्टया च मां ताडयति न प्राणैर्वियोजयतीति । एतदपि विद्यते बालेश्चिति प्राणैर्वियोजयत्यपि बाले क्षमितव्यम / दिष्टया च मां प्राणैर्वियोजयति न धर्मात भ्रंशयतीति क्षमितव्यम् । एतदपि विद्यते बालेप्चिति लाभ एव મre: // øિવINC / 4$dpÍpભI IIHIPQ / 4pdppભI ગ્રામ/ડાં મમ, निमित्तमा पर इति क्षमितव्यम् / किंचान्यत / क्षमागुणांश्चानाया सादोननुस्मृत्य क्षमितध्यमेवेति क्षमाधर्मः ।। તાત્પર્ય - ક્ષમા શા માટે કરવી જોઇએ એ પ્રશ્નના ઉત્તરમાં તેઓશ્રી ક્રમાવે છે કે ૧. બીજાઓ તરક્કી પોતાને ક્રોધ થવાનું નિમિત્ત આપવામાં આવે તે વખતે તે નિમિત્તનો પોતાના આત્મામાં સદ્ભાવ છે કે અભાવ છે એમ વિચારવું. Page 183 of 191 Page #184 -------------------------------------------------------------------------- ________________ બીજાએ આપેલા નિમિત્તનો પોતામાં સભાવ હોય તો વિચારવું કે આ દોષો મારામાં વિદ્યમાન છે તો. પછી તેમાં ખોટું શું કહે છે કે જેથી મારે કોપ કરવો ? પોતામાં તે દોષનો અભાવ હોય તો પણ ક્ષમા કરવી. એજ ઉચિત છે. કેમકે અજ્ઞાનથી ખોટા દોષોનું આરોપણ કરનાર ઉપર ક્ષમા કરવી એજ યોગ્ય છે. ૨. ક્રોધના દોષોનું ચિંતવન કરવાથી ક્રોધનો નિગ્રહ થાય છે. ક્રોધી આત્મા વૈરને વધારે છે, ન કરવાનું કાર્ય કરે છે, સ્મૃતિથી ભ્રષ્ટ થાય છે તથા વ્રતાદિકનો પણ લોપ કરે છે માટે ક્રોધના નિમિત્ત વખતે ક્ષમા ધારણ કરવી એજ હિતકર છે. ૩. ક્રોધનો નિગ્રહ કરવા માટે ત્રીજો ‘બાલસ્વભાવનું ચિંતવન કરવું.' એ ઉપાય છે. બાલ એટલે મૂઢ આત્માને સ્વભાવજ એવો હોય છે, એમ વિચારવું. પરોક્ષમાં આક્રોશ, પ્રત્યક્ષમાં આક્રોશ, તાડન, મારણ અને ધર્મબંશાદિ વખત ઉત્તરોત્તર લાભની ચિંતવના કરવી. પરોક્ષમાં કોઇ આક્રોશ કરે ત્યારે વિચારવું કે બાલનો એ સ્વભાવજ છે. પ્રત્યક્ષમાં આક્રોશ નહિ કરતાં મને પરોક્ષમાં આક્રોશ કરે છે તેટલો મારો ભાગ્યનો ઉદય છે. મારે એટલો લાભજ માનવો જોઇએ. પ્રત્યક્ષ આક્રોશ કરનાર બાલ પર પણ ક્ષમાજ કરવી જોઇએ. બાલજીવોને એ સુલભ છે. ભાગ્યની વાત છે કે મને પ્રત્યક્ષમાં આક્રોશન કરે છે પણ તાડન કરતો નથી. બાલનો એ સ્વભાવ છે એમ વિચારી. લાભ માનવો જોઇએ. - તાડન કરનાર બાલ પર પણ ક્ષમા જ કરવી જોઇએ બાલ આત્માઓ એવાજ સ્વભાવવાળા હોય છે. મારૂં એટલું પુણ્ય છે કે માત્ર મને તર્જના કર છે પણ પ્રાણથી વિયોગ કરાવતો નથી. બાલમાં આ હોવા સંભવ છે. પ્રાણનો વિયોગ કરાવનાર બાલને વિષે પણ ક્ષમાજ કરવી જોઇએ. મારો પુણ્યનો ઉદય છે કે મને પ્રાણથી વિયોગ કરાવે છે પણ મારા ધર્મથી મને ભ્રષ્ટ કરતો નથી. બાલ જીવોમાં એ પણ સંભવે છે માટે ધર્મથી ભ્રષ્ટ કરતો નથી એટલો લાભજ માનવો જોઇએ. ૪. ક્રોધના નિગ્રહ માટે ચોથો ઉપાય ક્રોધના નિમિત્ત વખતે પોતે કરેલા કર્મના ફળનું આવાગમન છે એમ ચિંતવવું એ છે. મારા જ કરેલા પૂર્વકર્મના ફળનું આ આગમન છે. તેને મારે ભોગવવા જ જોઇએ સામો તો નિમિત્તા માત્ર છે. એમ વિચારી અન્ય ઉપર ક્ષમા કરવી જોઇએ. ૫. ક્રોધને જીતવાનો છેલ્લો ઉપાય ક્ષમાના ગુણોનું ચિંતવન કરવાનો છે. ક્ષમા એ આત્માનો સાહજિક ધર્મ છે, ક્ષમા કરવામાં કોઇ જાતનો પરિશ્રમ પડતો નથી, ક્ષમા કરવામાં એક પાઇનું પણ ખરું પડતું નથી, ક્ષમા ધારણ કરવાથી ક્રોડો ભવના કલેશો નાશ પામે છે.” ઇત્યાદિ ક્ષમાના અનગુણોનું ચિંતવન કરવું. - ઉપરોક્ત ઉપાયોના વારંવાર