________________
શબ્દ, એ બેના અર્થમાં ઘણો ભેદ છે. આ સમજાય છે યા નહિ ? “જાણ્યા વિના ઘેર પહોંચાય જ નહિ” -એમ માની આગળ -પાછળના બેયને સરખા જાણકાર સમજે, તો તે મૂર્ખાઇ ખરી કે નહી ? સ્તવન, સઝાય, ઢાળમાં કયી વાત નિશ્ચય નયની અથવા કયી વાત વ્યવહાર નયની, એ વિચાર્યા વિના, અર્થ કરવા. બેસનાર ઉન્માર્ગે ચઢી જાય તો નવાઇ પામવા જેવું નથી. નિશ્ચય, વ્યવહાર, સપ્તભંગી, ઇત્યાદિનો વિચાર કર્યા વિના, શાસ્ત્રોમાં કહેવાએલી વાતોને જો પકડી લેવાય, તો પરિણામ એ આવે કે-વસ્તુ વસ્તુ તરીકે ના સમજાય : માટે મહાપુરૂષો જ્યાં તત્ત્વરમણતા શબ્દનો પ્રયોગ કરે, ત્યાં તેની અપેક્ષાને પણ સમજો ! ચોથેથી તેરમાં ગુણઠાણા સુધી-ચૌદમે પણ-તત્ત્વરમણતા ! સિદ્ધાવસ્થાની પણ તત્ત્વરમણતા. બધે એક જ જાતની તત્ત્વરમણતા લઇએ તો ? નવ તત્ત્વની ગાથા વિચારો -
"जीवाइ नव पयत्थे, जो जाणइ तस्स होइ सम्मत्तं ।
__ भावेण सद्दहंतो, अयाणमाणे वि सम्मत्तं ।।" આ નવ તત્ત્વને જાણે તેને સમ્યકત્વ હોય, પણ સર્વમાં તત્ત્વ જાણવાની તાકાત નથી. તેવો. ક્ષયોપશમ હોય અને ન પણ હોય. કદાચ જાણતો ન પણ હોય, નવમાંથી એક પણ તત્ત્વની સમજણ ન પણ હોય, જીવના ભેદ-પ્રભેદ પણ ન જાણે, પણ ભાવથી સદહે : કહે કે- ‘કમતાકાત છું, સમજી શકતો નથી, પણ જે તત્ત્વો શ્રી જિનેશ્વરદેવે કહ્યાં છે, તે સર્વ સાચાં જ છે.” -તેને પણ સમ્યકત્વ હોય, ત્યાં તત્ત્વરમણતા કયી ? જાણકાર તો જીવ-અજીવ બધું ચિત્તવે. એક પરમાણુ ઉપરની વિચારણામાં છદ્મસ્થાવસ્થામાં શ્રી. મહાવીર ભગવાને છ મહિના પસાર કર્યા. એ પણ ચિરકાલ સુધી છઠું ગુણઠાણે હતા. અહીં એ બુદ્ધિમાં પણ આવતું નથી. આજના છઠ્ઠા ગુણઠાણે એ તત્ત્વરમણતા લાવોને ? સાતમે ગુણઠાણે કાળ કેટલો ? અંતરમુહૂર્ત શ્રી ગણધરદેવની તત્ત્વરમણતા કયી ? ચૌદ પૂર્વધર મહર્ષિની કયી ? દશ પૂર્વધર મહર્ષીની કમી ? એક પૂર્વધર મહર્ષિની કયી ? અંગપાઠી મુનિવરોની કયી ? અને જ્ઞાન વિનાના-કેવલ દશવૈકાલિકનાં ચાર અધ્યયન જાણનારની તત્ત્વ-રમણતા કયી ? ભગવાન શ્રી દુષ્ણસહસૂરિ કેવા ? લાયકસમકિતી, એકાવતારી, યુગપ્રધાન ! કહો ત્યાં કયી તત્ત્વરમણતા ? જે કાળે, જે આદમીમાં જેટલું જ્ઞાન, તે કાળે, તે આદમી દેવ-ગુરૂની નિશ્રાએ તત્ત્વની શ્રદ્ધાપૂર્વક વિચારણા કરે. ત્યાં અમૂક પદો લાવીને અમૂક શબ્દોથી વાત કરો તે કેમ ચાલે ? માટે સમજપૂર્વક વાત કરવી એજ યોગ્ય ગણાય. તત્વના અભ્યાસી બનો
સંતોષગુણ કેળવવાને માટે ઇરછાઓનો નિરોધ એ પરમ આવશ્યક વસ્તુ છે. આત્મા સવિચારશીલ બન્યા વિના પોદ્ગલિક ઇરછાઓનો નિરોધ સાધવાની સાચી ભાવના આત્મામાં પ્રગટતી. નથી અને ઇચ્છાનિરોધની સાધના સદાચારશીલ બન્યા વિના થઇ શકતી નથી. સાચો સદાચારશીલ તેજ બની શકે છે, કે જે ઉદારતા ગુણને પામ્યો હોય છે. આથી આપણે ઉદાર જીવનનો કાંઇક ખ્યાલ રજૂ કર્યો છે. પણ મૂળ વસ્તુ તો સર્વિચારશીલતા છે. સદ્વિચારશીલતા આવે ક્યારે ? સવિચારશીલતા ત્યારે જ આવે, કે જ્યારે તત્ત્વજ્ઞ મહાપુરૂષોએ ક્રમાવેલી વાતોને હૃદયસ્થ બનાવાય. તત્ત્વજ્ઞ મહાપુરૂષોએ ક્રમાવેલી. વાતોને સાધુજનોના મુખે સાંભળવી, એના ઉપર વિચાર કરવો, એનું મનન કરવું, એ વાતો ન સમજાયા
ત્યાં સુધી યોગ્ય પુરૂષોને પૂછી-પૂછીને સમાધાન મેળવવાનો પ્રયત્ન કરવો અને એમ સાચી સમજણ ઉપર સ્થિર થઇ જવું. શરૂમાં જ કહેવાયું છે કે-આ વસ્તુ પ્રત્યે બેદરકારી દિન-પ્રતિદિન વધતી જાય છે અને એથી સદ્ગણો દૂર રહે છે તથા દુર્ગુણો પોષાતા જાય છે.
Page 83 of 191