________________
તત્ત્વના અર્થની શ્રદ્ધા કેળવો
આ રીતિ શ્રી જિનેશ્વરદેવના દર્શનમાં સમ્યગદર્શનની મહત્તા સમજી, તેના સ્વરૂપથી એકે એક મોક્ષના અર્થિએ સુપરિચિત થવું જોઇએ. સમ્યગ્દર્શન, એ તો શ્રી જિનેશ્વરદેવના ધર્મરૂપ પ્રાસાદનો પાયો છે : એટલે કે- તેના ઉપર જ શ્રી જિનેશ્વરદેવના ધર્મરૂપ પ્રાસાદનો આધાર છે. આથી આપણે જોઇ ગયા કે-તેનું સ્વરૂપ દર્શાવતાં આચાર્યદેવ શ્રી મલયગિરિજી મહારાજાએ ક્રમાવ્યું કે
“સભ્યg-વિપરીત ૮ર્શનં-તત્ત્વાર્થશ્રદ્ધાનં સમ્પર્શનું !” તત્ત્વોના અર્થોનું અવિપરીત એટલે યથાર્થ શ્રદ્ધાન, તેનું જ નામ સમ્યગદર્શન.'
આ સ્થળે એ જ વિચારવાનું છે કે- “ભગવાન શ્રી મલયગિરિજી મહારાજાએ તત્ત્વની શ્રદ્ધા નહિ કહેતાં, તત્ત્વના અર્થની શ્રદ્ધા કેમ કહી ?' જીવ એ તત્ત્વ છે : દરેક આસ્તિક દર્શન એ તત્ત્વને સ્વીકારે છે : પણ તત્ત્વનો ભાવ પામી શકતા નથી અને તત્ત્વ માત્રને બોલી જવાથી કંઇ વળે નહિ. આથી – “જીવા એટલે શું ?' –એ ખાસ સમજવું જોઇએ. આ વિશ્વમાં જીવ, અજીવ એ બે તત્ત્વ જ્ઞેય છે. સારી દુનિયામાં મૂખ્યપણે જીવ અને અજીવ એ બે જ તત્ત્વો છે : આ બે તત્ત્વ સિવાયની ચીજ આ દુનિયામાં નથી. એ બે તત્ત્વોને જાણ્યા વિના ઇષ્ટ સાધના નજ થાય, માટે એ તત્ત્વો શેય છે. આથી કેવળ એ તત્ત્વોનો શાબ્દિક આડંબર કરવાથી કંઇજ ન વળે : તે તત્ત્વોને તેના તેના સ્વરૂપથી, લક્ષણથી અને ભેદ-પ્રભેદોથી જાણવાની મહેનત કરવી જોઇએ. પુણ્ય અને પાપનું સર્જન, એ અજીવ તત્ત્વમાંથીજ થાય છે. આત્માએ ભાવના અને ક્રિયાથી આત્મા સાથે યોજેલા અજીવના સારા અણુ તે પુણ્ય અને ખરાબ અણુ તે પાપ : અજીવના સારા અણુના ઉદય યોગે મળેલી સામગ્રી તે પુણ્યોદય અને ખરાબ અણુના યોગે મળેલી સામગ્રી તે પાપોદય : પૂણ્યોદય તે પૂણ્યનો વિપાક (ળ) અને પાપોદય તે પાપનો વિપાક (ળ) : પૂણ્ય-પાપનાં અણુઓનું આગમન (આવવું) તે અને જેના યોગે આવે તે આશ્રવ : અને એ અણુઓ જેના યોગે આવતાં અટકે તે સંવર : જૂના-નવા અણુઓનો મેળાપ તે બંધ અને લાગેલાં અણુઓનું અંશે અંશે નીકળવું તે અને જેના યોગે નીકળે તે નિર્જરા : પૂરેપૂરી રીતિએ આત્મા ઉપર લાગેલ સઘળાં અજીવ અણુઓનો ક્ષય તેનું નામ મોક્ષ. નવે તત્ત્વનો સામાન્ય રીતિએ આ અર્થ છે. આથી એ સુનિશ્ચિત છે કે-જીવ તથા અજીવ તત્ત્વના જાણનારને એ નિશ્ચય થવો જ જોઇયે કે-જીવ તથા અજીવ એ બે જૂદાં જ તત્ત્વો છે : બેયનું સ્વરૂપ એક એકથી સર્વથા ભિન્ન (જૂદું) છે. પુણ્ય તથા પાપ, એ કર્મનાં અણુઓ છે અને એથી એ અજીવ છે : એની અસર આત્મા પર છે કેમકે - આત્મા એની સાથે સંલગ્ન (જોડાયેલો) છે. શુભ કે અશુભનો ઉદય, એ તો. પુદ્ગલની નાશભાગ છે. એની અસર આત્મા પર થાય છે, કેમકે-આત્મા એની સાથે જોડાયેલો છે. આત્મા ઉપર શુભ દ્રવ્યના સંયોગની શુભ અસર અને અશુભ દ્રવ્યના સંયોગની અશુભ અસર થાય છે એ સંયોગ જાય ત્યારે ફળ આપતો જાય : શુભ કે અશુભ ફ્ટ ભોગવવાં પડે. એકલો ચેતન સ્વ-સ્વરૂપમાં લીન થાય, અને એકલો જડ જગતમાં આથડે : ચેતન અને જડમાં ભેદબુદ્ધિ થાય કે તરત કાર્યવાહીમાં પણ ફાર થાય. જીવ અને અજીવ તત્ત્વને જાણવાં શા માટે ? એ બેને જાણવાનો એક જ હેતુ કે-મારો આત્મા ચેતન છે અને એને વળગેલ કર્મ અચેતન છે. એ અચેતનની અનંતકાળથી સેવા કરવાથી આત્મા પરવશ બન્યો છે : એવો પરવશ બન્યો છે કે-જડના આધારે જીવે છે. જીવન, એ આત્માનો સ્વાભાવિક ગુણ છે તે જડના યોગે એ ગુણના એણે નાશ કર્યો : બસ, મરણ, મરણ અને મરણ : મરણ જ આત્માની પૂંઠે લાગ્યું છે. એ અજીવના સંયોગથી બચવા માટે જીવ તથા અજીવના સ્વરૂપને સમજી, અજીવના તથા પ્રકારના સંયોગથી અલગ થવાનાજ પ્રયત્ન થવા જોઇયે. પરન્તુ તે પોતાનું તથા પરનું સ્વરૂપ સમજ્યા વિના બને તેમ નથી :
Page 84 of 191