ચિંત્વન, મનન અને પરિશીલન દ્વારા ક્રોધનો સહેલાઇથી નિગ્રહ થાય છે. ક્રોધનો નિગ્રહ કરનાર આત્મા શ્રી જિનેશ્વરદેવોએ કહેલા ધર્મનો આરાધક બને છે. “ક્ષમાપના' નામના પર્યુષણ પર્વના પરમ કૃત્યને આ રીતે અમલમાં મૂકી જે કોઇ આ પર્વની આરાધના કરે છે તે પોતાના આત્માને આ સંસારસાગરથી અનાયાસે તારી મુક્તિના શાશ્વત સામ્રાજ્યનો ભોક્તા બનાવે છે. ૭. હવે સાતમા ક્રોધપિંડનું સ્વરૂપ કહે છે. વિધા, મંત્ર વગેરેના પ્રભાવથી ઉચ્ચાટન, મારણ વગેરેના ડરથી, તપના પ્રભાવથી, શ્રાપ આપવા વગેરેના ભયથી, રાજપ્રિય હોવાથી અથવા તેમનું શરીરબલ કે ક્રોધનું ળ જોઇને જે અશન વગેરે આહારનું દાન આપે તે ક્રોધપિંડ કહ્યો. આમાં ઘેબર વાળા સાધુનું Page 184 of 191 Page #185 -------------------------------------------------------------------------- ________________ દ્રષ્ટાંત કહે છે. તે આ પ્રમાણે. હસ્તિકલ્પનગરમાં એક સાધુ મા ખમણના પારણે કોઇ બ્રાહ્મણના ઘરે મૃત્યુનિમિત્તના જમણમાં વહોરવા માટે ગયા. ત્યાં બ્રાહ્મણો ઇચ્છા પ્રમાણે ઘેબર ખાતા હોવા છતાં પણ ઘણો વખત થવા છતાં સાધુને ઘેબર આપ્યા નહિ. આથી ગુસ્સે થયેલા તે “બીજા મરણમાં આપજો' એમ કહી ત્યાંથી (સાધુ) નીકળી ગયા. નસીબ જોગે તેજ ઘરે બીજો માણસ મરી ગયો, સાધુ પણ આગળની જેમ માસિક જમણમાં વહોરવા ગયા. ત્યારે પણ આગળની જેમ બધાને ખાતા જોઇ, લાંબો વખત સુધી ઊભા રહેવા છતાં ઘેબરની ભિક્ષા ન મળી ત્યારે ગુસ્સે થઇ આગળની જેમ કહી પાછા જતા રહુ. ફ્રી ત્રીજીવાર પણ તે ઘરમાં ત્રીજો માણસ મરી ગયો. તેના મહિનાના જમણમાં સાધુ આગળની જેમ ફ્રી બોલીને પાછા જતા હતા ત્યારે તે દ્વારપાળે જોયું. અને તે આખી હકીકત ઘરના માલિકને જણાવી, ત્યારે તે ઘર માલિકે મૃત્યુ ભય ઉત્પન્ન થવાથી પોતાનો અપરાધ ખમાવી તે સાધુને ઇચ્છા પ્રમાણે ઘેબર વહોરાવ્યા. જેમ આ સાધુએ ક્રોધ ફ્લ બતાવી ગોચરી લીધી, તેમ બીજા સાધુએ ન કરવું, ક્રોધપિંડનું સ્વરૂપ કહ્યું. ૮. હવે આઠમા માનપિંડનું સ્વરૂપ કહે છે. લબ્ધિ અને પ્રશંસા વડે ગર્વિત થયેલ કોઇક સાધુને જ્યારે બીજા સાધુ વગેરે દ્વારા “તું જ આ કામ કરવા સમર્થ છે.” વગેરે વચનો વડે ઉત્સાહિત થયેલો અથવા ‘તારાથી કાંઇ ન થાય' વગેરે વચનો વડે અપમાનિત થયેલો (સાધુ) હોય, અથવા ગૃહસ્થનું અભિમાન વધારતો જે સાધુ આહારને લે છે તે માનપિંડ કહેવાય છે. આમાં સેવ વહોરવાની ઇચ્છાવાળા સાધુનું દ્રષ્ટાંત આ પ્રમાણે છે. કોશલ દેશમાં ગિરિપુષ્મિતનગરમાં સેવના પર્વના દિવસે જુવાન સાધુઓ અરસપરસ વાતો કરતા. હતા, ત્યારે તે એક સાધુએ કહ્યું કે..... “આજે તો ઘણી સેવ મળશે. પરંતુ કાલે જે આ સેવ લાવશે તે લબ્ધિમાન છે.” આ પ્રમાણે કહ્યું ત્યારે બીજા સાધુએ કહ્યું, ‘સેવથી શું ?' જે ઘી, ગોળ વગરની હોય થોડી હોય આ પ્રમાણે વાત ચાલતી હતી, ત્યારે એક સાધુ અભિમાન ઉત્પન્ન થવાથી પ્રતિજ્ઞા પૂર્વક કહ્યું કે “હું આજના જેવી જ કાલે પણ સેવ લાવીશ.” બીજે દિવસે તે સાધુ સેવના માટે ક્રતા હતા. કોઇક મોટા શેઠના મકાનમાં તેવા પ્રકારની સેવ જોઇ....તે સ્ત્રી પાસે વિવિધ વચનો વડે તેની યાચના-માંગણી કરી છતાં પણ તે જ્યારે આપતી નથી, ત્યારે તેને પ્રતિજ્ઞા કરી કે ગમે તેમ કરીને હું આ સેવને વહોરીશ.' ત્યારે તે સ્ત્રીને પણ અભિમાન ઉત્પન્ન થયું હોવાથી તેને પણ કહ્યું કે “જો ત આ લઇ જઇશ તો મારું નાક (ઘસાયું) કપાયું માનીશ' હવે તે સાધુ તે લેવા માટે તેનો પતિ સભામાં બેઠો છે, એમ ક્યાંયથી જાણીને તે સભામાં જઇને પૂછયું, કે તમારામાં દેવદત્ત કોણ છે ? આ પ્રમાણે તેને પૂછયું ત્યારે સભાજનો એ પૂછયું તેનું શું કામ છે? તેને કહ્યું કાંઇક માંગવું છે. ત્યારે તે સભાજનોએ કહ્યું હે મહાત્મા ! એ તો શૂન્યા ઘરમાં-ખંડિયેરમાં પોતાની કુમારીને માંગવા જેવું છે. આ પ્રમાણે સભાજનો દ્વારા પોતાની મશ્કરી થતી સાંભળીને તે દેવદત્ત ઇર્ષ્યા ઉત્પન્ન થવાથી સાધુને કહેવા લાગ્યો. “અરે તારે જે કંઇ કામ હોય તે કહે હુ જ દેવદત્ત છું.’ આ પ્રમાણે તેને કહ્યું. સાધુએ કહ્યું. “હું કામ કહં પણ જોતું છઠ્ઠા ઉપર સાતમો ન થતો હોય તો આ પ્રમાણે તેને કહ્યું ત્યારે કુતુહલ ઉત્પન્ન થવાથી તે સભાજનો તેને કહેવા લાગ્યા “કયા તે છ જણા ?' તેને કહ્યું ધ્યાન આપી સાંભળો. (૧) શ્વેતાંગુલી, (૨) બકોટ્ટાયો, (૩) તીર્થસ્નાતા, (૪) કિંકર, (૫) હૃદનો, (૬) ગૃધ્રાવરિંખી આ છ જણા સ્ત્રીને આધિન છે, એમની વાત આ પ્રમાણે છે. (૧) પોતાના પ્રાણ પ્રિયાના આદેશને આધિન થયેલા કોઇક કુલ પુત્રે સવારે તેની સ્ત્રી પાસે ભોજન માંગ્યું, ત્યારે તે પથારીમાં બેઠી બેઠી કહેવા લાગી. “જો તમને ભૂખ લાગી હોય તો ચૂલામાંથી રાખ કાઢો અને પાણી ઇંધન લાવો, જેથી હું જલ્દી તમને જમાડું' આ પ્રમાણે તેને કહ્યું અને તેણે કર્યું. આ પ્રમાણે દરરોજ રાખ દૂર કરવાથી આંગળીઓ સફ્ટ થઇ ગઇ, એથી લોકોમાં શ્વેતાંગુલિક તરીકે પ્રસિદ્ધ થયો, (૨) Page 185 of 191 Page #186 -------------------------------------------------------------------------- ________________ હવે બીજાનું સ્વરૂપ કહુ છું સ્ત્રીને આધિન કોઇક પુરુષને તેની પત્નીએ કહ્યું કે તમારે જ રોજ તળાવેથી. પાણી લઇ આવવાનું ત્યારે તે પણ પ્રિયના આદેશને ગુરુની આજ્ઞા બરાબર સમજી બહુમાનવા લાગ્યો અને દરરોજ તે પ્રમાણે કરે છે. દિવસે લોકોની લાજ-શરમ કારણે અંધારામાં તે તળાવે જાય છે. ત્યારે તે તળાવ પાસે રહેલા બગલાઓ ઉડે છે. આ વાત લોકોએ જાણી. ત્યારે બકોટ્ટાયી-બગલા ઉડાડનાર એવું તેનું નામ સ્થાપ્યું. (૩) હવે તીર્થસ્નાતાનું સ્વરૂપ કહે છે પોતાની પ્રાણપ્રિયાને પ્રાણ સોંપી દીધા છે એવા કોઇક પુરુષે તેની સ્ત્રીની પાસે નાહવા માટે પાણી માંગ્યું. ત્યારે તેને કહ્યું કે “ન્હાવા માટેની સામગ્રી લઇ તળાવે જાઓ, ત્યાં સ્નાન કરી જલ્દી પાછા ઘરે આવો.” તે પ્રમાણે તે કરવા લાગ્યો. આથી લોકો તેનું તીર્થસ્નાતા એવું નામ રાખ્યું. (૪) હવે કિંકરનું સ્વરૂપ કહે છે. સ્ત્રીને વશ એવો કોઇક પુરુષ સવારના વખતે ઉઠીને સ્ત્રીને કહે છે. “હે પ્રિયા ! બોલ શું કરું ?' ત્યારે તે કહે છે “પહેલા પાણી લાવો.' તે લાવીને તે ફ્રી પૂછે છે, ત્યારે તે કહે છે “ઘરનું વાસીદુ વાળો' એ પ્રમાણે છાણ કઢાવે દળાવે વગેરે બધા હુકમો-આજ્ઞા કરાવે અને છેલ્લે શું કરું ? એ પ્રમાણે કહેવાથી લોકોએ તેનું કિંકર એટલે નોકર એવું નામ પાડ્યું. (૫) હવે હદન-અધનનું સ્વરૂપ કહે છે. કોઇક સ્ત્રીના આદેશને આધિન હોવાથી બાળકોને રમાડવા તેના પેશાબ વિષ્ટા વગેરે સાફ કરવા તથા અધન-વિષ્ટાથી બગડેલા ખરડાયેલા કપડા ધોવા વગેરે કરવાથી, ગંધાતા કપડાવાળો થયેલો હોવાથી લોકોએ હદન-અધન નામ પાડ્યું. (૬) હવે ગૃધ્રાવરિંખીની વાત કરે છે. કોઇક પુરુષ જમવા માટે બેઠો હતો, અને સ્ત્રીની પાસે શાક, દહિં, છાશ વગેરે માગ્યું, ત્યારે તે ઘરના કામમાં રોકાયેલી હોવાથી હુકમ પૂર્વક કહ્યું, “આગળ આવીને લઇલો' ત્યારે તે ગીધની જેમ કૂદતો કૂદતો તેની પાસે જાય છે અને પાછો આસને જાય છે. તેથી લોકોએ (તેનું) ગૃધ્રાવરિંખી નામ પાડ્યું, આ પ્રમાણે સ્ત્રીને અધિન છ પુરુષોનું સ્વરૂપ સાંભળી સભાજનોએ કહ્યું, I દેવદત્ત પણ આ છ જણામાંનો એક છે. આ પ્રમાણે પોતાની મશ્કરી ન સહેવાથી દેવદત્તે સાધુને કહ્યું કે... “હે સાધુ ! આમની વાત શું કામ સાંભળો છો ? તમારે જે જોઇએ તે માંગો' ત્યારે સાધુએ કહ્યું “જો એમ હોય તો તારા ઘરમાંથી મને ઘી, ગોળ વાળી ઘણી સેવ આપ,” જ્યારે તે દાન આપવા માટે ઉઠીને પોતાના ઘર તરફ ચાલવા માંડ્યો, ત્યારે સાધુએ તેની સ્ત્રી સાથે થયેલી હકીકત જણાવી. ત્યારે તે દેવદત્ત પણ તે હકીકત જાણી સાધુને બહાર ઉભા. રાખી પોતે ઘરમાં ગયો, જઇને કોઇક કામના બહાનાથી પોતાની સ્ત્રીને માળમેડી પર ચડાવી તેની. નિસ્સરણી દૂર કરી સાધુને અંદર બોલાવ્યા, અને ઘી, ગોળ સાથે ઇચ્છા મુજબ-જેટલી જોઇએ તેટલી સેવા સાધુને હોરાવી, અને સાધુએ પણ આગળ કરેલ નાક ઘર્ષણનો સંકેત યાદ કરાવવા માટે તે સ્ત્રીની સામે પોતાના નાક પર આંગળી વવા લાગ્યા, જેમ આ સાધુએ માનપિંડ લીધો તેમ બીજા મુનિ પુંગવોએ ન લેવો એ પ્રમાણે માનપિંડનું સ્વરૂપ કહ્યું, હવે માયાપિંડનું સ્વરૂપ કહે છે. (૯) માયા એટલે બીજાને ઠગવા-છેતરવા પૂર્વક વિવિધ પ્રકારના પોતાના રૂપો કરી-બતાવી સાધુ જે ગોચરી લે તે માયાપિંડ કહેવાય એમાં અષાઢાભૂતિનું દ્રષ્ટાંત છે, (તે આ પ્રમાણે જાણવું.) - રાજગૃહનગરમાં સિંહરથ નામનો રાજવી નીતિ પૂર્વક રાજ્યનું પાલન કરે છે. એક વખત નગરમાં ધર્મરૂચિ નામના આચાર્યદેવ સપરિવાર પધાર્યા. તેમનો વિવિધ લબ્ધિનો ભંડાર એવો અષાઢાભૂતિ નામનો શિષ્ય ગોચરી માટે તો, તો, એક નટનાં ઘરે ગયો. ત્યાં તેને એક લાડુ વહોરાવ્યો. ત્યારે તેને વિચાર આવ્યો કે “આ લાડુ તો આચાર્ય મહારાજ લેશે.' એમ વિચારી રીવાર કાણા સાધુનું રૂપ કરી બીજીવાર ગયો ત્યારે પણ એક લાડુ આપ્યો, “આ લાડુ તો ઉપાધ્યાય લેશે.' એમ વિચારી ફ્રીવાર દૂબળા સાધુનું રૂપ કરી ફ્રી લાડુ વહોર્યો આ લાડુ તા સંઘાટક સાધુનો થશે એમ વિચારી ચોથી વાર કોઢીયા સાધુનું રૂપ કરી ફ્રી લાડુ વહોર્યો, આ હકીકત બારીમાંથી બેઠેલા નટે જોઇ વિચાર્યું. જો આ અમારા ઘરમાં રહેતો નાટક વડે ઘણા પૈસા કમાઇ શકાઇ, એમ વિચારી તેને બોલાવીને તેની ઇચ્છા મુજબ લાડુઓ વહોરાવી, તે નટે તેને કહ્યું, “હંમેશા ગોચરી માટે અહીં તમારે આવવું.' હવે તે નટે પોતાની સ્ત્રીને કહ્યું કે “આ કળાનો ભંડાર છે” Page 186 of 191 Page #187 -------------------------------------------------------------------------- ________________ માટે એને એવી રીતે આકર્ષિત કરવો કે જેથી તારી છોકરી પર અનુરાગી બનીને દરરોજ આપણા ઘરે આવતો રહે. આ પ્રમાણે શીખવાડાયેલી તે નટની સ્ત્રીએ પોતાના ઘરે રોજ આવતા સાધુને પોતાની બે દીકરીઓ દ્વારા એવો લલચાવ્યો કે જેમ કાચો માટીનો ઘડો પાણી વડે ફૂટી જાય તેમ છોકરીઓના હાવભાવવડે પતિત થયેલો તે ગુરુને અવગણી દીક્ષા છોડી દારુ, માંસ ન વાપરીશ એવી પ્રતિજ્ઞા કરી તે છોકરીઓ સાથે લગ્ન કરી તેમનાજ મકાનમાં રહ્યો. હવે એક વખત નાટક મંડળી લઇ રાજમહેલમાં નાટક કરવા ગયો. ત્યારે રાજા જુગાર અને શિકારમાં વ્યસ્ત હોવાથી તેને પાછું આવવું પડ્યું, તે વખતે તેની બે સ્ત્રીઓ પોતાના પતિને રાજમહેલમાં ઘણો ટાઇમ લાગશે એમ સમજી દારુ પીધો, તે પીવાથી મદોન્મત્ત થયેલી જેવા તેવા શરીરવાળી થયેલી જોઇ, વિષયોથી વિરક્ત થયેલો તે વિચારવા લાગ્યો કે ‘ ધિક્કાર છે, મને કે જે મેં એકાંતે હિતકારી શ્રી ગુરુદેવના ચરણોની આરાધના છોડી આવા (નીચે) સ્વભાવવાળી આ બે સ્ત્રી પર રાગ કરી, મોક્ષના કારણ રૂપ શ્રી સર્વવિરતિની આરાધના રૂપ દીક્ષાને નકામી હું હારી ગયો, માટે હજુ પણ તેનો સ્વીકાર કરવા (દ્વારા) પૂર્વક તેની આરાધના કરવા દ્વારા મારા કર્મરૂપી વનને બાળું-જલાવું.' એમ વિચારી મકાનમાંથી નીકળતો હતો, તે વખતે નટની પ્રેરણાથી તેની બે સ્ત્રીઓ જીવવા માટે આ જીવિકા માંગવા લાગી, ત્યારે પાંચસો રાજકુમારના પાત્રવાળું શ્રી ભરત ચક્રવર્તીનું નાટક રચી, સાત દિવસ સુધી રાજદરબારમાં ભજવતા-ભજવતા આરિસા ભુવનમાં ભરત ચક્રવર્તીનો પ્રવેશ થયો ત્યાં સુધી આવ્યું, આરિસા ભુવનમાં પ્રવેશ કર્યો પછી આંગળીમાંથી રત્નની વીંટી પડી જવાના કારણે ભરત મહારાજાની જેમ શરીરની અસારતા વગેરેને વિચારતા-ભાવના ભાવતા કેવલજ્ઞાન પામ્યા. ત્યાર બાદ સાધુલિંગ સ્વીકારી રાજા વગેરેને પ્રતિબોધી પાંચસો રાજકુમારોને ચારિત્ર આપી ભવ્ય જીવોને પ્રતિબોધ કરતા પૃથ્વી પર વિહરવા લાગ્યા, જેમ આ મહાત્મા એ પહેલા માયાપિંડ લીધો. તેમ બીજા મુનિપુંગવોએ ન લેવો, એ પ્રમાણે માયાપિંડનું સ્વરૂપ કહ્યું. (૧૦) હવે લોભપિંડનું સ્વરૂપ કહે છે તે આ પ્રમાણે - ‘આજે ઘીથી લચપચતા મીઠાલાડુ વગેરે વહોરીશ' એવા આશયપૂર્વક લાંબા વખત સુધી ફરવું તે લોભપિંડ, આમાં સિંહ કેશરીયા લાડુવાળા સાધુનું દ્રષ્ટાંત છે તે આ પ્રમાણે. ચંપા નગરીમાં એક તપસ્વી સાધુ પારણાના દિવસે સિંહ કેશરીયા લાડુ વહોરવાની ઇચ્છાવાળા કોઇ ક ઉત્સવના દિવસે વહોરવા ગયા. તે ન મળવાથી અને તેની ઇચ્છાનો અત્યંત અતિરેક થવાના કારણે તે લાડુને જ મનમાં ધારી ‘ધર્મલાભની જગ્યાએ સિંહકેસરીયા લાડુ' એમ બોલતા રાત્રીના બે પ્રહર સુધી ભમવા લાગ્યા. અડધી રાતે પણ એ પ્રમાણે જ ફરતા હતા, તે વખતે તેમના મનના ભાવ જાણી ગયેલએક વિજ્ઞશિરોમણિ કોઇક શ્રાવકે સિંહકેશરીયા લાડુનો થાળ ભરી તેમને વહોરાવ્યા. ત્યાર બાદ સ્વસ્થ્ય થયેલ તે સાધુને તે શ્રાવકે પ્રશ્ન કર્યો. ‘હે ભગવંત્ ! પુરિમુકનું પચ્ચકખાણ થયું કે ન થયું ?' તે વખતે સાધુએ ઉપયોગ આપી ઉપર જોતા ખીલેલા ચન્દ્રમાને જોઇ અર્ધરાત્રીનો સમય જાણીને તેમને કહેવા લાગ્યા. ‘હે મહાનુભાવ ! તમે સારું કર્યું કે જે હું અનાચારના રસ્તે હતો, તેને તમે યુક્તિપૂર્વક પ્રતિબોધ કર્યો, જગાડ્યો.’ આ પ્રમાણે તેની આગળ બોલી તે નગરની બહાર નીકળી ગયા. ત્યાં જઇ નિર્દોષ ભૂમિમાં વિધિપૂર્વક તે લાડુઓને પરઠવતા પરઠવતાં કેવલજ્ઞાન પામ્યા. જેમ આ મુનિએ લોભપિંડ વહોર્યો તેમ બીજા સાધુએ ન વહોરવા. આ પ્રમાણે લોભપિંડનું સ્વરૂપ કહ્યું. આ રીતે કષાયોના સ્વરૂપને જાણીને એનો ત્યાગ કરવા અથવા શક્ય એટલો પરિહરવા માટે પ્રયત્ન કરવો જોઇએ. એ રીતે પરિહરવાનો પ્રયત્ન કરતાં કરતાં જીવો સંપૂર્ણ કષાયથી મુક્ત થાય ત્યારે જ વીતરાગ દશાને પ્રાપ્ત કરી શકે છે અને ક્ષાયિક ચારિત્રને પ્રાપ્ત કરી શકે છે આથી વીતરાગતાને પામવા માટે કષાયોને ઓળખી શક્ય ત્યાગ કરવાનો પ્રયત્ન કરો એ અભિલાષા. Page 187 of 191 Page #188 -------------------------------------------------------------------------- ________________ (૪૫) પૃથ્વીદાય (૪૬) અપડાયા (૪૭) તેઉઝાયની રક્ષા કરૂં શ્રાવકોને માટે આ ત્રણની જયણા કરું એમ બોલવાનું હોય છે અને સાધુ ભગવંતોને રક્ષા કરૂં એમ બોલવાનું હોય છે એ જણાવે છે. પૃથ્વીકાય આદિ ત્રણ જીવોની હિંસા વિના ઘર સંસાર ચાલતો ન હોવાથી શ્રાવકોને એ ત્રણેની હિંસા પોતાના જીવનમાં ચાલુ જ હોય છે આથી શ્રાવકો પૃથ્વીકાય આદિ ત્રણથી સંપૂર્ણ પાપથી બચી શકે એમ ના હોવાથી જયણા કહેલી છે આથી નિશ્ચિત થાય છે કે શ્રાવકોને આ પૃથ્વીકાયાદિ ત્રણનો ઉપયોગ કરવો પડે તો એ જીવોને દુ:ખ ઓછું થાય, વેદના ઓછી થાય, કિલામણા ઓછી થાય એની કાળજી રાખીને ઉપયોગ કરે તેમજ જેટલી જરૂરીયાત હોય એટલો જ ઉપયોગ કરે પણ અધિક ઉપયોગ કરે નહિ એ રીતે જીવન જીવે તો તે જયણા રૂપે કહેવાય છે અને જેટલી જરૂરીયાત હોય એટલા પૂથ્વીકાયાદિનો ઉપયોગ કરતાં પણ હૈયામાં એનું દુ:ખ રહેલું હોય કારણકે સંસારમાં રહ્યા છીએ માટે આ જીવોની હિંસા કરવી પડે છે, ન છૂટકે કરું છું અને ક્યારે એવો દિવસ આવે કે આ જીવોની હિંસાના પાપ વગર જીવન જીવતો થાઉં. આ ભાવના. અંતરમાં હોય છે આથી એ જીવોની હિંસા થવા છતાંય એનું એટલું પાપ લાગતું નથી અને સદ્ગતિનો બંધ થયા કરે છે. પૃથ્વીકાય જીવોનું વર્ણન પૃથ્વી છે. શરીર જે જીવોનું તે પૃથ્વીકાય જીવો કહેવાય છે. જમીનને એક હાથથી નીચેની ખોદવામાં એ નીચેની માટી પૃથ્વીકાય જીવ રૂપે ગણાય છે એનો દોષ લાગે છે. ઘરમાં રહેલું કાચું મીઠું એનો ઉપયોગ કરતાં પૃથ્વીકાય જીવની હિંસાનો દોષ લાગે છે તેમજ ઘરમાં રાખેલી ખેતરની માટી, ચીકણી માટી વગેરે માટી રાખેલી હોય એ માટીનો ઉપયોગ કરતાં પૃથ્વીકાય જીવોની હિંસાનું પાપ લાગે છે. કાચા મીઠાના એક નાનામાં નાના કણીયામાં સાતે નારકીના જીવો કરતાં અથવા સઘળાય દેવોના જીવો કરતાં અસંખ્યાત ગુણા અધિક પૃથ્વીકાયના જીવો સદા માટે રહેલા હોય છે આથી પૃથ્વીકાયનો ઉપયોગ કરતાં એટલા જીવોની હિંસાનું પાપ લાગે છે માટે જેમ બને તેમ એ જીવોની હિંસા ઓછી થાય એ રીતે જયણા પૂર્વક જીવન જીવવું એ લક્ષ્ય રાખીને જીવવું હિતાવહ છે. અપૂકાય જીવોનું વર્ણન પાણી છે શરીર જે જીવોનું તે અકાય જીવો કહેવાય છે. એક બિંદુ જેટલા ટીપામાં અસંખ્યાતા જીવો. હોય છે. એક સાથે અસંખ્યાતા જીવો રહે છે અને અસંખ્યાતા જીવો ભેગા થયેલા હોય તોજ જોઇ શકાય છે આ પાણીના જીવોમાં હાલતા ચાલતા જીવો બીજા અસંખ્યાતા રહેલા હોય છે જેને બસજીવો કહેવાય છે. આથી ગળ્યા વગરના પાણીમાં એટલે અણગળ પાણીમાં એ ત્રસ જીવોની હિંસાનું પાપ લાગે છે માટે જ્ઞાની ભગવંતોએ પાણી ગાળીને પીવું એટલે ઉપયોગ કરવો એમ જણાવેલ છે. આખા દિવસમાં એક ઘડા જેટલું અણગળ પાણી વાપરવામાં આવે તો કોઇ જીવ મોટા સાત ગામો બાળીને નાશ કરે એટલું અથવા કોઇ માછીમાર જીવ એક વરસ સુધી માછલા કાપી કાપીને જેટલું પાપ બાંધે એટલું પાપ લાગે છે. Page 188 of 191 Page #189 -------------------------------------------------------------------------- ________________ શ્રાવકને જ્યારે પાણીનો ઉપયોગ કરવો હોય ત્યારે દુ:ખતા હૈયે જેટલું પાણી એ જીવોને દુ:ખ, વેદના, કિલામણા જેમ બને તેમ ઓછા થાય એ રીતે ઉપયોગ કરવાનું જણાવેલ છે. આથી પાણી ઘીની જેમ વાપરવાનું કહેલ છે. એક પાણીના બિંદુમાં સાતે નારકીના જીવો કરતા અથવા સઘળા દેવો. કરતાં અસંખ્યાત ગુણા અધિક પાણીના જીવો રહેલા હોય છે માટે એ જીવોની વિરાધનાથી બચવા માટે જયણાપૂર્વક ઉપયોગ કરતાં જીવન જીવવું હિતાવહ છે. તેઉકાય જીવોનું વર્ણન અગ્નિ છે શરીર જે જીવોનું તે તેઉકાય જીવો કહેવાય છે. અગ્નિકાય જીવોનું શરીર એટલું બધુ સુક્ષ્મ હોય છે કે એક જીવ આંખેથી જોઇ શકાતો નથી. અસંખ્યાતા જીવો ભેગા થાય ત્યારે જોઇ શકાય છે. આ અગ્નિકાય જીવોની હિંસામાં છએ કાયની હિંસાનું પાપ લાગતું હોવાથી આ જીવોનો ઉપયોગ કરવામાં ખુબ જ જયણા રાખવી પડે એમ જ્ઞાની ભગવંતો કહે છે અને એથી જ આ જીવોને સૂક્ષ્મ બુદ્ધિથી જાણવા યોગ્ય છે એમ કહેલ છે. બાદર અગ્નિકાય જીવો મનુષ્યલોકમાં પંદર કર્મભૂમિના ક્ષેત્રમાં જ ઉત્પન્ન થઇ શકે છે અને નાશ પામે છે બાકોના ક્ષેત્રોમાં આ જીવો ઉત્પન્ન થવાની યોનિ પ્રાપ્ત થતી ન હોવાથી આ જીવોની ઉત્પત્તિ અને નાશ થતો નથી. આ બાદર અગ્નિકાય જીવો શ્રી તીર્થંકર પરમાત્માનું શાસન હોય એ શાસનના કાળમાં જ ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે આથી નિશ્ચિત થાય છે કે પાંચ મહાવિદેહ ક્ષેત્રમાં શ્રી તીર્થંકર પરમાત્માનું શાસન કાયમ સદાકાળ રહેલું હોવાથી સદાકાળ અગ્નિકાય જીવોની ઉત્પત્તિ અને નાશ ચાલુ હોય છે. પાંચ ભરત અને પાંચ એરવત ક્ષેત્રોને વિષે શ્રી તીર્થંકર પરમાત્માઓનું શાસન કાયમ સદા માટે રહેતું નથી. અવસરપિણી કાળમાં ત્રીજા આરાના છેડે જ્યારે તીર્થંકર પરમાત્મા ચ્યવન પામે, જન્મ પામે અને કુમાર અવસ્થામાંથી રાજ્યવસ્થાને પ્રાપ્ત કરે ત્યારે બાદર અગ્નિકાય જીવોની ઉત્પત્તિ અને નાશ ચાલુ થાય છે અને પાંચમા આરાના છેડે ચોવીસમા તીર્થંકર પરમાત્માનું શાસન વિરચ્છેદ પામે ત્યારે બાદર અગ્નિકાય જીવોની ઉત્પત્તિ થતી બંધ થાય છે એટલે એ જીવોને ઉત્પન્ન થવા માટેની યોનિ નાશ પામતી હોવાથી એ જીવોની ઉત્પત્તિ થઇ શકતી નથી. આથી એકવાર રસોઇ તૈયાર પછી ફ્રીથી ગરમ કરવાથી અગ્નિકાય જીવોની વિશેષ હિંસાનું પાપ લાગે છે આથી શક્ય હોય તો ફ્રીથી ગરમ કરવી નહિ. એક અગ્નિના નાનામાં નાના કણીયામાં સાત નારકીના જીવો કરતાં અધિક અથવા સર્વ દેવોની સંખ્યા કરતા અધિક અગ્નિકાયના જીવો રહેલા હોય છે. આથી આ પૃથ્વીકાયાદિ ત્રણ જીવોની વિરાધના વગર ઘર સંસાર ચાલતો ન હોવાથી શ્રાવકોને જેમ બને તેમ આ જીવોની જયણા પાળીને જીવન જીવવાનું કહેવું છે માટે આ ત્રણ જીવોની જયણા કરું એમાં જણાવેલ છે. (૪૮) વાયુશાય, (૪૯) વનસ્પતિ અને (૫૦) ત્રસદાય જીવોની રક્ષા કરૂં સાધુ અને શ્રાવકો બન્નેને માટે રક્ષા કરું કહેવાનું છે. વાયુકાય Page 189 of 191 Page #190 -------------------------------------------------------------------------- ________________ પવન છે શરીર જે જીવોનું તે જીવોને વાયુકાય જીવો કહેવાય છે. આ જીવોની રક્ષા કરવી એટલે કે જ્યારે અધિક પવન હોય ત્યારે શ્રાવક બહાર નીકળે નહિ, અધિક પવનમાં કપડા સુકવે નહિ, પોતાના કપડા ખીટી ઉપર દોરી ઉપર રાખી મૂકે નહિ, નહિ તો પવનથી હાલતા એમાં વાયુકાય જીવોની હિંસાનું પાપ લાગે છે. એવી જ રીતે બહુ પવનની ઇચ્છા પણ શ્રાવક કરે નહિ. વાયુકાય જીવોનું શરીર એટલુ બધુ સૂક્ષ્મ હોય છે કે અસંખ્યાતા બાદર વાયુકાય જીવો ભેગા થાય તા પણ આંખેથી જોઇ શકાતા નથી એટલા સૂક્ષ્મ શરીરવાળા હોય છે. આ જીવોની હિંસા વગર જીવન જીવાતું હોવાથી રક્ષા કરું એમ જ્ઞાની ભગવંતોએ બોલવાનું કહેલ છે. હલન, ચલન કરતાં ઉઠતાં, બેસતાં, બોલતાં, સુતા કોઇ પણ પ્રવૃત્તિ કાયાથી કરતાં કાયાના હલન ચલનથી આ જીવોની હિંસાનું પાપ લાગ્યા કરે છે. આથી જ જ્ઞાની ભગવંતો કહે છે કે જરૂર વગર હલન ચલન આદિ કરવું નહિ અને જરૂર પડે હલન ચલન કરવું પડે તો ઉપયોગ અને જયણા પૂર્વક કરવાથી એ જીવોની હિંસાનું પાપ લાગતું નથી માટે આ જીવોની હિંસા વગર જીવન જીવી શકાય છે. આ જીવો પણ એક સાથે અસંખ્યાતા સમુદાય રૂપે રહેલા હોય છે. વનસ્પતિ કાય જીવોનું વર્ણન એક શરીરમાં અનંતા જીવો એક સાથે રહેલા હોય તે સાધારણ વનસ્પતિકાય જીવો કહેવાય છે. જે જીવોને જ્ઞાની ભગવંતોએ અનંતકાય જીવ રૂપે કહેલા છે. પોતાના શરીરના રાગના કારણે શરીરને સાચવવા એમ વિચાર કરીને જૈનો પણ અનંત કાયનો ઉપયોગ કરતા થયા છે તે બરાબર નથી એક માત્ર જીભના સ્વાદ માટે ઓછી હિંસાથી થયેલા પદાર્થો જગતમાં વિધમાન હોવાથી અનંતકાયના ઉપયોગનો સર્વથા નિષેધ કરેલો છે. પ્રત્યેક વનસ્તપિકાય - એક શરીરમાં એક જીવ અથવા અસંખ્યાતા જીવ અધિકથી રહેલા હોય તે બધાય પ્રત્યેક વનસ્પતિકાય જીવો કહેવાય છે. આથી શ્રાવકોએ પ્રત્યેક વનસ્પતિનો પણ શાક તરીકે ઉપયોગ કરતાં વિચાર કરવો જોઇએ, કાચી અધકચરી વનસ્પતિ તથા ફ્રુટનો ઉપયોગ ન કરનારા પણ શ્રાવકો હોય છે કારણ કે જે વનસ્પતિમાં જેટલા બી એટલા જીવવાળી વનસ્પતિ કહેવાય છે. આથી એવી વનસ્પતિનો ઉપયોગ કરનાર શ્રાવકને એટલા બી જેટલા જીવની હિંસાનું પાપ લાગે છે. આથી વનસ્પતિ જીવોની રક્ષા કરવાનું કહેલું છે. ત્રસકાય જીવોનું વર્ણન જે જીવો સુખ મેળવવાની ઇચ્છાથી અને આવેલા દુઃખનો નાશ કરવાની ઇચ્છાથી સ્વેચ્છાએ એક સ્થાનેથી બીજા સ્થાને જઇ શકે એ જીવોને ત્રસ જીવો કહેવાય છે. આ ત્રસ જીવોમાં હાલતા, ચાલતા તરીકે અળસીયા, કીડી, મંકોડા, માંખી, ડાંસ, મચ્છર, ગાય, ઘોડા આદિ મગર મચ્છ આદિ સાપ આદિ નોળીયા આદિ અને પક્ષીઓ તથા નારકી-મનુષ્ય અને દેવોના જીવો આવે છે. આ જીવોમાંથી શક્ય એટલા આ જીવોની હિંસા ન થાય એની કાળજી રાખી શકાય છે અને હિંસા વગર જીવન જીવી શકાય છે માટે આ જીવો માટે રક્ષા કરૂં એમ જણાવેલ છે. Page 190 of 191 Page #191 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાની ભગવંતો કહે છે કે પૃથ્વી-પાણી-અગ્નિ અને વાયુકાય જીવોની હિંસા કરતા એક નાનામાં નાના વનસ્પતિકાય જીવની. હિંસામાં અનંતગણું અધિક પાપ લાગે છે કારણ કે વનસ્પતિકાય જીવો પૃથ્વી આદિ ચારેય જીવો કરતાં વધારે ચેતનવાળા હોય છે તથા એ જીવોને હું જાણું છું, તમારું છું, ચૂટું છું ઇત્યાદિ વિચારો પેદા થાય છે એ વિચારો કિલષ્ટ પરિણામવાળા હોવાથી એટલું પાપ લાગે છે એના કરતાં નાનામાં નાના બેઇન્દ્રિય જીવની હિંસામાં અસંખ્ય ગણું અધિક પાપ લાગે છે એના કરતાં નાનામાં નાના તે ઇન્દ્રિય જીવોની હિંસામાં લાખગણું અધિક પાપ લાગે છે એના કરતા નાનામાં નાના ચઉરીન્દ્રિય જીવની હિંસામાં હજાર ગણું અધિક પાપ લાગે છે અને એના કરતાં નાનામાં નાના પંચેન્દ્રિય જીવની હિંસામાં સો ગણું અધિક પાપ લાગે છે. આથી આ બધી વિચારણા કરીને આ છ એ કાયના જીવોની હિંસા વગર જીવન જીવાય એવું ધ્યેય રાખીને જયણા અને રક્ષાનો ઉપયોગ રાખીને જીવન જીવી આત્મકલ્યાણમાં આગળ વધી શાશ્વત સુખને પામો એ અભિલાષા. થયાસ બોલ0 વિવેયof સમાd. Page 191 of 191